સાંઇ બાબા વ્રત
અદશ્ય દૈવી સહાયતા પ્રાપ્તિનું
અદ્ભુત વ્રત…
હવન સમાચાર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.
Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.
સાંઇબાબા વ્રત
લે. સ્વ. કેશવલાલ મગનલાલ શાહ
એમ.એ.બી.એફ.
આલેખન - કિર્તી જૈન
તમારૂં દુઃખ દર્દ મુશ્કેલી કે ઉપાધિ
દૂર કરવા માટે આ વ્રત
તમને જરૂર ફળશે તેવા આશીર્વાદ સહ
- કે. મ. શાહ
ક્રીં દક્ષિણ કાલિકે ક્રીં સ્વાહા.
પ્રકાશક : શ્રી કિર્તી જૈન,
ગુજરાત મ્યુઝીક પ્રા. લિ.,
એફ-૪, શિવ સાગર,
અમદાવાદ.
(મો) : ૯૪૨૬૦૧૦૫૯૨
અભિલાષા
સુજ્ઞ પાઠક ગણ, આ નાકડું પુસ્તક તમારા કર કમળમાં મૂકતાં આનંદ થાય છે. પરમકૃપાળું લક્ષ્મી નારાયણને મારી પ્રાર્થના છે કે આ નવલ વર્ષ આપને સુખ સમૃદ્વિ આરોગ્ય પરમ ઐશ્વર્યને રિદ્રિ સિદ્રિ આપવાનું નિવડો.
પ્રસ્તુત પુસ્તકમાં સાંઇબાબા વ્રત વિષે લખેલ છે તે જીવનમાં બાળપોથીની ગરજ સાર છે. એ રીતે તેનું મહત્વ વાંચકોને માટે સાર છે. એ રીતે તેનું મહત્વ વાંચકોને માટે ઘણું જ છે. આ વ્રતનું વારંવારનું સાનિધ્ય તરણાઓથે ડુંગર પ્રભુ કૃપાની મહેર થશે. અદશ્યદૈવી સહાયતા આવી મળવા લાગશે. જીવનમાં સુખ શાંતિ સંપવૃદ્વિનું વાતાવરણ મહેકી ઉઠશે. સર્વે વાતે લીલા લહેર થશે. એવી શુભ કામના તથા સંકલ્પ હું કરું છું. ફરી કરી એક વખત વાંચક મિત્રોને શ્રદ્રા રાખવાં બાબતે અભિનંદન.
લિ. આપનો ગુણાનું રાગી
સ્વ. કેશવલાલ મગનલાલ શાહ
સ્.છ.મ્.ઈઙ્ઘ.
લેખકના બે બોલ
૧૯૭૮ના સપ્ટેમ્બરની ૭મી તારીખે કર્માધીન સંજોગોવશાત અશાતા વેદનીકર્મના અંતરાયે મારી તબિયત બગડી ગઇ. થોડો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું. થોડો સમય અમદાવાદ ખાતે ટ્રીટમેંટ લેવી પડી.
૧૯૮૦ના ગાળમાં સારું થયું પણ તે ઠીક, તે સમયે મારા હિતેચ્છુમાં શ્રી મહાશંકર મગનલાલ જોશી જે દેના બેંકમાં જમાદાર હતા. તેમણે મને કહ્યું : “શાહ સાહેબ, શિવરાત્રી આવી રહી છે તમો મારી સાથે ગિરનારઆવો.” બસ તેઓ લાગી પડ્યાં. હું મારા વાઇફ મારો પુત્ર કીર્તિજૈન તથા શ્રી મહાશંકરભાઇ ગિરનાર ગયા ૧૫ મીનીટ ભવનાથ પાસે ઉભા રહ્યા ! ત્યાં સામેથી વિશાળકાય વિશાળ લલાટવાળા ત્રણ સાધુસંત કેસરી વસ્ત્રોવાળા મહાત્માં આવી મારી પાસે ઉભા રહ્યાને કહ્યું : ‘કેશુભાઇ, આજથી તમારો રોગ મટી જશે. તમો વ્યવસ્થિત ચાલી શકશો.” મે તેમના પગ પકડી લીધા. તેમણે બધાને દૂર જવાનું કહ્યું ને મને ભેટી પડ્યા. પછી ભાઇ કિર્તી સામું જોઇ હસ્યા પછી તેના થેલામાંથી એક પારો કાઢી કિર્તીને આપ્યો.
