પરીક્ષા ની પુર્વતૈયારી
વિધ્યાવિહીન પશુ: વિધ્યાધનમ સર્વપ્રધાનમ ।
વિધ્યા વગરનો માણસ પશુ જેવો છે. વિધ્યારુપી ધન જ સર્વશ્રેષ્ઠ શાશ્વત ધન છે. પરંતુ આપણે એવી ભૌતિકવાદી સદીમા જિવીએ છીએ કે જ્યા વિધ્યા પણ માત્ર ભવિશ્યમાં આર્થિક ફાયદો કરી આપનારી ‘વસ્તુ’ ગણાય છે. એ જ મગજમાં ઠસાઇ ગયું હોવાથી ગોખણપટ્ટી રુપી ગદ્ધાવૈતરુ કરાવી આ જ્ઞાનને માર્કસ સારા આવે તે પૂરતુ જ સીમિત બનાવી દેવાયુ છે.હકીકતમા વિધ્યા મેળવવાથી વિચારો ઉચ્ચ થાયછે. જીવન સંસકારી બને છે. સમજણ, સહનશક્તિ, હકારત્મકતા તથા આત્મમવિશ્વાસ વધે છે. પ્રાચીન સમયથી ભારત શિક્ષણ બાબતે અવ્વ્લ રહ્યું છે. આજે પણ વિદેશથી અભ્યાસ અર્થે અહી ઘણા વિધ્યાર્થિઓ આવે છે. પરંતુ આપણા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ની અમુક નબળાઈ ને પરિણામે વિધ્યાર્થિઓ એ ઘોડા ની રેસ ની જેમ અભ્યાસક્ર્મ ને પહોચી વળવા તણાવ નો અનુભવ કરવો પડે છે. એક વાત એ પણ છે કે વાત જ્યારે શિક્ષણ ની આવે ત્યારે જ તો જે દિશા મા પવન ફુંકાતો હોય તે દીશામા વહાણ ચલાવ્વુ એજ ડહાપણ છે. માટે જ પરીક્ષાલશી તૈયારી જરૂરી બની જાય છે. આ તૈયારી સ્માર્ટ્લી કરવામા આવે તો સાચા અર્થમા જ્ઞાન મળે સાથે તે કાયમી યાદ પણ રાખી શકાય. આ સમયે વાંચન લેખન ઉપરાંત અન્ય બાબતોનું ધ્યાન રાખવાથી ઓછા સમય અને માનસિક તણાવ વગર પરીક્ષા ની તૈયારી થઈ શકે છે.
ગાત્રો થીજાવતી ઠંડીની મોસમમાં વિધાર્થી વર્ગ માટે પરીક્ષાની પુરજોશ તૈયારીનો માહોલ ચાલી રહ્યો છે. તેઓને ઠંડું પડવુ પાલવે તેમ નથી.આ સમય વિધાર્થીઑ અને માતા પિતા બંને પક્શ માટે ચિંતા નો બની રહેછે. એવુ નથી કે જાણે આખું વર્ષ મહેનત ના કરી હોય તે મૂઝાય પરંતુ પરીક્ષાનો ભય સૌને સતાવેછે.
