Lagnini Kavita in Gujarati Short Stories by falguni Parikh books and stories PDF | લાગણીની કવિતા

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

લાગણીની કવિતા

લાગણીઓ ની કવિતા

દોસ્તો,
માનવીની ભીતરમાં એટલે કે , આપણા હ્રદયમાં ...દિલમાં..
સતત આપણી લાગણીઓના મોજા ઊછળતા રહેતા હોય છે.
આ લાગણીઓના તાણાંવાણાથી આપણી જિંદગી ગૂંથાયેલી હોય છે......જે કયારેક આપણી જિંદગીના ઉપવન ને તેના સ્પંદનોથી મહેકાવી દે છે....!

આવી જ એક નાનકડી વાર્તા આપની સમક્ષ રજૂ કરુ છું.

આજે તા.૨૬-૪....કોર્ટનો આખો હૉલ લોકોથી ખીચોખીચ ભરેલો હતો .
આજે ૧૦ મહિનાથી ચાલતો ખુબ જ ચર્ચાયેલ કેસનો ચૂકાદો આવવાનો હતો .આ કેસે લોકોમાં ખુબ ઉત્સુક્તા જગાડી હતી .અને ટી .વી . મીડિયાઓએ પણ તેને કવરેજ આપીને આ કેસ ને ખૂબ ચગાવ્યો હતો.....તેથી દરેકની નજર આજે આ ચૂકાદા પર હતી કે , આજે નિર્ણય કોની તરફેણમાં આવે છે.....ન્યાય કોને મળે છે.......?
આ આખો કેસ જ અનોખો હતો....કેસ બે સખીઓની મમતાનો હતો. જેમના નામ છે.....જાનકી શાહ અને ઉદિતા દવે.
વાત કંઇંક આમ હતી--
જાનકીના મેરેજ સુજોય શાહ સાથે આશરે ચાર વર્ષ પહેલા થયા હતા....તેના ૩ માસ પછી જ તેની સખી ઉદિતા ના મેરેજ આકાશ દવે સાથે થયા હતા . માતૃત્વની ભેટ ઉદિતા ને જલ્દી મળી હતી પણ , જાનકી ને તે સુખ પ્રાપ્ત થયું ન હતું . તેમના લગ્નના પ્રથમ બે વર્ષ મોજ-મસ્તી માં પસાર થઇ ગયા . પણ , જેમ-જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ-તેમ જાનકીના મનમાં બાળકની ચાહના વધતી ગઈ....!
તે માટે તેણે ડૉ . ને મળીને દવા પણ શરુ કરી ....પણ તેને સફળતા ના મળી.
આમને આમ એક વર્ષ પસાર થઇ ગયું. હવે તેની બાળક માટેની તીવ્રતા એટલી વધી ગઈ હતી
કે ,......કોઇ પણ મા અને બાળક ને જોતી તો તેમને દુનિયાના સૌથી નસીબદાર સમજતી અને પોતાને બદકિસ્મત સમજતી.
આ બધાની અસર તેના મગજ અને લગ્નજીવન પર પડવા લાગી હતી...!
તે વાતે વાતે સુજોય સાથે ગુસ્સો કરતી ....ગુમસુમ રહેતી....બધા સાથે બોલવાનું પણ ઓછું કરી નાંખ્યું હતું. જે કોઇ પણ બાવા- સાધુના નામ જણાવતા ....જાનકી ત્યાં જવા જીદ કરતી....પણ, સુજોય ને આવા ધતિંગ માં વિશ્ર્વાસ ન હોવાથી તે જાનકીને સાથ આપતો ન હતો....!
સુજોય જાનકીની હાલત સમજતો હતો.....પણ , જાનકી જે રીતે બાળક પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરતી હતી તે તેને મંજૂર ન હતું....! તેથી તેમની વચ્ચે એક મૌનની દીવાલ અનાયસે જ ઊભી થઈ ગઇ હતી . જે સુજોય ના ખૂબ પ્રયત્ન કરવા છતાં ....તેને તે હટાવી શકતો ન હતો .તે પણ મનોમન ખૂબ રીબાતો હતો ને જાનકીને આ હાલતમાં જોઇને દુ:ખી પણ થતો હતો .
આ વાત ની ચર્ચા તેણે એક દિવસ ....આકાશ અને ઉદિતા સાથે કરી . ઉદિતા પણ પોતાની સખીની હાલત જોઇને ચિંતિત હતી.આકાશને ....સુજોયે જણાવ્યું.....કે , તેણે પણ પોતાના બધા રીપોર્ટ કરાવ્યા......તો તેમા મારા સ્પર્મ કાઉન્ટ ખૂબ જ ઓછા અને વીક છે.....જેને કારણે અમને એ સુખ મળ્યું નથી....!