૧૯૮૨ના ફેબ્રુઆરી માસમાં તેઓ રાજકોટ ખાતેના કરણપરાના મારા આવાસે આવ્યા. કેસર - બદામવાળું દૂધ પીધુંને કહ્યું : “ કેશુભાઇ ! તમારે માટે છ વર્ષના ગાળામાં કેટલુંક કામ કરવાનું છે તેમાઆ પ્રસાદીરૂપે સમજ્જો જે પૂર્વનું કોઇ ઋણાનું બંધ લાગે છે - તેમના પ્રસાદીરૂપે (૧) મા મેલડી વ્રત, (૨) સાંઇબાબા વ્રત, (૩) વિદ્યાપ્રાપ્તિ વ્રત, (૪) સૌભાગ્ય લક્ષ્મી વ્રત.
જે લોક કલ્યાણ માટે નહીવત તથા સામાન્યજનતાને પોષાય તેવાખર્ચમાં તેમના હાથમાં પહોંચડવાનું કાર્ય ભાઇ કિર્તીને સોંપલે તથા તે ૧૧ વરસ પછી જ કરવાનું કહ્યું તે જ આ વ્રત.”
સ્વ. કેશવલાલ મગનલાલ શાહ
એમ.એ.બી.એડ્
સાંઇબાબા વ્રત કરવાના નિયમો
૧. કોઇ પણ વ્યક્તિ સ્ત્રી પુરુષ બાળક આ વ્રત કરવાના અધિકારી છે.
૨. પતિ પત્ની બન્ને સાથે મળી આ વ્રત કરશે તો તેનું પરિણામ ઘણું જ સુંદર મળશે.
૩. આ વ્રત શ્રદ્વાભાવથી કરવામાં આવશે તો અદ્શય દેવી સહાયતાની પ્રાપ્તિ થશે આકસ્મિક ધનલાભ થશે તથા ખોવાયેલ વસ્તુ પાછી મળશે. લેણી ઊઘરાણી પરત મળશે.
૪. વ્રત ગુરૂવારે જ કરવાનું છે. માત્ર પાંચ કે છ ગુરૂવાર પર્યંતમાં શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે. આ વ્રત ચાલુ પણ રાખી શકાશે કામ પૂર્ણ થયે વ્રતનું ઉજવણું પણ કરી શકાશે. જેના કારણે સુખસંપતિને વૈભવમાં વૃદ્વિ થશે.
૫. ગમે તે કાર્યને પૂર્ણ કરવાના સંકલ્પ સાથે વ્રતની શરૂઆત કરી શકાશે. એક કાર્ય માટે એક વખત વ્રત કરો બીજા કાર્ય માટે વ્રત કરવું હોય તો એક ગુરૂવાર જતો કરવો.
૬. વ્રત કરવા માટે પ્રથમ બાર ગુરૂવારની માનતા આ બુક પ્રમાણેની કરવી પડશે કામ પૂર્ણ થઇ જાય તો પણ તે બાર ગુરૂવાર પર્યંત કર્યે જ જવું.
૭. સાંઇબાબાની અદશ્ય દૈવી સહાયતા મેળવવા માટે ૫૦૦ ગ્રામ ડાળીયાનો લોટ - ૫૦૦ ગ્રામ ટોપરાનું ક્ષીણ સાકર તથા થોડું કેસર મેળવી તેના નાના નાના લાડું કરી પ્રસાદી ધરવી પછી તે પ્રસાદી પોતે ખાવી તથા અન્યને વેચવી વધારે પ્રમાણમાં પ્રસાદી કરી વધારે લોકોને વેચવાથી શીધ્ર ફળની પ્રાપ્તિ થાય છે.
૮. ભાઇઓએ આ વ્રત કરવું હોય તો સફેદ વસ્ત્રો પરિધાન કરી વ્રત કરવું તથા બહેનોએ સફેદવસ્ત્રો પહેરવાં.
૯. સાંઇ બાબાનું વ્રત પોતાની ઘેર જ કરવું તથા શુદ્વ ચોખ્ખી જગ્યાએ કરવું.
૧૦. વ્રતના દિવસ દરમ્યાન ઘરમાં અગવડ હોય સુતક હોય કે પૂજાની બાધક કોઇ વસ્તુ હોય તો તે ગુરૂવાર છોડીને પછીનો ગુરૂવાર લેવો.
૧૧. વ્રત સવારના નવ વાગ્યે જ શરૂ કરવું. તે પછી પ્રસાદ ખાવો તથા વહેંચવો તે પછી જે તે ખાવું હોય તે ખાવું.
૧૨. કામ પૂર્ણ થયે વ્રતના ઉજવણાને માટે સાંઇબાબાના આ ફોટોવાળી બુક સ્નેહીજનો-સ્વજનો -મિત્ર વર્તુળમાં પ્રચારાર્યે ૫-૧૫-૨૫-૫૦-૭૫-૧૦૦ વગેરે સંખ્યામાં વહેંચવી.
૧૩. આ પુસ્તકને અશાતના થાય તેવી કોઇ અપવિત્ર જગ્યા કે સ્થાનકે રાખવી નહીં.
