Shabde Manasane Su Nathi Aapyu in Gujarati Philosophy by Dr. Yogendra Vyas books and stories PDF | Shabde Manasane Su Nathi Aapyu

Featured Books
Categories
Share

Shabde Manasane Su Nathi Aapyu

શબ્દએ માણસને શું નથી આપ્યું?

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

શબ્દએ માણસને શું નથી આપ્યું?

કવિશ્રી ઉમાશંકર જોષીએ લખ્યું છે કે, ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો. પણ પછી શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો તે વિશે જે લખ્યું છે. તે વાંચતાં સમજાય છે કે, કવિ શબ્દ લઈને નીકળ્યા હતા તે કરતાં તો, શબ્દની આંગળી પકડી કવિ નીકળ્યા હતા એ વાત વધુ સાચી છે.

આપણા ચિંતંકોએ કહ્યું છે કે, શબ્દનો દીવો ન હોત તો કેવું ઘોર અંધારૂં માનવજીવનમાં વ્યાપ્યું હોત! શબ્દએ માણસને શું નથી આપ્યું? કુટુંબ આપ્યું, સમાજ, જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન, સાહિત્ય, શાસ્ત્રો અને શસ્ત્રો આપ્યાં, સાધનો અને યંત્રો આપ્યાં- જરા ઊંંડાણથી વિચારીએ તો, માણસને હર્યું ભર્યું સમગ્ર માનવજીવન આપ્યું, સંસ્કાર અને સંસ્કૃતિ આપ્યાં.

મને આ શબ્દની સતત સાધન કરવાની સહજ તક મળી તેને મારૂં મોટું સદ્‌ભાગ્ય સમજું છું. પહેલા આઠ વરસ ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન, પછી તેત્રીસ વરસ ભાષા વિજ્ઞાનનું અધ્યાપન અને નિવૃત થયા પછી વળી પાછું ગુજરાતી ભાષાસાહિત્યનું છેલ્લાં નવેક વરસથી અધ્યાપન કરવાની જે તક મળી તે કારણે હું સતત શબ્દ અને શિક્ષણની સાથે સંકળાયેલો રહ્યો. આ કારણે અનેક શબ્દોને સમજવાની, તેમનો સાથ માણવાની, તેમના અર્થ ઉકેલવાની અને એ દ્વારા મારી જાતને ઉકેલવાની આનંદપૂર્ણ મથામણ ચાલતી રહી. સાથે શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શબ્દના સ્થાને પ્રમાણવાની, શિક્ષણની પ્રક્રિયાનાં અનેક રહસ્યોના મર્મને પામવાની યાત્રા પણ ચાલતી રહી. સાથે ગુજરાતી સાહિત્યની અનેક ઉત્તમ સાહિત્યકૃતિઓની ઉત્તમતા આસ્વાદાતી રહી અને એ આસ્વાદના આનંદની પ્રસાદી અનેકોમાં વહેંચાતી રહી. આ બધો જે આનંદ માણ્‌યો તેમાં તમને સૌને સહભાગી કરવા માટે અહીં દર અઠવાડિયે હાજર રહેવાનું મેં પસંદ કર્યું છે. એટલે જે-તે સમયની મોજ પ્રમાણે શબ્દ વિશે તો, ક્યારેક શિક્ષણ વિશે તો, ક્યારેક કોઈક સાહિત્યકૃતિ કે પુસ્તક વિશે અહીં આપણે નિયમિત વાતો કરવા મળવાનું ગોઠવ્યું છે. આ ગોઠડી મને અને વાચકો-ભાવકો તરીકે તમને ય ફળે એવી ઈશ્વરને પ્રાર્થના કરૂં છું.

ઈશ્વરની વાત આવી એટલે નાસ્તિક નરેન્દ્ર યાદ આવ્યો. એણે એકવાર સ્વામી રામકૃષ્ણ પરમહંસને પુછ્‌યું હતું કે, ‘તમે ઈશ્વરને જોયો છે?’ અને સ્વામીજીએ ખાતરીપૂર્વક તેને જવાબ આપ્યો હતો. ‘હા’ તને જે રીતે જોઉં છું. તે જ રીતે હું ઈશ્વરને જોઉં છું.

