હાલ્ફ લવ
ભાગ-૧૨
પિયુષ કાજાવદરા
આગળ જોયું.
બંસરી અને રાજ ની કર્મા કોફી કાફે માં મુલાકાત ચાલુ હતી અને બંને વચ્ચે હવે વાતો મિત્રો ની જેમ થવા લાગી હતી અને હવે આગળ જોઈએ.
હમમ, આજે કાઈ સરખી રીતે વાત થાય છે. નહિતર લાસ્ટ વખતે તો હજુ મળ્યા પણ નહોતા અને પાછા જુદા થવાનું થયું. “રાજ બોલ્યો.”
હમમ, સાચી વાત છે એટલે જ મેં તને રવિવાર એ જ મળવાનું કહ્યું. “બંસરી બોલી.”
હમમ, બોલ તો તારી ટ્રેનીગ ક્યારે પતે છે? અને પછી શું કરવાનો પ્લાન છે કાઈ વિચાર્યું છે? “રાજ બોલ્યો.”
મારી ટ્રેનીગ બસ ૨૦ દિવસ પછી જ પતે છે અને એના પછી શું કરવું એ તો મેં હજુ વિચાર્યું નથી પણ હા, એટલું જરૂર વિચાર્યું છે કે થોડો સમય આરામ કરવો છે, પછી જોઈએ કાઈ. “બંસરી બોલી.”
અને તારે? તારે કેમ ચાલે છે? “બંસરી ફરી બોલી.”
હું બસ અત્યારે તો દવાખાનું ખોલવા માટે નાની એવી જગ્યા શોધું છું જો મળી જશે તો શરૂવાત કરી દઈશ ત્યાં સુધી અહી કામ તો કરું જ છું. “રાજ બોલ્યો.”
હમમ...
રાજ અને બંસરી થોડી વાર માટે ચુપ રહ્યા અને કોફી પીવા લાગ્યા. ક્યારેક બંને ની નજર મળી જતી તો એકબીજા ને જોઇને સ્મિત આપતા અને ફરી પાછા કોફી પીવામાં વ્યસ્ત થઇ જતા.
તું સુંદર છે તો તને પ્રપોસ તો કરવા વાળા ઘણા હશે? નહી? “રાજ થોડું શરમાતા બોલ્યો.”
બંસરી થોડી વાર સુન થઇ ગઈ કારણકે આ સવાલ નો જવાબ શું આપવો એ બંસરી ને ખબર નહોતી પણ તે થોડું શરમાયા વગર ટ્વિસ્ટ આપવા માગતી હતી.
હા, મારા જેવી છોકરી જો મળતી હોય તો પ્રપોસ કરવા વાળા તો હોવાના જ ને. “બંસરી હસતા હસતા બોલી.”
તો કોઈ નો ચાન્સ લાગ્યો કે નહી? “રાજ બોલ્યો.”
બંસરી ને લાગ્યું રાજ હવે લાઈન પર આવ્યો એને સીધું તો ના પૂછ્યું કે કોઈ ચક્કર હતું પહેલા કે નહી પણ ઘુમાવી ફેરવી ને પૂછે છે.
હમમ, રાજ મને એક વાત નો જવાબ આપ ચાલ. “બંસરી બોલી.”
હા, પૂછ સવાલ.
કદાચ હું તને એમ કહું કે મારે પહેલા કાઈ ચક્કર હતું તો શું તું મારી સાથે આગળ સબંધ રાખવાનું વિચારે કે નહી? અને જે હોય એ મને સાચો જ જવાબ આપજે, મારે બનાવટી જવાબ નથી જોતો. “બંસરી બોલી.”
રાજ થોડી વાર માટે ચુપ થઇ ગયો, કશું પણ બોલ્યો નહી.
કેમ એટલું વિચારે છે મેં બસ ખાલી કીધું છે કે મારે ચક્કર હોય તો મારી સાથે સબંધ રાખે કે નહી? એટલો પણ અઘરો સવાલ મેં નથી કર્યો. “બંસરી ફરી બોલી.”