સાંઇબાબા વ્રતની કથા
વૈતાઢ્ય પર્વતની ગિરિકંદરાઓ પર સુર્ય કિરણો પડી રહ્યાં છે. જાણે પારસપહાણ જોઇ લો ! એવા ચકચકિત તથા આરપાર દેદીપ્યમાન થાય તેવી ગિરિકંદરાઓ છે. વસંતનું આગમન થઇ રહ્યું છે. બાજુમાં જ નિર્મળ સરોવર છે. જેમાં હંસ, બતકો વગેરે આમતેમ ફરી રહ્યાં છે. સરોવર કાંઢે પ્રભદ્રનું ઝાડ છે. ઝાડ ઘટાટોપ છે. તેના નાના નાના ફળને લીંબોળી કહે છે. એકેક ડાળમાં તેના ઝૂમખાં લટકી રહ્યાં છે.
આ વૃક્ષની શીળી છાંયામાં એક સોળવર્ષીય તરૂણ દેદીપ્યમાન કાંતિયુક્ત મનોહર આભાવાળા ઊભાં છે. નાથ સંપ્રદાયના લકકડ દાસાદિ ત્રણ મહાપુરુષને પરબ્રહ્મ સદ્ગુરુ અસલ નિરાકાર રૂપે પ્રગટેલ શ્રી સાંઇનાથ કહે છે ! “હે ભંતે ! તુ સમાધિસ્થ અવસ્થામાં અત્યંત લીન છો, તારું કાર્ય જગતના માયાવી મનુષ્યોને મૃત્યુલોકમાં જે દુઃખ દારિદ્ર તથા વિવિધ પ્રકારની યાતનાોથી ઘેરાયેલા છે તેઓનું તુ મારા આ વ્રતની માહિતી આપ તથા તેના દ્વારા તે વ્રતના પરમ પાવક સાંનિધ્યે હું આ વ્રત કરનાર વ્યક્તિને દરેક ક્ષેત્રમાં મિત્રના રૂપમાં અવશ્ય મદદ કરતો રહીશ.
હે ભંતે આ સંસારમાં હું મારા ભક્તોની પડખે ઉભો રહીશ તેના દુઃખ દારિદ્ર-ચિંતા-આપત્તિને દૈવ યોગે દૂર કરીશ તેનો સાચો મિત્ર બની રહીશ. ભક્તોની ભિન્ન ભિન્ના રૂચિ પ્રમાણે હું તેઓને તેવા સ્વરૂપે દેખા દઇશ. મારા ભક્તોની સાત્વિક ભાવનાને સાકાર કરવા માટે હું તેઓને ઉપયોગી રહિશ તે વાત નાથ સંપ્રદાયમાં પરાપૂર્વથી ચાલી આવેલ રીત છે તે પ્રમાણે હું સર્વ ધર્મના ભક્તોને તેના જ ઇષ્ટ રૂપે મિત્રતાને દાવે હરહંમેશ મદદ કરીશ.
હે તપસ્વી, તમો મૃત્યુલોકમાં સર્વ લોકોને કહો સાંઇબાબાને વંદો, તેમના સન્નમુખ આર્દભાવે તમોને જે તકલીફ છે જે મુશ્કેલી છે તે બાબતે પ્રાર્થના કરો. તે પ્રાર્થના હું સાંભળીશ તથા તમારા દુઃખ દર્દ દૂર કરીશ.
હે ભદ્રે જે કોઇ ભકત મારું આ પ્રમાણે સ્વરૂપ વિધિવત ગુરૂવારે વાંચશે - વંચાવશે તેનું આ લોકમાં સર્વ રીતે કલ્યાણ થશે તથા તેની સઘળી મનોકામના પૂર્ણ થશે. આ બાબત માત્ર સ્વરૂપ ભાવે મારામાં અનન્ય થઇ જવાથી સહજમાં પ્રાપ્ત થશે એટલે કે મારા ભક્તોને મારું વચન છે કે તમો ગુરૂવારે મારું જે વ્રત કરો છો તેના પરિણામે આખું સપ્તાહમાં મારે તમારું ધ્યાન રાખવું પડશે એટલે કે જે કોઇ તન મન ધનથી મને અર્પણ થાય છે કે મારી શરણમાં આવે છે તેનું હું હંમેશા રક્ષણ કરીશ. ગરૂદતાત્રેયજી પાદવલ્લભ દિગંબરાના સ્વરૂપને આશ્રીને આ મૃત્યુલોકમાં હું માનવીના સંકટો - દુઃખો દરિદ્રતા - ભય તથા અનેક પ્રકારના વિધ્નો દૂર કરવાને માટે મિત્ર સ્વરૂપે સોળવર્ષીય બાલસ્વરૂપે હું પ્રગટ થયો છું.
