Dadaji ni social language in Gujarati Short Stories by Sweety Jariwala books and stories PDF | દાદાજી ની સોશિયલ લેગ્વેજ

Featured Books
Categories
Share

દાદાજી ની સોશિયલ લેગ્વેજ

આવો,મારા દાદાજી ની કેહેવતો સંભળાવું, જેને મારા દાદાએ મને વાર્તા થકી સમજાવી હતી.જે આજે હું તમણે કહું...

કુમળુ છોડ, વાળે તેમ વળે.

હર્ષવર્ધન નામનો એક પરાક્રમી રાજા.તે પ્રજાહિત્તેચું,શુરવીર,પરોપકારી અને દયાવાન હતો.રાજા ને દરેક પ્રકાર ના સુખ-શાંતિ હતા.રાજા ના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી.પરંતુ જયારે મંત્રી ઓ સાથે રાજા દરબાર માં બેસતા ત્યારે યુવરાજ ના સિહાસન ને ખાલી જોઈ તેવો દુખી થતા તેઓના પછી પ્રજા ની,રાજ્ય ની સભાળ કોણ રાખશે તે ચિંતા રાજા ને સતાવતી હતી.તેઓને પ્રભુ પર અપાર શ્રદ્ધા હતી.રાજા રાણી શિવ ભક્તિ માં હમેશા તલ્લીન રેહતા.તેઓની ભક્તિ અને પ્રભુ કૃપા થી રાણીને ઘણા વર્ષે સારા દિવસ આવ્યા.રાણી એ પુરા મહીને એક સુંદર રાજકુમાર ને જન્મ આપ્યો.રાજા રાણી અને પ્રજા ની ખુશી નો પાર ના રહયો.રાજકુમાર ના જન્મ ને પ્રજા એ ઉત્સવ ની જેમ ઉજવ્યો.

મેહેલ માં રાજકુમાર ની સાર સંભાળ ખૂબ લાડ પ્રેમ થી થવા લાગી.રાજકુમાર ની સેવા માં અનેક દાસદાસીઓ હાજર રહેતા.વધુ પડતા લાડ પ્રેમ ને કારણે રાજકુમાર ખૂબ જીદ્દી સ્વચ્છદી,ઉદ્ટ બન્યો હતો.આ જોઈ રાજા રાણી ને ચિંતા થવા લાગી. ભવિષ્ય માં રાજા બનનાર ની આવી વર્તણુક અશોભનીય કેહવાય.રાજાએ આ ચિંતા ની પોતાના ગુરુ સાથે ચર્ચા કરી.ગુરુ એ રાજકુમાર ને ગુરુઆશ્રમ મોકલવાની સલાહ આપી. પ્રજાહિત અને રાજકુમાર ના ઉજ્વળ ભવિષ્ય માટે રાજા રાણી એ રાજકુમાર ને ગુરુઆશ્રમ મોકલ્યો.આશ્રમ માં બધા બાળકો સાથે રાજકુમાર ખૂબ ખરાબ વર્તન કરતો.આશ્રમ માં સોપવામાં આવતા કાર્ય માં પણ આળશ કરતો.જેથી બીજા બાળકઓ ગુરુ ને ઘણીવાર ફરિયાદ કરતા.થોડા દિવસ ગુરુ એ રાજકુમાર ની વર્તણુક નું બરાબર નિરીક્ષણ કર્યું.

એક દિવસ રાજકુમાર તથા અન્ય પાચ-છો બાળકો ને લઇ એક બગીચા માં ગયા.બગીચા માં ખૂબ સુંદર ફુલ,ફળ,છોડ હતા.બધા ખૂબ ખુશ થઇ ગયા.ગુરુ બાળકઓને વનસ્પતિ,ઓંષધિ વિશે જાણકારી આપવા લાગ્યા.કેટલાક ફૂલ ,ફળ અને પાન વિશે જાણકારી આપવા લાગ્યા.ઓંષધી ની વિશેષતા સમજાવવા તેના સ્વાદ ચખારતા. ખાટા-મીઠા સ્વાદ થી બાળકો ને મજા પડી.બાળકો તેણી ઉપયોગીતા અને સ્વાદ થી અચરજ પામ્યા.ગુરુજી બાળકો ને આગળ લઇ ગયા.ત્યાં એક નાનો સુંદર છોડ બતાવ્યો.છોડ નું પાન બધાને આપ્યું.પાન ખૂબજ કડવું હોવાથી બધાએ તરતજ ફેકી દીધું.રાજકુમારે પાન થુંકી કાઢ્યું.અને ખૂબ ગુસ્સે થયો.બધા બાળકો આગળ ગયા.રાજકુમારે તરતજ છોડ મૂળ સાથે જોર થી ઉખેડી કાઢ્યો.ગુરુજી એ રાજકુમાર ની પાસે જઈ કહયું:"રાજકુમાર તમે આ છોડ કેમ ઉખેડી કાઢ્યો?ત્યારે રાજકુમારે કહ્યું: ગુરુજી આ છોડ કેટલો કડવો છે.આ છોડ ને આટલી સરસ જગ્યા પર શી જરૂર ! ગુરૂજી એ વ્હાલથી રાજકુમારના માથે હાથ ફેરવી કહ્યું:તમને આ છોડ નો એક પાન કડવું લાગતા તરત જ મૂળ સાથે ઉખેડી ફેકી દીધું.જયારે તમારા માં તો ઘણા એવા દુર્ગુણ છે.જે તમને રાજા તરીકે રાજ કરવા માટે અવરોધ રૂપ બનશે.જેણે કારણ એ પ્રજા અને તમારા શત્રુ તમને આ રીતે જ ઉખેડી ને ફેકી દેશે. આ સાંભળતા જ રાજકુમાર ની આખો ઉગડી ગઈ.તેનું હ્રદય પરિવર્તન થયું. અને તેના સ્વભાવ માં વર્તણુક માં બદલાવ આવવા લાગ્યો.રાજકુમાર ગુરુ પાસે ખૂબ શિસ્તતાથી અભ્યાસ કરવા લાગ્યો.તેણે દરેક વિદ્યા ખુબ ઉત્સાહ અને નિષ્ઠાથી પ્રાપ્ત કરી.આગળ જતા રાજકુમાર ખૂબ પરાક્રમી,શુરવીર,પ્રજાહીતેચું અને દયાવાન રાજા બન્યો. અને રાજ્ય અને પ્રજા ને સુખી કર્યા.

