નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૨૧
મિશેલને આખી ક્ષણ અવાસ્તવિક લાગી રહી હતી. એનું આ રીતે મહારાષ્ટ્રના ચંદ્રપુર નામના કોઈ અંતરિયાળ ગામે પહોંચી જવું, અમાસની ઘનઘોર રાત્રીએ જંગલ વટાવ્યા પછી આ ખુહ્લલા મેદૃાનમાં હોવું, સામે અઘોરી બાબા ગોરખનાથની ઉપસ્થિત હોવી, એમની આંખોનું પશુની માફક ચમકવું અને આખું અસ્તિત્ત્વ થીજાવી મૂકે એવા આ શબ્દૃોનું પોતાના તરફ ફેંકાવું:
થોડી વારમાં જુવાન છોકરાનું તાજું મડદૃું આવશે... તારે એના પર સવાર થઈને શવસાધના કરવાની છે!
શું પોતે ખરેખર આ વિસ્ફોટક પળની વચ્ચોવચ્ચ મૂકાઈ ગઈ છે?
મિશેલ વર્તમાનની તીક્ષ્ણ ધાર પર સ્વસ્થ રહેવાનો મરણિયો પ્રયાસ કરી રહી હતી. એના ચિત્તમાં કેટલાય પ્રશ્ર્નો તીક્ષ્ણ ભાલાની જેમ ભોંકાઈ રહ્યા હતા, પણ એ જીભ પર ચડતા નહોતા.
તાજું મડદૃું અને એ પણ જુવાન માણસનું... કેવી રીતે મેનેજ થયું એ જ જાણવા માગે છેને તું? એકધારા તાકી રહેલા બાબા ગોરખનાથ મિશેલનું મન કળી ગયા, ગામના આદિૃવાસીઓએ સૂર્યાસ્ત પછી એ છોકરાનો બલિ ચડાવ્યો હતો... મા સ્મશાન તારાની આરાધના માટે! એ યુવાનનો તો મોક્ષ થઈ ગયો! હવે એનું જ નિષ્ચેતન શરીર આવવાનું છે શવસાધના માટે!
ખળભળી ઉઠી મિશેલ. નરબલિ! આ જ નહોતું સાંભળવું એને.
બાબા, મિશેલના ગળામાંથી માંડ માંડ અવાજ નીકળ્યો, હું શવસાધના કરતી હોઈશ ત્યારે તમે પણ મારી બાજુમાં જ હશો જને?
ના! વિધિ તારે એકલીએ કરવાની છે. શવસાધના કરતી વખતે તારી આસપાસ કોઈ જ નહીં હોય! અને હા, શવસાધના શરુ કરતાં પહેલાં તારે પણ સંપૂર્ણપણે નિર્વસ્ત્ર થવાનું છે.
મિશેલ સ્તબ્ધ થઈ ગઈ, "મારે પણ?
હા! શવસાધનાના માધ્યમ અને સાધના કરનાર સાધક વચ્ચે કોઈ પણ પ્રકારનો અંતરાય રહેવો ન જોઈએ. માધ્યમ અને સાધક બન્નેનું અનાવૃત હોવું ફરજિયાત છે.
પણ...
હું દૃૂરથી તારું નિરીક્ષણ કરતો હોઈશ, પણ તું મને જોઈ નહીં શકે, ગોરખનાથે એને આગળ બોલવાની તક જ ન આપી, હવે ધ્યાનથી સાંભળ. જમીન પર મડદૃું ચત્તું સૂતું હશે. ઘોડેસવારી કરતી હોય તેમ તારે લાશના પેડુવાળા હિસ્સા પર બેસવાનું છે. તારા શરીરનું પૂરેપૂરું વજન લાશ પર આવવું જોઈએ. લાશ પર બેસતાંની સાથે જ તારા મંત્રજાપ શરુ થઈ જવા જોઈએ. મેં તને મંત્ર લખીને આપ્યા હતા. તેં યાદૃ કરી લીધા છેને?
હા...
