Amuk Sambandho Hoy chhe - 16 in Gujarati Love Stories by Dharmishtha parekh books and stories PDF | અમુક સંંબંધો હોય છે - 16

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

અમુક સંંબંધો હોય છે - 16

Bhag 16

આગળ ભાગ ૧૫ માં આપે જોયું કે, એન્જલ આંખોમાં આંસુ સાથે પોતાના રૂમમાં જતી રહે છે. થોડીવાર બાદ અનમોલ અને જાનવી પણ બેડરૂમમાં સુવા જતા રહે છે. પણ ત્રણે માંથી કોઈને પણ ઊંઘ આવતી ન હતી. એન્જલ પોતાની જાત સાથે જ વાર્તાલાપ કરી રહી હતી તો આ તરફ અનમોલ અને જાનવી પણ એકબીજા સાથે નયન વિશે વાતો કરી રહ્યા હતા. રાતના બે વાગવા આવ્યા હતા. એન્જલ હજુ પણ રડતી આખે માત્રને માત્ર નયનને જ યાદ કરી રહી હતી. અચાનક બાલ્કનીમાં કઈક અવાજ સંભળાતા તે દોડીને બાલ્કનીમાં જાય છે. પણ બાલ્કનીમાં કોઈ જ હતું. ચોતરફ નજર ફેરવ્યા બાદ નીચે જોતા તેને ઠંડીમાં ધ્રુજતો નયન દેખાય છે. નયન ઇસારાથી એન્જલને નીચે આવવાનું કહે છે, પરંતુ મમ્મી પપ્પાના ડરને લીધે હાલ એન્જલ નયનને મળી શકે તેમ ન હતી.

હવે આગળ

એન્જલ કોઈ પણ ભોગે નયનને મળવા આતુર હતી, પણ બહાર મમ્મી પપ્પાનો અવાજ સંભળાતા તે નયનને પાછા ઘેર જતા રહેવાનું કહી ઉદાસી સાથે અંદર રૂમમાં આવી, ઓશીકામાં પોતાનું મો છુપાવી ખુબ રડે છે. તે આતુરતા પૂર્વક સવાર પડવાની રાહ જોઈ રહી હતી. રાત્રીના બે વાગી ચુક્યા હતા, આમ છતાં એન્જલની આંખોમાં ઊંઘ ન હતી. તે દોડીને ફરી બહાર બાલ્કનીમાં આવે છે. ગુલાબી ઠંડીમાં પવનનો સ્પર્શ એન્જલને નયનના સ્પર્શનો અહેસાસ કરાવી રહ્યો હતો. થોડીવાર બાદ તેમની નજર સામે બગીચામાં ઠંડા પવનની લહેરથી જુલી રહેલ વૃક્ષની ડાળી પર પડે છે. એ વૃક્ષની ગોદમાં ઠંડીમાં ધ્રુજી રહેલ નયનને જોતા એન્જલ નયન પાસે જવા ગાંડી દોડ મુકે છે. અચાનક મેઈન ગેટ ખુલવાનો અવાજ સાંભળતા જાનવી અને અનમોલ બહાર આવે છે. એન્જલને બગીચા તરફ જતા જોઈ બંને તેમની પાછળ જાય છે. એન્જલ પોતે ઓઢેલ શાલમાં જ નયનને સમાવી લે છે. એન્જલ પ્રત્યેનો નયનનો સાચો પ્રેમ જોઈ જાનવી અને અનમોલ પણ એ જ ક્ષણે લગ્ન માટે હા પાડી દે છે. ત્રણે નયનને અંદર ઘરે લાવે છે. જાનવી નયનને પોતાના ખોળામાં સુવડાવી માથે હાથ ફેરવા કહે છે, “બેટા... હું અને એન્જલના પપ્પા તો તારા અને એન્જલના લગ્ન માટે માની ગયા છીએ, પણ તારા મમ્મી પપ્પા...”

જાનવીને આગળ બોલતા અટકાવતા નયને મજાક કરતા કહ્યું, “જબ મિયા બીવી રાઝી, તો ક્યાં કરેગા કાઝી”

નયનની વાત સાંભળતા જાનવીએ ગંભીરતાથી કહ્યું, “બેટા... ‘લવ’ મજાક હોય શકે પણ ‘લગ્ન’ એ કોઈ મજાક નથી”

“આંટી... મારા માટે તો ‘લવ’ અને ‘લગ્ન’ બંને ખુબ જ મહત્વના છે” નયને પણ થોડું ગંભીરતાથી કહ્યું.

