Parinamoni Mousam in Gujarati Human Science by Dr. Yogendra Vyas books and stories PDF | Parinamoni Mousam

Featured Books
Categories
Share

Parinamoni Mousam

પરિણામોની મોસમ

સફળતા કે નિષ્ફળતા ?

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પરિણામોની મોસમ : સફળતા કે નિષ્ફળતા ?

હમણાં પરિણામોની મોસમ ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તો કિશોરો અને યુવાનોના પરીક્ષામાં નિષ્ફળતા મળતાં અથવા ઓછા ટકા આવતાં પંખે લટકી ગયો, ટ્રેન નીચે કપાઈ ગયો, પુલ ઉપરથી નદીમાં કૂદી પડી વગેરે.

પહેલાં ગુરૂકુળો અને આશ્રમોમાં આવડત કેળવવા, કોઈ કલા કે વિદ્યા શીખવા બાળકો જતાં. પછીનાં યુગમાં પરીક્ષાની તૈયારી કરવા બાળકો નિશાળે જતાં પછીના યુગમાં પરીક્ષાની તૈયારી કરવા બાળકો નિશાળે જતાં અથવા પરીક્ષાની તૈયારી કરાવવા નિશાળો-કોલેજો ચાલતી. હવે ટકા મેળવવા અથવા ધાર્યું પરિણામ મેળવવાની તજવીજ માટે ટયુશન-કલાસો ચાલે છે. નિશાળ-કોલેજની કોઈ જરૂર જ નથી રહી. નગરો-શહેરોમાં તો ઠીક પણ નાનાં ગામડાં-કસબાઓમાં પણ ટયૂશન-વર્ગોની હાટડીઓ ધમધમે છે.

મા-બાપો એકબીજાને પૂછતાં જ નથી કે બાળકને શું આવડયું કે બાળક શું શીખ્યું ? પોતાના બાળકના ૮૦ % કે ૯૦ % આવ્યા તેનો જ ઢંઢેરો પિટાય છે, પાર્ટીઓ અપાય છે, ઉત્સવો ઉજવાય છે.

"શિક્ષકો અને આચાર્યો જ નહીં ખુદ મા-બાપોય પોતાનાં બાળકોને ખુલ્લેઆમ ચોરી કરવા દે છે, ચોરી કરવા પ્રેરે છે. ચોરી કરવાની તરકીબો શીખવે છે."

અમુક જિલ્લાનું પરિણામ ૯૦ % આવ્યું, તેમાંથી ૮૦ % ઉપર ઉમેદવારોના ૯૦ % ઉપર ગુણ આવ્યા. કોઈ પૂછતું નથી કે એકસાથે આટલાં બધાં બાળકો એકાએક કેવી રીતે હોશિયાર બની ગયાં? શિક્ષકો અને આચાર્યો જ નહીં મા-બાપોય પોતાનાં બાળકોને ખુલ્લેઆમ ચોરી કરવા દે છે, ચોરી કરવા પ્રેરે છે. ચોરી કરવાની તરકીબો શીખવે છે.

આ જ બાળકો એન્જિનિયરીંગમાં અને મેડિકલમાં ભણવા માટે આગળ વધે છે. એટલી એન્જિનિયરીંગ અને મેડિકલ કોલેજો વધી ગઈ છે. પ્રોફેસરોની સંખ્યા કરતાં કોલેજોની સંખ્યા વધુ છે. આ કોલેજોમાં બાળકો શું શીખે છે એની બધાને ખબર છે પણ મોટાભાગનાં બાળકો સરળ હપ્તેથી, ત્રણને બદલે ચાર કે પાંચને બદલે છ વરસે એન્જિનિયર કે ડોકટર થઈ જાય છે.

આ એન્જિનિયરો મોટા મોટા બંગલા બાંધે છે, મોટાં મોટાં એપાર્ટમેન્ટ બાંધે છે, મોટા મોટા પુલ બાંધે છે અને વગર ધરતીકંપે એ બે-પાંચ વરસમાં જમીનદોસ્ત થઈ જાય છે. આમ થાય છે તેથી હવે પછી આ એન્જિનિયરો ઉપર કોઈને ભરોસો નથી. કોઈ તેમને કામ આપવા ઈચ્છતું નથી. એ લોકો એન્જિનિયરો હોવા છતાં બેકારની યાદીમાં ઉમેરો કરતા જ જાય છે.

"મેડિકલ કોલેજોમાંથી થોકબંધ ડોકટરો બહાર પડે છે. એમની પાસે પ્રમાણપત્ર છે પણ આવડત નથી. દરદીને ઈંજેકશન આપતાં તેમના હાથ ધ્રૂજે છે."

એવું જ ડોકટરોનું બને છે. મેડિકલ કોલેજોમાંથી થોકબંધ ડોકટરો બહાર પડે છે. એમની પાસે પ્રમાણપત્ર છે પણ આવડત નથી. દરદીને ઈંજેકશન આપતાં તેમના હાથ ધ્રૂજે છે. રોગનું નિદાન કંઈને બદલે કંઈ કરી બેસે છે અને દવા પણ કંઈ ભળતી જ આપી બેસે છે. દરદીઓ ટપોટપ મરે છે એટલે વસતિ આપોઆપ નિયંત્રણમાં રહે છે. આવા ડોકટરો ઉપરથી પણ દરદીઓનો ભરોસો ચાલ્યો ગયો છે. ગળામાં સ્ટેથોસ્કોપ લટકે છે પણ સ્ટેથોસ્કોપનો જેમના ઉપર ઉપયોગ કરી શકાય તેવા દરદીઓ એમની નજીક પણ ફરકતા નથી.

મા-બાપની નજર, શિક્ષકો-આચાર્યની નજર, સમગ્ર સમાજની નજર ૮૦ ટકા કે ૯૦ ટકા આવ્યા તેના પરિણામ ઉપર છે પણ આવડત વિનાના માત્ર પ્રમાણપત્ર ધરાવતા આવા થોકબંધ વ્યાવસાયિકોનો રાફડો ફાટતો જાય છે તેના ઉપર નથી. આ શેનું પરિણામ છે ?