coffee house - 27 in Gujarati Love Stories by Rupesh Gokani books and stories PDF | કોફી હાઉસ - 27

Featured Books
Categories
Share

કોફી હાઉસ - 27

કોફી હાઉસ પાર્ટ – 27

રૂપેશ ગોકાણી

વિષય – લવ સ્ટોરી

(આપણે અગાઉના પ્રકરણમાં વાંચ્યુ કે આલોકશેઠ રાજીખુશીથી પોતાની મુલ્યવાન હોટેલ પ્રવીણના નામે કરી દે છે અને પોતે સેવાર્થે હરિદ્વાર જતા રહે છે. પ્રવીણ પણ આલોકશેઠની જેમ સેવાભાવી વર્તન દાખવી માલાકાકાના પગારમાં વધારો કરી તેને મદદરૂપ થવાનો દાખલો પુરો પાડે છે. માલાકાકા તેને અંતરથી આશિષ આપે છે કે તેના જીવનમાં બધી ખુશીઓ તેને મળી રહે અને પ્રવીણ ફરી કુંજની યાદોમાં ખોવાઇ જાય છે. હવે વાંચીએ આગળ.................)

“અંકલ ચાલો હવે જલ્દી કરો, જલ્દી તમારી કથાને આગળ વધારો. તમારી કથાના સ્વાદનો એવો તે ચસકો લાગ્યો છે કે હવે તો મને સ્વપનમાં પણ તમે તમારી સપ્નાની મલ્લીકા સાથે વિહરતા હોવ એ દેખાય છે.” શિલ્પાએ ઉત્તાવળ કરતા કહ્યુ. “હા હો પ્રવીણ્યા, શિલ્પા સાચી છે. હવે તો મને પણ તારી કુંજુળી ક્યારેયક સ્વપ્નામાં દેખાઇ આવે છે. જલ્દી તારી કથાનું પાન કરાવ તારી કથા સાંભળવામાં એવો તે હું મગ્ન થઇ જાંઉ છું કે સાંજે નાસ્તાને બદલે તારી કથાની આદત પડી ગઇ છે.” ઓઝાસાહેબ બોલી ઉઠ્યા. ફરી આંખો બંધ થઇ ગઇ અને પ્રવીણભાઇ જુની યાદોમાં ખોવાઇ ગયા અને કથાની સરવાણી બધા શ્રોતાઓના કાન સુધી પહોંચવા લાગી. “એવુ ન હતુ કે મે કુંજને શોધવાની કોશિષ કરી ન હતી. કામના બહાને ઘણી વખત રાજકોટ જતો ત્યારે ધ્વનીને મળતો અને કુંજના હાલચાલ પુછી લેતો, એકવાર કામમાંથી ફુરસત કાઢી મે સુરત જવાનું નક્કી કરી લીધુ, માત્ર એ જ વિચારે કે શાયદ ક્યાંક કુંજ મને નજરે આવી જાય. મને પણ ખબર જ હતી કે આવડા મોટા સુરત શહેરમાં કુંજને શોધવી એ નામુમકીન છે છતા પણ હું એ બહાને થોડુ ચેન્જ મળી રહેશે એ વિચારે હું સુરત નીકળી ગયો. હવે બસ કે રેલ્વે પકડવાની કોઇ ચિંતા ન હતી, મારી પોતાની કાર લઇને જ હું સુરત પહોંચી ગયો.”