જાનવી અને નયન વચ્ચે વાતચીતમાં વચ્ચે સુર પુરાવતા અનમોલે કહ્યું, “પણ... ‘લવ’ અને ‘લગન’માં લોચો પડશે તો?”

અનમોલની વાતનો જવાબ આપતા નયને કહ્યું, “ ‘લવ’ અને ‘લગન’માં લોચો ત્યારે જ પડે જયારે તેમાં ‘લાગણી’નું પ્રમાણ ઓછું અને ‘લેવળ-દેવળ’નું પ્રમાણ વધુ હોય. જયારે મારા અને એન્જલના સંબંધમાં લેવળ-દેવળ’નું સ્થાન પણ ‘લવ’ અને ‘લાગણી’એ જ લઇ લીધું છે. માટે લોચો પડવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો...!”

નયનની અટપટી વાતો ન સમજાતા અનમોલે કહ્યું, “લગ્ન માટે લોકો વર કન્યાની કુંડળી મેળવતા હોય છે, પણ અહી તો સાસુ જમાઈની કુંડળી મળી રહી હોય એવું લાગી રહ્યું છે. મારી પત્ની તો લેખક છે, પણ આ જમાઈ પણ લેખકો અને કવિઓ જેવી ઉચ્ચ કોટીની ભાષા ઉચ્ચારી રહ્યા છે”

એન્જલ ગરમા ગરમ ચા અને પકોળાની પ્લેટ લાવી ટીપોઈ પર મુકતા કહે છે, “ સોબત તેવી અસર હોય ને...!”

અનમોલ પકોળું ખાતા અને મસાલાવાળી ગરમ ચા ની ચૂસકી લેતા પૂછે છે, “ જે રીતે તારી મમ્મી લેખક છે, એ જ રીતે નયનની મમ્મી પણ લેખક છે કે શું?”

એન્જલે જાનવી અને નયનને ચા નો કપ આપતા કહ્યું, “નયનની મમ્મી તો લેખક નથી, પણ મારા મમ્મીના લેખો વાચી વાંચીને એ પણ લેખક જેવી જ ભાષા બોલે છે”

“આંટી... હું એન્જલને તો હમણાથી ઓળખું છું પણ તમને તો બાળપણથી જ ઓળખું છું. મારા પપ્પા આતુરતા પૂર્વક રવિવારની રાહ જોતા હોય છે. રવિવારની સવાર પડતા જ તે પેપર લઇ ચા ના કપ સાથે અગાસી પર એકાંતમાં તમારો લેખ વાચવા જતા રહે છે. એમને જયારે જાણ થશે કે હું તમારી દીકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું ત્યારે એમની ખુશી મારી ખુશીથી અનેક ગણી વધુ હશે” નયને તેમના પપ્પાનો ઉપરછેલ્લો પરિચય આપતા કહ્યું.

“જો એવું જ હોય તો હવે હું પણ તારા પપ્પાને મળવા આતુર છું” જાનવીએ પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું.

વાતો વાતોમાં સવાર ક્યારે પડી જાય છે એ વાતનું પણ કોઈને ભાન રહેતું નથી. ટેબલ પર પડેલ આલારામ રણકતા અને સૂર્યના સોનેરી કિરણો બારી માંથી રૂમમાં પ્રવેશતા બધા એકી સાથે ગુડ મોર્નિંગ બોલી ઉઠે છે. એકી સાથે બોલાયેલ આ વાક્ય વાતાવરણમાં થોડી હળવાસ લાવે છે.

થોડીવાર બાદ નયનના ફોનમાં એમના પપ્પાનો ફોન આવતા તે ફોન રીસીવ કરી સ્પીકર પર કરે છે.

“હેલ્લો...બેટા, તું ક્યાં છે?”

“હેલ્લો... પપ્પા, હું....”

