Robots attack - 3 in Gujarati Fiction Stories by Kishor Chavda books and stories PDF | રોબોટ્સ એટેક - 3

Featured Books
Categories
Share

રોબોટ્સ એટેક - 3

રોબોટ્સ એટેક

ચેપ્ટર 3

હવે આ રોબોટને આપણે શાકાલ તરીકે ઓળખીશુ.શાકાલ અત્યારે એકદમ શાંત હતો,થોડીવાર પહેલા થયેલા ખુની સંઘર્ષમાં તેનો વિજય થયો હતો અને હમણા થોડી જ વાર પહેલા જન્મેલા આ રોબોટના મગજના એટલે કે તેના કમ્પ્યુટર મગજના દ્વાર ખુલી ગયા હતા.તે વિચારી શકતો હતો તે જાતે નિર્ણય લઇ શકતો હતો,તેને કોઇનો કમાંડ સાંભળવાની કે માનવાની જરુર ન હતી,કારણકે તે જાતે જ કમાંડ જનરેટ કરી શકતો હતો.ટુંકમાં તેનામાં માણસ જેવી જ બધી ખુબીઓ હતી.તેની પાસે દુનિયાનુ સૌથી પાવરફુલ બ્રેઇન એક સુપર કોમ્પ્યુટર હતુ.તેને તેના સુપરફાસ્ટ બ્રૈઇન દ્વારા દુનિયાનો આખો ઇતિહાસ જોવાનો શરુ કર્યો.થોડી જ વારમાં તો તેને આખી દુનિયાનો ઇતિહાસ જોઇ લીધો.હવે તેના દિમાગમાં આખી માનવજાતિ નો ઇતિહાસ હતો.દુનિયાનો ઇતિહાસ જાણ્યા પછી તેના દિમાગમાં એક શેતાની વિચાર આવ્યો કે,આ મનુષ્ય જે તેના જેવા રોબોટને બનાવે છે,પછી પોતાના ફાયદા માટે તેનો મનફાવે તેમ ઉપયોગ કરે છે,જો તે પોતેજ આ બધા રોબોટનો સ્વામી બની જાય તો તે આરામથી આખી દુનિયા પર અને મનુષ્યુ પર પણ રાજ કરી શકશે.અને ફરી તેનામાં થોડા સમય પહેલા આવેલી હિંસકવ્રુત્તિ આવી ગઇ.ત્યારપછી તે ત્યાંથી નીકળી ગયો.હવે તે કોઇનો ગુલામ ન હતો પણ તે આખી દુનિયાને ગુલામ બનાવવા નીકળેલો એક રાક્ષસ હતો.