“વાહ સુરત શહેર વાહ!!! કેટલુ સુંદર શહેર? આ વખતે સૌ પ્રથમ હું બીજ ક્યાંય જવાને બદલે સુરત ડીસ્ટ્રીકટ કોર્ટે જ પહોંચી ગયો. મને આશા હતી કે અહીથી મને કુંજના પપ્પા વિષે અને ત્યાંથી કદાચ તેના ઘરનું સરનામુ પણ મને મળી જાય, એ વિચારે હું સરનામુ મેળવતો કોર્ટે પહોંચી ગયો. કોર્ટની આસપાસ ખુબ જ ભીડ હતી. મે બે-ચાર જણાને શ્રીમાન હર્ષવર્ધન મહેરા વિષે પુછ્યુ પણ બધા ઉડાઉ જવાબ જ આપતા હતા. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. એકાદ બે વકિલને પણ મે પુછવાની કોશિષ કરી પણ બધુ વ્યર્થ, હું સવારના ભાગે કામકાજના સમયે આવ્યો હતો અને બધા કામમાં બહુ વ્યસ્ત હતા આથી શાયદ મને કોઇ જવાબ આપતુ ન હતુ હું પણ ડ્રાઇવીંગને કારણે થાક્યો હતો આથી એક સારી હોટેલમાં રૂમ બુક કરાવી ફ્રેશ થવાનું મુનાસિબ સમજ્યુ.

“હળવા ગરમ પાણીથી ભરેલા બાથ ટબમાં હું પડ્યો મારી મુસાફરીનો થાક ઉતારી રહ્યો હતો અને આજે મારી પરિસ્થિતિ જે છે તેના વિષે વિચારવામાં મસગુલ હતો. બધુ હતુ મારી પાસે, ઇજ્જત, પૈસા અને મારુ પોતાનુ મકાન પણ બસ એક જ વસ્તુની ખામી હતી, મકાનને ઘર બનાવી જાણે તે ગૃહલક્ષ્મીની કમી હતી મારા જીવનમાં. જ્યારે પણ કોઇ વિચારમાં મગ્ન બની જાઉ ત્યારે છેલ્લે મારા વિચારોની ગાડી કુંજ નામના પ્લેટફોર્મ પાસે આવીને જ અટકી જતી. આજે અમે બન્ને એક જ શહેરમાં હોવા છતા પણ બહુ દૂર છીએ. હે કાળીયા ઠાકર આજે કાંઇ મસ્તી મજાક ન કરજે, બને તો આજે મને મારા હ્રદયે વસેલી ગોપીના સરનામા સુધી તો પહોંચાડજે. તે મળે તો ભલે અને ન મળે તો પણ કાંઇ નહી, તેનુ સરનામું મળે એ પણ મારા માટે અમુલ્ય ભેટ હશે પ્રભુ.” ફોનની રીંગ વાગી રહી હતી રૂમમાં તે મારી વિચારયાત્રામાંથી બહાર નીકળતો હું બાથરૂમમાંથી બહાર નીકળી જોયુ તો હોટેલથી ત્રણ-ચાર ફોન આવી ગયા હતા. “જરૂર માલાકાકાનો ફોન હશે, કહેતા મે ફોન જોડ્યો.” “બોલો બોલો કાકા, કેમ છો? હું આરામથી સુરત પહોંચી ગયો છું. હોટેલમાં રૂમ બુક કરાવી આરામ પણ કરી લીધો છે, બસ હવે કડકડતી ભુખ લાગી છે તે નાસ્તાનો ઓર્ડર જ આપવાનો છું.” “તને ખબર જ હતી કે હું શું પુછવાનો હતો, તે બધા જવાબ કડકડાટ આપી ગયો? તારી ચિંતા થતી હતી તે મે ફોન કરવાનુ વિચાર્યુ.” “કોઇ વાંધો નહી કાકા. ફોન કર્યો તે બદલ આપનો આભાર. મારી ચિંતા બિલકુલ ન કરજો. મિત્રને મળીને એકાદ બે દિવસમાં આવી જઇશ પાછો તમારી પાસે.”