વ્યક્તિ સારો કે ખરાબ તેની પરવરીશ ને આભારી હોય છે.બાળક ને નાનપણ થી જ સારા સંસ્કાર આપવામાં આવે તો તે જીવન માં અનેક સિદ્ધીઓં પ્રાપ્ત કરી જીવન અને કુળ ને ધન્ય બનાવી શકે છે.

-----------------------------------------------------------------------------------------

જેનું કામ, તે જ કરે.

એક સમયે રાજસ્થાન ના જેતુર નામના રાજ્ય માં ખુબ જ જાહોજલાલી હતી. ત્યાં પ્રજા ખુબ સુખી સંપન હતી.રાજા ઉદયસિંગ ખુબ જ દયાવાન,બળવાન,પ્રજાહીતેચું,ન્યાયપ્રિય અને સ્થાપત્યપ્રેમી હતા.રાજા તેના રાજ્ય અને પ્રજાની સુરક્ષા માટે રાજ્યની ફરતે એક કિલ્લો બનાવી રહ્યા હતા, જે સ્થાપત્યની દ્રષ્ટી એ અને સુરક્ષા ની દ્રષ્ટીએ પણ બેનમુન બને તેની હમેશાં તકેદારી રાખતા.

તેના રાજ્ય માં કુશળ સુથાર,લુહાર,દરજી,વણકર,સોની,અને ચિત્રકાર વગેરે ને ખુબ માનપાન મળતું. રાજા કલાકાર ને તેમના સારા કામ માટે હમેશા પુરસ્કાર આપતા. રાજાનો એક ખુબ વિશ્વાસુ,શૂરવીર અને કુશળ સેનાપતિ હતો જે રાજાને આ કિલ્લાના બાધકામ માટે નીતનવા પ્રયોગો માટે યુક્તિઓં [આઈડિયા] બતાવતો.

કિલ્લાની અને રાજ્યની જાહોજલાલી વિષે દુર દુર વાત પહોચી ગઈ. એક મોગલ બાદશાહ એ આ રાજ્ય પર ચઢાઈ કરી[હુમલો કર્યો].રાજા એ સેનાપતિને તેનો વરતો જવાબ આપવા સેના સાથે મોકલ્યો.ઘણા દિવસો યુદ્ધ ચાલ્યું.મોગલો ની સેના ખુબ મોટી અને શસ્ત્ર સરજામથી સજ્જ હતી. પરંતુ સેનાપતિની ખુબ બાહોસીથી અને કુશળ વહ્યુરચનાથી આખરે તેમનો વિજય થયો.

સેનાપતિ નો એક વફાદાર સેનિક આવ્યો, અને કહ્યું: મહારાજ...કી ..જય હો...., આપણી જીત થઈ છે, પરતું સેનાપતિજી ખુબ ઘાયલ થયા છે. અમે તેમણે મહેલમાં લાવ્યા છીએ.

પલંગ પર લોહી લુહાણ સેનાપતિ ને બેભાન જેવી નાજુક પરિસ્થીતી માં જોઈ રાજાજી ખુબ દુઃખી થયા,સેનાપતિના શરીર પર અનેકો ઘા પડ્યા હતા.,લોહી પાણી ની જેમ વહી રહ્યું હતું.રાજાજી એ તરત પ્રાથમિક સારવાર કરી,અને પહેરેદાર સેનિકને બોલાવી ને કહ્યું:` સેનાપતિ ના આ ઘા બહુ ઊંડા છે તે માટે કદાચ ટાંકા લેવા પડે,તું તરત જા અને વૈદ્યજી ને તારી સાથે તેડી લાવ. થોડીવાર પછી રાજાજી એ કેટલીક જરૂરી ઓંષધિ સાથે લેતા આવે તે માહિતી આપી બીજા સેનિકને પવનવેગી ઘોડા સાથે વૈદ્યજી ની પાસે મોકલ્યો.

