હમારી અધુરી કહાની
વિષય : નવલિકા
પ્રકરણ – ૨
ચાંદની
“પ્રીતમ” પીઠ પાછળથી વર્ષો જુના રણકાર સાંભળાતા તેના પગ થંભી ગયા. તેનુ વેણ બે હોંઠ વચ્ચે દબાઇ ગયુ. “પ્લીઝ રીના ફોર ગોડ સેક. ગો અવે એન્ડ લીવ મી અલોન” તેના સામે જોયા વિના જ પ્રીતમે કહ્યુ. તેને ખબર હતી કે માંડ માંડ જેમતેમ કરીને તેણે તેની સુહાની યાદોથી પીંછો છોડાવ્યો છે અને આ રીતે ગોવામાં તે યાદો ફરી દરિયાની ભરતીની જેમ હિલોળા લેતી આ રીતે તેના મનને ભીંઝવી જશે. “પ્રીતમ પ્લીઝ એકવાર મારી સાથે વાત કરી લે. આઇ ક્નો આઇ વીલ હર્ટ યુ અ લોટ” ડુંસકુ સંભળાતા તેણે પીઠ ફેરવીને જોયુ. “પ્લીઝ પ્રીતમ મારા કારણે તારે............... “હવે આ બધી વાતો કરવાની શી જરૂર છે?” “ઓ.કે. બટ એક ફ્રેન્ડ તરીકે તો હુ તારી સાથે થોડી વાત તો કરી શકુ ને” આંસુ લુછીને કહ્યુ. “પતિ સાથે હનીમુન પર આવેલી સ્ત્રી આમ અજાણ્યા પુરૂષ સાથે કેમ વાત કરવા માંગે છે?” “અજાણ્યા???” આ એક જ શબ્દમાં તે પ્રીત્મને ઘણું પુછી બેઠી અને આંસુના ધસારા સાથે પ્રીતમ વળગી પડી. “પ્રીતમ અજાણ્યા સાથે તો હુ રહુ છુ. તારા સાથે તો મારે જન્મો જન્મની પ્રીત છે. આ કાંઇ નાજુક તાંતણો નથી કે ટુટી ગયો.” “તો કેમ મને આમ છોડીને જતી રહી?” ભીંસ મજબુત કરતા પ્રીતમે કહ્યુ. પ્રીતમ આઇ એમ સોરી યાર. તને ખબર નથી કે લગ્ન પહેલા જ મારે ભાગી જઇ તારી પાસે આવવું હતુ પણ તને મારી નાખવાની ધમકી આપીને મજબુરીવશ મારા લગ્ન કરાવાયા અને હુ એટલી ડરપોક હતી કે બસ મારો જીવ ન આપી શકી.” “વ્હોટ???? આ શું બકે છે તું? કોણે આપી હતી તને આવી ધમકી? અને પાગલ મને એકવાર તો કહેવુ હતુ તો કાંઇક આપણે સાથે મળીને કોઇ રસ્તો કાઢત.” “મને ધમકી આપીને મામાને ઘરે મોકલી દીધી અને ત્યાં જ પિયુષ સાથે મારા લગ્ન કરાવી દીધા. હુ લાશની જેમ જીવી રહી છુ યાર. હરએક પળે તને યાદ કરુ છું હું અને આજે ભગવાન આ રીતે મારી આશ પુરી કરશે તેનો મને ખ્યાલ જ ન હતો. આજે મારે બસ તને એક જ વિનંતી કરવી છે કે પ્લીઝ મને આ નર્કની સજામાંથી છોડાવીને તારી પાસે રાખી લે. મારે ફરી એ નર્કમાં નથી જવું પ્રીતમ, નથી જવુ એ નર્કમાં.” ચોધાર આંસુઓનોં બંધ તૂટી પડ્યો અને પ્રીતમની ભાવનાઓ પણ પીગળવા લાગી.