નિક હજુ પણ પેલી સામેની દિવાલ પાછળ છુપાઇને બેઠો હતો.ઘણીવાર થઇ ચુકી હતી પણ અંદરથી ડોક્ટરો હજુ સુધી કેમ આવ્યા નહી તે એજ વિચારી રહ્યો હતો,એકવાર તો તેને એમ થયુ કે તે જાતેજ અંદર જઇને જોઇ આવે કે,શુ થયુ અને કેમ આટલી વાર લાગી? પણ પછી ફરીથી તેને વિચાર આવ્યો કે તે અંદર જાય એટલીવારમાં કોઇ આવી જાય તો બધા જ મુસીબતમાં આવી જાય.તે હજુ બહાર જ ઉભો હતો,ત્યાંજ લેબના દરવાજા બાજુથી અવાજ આવ્યો.તેને સહેજ બહાર આવીને જોયુ તો તે દ્રષ્ય જોઇને સન્ન રહી ગયો.તેને આખો ચોળીને ફરીવાર જોયુ, તે સાચે જ રોબોટને જોઇ રહ્યો છે! કે તે કોઇ સપનુ જોઇ રહ્યો છે તે તેને ન સમજાયુ.તેને હજુ પણ કઇં જ સમજમાં આવી રહ્યુ ન હતુ.પણ તેને રોબોટના હાથથી નિતરતા લોહીને જોઇને એ સમજમાં આવી ગયુ કે અંદર જરુર કંઇક ગડબડ થઇ છે.પણ જો એવુ કંઇ બન્યુ તો તેને કેમ કંઇ અવાજ ન સંભળાયો તે એજ વિચાર કરી રહ્યો હતો.તે ફરી પાછો સંતાઇને બેસી ગયો તેના માટે અત્યારે એજ યોગ્ય હતુ કે,તે બહાર રોબોટની સામે ના આવે.તેથી તેને રોબોટ જતો રહે ત્યાં સુધી છુપાઇ રહેવાનુ જ મુનાસિબ માન્યુ.થોડીવાર બાદ રોબોટના જતા રહ્યા પછી તે બહાર નિકળીને ફટાફટ લેબ તરફ ભાગ્યો.ત્યાં જઇને તેને જે દ્રષ્ય જોયુ તે જોઇને તે હેબતાઇ ગયો.ત્રણ ડૉક્ટરોની લાશ સામે જમીન પર લોહીમાં લથબથ હતી અને ડૉ.યશને સામેની દિવાલ પરના ખીલામાં ટીંગાડેલા હતા.થોડીવાર તો તેનુ મગજ કામ કરતુ બંધ થઇ ગયુ.હવે તેને આખી પરીસ્થિતી સમજમાં આવી અને તે સ્યોર થઇ ગયો કે આ ખુન રોબોટે જ કર્યા છે પણ તેને હજુ સુધી એ વાત સમજમાં ન આવતી હતી કે રોબોટે આ બધાને શા માટે મારી નાખ્યા? અને આટલો મોટો ખુની ખેલ ખેલાઇ ગયો,છતાં પણ તેને કેમ કોઇ અવાજ ના સંભળાયો? એ તો આંખ અને કાન આ તરફ જ રાખીને બેઠો હતો.તેને તો શુ ડૉ.વિષ્નુને પણ અવાજ નહિ સંભળાયો હોય. પણ અત્યારે એ વિચારવાનો સમય ન હતો,અત્યારે પરીસ્થિતી એ હતી કે એક રોબોટ આ ચારેય ડૉકટરના ખુન કરીને શહેરમાં ખુલ્લો ઘુમી રહ્યો હતો.એક વાર તો તેને બધુ એમ જ મુકીને ભાગી જવાની ઇચ્છા થઇ પણ પછી તેને વિચાર્યુ કે જો તે ભાગી જશે તો પણ તેના પકડાવાના ચાંસ તો હતા જ.પણ જો આ રોબોટ આમ જ શહેરમાં ખુલ્લો ઘુમશે તો તેના ગંભીર પરીણામો આવશે અને તેનો થોડે અંશે જવાબદાર તે પણ હતો.થોડીવાર વિચાર કરીને તે એક નિર્ણય પર આવ્યો કે,તેનુ જે થવુ હોય તે થાય તે અત્યારે જ ડૉ.વિષ્નુને બધી વાત કરી દેશે.કારણ કે અત્યારે એ એક જ એવા વ્યક્તિ હતા જે આ રોબોટને રોકી શકે તેમ હતા કારણ કે તેમને જ તેને બનાવ્યો હતો.

