Akupar in Gujarati Short Stories by Dr. Yogendra Vyas books and stories PDF | Akupar

Featured Books
Categories
Share

Akupar

સમષ્ટિના સંતુલનના લયની કથા

અકૂપાર

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સમષ્ટિના સંતુલનના લયની કથા-અકૂપાર

વાત એમ છે કે એક ચિત્રકારે પૃથ્વીતત્વનાં પચાસેક ચિત્રો દોરી આપવાનો કરાર કર્યો છે. પૃથ્વીતત્વની તેની માન્યતાની પારદર્શક સ્પષ્ટતા માટે તે ‘ગરવા ગીર’ને અનુભવવા, માણવા, પ્રમાણવા નીકળી પડે છે. પ્રસંગો ઉપર પ્રસંગો બનતા જાય છે. પાત્રો પછી પાત્રો ઉમેરાતાં જાય છે. સંવાદો ઉપર સંવાદો સંભળાતા જાય છે. વર્ણનો ઉપર વર્ણનો આવતાં જાય છે. ચિત્રો ઉપર ચિત્રો દોરાતાં જાય છે.

એને સમજાય છે કે વેદાંતશાસ્ત્રનું અધ્યયન કર્યા વિના, અદ્વૈતના પાઠો ગોખ્યા વિના, ગીતાના સતત પાઠ કર્યા વિના સૃષ્ટિના કણકણમાં ચૈતન્ય છે અને સર્વ જડ-ચેતન પદાર્થો વચ્ચે એકાત્મતા છે.

સાંસાઈની સિંહણ સખી રમજાનાનું, ત્યાસી વરસના છતાં વસ્રો ઉપર ચિત્રો સજાવતાં આઈમાનું, નમણી લાજોનું, તેની વહાલી ગાય ગ્િારવાણને ઉઠાવી જતી સિંહણોનું, દિવાકરનના મિત્ર દીપડાનું, ભરથરી વિક્રમનું, ‘જીને જી પરમાણુ’ એવુ જીવનદર્શન ધરાવતાં ધાનુની મા રતનબાનું સિંહે ઝખમી કરેલા ધાનુનું, ડોરોથીનું અને આતા બાપાએ પરણાવેલાં ઘંટલા-ઘટલી પહાડોનું, મુસ્તુફાના રૂપાળા આંબલા ડુંગરનું અને ચિત્રકારના દાદાના દાદા હરિદાદાએ સ્થાપેલા રૂખડાવાળા મહાદેવનું ચિત્રકાર ચિત્રો દોરે છે અને એ જ ચિત્રો ચિત્રકારને પૃથ્વીતત્વની, જીવનસત્વની સ્પષ્ટ સમજ તરફ દોરતાં જાય છે.

‘ગયર તો જીવતા રેવાની ને જીવતા રાખવાની શરેત ઊંભી રઈ સે.’(પા. ૧૯૨). ‘ગયરમાં જીવ માતરની એક જાત્ય ને એક વંશ.’ અહીંની પ્રજા પાસે તમામ જીવ-જંતુઓ, પશુ-પંખીઓ, અરે-રમકડાંમાં, પથ્થરો અને પહાડોમાં, નદીઓ અને વૃક્ષોમાં જીવન જોવાની દ્રષ્ટિ જોઈને ચિત્રકાર ‘પમ્મર’(અત્યંત ગતિશીલ ભમરડાની જેમ સ્થિર) થઈ જાય છે. એને સમજાય છે કે વેદાંતશાસ્ત્રનું અધ્યયન કર્યા વિના, અદ્વૈતના પાઠો ગોખ્યા વિના, ગીતાના સતત પાઠ કર્યા વિના સૃષ્ટિના કણકણમાં ચૈતન્ય છે અને સર્વ જડ-ચેતન પદાર્થો વચ્ચે એકાત્મતા છે. એનો અનુભવ આ અભણ પ્રજાજનો કરી શકે છે એને સમજાય કે શ્રેષ્ઠ ચિત્રો બનાવી શકાતાં નથી, નીપજી આવે છે તેમ આ કોઠાસૂઝ અંદરથી આવે છે.