આકાશ ! યાર....આપણા સમાજ નું ઘડતર જ એ રીતે થયું છે કે, તેમાં સદા સર્વોપરી પુરુષ જ રહે છે.સ્ત્રીનું સ્થાન સદા તે પછી જ આવે છે.
આપણો સમાજ જ્યારે પણ આવી હાલતમા કોઈ દંપતી મુકાય તો કાયમ સ્ત્રીનો જ વાંક કાઢે કે, તેનામા જ ખામી હશે.કદી પણ પુરુષ તરફ આંગળી નથી ચિંધાતી.....!આજ સુધી તો હું પણ એજ માનતો હતો કે....જાનકીમાં જ ખામી હશે.....મારા રીપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે ખામી જાનકીમાં નથી....મારામાં છે, હું હવે જાનકી સામે નજર પણ નથી મેળવી શકતો.....!
આકાશ ને ઉદિતા ...આ વાત સાંભળી ગંભીર થઈ ગયા.
ગંભીરતાને ખંખેરતા....આકાશે કહ્યું.....દોસ્ત ચિંતા ના કર...તું એ માટેની મેડીસીન તો શરુ કરી દે.....!
આકાશ યાર...એતો ક્યારની શરુ કરી દીધી.....તે પછી પણ મે રીપોર્ટ કરાવ્યો તો કશો જ પ્રોગ્રેસ નથી .
ડૉ .ને પૂછયું....તો તેમણે પણ આશ્ર્ચર્ય જ વ્યકત કર્યું.
આકાશે ગંભીર થતાં પૂછ્યું...હવે શું થશે દોસ્ત ?
સુજોયે કહયું, ડૉ .એ એક બીજો ઉપાય સૂચવ્યો છે.......
" ટેસ્ટ ટયૂબ બેબી " નો....!
જેમાં ' સ્પર્મ દાન' થી જાનકીના શરીરમાંથી ઇંજેક્શન દ્રારા
અંડકોષમાંથી એક બીજ લેવામાં આવે...અને તેને ગર્ભાશય ની બહાર ફલિન ટ્યૂબમાં પુરુષના શુક્રકોષ સાથે ફલિત કરીને વિકસાવામાં આવે ,પછી તેને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે.....!
તે ખૂબ ખર્ચાળ છે, અને તેમાં
' સ્પર્મ નું દાન' પણ તો જોઇયે ને.....!
આકાશ ખુશી થી બોલી ઉઠ્યો યાર...
હવે તો ' સ્પર્મ બેંકો ' પણ ખૂલી ગઈ છે ,જ્યાંથી તને ....તે હાજર માં મળી જશે, પછી તકલીફ ક્યાં છે ?
સુજોયે કહ્યું...હા દોસ્ત, તારી વાત એકદમ સાચી છે....પણ, સ્પર્મ બેંકમાં ના જાણે કોના-કોના સ્પર્મ ને સ્ટોરેજ કરવામાં આવ્યા હોય? અને ત્યાં તેમના નામ તો હોતા નથી ! તો પછી,ગમે તેવા ના સ્પર્મ લઇને તેને ફલિત કરવામાં આવે તો ,બાળકમાં પણ તેના રંગ સૂત્રો મુજબ અનુવાંશિક ગુણ તો આવી જ જાય ને....? એટલે હું ખૂબ ચિંતિત છું....દોસ્ત.....! શું કરુ ,શું ના કરુ....?
સુજોયની વાત સાંભળીને આકાશે ચિંતિત સ્વરે કહ્યું.... હા યાર , તારી વાત તો સાચી છે...આ વાત ત્યાં જ અટકી ગઇ.
થોડા દિવસ પછી આકાશનો મોબાઇલ રણક્યો ,સુજોય પર... અને ખૂબ ખુશ થતા બોલ્યો......યાર...તારા આ કામમાં જો હું મદદ કરું તો....?
શું ?શું ?શું ?
તું શું બોલે છે એ તને ખબર છેને દોસ્ત ? સુજોયે આકાશ ને કહ્યું.....!
હા યાર,પૂરેપૂરી ખબર છે.
