નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૧૭
ઓહ માય ગોડ!
રિતેશ અને રુપાલી ફાટી આંખે આખો ઘટનાક્રમ સાંભળી રહ્યાં હતાં, પછી?
અમારા બન્નેના શરીર પર એટલી લાહ્ય બળતી હતી કે જાણે કોઈએ અમને ઊંચકીને ધગધગતા તેલની કઢાઈમાં ન ફેંકી દૃીધા હોય! મોક્ષ આવેશપૂર્વક કહી રહ્યો હતો, એક તો ફર્શ પર પછડાવાથી ઓલરેડી મૂઢમાર લાગ્યો હતો ને ઉપરથી આ બળતરા. મને મારા કરતાં માયાની વધારે િંચતા હતી. એ તો બિચારી...
રુપાલીએ માયા તરફ જોયું. એ દૃૂર બારી પાસે ઊભી ઊભી શૂન્ય નજરે દૃૂર સ્ટ્રીટલાઈટને તાકી રહી હતી.
મિશેલની આંખોમાં કંઈક છે! મોક્ષના અવાજમાં ક્રોધ અને લાચારી બન્ને તરવરતા હતા, કંઈક ન સમજાય એવું, કોઈક તાકાત! એ તમારી સામે જુએ ને જાણે જોરદૃાર ધક્કો લાગ્યો હોય એમ તમે ફેંકાઈ જાઓ, તમારા આખા શરીરે કાળી બળતરા ઉઠે. તમારી સામે એવું ત્રાટક કરે કે તમે બંધાઈ જાઓ, જકડાઈ જાઓ, તમારી જગ્યા પરથી એક ઈંચ પણ ચસકી ન શકો. આ કેવી રાક્ષસી તાકાત, રિતેશ? બધા પેગન પાસે આવી શકિત હોતી હશે?
એ બધું છોડ, પહેલાં એ બોલ કે આ બધું પત્યું કેવી રીતે?
અમે ક્યાંય સુધી તરફડતાં રહ્યાં. એ ઊભી થઈને નજીક આવી. વીંધી નાખતી નજરે અમને આંખે જોતી રહી.
કશું બોલી નહીં?
એક શબ્દૃ સુધ્ધાં નહીં.
પછી?
લગભગ દૃસેક મિનિટ પછી પહેલી વાર એણે આંખનો પલકારો માર્યો ને એનું ત્રાટક તૂટ્યું. એ સાથે જ અમે તરત ઊભાં થઈને બેડરુમની બહાર ભાગ્યાં.
કમાલ કરે છે તું, રિતેશ અકળાઈ ઉઠ્યો, એ તારો બેડરુમ છે. તમે લોકો શું કામ બહાર ભાગ્યાં? એ સાલીનું બાવડું પકડીને બહાર કેમ ન ફેંકી દૃીધી?
તું સમજતો નથી, રિતેશ. આઈ વોઝ હેહ્લપલેસ. અમારો શ્ર્વાસ જબરદૃસ્ત રુંધાતો હતો, જાણે કોઈએ ગળાટૂંપો દૃઈ દૃીધો હોય એમ. વી હેડ ટુ એસ્કેપ.
રિતેશ આશ્ર્ચર્ય અને નિરાશાથી મોક્ષને જોતો રહ્યો. માથું ધૂણાવીને એણે નિશ્ર્વાસ છોડ્યો, પછી?
અમે જેવાં બહાર નીકળ્યાં કે બેડરુરમનું બારણું ધડામ કરતું બંધ થઈ ગયું. અમે હચમચી ગયાં હતાં. શું કરવું, શું વિચારવું એ સમજાતું નહોતું એટલે પછી તમારી પાસે આવી ગયાં.
