Badlaav in Gujarati Classic Stories by Hardik Raja books and stories PDF | બદલાવ

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બદલાવ

બદલાવ – Change Is Life

Change is hard at first, Messy in the middle and gorgeous at the end.

કદાચ કોઈ ને પણ હવે ખબર ન હોય તેવું નહી હોય, એવો બદલાવ ભારત માં હમણાં થયો, કરન્સી નોટ્સ વિષે નો બદલાવ, ઘણી મુશ્કેલીઓ પડી અને હજુ પણ મુશ્કેલીઓ નો સામનો ભારત ની જનતા કરી રહી છે, પણ કોઈ તીવ્ર આંદોલન એક પણ સ્થળે થયું હોય તેવું બન્યું નથી, પ્રયત્નો ઘણા થયા પણ રિસ્પોન્સ કોઈ ખાસ મળ્યો નથી, તેનું એક જ કારણ છે કે, બધા સમજે છે કે, આ નિર્ણય નો અંતે ફાયદો તો આપણ ને જ થવાનો છે, તેવી જ રીતે જીવન નામ ની આ ગાડી ને આગળ વધારવા માટે બદલાવો કરવા જરૂરી છે, હાં, તેમાં સાહસ છે તે વાત સાચી પણ સંઘર્ષ કરવો પડે ત્યારે તે બદલાવ ના નિર્ણય ની શક્તિ વધે છે, અને કઈક પરિવર્તન પછી પ્રગતિ તરફ ના પ્રભાત નો પોહ ફાટે છે.

ચેન્જ એ એક રસ્તા જેવું છે, જ્યારે સાંકળો એવો વન વે હોય છે, ત્યારે પણ તેમાં વાહનો પસાર તો થઇ જ શકતા હોય છે ને ! વાહન વ્યવહાર પણ બરાબર રીતે જ ચાલતો હોય છે, પણ જ્યારે એક્સપ્રેસ હાઈ-વે બનાવવા નો નિર્ણય લેવાય જાય, ત્યારે થોડી તકલીફ બધા ને પડે, ત્યારે ડાઈવર્ઝન આપવું પડે, પણ તેનાથી શું ! થોડો જ સમય ને પછી વેહિકલ ને ૧૨૦ ની સ્પીડ થી ચાલવા માં કોઈ ટ્રાફિક આડે આવે જ નહી. આવી જ રીતે આવો નિર્ણય લીધા પછી ની સફળતા પછી આપણ ને જ અહેસાસ થાય છે કે આ મારો સૌથી સારો નિર્ણય હતો, તે પરિબળ આપણી પ્રગતિ નો પાયો બની જાય છે.

તમે ક્યારેય લોક મેળા માં ગયા છો ? હાં, જન્માષ્ટમી પર થતો હોય તે જ ! અને ન ગયા હો તો પણ અમ્યુઝમેન્ટ પાર્ક માં તો ગયા જ હશો. ત્યાં મેરી-ગો-રાઉન્ડ નામની રાઈડ જોઈ જ હશે, જે ગોળ-ગોળ ચક્કર લગાવતી હોય છે. કદાચ જિંદગી પણ એવી જ છે, જે જિંદગી ને ખરા અર્થ માં જીવવા નું સાહસ કરે છે તે લોકો તેમાં બેસે છે તેવું માની લઈએ. તેમાં દરેક ક્ષણે બદલાવ હોય છે. ઉપર થી નીચે, નીચે થી ઉપર ડર લાગે છે, પણ સામે મજા એ એવી જ આવતી હોય છે. થોડું સાહસ કરી ને તેમાં બેસવું પણ પડે છે, પરંતુ જે લોકો બહાર ઉભા હોય છે તે લોકો ને નથી ડર લાગતો કે નથી મજા આવતી, તેવા લોકો બદલાવ ને પસંદ કરતાં નથી. તે રૂઢીચુસ્ત માણસો હોય છે, જે ચેન્જ ને એક્સેપ્ટ કરી શકતા નથી, તેવા લોકો ની જિંદગી એક ધારી અને એક જેવી જ રહી જાય છે.

દોસ્ત, દુનિયા દરેક ક્ષણે બદલાઈ રહી છે, બધા લોકો પોતાનાં ક્ષેત્ર માં આગળ વધી રહ્યા છે, વૈજ્ઞાનિકો ટેકનોલોજી આગળ વધારી રહ્યા છે. વિન્ડોઝ અને મેક ના નવા વર્ઝન આવી રહ્યા છે, Android ના નવા વર્ઝન દર મહિને અપડેટ થઇ ને લોકો ને આશ્ચર્ય ચકિત કરી રહ્યા છે. તો પ્રશ્ન એ રહ્યો કે, આપણે આ બધી ટેકનોલોજી ને તો ખૂબ જ પ્રેમ કરીએ છીએ, આપણી જિંદગી માં સારો એવો બદલાવ લઇ આવનાર આ મોબાઈલ જ છે, હવે કેશલેસ ટ્રાન્ઝેક્શન માં આપણ ને કોઈ ડર સતાવતો નથી, આ રીતે આપણે લર્નિંગ ઘણું કર્યુ છે, ઓનલાઈન શોપિંગ શીખી ગયા છીએ, પણ અમુક અંશે હજુ બદલાવ ને એક્સેપ્ટ નથી કરી શકતા, ત્યાં જ થોડો પ્રોબ્લેમ છે. અબ્દૂલ કલામ, ગાંધીજી થી લઈને સ્ટીવ જોબ્સ બધા જ પરિવર્તન સંસાર નો નિયમ છે તે વાત ને માનતા હતાં. અબ્દૂલ કલામ એવું કહેતા કે, ‘તમારા ભવિષ્ય ને તમે બદલી શકતા નથી, પણ તમારી આદતો ને તમે બદલી શકો છે, અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું, કે તમારી આદતો તમારું ભવિષ્ય જરૂર બદલી દેશે.’