હું ભૂલા પડેલા ભક્તોને યોગ્ય માર્ગ બતાવવા, કળિયુગમાં ચક્કીમાં પિસાતા રિબાતા માનવીને માયાવી જગતમાંથી અધ્યાત્મ તરફ વાળવા માટે ભક્તોના હ્રદયમાં તથા પ્રત્યક્ષપણે ભગવાન રામ સ્વરૂપે દર્શનઆપું છું તથા મારાભક્તોને પુણ્યનું બળ સિંચન કરું છું. શ્રીકૃષ્ણ રૂપે કૃષ્ણના ચાહકોને માટેઅવતાર ધારણ કરી તેમને મિત્ર રૂપે સાથ આપું છું તે જે રીતે અન્યત્રે અન્યને તેના ઇષ્ટ રૂપે દર્શન આપું છું. હું સર્વવ્યાપી અંર્તયામી છું. ભક્તોના હ્દયમાં મારો વાસ છે.
મારા પર અનન્ય શ્રદ્વા રાખવાના પરિણામે મારા ભક્તોને મેં ચમત્કારિક ફલની અનુભૂતિ કરાવી છે, તથા ભક્તોને ચમત્કૃતિ દર્શક ફલની પ્રાપ્તિ કરાવીશ હું તમારું દૂઃખ દુર કરીશ, માંદાને સાજો કરીશે, વેપાર વ્યવસાયમાં ન્યાલ કરી દઇશ. ગમે તેવા કામણટૂમણને દૂર કરીશ. માનસિક વ્યગ્રતા દૂર કરીશ તથા ભક્તોએ ગુમાવેલું પાછું લાવી આપીશ તે માટે મારા આ સ્વરૂપનું મનન વાંચન અજોડ તથા બેજોડ રૂપે સાબિત થશે. તમારું ગમે તે ગયેલુ ખોવાયેલ અગર ઘર છોડી વ્યક્તિ ભાગી ગઇ, હશે તો તે પાછી લાવવામાં હું તમોને મિત્ર રૂપે મદદ કરીશ.
મારૂં સ્વરૂપ નિરંજન નિરાકાર છે. પણ ભક્તજનોને મદદ કરવા હું સાક્ષાત્ બાલસ્વરૂપે મારા ભક્તોની સમીપે જ રહું છું.
જે ભક્તજનો પોતાને ઘરે અથવા પોતાના વેપારના સ્થાન કે અગર મંદિરમાં કે અન્યત્ર મારા ફોટા સામે સુદ એકમને બેસતે મહિને જ્યારે ગુરૂવાર હોય ત્યારેએક વખત ધૂણો ધખાવીઅગ્નિની સાક્ષીએ મારું આ સ્વરૂપ વાંચશે કે વંચાવશે તેનું હરહંમેશ કલ્યાણ થયા જ કરશે. ઉપરાંતમાં ધૂણીની જે ભસ્મ તાંબાની ડબ્બામાં સાચવી પછી તેમાં આ પ્રમાણેના મુખ્ય ઉપયોગ અજમાવવાથી તે તે ક્ષેત્રમાં ખૂબ જ ફાયદો થશે.
૧. ધૂણીની ભસ્મને પાનના રસમાં કાલવી ભાલપ્રદેશ પર તિલક લગાવવા માત્રથી આકર્ષણ શક્તિ ખીલવા લાગશે.
૨. ધૂણીની ભસ્મને નાગરવેલના પાનમાં ધાણાદાળ - વરીયાળી - સોપારી સાથે લેવાથી ગમે તેવું કામણટુમણ વળગાડ હશે તો તે દૂર થશે.
૩. તે ભષ્મને પથારી નીચે પડીકું કરી રાખી મૂકવાથી ખરાબ સ્વપ્નો આવતા હશે તો બંધ થઇ જશે તથા ગાઢ નિદ્રા આવી જશે.
૪. તે ભસ્મને દરોજ મારુંનામ લઇ જીભ ઉપર મૂકવાથી રોગ દોષની નિવૃતિ થશે.
૫. ગુરૂવારે રાળ કેસર સાથે તે ભસ્મને તિજોરી કે પૈસાના ગલ્લામાં રાખવાથી ધનની વૃદ્વિ કરી ધનવાન બનાવશે.
દર ગુરૂવારે મારા ફોટા સામે ધૂપ- દીપ કરી ડાળીયાનો લોટ ૫૦૦ ગ્રામ - ૫૦૦ ગ્રામ ટોપરાંનું ક્ષીણ - સાકર - ઘી તથા થોડું કેસર નાખી તેના નાના નાના લાડવાની પ્રસાદી બનાવી પોતે ખાવી તથા અન્યને વેચવી પછીઆ સ્વરૂપ વાંચો-વંચાવો કે મનમાં ધ્યાવો તો હું તમોને મિત્રના રૂપે દરેક ક્ષેત્રમાં સાથ આપીશ.
