Prem ni paribhasha in Gujarati Love Stories by Dharmesh Gandhi books and stories PDF | પ્રેમ ની પરિભાષા

Featured Books
Categories
Share

પ્રેમ ની પરિભાષા

પ્રકરણ – ૨

આજે ૧૫ દિવસ પછી કનિકા નો ફોન આવ્યો પેહલા તો બધી રૂટીન જ વાતો કરી પછી ધીરે થી કીધું કે માલવ હવે માર થી નથી રહેવાતું એમ થાઈ છે કે હું મોત વહાલું કરી લવ પણ શું કરું મારા ગયા પછી મારા બાળકો નું શું થશે એબીક તેમજ મારા પરિવાર ને કેટલું સહન કરવું પડશે તે બીક કે ચિંતામાં હું અટકી જાવ છું... મને કઈ સમજાતું નથી મારા બાળકો પણ મારી જોડે એક અપરાધી હોવ એમ રહે છે ... મને કઈ જ સમજાતું નથી .. કોઈ રસ્તો નથી મળતો આબધી મુશ્કેલી માંથી છૂટવાનો .... માલવે કહ્યું કનિકા આ બધા માંથી છુટા થવું હોઈતો તારે મન ને મજબુત કરી કોઈ નિર્ણય તો લેવોજ પડશે ... તું તારી મિત્ર શૈલજા ને પણ વાતકર આ બાબતે પણ કનિકા કેહતી કે શું વાત કરું આબધુ મારા થી હજુ શૈલજાને વાતો થઇ નથી ... આબધી વાતો ખાલી ને ખાલી તું જાણે છે ... શૈલજા ને આબધુ કઈરીતે કહું તેવી હિંમત મારી પાસે નથી ... આમ વાતો કરી ને કનિકાએના મગજ નો ભાર થોડો ઓછો કરી લેતી ....,

આમ ને આમ ૧૦ દિવસ પાણીના પ્રવાહ ની જેમ વહી ગયા ... ત્યાજ સાંજે મલાવના ફોન પર વોહ્ત્સેપ કોલ આવ્યો ઓસ્ટ્રેલીયા થી વાત કરતા માલવ ને ખબર પડી કે આતો કમલેશ નો કોલ હતો .... પેહલા ઓપચારિક વાતો માં પોતાની ઓળખાણ આપી ત્યાજ માલવ મુજવણ માં પડી ગયો કે શું કામ કમલેસ મને આરીતે વાત કરતો હશે .... ત્યાજ તો એની પત્ની નો અવાજ અથડાયો ... હું કમલેશ ની પત્ની પાયલ બોલું છું .... મને કમલેશે બધી વાતો કહી દીધી છે કે તેના કનિકા સાથે કેવા સબંધો હતા તેની રજે રજ વાતો કરી દીધી છે .. હું તમે આમતો ઓળખતી નથી પણ કમલેશે કીધું છે તે મુજબ તમે પેલી કુલટા ને કહી દેજો કે હવે થી મારા પતિ ને ભૂલી જઈ એના પતિ ની સાથે જ આવા સંબધો રાખે ... જો બીજીવાર મારા પતિ ને કોલ કરશે તો હું એના ઘરે ફોન કરીને વાત કરીશ .... ત્યાંજ એના પતિ શ્રી કમલેશ નો અવાજ આવ્યો કમલેશ ગભરાઈને વાત કરતો હોઈ એમ લાગતું હતું માલવ બોલ્યો બોલો કમલેશ શું છે આ બધું મને તો આમાં શું કામ મુકો છો ... ત્યાંજ કમલેશ બોલે છે માલવભાઈ હું તમને હાથ જોડી ને કહું છું કે કનિકા ને કેજો કે જે થઇ ગયું તે આપળી નાદાનિયત માં ભૂલ થઇ ગઈ મને ની ખબર હતી કે કનિકા આ બધુ આવીરીતે રાખી મુકશે અને પોતાની સાથે મારી જિંદગી ને પણ મુશ્કેલી માં મુકી દેશે તો હું સંબધ માં આટલો બધો વધતે જ નહી .... મારી બો મોટી ભૂલ થઈ ગઈ કે આવી સ્ત્રી સાથે શું કામ આવા સંબંધો રાખ્યા હું એની વાત માં આવી ગયો નો હું લ્પ્સીગ્યો મારી તો તબિયત ખરાબ થઇ ગઈલી જયારે મને ખબર પડી ગઈ કે કનિકાના ઘરે બધું ખબર પડી ગયું છે હું ૩ દિવસ સુધી સુતો નથી મારી તબિયત બગડી ગઈ હતી મારું પ્રેશર વધી ગયું હતું , ને એમાં મારી પત્ની ને મારાથી ગભરાટ માં બધું કહેવાય ગયું ... કે હું કનિકા સાથે મારા આવા સંબધો છે ને હું તેની સાથે ૨ થી ૩ વાર સંબધો રાખ્યો હતો ... ત્યાંજ તેની પત્ની નો અવાજ આવ્યો પેલી નપાવટ ને કેજો કે આબધુ તારે લીધે જ થયું છે મારા પતિ ની કોઈ ભૂલ નથી .... તારે કોઈ બીજા સાથે સુવું હોઈ તો સુઈ જજે પણ મારા પતિ ને જો પાછો પીછો કરિયો તો ખબરદાર ...આમ વાત ચાલુ હતી ને ફોને વિરામ લીધો ....