આ વાતની મેં ...ઉદિતા સાથે પણ ચર્ચા કરી , તો.....મને અને ઉદિતાને આ વાત યોગ્ય લાગી....અને તેણે પણ ખુશીથી મંજૂરી આપી છે......બસ, આ વાત આપણે ચાર જણા જાણીશું....... તું....હું ...ઉદિતા...અને ડૉકટર...
જાનકીને આ વાતની ખબર પડવા દેવાની નથી....બોલ દોસ્ત, તને મંજૂર છે આ વાત....?
અરે યાર, તું શું બોલે છે ? મારા જેવો નસીબદાર કોણ હશે ? કે, જેને "આવા મિત્રો મળ્યા છે."...! મને આ વાત મંજૂર છે ....દોસ્ત...! હું આજે જ ડૉકટર પાસે જાઉં અને બધી વાતોથી માહિતગાર કરું છું....
પછી તે આપણને જ્યારે કહેશે ત્યારે આપણે .. .. ..
હા.....સ્યોર દોસ્ત.....તું જયારે કહેશે ત્યારે , અમે હોસ્પીટલમાં આવી જઇશું...
સુજોયે આ વાતની ચર્ચા ડૉ .ને મળી ને કરી , તો તેઓ પણ રાજી થયા અને ખૂબ ટૂંક સમયમાં જાનકીની ટ્રીટમેન્ટ શરુ કરી...અને બે મહિનાની ટ્રીટમેન્ટ પછી એક દિવસ....સુજોયને તે માટે ....તેના દોસ્ત ને બોલાવવા કહેવાયું અને આકાશ-ઉદિતા ત્યાં આવ્યા.....અને આકાશે પોતાના સ્પર્મનું દાન કર્યું...!અને તે સાથે જ જાનકી ના અંડકોષ માંથી બીજને ઈંજેક્શન દ્રારા લઇ ને બહાર કસનળીમાં ફલિત કરવા માટે લેવામાં આવ્યું.....!
ત્યારે......મનોમન બધાં જ તેમાં સફળતા મળે તેવી પ્રાર્થના કરવા લાગ્યા. પણ....પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો .ડૉકટરે સાંત્વના આપતા કહયું કે....ઘણાં કેસોમાં આવું બને છે, માટે આપણે બીજો ચાન્સ લેશું.....!આ દરમિયાન જાનકીએ સુજોય ને ઘણી વાર પૂછ્યું...કે કોણ આપણને આ મદદ કરે છે....? પણ, સુજોયે કશો જવાબ ના આપતા...એટલું બોલ્યો ....એ ડૉનર ની પહેલી શર્ત જ એ છે કે એનું નામ જાહેર કરવામાં ન આવે.....!એટલે જ ડૉ. એ નામ નથી જણાવ્યું...!
અને બીજા મહિને...ફરીથી પ્રયાસ કર્યો....અને ડૉક્ટરે જયારે શુભ સમાચાર આપ્યા કે...."જાનકી હવે મા બનવાની છે"....!બસ,આ વાક્ય જ સુજોય-જાનકી માટે ....સોનેરી વાક્ય હતા.....!બંન્નેની ખુશીનો પાર ન હતો....!સુજોય ની આંખો ખુશીથી છલકાઇ ઊઠી...! તેણે આ ગુડ ન્યૂઝ પોતાના દોસ્ત ને આપ્યા...અને અંત:કરણથી ...બન્નેનો આભાર માન્યો.
અને...જાનકી ને તો જાણે ર્સ્વગ જ મળી ગયું હતું કે ફાઈનલી....તેમને મમ્મી પાપા કહેનાર આ દુનિયામાં આવી રહયું છે...!
તેણે સુજોયને એ વાતે પણ માફ કરી દીધો કે.....તેણે એ વાત જાનકીથી છુપાવી હતી કે , તે પાપા નથી બની શકવાનો .
ડૉ .ની દેખરેખ હેઠળ જાનકીએ એક શુભ સવારે....પુત્રને જન્મ આપ્યો. "તેમની ખુશી નો કોઈ પાર નહોતો."...!
આકાશ-ઉદિતા પણ તેમની ખુશીમાં સામેલ હતા.....!
અને પુત્રનું નામ પણ આકાશ અને ઉદિતાએ જ પાડયું....જાનકીના ખૂબ આગ્રહ થી....!
તેમના પુત્ર નું નામ પાડયું...."ઇશાન"...!
માતૃત્વ---આ એક પરણિત નારીનું
'પૂર્ણ શ્રૃંગાર' રુપી કાવ્ય છે.દરેક પરણિત સ્ત્રી ત્યાં સુધી અધૂરી છે, જ્યાં સુધી તે એક 'મા' નથી બનતી .