કસોટી પરીક્ષા એ જિંદગી નુ એક અભિન્ન અંગ છે. માનવ રુપે જન્મ લઇ જિવન ભર નાની મોટી કસોટી નો સામનો કરવો પડેછે. તેથી જ બાળપણ થી શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે પરીક્ષા લઈ તેને માનશીક રીતે તૈયાર કરાયછે આમ ભણતર સાથે ગણતર થતુ રહે તે હેતુ થી જ પરીક્ષા લેવાતી હોય છે. માટે જ વિધાર્થી મિત્રો, અધ્યાપક અને વાલી પાસેથી યોગ્ય શિક્ષણ મેળવી વ્યક્તીત્વ ને સત્તત વિક્સાવ્વા નો પ્રયત્ન કરતા રહેશો તો ભવિશ્ય ચોક્ક્સ ઉજ્જ્વળ બનશે જ. પરીક્ષાથી ડરવાને બદલે એ રીતે મહેનત કરો કે જેથી તમારા લક્ષ ને આંબી શકો. કારણ કે કસોટી કોઇપણ હોય તેમા ટેન્સન થી નહીં પણ પેશન્સ અને પેશન થી સફળતા મેળવી શકાય છે. બજાર માં મળતી યાદશક્તિ વધારવાની દવાઓ કે “માઇન્ડ પાવર” ના એક દિવસીય સેમીનાર આ અંત સમયે તો કામ ન જ આવે. અત્યારે તો જોઇએ એકાગ્રતા અને આયોજન. જેવી રીતે એકલવ્ય એ કૂતરા ના અવાજ ને બંધ કરવા માત્ર તેના મોઢાને સીવી શકાય તેટ્લા જ તીર માર્યા. બસ આવી જ એકાગ્રતા જોઇએ. પરીક્ષાની તારીખો આવી ગઈ છે ત્યારે નિયમિતતા ખૂબ જરૂરી છે.માત્ર 3 કલાક માં વર્ષ દરમ્યાન કરેલ અભ્યાસ નો નિચોડ આપવાનો હોય છે. જે પ્રશ્નો પૂછાય તે અનુરુપ ઉત્તરો આપવાના હોય છે. માટે તાત્કાલિક યાદ આવવાની સાથે જડપ, સારા અક્ષર, સ્વછતા પણ અનિવાર્ય છે. આ બધા માટે યાદશક્તિ તેજ બનાવ્વા અંતિમ ચરણ માં પરીક્ષા અગાઉ કેવું સ્માર્ટ વર્ક કરવુ તેની થોડી ટીપ્સ જોઇએ.
દરરોજ માત્ર દસ મિનિટ પ્રાણાયામ અને સુર્ય નમસ્કાર તથા ઓમકાર કરવાથી મન તનની સ્ફુર્તી વધેછે. એ જ રીતે યોગાસન પણ કરવા જોઈએ. જેના કારણે વધારે કલાકો સુધી અભ્યાસમા એકાગ્રતા રાખી શકાય છે.
મનમા આવેગ, ગુસ્સો કે ચંચળતા લાવવાથી યાદશક્તિ નબળી થશે. તેથી શાંતિ થી એક પછી એક વિષયો કરતા જવા. મન શાંત હશે તો ઓછા સમય મા વધુ વાંચન અને મનન કરી શકાશે.
વર્ષ દરમિયાન તૈયાર કરેલી નોટ્સ, લીથા, વર્કશીટનુ એકાગ્રતાપુર્વક વાંચન કરવુ. લખી ને યાદ રાખવાની કોશિશ કરવી.
જે માધ્યમ મા અભ્યાસ કરતા હોય તે ભાશા પરનુ પ્રભુત્વ વધારવુ. જેથી વ્યાકરણની ભૂલો વગર મૌલિક જવાબ લખી શકાશે.
પોતાના અવાજ મા ગણિત ના સુત્રો, વ્યાખ્યાઓ, એકમો, રાસાયણીક સુત્રો વગેરે રેકોર્ડ કરી દિવસમા એક બે વાર સાંભળો.
જવાબો ના પોઇન્ટ ને હાઇલાઇટ કરવા. જુદા જુદા રંગની રંગો ની સ્કેચપેન, માર્કરપેનનો ઉપયોગ કરો. રંગો પરથી પોઇન્સ યાદ રહી જશે.
અમુક અઘરા અટપટા પ્રશ્નોના જવાબ તથા પોઇન્સને ગીતની ધૂનમાં ઢાળીને યાદ રાખી શકાય. આ રીતે કરવાથી કાયમી યાદ રાખી શકાશે.
બે સંખ્યાના મોટા ગુણાકાર માટે ની ટૂકી રીતો અપનાવવી. જે અહી આપેલ છે. દા.ત. ૭૮*૯૫ કરવા હોય તો,
૭*૯=૬૩ ઉપર ના બંને ખાનામા
૮*૯=૭૨
૭*૫=૩૫ નીચેના બંને ખાના માં
૮*૫=૪૦ હવે એકમના અંક મા ૦, દસકના અંક મા ત્રણ ખાના નો સરવાળો(૫+૪+૨)= ૧ સોના ના અંક મા ૩+૩+૭+૧ (વદીનો) ૪, હજાર ના અંક મા ૬+૧(વદી) =૭, આ રીતે જવાબ ૭૪૧૦ સરળતા થી આવી જશે. સમય નો બચાવ થશે. આની પ્રેકટિસ કરતા રહેવાથી ખુબ જ સરળ બની જશે.