મોક્ષે આંખો બંધ કરી, બન્ને પગ ટિપોઈ પર લંબાવી સોફાની ધાર પર માથું ઢાળી દૃીધું. રિતેશ-રુપાલીના સાતમા માળ પર આવેલા ફ્લેટના ડ્રોઈંગરુમમાં શાંતિ ઊકળતા લાવાની જેમ પ્રસરી ગઈ. રિતેશ હજુય ક્રોધથી તમતમી રહ્યો હતો. એ ઉશ્કેરાટથી કહેવા લાગ્યો:
પાણી હવે નાકથી ઉપર વહેવા માંડ્યું છે, મોક્ષ. ઘરની બહાર મિશેલ ગમે તે કરે, નાગી થઈને નાચવું હોય એટલું નાચે, વી ડોન્ટ કેર, પણ ઘરની અંદૃર શું કામ આ જાદૃુટોણાં કરે છે? મને યાદૃ છે, તમે લોકોએ પહેલી વાર જોઈ હતી ત્યારે પણ એ ગેસ્ટરુમમાં કંઈક પેગન વિધિ કરી રહી હતી...
પણ એ વખતે એનામાં આટલી બધી તાકાત નહોતી, રિતેશ! મોક્ષના અવાજમાં થાક ઉતરી આવ્યો હતો, એ કદૃાચ થોડી ડરેલી પણ હતી, પણ હવે એને બધો ડર જતો રહ્યો છે. બિન્દૃાસ થઈ ગઈ છે એકદૃમ.
એ સ્ત્રીમાં ભય અને શરમ બન્ને નથી, મોક્ષ! રુપાલીએ કહ્યું, એન્ડ ધેટ્સ ડેન્જરસ!
મોક્ષ કશું ન બોહ્લયો. એણે આંખો મીંચી દૃીધી. બિલકુલ નંખાઈ ગયો હતો એ. રિતેશે એની પાસે જઈને ખભો થપથપાવ્યો, હલો! પેલી ફિરંગીએ તારા પર રેપ નથી કરી નાખ્યો. સો ચીઅર અપ!
નો, આઈ એમ ફાઈન, મોક્ષ ટિપોઈ પરથી પગ ઉતારીને વ્યવસ્થિત બેઠો, જસ્ટ... થોડી થકાવટ જેવું લાગે છે.
જો દૃોસ્ત! રિતેશ કહેવા લાગ્યો, હવે સાંભળ મારી વાત. તારું સ્ત્રીદૃાક્ષિણ્ય ને તારી શરમ ને તારા ભાઈની ફિયોન્સેની મર્યાદૃા ને એ બધો બકવાસ બહુ થયો. ઈનફ! ચાલ, ઊભો થા. મિશેલનાં નાટક પર પડદૃો પાડી દૃેવાનો સમય આવી ગયો છે. હમણાં જ! અત્યારે જ!
એટલે? રુપાલી બોલી ઉઠી, તું એકઝેકટલી કરવા શું માગે છે, રિતેશ?
ફેંસલો! રિતેશની આંખો લાલ થઈ, આ બાઈ હવે મોક્ષના ઘરમાં એક મિનિટ પણ ન જોઈએ.
મોક્ષ ત્વરાથી ઊભો થઈ ગયો. એના ચહેરા પર સખ્તાઈ ઉપસી આવી, યુ આર રાઈટ, રિતેશ. લેટ્સ ગો. આજે હવે ઈસ પાર યા ઉસ પાર.
એક મિનિટ! રુપાલીને ગભરાટ થઈ ગયો, તમારો લોકોનો ઈરાદૃો શું છે?
ઈરાદૃો સ્પષ્ટ છે! મોક્ષના અવાજની ધાર ઉતરવા લાગી, એક વાર ઘરે જવા દૃે, મિશેલને સામે આવવા દૃે. આપણા ઘરમાં આજે એની છેહ્લલી રાત છે અને...
ક્યારની ચુપચાપ વાતો સાંભળી રહેલી માયાથી હવે વધારે સહન થાય તેમ નહોતું.
તારે ક્યાંય નથી જવાનું, મોક્ષ... ચુપ થઈ જાઓ તમે બન્ને, પ્લીઝ! એણે લગભગ આતંકિત થઈને ચીસ પાડી, આઈ બેગ ઓફ યુ...
સૌ સ્તબ્ધ થઈ ગયાં. લગભગ એકસાથે માયા તરફ ગરદૃન ઘુમાવી. એ શિયાંવિયાં થઈ રહી હતી. આ ઓિંચતા શું થઈ ગયું એને?