બાળકના જન્મતાની સાથે જ તેઓ એક બીજા સાથે સ્નેહના અતૂટ બંધને બંધાય જાય છે.
આવી જ લાગણી-જાનકી ને પણ થવા લાગી હતી....ઇશાનના જન્મ પછી....!જ્યારે જ્યારે તે નાનકડા ઇશાનને હાથમાં લેતી....અને તે તેને સ્માઇલ આપતો તો , જાનકીને લાગતું કે આખી દુનિયા નું સુખ જાણે તેના પાલવમાં સમેટાઇ આવ્યું હોય તેમ અનુભવતી.....! ઇશાન પણ હવે ૧૦ મહિનો થયો હતો .તે હાથ પકડી ચાલવા લાગ્યો હતો .
અચાનક એક દિવસ આકાશ-ઉદિતા પર કુદરત નો વજ્રઘાત થયો . તેમનો પુત્ર 'આરવ' ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યો.તેનો આઘાત ઉદિતાને એવો લાગ્યો કે , તે અર્ધપાગલ જેવી થઇ ગઇ હતી .ત્યારે જાનકી સતત તેની કાળજી રાખતી અને તેના પુત્ર ઇશાન ને તેના ખોળામાં રમવા મૂકતી.....તો એટલો સમય ....ઉદિતા ની હાલત સુધરતી.....પછી પાછી એજ હાલત તેની રહેતી..ડૉ .ની દવા પણ અસર નહોતી કરતી.જેનાથી આકાશ, સુજોય અને જાનકી પણ ચિંતાતુર રહેતા.જ્યારે જ્યારે ઇશાન તેના ખોળામાં રમવા આવતો.....તેને હવે તે પોતાનો આરવ જ સમજવા લાગી હતી....તેથી જાનકી હવે ઈશાનને તેના ખોળામાંથી લેવા જતી....તો તેને લેવા દેતી નહી.....અને જાનકી ને ધક્કા મારતી.....એમ સમજીને કે, તે તેનો દિકરો છીનવી જશે.
શરુમાં જાનકી તેના માટે જતું કરતી હતી,પણ હવે તેને એમ લાગવા લાગ્યું કે, તે તેના પુત્રથી દૂર થવા લાગી છે.....તો ધીરે ધીરે તેણે ત્યાં જવાનું બંધ કરી દીધું...તેની અસર ઉદિતા ના મગજ પર ખૂબ ઘેરી પડી .ડૉ . પર ડૉ . બદલાતા ગયા....પણ તેની હાલત ખૂબ નાજુક બનતી ગઇ....આકાશ અને સુજોય બન્ને લાચાર હતા...એક 'મા' મમતા આગળ....!
જાનકીના આવા વર્તનથી સુજોયને ખૂબ દુ:ખ થતું ,તે મનોમન ગુસ્સે પણ થતો હતો કે ...હકીકત માં આ જે સુખ તેમને મળ્યું, તે તો આકાશ ને ઉદિતા ને કારણે જ છે....આજે મારા મિત્રો ને જરુર છે તો , હું કાંઇ કરી શકતો નથી .બાળક પર એ લોકોનો પણ હકક છે....!પણ જાનકીને આ વાત તે કહી શકતો નથી .
આજ કારણે તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા.અને તનાવ વધી ગયા હતા,એક દિવસ ગુસ્સા માં સુજોયથી સાચી વાત જાનકી સમક્ષ બોલાઇ ગઇ.....!
જે સાંભળીને તે પથ્થરની મૂર્તિ સમાન જ બની ગઇ....!સુજોયના ખૂબ બોલાવવા છતાં તે કશું બોલી ના શકી. તો ઉદાસ ચહેરે સુજોય ઓફિસ જવા નીકળ્યો .
સુજોયના ગયા પછી ક્યાંય સુધી જાનકી અવાચક્ રીતે તે ગયો તે જ દિશામાં જોતી રહી . ખુદ સમજી શકી નહીં તેની જિંદગી ની આ કશ્મકશ ને....!
ઇશાનના રડવાથી તેની વિચાર તંદ્રા તૂટતા.....મનમાં કાંઇક નિર્ણય કર્યો અને જલદીથી ઇશાનના કપડાં ને ચીજો બેગમાં ભરી ઇશાન ને લઇ તે ગાડી જાતે ડ્રાઇવ કરી....ઉદિતાને ઘરે પહોચી . તે વખતે આકાશ પોતાના હાથે ઉદિતાને જમાડતો હતો .