“ઓ.કે. ઓ.કે., કાલ્મ ડાઉન પ્લીઝ. અત્યારે આપણે બન્ને જાહેર સ્થળ પર છીએ. કોઇ શું વિચારશે આપણા વિષે? એક કામ કર, લે આ મારુ વિઝીટીંગ કાર્ડ અને મને નિરાંતે કોલ કરજે.” કહેતા પ્રીતમે તેને પોતાનુ કાર્ડ આપી દીધુ. “હેય રીના, તુ અહી છે? હું તને ક્યારનો હોટેલ આસપાસ શોધી રહ્યો હતો.” પાછળથી પિયુષનો અવાજ સંભળાતા રીનાએ ફટાફટ કાર્ડને છુપાવી દીધુ.
“હું....હું...... આ ગાઇડનો આભાર માનવા આવી હતી. હોટેલના કેમ્પસમાં હતી ત્યાં તેઓ મને દેખાયા તે અહી સુધી દોડી આવી.” “હા આભાર તો માનવો જ પડે તમારો મિસ્ટર કે તમે મારી અર્ધાંગીનીને બચાવી, નહી તો મારુ અર્ધુ અંગ નકામુ થઇ જાત.” પિયુષે હળવી શૈલીમાં કહ્યુ. “એક કામ કેમ નથી કરતી જાનુ? આજે રાત્રે તેમને ડિનર પર બોલાવીએ તો કેવુ રહેશે?” “હમ્મ્મ, તેઓ હા પડે તો મને શું વાંધો હોય? તમે જ પુછી લો અને આમંત્રણ આપી દો.” રીનાને તેનો વિચાર ખુબ ગમી ગયો પણ પોતાની ભાવનાઓને કાબુમાં રાખી તે બોલી.
“નો નો.. મિસ્ટર પિયુષ, હું આવી ફોર્માલીટીમાં માનવાવાળો વ્યકિત નથી, ઇટ્સ માય ડ્યુટી અને આઇ એમ વેરી ઓનેસ્ટ વીથ માય ડ્યુટી.” “અરે ભાઇ, આમ નિરશ વાત ન કરો અમારી સાથે. આજે તો તમારે અમને બન્નેને જોઇન કરવા જ પડશે. તેમા તમારુ કોઇ બહાનુ ચાલશે નહી, કેમ રીના???” “હા...... આવો તો વધુ સારુ મિસ્ટર પ્રીતમ.” રીનાના નાજુક આગ્રહને પ્રીતમ ચાહવા છતા પણ નકારી શક્યો નહી અને તેણે હકારમાં પોતાનુ માથુ ધુણાવી દીધુ. “ગ્રેટ મિસ્ટર પ્રીતમ, સો આપણે નવેક વાગ્યે મળીએ હોટેલ બ્લ્યુ સ્ટારમાં. અમે લોકો ત્યાં જ ઉતર્યા છીએ.”“ઓ.કે. ડન.” કહેતા બન્નેએ શેક હેન્ડ કર્યા અને પ્રીતમ ત્યાંથી ચાલતો થઇ ગયો.
