સં . ૧૯૯૫.... મારી લખેલી કૃતિ
મારા મનની મીનાકારી,
ફરીથી ત્યાં આવીને અટક્યો છું કે ક્યાંથી શરુ કરું...
સમય સાંજ નો છે તારા પ્રેમની શરુવાત અહી ક્યાંકથી થી હતી, તારા સ્મિતના સ્પંદ નો ઝીલવા તલપાપડ થી રહીલો હું ક્યાં સુધી તો ક્ષિતિજ પર ઝ્જુમીયા કરતો ને છેવટે ક્ષિતિજની પેલે પારતારા સ્પ્નોમે સરી જાઉં છું.
આજે ફરી એ સાંજના કિનારે ઉભો છું, ફરીથી તારા આવવાની અને તને મારા મનની તારા પ્રેમના જવાળામુખી ની વાત ,
અહીએક અદ્ભુત ક્ષણ જન્મી હતી, અહી મારા દિલમાં તે આકાર લીધો હતો, અહી અનુભૂતિ થઈ તારા ‘પ્રેમ’ ની જે આજે મારી લાગણી ઓને હું લિપિઓમાં આકરી રહ્યો છુ, નથી કોઈ ઉષ્માનો થડકાર નથી ભાવનાઓની સરવાણી અહી એક શરુ થઈ તારા પ્રેમની વાર્તા ......
તું તો મારા માટે એક કોયડો જ લાગે છે, જાણે ખુલ્લી કિતાબના કોરા પાના કે બીડેલા ફૂલની બિડાયેલી સુગંધ ? તું કાગળ પર આલેખાયેલું કોઈ શિલ્પ જ બની હોઈ જેને કોઈ પરિમાણો નથી હોતા....
તારા પ્રેમમાં તો મેં મારા માનવીય અસ્તિત્વ ને તારી કલ્પનાના બીબામાં ઢાળી દીધું છે.
તું કેટલી નિખાલસ છે, વાતાવરણ ને તું મહેકતું કરી દે, તારી પારદર્શક સોમ્યતા મને સ્પર્શી ગઈ, તારી મચકારા આંખોમાં હું ભૂલો પડી ગયો છું ને તારું સ્મિત મારી ઉત્કૃતષ્ટ ને તારા હોઢોની વચ્ચે જ જકડી લે તું, તને જોઈ ને ગુલમહોરની જેમ મ્હોરી ઉઠું છુંને કદાચ એટલે જ તારો દીવાનો થઈ ગયો છું...
આ આખું હ્રદય ખાલીખમ છે તારા માટે બધી વેદના નસ-નસમાં વહી રહી છે, તને શું ખબર કે આજે એક આખો યુગ મારી બાજુમાંથી પસાર થઈ ગયો ને મને ખબર ન પડી.
કાશ કે તું ઝાંઝવાનું જળ બની હોય, મારી લાગણી ના હરણાં દોડ્યા જ કરે .... તારા પ્રેમ પાછળ.....
બીજું કાઈ નહી માત્ર “હા” અને “ના” નો તારો વિવેક પૂર્વકનો જવાબ મારા જીવનને નંદનવન બનાવી દેવા સમર્થ છે...
તારો ....
ને તારા કરતા અધિક,
તારા પ્રેમનો દીવાનો
તા.ક.,
કોકિલ ને કુંજ વિના ન ચાલે,
મોરને નુત્ય વગર ન ચાલે,
આવું તે કેવું તારું રુપ
કે મને તારા વગર ન ચાલે,
“હું તને પ્રેમ કરું છું” કહેવામાં ઘણીવાર જિંદગીમાં ઘણું મોડું થઇ જાય.... છે ...,
એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતું હતું... ફૂલે પંખીને પૂછ્યું.., “તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે...?” પંખીએ હસતાં હસતાં કહ્યું, “ખબર નહીં કેમ પણ તારાથી દૂર જવાની મને ઈચ્છા જ નથી થતી. મને બસ એમ જ થાય છે કે હું તને એક ક્ષણ પણ મારી નજરથી દૂર ન કરું.!!!...”
ફૂલને થયું કે આ તો સાલું ભારે પડ્યું છે અને મારો પીછો મૂકે તેમ લાગતું નથી. મારે કોઈ ઉપાય કરીને આને મારાથી દૂર કરવું જ પડશે...., એણે પંખીને કહ્યું, “તું કાયમ મારી સાથે રહેવા ઈચ્છે છે ?” પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયું એવું લાગ્યું જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધું. એણે તો તુરંત જ કહ્યું, “હા”, હું કાયમ તમારી સાથે જ રહેવા માંગુ છું.”
ફૂલે કહ્યું, “જો હું અત્યારે સફેદ છું જ્યારે હું લાલ થઈ જઈશ ને ત્યારે આપણે બંને કાયમ માટે એક થઈ જઈશું.” આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યું અને ગાવા લાગ્યું. ફૂલ વિચારમાં પડી ગયું કે હું તો સફેદ છું લાલ તો થવાનું જ નથી. આ તો આનો પીછો છોડાવવા માટે મેં આમ કહ્યું પણ આ તો એવું માની બેઠું લાગે છે કે હું લાલ થઈ જઈશ. એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ ગઈ લાગે છે.
પેલા ફૂલની આસપાસ ખૂબ કાંટા હતા. પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરીરને કાંટા સાથે અથડાવવાનું શરૂ કર્યું. પંખીના શરીરમાંથી લોહીના છાંટા ઊડીને ફૂલ પર પડવા માંડ્યા અને ફૂલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં જોવો તો પંખીનું આખું શરીર વીંધાય ગયું છે અને પેલું સફેદ ફૂલ પૂરેપૂરું લાલ થઈ ગયું. ફૂલને હવે સમજાયું કે પંખી એને કેટલો પ્રેમ કરે છે...! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચે નમ્યું અને કહ્યું, “દોસ્ત મને માફ કરજે. હું તો તમારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તમારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હું પણ તને પ્રેમ કરું છું દોસ્ત…” ફૂલ સતત બોલતું જ રહ્યું પણ સામે કોઈ જ જવાબ ન મળ્યો ત્યારે ફૂલને સમજાયું કે હવે ઘણું મોડું થઈ ગયું છે...,
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે પણ કોઈ આપણને ખરા દિલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ… જાળવજો… સંભાળજો… ક્યાંક પ્રેમનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય !
આ પ્રેમ માતા-પિતાનો, ભાઈ-બહેનનો, પતિ-પતનીનો કે એક મીત્રનો પણ હોય શકે છે...