વૈતાઢ્ય પર્વત પરઆચ્છાદિત સૂર્યકિરણોની નિશ્રામાં લીમડાના વૃક્ષતળે બાલ સ્વરૂપે શ્રી સાંઇબાબા કરૂણાના સાગર સમા ભદ્ર-સ્વરૂપના લોકોના દુઃખ દર્દ દૂર કરવાના તપોબળવાળા પુષ્ય પ્રભાવશાળી સંત સબકા મલિક એક ના નારે પ્રસન્ન મુખ મુદ્રાથીઊભા છે.આજુબાજુનું રમ્ય વાતાવરણ છે, બાજુમાં સરોવર છે જેમાં હંસ-બતકો વગેરે આમતેમ ફર્યા કરે છે. આમ વૃક્ષોની ડાળે ડાળે આમ્રફળ ઝૂમે છે તેમ શ્રી સાંઇબાબા ભક્તોની શ્રદ્વાના બળે તેમની ભક્તિના ભાવે તેમના સમીપે રહે છે તથા પ્રત્યક્ષને પરોક્ષ રીતે અવિરત રીતે અસ્ખલિત પ્રવાહે સતત સાથ આપે છે તે સ્વરૂપમાં ક્યારેક બાબ ચલમની મસ્તીમાં આવી જાય છે. તે વૃદ્વ પુરુષનું રૂપ લઇ લે છે ને ફાટેલ તૂટેલ કપડાવાળા કરૂણાના સાગર સમા દેખાય છે તો ખાસ સમજી લેવું કે હવે બાબાની કૃપાદિ્ષ્ટ આવી મળવા લાગી છે તે લગભગ આઠ દસ ગુરુવારમાં તેમના અનન્ય ભકતોને જેના હ્દયમાં શ્રી સાંઇનું જ રટણ છે તેઓને તે પ્રમાણે દર્શન આપે જ છે ગુરૂવારનો આગળ બતાવેલ પ્રસાદ દરેકને વહેંચવો તથા તે પોતે પણ ખાવો. દર ગુરુવારે સવારે નવ વાગે નાહીંધોઇ પવિત્ર થઇ અબોટ ધોતી પહેરીને જ આ વ્રતની શરૂઆત કરવી ગમે તે કામના ઉકેલની શરૂઆત માત્ર ત્રણ-ચાર ગુરુવારમાં જ થવા લાગે છે. હવે ગુમાવેલી - ખોવાયેલ - ચોરાયેલ કે કોઇ ઘેરથી ચાલ્યો ગયો હોય અગર ઉધરાણીનાં નાણાં સલવાયા હોય તે પાછાં લાવવા હોય તો બાબાનો આ યંત્ર છે તેને સફેદ કાગળ ઉપર લખી હળદરવાળું કરવું. ઘીનો અખડ દીવો કામ જ્યાં લગી પુરું ન થાય ત્યાં સુધી રાખો તથા યંત્ર - મંત્રની એક માળા આખા દિવસ દરમ્યાન કરો પછી જુઓ અજબ ચમત્કાર, તે વસ્તુ તમોને આવી મળશે. દીવા માટે એક વાટ ઊભી તથા એક આડી વાટ કરી ચોખ્ખા ઘીનો દીવો જલાવશો. તમારી ગમે તેવી સલવાયેલ ઉઘરાણી પરત લાવી આપવા માટે આ વ્રત રામબાણ ઇલાજ રૂપે છે.
આ યંત્ર તથા મંત્રની સમજ આ પ્રમાણે છે.
આ વ્રત દ્વારા ખોવાયેલ વસ્તુ અગર ગુમાવેલ વસ્તુ અથવા ગુમ થયેલ વ્યક્તિ - અપહ્રત થયેલ વ્યક્તિ અગર ઘર છોડી ચાલી ગયેલ વ્યક્તિને પાછી બોલાવવા માટે અથવા ઉઘરાણી પરત લાવવા માટેના કામમાં અસરકારક પુરાવાર થશે. કામ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ જ રાખવો.