નયનની વાતને કાપતા તેમના પપ્પાએ કહ્યું, “તારો અવાજ સાંભળી લીધો એનો અર્થ એ થયો કે તું બિલકુલ ઠીક છો. માટે મારે હવે એ નથી જાણવું કે તું ક્યાં છો...! મને તારા પર પૂરો વિશ્વાસ છે. અને હા, ઘેર આવ ત્યારે રસ્તા માંથી ન્યુઝ પેપર લાવવાનું ભૂલતો નહિ. આજે આપણા ઘેર પેપર આવ્યું જ નથી. અને તને તો ખબર છે કે રવિવારે મને ચા ન મળે તો ચાલે, પણ પેપર વિના ન ચાલે”

“પપ્પા, હવે થોડું મને બોલવા દેશો...! તમે જેમનો આર્ટીકલ વાચવા માટે મારી પાસે ન્યુઝ પેપર મંગાવી રહ્યા છો, હાલ હું એમના ઘેર એમની બાજુમાં જ બેઠો છું”

“ ‘બેટા બેટા હોતા હે, ઓર બાપ બાપ હોતા હે’ દીકરા... હું તારો બાપ છું, મને મામા બનાવવાની કોશિસ ન કર સમજ્યો...! ચાલ, હવે બહુ થયું. વધુ મજાક નહિ કર અને પેપર લઈને સીધો ઘરે આવ” આટલું કહ્યા બાદ નયનના પપ્પા નયનની વાત સાંભળ્યા વિના જ ફોન કાપી નાખે છે.

ફોન પર નયન અને તેમના પપ્પા વચ્ચે થયેલ વાતો સાંભળ્યા બાદ જાનવી નયનને કહે છે, “તું આજે જ તારા મમ્મી પપ્પા સાથે અમારી મુલાકાત કરાવી આપ. એટલે અમે ચારેય સાથે મળીને તમારા લગ્નની તારીખ પાકી કરી નાખીએ”

જાનવીની વાત સાંભળતા એન્જલ જાનવીને ગળે વળગતા કહે છે, “ થેન્કયુ સો મચ... માય સ્વીટ સ્વીટ મોમ”

નયન પણ પોતાની ખુશી વ્યક્ત કરતા જાનવીનો હાથ પકડતા કહે છે, “ થેન્કયુ, થેન્કયુ, થેન્કયુ સો મચ માય મધર ઇન લો... હું અત્યારે જ મારા પપ્પાને અહી લાવું છું” આટલું કહી તે ઝડપથી બેડ પરથી ઉભો થાય છે.

“અને સાંભળ... તારા મમ્મીને પણ સાથે લાવજે. એક માં માટે એમનું બાળક જ સર્વસ્વ હોય છે. તારી ખુશીમાં જ એમની છુપાયેલ છે” જાનવીએ નયનને કહ્યું.

નયન જાનવીને આગળ બોલતા અટકાવતા કહે છે, “મારા માટે મારા પપ્પા જ મારી માં અને મારા બેસ્ટ ફ્રેન્ડ તથા ગુરુ છે”

“ઓહ.... એમ સો સોરી, શું હું તારો ભૂતકાળ જાણી શકું?” જાનવીએ બેડ પરથી ઉભા થતા કહ્યું.

“તમને પૂરો હક છે મારો ભૂતકાળ જાણવાનો” આટલું બોલતા તેમની આંખોમાં આંસુ સાથે ગુસ્સો આવી જાય છે. તેમણે એન્જલ સામે જોતા ખુબ જ ધીમા અવાજમાં કહ્યું, “બની શકે તો મને માફ કરજે એન્જલ. મેં તારાથી મારા જીવનની સૌથી અગત્યની વાત છુપાવી છે. મારો ઈરાદો તારાથી સત્ય છુપાવવાનો ન હતો. પરંતુ હું જયારે પણ મારો ભૂતકાળ યાદ કરું છું ત્યારે....”

ભૂતકાળ યાદ કરતા નયનનું શરીર ઠંડુ પડવા લાગ્યું હતું. તેમના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. એન્જલે નયનના બંને હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, “આપણા સંબંધમાં શંકા અને અવિશ્વાસનું કોઈ જ સ્થાન નથી, માટે આગળ કઈ જ બોલવાની જરૂર નથી. અને આમ પણ મને તમારા ભૂતકાળ સાથે કોઈ જ લેવા દેવા નથી. મારે તો બસ તમારો વર્તમાન અને ભવિષ્ય જોઈએ છે”

એન્જલના મુખે આ વાક્ય સાંભળતા જાનવીએ અનમોલને કહ્યું, “યાદ છે... અનમોલ...! આજથી બાવીસ વર્ષ પહેલા આ જ વાક્ય તમે મને કહ્યું હતું?”