હમમ, તારો સવાલ મને અઘરો નથી લાગ્યો, બસ એટલું જ વિચારું છું કે કદાચ તારું કોઈ ચક્કર હશે તો પણ સામે વાળો વ્યક્તિ કેવો હશે કે જેને આવી સુંદર છોકરી ને આમ મૂકી દેતા જીવ ચાલ્યો હશે. કદાચ હું હોવ તો મારો જીવ તો ના જ ચાલે. “રાજ હસતા હસતા બોલ્યો.”
હા, કદાચ તારો જીવ ના ચાલે પણ મારો જીવ તો ચાલે જ ને. “બંસરી પણ સામે હસતા હસર બોલી.”
હમમ, એ પણ છે, અને હા થોડી ઘણી મારી વિચારસરણી જુના લોકો જેવી તને લાગશે, પણ એમાં મારો કોઈ ફોલ્ટ નથી કારણ કે જયારે આપણ ને કોઈ પસંદ હોય છે અને આપણે એને બીજા કોઈ વ્યક્તિ સાથે જોઈએ એટલે અંદર થી બળતરા તો થવાની જ છે અને એ સાહજિક છે એના હું કે તું બંને માંથી કોઈ પણ કશું નથી કરી શકવાના એટલે હા મને થોડું ઘણું અલગ ફિલ થશે પણ એ બધું આપણે એક બીજા ને ઓળખી લઈએ ત્યાં સુધી જ હશે પછી હું તને જાણતો હોઈશ એટલે મારા મગજ માં આવતા ઊંધા વિચારો આપમેળે દુર થઇ જશે. “રાજ બોલ્યો.”
વાહ, એટલે તું મને પસંદ કરે છે એતો નક્કી જ છે ને. “બંસરી ટીખળ કરતા બોલી.”
હા, એટલે જ તો આપણે બંને અહી સાથે બેઠા છીએ ને નહિતર અત્યારે તું પણ તારા ઘરે હોત અને હું પણ કાઈ બીજે બેઠો હોત. “રાજ હસતા હસતા બોલ્યો.”
હમમ, ચાલ હવે તું તારા વિશે કાઈ બોલ?તારી જિંદગી માં કોઈ હતું પહેલા કે? “બંસરી બોલી.”
ના, હજુ સુધી તો મારી પસંદ માં ફીટ બેસે એવી કોઈ છોકરી મને મળી જ નથી. તારી પહેલા પણ લગભગ મેં ૩-૪ છોકરી જોય છે પણ હું એને બીજી વાર મળ્યો પણ નથી. તું પહેલી છે કે જેને મને મળવા ની ઈચ્છા થઇ તને વધુ જાણવાની ઈચ્છા થઇ. “રાજ બોલ્યો.”
ઓહ, તો હું લકી છું એમને. “બંસરી બોલી.”
ના, લકી તું નહી, હું છું કારણ કે તે પણ મને આ રીતે મળવાની હા પાડી. “રાજ બોલ્યો.”
પણ , સાચું કહું તો મને મારી કોલેજમાં એક છોકરો પસંદ હતો, લગભગ એ પણ મને પસંદ કરતો હતો પણ મને મારા માં બાપ ના વિરુધ માં જઈએ ને લગ્ન કરવા નહોતા એટલે મેં વધુ વિચાર્યું નહી અને મારા સપનાઓ ને એ જ કોલેજ માં દફનાવી નાખ્યા. “બંસરી બોલી.”
રાજ ના મો પર સહેજ મુંજવણ દેખાય રહી હતી પણ તે ખુલી ને બોલી નહોતો શકતો એવું બંસરી ને લાગી રહ્યું હતું, પણ બંસરી પણ રાજ ને સારી રીતે ઓળખવા માગતી હતી જે તે છોકરીઓને કઈ રીતે જુવે છે, છોકરીઓ વિશે કેવું વિચારે છે. જેવો બહાર થી દેખાય છે ડેશીગ એવો જ અંદર છે કે નહી એ બંસરી ને જાણવું હતું એટલે એ રાજ ને થોડા સમય માટે ગોળ ગોળ ફેરવવા માગતી હતી.