"માયા? મોક્ષ અસ્થિર થઈ ગયો, વોટ્સ રોંગ વિથ યુ?
આ જ સવાલ હું તને પૂછું છું... વોટ્સ રોંગ વિથ યુ? માયા રડી પડી.
મોક્ષે પાસે જઈને એને બાથમાં લીધી, પ્લીઝ, રડ નહીં.
માયાનું રુદૃન અટક્યું નહીં. એનાં આંસુથી મોક્ષનું શર્ટ ભીંજાવાં લાગ્યું. મોક્ષ ઢીલો થઈ ગયો. એણે માયાને સોફા પર બેસાડી. માયાને રડતી જોઈને રુપાલીની આંખો પણ છલકાઈ આવી. વાતાવરણ તરલ બની ગયું. થોડી વારે માયા સ્વસ્થ થઈ. આંખો લૂછીને એેણે કહેવા માંડ્યું:
જો મોક્ષ, મેં એક નિર્ણય લીધો છે અને મારો આ નિર્ણય તારે માનવો પડશે, કોઈ પણ દૃલીલ કર્યા વિના.
મોક્ષ જોઈ રહ્યો.
સાંભળ, આપણે હવે આપણા ઘરમાં નહીં રહીએ.
મોક્ષ ચોંક્યો, એટલે?
એટલે એ જ. આપણે હવે આપણા ઘરમાં નહીં રહીએ. કમસે કમ પરિસ્થિતિ શાંત થાય ત્યાં સુધી તો નહીં જ.
શું બોલવું તે મોક્ષને સમજાયું નહીં.
શી ઈઝ રાઈટ, મોક્ષ! રુપાલીએ કહ્યું, જરા બધું થાળે પડવા દૃો, નોર્મલ થવા દૃો. ત્યાં સુધી તમે લોકો અહીં રહો, અમારી સાથે.
શું થાળે પાડવાનું છે, રુપાલી? શું નોર્મલ કરવાનું છે? જ્યાં સુધી મિશેલ ઘરમાં છે ત્યાં સુધી કેવી રીતે નોર્મલ થવાનું છે બધું? અને બીજી એક વાત... મોક્ષે દૃઢતાથી ઉમેર્યું, સુમનને એકલી મૂકીને હું ક્યાંય નહીં જાઉં.
માયાનો અવાજ એકાએક ઊંચો થઈ ગયો, આર્યમાન ઓસ્ટ્રેલિયાથી આવી રહ્યો છેને, મોક્ષ! એના નમણો ચહેરો રોષથી રતુંબડો થવા લાગ્યો, તને કેમ સતત એવું લાગ્યા કરે છે કે એક તું જ સુમનનું ધ્યાન રાખી શકે તેમ છે? વ્હાય? સુમન એકલી તારી જ બહેન છે? આર્યમાનની નથી? આર્યમાનની બહેન પ્રત્યે એની પણ કોઈ ફરજ છે કે નહીં?
મોક્ષ સહમીને ચુપ થઈ ગયો. માયાનાં વ્યકિતત્ત્વની સૌમ્ય સપાટી પરથી ઉગ્રતાનાં મોજાં ક્યારેક જ ઊછળતાં. એ ભાગ્યે જ આટલા ઉકળાટથી વાત કરતી.
મોક્ષે કડવાશથી કહ્યું,યુ નો વોટ માયા, તેં જો સામેથી વાત ન કાઢી હોત તો કદૃાચ મેં જ કહ્યું હોત કે ચાલ ક્યાંક જતાં રહીએ, સુમનને મુકતાબેનના ભરોસે મૂકીને...
અચ્છા? માયા સહેજ વ્યંગથી બોલી, કેમ?
આર્યમાન સાથે મારો આમનોસામનો ન થાય, એટલે! હું એ માણસનું મોઢું સુધ્ધાં જોવા માગતો નથી.
તું વાતને બીજી દિૃશામાં ફંટાવી રહ્યો છે, મોક્ષ. આ સમય તમારા ભાઈઓના ઝઘડા ડિસ્કસ કરવાનો નથી.