“ઠીક છે બેટા, ધ્યાન રાખજે તારુ. અહીની જરાય ચિંતા કરતો નહી.” “હાસ્તો કાકા. જય શ્રી કૃષ્ણ.” સામેથી ફોન કપાઇ ગયો. કકડીને ભુખ લાગી હતી, જામનગર આવ્યા બાદ તો ચા પીવાની ટેવ પડી ગઇ હતી પણ આજે કુંજના શહેરમાં હતો એટલે કોફી સાથે નાસ્તો કરવાનુ વિચારતા મે ફોન જોડ્યો. “પ્લીઝ રૂમ નં ૧૨ માં કોફી અને નાસ્તો મોકલાવશો?” “હા સર. હમણા જ મોકલાવું છું.” સામેથી મીઠો અવાજ સંભળાયો. “થેન્ક્સ મેડમ.” કહેતા મે ફોન કટ કરી દીધો. થોડી જ વારમાં વેઇટર નાસ્તો અને કોફી લઇને આવી ગયો ત્યાં સુધીમાં હું પણ રેડ્ડી થઇ ગયો હતો. નાસ્તાને ન્યાય આપી દીધો અને ઘડિયાળમાં જોયુ તો ચારેક વાગી ગયા હતા. આજનો દિવસ તો સુરત હરવા-ફરવાનુ અને ડુમસ બીચ પર એન્જોય કરવાનુ વિચારી જ રાખ્યુ હતુ. વેઇટર ફરી આવ્યો ત્યારે તેને સુરતના પ્રખ્યાત સ્થળો વિષે પુછી અને પછી ભાઇ સાહેબ તો નીકળ્યા ફરવા.”

સુરતના પ્રખ્યાત સ્થળો જેવા કે ચિંતામણી જૈન મંદિર, સિધ્ધીવિનાયક મંદિર, સરદાર પટેલ મ્યુઝીયમ જેવા અનેક સ્થળો પર મે સમય વિતાવ્યો. સાંજે ચૌટા બજાર નજીક આવેલા બાલકૃષ્ણ પ્રભુના મોટા મંદિરે ભગવાનની શયન આરતીના દર્શન કરી કૃતાર્થ થયો. ત્યાં મંદિરમાં બેસી બહુ શાંતિ અને સુકુન મહેસુસ થયુ. મન પ્રફુલ્લીત થઇ ગયુ. ત્યાર બાદ ડુમસ બીચ પર હું પહોંચી ગયો. ત્યાં પહોંચી તો ગયો પણ એકલવાયુ અનુભવ કરી રહ્યો હતો. ઘણા પ્રેમી પંખીડાઓ એકબીજાના હાથમાં હાથ મીલાવી વિહાર કરી રહ્યા હતા ત્યારે મારી કોયલ મારી સાથે ન હોવાનુ મને બહુ લાગી આવ્યુ હતુ. એકાદ કલાક સમય પસાર કરી બહાર હોટેલમાં જ ડિનર કરી હું ફરી હોટેલ પર પહોંચી ગયો. આખા દિવસના થાક અને મુસાફરીને કારણે નિંદ્રાધીન ક્યારે થઇ ગયો તેની મને ખબર જ ન રહી.” “બીજે દિવસે ફ્રેશ થઇ ફરી કોર્ટે પહોંચી ગયો. થોડી વાર રાહ જોઇ હું એક વકિલ સાહેબની ચેમ્બર પર જઇ ચડ્યો.