૯) દર કલાકે ૫ મિનિટ નો આરામ લો. તેમા ૫ થી ૧૦ વાર ઉંડા શ્વાસ લો. બે હાથ ઘસી હથેળી ની ઉર્જા આખો ને આપવી.
10)દરેક વિષય ના ઓછામા ઓછા 5 પ્રશ્નપત્રો નિશ્ચિત સમય મા લખી ને પૂરા કરવા. જેથી સારા અક્ષરે જડપથી લખવાની પ્રેકટિસ થતા પેપર અધુરા નહી રહે.
11) દરેક વિષયનું વારંવાર રિવીજન કરતા રહેવુ.
12) દિવસમા 30-40 મિનિટનું હળવુ મનોરંજન મેળવવા હરવુ ફરવુ અથવા કોમેડી સિરિયલ જોવી. સામાન્ય રીતે પરીક્ષા વખતે બધા ખુબ જ તાણ અનુભવતા હોય ત્યારે મન હળવુ કરવા આ બાબત જરૂરી છે.
13) વાસી અને વધુ પડતા તેલ- ચિજવાળા ખોરાક ન લેવા. પૌષ્ટિક ખોરાક સાથે ખજૂર, આંબળા ખાવા. સ્વાસ્થ્યવર્ધક હર્બલ પીણા પીવાની ટેવ પાડવી. જેથી માંદગી મહેનત બરબાદ ન કરે.
14) અપૂરતી ઉંઘ ને કારણે માનસીક શક્તિ વિચલિત થતા વિધાર્થી તાણ અને થાક અનુભવે છે તેથી ઉજાગરા ના કરવા.
15) સવારે ઠંડી ઓછી હોય ત્યારે અગાશી ના કુમળા તડકા માં વાચી શકાય. શુદ્ધ હવાને કારણે મન અને તન તાજગી અનુભવે છે.
16) વાલીઓ એ ઘરનુ વાતાવરણ શાંત અને આનંદમયી રાખવાનો પ્રયત્ન કરવો. જો કોઇ બાબતે ઘરમા મતભેદ ચાલતો હોય તો સંતાન ને તેની જાણ ન થાય તેની કાળજી રાખવી.
17) પોતાના સંતાનોને વધુ પડતા સામાજિક પ્રસંગ કે ધાર્મિક પ્રસંગમાં ન લઇ જઇ તેના સમય નો બચાવ કરવો.
વિધાર્થી પોતાના અભ્યાસ દ્વારા વ્યક્તિત્વમા નિખાર લાવતો હોય છે. તેના માર્ક્સ તેને આત્મવિશ્વાસ થી છલક્તો કરી શકે છે. આ માટે જ તેમણે પોતાના વાર્ષિક અભ્યાસનો નિચોડ "પરીક્ષા" મા આપવાનો હોય છે. દરેક પરીક્ષા એ વિધ્યાર્થિઓ માટે જિવનના ધ્યેય સુધી પહોચવાનુ એક એક પગથિયુ છે. આવી અનેક પરીક્ષાઓ પાસ કરીને ધ્યેયને આંબવાનુ કાર્ય હોવાથી જ તે એક અતિ અગત્યનું અંગ છે. આમ, જે કાર્ય જિવનમા કાયમ સંકળાયેલુ જ હોય તે કરવાનું જ હોય તો તેનો સારી રીતે સ્વીકાર શા માટે ન કરવો? તો વિધાર્થી મિત્રો, જ્યારે થોડા દિવસો જ એકાગ્ર ચિતે મહેનત કરવાની છે, ત્યારે આળસ છોડી દેજો. સફળતા મેળવવા આ ૧૭ પોઇન્ટસ અપનાવી તમે જોયેલા સપના ને સાકાર કરીલો.
પારૂલ દેસાઈ
parujdesai@gmail.com