ભાભીને ઇશાન સાથે ઘણા વખતે આવેલા જોઇ ખુશ થતા બોલ્યો...આવો-આવો ભાભી....કેમ છો ? ઇશાન ..કેમ છે ?જાનકીએ કાંઇ જવાબ ના આપતા એક મ્લાન સ્માઇલ જ આપ્યું , ઉદિતાની ખબર પૂછી આકાશને અને ધીરેથી ઇશાન ને તેના ખોળામાં મૂકી દીધો....કાયમ માટે....!
આ કરતા તેનું કાળજું કંપતું હતું ...કેમ કે, પોતાના કાળજા ના ટુકડાને આ રીતે સોંપતા જીવ નહોતો ચાલતો...પણ ,પોતાના પુત્રના પ્રેમમાં તે એ ભુલી ગઇ હતી કે પોતાની સખીની હાલત કેવી છે.
તેની આ હરકત જ્યારે આકાશ ને સમજાઈ ત્યાં સુધી માં તો તે આંખ માં અશ્રું સાથે રવાના થઇ ગઇ.
આકાશ....ભાભી...ઊભા રહો ....એમ બૂમો પાડતો રહ્યો.....પણ જાનકીના પગ ના રોકાયા.
અચાનક નાના બાળકને પોતાના ખોળામાં જોતા.....ઉદિતા પહેલા સમજી કે કોઇ ઢીંગલું છે....પણ ઇશાને તેના નાજુક હાથ વડે તેના ગાલે સ્પર્શ કર્યો.....તો તેણે પહેલી વખત જરા સ્માઇલ આપી....નહીં તો કાયમ જ ગુસ્સો જ કરતી .તેની આ હરકતથી આકાશને આશા બંધાઈ ,પણ,તેનું હ્રદય દ્રવી ઉઠ્યું.... જિંદગી ની આ કેવી વિટંબણા.....!
એક 'માં'....બીજી 'માં'ની હાલત સુધારવા ....પોતાના લાડલાના પ્રેમનું બલિદાન.....!
તેની આંખો ભરાઇ આવી .હું કેવી રીતે સુજોય ને કહીશ ?
તે કેવું વિચારશે ? આજ ગડમથલ તેના મનમાં ચાલતી રહી..
સાંજે સુજોય ઘરે આવ્યો તો ઘરમાં નિરવ શાંતિ હતી.ઇશાનનો અવાજ નહોતો સંભળાતો ,જાનકી પણ દેખાતી ન હતી .તેથી તેને ખૂબ આશ્ર્ચર્ય થયું....અને બેગ મૂકી ...જાનકી...જાનકી ની બૂમો પાડતા બેડરુમ માં આવ્યો .જોયું કે જાનકી બેડ પર અચતેન પડી હતી,અને ઇશાન ક્યાંય દેખાતો નહતો.જાનકી ને ખૂબ ઢંઢોળતા તેણે આંખો ખોલી...તો રડી રડીને તે લાલ થઈ ગઇ હતી.જાનકી....ઇશાન ક્યાં છે ? ઇશાન નું નામ આવતાં અત્યાર સુધી બાંધી રાખેલો અશ્રુનો ધોધ એકદમ વહી પડયો....તે ખૂબ રડી...પછી બધી વાત કરી....
સુજોયે તેની વાત સાંભળતા ....તેને ગાઢ આશ્ર્લેષ માં લેતા રુદનવાળા સ્વરે કહ્યું...ડિયર આ તે ખૂબ ઉમદા કામ કર્યુ......!આનાથી વધારે તે બોલી શકયો નહીં .શબ્દો જ અબોલ રહયા....બસ, દિલમાંથી તે વેદના ધાર બની અશ્રુ મારફત વહેતા રહયા.....!
ઇશાનના આવવાથી આકાશનું ઘર નંદનવન બની ગયું.ઉદિતા પર પણ તે અસર દેખાતી હતી..ડૉ. ની દવા અને ઇશાનના સાંનિધ્યમાં તે ઝડપ થી સારી થવા લાગી..તે સંપૂર્ણ પણે સારી થઇ જતાં ઇશાનને પોતાને ત્યાં જોતા અચરજ થયું ! આકાશ....ઇશાન કેમ અહીં છે ?
