Fursad na samay no sadupyog in Gujarati Short Stories by Sonal Gosalia books and stories PDF | ફુરસદના સમયનો સદઉપયોગ

Featured Books
Categories
Share

ફુરસદના સમયનો સદઉપયોગ

નવલિકા

ફૂરસદના સમયનો સદઉપયોગ

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


ફૂરસદના સમયનો સદઉપયોગ

વ્યવસાય કે નોકરી ના કરતી હોય એવી સ્ત્રીઓ ફૂરસદમાં શું કરે ? સવારથી દિનચર્યા ચાલુ થઇ જાય. પતિ માટે ટીફીન,બાળકોનાં દફતર, વોટરબેગ, નાસ્તો વગેરે તૈયાર કરવાં, રસોડાનાં બીજાં કામ કરવા, સાફસફાઇ વગેરે વ્યવહારિક ફરજ અને અન્ય જવાબદારીઓમાં રચ્યાપચ્યા રહેવાનું. ઘરમાં ઘરડા મા-બાપ હોય તો એમની દેખરેખ રાખવાની. ઘણાં બધાં કામો કરતી આવી સ્ત્રીઓને ઘણીવાર મહેણાંટોણાં પણ સાંભળવાં પડે છે. ઘરમાં બેસી રોટલા તોડો છો એના કરતા કંઇ કામ કરો તો ઘરમાં આવક પણ થાય. શું કામ કરે એ બિચારી ? માંડ એકાદ બે કલાક પોતાના મનને ગમતું કંઇ તો કરે જ ને ? આવડત તો દરેકમાં હોય જ છે, પણ સમય અને સંજોગો આગળ મન મારવું પડે છે. ઘરમાંથી સહકાર ના મળે તો સ્ત્રી બહાર રખડવા જઇ શકે ખરી ? બહારની દુનિયા જોવી કોને ના ગમે ? ઘરમાં ઢગલો કામ કરતી હોય છતાં એ ટીપીકલ હાઉસવાઇફ જ કહેવાય છે. ઘણા પતિદેવોને એમની પત્ની બહાર કમાવા જાય એ નથી ગમતું હોતું. ઘરમા રહીને તમારી ક્રિએટીવીટી નીખારો. આવી ક્રિએટીવ માઇન્ડવાળી સ્ત્રીઓ એમના ફૂરસદના સમયે કંઇ ને કંઇ કર્યા કરતી હોય છે. કોઇ ટયુશન કરે, તો કોઇ સિવણ, કોઇ યોગ શીખવાડે તો કોઇ ફેબ્રીક પેઇન્ટીંગ કે ડ્રોઇંગ કલાસીસ ચલાવે. કોઇ વાર્તા, નોવેલ કે અન્ય બુક્સ વાંચે તો કોઇ લખે. કોઇ દુનિયાનું નોલેજ મેળવા ટીવીની સારી ચેનલો જુએ. તો કોઇ ફોન પર ગપ્પાં મારે, ક્યાં તો આરામ કરે. આ પ્રવૃતિઓમાં એમનો આખા દિવસનો થાક ઊતરી જાય છે ને મનને પણ એક આનંદ મળે છે. આજકાલનાં બાળકોને ઘરમાં રહેતી ટીપીકલ મમ્મી કરતા ક્રીએટીવ મમ્મી વધુ ગમે છે. આવાં બાળકો પણ એમની મમ્મીઓને મોટીવેટ કરે છે ને એમની છૂપી કળાને બહાર લાવવા મદદ કરે છે “એમ્ટી માઇંડ ઇઝ ડેવીલ્સ વર્કશોપ”. ખરીખોટી કૂથલી ઘરમાં કંકાસ જ લાવે છે. આપણી વિચારસરણી હલકી થઇ જાય છે. આજની આધુનિક નારીઓને જૂના રૂઢીચુસ્ત રીતરીવાજોમાં રસ નથી રહ્યો. પોતાની સાચી માર્ગદર્શિકા બનીને મનને ગમતું કરી પોતાની ફૂરસદનો સમય ખૂબ મજાથી માણે ને ગાળે છે.