ગુડ. આ લે! ગોરખનાથે થેલામાંથી લાલ દૃોરાના ટુકડા કાઢ્યા, જાપ કરતાં કરતાં તારે મડદૃાની આંગળીઓ આ દૃોરાથી મુશ્કેટાટ બાંધવાની છે. ટચલી અને એની બાજુવાળી આંગળી. એટલું થઈ જાય તારી બેસવાની પોઝિશન ચેન્જ કરી, મડદૃાના બન્ને ગોઠણ પર ઊલટી બેસી જજે. તારી પીઠ આ વખતે લાશના ચહેરા તરફ હશે. હવે બન્ને પગના અંગૂઠા અને એની બાજુવાળી આંગળી દૃોરાથી ટાઈટ બાંધી દૃેવાની. પછી સહેજ પણ સમય ગુમાવ્યા વિના, ડેડબોડી પરથી ઊભા થયા વિના, પાછી મૂળ પોઝિશનમાં આવી જજે. તને સમજાય છે હું શું કહું છું તે?
હ... હા.
આ સૂચનાઓનું પાલન કરવામાં સહેજ પર ભુલ થવી ન જોઈએ અને મંત્રજાપ એક પળ માટે પણ અટકવા ન જોઈએ. નાની અમથી ક્ષતિ પણ ખતરનાક પૂરવાર થઈ શકે છે તે યાદૃ રાખજે.
એટલામાં દૃૂરથી ત્રણચાર મશાલનો પ્રકાશ દૃેખાવા માંડ્યો. મિશેલ હેબતાઈને જોતી રહી. ચારેક આદિૃવાસીઓ નજીક આવ્યા. એમણે વજનદૃાર કોથળો ઊંચક્યો હતો. એમાં શું ભરેલું છે તે સમજતાં મિશેલનને વાર ન લાગી. ગોરખનાથે એમને ધીમા અવાજે કશીક સૂચના આપી. આદિૃવાસીઓએ એક મશાલ અને નાનો થેલો બાબાને આપ્યો. પછી પચાસેક ફૂટ દૃૂર જઈ, કોથળામાંથી મૃતદૃેહ કાઢીને જમીન પર લેટાવી, હાકોટા પડકારા કરતા જંગલ તરફ ચાહ્લયા ગયા. માહોલમાં પાછો સન્નાટો છવાઈ ગયો. મશાલની થિરકતી જ્વાળાના પ્રકાશમાં અઘોરી ગોરખનાથનો ચહેરો ભયાનક દૃેખાતો હતો.
આવ મારી સાથે! એમણે કહ્યું.
એ મૃતદૃેહ તરફ આગળ વધ્યા. પાછળ પાછળ મિશેલ દૃોરવાઈ. મશાલના પ્રકાશમાં ક્રમશ: મૃતદૃેહ સ્પષ્ટ થતો ગયો. માંડ અઢારેક વર્ષનો જુવાન હશે. ગુફાયુગના આદિૃમ પુરુષ જેવું ઘાટીલું, સશકત નગ્ન શરીર. આખો દૃેહ જાણે તેલ ચોપડેલું હોય તેવી ચમક. ચહેરા પર નિર્લેપતા થીજેલી હતી, પણ ફાટેલી આંખોેને કારણે દૃેખાવ અત્યંત બિહામણો થઈ ગયો હતો. નરબલિને જોતાં જ ગોરખનાથને સંતોષ થઈ ગયો. પોતાના ઝોલામાંથી એમણે મોટો ખીલો કાઢ્યો. મંત્ર બોલતા બોલતા ખીલા વડે લાશની ફરતે જમીન પર વર્તુળ બનાવ્યું.
મિશેલ, આ સર્કલ જુએ છે? એનેે કિલાના કહે છે. એ તારું રક્ષાચક્ર છે. તું શવસાધના શરુ કરીશ એટલે શક્ય છે કે બૂરી આત્માઓ તારી આસપાસ ચકરાવા લેવા માંડે, તને ડરાવે, તને અટકાવવાનો પ્રયાસ કરે. આમ થશે જ એમ હું નથી કહેતો, પણ આવું બનવાની સંભાવના પૂરેપૂરી છે એટલે તને ચેતવું છું. તારે આજુબાજુ શું ચાલી રહ્યું છે તેના તરફ બિલકુલ લક્ષ્ય આપવાનું નથી. તારું સંપૂર્ણ ધ્યાન કેવળ શવસાધનામાં જ હોવું જોઈએ. ભટકતી આત્માઓ ગમે તેટલા ધમપછાડા કરે, પણ એ આ કિલાનાની અંદૃર પ્રવેશી શકશે નહીં. ગમે તે થઈ જાય, આ વર્તુળની બહાર ભુલેચુકે ય પગ ન મૂકતી. જો તું કિલાના રક્ષાચક્રને ઓળંગી જઈશ તો પછી હું ય તને બચાવી નહીં શકું.