યંત્ર :
૬ યાથા ૧ ગુ સાં ૮ ન
૭ યય. ૫ ત્રના ૩ હબા
૨ રૂઇ ૯ મઃ ૪ તાબા
મંત્ર :ૐર્શ્રીં ગુસાં રૂઇ દબા ત્તાબા ત્રનાયા યથાય નમઃ
આ યંત્ર સફેદ ૪ ટ ૪ ના કાગળ ઉપર લખીને તેમાં હળદરનો ભૂકો પાથરી દેવો. ગુરૂવર્ય નિરંજન નિરાકાર સાંઇબાબાનો આ પુસ્તકનો ફોટો કે પુસ્તક ત્યાં જ રાખવું. પાટલા ઉપર પુસ્તક તથા યંત્ર રાખવો. અખંડ ઘીનો દીવો રાખવો જો તેમ ન બની શકે તે માત્ર ગુરુવારે જ ઘીનો અખંડ દીવો એક ઉભી વાટ તથાઆડી વાટનો રાખવો. દાડમ- જામફળ- કેળાં - શિંગોડા - ફલ યંત્રને ધરાવવો. માત્ર ગુરુવારે જ શરૂઆત કરવી. પ્રથમ ગુરુવારે આગળ બતાવેલ પ્રસાદની જરૂર રહે તથા તે પ્રસાદ દર ગુરુવારે વહેંચવો.
પૂજનનું સ્થળ તથા સમય એક જ રાખવા. તે જગ્યાએ અન્ય કોઇને અવર જવર કરવા દેવી નહીં. અખંડ દિવાની જ્યોત રહે તે અગત્યનું છે. જે કામની ઇચ્છા હોય તે તેની પ્રાર્થના કરવી તથા ઉપરના મંત્રની બને તેટલી માળા જપવી આના પરિણામે ખોવાયેલ વસ્તુ-સગાસંબંધી જતા રહ્યા હોય તે ઊઘરાણી પરત આવી મળે છે.
સાંઇ તારા પરચા અપરંપાર છે.
સને ૧૯૮૫ના માર્ચ માસમાં રાજકોટના સ્વ. શ્રી કેશવલાલ મગનલાલ શાહ પાસેથી સાંઇબાબાનું અદ્ભુત વ્રત તે બાબતનું મને માર્ગદર્શન મળેલ. તે વખતે મારે કાપડનું કામકાજ હતું. વેપાર સારો હતો. મારા એક મિત્રે તેના સાળાનો સારો એવો માલ સુરેન્દ્રનગર ખાતે ઉધારીમાં મારા પાસેથી અપાવેલ. સંજોગોવશાંત મારા દુર્ભાગ્યે મારા મિત્રનું હાર્ટફેલથીઅવસાન થયું. પેમેન્ટ પાકી જતાં વારંવાર ટલા તથા ધક્કા ખાવા છતાં પૈસા આપતા ન હતા. જે સ્કૂલમાં ભણતો તે સ્કૂલમાં શ્રી શાહસાહેબનાં ઘરનું સરનામું મેળવી તેમને મળ્યો તથા મારી વિતક કથા કહી મને માત્ર સાંઇકૃપા પામવા માટે યંત્ર તથા વ્રતનું માર્ગદર્શન આપ્યું. મેં વ્રતની શરૂઆત કરી. બરાબર પાંચમે ગુરૂવારે અર્ધું પાર્ટપેમેન્ટ તે ભાઇ સામે ચાલી આપી ગયા તે પછીના બીજા ત્રણ ગુરૂવારમાં મારી તમામ લેણી રકમ મળી ગઇ જ્યાં સુધી અખંડ દીવો ચાલુ હશે ત્યાં લગી સમગ્ર વાતાવરણાં દિવ્યતા પસરેલી જણાતી હતી.
સાંઇ તારા પરચા અપરંપાર છે.
૧૯૮૬ના નવેમ્બર માસની વાત છે મૂળ હું ચોટીલાનો વતની, પણ ૧૯૮૦માં વેપાર અર્થે મુંબઇ સેટ થયો. સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોમાં સારા એવા પૈસા કમાયો. ચોટીલા મુકામે મારા ઘેર પણ સારા એવા પૈસા મોકલતો અને બધી રીતે સારું થયું.
૧૯૮૫માં મારા કર્મ સંજોગોએ મને ભુલથાપ ખવડાવી મેં એક પરપ્રાંતીય ભાઇ સાથે વિશ્વાસમાં આવી ભાયંદરખાતે બફીંગની ફેકટરી ભાગીદારીમાં ચાલુ કરી. ૧૯૮૬ની શરૂઆતમાં તેભાઇએ પંજાબી યુવતી સાથે લગ્ન કર્યું. તે સમયે મારે કૌટુંબિંક કાર્ય પ્રસંગે ચોટીલાઆવવાનું થયું તો મારો અંધેરીનો ફલેટ તેણે ૧૫ દિવસ રહેવા માંગ્યોને મેંઆપ્યો પણ પછી જ્યારે મુંબઇ પહોંચ્યો ત્યારે વાતાવરણ ફરી ગયું હતું. ફેકટરી વેચાઇ ગઇ હતા. મારો ફલેટ મારો રહ્યો ન હતો. મારા ફલેટમાં મને પ્રવેશ કરવા ન દીધો.