રસ્તામાં પહેરેદાર સેનિકે વિચાર્યું,રાજાજી એમ બોલ્યા કે ટાંકા લેવા પડશે,અને પછી વૈદ્યજી ને તેડી લાવવા કહ્યું. વૈદ્યજી તો ઉપચાર જ્ડીબુટી થી કરે તેઓં કઈ વાઢકાપ થોડું કરવાના, એ કામ તો દરજી નું. કદાચ સેનાપતિની નાજુક હાલત જોઈ લાગણીવશ ભૂલમાં દરજી ના બદલે વૈદ્યજી બોલાઈ ગયું હશે.આમ વિચારી સેનિક દરજી ને લઈ મહેલ પહોચ્યો. રાજાજી દરજી ને જોઈ નવાઈ પામ્યા. બધા આવક થઈ સેનિકને જોઈ રહ્યા.સેનિકે જોયું, વૈદ્યજી ના ઉપચારથી સેનાપતિ ભાન માં આવી ગયા હતા.સેનિક અબુધ જોઈ રહ્યો.

વૈદ્યજી સેનિક પાસે આવી તેના ખભા પર હાથ મૂકી હસતાંહસતાં બોલ્યા: ‘જેનું કામ તેજ કરે’., દરજી કપડા સીવવાનું કામ કરે, તે શરીર ની વાઢકાપ ના કરી શકે. તલવાર અને કાતર નું કામ કાપવાનું પણ તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય.આમ જેનું કામ તેજ કરી શકે.

અને ખંડ માં બધાજ ખડખડાટ હસી પડ્યા.

---------------------------------------------------------------------------------------------

ટાઈમ ઈસ મની, મની ઈસ ટાઈમ

અત્યાર ના આધુનિક સમય માં બધાની એક ફરિયાદ છે.’ટાઈમ નથી’ શોધકર્તા,વૈજ્ઞાનિક, એન્જીનીયર બધા એવા એવા સાધનોની શોધ કરે છે,જેના વડે માનવીનો સમય બચે.આજે દરેક ઘરમાં સુવિધા માટે વોશિંગમશીન, માયક્રોવેવ,જ્યુશમશીન, ઘરઘંટી જેવી અનેક ઝડપી કામ કરનાર સાધનો ઉપલબ્ધ છે.તે સિવાય ઝડપથી મુસાફરી માટેની સુવિધા આવન,જાવન ઓંછું થાય તે માટે મોબઈલ,ઈન્ટરનેટ,જેવી અનેક સગવડ થી માનવી નો ઘણો સમય બચે છે. આજથી ૨૦ ૨૫ વર્ષ પહેલા જે વાત શેખચલ્લી જેવી લાગતી હતી તે વાત હવે રમત જેવી થઈ ગઈ છે.

તેમ છતા દરેક વ્યક્તિ ની એક જ ફરિયાદ છે. ‘સમય નથી’ કુદરતે આપણે બધાને એક સરખો સમય આપ્યો છે. સફળ વ્યક્તિઓંને અને સામાન્ય વ્યક્તિઓં માટે કોઈ દિવસ-રાત, કલાકોમાં ફેરફાર કે ભેદભાવ કુદરતે રાખ્યો નથી. છતાં બધાની એક જ ફરિયાદ શા માટે?

આપણે આ વિષય પર આપણા માટે વિચારીએ,એક દિવસ માટે પોતાને નિરીક્ષણમાં મુકીએ. આખા દિવસની નોધપોથી બનાવીએ.એક દિવસમાં ક્યારે, કેટલું અને કેવી રીતે કામ કરીએ છીએ? સમયનો સમજદારીથી કે બેજવાબદારીથી ઉપયોગ કરીએ છીએ તે જાત તપાસ કરીએ. આ જાત તપાસ માટે સવારથી ઉઠ્યા ત્યારથી રાત્રે સૂતા સુધીની દિનચર્યાનું નિરીક્ષણ કરી લેવું

જો તમને સમય માટે માન હશે, તમારા કિંમતી સમયની કિંમત ખબર હશે તો તે ક્યાં વેડફો છો તે તરત સમજાય જશે. આ વેડફાયેલા સમય ને તમે ફરી પાછો લાવી ના શકો, પણ ‘જાગ્યા ત્યાર થી સવાર’ હવે તમે તમારા સમયને સારી રીતે આયોજનબંધથી ઉપયોગ જરૂર કરશો.

૨૪ કલાકમાં ઊંઘવાના,જમવાના, મનોરંજન, આમ જરૂરિયાત મુજબ સમયની વહેચણી કરવી. ટાઈમ ટેબલ એકવાર બનાવી આર્મીની રીતે ભલે ના અનુસરો પણ એકવાર ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાની કોશિષ જરૂર કરજો ’સારું લાગશે’.એક નવો અનુભવ મળશે.