માલવ આ બધું સંભાળી ને હેરાન થઇ ગયો ... થોડો સમય માટે આંખો બંધ કરી ને બેસી ગયો... ઊંડો શ્વાસ લઈને આંખો ખોલે છે ... મગજ ખાલી થઇ ગયું હોઈ એવું લાગીરહ્યું હતું ... માણસ ની માનોદસા અને તેના સ્વભાવ નો જીવતો જાગતો અનુભવ કરી રહ્યો હતો ...માલવ માણસ આટલી નીચલી હદ સુધી બોલી શકે તે સાંભળી માલવ વધુ મુઝવણ માં પડી ગયો આ બધી વાતો કેવી રીતે સાચી માનવી ને કોને કહેવી તેની મુઝવણ માં શહેર બહાર જતો રહી ને પોતાની મનો-મંથન ને થાળે પાડવા લાગ્યો ....

માલવ વિચારી રહ્યો હતો કે જયારે પુરુષ સ્ત્રીને કહે કે આપણે મિત્રો તરીકે રહીએ ત્યારે મને એ જૂઠો લાગે છે. અને કદાચ પ્રેમ અને દોસ્તીને સમજવામાં માણસ જિંદગી જીવી નાખે છે ... એક ઉંમર હોય છે પ્રેમ થઈ જવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરવાની, અને એક ઉંમર હોય છે પ્રેમ કરી જીવી લેવાની, અને એક ઉંમર હોય છે પ્રેમની નિષ્ફળતાનો સ્વીકાર કરી છૂટવાની દોસ્તી એક જુદો સંબધ છે. આ બધી મુઝવણ માં માલવ કમલેશ ની સ્ત્રી પ્રત્યેની લાગણી વિષે વિચારી રહ્યો કે પુરુષ કેટલી હદ સુધી નીચતા બતાવી શકે તેનો જીવતો જાગતો દાખલો સમજવો મુશ્કેલ થઈ પડ્યો ... માલવ વિચારે છે , એક માનવી તરીકે જો પ્રેમમાં શારિરીક મિલન વિનાં પ્રેમના આત્મિય મિલનનો આંનદ પામી શકતો હોય તો એ માણસને ખરેખર એક ધર્મગુરુ ગણવો જોઇએ... પણ અહી તો કઈ ઉલટું જ હતું....