જાનકી બહાર ગઇ છે ,તેને અહીં મૂકી ને ? ત્યારે આકાશે બધી વાત કહી તેને...તે વાત સાંભળીને ખળભળી ઉઠી.એક મિનિટ વધારે ના બગાડતાં,ઇશાન અને આકાશને લઇ જાનકીને ત્યાં જવા રવાના થઇ.
જાનકીના ઘરે પહોચ્યા તો....તે રુમ માં નહતી...જાનકી કયાં છે તું ?
અચાનક પોતાના નામની બૂમ સાંભરતા તે બહાર આવી,સામે જ ઉદિતાના હાથમાં ઇશાનને જોતા તેનું હૈયું હાથમાં ના રહયું....ઈશાન...મારા દિકરા....એમ બોલી આગળ વધી,પણ પગ અટકી ગયા....તેનું હ્રદય દ્રવી ઉઠયું... દિલ પર કાબુ રાખી નિસ્તેજ અવાજે આવો કહી....નિરુત્તર રહી.
ઉદિતાએ ઈશાનને તેના હાથમાં સોપતા બોલી....સખી આ તારી અમાનત તને પાછી સોપું છું...!એ તારો જ પુત્ર છે અને રહેશે....!
ના...ના ઉદિતા એ તારી અમાનત છે...!ચારે જણાં વચ્ચે ખૂબ દલીલો થઇ....પણ જાનકી કેમે કરી રાજી ના થઇ.તે દિવસે તો ઇશાનને લઇ પાછા આવ્યા.ઉદિતા જાણતી હતી જાનકીનો સ્વભાવ....જાનકી કોઇ પગલું ભરે એ પહેલા જ ...આકાશને બધી વાત સમજાવી....તો આ વાત તેને પણ યોગ્ય જ લાગી.
બીજે દિવસે એક કાબિલ વકીલને શોધી....એક કેસ તૈયાર કરાવડાવ્યો.
જેથી , કોર્ટનાચુકાદાને...સુજોય..જાનકી
ઉથાપી ના શકે.અને ઇશાન સદા તેમની પાસે રહે.
તો જાનકીએ પણ ઇશાનને દત્તક તરીકે ઉદિતાને આપવા કાયદાકીય સહારો લીધો .
આ રીતે બન્ને સખીઓની મમતા અને પ્રેમ કોર્ટ ના દ્રારે આવી પહોચી હતી .
'હ્રયુમન ટ્રિબ્યૂનલ ઓફ લો' માં આ કેસ આવ્યો હતો......!અને આજે એનો ચુકાદો છે...!
જજ શ્રી એ બધા જ મુદ્દા પર ચર્ચા સાંભળી....તે બોલ્યાં કે મારી જિંદગીમાં આ કેસ પહેલો છે જેમાં બન્ને 'માં' નું મમત્વ આજે કોર્ટે ચઢ્યુ છે...! હું તો બન્નેના બલિદાનને સેલ્યુટ કરુ છું....છતાં ચુકાદો તો આપવો પડશે...માટે હું એ નિર્ણય પર આવ્યો છું.....એમ બોલ્યા તો...બધા ના શ્ર્વાસ અધ્ધર થઇ ગયાં....કે હવે તે શું બોલશે ?
તેમણે ચુકાદા પર આવતા કહયું....જોવા જઇએ તો ઇશાન પર બન્નેનો હક્ક છે....!
પણ ભારતીય સંસ્કૃતિમાં સદા દાન કરનારનું સ્થાન સર્વોચ્ચ રહયું છે....અહીં મિ. આકાશ .દવેએ રાજીખુશીથી પોતાની વાઈફની સંમતિથી પોતાના દોસ્ત માટે સ્પર્મ ડોનેટ કર્યા છે.....જેના ફળ સ્વરુપ આ બાળક છે....
માટે આ બાળક આજથી શાહ પરિવાર નું જ ગણાશે...તેઓ જ તેના ફાધર મધર છે....તેમ બોલી તેમનું બયાન પૂરુ કર્યુ,....અને કેસ ખારીજ કર્યો......તો તાલીઓના ગડગડાટથી કોર્ટ રુમ ગાજી ઉઠયો...
બધાની આંખમાં હર્ષના આંસું હતા...!
જાનકીનું હૈયું હાથમાં ના રહયું....તે દોડતી ઉદિતા પાસે પહોંચી ને ઝડપથી તેને ઉચકી લીધો અને વહાલના ચુંબનોથી નવઙાવી દીધો..... આ રીતે ઇશાન તેના ફાધર મધર પાસે પહોચી ગયો..

સમાપ્ત....

ફાલ્ગુની પરીખ.