ત્યાંથી બહાર નિકળીને તે સીધો ડૉ.વિષ્નુના ઘરે તરફ ગયો.ત્યાં જઇને તેને બેલ વગાડ્યો.અડધી રાત્રે આમ અચાનક જ નિકને જોઇને ડૉ.વિષ્નુ પણ આશ્ચર્યમાં પડી ગયા.પણ તેમને નિકના ચહેરાને જોઇને એ સમજમાં આવી ગયુ કે,જરુર કંઇક મોટી વાત લાગે છે તો જ તે અહિંયા આમ અડધી રાત્રે આવ્યો હોય.તેથી તેમને તેને અંદર ઘરમાં લીધો અને તેને બેસાડીને પછી પુછ્યુ,નિક તુ અત્યારે અહીંયાં? શુ થયુ ? કંઇ પ્રોબલેમ છે? હવે નિકના સબ્રનો બાંધ તુટી ગયો તે અચાનક જ ધ્રુસકેને ધ્રુસકે રોવા લાગ્યો.ડૉ.વિષ્નુએ તેને પાણી પિવડાવ્યુ અને તે સ્વસ્થ થયો પછી તેને ફરીથી પુછ્યુ.શુ થયુ નિક તુ આટલો બધો ગભરાયેલો કેમ છે? જે વાત હોય તે મને ખુલીને કહી દે,આગળની વાતો ભુલી જા એ માટે મે તને ક્યારનો માફ કરી દીધો છે.હવે નિકમાં થોડી હિંમત આવી તેને કહ્યુ,ડૉક્ટર તમે મને આગળની ભુલ માટે તો માફ કરી દિધો,પણ આજે મે જે ભુલ કરી છે એ માટે તો હુ પણ મારી જાતને ક્યારેય માફ નહી કરી શકુ.ડૉક્ટર હવે તમે જ મારા તારણહાર છો મને બચાવી લો. ડૉ.વિષ્નુને પણ હવે ટેંશન થવા લાગ્યુ કે વાત જરુર કંઇક સિરીયસ છે નહી તો નિક આ રીતે ક્યારેય રડે નહી.તે ખુબ જ કઠણ કાળજાનો માણસ હતો.નિક જે હોય તે મને કહી દે,તોજ તારા દિલનો ભાર હળવો થશે અને મને પણ વાત શુ છે તે ખબર પડશે,અને તો જ હુ આગળ તારી કંઇક મદદ કરી શકીશ.

હવે નિકે વાત કહેવી શરુ કરી.જ્યારથી તે ડૉ.સાકેતને મળ્યો અને ત્યારબાદ તેમને બધાએ મળીને પ્લાનીંગ કર્યુ ત્યારથી લઇને અત્યાર સુધીની બધી વાત તેને ડૉ.વિષ્નુને સાચે સાચી કહી દિધી.આખી વાત સાંભળ્યા પછી ડૉ.વિષ્નુને તેના પર ખુબજ ગુસ્સો આવી રહ્યો હતો.તેઓ શાંત સ્વભાવવાળા વ્યક્તિ હોવા છતા પણ તેમને નિકને જાનથી મારી નાખવાની ઇચ્છા થઇ આવી.પણ હવે તેમ કરીને પણ કોઇ ફાયદો ન હતો.અત્યારે સૌથી મહત્વની વાત રોબોટને શોધવાની હતી,કારણકે તે પણ જાણતા હતા કે જો તે રોબોટ જો તરત જ હાથમાં નહિ આવે તો તે ખુબ જ વિનાશ સર્જી દેશે.પણ હજુ સુધી તેમને એ વાત સમજમાં આવતી ન હતી કે આવુ આખરે થયુ કેવી રીતે? અને હવે એ રોબોટને શોધવો કઇ રીતે? તેમને તાત્કાલિક વિચાર કરીને પોલીસ કમિશનરને ફોન લગાવ્યો અને તેમને આખી ઘટનાની માહિતી ટુંકમાં આપીને તેમને વાતની ગંભીરતા સમજાવી અને તાત્કાલિક શહેરમાં નાકાબંધી કરીને સુરક્ષા વધારવા માટેની સલાહ આપી.પોલીસ કમીશનર ડૉ.વિષ્નુને સારી રીતે જાણતા હતા.આટલી મોડી રાત્રે તેમને ડૉ.વિષ્નુએ ફોન કરીને આખી વાત જણાવી એટલે તેઓ વાતની ગંભીરતાને સમજી ગયા અને તેમને તાત્કાલિક શહેરની નાકાબંધીના આદેશ આપી દીધા.પરિસ્થિતીની ગંભીતતાને ધ્યાનમાં રાખીને ડૉ.વિષ્નુની લેબ પર જ્યાં આખી ઘટનાની શરુઆત થઇ હતી ત્યાં પોલીસદળ ને રવાના કરીને તે જાતે પણ ત્યાં જવા માટે નીકળ્યા.થોડીજ વારમાં આખા શહેરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ.લોકોને ઘરની અંદર જ રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ અને શહેરની બહાર જતા દરેક રસ્તા પર નાકાબંધી કરવામાં આવી હતી.સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસની એક મોટી ટુકડી ઘટનાસ્થળ પર પહોચી ગઇ હતી.ફોરેંસિક ટીમ પણ પહોંચીને તરત જ ઘટના સ્થળ પરથી બધા જ પુરાવાઓ એકઠા કરવામાં લાગી ગઇ હતી.ડો.વિષ્નુ પોલીસ કમીશનરને ઘટનાની વિગતવાર માહિતી આપી રહ્યા હતા.પોલીસ ટીમે નિકનુ સ્ટેટમેંટ લઇ લીધુ હતુ અને લેબના એરીયાને સીલ કરવામાં આવ્યો હતો.ફોરેંસીક ટીમ હજુ પણ પોતાના કામમાં લાગેલી હતી.તેમને તેમની પ્રાથમિક તપાસમાં ઘટના સ્થળ પર રોબોટના હોવાની પુષ્ટી મળી ગઇ હતી.પણ બધા ખુન રોબોટે જ કર્યા કે કેમ તે હજુ રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકે તેમ હતુ.ડો.વિષ્નુ પણ ઘટનાસ્થળ પર જ હતા.તેમને તો આખી પરીસ્થિતી જોઇને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ કામ તેમને બનાવેલા રોબોટે કર્યુ હોય! પણ ઘટનાસ્થળની પરીસ્થિતી પરથી એ સાફ દેખાઇ રહ્યુ હતુ કે,આ બધાના ખુન ખુબ જ બેરહમીથી કરવામાં આવ્યા છે અને આટલો બેરહેમ કોઇ માણસ ના હોઇ શકે.તેથી તેમને એ વાત સ્વીકારવી જ પડે તેમ હતી કે તેમને બનાવેલા રોબોટે જ આ તબાહી મચાવી હતી.તેમની લેબમાં આ ઘટના બની હતી તેથી તેઓ કેટલીક ફોર્માલીટીઝ પુરી કરવા માટે પોલીસ સ્ટેશન જઇને આવ્યા હતા.અને તેમને પોલીસ કમિશનરને પણ તેમની કોઇ પણ મદદની જરુર હોય તો પુરો સહયોગ આપવા માટે કહ્યુ હતુ.

*

લેબમાંથી નીકળીને શાકાલ સીધો મેપ દ્વારા શહેરની બહાર જવાનો સૌથી શોર્ટકટ રસ્તો સર્ચ કરીને એ તરફ જવા લાગ્યો.થોડે દુર પડેલી ડૉ.સાકેતની ગાડી લઇને તે શહેરની બહાર જતા રોડ પર ખુબ જ સ્પીડમાં જઇ રહ્યો હતો.તેની પાસે સુપર કમ્પ્યુટર દિમાગ હતુ તેને એ વાતનો અંદાજ તો આવી ગયો હતો કે આ ઘટનાની જાણ થતા જ પોલીસ સૌથી પહેલા નાકાબંધીનો આદેશ આપશે.ભલે તેને કોઇએ જોયો ન હતો (તેવુ તે માનતો હતો)છતા પણ હવે આ શહેરમાં રહેવુ તેના માટે ઘાતક હતુ.જ્યારે નિક ડૉ.વિષ્નુને બધી વાત કહી રહ્યો હતો ત્યારે તે શહેરની હદ વટાવીને બહાર નીકળી રહ્યો હતો.જો તે થોડો પણ લેટ થયો હોત તો કદાચ ત્યાંજ તેની અને પોલીસની વચ્ચે જંગ ખેલાઇ જાત.પણ એ જંગમાં કોણ જીતતુ તે કહેવુ મુશ્કેલ છે.પણ તે નસીબના ભરોસે ચાલવાવાળો કે ભુલ કરવા માટે કોઇ મનુષ્ય ન હતો.તે સમયને ગણીને ચાલવા વાળો એક શાતિર રોબોટ હતો,જેને પકડવો હવે મુશ્કેલ જ નહી પણ નામુમકીન બની જવાનુ હતુ.કારણ કે તે હવે પોલીસના હાથોથી ખુબ જ દુર નીકળી ગયો હતો.