રીના મનોમન ખુબ ખુશ થઇ ઉઠી.આજે તેના મનનો માણીગર આ રીતે ગોવામાં તેને મળી જશે એવુ તેણે સ્વપ્ને પણ વિચાર્યુ ન હતુ. આજે તે મન મુકીને નાચવા ઇચ્છતી હતી પણ હજુ તે જાણતી હતી કે પ્રીતમ તેને સંપુર્ણ રીતે મળ્યો નથી. એકવાર પ્રીતમ હંમેશાને માટે તેના જીવનમાં આવી ગયા બાદ તે મન મુકીને વરસી જશે. પ્રીતમને પસંદ હલ્કા ગુલાબી રંગની સાડી, બેકલેસ બ્લાઉઝ સાથે મેચીંગ ઇઅરીંગ્સ તેણે પહેરી હતી. પ્રીતમને તેના પગમાં પહેરેલી ઝાંઝરીનો રણકાર ખુબ પસંદ હતો, આથી વર્ષોથી ત્યજી દીધેલી ઝાંઝરી તેણે કાઢીને પહેરી હતી જે પ્રીતમે જ તેને ભેટમાં આપી હતી અને હંમેશા રીના તેને પોતાની પાસે જ રાખતી હતી. “વાઉ રીના, શું દેખાય છે તુ આજે? લાગે કે તને આમ જ એકીનજરે નીહાળતો રહું.” પિયુષે રીનાને દર્પણમાંથી નિહાળતા કહ્યુ પણ તેને ક્યાં ખબર હતી કે રીના તેના માટે નહી પણ તેના પ્રીતમ માટે સજી છે આજે. “થેન્ક્સ અ લોટ.” એકદમ ટુંકો જવાબ આપી રીના હાથમાં બ્રેસલેટને સંવારતી નીચે હોટેલમાં જવા નીકળી ગઇ. નીચે પહોંચતાની સાથે જ અગાઉથી બુક્ડ ટેબલ પર બેસી તે પ્રીતમની રાહ જોવા લાગી. તેની નજર એન્ટ્રન્સ પર જ ચોટી હતી કે ક્યારે પ્રીતમ આવે અને તેને આ રૂપમાં નિહાળે. આવા વિચાર વચ્ચે ગુંથાયેલી રીનાને પ્રીતમ આવતો દેખાયો અને તે દોડીને તેને વેલકમ કરવા દોડી ગઇ. ઝાંઝરીઓના રણૅકારે પ્રીતમનુ મન ઘડીભર માટે બહેકાવી દીધુ. તે પોતાની પ્રિયતમાને એકીટશે નીહાળતો જ રહ્યો. બન્ને એકબીજાને માત્ર જોઇ રહ્યા હતા. શબ્દોનું સ્થાન હવે નજરોએ લઇ લીધુ હતુ. મુક બની જાણે બન્ને આટલા સમયની વાતો ન કરી રહ્યા હોય તેમ તેના હાવભાવ બદલી રહ્યા હતા, સામે પ્રીતમનો ચહેરો પણ ચીસો પાડીને કહેતો ન હોય કે કેમ મને તારી મજબુરીની વાત ન કરી તે રીના. આમ બન્ને મુક બની ભાવનાઓનું આદાન પ્રદાન કરી રહ્ય હ્તા ત્યાં પાછળથી પિયુષનો અવાજ સંભળાયો. “વેલકમ મિસ્ટર પિયુષ. થેન્ક્સ ફોર જોઇન અસ.” “માય પ્લેઝર પિસ્ટર પિયુષ.” “લેટ્સ કમ મિસ્ટર પ્રીતમ.” બધા ટેબલ પર ગોઠવાઇ ગયા અને ડિનરનો ઓર્ડર અપાઇ ગયો. હજુ ડિનર આવવાને વાર હતી ત્યાં પિયુષે વાતનો દોઅર સાધતા કહ્યુ. “વેલ મિસ્ટર પ્રીતમ, આ પ્રેમની નગરી ગોવામાં તમે એકલા જ રહો છો?” “યા અહી હું જોબ કરુ છું તે એકલો જ રહું છું. મારુ ફેમીલી વતનમાં છે. રજાઓના