યુવાનોના કવિ કલાપી
-ઃ લેખક :-
ડા. યોગેન્દ્ગ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
યુવાનોના કવિ કલાપી
‘યુવાનોના કવિ’ તરીકે ઓળખાતા કલાપી તે સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ લાઠી રાજયના રાજવી. ૧૮૭૪માં જન્મ અને ૧૯૦૦માં અવસાન.
એક પત્રમાં તે મહાન નવલકથાકાર ગોવર્ધનરામને લખે છે. “ગુર્જર ભાષાનાં સારાં પુસ્તકોમાં એવું ભાગ્યે જ નીકળશે કે જેનું મ્હેં મનન ન કર્યું હોય, ફિલોસોફી માટે ઈંગ્રેજી અને પ્રેમ માટે સંસ્કૃત શીખવા નિશ્ચય કર્યો છે”. “જીવીશ બની શકે તો, એકલાં પુસ્તકોથી”. (‘સુખમય સ્વપ્ન’-૧૮૯૬)
આવા વિદ્યાવ્યાસંગી રાજવી ઓળખાયા આંસુ અને પ્રણયના કવિ તરીકે. પંદરમે વરસે એક જ દિવસે રાજબા(રમા) અને કેસરબા(આનંદીબા) સાથે પરણ્યા. રમા સાથે જ આવેલી આઠ-નવ વર્ષની દાસી શોભના(મોંઘી) માટે પ્રથમ વાત્સલ્ય અને પછી ઉત્કટ પ્રણયનો અનુભવ થતાં ‘હદયત્રિપુટી’, ‘હમારા રાહ’ ‘અતિ મોડું’, ‘એક ઘા’, ‘ઈશ્કનો બંદો’, ‘શિકારીને’, ‘સનમની શોધ’ જેવાં ઉત્તમ પ્રણયકાવ્યો લખાયાં.
“હર્ષ શું ઝિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં?
પ્રેમના રંગથી જો ના રંગાયુ વિશ્વ હોત આ” (હદય ત્રિપુટી)
“ધર્મથી પ્રેમ જુદો ના ટ ટ પ્રણય પ્રભુ છે આ જગતનો” ( ૈૈંં )
“(વહે) એમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો” ( ૈૈંં )
અન્યત્ર એ એને પ્રીતિ તરીકે ઓળખાવે છે.
“ અરે પ્રીતિ એ તો જગત પરનું જીવન કર્યું. (એક પતિપત્નીવ્રત)
વળી એ ગઝલકાર છે તેથી ‘ઈશ્ક’ ની વાત પણ કરે છે.
“જો ઈશ્કના તો શું ખુદા ? જો ઈશ્ક ના તો શું જહાં ?
કયાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બન્દો હશે.” (ઈશ્કનો બન્દો)
પણ આ જગતમાં પ્રેમ મેળવવો એટલો સહેલો નથી અને અનેક સંઘર્ષો અને ઝુરાપાઓ વેઠવાનાં આવે છે.
“ખેંચે છે તે પ્રણય દિલને ઠેલવું હાય ! શાને ?
રાગને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું ‘હતું’ (ભરત)
એ ખેંચાણ આંસુઓનું નિમિત્ત બને છે.
“હોત ના અશ્રૂ તો ઓહો, પ્રેમને શોખ હોત કયાં ? (પ્રિયા કવિતાને)
“યારી ગુલામી શું કરૂ તારી સનમ ? પેદા થયો છું ઢુંઢવા તું ને સનમ (સનમની શોધ)
“અરેરે કોઈ વા વાયો, સનમ બો, રંગ સૌ ફીટયાં ( ૈૈંં )
“ મને મોડું મોડું મરણ પછી તું અમૃત મળ્યું” (અતિમોડું)
આ સહન કરવું, આંસુ સારવાં એ પણ એક ટાણું છે.
“વ્હાલી બાબાં ! સહન કરવું એ ય છે એક લ્હાણું !
મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણુ ! (વિધવા બ્હેન બાબાંને)
અનેક સંઘર્ષો પછી, યાતનાઓ અને વેદનાઓ સહન કયાં પછી પોતે જેને ‘પ્રખર સહરાની તરસથી ઝંખી’ હતી તે પ્રીતિ તો પ્રાપ્ત થઈ પણ એ પ્રાપ્તિ થતાં જ નિર્ભ્રાન્તિ પણ આવી. “ઉત્સુક હ્ય્દય” અને ‘પ્રભુ-અનાલાપી ગાન ‘ જેવાં કાવ્યોમાં શોભનાની પ્રાપ્તિને ‘પ્રભુ જેવા પર્યાયથી નવાજે છે અને પોતે ‘પરમાનન્દની સીમા’ પર ઊંભા છે એમ માને છે પણ થોડા જ સમયમાં છિન્નભ્રમ થયા હોવાની “ખતા નહીં જાતી’ ‘સાકીને ઠપકો’ ‘સનમને’ ‘સનમને સવાલ’ જેવી ગઝલો મળે છે.
‘સાકી જે શરાબ મને દીધો, દિલદારને દીધો નહિ.’ તેમને સમજાય છે કે બુધ્ધિ અને હદયના જે ઊંંચા વિશ્વમાં પોતે ઊંડતા હતા તેમાં તેમની સાથે ઊંડવાનું તેનું ગજું ન હતું અને ‘ભાઈ, મેં ભૂલ કરી’. સાથે એવો ઉદગાર કઢાવે છે “મેં પ્રેમમાં તડપતાં મુજ શાંતિ ખોઈ, આનંદની મધુર પાંખ ન કયાંય જોઈ.”
કલાપીની આ કબુલાત બહુ જાણીતી નથી થઈ. આ કબૂલાત આંખ ઉઘાડનારી બને એવી છે. કોઈપણ ભૌતિક વસ્તુ-પ્રેમ, પદ, પૈસો, પ્રતિષ્ઠા વગેરે અંતિમ લક્ષ્ય નથી, ન હોઈ શકે. એ સંતોષ અને આનંદ આપી શકવા સંપૂર્ણપણે અસમર્થ છે. આ જ કારણે ‘ફૂલ વીણ, સખે!’ ‘ગ્રામ્ય માતા’, ‘વીણાનો મૃગ’ ‘આપની યાદી’ જેવાં ચિરંજીવ કાવ્ય ગાનારો આ કવિ અંતે ગાય છે,
“ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની” (આપની યાદી) અને
“ હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત હરિને
નહી તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?”