Social Mediani Asaro in Gujarati Magazine by Hiren Sorathiya books and stories PDF | સોશિયલ મિડિયાની અસરો

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

સોશિયલ મિડિયાની અસરો

હાલના સમયમાં માણસ એકલો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે અત્યારની દુનિયામાં સોશિયલ મીડિયા ઘુસી ગયું છે. માણસ લાગણીઓને ભુલતો જાય છે અને લાગણી વિહોણો બનતો જાય છે. પહેલાના જમાનામાં લોકો ટાઈમ પસાર કરવા માટે ક્રિકેટ રમતાં, કબડ્ડી રમતાં, વાતો કરતાં પરંતુ અત્યારે નવરા પડયાં નથી કે ફેસબુક ચેક કરી લે છે કેટલી લાઈક આવી, કેટલી કોમેન્ટ આવી ? અથવા તરત વોટસએપ તપાસી લે છે કે કોના મેસેજ આવ્યા. થોડીવાર પણ સોશિયલ મીડિયા વિના રાખવામાં આવે તો અકળાઈ જાય છે અને એમ પણ કહી શકાય કે તે માનસિક રોગ અથવા સોશિયલ મીડિયાના વ્યસન નો ભોગ બન્યો છે. અહિંયા આપણે સોશિયલ મીડિયાની સારી તથા ખરાબ અસરો અને તેના ફાયદા વિશે જોઈશું તેનાથી તમે પણ જરૂર દંગ રહી જશો.

થોડા સમય પહેલા WHO ( World Health Organization ) ધ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષ 2015 ના આકડાં ભારત માટે ચિંતાજનક છે. તેમાંય ખાસ કરીને દેશની યુવા પેઢી હદય રોગની વધુ શિકાર બની રહી છે. સોશિયલ મીડિયાને કારણે યુવાનોમાં સૌથી વધુ હદય રોગ જોવા મળે છે, તેનું એકમાત્ર કારણ માનસિક તણાવ, સતત મોબાઈલ સાથે ચોટી રહેવું, લાઈક મેળવવાની ઘેલછા અને એકલતાપણુ વગેરે જોવા મળે છે. સોશિયલ મીડિયાના આમ તો સારો અને નરસો પ્રભાવ પડે છે પરંતુ આપણે બંનેને ધ્યાનમાં લેવા જરૂરી છે. સામાન્ય રીતે આજનો યુવા વર્ગ સોશિયલ મીડિયાના નબળા પાસાં નો વધુ ઉપયોગ કરતો જોવા મળે છે. ઓમ્લીયોન નામની સંસ્થાએ કરેલા એક વિશ્ર્લેષણ મુજબ ભારતના 18 વર્ષ થી નીચેના 27 % તરુણો ફેસબુક વાપરે છે જયારે 33 % યુઝર 26 થી 40 વર્ષ ના યુવાનો ફેસબુક વાપરે છે, જયારે 7 % ભારતીય 41 વર્ષથી ઉપરના ફેસબુક વાપરે છે આમ સરેરાશ 93 % ભારતીયો ફેસબુક યુઝર્સ છે એટલે જ માર્ક ઝુકરબર્ગ ને ભારત વધારે ધ્યાનમાં આવે છે.

અત્યારનો સમય સાવધાન રહેવાનો સમય છે ત્યારે આપણા મિત્રો તેનો સમય વેડફી રહયાં છે. જયાં જોવો ત્યાં માણસ ચેટ કરતો જોવા મળે છે, રોડ ઉપર એકસીડેન્ટ ના કિસ્સામાં જોઈએ છીએ કે મોબાઈલમાં જોઈને ચાલતા ચાલતા ધ્યાન જ નથી હોતું અને એકસીડેન્ટ થતું હોય છે. હાલ યુવાનોમાં ફેસબુક અને વોટસએપ નો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે ધડાધડ પોસ્ટ મુકતો રહે છે તેને તો બસ લાઈક મા જ રસ હોય છે. ફેસબુક ધ્વારા લોકો છેતરામણી ના ભોગ પણ બનતા હોય છે, છોકરીઓ ના નામે ફેક આઈ ડી બનાવી અભદ્ર વાતો કરી બ્લૅકમેઈલ કરવામાં આવે છે અને લોકો પાસે પૈસા પણ પડાવવા મા આવે છે.