રુપાલીએ કહ્યું, એકચ્યુઅલી મોક્ષ, હું તને ઘણા દિૃવસથી આ વાત કહેવાની હતી. માયાને ચેન્જની ખરેખર જરુર છે. મેં જરુર નોટિસ કર્યું છે કે આજકાલ એનો મૂડ ઠીક રહેતો નથી. વાતે વાતે રડી પડે છે. ત્યારે શોિંપગ મૉલમાં પણ એનાથી રડાઈ જવાતું હતું. મને લાગે છે કે જરા માહોલ બદૃલાશે તો... શી વિલ ફીલ બેટર.
ગ્રેટ! રિતેશે ઉત્સાહપૂર્વક કહ્યું, તો શાની રાહ જુઓ છો? બદૃલી નાખો માહોલ! અમારો ગેસ્ટરુમ બિચારો મહિનાઓથી વપરાયો નથી. આવી જાઓ! સાથે મજા કરીશું.
થેન્કસ રિતેશ, પણ... માયા અટકી.
પણ શું?
હું આઉટ-ઓફ-ટાઉન જવા માગું છું.
મોક્ષે એની સામે જોયું, ક્યાં જવાની ઈચ્છા છે?
માયા બે પળ ખામોશ રહી. પછી મક્કમતાથી બોલી ગઈ, "માથેરાન!
જાણે વિસ્ફોટ થયો હોય તેમ સૌ હચમચી ઉઠ્યાં. માયા માથેરાનનું નામ આ રીતે લેશે એવી તો કહ્લપના પણ ક્યાંથી હોય?
આ તું શું બોલે છે? મોક્ષનો અવાજ તરડાઈ ગયો, એકધારી પીડા આપતી નસ ક્રૂરતાથી દૃબાઈ હોય તેમ. તારે માથેરાન જવું છે?
હા.
"માથેરાન શું કામ?
"માથેરાન શું કામ નહીં, મોક્ષ? માયાએ પ્રયત્નપૂર્વક અવાજ સંયત રાખ્યો, સરસ જગ્યા છે, આપણું હોલીડે હોમ છે ત્યાં...
પણ-
"મોક્ષ, મેં તને પહેલાં જ કહ્યું હતું કે મેં એક ડિસીઝન લીધું છે ને એ તારે ચુપચાપ માની લેવાનું છે. તું દૃલીલો શું કામ કરે છે?
મોક્ષ કશું બોલી ન શક્યો. એના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. એણે અસહાય નજરે રિતેશ-રુપાલી તરફ જોયું. એ બન્ને પણ હેબતાઈ ગયાં હતાં. એક અવ્યકત રહી ગયેલા, એક સહિયારા રહસ્યના ભાર તળે.
૦ ૦ ૦
બાબા ગોરખનાથના બારણે ટકોરા મારતી વખતે મિશેલનો હાથ થોડો ધ્રૂજ્યો. આજે સવારે પ્રાઈવેટ નંબર પરથી ટૂંકો ને ટચ એસએમએસ આવ્યો હતો: આવતી કાલે બપોરે ત્રણ વાગે, ઘર. લાલચટ્ટાક ટૉપ નીચે જીન્સનું સ્કિન-ટાઈટ મિની સ્કર્ટ ચડાવીને, ખભે સ્ટાઈલિશ લેધર-પર્સ લટકાવીને બાબા ગોરખનાથના ઘરે પહોંચી ત્યાં સુધીમાં મિશેલનાં મનમાં વિચારોનો ચક્રવાત ફૂંકાઈ ગયો હતો.
દૃરવાજો બાબાએ જ ખોહ્લયો. એ જ કાળી રેશમી લુંગી, એવો જ ઝભ્ભો, ચકચકતું કેશવિહીન મસ્તક.
ન... નમસ્તે, બાબા!