હું મુંઝવણમાં મૂકાઇ ગયો. મારી માનસિક સ્થિતિ કફોડી થઇ ગઇ. મૂળીના મારા એક મિત્રે મને ચોટીલા પહોંચાડ્યો. દિવાળીનો સમય હતો. દરેક જગ્યાએ આનંદ ઉલ્લાસ પ્રર્વતતો હતો. હું ગાંડાની જેમ સૂનમૂન બેસી રહેતો દાઢી વધી ગઇ હતી. મારા ઘરના સર્વે ચિતિંત હતાં.
ચોટીલાના વડીલ મુરબ્બીએ મને બસ સ્ટેડન્ડ પર ચક્કર મારતા જોયો તે સીધા મારા ઘેર ગયા. મારાં ધર્મ પત્નીને બોલવીને પૂછ્યું કે આને શું થયું છે ? તે મારી પત્ની કાંઇ જવાબઆપી ન શકીને ગદ્ગદ્ રોઇ પડી. વડીલ મુરબ્બીએ કહ્યું - બેટા, આજ ગુરૂવાર છે. શુભ દિવસ છે ચાલ તૈયાર થઇ જા ! મારાએક સગાવાલા રાજકોટમાં રહે છે તેમને આપણે વિતક કથા સંભળાવીએ જરૂર કાંઇ રસ્તો મળશે.
દિવસના દસ વાગ્યે અમે રાજકોટ જવા ઉપડ્યાં. એક કલાકમાં રાજકોટ ઊતરી પડ્યાં. એસ.ટી. સ્ટેન્ડથી સીધી રીક્ષા ગાયત્રીનગર લઇ ગયા. સામેથી ખૂબ જ મીઠો આવકાર મળ્યો વડીલ મુરબ્બીએ મારા બાબતની સર્વ વાત શ્રી કેશુભાઇ શાહને કરી.
કેશુભાઇ શાહે મારા પત્નીને માત્ર એટલું જ પુછ્યું : “બેટા, તારું નામ શું છે ! તમો ક્યા ગામના છો ! મારી વાઇફે કહ્યું : “હું બોટાદ...” બસ ત્યાં તો મારા સસરાના તેઓ પરિચિત નીક્ળ્યાને કહ્યું બેટા! કૃપિનિધિ સાંઇનાથનું એક વ્રત છે તે તું કરીશ તે બે ત્રણ માસમાં બંધુ સારું થઇ જશે. તે વ્રત ગુરુવારે ૫૦૦ ગ્રામ ડાળીયાનો લોટ - ૫૦૦ ગ્રામ ટોપરાનું ખમણ સાકર થોડું કેસર મેળવી નાના નાના લાડુનો પ્રસાદ ધરાવી-ધૂણી કરી કરજે. મારી વાઇફ આવી બાબતોમાં માનતી નહીં તેણે બે ગુરૂવાર સિધી કંઇ ન કપ્યું. પણ ત્રીજા ગુરૂવારે ગમે તે બન્યું. તેણે વિધિ પ્રમાણે વ્રત ચાલું કર્યું ને બીજા ચાર ગુરૂવારમાં મારો મુંબઇનો ફલેટ પચાવી પાડેલ ભાઇ મારું કાચું પાકું એડ્ેસ ગોતતા ગોતતા ચોટીલા આવી ચડ્યા અમારી માફી માંગી ફલેટ પરત આપી. ફેકટરી વેચાણની રકમ પગમાં મૂકી દીધી. આ છે શ્રી સાંઇકૃપાનો પરચો.
સાંઇ તારા પરચા અપરંપાર છે.
શાહ સાહેબ જ્યારે ૧૯૮૩માં ગાયત્રીનગરમાં રહેવા આવ્યા ત્યારે હું ત્યાં વેપાર કરતો હતો. ક્યારેક ક્યારેક શાહ સાહેબનું બહાર જવું હોય તો રિક્ષા વગેરે બોલાવી લાવતો તેવામાં મનેભયંકર પેટનો દુઃખાવો થયો. એક માસ હોસ્પિટલમાં રહ્યો.
ઘણાં લાંબા સમય બાદ દુકાને બેઠો હતો. શાહ સાહેબઆવી રહ્યાં હતા. મારી દુકાને થોભીને કહ્યું આજે કેમ રિક્ષાવાળાને ન બોલાવી લાવ્યો !
મે કહ્યું એક માસથી પેટનો દુઃખાવો છે. વેપાર ધંધો બંધ છે. બધી રીતે તકલીફ છે. શાહ સાહેબે કહું ગુરૂવારે ૫૦૦ ગ્રામ ડાળીયાનો લોટ ૫૦૦ ગ્રામ ટોપરાનું ક્ષીણ થોડું કેસર તથા સાકરના નાના નાના લાડું બનાવીને લઇ આવજે.