વોટસએપ ના માધ્યમથી યુવાનો અશ્લીલ વિડીયો, જોક્સ અને ગંદા સાહિત્ય નો પ્રસાર કરી રહ્યો છે. અરે, જયાં એક્સીડેન્ટ નો બનાવ બન્યો હોય ત્યાં મદદ કરવાને બદલે લોકો પહેલા વિડીયો ઊતરતાં જોવા મળે છે અને મદદ પછી કરે છે, આ એક પ્રકારની ગંભીર બાબત ગણી શકાય સમાજ તેની દિશા ભટકતો હોય એવું લાગી રહયું છે, લોકોને બીજા કોઇની જરૂર જ નથી એવું સમજવાની ભુલ કરી રહ્યો છે. આજના યુવાનો પોર્ન વિડીયો જોવામાં સમય વેડફી રહ્યો છે માટે જ સરકારે જાહેર જગ્યાએ પોર્ન વિડીયો જોવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે તથા કોઈના મોબાઈલમાં પણ વિડીયો મળી આવે તો દંડની જોગવાઈઓ કરવામાં આવી છે તો પણ લોકો કયાં સમજી રહયાં છે?

એક ઘટેલી ઘટના પણ શેર કરૂ છું હમણાં થોડા સમય પહેલા કલ્પેશ ના નવા લગ્ન થયા હતા પરંતુ કલ્પેશ આખો દિવસ વોટસએપ અને ફેસબુક પર ચોટી રહેતો અને તેની પત્ની તેનાંથી કંટાળી ગઈ હતી કેમકે તેનો પતિ આખો દિવસ મોબાઈલમાં જ રચયો રહેતો પરિવાર માટે તો સમય આપતો જ નહોતો, જયારે ઘરે હોય ત્યારે મોબાઈલ પર ગેમ રમતો રહેતો આખરે એક દિવસ તેની પત્નીએ તેને લગ્નના 4 મહિનામાં જ છૂટાછેડા આપી દિધા સત્ય ઘટના આવી તો કેટલીય ઘટના રોજબરોજ ઘટતી હશે જેની આપણને જાણ પણ નહિ હોય. આવી રીતે જીવનની અંદર સોશિયલ મીડિયાની ખરાબ અસરો પડતી જોવા મળે છે. પરંતુ જો સમજણ પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે અને તમે પૈસા પણ કમાઈ શકો છો, નામના પણ મેળવી શકો છો પરંતુ તે ઉપયોગ કરનાર પણ આધાર રાખે છે કે તે તેનો કેવો ઉપયોગ કરી રહ્યો છે.

હવે આપણે સોશિયલ મીડિયાની સારી અસરો ઉપર નજર નાખીએ યુવક યુવતીઓ ફેસબુક, ધ્વારા પોતાને જોઈતી માહિતી ઝડપથી મેળવી રહ્યાં છે અને પોતાના વિચારો ફેસબુક પર વ્યક્ત કરી સમાજમાં પોતાનો દરજજો બનાવી રહ્યાં છે. યુવતીઓ પોતાનું મનપસંદ પાત્ર પણ ઓનલાઈન મેળવે છે અને ખૂબ ખુશ પણ હોય છે આ પણ એક સારી અસર જ ગણાવી શકાય. લોકો ઓનલાઇન વિડીયો જોઈને અભ્યાસ કરી રહ્યા છે અને પોતાની આંતરિક શક્તિ ને સોશિયલ મીડિયામાં રજૂ કરી સમાજમાં પોતાનું નામ બનાવી રહ્યા છે. પોતાને જોઈતી માહિતી આંગળીના ટેરવે કલીક કરીને મેળવી શકે છે. સોશિયલ મીડિયામાં કનેકટ રહી લોકો રોજબરોજ બનતી ઘટનાઓ થી માહિતગાર રહેતા જોવા મળે છે.