સ્વામી રામકૃષ્ણએ નરેન્દ્રને એ ખાતરી કેવી રીતે કરાવી એ દર્શનનો વિષય છે પણ હું મારા શ્રોતાઓને એની ખાતરી જરા જુદી રીતે કરાવું છું.

એક મોટા જગ ભરેલા ઠંડા પાણીમાં પા ચમચી ખાંડ ત્રણ-ચાર વ્યક્તિઓની સાક્ષીએ ભેળવી રાખું છું. વક્તવ્યની શરૂઆતમાં આગલી હરોળના ચાર-પાંચ શ્રોતાઓને અડધો-અડધો ગ્લાસ એ પાણી પીવા આપું છું, પછી પૂછું છું, ’પાણી કેવું હતું?’ મોટાભાગનાનો જવાબ ઠંડું હોય છે. અત્યાર સુધીમાં અપવાદરૂપે એક-બે શ્રોતાઓએ ‘ગળ્યું’ એમ કહ્યું છે. આપણે પાણી ઠંડું અને ઠંડુ નહીં એ રીતે અનુભવવા ટેવાયાં છીએ તેથી કદાચ ‘ગળ્યું’ લાગે તો ય તે અનુભવની અવગણના કરીએ છીએ. ઈશ્વરનું એવું જ છે. આ ગાય, ઘોડા, ભેંસ, માતા-પિતા, માસી, મામા, દાદા ઉપરાંત આ રોટલી-શાક અને વગેરે વગેરે એમ બધું ભેદ સ્વરૂપે અથવા વિવિધ સ્વરૂપે અનુભવવા ટેવાયાં હોવાથી એમનામાં ઈશ્વરતત્વને અભેદ સ્વરૂપે અનુભવવાનો અવસર મળતો જ નથી. જેમ પેલા ઠંડા પાણીમાં ‘ગળપણ’ તો છે જ પણ અને ક્યારેય અનુભવીએ તો ય ઉવેખીએ છીએ તેના જેવી આ વાત છે. ઘણીવાર કહીએ છીએ, ‘ઈશ્વર તો હાજરાહજૂર છે’ અને તે હાજરાહજૂર છે એવા અનુભવો ઘણી કટોકટી વેળાએ થયા હોવા છતાં વળી પાછા ભેદબુદ્‌ધિથી વર્તવાનું શરૂ કરીએ છીએ.

શ્રી ભગવદ્‌ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવતી વખતે ‘દિવ્યં દદામિ તે ચક્ષુઃ’ એમ જે દિવ્ય ચક્ષુ આપવાની વાત કરી હતી તે આ સાચી સમજણ છે. તેથી અખા એ ગાયું કે ‘સમજણ વિના રે સુખ નહીં જંનને.’ (ત્યાં ‘જન્ત’ હોવાનું, જન્તુ હોવાનું કેટલાક માને છે.)સમજણ નથી તેથી જન્તુની કક્ષાએ જીવીએ છીએ.

એટલે કેળવવાની છે તો, દૃષ્ટિ. દૃષ્ટિ તેવી સૃષ્ટિ. નરેન્દ્રએ સર્વત્ર સર્વમાં ઈશ્વરને જોવાનો વિવેક કેળવ્યો તેથી તેને પરમ આનંદની પ્રાપ્તિ થઈ અને તે વિવેકાનંદ બન્યો. આ જ કારણે અમેરિકાની ધર્મસભામાં અન્ય વક્તાઓને જે માત્ર સ્રીઓ અને પુરૂષો (ન્ટ્ઠઙ્ઘૈીજ ટ્ઠહઙ્ઘ ય્ીહંઙ્મીદ્બીહ) દેખાતાં હતા તે વિવિકાનંદને ભાઈઓ અને બહેનો (મ્ર્િંરીજિ ટ્ઠહઙ્ઘ જીૈજીંિ) રૂપે દેખાયાં.

માણસ પણ આખરે તો પ્રાણી છે પણ શબ્દ એને માણસપણું-મનુષ્યત્વ-માનવતા સુધી પહોંચાડે છે. એ શબ્દ દ્વારા આપણી દૃષ્ટિને કેળવીએ અને નરેન્દ્ર, મહેન્દ્ર, સુરેન્દ્ર વગેરે વગેરેમાંથી વિવેકાનંદમાં આપણું રૂપાંતર થાય એ માટે મથીએ.