સમયમાં ત્યાં જાંઉ છું બાકી અહી ટુરિસ્ટૉ જ મારુ ફેમીલી છે.” “ગ્રેટ. મતલબ હજુ તમે અનમેરીડ છો, રાઇટ?” “હા , હજુ મે લગ્ન કર્યા નથી.” “કેમ???” બહુ અઘરો પ્રશ્ન પિયુષે પુછી લીધો જાણે ડિનર પહેલા જ પ્રીતમના હોંઠ સિવાઇ ગયા. “મનની પ્રીયતમા હજુ સુધી મળી નહી તે કુંવારો રહેવાનુ જ પસંદ કર્યુ મે.” તેણે જરા ત્રાંસી નજરે રીના તરફ મીટ માંડતા કહ્યુ. “કેમ, તમારા મનમાં તમારી પ્રિયતમાની કેવી છબી છે, જરા અમને પણ કહો, કેમ રીના??? તુ તો કાંઇક બોલ. હું જૌ છું કે જ્યારથી આ મીસ્ટર ગાઇડ આવ્યા છે તારુ ધ્યાન ભટકાયેલુ જ છે.” પિયુષે ભારવાચક શબ્દમાં કહ્યુ. “હમ્મ્મ નહી તો. એવું તે કાંઇ નથી. તમારી બન્નેની વાતો સાંભળું છું બસ.” તેણે બનાવટી હાસ્ય સાથેપ્રત્યુતર વાળ્યો. “એક્સક્યુઝ મી, એક કોલ આવે છે.” કહેતો પ્રીતમ ત્યાંથી નીકળી બહાર ગયો. “રીના તારા હસબન્ડને આપણા બન્ને પર શક જતો રહ્યો લાગે છે, મને તેના હાવભાવ સારા જણાતા નથી.” પ્રીતમે રીનાને મેસેજ કરી દીધો અને તેના રિપ્લાયની રાહ જોવા લાગ્યો. બે જ મિનિટમાં રીનાનો રિપ્લાય આવી ગયો. “ડોન્ટ વરી પ્રીતમ. મારા અતિતના એક પણ પાન હજુ તેની સામે પલટ્યા નથી મે. ચિંતા ન કર અને જલ્દી અંદર આવી જા, ડિનર રેડ્ડી છે.” રીનાનો મેસેજ આવતા જ પ્રીતમ અંદર પહોંચી ગયો અને તે બન્નેની સાથે ચુપચાપ ડિનર કરવા લાગી ગયો. “કેમ કાંઇ બોલતા નથી પ્રીતમજી? આમ ચુપચાપ બેસી ડિનર કરવા માટે તમને અહી થોડા બોલાવ્યા છે?” પિયુષે કહ્યુ. “હું જમતી વખતે બહુ વધુ બોલવાનુ પસંદ કરતો નથી, જરૂરી જણાય ત્યાં જ વાત કરું છું.” “લાગે છે બહુ દુઃખ ભરીને બેઠા છો તમે તમારી અંદર??? ઓછુ બોલવુ, કામ હોય ત્યાં જ વાત કરવી, નહી તો મારુ માનવુ તો એવુ છે કે ટુરિસ્ટોને ગાઇડ કરનાર લોકો તો વધુ પડતા બોલકણા અને જલ્દીથી બીજા સાથે હળીમળી જાય તેવા હોય છે, કેમ રીના???” “હા....હા.....મારુ પણ કાંઇક એમ જ માનવું છે.” એક એક શબ્દ રીનાને બોલવો બહુ ભારે લાગતો હતો. હવે તો તેને પણ એમ જ લાગતુ હતુ કે નક્કી પિયુષને કોઇપણ રીતે તેના અતિતની ખબર પડી ગઇ લાગે છે. પણ હવે તેનાથી કાંઇ થઇ શકે તેમ ન હતુ. હવે તો જલ્દી આ ડિનર પુરુ થાય તો સારૂ, બસ તેમ જ તે ભગવાનને મનોમન પ્રાર્થના કરતી હતી. “બહુ મજા આવી તમારી સાથે મિસ્ટર પ્રીતમ. અમે હજુ એક વીક અહી જ છીએ. હોપ આપણે ફરી મળીશું. “આઇ અલ્સો એન્જોય્ડ અ લોટ. થેન્ક્સ મિસ્ટર પિયુષ. થેન્ક્સ મેડમ.” બન્નેનો આભાર માનતો પ્રીતમ ત્યાંથી નીકળી ગયો અને આ બાજુ રીના પણ રૂમમાં જવા નીકળી ગઇ પણ પિયુષ કાંઇક અલગ જ કરવાના મુડમાં હતો. તે ત્યાંથી નીકળી બીયરબારમાં ચાલ્યો ગયો અને મન મુકીને દારૂ પીવા લાગ્યો. દારૂનો નશો તેના પર સવાર થઇ ગયો હતો. લથડિયા ખાતો તે હોટેલ સુધી જેમતેમ કરીને પહોંચી ગયો. “લુકીંગ સો બ્યુટીફુલ રીના. લુકીંગ લાઇક અ હોટ સેક્સી આઇટમ માય રીના.” રીના સમજી ગઇ કે પિયુષ દારૂ પીને આવ્યો છે. તેની સાથે બહુ જીભાજોડી કરવાનો તેનો કોઇ ઇરાદો હતો નહી તેથી તેણે પિયુષને સુઇ જવા આગ્રહ કર્યો. “ઓહ માય જાન. આપણે અહી ગોવા સુઇ જવા માટે થોડીને આવ્યા છીએ? ઇટ્સ ટાઇમ ટુ એન્જોય અ લોટ માય લવ.” કહેતો પિયુષ તેને બાહોમાં લેવા ગયો પણ રીનાને તેનો સહવાસ જરા પણ પસંદ ન હતો આથી તેણે ત્યાંથી છટકવાનો રસ્તો અપનાવ્યો પણ પિયુષ તેની સાથે બળજબરી પર ઉતરી આવ્યો હતો. નશો માણસને સારા-નરસાનો વિચાર ભુલાવી દે છે. આજ દિન સુધી પિયુષે રીનાના શરિરને પામવા માટે ક્યારેય બળજબરી કરી ન હતી તે જ પિયુષ આજે રીનાની ઇજ્જત લુંટવા સુધી પહોંચી ગયો હતો. “પ્લીઝ ડોન્ટ ડુ લાઇક ધીસ પિયુષ. તમે અત્યારે નશામાં છો, આપણે સવારે વાત કરીશું.” “તારી વાતની તો એક બે ને ત્રણ યુ બીચ. આજે અહી ગોવામાં તને તારો લવર ક્યાં મળી ગયો તુ તો હવામાં લહેરાવા લાગી, તને શું લાગતુ હતુ કે મને કાંઇ ખબર જ નથી. મારા નાક નીચે તુ અહી ગોવામાં આવી તારા પેલા બે કોડીના લવર સાથે મોજ મસ્તી કરીશ અને મને કાંઇ ખબર જ નહી પડે?” કહેતા તેણે એક જોરદાર તમાચો રીનાને માર્યો ત્યાં રીના જમીન પર પટકાઇ પડી. “તારા બાપે પહેલેથી જ તારી બધી સચ્ચાઇ મને કહી દીધી હતી, પણ મને એમ હતુ કે સમય જતા તું સુધરી જઇશ અને મને પ્રેમ કરવા લાગીશ પણ હું જ વહેમમાં હતો.” તે લથડિયા ખાતો રીના નજીક આવતો હતો ત્યાં જ ફસડાઇ પડ્યો અને રીનાને ખરીખોટી સંભળાવતો બબડતો ત્યાં જ પડી ગયો અને બેભાન જેવો બની ગયો. રીના આ બધી ઘટનાથી સમસમી ગઇ હતી. તે ધૃજવા લાગી હતી. પિયુષના હાથના પાંચ આંગળા તેના કોમળ ગાલ પર અંકાઇ ગયા હતા. તે સમજી ગઇ હતી કે હવે પિયુષ સાથે રહેવામાં કાંઇ માલ નથી. બહુ વિચાર કર્યા વિના તે રૂમ બંધ કરી ત્યાંથી ભાગી ગઇ. રસ્તામાંથી તેણે પ્રીતમને ફોન કર્યો અને તેને બીચ પર મળવા બોલાવી લીધો. પ્રીતમ પણ રીનાના અવાજ પરથી સમજી ગયો હતો કે નક્કી કાંઇ ખીચડી રંધાઇ ગઇ છે રીનાની જીંદગીમાં એટલે તે પણ દોડતો નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો. “પ્રીતમ......