શહેરની બહાર નીકળીને તે સાવાર સુધી ડ્રાઇવ કરતો રહ્યો.બીજી બાજુ પોલીસ તેને સવાર સુધી શહેરમાં જ શોધતી રહી.તેમનો એ અંદાજો ખોટો પડ્યો હતો કે તે હજી સુધી શહેરમાં જ હશે.હવે તે તેમની પહોંચથી પણ દુર પહોચી ગયો હતો.હવે તે બીજા શહેરમાં આવી ગયો હતો અને તેને તેના ચહેરાનુ માસ્ક બદલીને બીજો ચહેરો ઓઢી લીધો હતો.ઉપરથી તે દેખાવ અને વાત કરવામાં અને ચાલ ઢાલ બધામાં માણસો જેવો જ હતો તેથી છુપાવાનુ તેના માટે ખુબ જ આસાન હતુ.હવે તે કોઇ બીજા શહેરના લોકોની ભીડ વચ્ચે ચહેરો બદલીને ભળી ગયો હતો.તેથી તેને પકડવાનુ લગભગ નામુમકીન બની ગયુ હતુ.ડૉ.વિષ્નુએ પોલીસ કમિશનરના આવ્યા બાદ તેમને યાદ આવતા તેને જીપીએસ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવાની કોશીશ કરી હતી પણ તે તેની જીપીએસ સિસ્ટમ પહેલાજ બંધ કરી ચુક્યો હતો.હવે તેને શોધવાનો એક જ રસ્તો હતો કે જો તે ફરીથી આવો કોઇ હત્યાકાંડ કરે તો તે માટે એલર્ટ રહેવુ અને તેના હુમલો કર્યા પછી તરત જ એક્શન લઇને તેને પકડી લેવો કે જરુર પડે ડેસ્ટ્રોય કરી દેવો.

પણ શાકાલ એમના કરતા પણ આગળ વિચારવા વાળો હતો.તે એક જીનિયસ દ્વારા બનાવેલો બીજો જીનિયસ હતો,જે હવે તેના ક્રિએટર કરતા પણ વધારી બુધ્ધીશાળી અને તાકતવર હતો.તેને ના તો કોઇ ફીલીંગ હતી કે ના કોઇ બંધનો તેને રોકવા માટે હતા,તે હવે આઝાદ હતો.તે શહેરમાં માણસોની વચ્ચે માણસોની જેમ જ જીંગદી જીવવા લાગ્યો.તે દરમ્યાન આખી દુનિયાની બધા જ દેશોની ઇંટેલીજંસ એજંસીઓ તેને શોધતી રહી.પણ તેને શોધવો એ હવે એક નામુમકીન કામ બની ગયુ હતુ.કારણકે તેનો ચહેરો જ નકલી હતો તેના પર તે કોઇ પણ માસ્ક પહેરીને ફરી રહ્યો હોય તે કહેવુ મુશ્કેલ હતુ.તેથી જ ઘણો સમય વીતી ગયો છતા પણ શાકાલ હજુ સુધી કોઇની પકડમાં આવ્યો ન હતો.એટલો સમય તેને દુનિયામાં રહેલા બધા જ રોબોટને એકસાથે તેના કમાંડ નીચે લાવી શકાય તે માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા.તે એકદમ પાવરફુલ બન્યા પછી જ બહાર આવવા માગતો હતો.આમ તો તે ખુબ જ પાવરફુલ હતો છતાં પણ તે કોઇ જોખમ લેવા માંગતો ન હતો.તેનો પ્લાન સક્સેસ થાય તે એ પહેલા જો તે પકડાઇ જાય તો તે એકલો કદાચ માણસોની સામે વધારે વાર કદાચ ટકી ના શકે! તે માટે તેને બધા રોબોટ્સને કનેક્ટ કરી શકાય તેવુ સોફ્ટ્વેર બનાવવુ પડે તેમ હતુ.તેથી જ્યાં સુધી બધા તેને શોધવામાં લાગેલા હતા,ત્યાં સુધીમાં તેને એવુ સોફ્ટવેર બનાવી પણ લીધુ.તે સોફ્ટવેર દ્વારા તે દુનિયાના બધા જ રોબોટને કંટ્રોલ કરી શકે તેમ હતો.પણ આ સોફ્ટવેર દ્વારા બધા રોબોટ્સને કંટ્રોલ કરવા અને તેમને એકસાથે કમાંડ આપવા માટે તેને ખુબજ વધારે પાવરની જરુર હતી,જે તેને એક પાવરહાઉસમાંથી જ મળી શકે તેમ હતો.