અનમોલે જાનવીની આંખોમાં પોતાનું પ્રતિબિંબ નિહાળતા કહ્યું, “હું ત્યારે પણ લેખક ન હતો અને આજે પણ લેખક નથી, આમ છતાં તારી નિખાલસતા, માસુમિયત અને સચ્ચાઈ મને પણ લેખક બનાવી દે છે”

થોડીવાર મૌન રહ્યા બાદ અનમોલ નયન અને એન્જલને કહે છે, “બેટા... ભૂતકાળ ભલે કેટલો પણ કડવો કેમ ન હોય, પણ ભવિષ્યને સજાવવું હોય તો જીવનસાથીને એ કડવો ભૂતકાળ કહેવો ખુબ જ જરૂરી છે”

અનમોલની વાત સાથે સહમત થતા નયને કહ્યું, “તમારી વાત સો ટકા સાચી છે. હું ફક્ત એન્જલને જ નહી પરંતુ આપને પણ મારો ભૂતકાળ જણાવવા માગું છું”

નયન પોતાનો ભૂતકાળ જણાવતા કહે છે, “હું નફરત કરું છું મારી માં ને... સ્ત્રી માટે એમનું બાળક અને એમનો પતિ જ સર્વસ્વ હોય છે, પણ એ સ્ત્રીએ કોઈ બીજા પુરુષ ખાતર મારી અને મારા પપ્પાની જીંદગી બરબાદ કરી નાખી છે. આજે મારા પપ્પા જીવે છે તો ફક્ત મારા માટે. આઈ હેટ માય મોમ” ભૂતકાળ યાદ કરતા નયનની આખો માંથી જાણે અંગારા વરસી રહ્યા હતા.

નયનની વાત સાંભળ્યા બાદ અનમોલ જાનવી અને એન્જલના દિલમાં નયન પ્રત્યે વધુ સહાનુભુતિ જન્મે છે. નયનને આશ્વાસન આપતા જાનવીએ કહ્યું, “બેટા, સિક્કાની હમેશા બે બાજુ હોય છે. પણ તે હજુ સિક્કાની એક જ બાજુ જોય છે. તે હમેશા એ જ જોયું અને સાંભળ્યું જે તારા પપ્પાએ દેખાડ્યું અને સંભળાવ્યું. તે કદી તારા મમ્મીને મળવાની કોશીસ કરી છે? તે કદી તારા મમ્મીની પીડાને મહેસુસ કરી છે? કદી એમના દિલની વાતને જાણવાની કોશીસ કરી છે? શું તું જાણે છે, કે હાલ તારી મમ્મી ક્યાં અને કોની સાથે છે?”

વારંવાર ‘માં’ શબ્દ સાંભળતા નયનનો ગુસ્સો વધવા લાગે છે તે ગુસ્સામાં પોતાના બંને હાથ ટેબલ પર પછાડતા કહે છે, “મારે નથી જાણવું કે હાલ એ સ્ત્રી ક્યાં અને કોની સાથે છે”

નયનના ચેહરા પર ઉદાસી અને આંખોમાં શુષ્મ આંસુ સાથે એમની માં પ્રત્યેનો ગુસ્સો જોતા જાનવી અને અનમોલ થોડીવાર માટે નયન અને એન્જલને એકાંતમાં વાતો કરવાનો મોકો આપતા રૂમની બહાર જતા રહે છે.

એકાંત મળતા જ એન્જલ નયનને ગાઢ આલિંગન આપતા કહે છે, “સમય અને સંજોગો બદલાતા સંબંધોમાં રહેલ પ્રેમ અને લાગણી પણ બદલાય છે. એ સમય તમારો ન હતો, પણ આ સમય માટે તમારો જ છે”

એન્જલની વાત સાંભળતા નયન વધુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે અને ધ્રુજતા હાથે એન્જલનો હાથ પકડતા કહે છે, “એ સ્ત્રી તો મને જન્મ આપીને છોડીને જતી રહી, પણ હવે ક્યાંક તું પણ મારા અસ્તિત્વને જન્મ આપ્યા બાદ....”

નયનને આગળ બોલતા અટકાવી એન્જલે તેમના માથા પર હાથ ફેરવા આંખોમાં આંસુ સાથે કહ્યું,

“ચાહા હે તુજકો, ચાહુંગી હર દમ

મર કે ભી દિલ સે એ પ્યાર ન હોગા કમ”

ક્રમશ: ..........

( મિત્રો, પ્રસ્તુત સ્ટોરી આપને પસંદ આવી રહી હોય અને આગળ પણ વાચવા ઉત્સુક હોય તો વોટ્સઅપ પર મને મેસેજ કરી આપનો અભિપ્રાય જણાવવા વિનંતી.)

ધર્મિષ્ઠા પારેખ

8460603192