પ્રીતમ.... મને બચાવી લે પ્લીઝ. મારે પિયુષ સાથે નહી રહેવુ. આજે તેણે........તેણે ......” વાક્ય અધુરૂ જ રહી ગયુ રીનાનુ. રીનાને પ્રીતમે બેસાડી પાણી આપ્યુ અને શાંત કરી તેની બધી વાત સાંભળી. હવે બન્ને પાસે કાંઇ રસ્તો દેખાતો ન હતો. પ્રીતમ અને રીના બન્ને એક થઇ શકે તેમ ન હતા તે રીના સમજતી હતી. તેને ભુપત મહેતા અને પિયુષ બન્નેની તાકાતનો ખ્યાલ હતો જ. “પ્રીતમ તુ મને પ્રેમ કરે છે?” “હા રીના, હજુ મારુ હ્રદય તને જ ઝંખે છે. આજ દિન સુધી તારુ સ્થાન કોઇને આપ્યુ નથી મે.” “તો ચાલ આપણે આ સ્વાર્થી અને પ્રેમને ન સમજનારી દુનિયાથી બહુ દૂર જતા રહીએ.” “હું સમજ્યો નહી રીના.” “મારા માટે શું કરી શકે તું?” “બધુ જ કરી છુટુ તારા માટે રીના. મારી દુનિયા, મારી જાન ન્યોચ્છાવર કરી દઉ તારા માટે તો.” “પ્રીતમ આ સ્વાર્થી દુનિયા આપણે એક થવા નહી દે. આપણે અહીથી ભાગી જઇશું તો પણ પિયુષ અને મારા પપ્પા ગમે તે રીતે આપણે શોધી લેશે અને આપણે મોતને ઘાટ ઉતારી દેશે અને હું નથી ઇચ્છતી કે આપણે કમોતે મરીએ. મને મોતનો ડર નથી પણ હું આ લોકોના હાથે તને સજા મળે તે નહી જોઇ શકું. હું તને ખુબ જપ્રેમ કરુ છું પ્રીતમ.” કહેતી રીના પ્રીતમને વળગી પડી. “મારા માટે જાન આપવા તૈયાર છે, એ પણ મારી સાથે????” “રીના................. આ શું બકે છે તું? તને કાંઇ ખ્યાલ પણ છે તુ શું કહેવા જઇ રહી છે?” “જે સત્ય છે તે જ કહું છું. પિયુષ હવે મને મુકશે નહી. મારુ તો ઠીક જે થાય તે, પણ હવે તે મારા કારણે તને પણ હેરાન કરવાની કોશિષ કરશે જે મને ક્યારેય મંજુર નથી”
“આ દુનિયામાં મરવા સિવાય પણ બીજો રસ્તો છે આપણી પાસે. આપણે સાથે મળીને કાંઇ વિચારીશું તો આ બધી વાતનો સુખદ અંત લાવી શકશું.” “કાંઇ શક્ય નથી પ્રીતમ. મારા પિતાજી અને પિયુષની તાકાતની તને ક્યાં ખબર જ છે? આપણી પાસે કાંઇ રસ્તો નથી પ્રીતમ. તુ સમજવાની કોશિષ કર પ્લીઝ. આ લોકો આપણે જીવવા નહી દે અને સાથે મોત પણ નહી સ્વિકારવા