હમમ, તો પછી તે કે એ છોકરા એ કોઈ દિવસ પ્રપોસ ના કર્યું કોઈ દિવસ? “રાજ બોલ્યો.”
હા, મેં નહી પણ એ છોકરા એ મને એક દિવસ પ્રપોસ કરેલું પણ મેં એને કહી દીધું કે હું વિચારી ને જવાબ આપીશ, અને પછી એ એના માટે દરરોજ પૂછવાનું થઇ ગયું અને મેં કંટાળી ને એને હા કહી દીધી, લગભગ અમે ૧ વર્ષ સુધી સાથે રહ્યા અને પછી દરરોજ ની ઝગડા, વિચારો નું મળવું નહી, હું કોઈ બીજા સાથે વાત કરું તો ઊંધું સમજવું. એને મારા પ્રત્યે વધારે સ્ટ્રેસ અને પોજેસીવ હતો પણ પછી બધી વાતો માં એ ચાલે એમ નહોતું. હું એક પાંજરા માં પૂરેલા પંખી ની જેમ જીવતી હતી. હું થાકી ગઈ હતી એ જિંદગી થી અને એક દિવસ મેં વિચારી લીધેલું કે હવે બસ. મેં બોલાવ્યો એને અને જે સત્ય હતું એ બધું કહી દીધું બસ ત્યાર થી અમે જુદા પડી ગયા. બંને ના રસ્તા અલગ થઇ ગયા બસ હવે ક્યારેક વાત થઇ જાય છે ફોર્માલીટી પુરતી. “બંસરી બોલી.”
હમમ, તો હજુ ક્યારેક વાત થાય છે એમને? “રાજ બોલ્યો.”
બંસરી સાફ જોય શકતી હતી કે રાજ ને જલન થઇ રહી હતી અને બંસરી પણ એ જ જોવા ઈચ્છતી હતી.
ક્યારેક એટલે, મેં તો એ દિવસ થી લઇને આજ ના દિવસ સુધી એકવાર પણ ફોન નથી કર્યો બસ એનો ફોન આવે તો વાત થાય બાકી હું કોઈ દિવસ ફોન નથી કરતી. “બંસરી બોલી.”
હમમ, સારું સારું બોલ હવે નાસ્તો શું કરીશ, કોફી તો ક્યારની પતી ગઈ છે હવે કાઈ પેટપુજા પણ કરી લઈએ. “રાજ બોલ્યો.”
તારી રીતે કાઈ પણ ઓર્ડેર આપી દે મારે અહી ના મેનુ માં જે પણ છે એ બધું ચાલશે. “બંસરી હળવા એવા સ્મિત સાથે બોલી.”
રાજ ઉભો થઈને ઓર્ડેર આપવા જાય છે, અને બંસરી ત્યાં બેઠી બેઠી રાજ ની રાહ જોવે છે. રાજ ઓર્ડેર દઈને પાછો આવે છે.
અને પાછી વાતો ચાલુ થાય છે.
સાચું કહું રાજ તો મને એ વાત પર થોડો ઓછો વિશ્વાસ આવ્યો કે આ જમાના માં પણ કોઈ સિંગલ મળે. તને કોઈ તો ગમ્યું જ હશે ને સાવ આમ તો મને નથી લાગતું કે હોય. “બંસરી હલકા એવા સ્મિત સાથે બોલી.”
હા, ગમે તો ઘણી બધી પણ બધા સાથે બધું થઇ જાય એવું જરૂરી તો નથી ને? બસ એટલા માટે જ આપણે તો સિંગલ સારા એવું વિચારતા વિચારતા જ એટલો મોટો હું ક્યારે થઇ ગયો એની ખુદ મને પણ ખબર ના રહી અને આજે છોકરીઓ પણ બતાવવા લાગ્યા. “રાજ બોલ્યો.”