હું ગુરુવારે ઉપર્યુંકત પ્રસાદી લઇ ઘેર ગયો. મારા પ્રસાદમાંથી ૧ નંગ કાઢી બાકીના પાછા આપી શ્રી સાંઇબાબાનું વ્રત કરવા જણાવ્યું ને મેં તે જ દિવસથી વ્રત ચાલુ કરી દીધું માત્ર ત્રીજા ગુરૂવારે પેટનો રોગ મટી ગયો. વેપાર વ્યવસાયમાં પ્રગતિ થવા લાગી.
સાંઇ તારા પરચા અપરંપાર છે.
મારી ઉંમર લગબગ ૨૮ જેવી થવા આવી હશે. યોગ્ય ઉંમર થવા છતાં પણ ત્રણ ચાર વરસથી મુરતીયો શોધતાં ક્યાંય મેળ પડ્યો ન હતો. ઘરમાં પણ સૌ ચિંતિત હતા.
હું સ્વભાવે નરમ, ખાનદાન તથા દેખાવમાં પણ હું જ સરસ હતી વળી મારી જન્મપત્રિકા જોઇને જ્યોતિષીઓ ઘાટડીયે મંગળ છે તેમ કહેતાં હતા. મે પણ ઘણા વ્રત જપ કર્યાં હતા પણ ક્યાંય મેળ પડતો ન હતો.
એક વાર હું મારી માસી સાથે શ્રી શાહ સાહેબને ઘેર ગુજરાતી લેખનકલા બુક લેવા ગયા હતા. મારા માસી સ્કુલમાં શિક્ષિકા હતા તથા તેઓશ્રી શાહ સાહેબથી પરિચિત હતા. કેટલાંક વખત બેઠાં તેવામાં શ્રી શાહસાહેબના કોઇ સગાવહાલાની પુત્રીએ આવી નાના નાના લાડુનો પ્રસાદ શાહસાહેબના હાથમાં મુકીને કહ્યું કે તમો બતાવેલ વ્રતના પરિણાણે મારી સગાઇ થઇ ગઇ છે ! તેથી મારા માસીએ કહ્યું કે “કેશુભાઇ, આ મારી ભાણી ૨૮ વરસની થઇ છે પણ ક્યાંય મેળ નથી પડતો.” પછી શ્રી સાહેબે શ્રી સાંઇકૃપા પામવા માટે ગુરુવારનું નાના નાના લાડુની પ્રસાદીવાળું વ્રત બતાવ્યું. બસ વ્રતના મહાપુણ્ય પ્રભાવે તે ભાણીનું ચોથા ગુરૂવારે જ સગપણ થઇ ગયું.
સાંઇ તારા પરચા અપરંપાર છે.
તે સમયે રાજકોટમાં પાણી અછત હતી. પાણીની તીવ્ર તંગી હતી. ગાયત્રીનગરમાં શાહ સાહેબ નવા નવા રહેવાઆવેલ. તેમના નળમાં પાણીનો ફોર્સ ખૂબ જ હતો તથા તેઓ પાણીના સમયેઆજુબાજુના રહીસોને પાણી ભરવા દેતા.
સવારના છ સાડા છ વાગ્યાના સુમારે પાણી માટે અવરજવર થયા જ કરી તે સમયે એક અદ્ભુત વસ્તું બનતી મેં નજરે જોયલે છે. બરાબર સવારના છ વાગ્યે એક લાલ ગાય શ્રી શાહ સાહેબની ડેલીનો આંગળીયો ત્રણ વાર ખખડાવતી શ્રી શાહ સાહેબના ધર્મપત્ની જ્યારે તે ગાયને બે ત્રણ રોટલી આપે તે પછી જ તે ગાય જતી આજુબાજુમાં રહેતા લોકો નવાઇ પામતાં.
હું વહેલી સવારે પાણી ભરવા ગઇ તો બાજુવાળા બેને પૂછયું તારો પતિ આવી ગયો કે ! મેં રડતા રડતા કહ્યું કે બે મહિના થયા કાંઇ સમાચાર નથી - શ્રી શાહસાહેબ સાંભળી ગયા તેઓ ચા પીતા હતા - બહાર આવ્યાને કહ્યું : “બેન, તું ચિંતા ન કરીશ. ગુરુવારે તું નાના નાના લાડુનો પ્રસાદ તથા ઘરમાં અખંડ દીવો રાખી તું સાંઇબાબાનું વ્રત કરજે જેથી તારો ભરથાર જ્યાં હશે ત્યાંથી આવી જશે. મેં તે વ્રત કર્યું માત્ર પાંચમાં ગુરૂવારે મારો પતિ બાળકોના તથા મારા કપડાં લેવીને હસતો હસતો આવી ગયો. આવું અદ્ભુત ચમત્કારીક વ્રત સાંઇબાબાનું છે.