સામાન્ય ચાલતી જિંદગી માં આમ પણ કોઈ મજા હોતી નથી, તે બરાબર એવું જ છે કે, એક આલીશાન મકાન માં રહેવાનું પણ બહાર નહી જવાનું, બહાર ના દરવાજા પર લોક લગાવેલ છે. આ થોડો સમય આપણ ને સારૂ લાગે છે પણ આમાં કોઈ થ્રીલ નથી, આમાં ક્યારેય ભાગી શકાતું નથી, આમાં આપણ ને કોઈ જીત નો એવોર્ડ આપવા આવશે નહી, કે જીત નું જશ્ન મનાવવા વાળા પણ તમારી સાથે હશે નહી, આમ તમને કોઈ હર્ટ તો ક્યારેય કરશે જ નહી, પણ સામે તમને કોઈ એવું પણ કહેશે નહી કે તમે એમના માટે સ્પેશીયલ છો, આમાં સુખી તો તમે ખૂબ જ હશો, સેફ્ટીઝોન માં હશો એટલે, દરરોજ ૩૨ જાતના ભોજન વાળી થાળી પણ નથી ભાવતી હોતી. તમારા બંગલા નો કલર મલ્ટી કલર હશે, દરેક દિવાલ માં તમારો ગમતો કલર હશે, પણ, એકધારી જિંદગી બ્લેક એન્ડ વાઈટ બની ગઈ હશે.

દિન, મહિને, સાલ બદલાતું જ રહે છે, જુઓ ને હમણાં જ તો હજુ ૨૦૧૬ નું વર્ષ ચાલુ થયું હતું. બસ, એક વસ્તુ સ્ટેટિક છે, જે કેટલી છે એ ખબર નથી પણ સીમિત છે, જે ઈશ્વર ના હાથ માં છે, જે આપણી જિંદગી છે. ગાંધીજી એવું કહેતા કે, You must be the change you wish to see in the world. અને સાચી જ વાત છે ને, જ્યાં સંઘર્ષ નથી હોતો ત્યાં જીત પણ નથી જ હોતી.

શ્રી કૃષ્ણ એ ગીતા માં કહ્યું છે કે, પરિવર્તન સંસાર નો નિયમ છે, એ આજે પણ તમે જોઈ જ શકો છો, પ્રકૃતિ દ્વારા, ત્રણ ઋતુઓ નો બદલાવ અને પછી કહી શકાય તો, પાનખર ઋતુ કે જેમાં વૃક્ષ પોતાનાં બધા જ પાન ખેરવી ને સાવ સુકું થઇ જાય છે, આ નિયમ છે, અને બાકી બધા રુલ સામે તમે બાથ ભીડી શકો છો પણ, કુદરત ના નિયમ સામે તો એ ન જ ચાલે, અને બદલાવ તો દર પેઢી એ આવશે જ, અને દરેક જનરેશન ને પોતાની આગવી જનરેશન સાથે હાથ મિલાવવા માં તકલીફ તો રહેશે, પણ તે બદલાતા જમાના નો પવન હશે, તેની સાથે બદલવું તો પડે જ, ક્વીકલી નહી તો ધીરે ધીરે, પણ ન બદલ્યા અને સામા થયા તો, તૂટી જવાય.

એટલે, બદલાવ જરૂરી જ છે. તો, Time to change, કારણ કે, બદલાવ વિના બધું જ છે એમ જ રહેશે અને બધું એક સરખું બોરિંગ જ લાગે છે. ઘણા લોકો બદલાવ થી એટલા માટે ડરે છે કારણ કે, બદલાવ તેને કમ્ફર્ટ ઝોન થી બહાર લઇ જાય છે પણ ડરવાની કશી જરૂર નથી, કારણ કે Life begins at the end of your comfort zone. પરિવર્તન નહી હોય, તો લાઈફ માં કઈ થ્રીલ નહી હોય. ભલે બદલાવ સ્વીકારવા માં વાર લાગશે, પણ સ્વીકારી ને પછી તમને જ અહેસાસ થશે કે, મારો ટર્નીંગ પોઈન્ટ જ એ હતો. જેટલા પણ સફળ માણસો છે તે લોકો એ બદલાવ ને એક અલગ દ્રષ્ટિ એ જ લીધો છે તે ફાયદાઓ તમે જોઈ જ રહ્યા છો. તે પેલા જેવું છે, No pain, No gain. બદલાવ એ એક લર્નિંગ છે અને લર્નિંગ છે એ ગ્રોઇંગ છે, અને ગ્રોઇંગ એ જ લીવીંગ છે.

બધું જ બદલી રહ્યું છે દોસ્ત, ઠંડી બહુ છે કે ગરમી બહુ છે એવું પણ બોલવાની કશી જરૂર નથી કારણ કે, એ પણ હમણાં જ બદલાઈ જશે, કારણ કે એ પરિવર્તન સ્વીકારી શકે છે, ખુશી ખુશી ! સ્ટીવ જોબ્સ એ સ્ટેનફોર્ડ યુનિવર્સીટી માં ખૂબ જ સરસ વાત કહી હતી કે, “આપણે ટીનેજર્સ છીએ એટલે આપણે ન્યુ જનરેશન છીએ તેવું પણ કઈ મગજ માં રાખવાની જરૂર નથી, કારણ કે, તમે પણ હમણાં જ જુના થઇ જવાના છો.” એટલે, માત્ર જુના એ લોકો જ નથી થતા, જે લોકો બદલાવ સ્વીકારી શકે છે.

Change is opportunity.

  • હાર્દિક રાજા