માલવ આબધી મુઝવણ ની વાતો કોને કેહવી તેની મનો-મંથન માં હતો ને શૈલજાનો ફોન ની રીંગ વાગે છે ... માલવ થોડો વિચારી ને શૈલજાનો ફોન લઈ વાત કરે છે, શૈલજા સામોજ સવાલ કરે છે કે શું સમાચાર મારી બેનપણી ના ... ત્યાં જ માલવ વધુ મૂંઝવણ માં આવી ગયો .... માલવ ને થયું લાવ શૈલજા ને વાતો કરીદવ કે કમલેશ સાથે મારી કાલે જ વાતો થઇ અને તે અને તેની પત્ની ના આવા વિચારો છે કનિકા માટે ના પણ માલવ કહી ના શક્યો .. બસ થોડી ઓપચારિક વાતો કરી ને શૈલજા નો ફોન મુકાઈ ગયો ...,

માલવ થોડા દિવસો સુધી કોઈને મળતો નથી અને પોતાની જ જિંદગી માં મસ્ત રહે છે એને પણ પોતાની જિંદગી છે ... જિંદગીમાં એક સ્ત્રી આવે છે તમારા જીવનમાં,જે તમને સારી રીતે સમજી શકે છે, તમારી માનસિક અને શારીરિક જરૂરીયાત પૂરી કરવાં માટે હમેશાં તત્પર હોય છે,એની સાથે જિંદગીનાં મહત્વનાં વર્ષો વિતાવ્યા છે.. પછી એ સ્ત્રી તમારી આંખોની અને મૌનની ભાષા સમજી શકે છે. જિંદગીમાં અતિ મહત્વની વ્યકિત આપણે પત્ની,બાયડી,ઔરત જેવા અનેક નામોથી ઓળખીયે છીએ..આપણા પુરુષપ્રધાન સમાજમાં આપણે પુરુષ તરીકે સીધા કે આડકતરી રીતે ઘણા એવા કાર્યો કરીએ નાખીએ છીએ…,જેના કારણે સ્ત્રીના પ્રેમ,લાગણી,અભિમાન,આત્મસન્માનને ઠેસ પહોંચે છે...

આવા વિચારો અને માનો મંથન પછી માલવ કનિકાને ફોન કરી ને કમલેશ સાથેની વાતો કરે છે ... ત્યાંજ કનિકા ભાંગી પડી અને કમલેશ વિષે ઘણું બોલે છે અને તેની પત્ની વિષે પણ ઘણું માલવ સાથે વાતો કરી ને કહે છે કે હું સામે થી નથી ગઈ પહેલ કમલેશે કરી હતી કનિકા ધીરે ધીરે બધી વાતો બોલતી ગઈ અને માલવ સાંભળતો રહ્યો ... સમય સરી ગયો હતો કનિકા નો માલવ ધીરે રહી કીધું કે થઈ ગયું તે હવે ભૂલી ને તારી જિંદગી ની શરુવાત કરી દે .... ત્યાં જ કનિકા બોલે છે હું તો હવે તૂટી ગઈ છું માલવ નથી જીવું મારી તો જિંદગી જ પૂરી થઈ ગઈ છે .... વાત પણ સાચી હતી કે કનિકા કમલેશ ને ખરા અર્ધમાં પ્રેમ કરતી રહી પણ તેને નાખબર પડી કે કમલેશ તેની સાથે રંગરલીયા મનાવતો હતો.. પુરુષ નું સેક્સ એક જ હથિયાર હાથવગુ છે.જે સ્ત્રીઓને સેક્સનું માધ્યમ ગણૅ છે,... કનિકા ની વાતો સાંભળી ને તો લાગતું હતું કે, જો કમલેશ આ રીતે ફરીજતો હોઈ અને એની પત્ની પણ આટલી સહેલાઇ થી માની જતી હોઈ અને પોતા ના પતિ ને માફ કરી તેનો જ પક્ષ લેતી હોઈ તો ઘણું બધું સમજી લેવું પડે છે ... આ વિચારે માલવ કનિકા ને સમજાવે છે અને કનિકા સમજી જાય છે કે માલવ જે વાતો કરે છે તે બરોબર છે કે મારી જ ભૂલ હતી કે હું પાગલ ની જેમ કમલેશ ની પાછળ ગાંડી હતી ... કમલેશે મારો એના શોખો પુરકારવા જ ઉપયોગ કરિયો .... ને કનિકા રડી પડે છે ... માલવ ફોન કટ કરી ને વિચારે છે .... કોઈ ક લેખક ની લખેલી વાતો યાદ આવી જાઈ છે ...

