A Panch Varsh in Gujarati Love Stories by Nruti Shah books and stories PDF | એ પાંચ વર્ષ - 2

Featured Books
Categories
Share

એ પાંચ વર્ષ - 2

એ પાંચ વર્ષ-2

આ વાર્તાના આગળના પ્રથમ ભાગમાં આપ સૌએ જોયું કે જહાનવી અને પારસ નંદા તેમના અલ્પ સમયના લગ્નજીવનમાં રોજ ઝઘડતા હોય છે..જહાનવી એક ખુબસુરત યુવતી જે એક ફેમસ ગાયિકા બનવાના સપના જોતી હોય છે અને પારસ તેની જ કોલેજનો એક હોનહાર પણ અત્યંત ધનવાન યુવક..તેઓની વચ્ચેની પહેલી મુલાકાત અને પારસને તે મુલાકાતમાં જ જહાનવી સાથે થયેલો લગાવ,તેનાં જ્હાનવીને મનાવવા જોરશોરથી પ્રયત્નો કરવા પણ જ્હાનવીનું એક નું બે ના થવું...છેલ્લે જ્હાન્વીનું એક શરતે પારસની પ્રપોઝલ સ્વીકારવાની વાત--- અને હવે આવો વાંચો આગળ...

જહાનવી પારસની આવી વાતો સાંભળીને છેવટે બોલી,”તો સાંભળો,હું તમારી સાથે મારી આખી જીન્દગી જીવવા એક શરતે જ તૈયાર છું ..કે તમે જીવનભર મારી સાધના કે ગાયીકીમાં સહાયરૂપ બનીને મને પ્રોત્સાહિત કરશો નહિ કે અડચણરૂપ બનીને તેને ગુંગળાવીને મને ફક્ત એક ગૃહિણી બનાવી દેશો.”

આ સાંભળીને પારસના ચહેરા પર અનહદ ખુશી છવાઈ ગઈ અને સહેજવાર માટે તો તે વિચારમાં પડી ગયો પછી બોલ્યો,”જહાનવી, મને તારો જીવનસાથી બનાવવાનો મોકો તે આપ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર.હું તારા દરેક સપના તારી સાથે જીવીને તેનો એક.. ખુશનસીબ સાક્ષી બનવા માંગુ છું.”

આમ, તે દિવસે બંને પક્ષે પ્રેમનો એકરાર થયા પછી છ મહિનાના ટૂંકા ગાળામાં બંનેના લગ્ન લેવાઈ ગયા.આમ તો લગ્ન પછી બધું બરાબર ચાલતું હતું પણ થોડા સમય પછી જેમ દરેક પતિ-પત્ની સાથે થાય છે તેમ બંને વચ્ચે નાની મોટી વાતોમાં રોજબરોજના ઝઘડા થવાનું શરુ થઇ ગયું.પારસ તેના બિઝનેસના કામમાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે અમુકવાર જ્હાનવીની અવગણના થવા લાગી..અને જ્હાનવીને માટે તો સંગીત અને ગાયિકી જ તેના પરમેશ્વર હતા તેથી પારસને પણ ઘણી વાર એવું લાગવા લાગ્યું કે જહાનવી એક પત્ની તરીકે તેની પુરેપુરી કાળજી લઇ શકતી નથી..

જહાનવી ઈચ્છતી હતી કે પારસ હંમેશા તેને પ્રોત્સાહિત કરતો રહે અને તેની સરાહના પણ કરતો રહે.આમ તો પારસ ઘણો સારો રિસ્પોન્સ આપતો હતો પણ કોઈ વાર સમય ના મળે તો જહાનવી રીતસરની ઝઘડી પડતી હતી,પછી એકબીજા પર આક્ષેપો અને આરોપોનો મારો ચાલુ થતો . તે બંનેના આ ઝઘડાઓની મૂક સાક્ષી હતી તેમની કામવાળી ગૌરીબાઈ! તે ઘણીવાર જ્હાનાવીને સમજાવતી કે બધા પુરુષો લગ્ન પછી બદલાઈ જતા હોય છે, તેમાં પારસ જરા પણ અપવાદ નથી.સ્ત્રીઓએ જ સમજદારી દાખવીને પુરુષો સાથે સંપીને સહજીવન ચલાવવું જોઈએ વગેરે વગેરે..પણ થોડા સમયથી ચાલતા બંને વચ્ચેના સંવાદો જોતા ગૌરીબાઈને લાગતું નહોતું કે હવે બંને વધારે સમય સુધી સાથે રહી શકે...

આખરે એક દિવસ જે થવાનું હતું તે થઈને જ રહ્યું.જ્હાન્વીએ પારસને ચોખ્ખું સંભળાવી દીધું,”પારસ, હવે હું તમારી સાથે વધારે નહિ રહી શકું.”