હમમ, સારું સારું અને આમ પણ લવ બધા ને થઇ જ જાય એવું પણ ક્યાં જરૂરી છે. અત્યાર ના બધા ટીન એજર આકર્ષણ ને જ લવ નું નામ આપી દેતા હોય છે અને બસ એ જ આકર્ષણ સમય જતા ધીમે ધીમે ઓછુ થતું જાય અને પછી? પછી બ્રેક અપ અને આ ત્યાં જ સુધી જ સીમિત નથી રેહતું. બે દિવસ અપસેટ રહે છે કે અપસેટ રહેવાનો દેખાવ કરે એતો હજુ સુધી મને ખબર નથી પડી કારણ કે એ ત્રીજા દિવસે તો એને પાછો કોઈ બીજા સાથે લવ થઇ ગયેલો હોય છે, બસ આમ જ તો બધા એ પ્રેમ ને બદનામ કર્યો છે. “બંસરી બોલી.”
હા, એકદમ સાચી વાત છે તારી. “રાજ એ હા માં હા મિલાવી.”
પણ એક વાત કહું મને આજે જ ખબર પડી કે તું આટલું બધું બોલે છે. “રાજ હસતા હસતા બોલ્યો.”
હા, હું તને એ જ તો કહેતી હતી જેમ જેમ સાથે રહેશું એમ બધી તને ખબર પડી જશે. બાકી હું કહું અને તું સાંભળે એ વાત માં શું મજા. “બંસરી બોલી.”
વાહ, શાયરાના મિજાજ. “રાજ બોલ્યો.”
હા, કભી કભી.
હમમ, અચ્છા હૈ. “રાજ હસ્યો સાથે.”
ઓર્ડર આવી ગયો ત્યાં સુધી માં.
વાહ, તને પણ ગ્રીલ સેન્ડવીચ ભાવે છે? “બંસરી ઉત્સાહ સાથે બોલી.”
હા, કેમ? તને પણ ભાવે છે? “રાજ થોડો ખુશ થતા થતા બોલ્યો.”
શું રાજ કેવા સવાલ કરે છે તું પણ, મેં તો તને પહેલા જ કહેલું ને કે અહી ના મેનુ માં જે પણ છે એ બધું મારું ફેવરીટ જ છે. “બંસરી બોલી.”
રાજ થોડો અચકાયો પહેલા ખુશ થઇ ગયેલો એટલે, પણ બંસરી ફરી પાછી બોલી.
પણ હા, એ બધા માં પણ ગ્રીલ સેન્ડવીચ મારી સૌથી વધુ ફેવરીટ છે. ચાલ હવે નાની એવી મુસ્કાન લાવી દે.
બંને એ વાતો ચાલુ જ રાખી અને સાથે સાથે નાસ્તો કરવાનું પણ ચાલુ રાખ્યું.
પણ આજે મારે તમને એક વાત કહેવી છે પ્રેમ અને આકર્ષણ વચ્ચે ની બંને વચ્ચે બહુ મોટો તફાવત છે. પ્રેમ એક એવી વસ્તુ છે જ્યાં માત્ર આકર્ષણ નથી હોતું. હા, આકર્ષણ હોય છે જરૂર પણ શરીર નું માત્ર નહી. વિચારો નું, લાગણીઓનું, એક બીજા ને સમજવાનું, એકબીજા માં કાઈ પણ વિચાર્યા વગર ઢળી જવાનું, કોઈ પણ પરીસ્થિતિ માં એકબીજા નો હાથ પકડી રાખવાનું, અને હજુ તો આવું ઘણું બધું છે અને આ બધું જયારે ભેગું થાય બસ એ જ છે પ્રેમ અને આકર્ષણ એ બહુ અલગ વસ્તુ છે. એ તમને બધા સાથે થઇ જશે રસ્તે જતી કોઈ સારી છોકરી કે છોકરો જોયો એક વાર તો નજર પડશે જ અને પડશે એટલે લગભગ બીજી વખત તમને પાછળ ફરી ને જોવાનું મન પણ થશે જ. આ છે આકર્ષણ, ટી.