‘ખમ્મા ગયરને’(આઈ મા) અને ‘ખમા ગ્િારને!’(મિતા) એ બે ઉક્તિઓની વચ્ચે રચાયેલી-લખાયેલી આ નવલકથા એ બે ઉક્તિઓની સીમારેખાઓની વચ્ચે આવતાં ભાષાવૈવિધ્યનાં અનેક સ્તરોની સાથે જ સમાજનાં વિવિધ સ્તરોનો પરિચય કરાવે છે. પહેલી ઉક્તિ પછી પૂર્ણવિરામ છે અને છેલ્લે આવતી, પુનરાવર્તન પામતી એ જ ઉક્તિ પછી ઉદ્દગારચિહ્‌નન છે એ ઘણું સૂચક છે. (કદાચ એ વિશે લેખક પોતે સભાન નથી પણ એ નીપજી આવ્યું છે).

એને કયાં ખબર છે કે હવે ચિત્રકાર માટે આ ગીર ‘માત્ર રૈવતાચલની પરમ મનોહર પુત્રી, જગતના તમામ ભૂ-ભાગોથી અલગ, આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશાં જીવતી, સદાસોહાગણ, સદામોહક’ એક જીવંત સૃષ્ટિ જ નથી પણ ‘કોઈ અજ્જ્ઞાત વૈભવશાળી લયમાં સ્પંદિત થતી વૈશ્વિક નર્તનના લયનો અનુભવ કરાવતી’ એક અર્ધનારી નટેશ્વર એવી નર્તકી છે.

જેણે ગીરને પોતાના અસ્તિત્વના અણુએ અણુમાં અનુભવ્યું છે, પચાવ્યું છે, માણ્‌યું છે તેવાં જીવનના પૂર્ણવિરામની નજીક આવેલાં આઈમા ગીરને અને એ નિમિત્તે સમગ્ર પૃથ્વીતત્વ, જીવસૃષ્ટિ અને સ્વયં બ્રહ્‌મને ‘ખમા’ કરે છે. એમને ખમાવ્યા પછી કશુ કરવાપણું રહેતું નથી એની પ્રતીતિ અભણ આઈમાને કોઠાસૂઝથી થયેલી છે એ આ પૂર્ણવિરામ સૂચવે છે. આખી નવલકથાને એક સૂત્રમાં બાંધતાં આઈમાનું દરેક વર્તન, દરેક ઉક્તિ આને યથાર્થ ઠેરવે છે. એથી ઊંલટું, આ ‘ગાંડી ગીર’ એક હોનહાર ચિત્રકારને કાયમને માટે પોતાને ત્યાં રાખી દે એનું અનહદ આશ્ચર્યનો પડઘો અથવા સૂચન એની ઉક્તિ પછી આતું ઉદ્દગારચિહ્‌ન કરે છે.

એને કયાં ખબર છે કે હવે ચિત્રકાર માટે આ ગીર ‘માત્ર રૈવતાચલની પરમ મનોહર પુત્રી, જગતના તમામ ભૂ-ભાગોથી અલગ, આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી, હંમેશાં જીવતી, સદાસોહાગણ, સદામોહક’ એક જીવંત સૃષ્ટિ જ નથી પણ ‘કોઈ અજ્જ્ઞાત વૈભવશાળી લયમાં સ્પંદિત થતી વૈશ્વિક નર્તનના લયનો અનુભવ કરાવતી’ એક અર્ધનારી નટેશ્વર એવી નર્તકી છે. (આ નવલકથા લખાયા પછી ચાર-પાંચ વરસે વિજ્ઞાનીઓએ ‘હિગ્સ બોસોન’-ઈશ્વરી કણ કે અણુ-ની શોધ કરી છે અને એ આપણા મહાન નર્તક શિવશકંર નટેશ્વરના નૃત્યના લયમાં ઘૂસી રહ્યો છે. એવું તારવ્યું છે તે નોંધપાત્ર છે.) નવલકથાકાર ધ્રૂવ ભટ્ટને હૃદયપૂર્વકના અભિનંદન અને ધન્યવાદ.