માનવિય જીવનમાં લગ્ન અથવા એક સ્ત્રી અને પુરુષનાં સંબધનું ગોળાકાર રચાય છે ત્યારે દરેક પુરુષના જીવનમાં આવતી સ્ત્રી ઇશ્વરે આપેલા નવા ખીલેલ છોડ સમાન છે... જેને તમારા દિલના અરમાનોની કોમળ ભીની માટીમાં રોપી અને તેને સમયે સમયે ખાતર રૂપી પ્રેમ , લાગણી આપી ને માવજતથી ઉછેરવો પડે છે....જે છોડને સમયે સમયે તમારાં પ્રેમ ભરિયા શ્વાસોની હવાથી ભરતા રેહવું જોઇએ, તમારા શરીરની હુંફની ગરંમી મળવી જોઇએ, તમારી આંગળીઓના કોમળ સ્પર્શથી તેમાં સંવેદના જગાવવી પડે છે,સમયે સમયે તમારા શરીરમાંથી ખાતર આપવું પડૅ છે. અને આ ઇશ્વરે આપેલા કુમળા છોડને એક માનવિય સજીવતા પ્રદાન કરે છે,અને આ સજીવતાને જીવત કરવા માટે તેને તમારા હોઠોના અમૃત પ્યાલાની જરૂર રહે છે..! અને થોડા જ મહિના પછી તો આ નાનકડો કોમળ અને કુમળો છોડ એક એવું ઘટાદાર વૃક્ષ બને છે જેમાં ફુલોની મૌસમની કરામત માજા મુંકે છે અને રસદાર ફુલોથી લચી પડે છે. ઇશ્વર દ્વારા સૃષ્ટીનું સૌથી અનુપમ રહસ્ય તમારી જીવનસાથી બની આવેલી તમારી પત્નીને જ્યાં સુંધી આ સંવેદના અને લાગણી મળશે નહીં ત્યાં સુંધી આ કુમળાછોડનો વિકાસ શક્ય નથી.

મિત્રતા,પ્રેમ,અથવા કોઇ પણ સંબધમાં પુરતી સમજણ અને ભરપૂર વિશ્વાશની કમી હોય ત્યારે આવા સંબધો ઘણી વખત દરિયામાં ડુબવાનાં વાંકે તરતા હોય છે..સંબધ કોઇ પણ હોય સ્ત્રી-પુરુષનાં જેમાં મિત્રતાથી લઇને પ્રેમ બંને આવી જાઇ છે.આવા સંબધો પઝેસિવવૃતિ અને શંકા અને અણસમજનો ત્રીવેણી સંગમ થાઇ છે, ત્યારે આવા સંબધોમાં કોઇ પણ વ્યકિતએ સતત ટેન્સ અને ઉચક જીવે રહેવું પડે છે..સંબધોમાં સંવાદોથી એકબીજાને બધું સમજાવી શકીએ છીએ..પણ બોલ્યાં વિનાં હાવભાવથી એકબીજાની ભાષા સમજી શકો તો આ સંબધોની મજાં પણ અનેરી હોય છે...

માલવ વિચારો માંથી બહાર આવી ને ખંધુ હશે છે કે આમાં કનિકા તો મધદરિયે જ રહી કોઈ પણ કિનારો એના નશીબ માં ના રહ્યો ... હાલ કનિકા આજ બધી મુશ્કેલી માં પોતાની જિંદગી જીવી રહી છે ને કોઈ કોઈ વાર માલવ સાથે વાતો કરતી રહે છે ...

માલવ પણ શૈલજા સાથે વાતો નથી કરતો .... કરવી કે ના કરવી તેની મુજવણ છે....

......