મિશેલનું શરીર ઠંડું પડવા લાગ્યું.
બીજી એક વાત, ગોરખનાથ આગળ વધ્યા, શવસાધના દૃરમિયાન ક્યારેક મડદૃામાં ચેતનાનો સંચાર થાય છે. એનો હાથ-પગ કે મોઢું હલે, મડદૃું બોલવા લાગે, હસવા લાગે! જોકે આવું દૃર વખતે થતું નથી, ક્યારેક જ થાય છે, પણ શવસાધનાનો આ સૌથી કઠિન ભાગ છે. મડદૃું હલચલ કરે ત્યારે સાધના કરનાર જો કાચોપોચો હોય તો છાતીનાં પાટિયાં બેસી જાય છે. ભયને કારણે સાધકના પ્રાણ એ જ ઘડીએ ઉડી ગયા હોય એવો એક કિસ્સો મેં મારી આંખ સામે જોયા છે. એટલે જ તને કહું છું... તારે સ્વસ્થતા ગુમાવવાની નથી!
મિશેલનો જીવ ચુંથાવા લાગ્યો.
બાબા, ધિસ ઈઝ નોટ ફેર, એનો અવાજ ફાટી ગયો, આ બધું તમે મને છેક હવે કહો છો? પહેલાં કેમ ન કહ્યું?
દૃરેક વસ્તુ કહેવાનો યોગ્ય સમય હોય છે, મિશેલ!
આઈ એમ સોરી! મિશેલે કહી દૃીધું, "મારાથી આ નહીં થાય. મને હોટલ પર પાછા લઈ જાવ...
પાગલ ન બન, છોકરી. તારી પાસે હવે પાછા હઠવાનો વિકહ્લપ છે જ નહીં. હવે તો શવસાધના કર્યે જ છુટકો.
અને ન કરું તો?
તો આ મડદૃું જુએ છેને? એની બાજુમાં તારી લાશ પડી હશે!
મિશેલ સન્ન થઈ ગઈ. ગોરખનાથ એની પાસે આવીને સમજાવટથી કહેવા લાગ્યા, મિશેલ, તું શું એમ માને છે કે મને તારી સલામતીની િંચતા નથી?
એમણે થેલામાંથી અડધા ફૂટનો ધારધાર અના પાતળો અણીદૃાર સળિયો કાઢ્યો.
આને તારી પાસે રાખ. જેવું મડદૃું હલે કે તરત સળિયો એના કપાળ પર ખૂંચાડી દૃેજે. મડદૃું શાંત થઈ જશે!
મિશેલને સમજાયું નહીં કે જવાબ શું આપવો.
તને સ્વસ્થ કરવાનો એક સરસ ઉપાય છે મારી પાસે, જાદૃુગરની જેમ ગોરખનાથે થેલામાંથી ઑર એક ચીજ બહાર કાઢી, આને તું હમણાં જ ગટગટાવી જા. પછી જોઈ લે કમાલ. તારામાં એટલી બધી િંહમત આવી જશે કે વાત ન પૂછ.
શું છે આ?
દૃારુ... દૃેશી દૃારુ! લે. પી!
ગોરખનાથે પ્લાસ્ટિકની બોટલ મિશેલને પકડાવી. મિશેલને સમજાઈ ગયું હતું કે હવે વિરોધ કરવાનો કે ધમપછાડા કરવાનો કોઈ મતલબ નથી. હવે કેવળ બાબાની સૂચનાઓનું પાલન કરવાનું છે. પછી ભલે જે થવું હોય તે થાય! મિશેલે બોટલનું ઢાંકણું ખોહ્લયું. બહુ જ ગંદૃી વાસ એમાંથી કૂદૃીને બહાર આવી. તેને અવગણીને મિશેલે પહેલો ઘૂંટ ભર્યો. એ હચમચી ઉઠી. જાણે એસિડનો રેલો ગળા નીચે ઉતર્યો એવો એવી જલદૃ દૃાહ એણે અનુભવી.