વી પર સારી હિરોઈન જોય અને ગમી ગઈ તો એ પ્રેમ નથી માત્ર આકર્ષણ છે અને લગભગ એ જ હિરોઈન થોડા દિવસ તમારી સાથે રહેશે, મજા આવશે, ગમશે, જિંદગી માં બધું જ મળી ગયું છે એવો એહસાસ પણ થશે પણ જયારે વિચારો અલગ થવા લાગશે, બંને એકબીજા ને સમજશે નહી એટલે બધો દિલ માં કંડારેલો પ્રેમ ગાયબ કારણ કે ત્યાં પ્રેમ કોઈ દિવસ હતો જ નહી. ત્યાં તો આકર્ષણ હતું અને એ પણ માત્ર શરીર નું જ. શરીર ના કામ પત્યા એટલે ભાગ્યા પોત પોતાના રસ્તે. હા, એમાં કોઈ સંદેહ નથી કે પ્રેમ ની શરૂવાત આકર્ષણ થી જ થાય છે. પણ એ જ પ્રેમ નો અંત એકબીજા નો હાથ પકડી ને મરવા સુધી ની સફર સુધી સાથે રહે એ જ ખરો પ્રેમ. જયારે જિંદગી નો છેલ્લો શ્વાસ લઇ રહ્યા હોવ અને તમારો સાથી તમને મળ્યા ત્યાં થી લઈને અત્યાર સુધી ની સફર ની વાતો કહી રહ્યો હોય ત્યારે તમારા હોઠો પર જે સ્મિત હોય છે, એ ખુશી લગબગ દુનિયા ના અમીર માણસ ના ચેહરા પર પણ નહી હોય. ત્યારે તમને દુખ જરૂર હશે પણ એ વાત નું નહી હોય કે તમારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, પણ દુખ એ વાત નું હશે કે મારા ગયા પછી મારી પત્ની કે પતિ નું શું થશે? જેને આજ સુધી મને મૂકી ને પાણી નો એક ગ્લાસ પણ નથી પીધો. દોસ્તો પ્રેમ કરવો જ હોય ને તો કાઈ પણ વિચાર્યા વગર છેલ્લા શ્વાસ સુધી નિભાવી શકો એવો કરજો. બાકી શરીર ની હવસ તો રૂપિયા થી પણ બુજાવી શકાય છે.
બંસરી અને રાજ નો નાસ્તો પત્યો અને લગભગ બપોર ના ૧૨.૩૦ થઇ ગયા હતા.
રાજ હવે લેટ થશે આપણે અહી થી નીકળવું જોઈએ. “બંસરી બોલી.”
લેટ થશે? હજુ તો ૧૨.૩૦ જ થયા છે. “રાજ બોલ્યો.”
હા, હજુ ૧૨.૩૦ થયા છે પણ હજુ આપણે નીકળવા ની તૈયારી કરીશું અને ઘરે પહોચીશું ત્યાં તો ૧.૩૦ જેવું તો આરામ થી થઇ જશે. “બંસરી બોલી.”
હમમ, તારી વાત બરાબર છે કાઈ નહી ચાલ ફરી પાછા મળવાનું જ છે ને. “રાજ હસતા હસતા બોલ્યો.”
બંને ત્યાંથી બહાર નીકળે છે.
ચાલ એક સેલ્ફી લઈએ. “રાજ બોલ્યો.”
ના, રાજ અત્યારે નહી ફરી ક્યારેક વાત. “બંસરી બોલે છે.”
રાજ નો થોડો મુડ ઓફ થાય છે પણ બંસરી હા નથી પાડતી. બંસરી રાજ ની બાઈક પાછળ બેસે છે અને રાજ બંસરી ને ડ્રોપ કરવા માટે બંસરી ના ઘર તરફ ગાડી ચલાવે છે.
રહસ્ય એ બોવ મોટી વાત છે જ્યાં સુધી ખુલતા નથી ત્યાં સુધી આપણે સામે વાળી વ્યક્તિ ને જાણી શકતા નથી અને જાણી જોઇને બનાવેલા સ=રહસ્યો આપણે ઉકેલવા જઈએ તો પણ ઉકેલાતા નથી. રાજ અને બંસરી ની વાર્તા માં પણ આગળ જઈએ ને એવું જ કાઈ થવાનું છે હવે અહી રહસ્યો બને છે કે પછી રહસ્યો ઉકેલાય છે એ જાણવા માટે તમારે હાલ્ફ લવ સાથે જોડાયા રહેવું પડશે.
વધુ આવતા અંકે...