“હેલ્લો સર, આઇ એમ પ્રવીણ એન્ડ આઇ એમ કમીંગ ફ્રોમ જામનગર. આઇ વોન્ટ ટુ ક્નો અબાઉટ ધ ડિસ્ટ્રીક્ટ જજ ઓફ સુરત. પ્લીઝ વીલ યુ ટેલ મી ધ નેઇમ ઓફ ડિસ્ટ્રીક્ટ જજ પ્લીઝ.” “હમ્મ્મ અહી તો જજ ની પોસ્ટ પર હાલ મિસ્ટર હર્ષવર્ધન મહેરા છે. તમારે તેનુ શું કામ પડી આવ્યુ વળી? તમે વકિલ તો દેખાતા નથી.” “હમ્મ્મ્મ મારે મિસ્ટર મહેરાનું જ કામ છે, તે મને ક્યાં મળી શક્શે?” “હાલ તો સાહેબ અહી હાજર નથી મીટીંગ બાબતે ગાંધીનગર ગયા છે.” “તેમનું સરનામુ મને મળી શકે કે કેમ?” હા પણ ભાઇ તમે શું તેમને પર્શનલી ઓળખો છો તે આ બધુ પુછી રહ્યા છો?” “હા એમ જ સમજી લો.” “વકિલ બહુ ભલો દેખાતો હતો. તેમણે મને જજના નિવાસસ્થાનનું સરનામુ તો આપ્યુ પણ ત્યાં જઇને જોયુ તો મોટુ તાળુ લટકતુ હતુ. સાયદ એક કદમ પાછળ જ ચાલી રહ્યુ હતુ મારુ નસિબ. તે આખો દિવસ અને બીજા દિવસે પણ ત્યાં ગયો પણ તાળુ જ હતુ બંગલાને. સતત બે દિવસ મે કુંજના ઘર આસપાસ ચક્કર લગાવ્યા પણ તાળુ જ મારા નસીબમાં હોય તેમ મને લાગ્યુ. હવે બહુ વધુ દિવસો સુરત રહેવુ મુનાસિબ ન હતુ અને હોટેલમાં પણ ધ્યાન આપવુ ખુબ જરૂરી હતુ તેથી નાછુટકે મારે સુરત છોડવુ પડ્યુ. ભારે પગલે હું જામનગર આવી પહોંચ્યો.ત્યારથી શરૂ કરીને આજ સુધી ધંધામાં એટલો તે ડુબી ગયો કે ફરી સુરત જઇ જ ન શક્યો.”

આલોક શેઠ હરિદ્વાર ગયા બાદ લગભગ એકાદ વર્ષ તો હોટેલ ચલાવી પણ મારે કાંઇક નવીન કરવાની ઇચ્છા હતી. હોટેલ તો ધમધોકાર ચાલતી હતી પણ સાચુ કહુ તો, ચા-ગાંઠીયાની દુકાન જ કહેવાતી તે. તેમા સ્ટેટસ જળવાતુ ન હોય તેવો મને એહસાસ થતો હતો એટલે હું આ ચા-કોફીની હોટેલની જગ્યાએ કાંઇક નવો ધંધો કરવાનું મનોમન વિચારી રહ્યો હતો પણ હું એ બાબતે દ્વિધામાં હતો કે આ હોટેલના સ્થાને શું બિઝનેશ સ્ટાર્ટ કરવો? માત્ર મારા વિષે જ વિચારવાને બદલે મારી હોટેલમાં કામ કરતા બધા લોકોનો વિચાર મારા મગજમાં હતો કે એવો ક્યો ધંધો સ્થાપુ કે જેના કારણે આપણું સ્ટેટસ પણ જળવાઇ રહે અને આ લોકોને નોકરીમાંથી છુટ્ટા પણ કરવા ન પડે, પણ સાલુ કાંઇ મગજમાં આવતુ જ ન હતુ”

***

“હેય પ્રેય, વીશીંગ યુ મેની મેની હેપ્પી રીટર્નસ ટુ યોર ક્વિન કુંજ ઇન એડવાન્સ.” ધ્વનીનો ફોન આવતા તેણે મને આ રીતે વીશ કર્યુ તો હું ચકિત થઇ ગયો. કારણ કે કુંજના જન્મ દિવસને તો હજુ એક મહિનાની વાર હતી અને ધ્વનીએ આજે તેનો બર્થ ડે વીશ કર્યો અને તે પણ મને????” “ધ્વની આર યુ મેડ ઓર વ્હોટ? હજુ તો કુંજના બર્થ ડેને મહીનાની વાર છે અને આજે તુ વીશ કરે છે? ઇઝ ઇટ ઓલ રાઇટ?” “યા એવરીથીંગ ઇઝ ફાઇન. આ તો જસ્ટ તને યાદ કરાવવા માટે હું કહેતી હતી.” “અરે યાર, જીવનમાં હું મારો જન્મદિવસ ભૂલી જાંઉ પણ કુંજના બર્થ ડેને કેમ ભૂલી શકું.” “હા એ પણ સાચુ મારા મજનુરામ.... એક વાત પુછુ? આખો દિવસ કુંજગલીમાં ખોવાયેલો રહે છે કે હોટેલમાં ધ્યાન પણ આપે છે? ક્યાંક કુંજગલીમાં ખોવાતા ખોવાતા લાખના બાર હજાર કરી ન બેસતો, હાહાહાહાહા.........”