થૂંકતી નહીં. ગળે ઉતારી જા! ગોરખનાથ એને તાકી રહ્યા હતા.
મિશેલનું આખું શરીર વિદ્રોહ કરી રહ્યું હતું, છતાં એ ઘૂંટડા ભરતી રહી. થોડી મિનિટોમાં સારું એવું પ્રવાહી પી લીધું. ગળામાં ને છાતીમાં કાળી બળતરા ઉઠી હતી. માથું ઝમ ઝમ ઝમ કરવા લાગ્યું હતું. એને નીચે બેસી પડવાનું મન થયું.
ગુડ! મિશેલ ઊહ્લટી કર્યા વગર દૃેસી મદિૃરા પી ગઈ એટલે ગોરખનાથને આનંદૃ થયો, હોશ ગુમાવી દૃે તે પહેલાં છેહ્લલી એક- બે વાત સમજી લે. તું શબ પર આસનસ્થ થઈને મંત્રોચ્ચાર કરી રહી હોઈશ ત્યારે થોડી વારમાં કોઈ જનાવર નજીક પાસે આવશે. એ જંગલી કૂતરું કે શિયાળ કે બીજું કોઈ પણ માંસાહારી પ્રાણી હોઈ શકે. તારે ગભરાયા વગર લાશ પરથી ઊભા થવાનું છે. પછી વર્તુળમાંથી બહાર આવીને મદિૃરા અને માંસનો ભોગ એને ધરવાનો છે. આ બન્ને વસ્તુ આ થેલામાં પડી છે. યાદૃ રહે, ચાર પગવાળું પ્રાણીને જુએ તે પછી જ તારે ઊભા થવાનું છે અને વર્તુળમાંથી પગ બહાર મૂકવાનો છે, એની પહેલાં નહીં. જાણે છે, એ પ્રાણીના સ્વરુપમાં કોણ તારી સામે આવશે? સ્વયં મા સ્મશાનતારા!
મિશેલને યાદૃ આવ્યું કે અઘોરીઓ મા સ્મશાનતારાને પોતાનાં સર્વોચ્ચ દૃેવી ગણે છે. ગોરખનાથ કહેતા ગયા, "મા સ્મશાનતારા પ્રાણીના સ્વરુપમાં ભોગ ગ્રહણ કરી રહ્યાં હોય ત્યારે તારે મનોમન પ્રાર્થના કરવાની છે કે હે મા! મારા ગુરુની તમામ મનોકામના પૂરી કરજો...
દૃેસી દૃારુ ગટગટાવી લીધા પછી તન-મનમાં કરંટ વહેવાની શરુઆત થઈ ચુકી હતી, પણ આ સ્થિતિમાંય મિશેલના મનમાં વિચાર ઝબક્યા વગર ન રહ્યો:
જીવ જોખમમાં મૂકીને વિધિ હું કરું અને મનોકામના તમારી પૂરી થાય એવી કામના કરું... આ તો ક્યાંનો ન્યાય?
હવે છેહ્લલી અને સૌથી મહત્ત્વની વાત...
બાબા, પ્લીઝ! મિશેલથી ન રહેવાયું, આટલી બધી સૂચના એકસાથે મને યાદૃ નહીં રહે. કશુંક ભુલાઈ જશે તો નાહકનું...
... તો એનાં કેવાં ભયાનક પરિણામો આવી શકે છે એની તને કહ્લપના સુધ્ધાં નથી! ગોરખનાથે ડોળા તગતગાવ્યા, ભુલવાનો વૈભવ તને પરવડે એમ નથી, છોકરી. મેં અત્યારે જે સૂચનાઓ આપી છે એનું પાલન કરવામાં સહેજ પણ થાપ ખાધી છે તો તારો જીવ સુધ્ધાં જઈ શકે છે! હવે સાંભળ...