“જહાનવી, સમજી વિચારીને બોલ જરા, તું શું કરવા જઈ રહી છે?”

“જુઓ પારસ, મારે તમારી પાસેથી ડિવોર્સ જોઈએ છે.આઈ એમ સોરી.”

પારસ થોડો સમસમી ગયો અને એક મિનીટ માટે વિચારમાં પડી ગયો.પછી શાંતિથી બોલ્યો,”જો જાનુ, તે જે ડીસીશન લીધું છે તે સમજી વિચારીને જ લીધું હશે એટલે હું વધુ કશું નહિ કહું.બસ એક બે શરત છે જે તારે માનવી જ પડશે ,તો જ તને મારી પાસેથી ડિવોર્સ મળશે.”

જહાનવી અચાનક ચોંકી ગઈ અને બોલી,”અહો! તો સાહેબની જો શરતો માનીશું તો જ અમને ડિવોર્સ મળશે,વાહ, બોલો શું શરતો છે તમારી?”

પારસે એક પ્રેમભરી નજરે જહાનવી સામે જોયું અને પછી બોલ્યો,”મારી બે શરતો છે જાનુ,પહેલી શરત એ છે કે હું તને ડિવોર્સ આપીશ પણ એકઝેટ આજથી એક વર્ષ પછી, ઓકે? અને બીજી શરત એ છે કે આ બાર મહિના સુધી દર મહિનાની પાંચમી તારીખે તારે મારી સાથે ડીનર માટે આવવાનું.”

જહાનવી થોડી હસી અને ખચકાઈ પછી બોલી “done”.

ના કોઈ આનાકાની, નાં કોઈ બીજો સંવાદ અને બંને સહમત થઇ ગયા એકબીજાથી છુટા થવા માટે.કારણ કે બંને confident હતા પોતપોતાના નિર્ણય માટે.

આ બધો સંવાદ સાંભળતાં ગૌરીબાઈ ની આંખમાં થોડી ભીનાશ આવી ગઈ. તે હલબલી ગયા કે આ શું થઇ ગયું? એક હસતું રમતું ઘર બરબાદ થઇ ગયું.પારસે કઈ પણ બોલ્યા ચાલ્યા વિના પોતાની બેગ પેક કરવા માંડી અને જહાનવી ચુપચાપ કઈ પણ રીએક્શન આપ્યા વગર આંખો મીંચીને બેસી રહી.

પારસ અને જહાન્વીને છુટા પડયાને આજે બરાબર એક મહિનો થઇ ગયો.આજે રાત્રે તેઓ ડીનર માટે મળવાના હતા.જહાનવી બહુ ઉત્સાહી નહોતી જણાતી.તેની પાસે પારસને મળવા સિવાયના બીજા કામોનું લાંબુ લચક લીસ્ટ હતું.તે પોતાની ગાયિકી અને આરાધનાને જ પોતાનો ઈશ્વર માનીને જીવતી હતી.સામે છેડે પારસ પણ એવું વિચારતો હતો કે મેડમનું અભિમાન તો ઉતારવું જ રહ્યું.આમ તો જ્હાનવીને એકલા જીવવાની આદત નહોતી, પણ પારસ વિનાના જીવનની તે આદત ધીમે ધીમે પાડવા લાગેલી.

બરાબર રાત્રીના ૮ વાગ્યે પારસની બ્લેક કાર બંગલાના ગેટ પાસે આવીને ઉભી રહી, જહાનવી રેડી જ હતી.તેને પારસની સાથે બેસતા જ થોડો ગુસ્સો પ્રદર્શિત કર્યો,”આ બધા નાટકોની ક્યાં જરૂર હતી ?સીધેસીધા ડિવોર્સ આપી દેતા.બાર મહિના પછી શું જાદુ થવાનું છે?”

પારસ કઈ પણ જવાબ આપ્યા વિના થોડું હસ્યો અને પછે બે મિનીટ વિચારીને બોલ્યો,”બોલો મેડમ, કેવા જઈ રહ્યા છે અમારા વિનાના તમારા દિવસો?” પછી તરત કહ્યું,”જાનુ,છેલ્લે કયું ગીત રેકોર્ડ કર્યું તે જરા ગાઈને સંભળાવને પ્લીઝ?”

જહાનવી આનાકાની વગર ગીત ગાવા લાગી.” બસ તુમ બિન ગુજરાતે હૈ દિન, દિન હોતે હૈ બડે લંબે, રૈના જૈસે કાલી નાગિન...આતે ના આતે કુછ તો કહેકે જાતે,યુ હી નિગાહે બીછાયે બૈઠેં હૈ તુમ બિન...”