વિદેશમાં રહેતા લોકો પોતાના સગા સંબંધી સાથે વિડીયો ચેટ કરી પોતે પોતાના દેશમાં હોવાનું અનુભવી આનંદ મેળવે છે, તેમના સંતાનો ને વિદેશમાં હોવા છતાં સોશિયલ મીડિયાથી પોતાના દેશની સંસ્કૃતિ વિશે સમજાવી શકે છે, યુવાનો પોતે યાદગાર પ્રવાસના ફોટા ફેસબુક પર શેર કરે છે. પોતે મેળવેલી કોઈ સિદ્ધિ વિશે પોસ્ટ કરી આનંદ મેળવે છે અને ગર્વ અનુભવે છે તથા લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવે છે. પોતાની અંદર રહેલ ટેલેન્ટ ઓનલાઇન બતાવી પ્લેટફોર્મ પણ મળી રહે છે. આજનો નવયુવાન બહુ શકિતશાળી અને નસીબદાર છે કારણ કે તેને જે જોઈએ તે સરળતાથી મળી જાય છે. હવે તો ઘરે બેઠા ઓનલાઇન શોપિંગ પણ ઉપલબ્ધ છે અને સારો એવો ફાયદો પણ લોકો મેળવી શકે છે, વેપારીઓ પણ પોતાના ધંધાનો વ્યાપ ઓનલાઇન વધારતાં જોવા મળે છે. આ સતત ગતિ કરતાં યુગમાં જો લોકો થોડો ઘણો પણ સમજી વિચારીને ઈન્ટરનેટ ઉપયોગ કરે તો તેનો દરેક જગ્યાએ ફાયદો મેળવી શકે છે તેના કેટલાક ઉદાહરણ :-

  • ગૃહિણી ઓનલાઇન રેસીપી શોધી ને સ્વાદિષ્ટ ભોજન બનાવી શકે છે તથા શીખી શકે છે.
  • વિધાર્થીઓ ઓનલાઇન ભણી શકે છે.
  • ઓનલાઇન સમાચાર વાંચી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ.
  • હવે તો ઓનલાઇન બુક વાંચી શકો જે તમે અત્યારે વાંચો જ છો.

    પોતાના મનગમતા ફિલ્મસ્ટાર, લેખક, નેતાઓ અને મોટા માણસો સાથે સોશિયલ મીડિયામાં કનેકટ રહીને તેના વિચારો જાણી શકીએ છીએ અને તેનામાં રહેલા ગુણો ઓળખી શકીએ. આ તો આપણે જોયા સોશિયલ મીડિયાના ફાયદા પણ અમુક પ્લેટફોર્મ ના ફાયદા એવા છે કે જેના ધ્વારા તમે તમારા ટેલેન્ટ બતાવી કમાણી કરી શકો છો!

    હા, તમે પોતે જો કોઇ સારા Creator છો તો તેના ધ્વારા પૈસા પણ કમાઈ શકો છો અથવા સારી નામના પ્રાપ્ત કરી શકો છો, તો તેમના થોડાક ઉદાહરણ જોઈએ

  • જો તમે સારા લેખક હો અને સારૂં લખી શકો છો તો તમે તમારા લેખ ઓનલાઇન પ્બલીશ કરાવી શકો અત્યારે એવી મોટી સાઈટ અવેલેબલ છે જેમકે માતૃભારતી, પ્રતિલીપી વગેરે .
  • તમે પોતે કોમેડી કરી શકતા હોવ તો તેનો વિડીયો YouTube પર અપલોડ કરી તેમાંથી પૈસા કમાઈ શકો છો.
  • જો સારૂ ગાઈ શકો છો તો તને તેને Soundcloud.Com અથવા YouTube પર અપલોડ કરી નામના મેળવી શકો અને આગળ વધવા માટે પ્લેટફોર્મ પણ મેળવી શકો.

    તો તમે જોયું ઓનલાઇન આપણે અત્યારે ઘણા બધા લાભ મેળવી શકીએ, માત્ર તમારે તેનો ટાઈમપાસ નથી કરવાનો પણ સારો ઉપયોગ કરવાનો છે. મિત્રો, વિચારો તમે કેટલા રૂપિયાનો બગાડ એક વર્ષમાં ઈન્ટરનેટ પાછળ કરો છો હવે તમે તેનો સરખો ઉપયોગ કરો તો તે બગાડ નહીં પણ એક પ્રકારનું રોકાણ ગણાશે.

    વહી ગયા બાદ નહિ આવે પાછો

    હીરા થી પણ કિંમતી છે સમય.

  • હિરેન સોરઠિયા