ગોરખનાથે આ વખતે પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી એક વસ્તુ કાઢી. હથેળીમાં સમાઈ જાય એવી ધાતુની અસ્પષ્ટ આકારની મૂર્તિ જેવી કોઈ ચીજ હતી.
આ મારું યંત્ર તને સોંપી રહ્યો છું, મિશેલ. કેરળમાં અઢી વર્ષની કઠોર તપસ્યા બાદૃ આ યંત્રની ઉપલબ્ધિ થઈ શકી છે. મારી અઘોરી વિદ્યાનું સઘળું બળ, સઘળું સત્ત્વ આ યંત્રમાં સમાયેલું છે. તારે મૃતદૃેહ પર આસનસ્થ થયા પછી ડાબા હાથની મુઠ્ઠીમાં યંત્રને સતત પકડી રાખવાનું છે. મા સ્મશાનતારા ભોગ ગ્રહણ કરીને વિદૃાય ન લે ત્યાં સુધી ત્યજીશ નહીં એને. નહીં તો શવસાધનાનું બળ એમાં ઉમેરાશે નહીં!
ભલે.
બસ તો હવે ફતેહ કર! આ મશાલને અહીં છોડતો જાઉં છું. પેલી બાજુ દૃૂર એક મોટા વૃક્ષની નીચે હું બેઠો હોઈશ.
બાબાએ વર્તુળની બાજુમાં જમીનમાં મશાલ ખોડી. મિશેલે પ્રણામ કર્યા. એને આશીર્વાદૃ આપીને ગોરખનાથ નીકળી ગયા.
મિશેલ એકલી પડી. કાળીડિબાંગ રાત, મશાલની ફગફગતા પ્રકાશમાં ચત્તીપાટ પડેલી લાશ અને ભીષણ સ્તબધ્તા. જીવજંતુકીડા કે પશુપક્ષીઓના અવાજ પણ સંભળાતા નહોતા. મિશેલ એકાદૃ-બે પળ લાશને જોતી રહી. બાબા એક કામ સારું કરી ગયા- કડક દૃેશી દૃારુ પીવડાવવાનું! શવસાધનાની સમગ્ર વિધિ જ એટલી ખોફનાક હતી કે સામાન્ય સ્થિતિમાં એ કરી શકાઈ ન હોત. મિશેલે દૃુનિયાભરનો શરાબ પીધો હતો, પણ ભારતના દૃેશી દૃારુ જેવી જોરદૃાર કિક અગાઉ ક્યારેય લાગી નહોતી. પગ જાણે જમીનથી અધ્ધર થઈ ગયા હતા. કોઈ અજાણી ભાવસ્થિતિમાં એ આખી ને આખી હિલોળા લઈ રહી હતી. આવી હાલતમાં ય સૂચનાઓનું પાલન તો કરવાનું જ છે. મિશેલે કપડાં ઉતારવા માંડ્યાં. આખું શરીર અનાવૃત થઈ ગયું, પણ દૃારુના સેવનને કારણે નસોમાં એટલો ગરમાટો ફેલાઈ ચુક્યો હતો કે ઠંડાગાર પવનની કોઈ અસર થતી નહોતી.
મિશેલે વર્તુળમાં પગ મૂક્યો, ડાબી મુઠ્ઠીમાં યંત્ર જોરથી દૃબાવીને પકડ્યું અને ઝાઝું વિચાર્યા વિના લાશના પેડુના હિસ્સા પર બેસી ગઈ. મન ઉન્મુકત દૃશામાં હતું છતાં લાશનો ઠંડો સ્પર્શ થતાં આખા શરીરમાં તીવ્ર ઝણઝણાટી ફેલાઈ ગઈ. છાતીના ધબકારા વધી ગયા. િંજદૃગીમાં ક્યારેક ડેડબોડી પર નિર્વસ્ત્ર બેસવું પડશે એવું સપનામાંય નહોતું વિચાર્યું! ધીમે ધીમે ધબકારા સામાન્ય થવા લાગ્યા. વિખેરાઈ ગયેલી મદૃહોશી પાછી ઘેરાવા લાગી.મિશેલે િંહમત કરીને મૃતદૃેહનું નિરીક્ષણ કરવા માંડ્યું. કેટલો સોહામણો યુવાન. તાજો તાજો મર્દૃ બની રહેલો પુરુષ! જો એ જીવતો હોત તો મેં ચોક્કસ એને ભોગવ્યો હોત...