બહુ જ સુંદર રીતે આખું ગીત જ્હાનવીએ પૂરું કર્યું.સાંભળીને તન્મય થયેલો પારસ ભૂલી જ ગયો કે રેસ્ટોરન્ટ આવી ગયું છે.તેણે તેની જાનુંને પૂછ્યું કે “ખરેખર?”

જહાનવી હસીને બોલી,” ના, આ તો ફક્ત ગીત જ છે બાકી મારા દિલ નો અવાજ તો એક જ શબ્દ ગુંજાવી રહ્યો છે અને એ છે ડિવોર્સ મિસ્ટર પારસ નંદા.”

પારસ થોડો નિરાશ થયો. બંનેએ સાથે અલકમલકની વાતો કરતા કરતા ડીનર લીધું . પછી બંને પોતપોતાના રસ્તે પાછા ફરી ગયા. પારસ આખી રાત કઈ વિચારતો રહ્યો. જહાનવી પણ ઘરે પહોચીને રડી પડી. તે એક મિનીટ માટે પણ પારસને ભૂલી શકતી નહોતી તે એક હકીકત હતી.આમ બીજો મહિનો પણ પસાર થઇ ગયો અને બંને પોતપોતાના પ્રોફેશનમાં બહુ જ બીઝી રહેવા લાગ્યા કે જેથી એકબીજાને થોડા ભુલાવી શકે.

આમ દરેક મહિનાની ૫ તારીખે બંને ડીનર માટે મળતા અને જહાનવી પોતાનું કોઈ રેકોર્ડ કરેલું ગીત પારસને ગાઈને સંભળાવતી પણ ડીવોર્સની બાબતમાં તો તે મક્કમ જ રહેતી!!!

બારમા મહિનાની પાંચમી તારીખે બંને થોડા ઉદાસ હતા. જહાનવી બોલી, “ક્યા છે ડિવોર્સના પેપર્સ?” પારસ થોડો નિરાશ થયો પણ પછી બોલ્યો,”જાનુ, હું આજે નથી લાવ્યો..હવે આજથી પાચ વર્ષ પછી હું તને મળવા આવીશ ત્યારે મારી સાથે ચોક્કસ ડિવોર્સના પેપર્સ હશે.”

જહાનવી બોલી,”આ શું નાટક છે? હવે બીજા પાંચ વર્ષ મારે રાહ જોવાની?”

પારસ પણ થોડો અકડપણું દાખવતો બોલ્યો, “હા, એમ જ ડિવોર્સ થોડા મળશે તમને મેડમ અમારી પાસેથી?”

તે દિવસે ફરી બંને વચ્ચે બોલાચાલી થઇ ગઈ. છેવટે બંને એ નક્કી કર્યું કે પાંચ વર્ષ પછી ફરીથી એક વાર તેઓ મળશે અને પારસ કોઈ પણ આનાકાની વગર ડિવોર્સ પર સાઈન કરી દેશે.

આમ તે દિવસે તેઓ છુટા પડી ગયા.તે પછી થોડા મહિનાઓમાં જહાનવી એક ફેમસ સિંગર બની ગઈ કે જે હવે આસમાનમાં ઉડવા લાગી હતી અને તેના ચાહકોની સંખ્યા પણ દિનબદિન વધવા લાગી.આ બાજુ પારસની નામના પણ એક બહુ જ મોટા અને ફેમસ બીઝનેસમેન તરીકે થવા લાગી પણ બંને પોતપોતાના જીવનસાથીને બહુ ભૂલ્યા નહોતા. ક્યારેક પારસ જહાન્વીને ફોન કરવાનું વિચારતો પણ પછી ટાળી દેતો.આમ ને આમ દિવસો વીતી રહ્યા હતા.દિવસે દિવસે જહાનવી થોડી વધુ અભિમાની થતી જતી હતી....

છેવટે એ દિવસ પણ આવી પહોચ્યો. પારસ તેની આદત મુજબ સમયસર જ્હાન્વીના ઘરના ગેટ પાસે આવીને ઉભો રહ્યો અને જ્હાન્વીની વેઇટ કરવા લાગ્યો.થોડી વાર સુધી રાહ જોઈ પણ જહાનવી નાં દેખાઈ તો તે અંદર જઈ ચડ્યો.પારસે ડોરબેલ મારતા દરવાજો ગૌરીબાઈ એ ખોલ્યો.

“કેમ છો ગૌરીબાઈ ? બધું સારું તો છે ને? અને...”આમતેમ નજર કરતા અંધારા ઓરડામાં કઈ ન દેખાતા તે ચિંતિત સ્વરે બોલ્યો,”જહાનવી ક્યા છે? દેખાતી કેમ નથી?”