“હવે આ રીતે રાક્ષસી દાંત કાઢવાનું બંધ કર અને મને એક સુઝાવ આપ. કેટલાય દિવસથી ચિંતામાં છું કે શું કરવુ પણ કાંઇ રસ્તો જ મળતો નથી.” “બોલ બોલ, શું આઇડિયા આપુ?” “મે કુંજને બધી વાત કરી. તેને પણ મારી વાત સાચી લાગી.” “યાર તારી વાત તો તદ્દન સાચી છે પણ તારો પ્રશ્ન પણ બહુ પેચીદો છે. તારે એવો બિઝનેશ સેટ અપ કરવો છે કે જેમા તારુ સ્ટેટસ પણ જળવાઇ રહે અને તારી સાથે કામ કરતા લોકોને તારે નોકરીમાંથી બહાર પણ ના કાઢવા પડે.” “હા તે તો નક્કી જ છે કે મારે તે લોકોને કામમાંથી બહાર કાઢવા જ નથી.” “આઇ હેવ એન આઇડિયા પ્રેય. તું તે હોટેલના સ્થાને કોફી હાઉસ સ્ટાર્ટ કરી દે. સ્ટેટસ પણ જળવાઇ રહેશે અને તારે એ લોકોને નોકરીમાંથી બહાર પણ નહી કરવા પડે અને આજના જમાનામાં લોકો કોફી પીવા માટે હોટેલ કરતા કોફી હાઉસ આવવાનુ વધુ પસંદ કરશે જેમા અલગ અલગ વેરાઇટીમાં કોફી પણ મળી રહે અને સાથે સાથે અલગ અલગ વેરાઇટીમાં સ્નેક્સ પણ અવેલેબલ હોય. રીચ ફેમિલીના લોકો પણ તારા કોફીહાઉસ આવવાનું પસંદ કરશે કે જેઓ આ રીતે હોટેલમાં આવી ચા-કોફી પીવાનું હંમેશા ટાળતા રહેતા હોય છે. જરા વિચાર કર વેલ-ફર્નીશ્ડ ફુલ્લી એ.સી. કોફીહાઉસ કે જ્યાં યુનિફોર્મમાં વેઇટર્સ બધી આઇટમ શર્વ કરતા હોય અને તેઓ પણ ખુબ સુસંસ્કૃત હોય અને તુ મેઇન કાઉન્ટર પર બેઠો હો. શું લાગે છે તને? કેવો છે આઇડિયા પ્રેય?” “ગ્રેટ. વેરી ગ્રેટ. બહુ ફેન્ટાસ્ટિક આઇડિયા તે આપી દીધો મને. હવે કન્ફર્મ મારી હોટેલના સ્થાને એક નવું કોફીહાઉસ આકાર લેશે અને તે પણ મારી કુંજના બર્થડેના દિવસે જ. નાઉ ઇટ ઇઝ ડીસાઇડેડ ધેટ એક મહિના બાદ કોફીહાઉસનું ઇનોગ્રેશન છે અને તેમા તારે જરૂરથી આવવાનુ છે.” “ઓહ સ્પીડી ગાડી. બધુ વિચાર કરી લે. આરામથી નિર્ણય લેજે. ઉતાવળીયુ પગલુ ભરીને ક્યાંક ચાલુ બિઝનેશને ઠોકર ન મારતો.” “ના....ના,,,,,......ના....... એવું કાંઇ નહી કરું. તે મને બધી વાત કરી ત્યાં સુધીમાં મે બધુ વિચારી જ લીધુ છે. હવે ફાઇનલ જ છે કે હું હોટેલના સ્થાને કોફીહાઉસ બનાવીશ. કાલથી જ........અરે કાલથી નહી પણ અત્યારથી જ એ બાબતે કામ કરવા લાગી જાંઉ છું.” બધા કારીગરોને મે મારો વિચાર જણાવી દીધો અને હોટેલ બંધ કરવાની વાત કરી દીધી,સાથે સાથે એ આશ્વાસન પણ આપી દીધુ કે કોઇને તેની નોકરી છોડવી નહી પડે. બધા લોકો મારા આ નિર્ણયથી ખુબ ખુશ થયા અને બીજા જ દિવસે હોટેલ બંધ કરી, રીનોવેશનનું કામ શરૂ કરી દીધું. ખાસ રાજસ્થાનથી ફર્નિચર માટે અને ડેકોરેશન માટે કારિગરને બોલાવી લીધા હતા. હોટેલના બધા કારીગરોને ચાલુ પગારે રજા આપી હતી પણ તેઓ બધા પણ એટલા ભલા હતા કે આખો દિવસ કામકાજમાં દેખરેખ માટે અને કોઇના કોઇ કામે તેઓ બધા મારી સાથે જ હતા. “આખરે એ દિવસ આવી જ ગયો. બની ગયુ મારુ કોફીહાઉસ. “હમારા કોફીહાઉસ.” વીથ વેરી હાઇ-ફાઇ ફર્નિચર, ન્યુ હાર્ટ શેઇપ મેન્યુ કાર્ડ, હાર્ટ શેઇપ ચેર એન્ડ ટેબલ. વેલ સ્પીકીંગ વેઇટર્સ. કાચના દરવાજા, દરવાજા બહાર આવનારા ગ્રાહકોને આવકારતો દરવાન. અંદર વચ્ચોવચ એક સ્પ્રીંકલીંગ ફુવારો. દરરોજ ટેબલ પર બદલતા ફ્રેશ ફ્લાવર્સ બકેટ, એન્ડ મેની મોર. બસ હવે બીજા દિવસની રાહ જોવાતી હતી જે દિવસે મારા ડ્રીમ પ્રોજેક્ટનુ ઇનોગ્રેશન થવાનુ હતુ. ધ્વની પણ આગલા દિવસે જ આવી ગઇ હતી.”

