Tamara Maa-Baap Ketla Dollerna Chhe in Gujarati Philosophy by Dr. Yogendra Vyas books and stories PDF | Tamara Maa-Baap Ketla Dollerna Chhe

Featured Books
Categories
Share

Tamara Maa-Baap Ketla Dollerna Chhe

તમારાં મા-બાપ કેટલા ડોલરનાં છે ?

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

તમારાં મા-બાપ કેટલા ડોલરનાં છે ?

આ શિર્ષક વાંચી નવાઈ લાગી ? કોઈ લિલામ કે હરાજીની વાત નથી. અમેરિકામાં ઘડપણનું પેન્શન ર્(ઙ્મઙ્ઘ ટ્ઠખ્તી ીહર્જૈહ) મળે છે. તમે માત્ર ત્યાંના સિટિઝન હોવા જોઈએ. ત્યાં દસેક વરસથી સિટિઝન હો તો મહિને લગભગ આઠસો ડોલર પેન્શન મળે. રોકડા નહીં, પણ બસો ડોલરના ખાદ્યાન્નનું વાઉચર, બસો ડોલરના વાહનખર્ચનું વાઉચર એવું બધું. એથી ઓછા સમય માટે ત્યાં રહ્યા હો તો બસો ડોલર મળે.

આ બધું બહું હતાશા સાથે અને ઝનૂનપૂર્વક મારો મિત્ર મનહર સમજાવતો હતો. તેને લગભગ પંચોતેર થવા આવ્યાં. કમુભાભીને (કમળાબેન મનહરલાલને) પણ પંચોતેર થવા આવ્યા. પણ બંને હવે ઘરમાં પણ વ્હીલચેરમાં ફરે છે એવી સ્થિતિ છે.

વીસેક વરસ પહેલાં મનહર બેન્કમાંથી વીઆરએસ લઈને દીકરાને ત્યાં અમેરિકા પૌત્રને ઉછેરવા જતો રહેલો પછી છેક હમણાં મળ્યો. છેલ્લાં પાંચેક વરસથી દર શિયાળામાં ભારતમાં તેના મામુ નાયકની પોળના મકાનમાં રહેવા આવી જાય છે. એપ્રિલ-મે આવતા પાછો શિકાગો ભેગો થઈ જાય છે. હવે તો માત્ર સત્તર કલાકની મુસાફરી અને તે ય પ્લેન બદલ્યા વિના.

"અહીં ચારપાંચ મહિના આવીએ ત્યારે જીવવા જેવું લાગે. ઓટલે બેસીએ તોય પાંચ જણ આવતા-જતા ખબર પૂછવા ઉભા રહે"

કહે, ‘તને નહીં સમજાય, અહીં ચારપાંચ મહિના આવીએ ત્યારે જીવવા જેવું લાગે. ઓટલે બેસીએ તોય પાંચ જણ આવતા-જતા ખબર પૂછવા ઉભા રહે. તારા જેવા કોઈક તો એક-બે કલાક ગપાટા મારવા બેસે તો તો જાણે સ્વર્ગ જેવું લાગે પણ અમેરિકામાં હું ભલો ને મારાં ચોપડાં ભલા’.

મેં ક્યું, ‘કેમ ? ત્યાં ટીવી હોય, ચોવીસ કલાકની ચેનલ હોય, ઈન્ટરનેટ હોય, ફોન ઉપર ઈચ્છો ત્યાં ઈચ્છો ત્યારે ગમે તેટલી વાતો કરવાની સગવડ હોય.’

‘પણ એ બધા માટે ડોલર જોઈએ.’ એણે તરત કહ્યું.

‘ તં જ કહે છે ને કે તને અને ભાભીને અલગથી આઠસો આઠસો ડોલર મળે છે’ મે યાદ કરાવ્યું.

‘એમાંથી મોટાભાગના તો દીકરો પી જાય છે. એટલું સારૂ છે કે અમને ભૂખ્યાં નથી રાખતો. અનુપ જલોટાનો ભાઈ પ્રેમ જલોટા એક ધર્માદા સંસ્થા ચલાવે છે એમાંથી સેવિકા જરૂર મુજબ એક કે બે કલાક આવી અમને નવડાવી, કપડાં બદલાવી, ખવડાવી, દવા આપી પાછી જાય’. તેણ સમજાવ્યું.

"અહીં વરસમાં એક વાર પણ ન આવીએ તો હયાતીના પ્રમાણપત્ર વિના બેન્કમાં અહીંનું પેન્શન જમા થવાનું બંધ થઈ જાય, કાયમ અહીં રહીએ તો ત્યાં નું પેન્શન બંધ થઈ જાય"

‘તો પછી આવી સ્થિતિમાં આ ઉંમરે શા માટે આવ-જા કરે છે ? ભારતમાં જ રહી જા ને !’ મે કહ્યું.

‘એ જ મોંકાણ છે.’ અત્યાર સુધી મૂંગા રહેલાં કમુભાભી બોલ્યાં, ‘અહીં વરસમાં એક વાર પણ ન આવીએ તો હયાતીના પ્રમાણપત્ર વિના બેન્કમાં અહીંનું પેન્શન જમા થવાનું બંધ થઈ જાય, કાયમ અહીં રહીએ તો ત્યાં નું પેન્શન બંધ થઈ જાય.’

‘પણ એ તો કાયદેસર ગણાય ને ! ત્યાં ન રહો તો અમેરિકાની સરકાર તમને પેન્શન શા માટે ચૂકવે ? અને હવે તમારે એની જરૂર પણ શું છે ?’ મે પૂછયું.

ભાભી કહે, ‘અમારે નહીં પણ અમારા દીકરાને તો અમારા પેન્શનની જરૂર ખરી ને ! હમણાં તો ત્યાં એવી મંદી છે કે એની કમાણીમાંથી માંડ માંડ એનું પેટિયું નીકળેને પૌત્ર તો જુદો રહે છે.

મને થયું, સ્થિતિ આવી હોય તો “આ ઘેર, પેલે ઘેર” જેવું જીવવા સિવાય બીજો ઉપાય જ શો ? અમેરિકાની સરકાર દીકરાને ‘પીવા’ની સગવડ કરી આપવા માટે તો મા-બાપને પેન્શન નહીં જ આપતી હોય ! ‘ધૃતરાષ્ટ્ર’ માત્ર મહાભારતકાળમાં જ હતા એવું નથી.