“સાહેબ, શું કહું,મેડમ તો છેલ્લા એક મહિનાથી કોઈને મળતા જ નથી.. ના પોતે બહાર જાય છે નાં કોઈને અંદર આવવા ડે છે..ખબર નહિ કોની નજર લાગી ગઈ છે એમને?”

“અરે, શું વાત કરો છો?”

“હા,જમવાનું પણ મન હોય તો અંદર મંગાવે નહીતર ના એ ખાય..અને અંદર જવાની તો મનાઈ જ ફરમાવી દીધી છે કોઈને પણ માટે.”

પારસ થોડો આકુળ વ્યાકુળ થઇ ગયો પણ પછી તરત કઈ સુઝતા એક પેપર પર કઈ લખવા લાગ્યો અને એ ચીઠ્ઠી ગૌરીબાઈ સાથે અંદર મોકલાવીને બોલ્યો મેડમને કહો કે સાહેબ તમને મળવા કાલે આવશે; અને હસીને ચાલ્યો ગયો..”કમાલ છે સાહેબ તો અંદર પણ નાં આવ્યા..”ગૌરીબાઈ બબડતા ચાલ્યા ગયા જહાન્વીને પેપર આપવા.

આ બાજુ જહાનવી માર્કેટમાં નવી ઉભરતી આવેલી સીન્ગર્સથી હેરાન પરેશાન થઈને રીતસરની બેકાર જેવી બની ચુકી હતી અને ડીપ્રેશનમાં સરી ગઈ હતી..કોઈની સાથે વાત પણ નહોતી કરતી અને એકલી જ એકલી રૂમમાં પોતાની જાતને પૂરીને જીવવા લાગી હતી.

બીજા દિવસે ગૌરીબાઈના આશ્ચર્ય સાથે જહાનવી રાત્રે ૮ વાગ્યે રેડી થઈને ઉભી હતી, પારસ પણ આવી પહોચ્યો..જહાનવી હજી પણ ઉદાસ અને નંખાઈ ગયેલી હાલતમાં જ હતી...

પારસ ઉમળકાથી બોલ્યો,”આવી ગઈ જાનુ? બેસ.”

જહાનવી પારસને જોઇને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી..તેને શાંત થવા દઈને પારસ બોલ્યો,”બસ મને આટલો પારકો ગણી લીધો તે?”

જ્હાન્વીના મોઢામાંથી શબ્દો નીકળી ના શક્યા.તે હજી પણ રડી રહી હતી....

પારસે તેની સામે એક પેપર ધાર્યું અને કહ્યું “લો મેડમ વાંચી લો..”

જહાનવી ધડકતે હૈયે જોવા લાગી, તેને થયું કે ડિવોર્સ પેપર્સ હશે જે તે છેલ્લા કેટલાયે સમયથી માંગતી આવી છે..

પણ એ પેપર્સ જોતા તો તેના હોશ ઉડી ગયા.પારસ તેને ગઈકાલે મોકલાવેલી ચીઠીમાં ના શબ્દો કહેવા લાગ્યો કે જે આજથી કેટલાયે વર્ષો પહેલા જ્હાનવીને પ્રપોઝ કરતી વખતે તેને કહ્યા હતા..” .અગર મુઝે આપ કે સાથ જીને કા એક ઔર મૌકા મિલેગા તો મૈ આપ કે પૈરોમે જન્નત રખ દુંગા વરના સારે ઝમાને મેં મુહોબ્બત કા નામ શહાદત રખ દુંગા.અગર આપ નહિ મિલી તો સારે ઝમાને કે ખુદાઓસે મન્નત રખ દુંગા ઔર આપ મિલ ગઈ તો મેરી ચાહત કા નામ સારી ઉમર કે લિયે ઈબાદત રખ લુંગા.”

જહાનવી એ એની સામે જોયું અને એકદમ ખુશ થતી બોલી,”આ શું પારસ?આ હું શું વાંચી રહી છું?”

પારસે આંખો મીંચીને જવાબ આપ્યો,”હા જાનુ, તું જે વાંચી રહી છે તે એકદમ સાચું છે.આજે સવારે જ મેં શહેરની એક મોટી ફેમસ મ્યુઝીક કંપની ખરીદી લીધી છે કે જે ફક્ત અને ફક્ત મીસીસ પારસ નંદા ને જ સિંગર તરીકે રાખશે...સમજી?”

“તો આ પાચ વર્ષમાં તમે મને આટલી સારી રીતે યાદ રાખી ?”

“હા, આ પાંચ વર્ષ હું તારા વગર પણ ફક્ત અને ફક્ત તારા માટે જ જીવ્યો છું હવે સમજી?”

અને બંને કાયમ માટે ના જીવનસાથી ફરીથી બની ગયા...

---By Nruti Only..