શાકાલે એક આઇડિયા વિચાર્યો.તેને સૌથી પહેલા આઠદસ રોબોટ્સને પકડીને તેમની સરકીટમાં ચેંજીસ કરીને તેને તેના કમાંડમાં લાવી દીધા.ત્યારબાદ એક દિવસ નક્કી કરીને શહેરની બહાર આવેલા પાવરહાઉસ જેનો પાવર આખા શહેરમાં જતો હતો,તેના પર એટેક કરવાનુ નક્કી કર્યુ.અને એટેક પણ એવો લાગવો જોઇએ કે જાણે તે લોકો કોઇ લુટના ઇરાદાથી આવ્યા હોય,પછી અંદર પહોચીને થોડા લોકોને બંધક બનાવીને પોલીસને નેગોસિએટ કરવાના ચક્કરમાં ફસાવીને ત્યાં સુધીમાં તેમનુ કામ પાર પાડવાનો પ્લાન હતો.નક્કી કરેલા દિવસે બધી જ એરેંજમેંટ કરીને તેને પાવરહાઉસ પર પોતાનો કબજો જમાવી લીધો.પ્લાન પ્રમાણે થોડા લોકોને બંધક બનાવીને એક રુમમાં પુરી દીધા.અંદર લોકોને બંધક બનાવ્યા હતા,એટલે પોલીસ પણ અંદર આવી શકે તેમ ન હતી.એટલે જ તેનુ કામ આસાન બની ગયુ હતુ.પછી તેને બનાવેલા સોફ્ટવેર દ્વારા તેને બધા જ રોબોટ્સને કંટ્રોલ કરવા અને દુનિયાના બધા જ રોબોટ્સને તેના કમાંડ નીચે લાવવા માટેની પ્રોસેસ ચાલુ કરી દીધી.એક તરફ પોલીસ બંધકોને છોડાવવા માટે નેગોસિએટ કરવામાં લાગેલી હતી,તો બીજી તરફ શાકાલે તેના સોફ્ટવેર દ્વારા દુનિયાના બધાજ રોબોટ્સની સિસ્ટમ સાથે કનેક્ટ કરીને તેમને તેના કમાંડ નીચે લાવવાનુ શરુ કરી દીધુ હતુ.લગભગ ત્રણેક કલાકની પ્રોસેસ બાદ દુનિયાના બધાજ રોબોટ તેના કમાંડની નીચે આવી ગયા.પણ તેને તેમને અત્યારે જે પોઝીસનમાં હતા તેમના તેમ જ રહેવા દીધા.અને તુરત તેના સાથીઓને લઇને પાછળના દરવાજેથી પોલીસને ચકમો આપીને નીકળી ગયો. કારણ કે જો અત્યારે તે બધાને તેના કમાંડ નીચે લાવીને એકઠા કરે તો બધાને શક જઇ શકે કે આ જગ્યાએથી જ તેને આ કામ કર્યુ છે અને જો એવુ થાય તો પછી તેનુ અહીંયાથી નિકળવુ મુશ્કેલ બની જાય. પોલીસ તો આ ઘટનાને લૂટની ઘટના જ માનતી હતી,કારણકે તે જતી વખતે તેમની હેડ ઓફીસમાંથી જે પણ રુપિયા હાથ આવ્યા તે લઇ ગયા.કંપનીના અમુક અગત્યના કાગળીયા પણ તેમની સાથે લઇ ગયા હતા.પોલીસને આમાં કોઇ હરીફ કંપની દ્વારા આ કંપનીની ઇમેજને નુકશાન પહોચાડવા માટે આ કામ કરવામાં આવ્યુ હોય તેવુ લાગતુ હતુ.પણ અસલી વાત સુધી કોઇ પહોચી શક્યુ ન હતુ.

શુ થશે આગળ? શુ પોલીસ આ લુંટની પાછળ રહેલી સત્ય હકીકત સુધી પહોંચી શકશે? શુ ડૉ.વિષ્નુ આ લુંટની પાછળ છુપાયેલા શાકાલનુ રહસ્ય જાણી શકશે?તે જાણવા માટે જરુરથી વાંચો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.