વહેલી સવારે વાસ્તુ હવનની વિધી હતી. બધા આમંત્રીતો આવી રહ્યા હતા. વાસ્તુ બાદ બધા મહેમાનોને હળવો નાસ્તો અને કોફીની વિવિધ વેરાઇટી પીરસવામાં આવી રહી હતી. હું બધા મહેમાનોને આવકારી રહ્યો હતો. સાંજ સુધી મહેમાનો આવવાનુ ચાલુ જ હતુ. સાંજે છ વાગ્યે આજુબાજુના તમામ ગરીબોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ તેઓ આવ્યા હતા અને વૃધ્ધાશ્રમથી ખાસ ગાડી મોકલીને બધા વૃધ્ધોને તેડાવ્યા હતા. તેઓ બધા મુક હતા પણ તેમની આંખો ઘણું ખરૂ કહી રહી હતી મને. મારી આંખમાં પણ હરખના આંસુ દુઃખમાં બદલી ગયા હતા તેઓ બધાને જોઇને. વૃધ્ધાશ્રમના વૃધ્ધોને કપડાં અને ફળો આપી મે વિદાય કર્યા અને ગરીબોને કપડાં અને નાના બાળકોને મિઠાઇ ચોકલેટ અને રમકડા આપી તેમને ખુશ કર્યા. બધા કાર્યકરોને ગિફ્ટ અને બોનસ આપી મે તેમને વિદાય કર્યા. રાત્રે બાર વાગ્યા સુધી કોફીહાઉસ ધમધમી રહ્યુ હતુ. રાત્રે બાર વાગ્યે મે અને ધ્વનીએ ડિનર લીધું. બાર વાગ્યા હતા અને આખા દિવસની દોડધામ કરી હતી પણ આજે મને થાક વર્તાતો ન હતો. “ધ્વની થેન્ક્સ અ લોટ. તારો આ એક સુઝાવ મારી લાઇફ બદલાવી દીધી. ધાર્યા કરતા પણ ખુબ જ સારૂં કોફીહાઉસ ઉભુ થયુ છે અને એ પણ કુંજના બર્થ ડે ના દિવસે, તેનાથી તો સોનામાં સુગંધ ભળી ગઇ. આલોક શેઠ ન આવી શક્યા તેનો મને રંજ છે પણ મને ખબર છે તેના આશિષ મારી સાથે જ હતા એટલે આટલુ ભગીરથ કાર્ય એક મહિનામાં પુરુ કરી શક્યો.” “યા પ્રેય. હવે તારી તરક્કી જોજે કેવી થશે? અને તે જે ગરીબોને અને વૃધ્ધાશ્રમના નિરાધાર લોકોને તેડાવ્યા અને તેમના જીવનમાં ખુશીની લહેર લઇ આવ્યો તે મને ખુબ ગમ્યુ. એક સુઝાવ આપુ છુ તને કે જીવનમાં ગમે તેટલો મહાન બની જા પણ આ સેવાના કામને છોડતો નહી. આ લોકોના આશિષ તને ખુબ મળશે.” “હા ધ્વની, કુંજનો જન્મદિવસ હું દરેક વર્ષે આ રીતે જ મનાવીશ પણ મને આશિષ મળે એટલે નહી, પણ મારી કુંજ ખુશ રહે તે માટે દુવા માંગીશ. એ મને મળે કે ન મળે એ મહત્વનું નથી, મહત્વનું એ છે કે તે તેના જીવનમાં ખુબ જ ખુશ રહે.” “અમે બન્નેએ લગભગ બે-એક કલાક લાખોટા તળાવે બેસી જુની યાદોને વાગોળી.” “ત્યાર બાદ હું કોફીહાઉસને ઉંચા આસમાને લઇ જવામાં જ મશગુલ રહ્યો કે ક્યારેય ફરી સુરત જઇ જ ન શક્યો અને આમ જ જીવનમાં એકલો રહી ગયો.”