દે.” “ઠીક છે રીના, મને મોતની કોઇ પરવા નથી. આમ પણ તારા ગયા બાદ મારુ જીવન એક જીવતી લાશ જેવુ જ બની ગયુ હતુ. હરએક પળ હું ઘુંટાતો જ રહ્યો છું. તુ કહે છે અને તારો સાથ છે તો હું મોતને પણ સ્વિકારવા તૈયાર છું.” “પ્રીતમ આ જલદેવતા સમાન દરિયો ઘુંઘવી રહ્યો છે. ચલ આપણે સજોડે અહી જ જલમાં સમાઇ જઇએ. આ જીવ પંચ મહાભૂતોનો બનેલો છે તો આ જીવને પાણીમાં જ સમાવી દઇએ. સાયદ ભગવાનની આ જ મરજી હશે. આપણા પ્રેમનો અંત કાંઇક આવો લખ્યો હશે કાળિયા ઠાકરે.” “હા રીના. ભગવાનને પ્રાર્થના કરજે કે આવતા જન્મમાં ભગવાન આપણને પ્રેમી બનાવે તો સાથે રહેવાનું પણ વરદાન આપે.” “હા હા જરૂરથી એ ભગવાન આપણને આવતા જન્મે એક બનાવશે જ. ચલ જો દરિયાની ઉછાળા લેતી લહેરો બાહો ફેલાવીને આપણે બોલાવે છે. ચાલ સાત પગલા તારી સાથે તો ચાલી લઉ. તારી સાથે સાત ફેરા તો ન ફરી શકી પણ આ સાત પગલા ભરતા મને કોઇ અટકાવી નહી શકે.” બન્ને ઉભા થઇ ગયા. વેળા જાણે થંભી ગઇ. રીનાએ પોતાના દુપટ્ટા વડે બન્નેના હાથ બાંધી દીધા જાણે છેડાછેડી બાંધી બન્ને સાત જન્મ સાથે રહેવા માટે ફેરા ફરવા ન જઇ રહ્યા હોય. લગ્નમંડપના સ્થાને ખુલ્લુ આકાશ હતુ, બારાતીઓના બદલે આકાશમાં ટમટમતા તારલાઓ બન્નેની વિદાયની ગવાહી પુરતા હતા, લગ્નગીતના સ્થાને સાગરનો ઘુઘવાટ હતો, ફટાક્ડા અને આતીશબાજીના સ્થાને દૂર વીલસી રહેલા પ્રવાસીઓની ચીંચીયારીઓ હતી અને બન્ને આંખમાં આંસુઓ પણ દિલમાં સ્મિત ભરતા એક પછી એક કદમ આગળ ચાલવા લાગ્યા. ભયનું કોઇ નામોનિશાન ન હતુ. સાગરના ઘુઘવાટમાં બન્ને આગળ આગળને ચાલી રહ્યા હતા. રીનાના લથડતા કદમોને સંભાળતો હતો પ્રીતમ જાણે લગ્નની કસમને સાર્થક કરતો હતો કે હું જ્યાં સુધી તારી સાથે છું તારા પર આવતા હરેક દુઃખને હું પહેલા મારા પર ઝીલી લઇશ.
કેડ સુધી પાણી આવી ગયા હતા ત્યાં દરિયાની એક બહુ ભયંકર લ્હેર આવે અને બન્ને જળમાં સમાઇ ગયા. માત્ર અને માત્ર બન્નેના પ્રેમના પડઘા જળની લ્હેરો કિનારા સુધી લાવી રહી હતી. દરિયો પણ બન્નેના દુઃખદ અંજામને સહન ન કરી શક્યો હોય તેમ વહેલી સવારે બન્નેની લાશ કિનારે આવી ગઇ હતી. બન્નેના ચહેરા પર અજબની ખુશી ઝલકાઇ રહી હતી, હાથ હજુ બંધાયેલા જ હતા, જાણે હવે આ બંધન તૂટી જ ન શકવાનુ હોય..................................
..........અસ્તુ..........