આ વિચાર... મિશેલને ખુદૃને આશ્ર્ચર્ય થયું. એક મૃતદૃેહને જોઈને આવી તે કેવી ઝંખના જાગી ગઈ મનમાં! ના, આ વિકૃતિ નથી, આ ચોક્કસ દૃારુની અસર છે! મિશેલને એકદૃમ ઘેન ચડવા લાગ્યું, પણ એને સમજાઈ ચુક્યું હતું કે નશાના આવેગમાં વહી જવાનું નથી, સૂવાનું નથી, પણ સતત જાગૃત રહીને ગોખેલા મંત્રો બોલવાના છે, બાબાની સૂચના પ્રમાણે શવસાધનાની વિધિ પતાવવાની છે. મિશેલે આંખો બંધ કરીને ઊંડો શ્ર્વાસ લીધો. એને લાગ્યું કે પોતે ઘનઘોર અવકાશમાં વજનવિહીન સ્થિતિમાં ગડથોલિયાં ખાઈ રહી છે.
મિશેલે જોરથી આંખો ખોલીને પાંપણ જોરથી પટપટાવી. પછી જાપ કરતાં કરતાં લાલ દૃોરા વડે લાશની ટચલી અને એની પાસેની આંગળી બાંધવા લાગી. ત્યાર બાદૃ શરીરનો સંપર્ક ન તૂટે એ રીતે લાશ પર ઊલટી બેસીને ગોઠણ સુધી સરકી. પગના અંગૂઠા તેમજ બાજુની આંગળી દૃોરાથી બાંધી પુન: મૂળ સ્થિતિમાં બેસી ગઈ.
મડદૃું આંખો ફાડીને આકાશને તાકી રહ્યું હતું. જો આંખો બંધ હોત તો એ સહેજ ઓછું ભયંકર લાગત.... મિશેલે વિચાર્યું.
આ શું? લાશે આંખો ઘુમાવીને પોતાના તરફ જોયું કે શું?
મિશેલ થડકી ગઈ.
ના, ના. ભ્રમ થઈ રહ્યો છે મને. લાશ કેવી રીતે આંખ ફેરવે? એ તો... ઓહ, આ જો લાશના હોઠ સળવળ્યા! લાશ મારી સામે જોઈને મારી મશ્કરી કરી રહી છે, મારી સામે દૃાંતિયા કરી રહી છે!
નહીં, આ ભ્રમણા છે, દૃારુના નશાની અસર છે! મિશેલે જોરથી આંખો મીંચી દૃીધી. મંત્રજાપની ગતિ આપોઆપ તેજ વધી ગઈ. સમય વીતતો ગયો.
મિશેલના મનમાં એક જ સવાલ ઘુમરાતો હતો: હું આંખો ખોલીશ તો શું જોવા મળશે? શું મારી આસપાસ ભયંકર ભૂતાવળ નાચી રહી હશે?
એકાએક મિશેલે શરીર નીચે કશોક સંચાર અનુભવ્યો. ના, આ વખતે ભ્રમણા નથી જ. ડેડ બોડીમાં ખરેખર કશોક સળવળાટ થયો હતો. મિશેલે ડરતાં ડરતાં આંખો ખોલી. એણે જોયું કે લાશનું માથું જમીનથી ધીમે ધીમે અધ્ધર થઈ રહ્યું છે. લાશ બેઠા થવાની કોશિશ કરી રહી હતી! મિશેલને લાગ્યું કે પોતે સંતુલન ગુમાવીને ગબડી પડશે. લાશનો બિહામણો ચહેરો મિશેલના ચહેરાની નજીક આવતો ગયો. બે મરેલી લાલચોળ આંખોએ મિશેલની આંખોમાં સીધું ત્રાટક કર્યું.
...ને મિશેલ ફાટી પડી!