“દોસ્તો, આ મારી જીવન કથની છે, જે તમારી ઇચ્છાથી મે તમને કહી સંભળાવી. બસ મિત્રો હવે મને રજા આપો. આટલા દિવસ હ્રદયને કઠણ કરીને તમને આ બધી કથની સંભળાવી છે, જેને મે ઉંડા પેટાળમાં હંમેશાને માટે દફનાવી દીધી હતી. દિલના ડામ છે, હવે તેને રૂઝાતા થોડો સમય જરૂર લાગશે પણ તમે બહુ ચિંતા ન કરજો, બે-ચાર દિવસમાં ફરી તાજોમાજો થઇ જઇશ.” બનાવટી હાસ્યને તેના મુખ પર રમાડતો કથાનાયક પ્રેય નાના મોટા સૌને મૌન બનાવી ત્યાંથી ચાલી નીકળ્યો.”

To be continued……………

મિત્રો કોફીહાઉસ અહી પુરુ નથી થઇ રહ્યુ, હજુ તો કોફીહાઉસમાં અંતરાલ આવ્યો છે. જરા વિચારો હવે શું થશે? આ અનુભવી વૃધ્ધો અને કોલેજીયન વિદ્યાર્થીઓ પ્રેયના જીવનમાં કાંઇ ખુશી લઇ આવશે???? શું થશે આગળ???? હવે પ્રેયના જીવનની નૌકા કઇ દિશામાં આગળ વધશે? તેના જીવનમાં કોઇ બીજુ પ્રવેશ પામશે કે પછી..................???? જાણવા માટે મળીએ આપણે ૧૫ દિવસ પછી, ત્યાં સુધી વાગોળતા રહો કોફીના અવનવા સ્વાદને......