બાબાનો ચહેરો સપાટ રહ્યો. એમની લીલી આંખોમાં ન કોઈ ઉમળકો વર્તાયો, ન આવકારનો ભાવ. કશું બોહ્લયા વિના એ અંદૃર જતા રહ્યા. મિશેલ મૂંઝાઈને એમ જ ઊભી રહી. કશી સૂચના ન મળી એટલે બહાર શૂ-રક પાસે પોતાનાં સેન્ડલ ઉતારીને એ પણ અંદૃર ગઈ. વિશાળ હૉલની બારીઓ પર આજે પણ જાડા અપારદૃર્શક પડદૃા ખેંચાયેલા હોવાથી પ્રકાશ રુંધાઈ ગયો હતો. એન્ટિક ફરનિચર પર અછડતી નજર ઘુમાવીને મિશેલ છેક અંદૃરના કમરા તરફ આગળ વધી ગઈ. ઘેરા કથ્થાઈ રંગે ખાલી દૃીવાલોવાળા, ધૂપ-અગરબત્તીની તીવ્ર સુગંધવાળા આ ઓરડામાં બાબા ગોરખનાથ વ્યાઘ્રચર્મ પાથરીને બેઠા હતા. એક દૃીવાલ પર ચાર હાથવાળી મા કાલીની વિરાટ તસવીર હતી. નીલવર્ણ શરીર, ફાટેલાં મોંમાંથી લટકી રહેલી રાતીચોળ જીભ, કપાયેલાં લોહી નીંગળતાં મસ્તકની માળા.
જાણે છે આ કોની તસવીર છે? બાબાએ પૂછ્યું.
હા. ઈન્ડિયન ગોડેસની.
આ મારી મા છે. મા તારા! બાબાએ શીશ ઝુકાવી પ્રણામ કર્યા, ઘણાં નામ છે એનાં... મા કાલી, કાળકા! જા, પાસે જઈને અગરબત્તી પેટાવ, વંદૃન કર.
સૂચનાનું પાલન કરતી વખતે મિશેલે નોંધ્યું કે ઓરડામાં ચારે તરફ દૃેવદૃેવીઓની પ્રતિમાઓ અથવા તસવીરો ગોઠવવામાં આવી છે.
અહીં આવ. મારી સામે બેસ.
બન્ને પગ વાળીને, એક હાથનો ટેકો દૃઈને એ માંડ માંડ ગોરખનાથની સામે બેઠી. પર્સ બન્ને ગોઠણ વચ્ચે મૂક્યું.
સ્થાને સ્થિરો ભવ ઓમ્ હ્રીં હ્રીં... ઉચ્ચારીને ગોરખનાથે કહ્યું, આ ઓરડાની બધી દિૃશાઓ અને બધા ખૂણામાં દૃેવતાઓની સ્થાપના કરવામાં આવી છે. આ જો, ઈશાનમાં યજ્ઞદૃેવ છે, અગ્નિમાં સાવિત્રી-ચામુંડા-કાલિકા , નૈઋત્યમાં ઈન્દ્રદૃેવ અને વાયવ્યમાં શનિદૃેવ. અમારા ધર્મમાં તમામ દૃેવી-દૃેવતાઓનું આગવું મહાત્મ્ય છે, આગવી કથાઓ છે.
મિશેલ સમજવાનો પ્રયાસ કરતી રહી.
આ સૃષ્ટિ, આ બ્રહ્માંડ... તારા હિસાબે એનું ચાલકબળ શું છે? ગોરખનાથે પ્રશ્ર્ન ફેંક્યો.
હું નથી જાણતી, બાબા! મિશેલે કહ્યું, બસ, આ બધું સમજવા-શીખવા તો હું તમારી પાસે આવી છું.
ભોગ! ગોરખનાથ સરળ અંગ્રેજીમાં કહેતા ગયા, આ સમગ્ર સૃષ્ટિનું કેન્દ્ર, એનું ચાલકબળ ભોગ છે. ચેતનાએ જડ તત્ત્વોને ભોગવ્યા એટલે આ બ્રહ્માંડ પેદૃા થયું. સૂર્યે પૃથ્વીને ભોગવી ને એમાંથી જીવન ઉત્પન્ન થયું. આ જ મનુષ્યજીવનની ઈતિ છે - ભોગ! અગ્નિ પોતાનામાં રેડાતા ઘીને ભોગવે છે. એ જ પ્રમાણે પુરુષે પ્રકૃતિને ભોગવવી જોઈએ. પુરુષનો વિસ્તાર શી રીતે થાય? એની શકિત શી રીતે વધે? પ્રકૃતિના ભોગવટાથી... અને સ્ત્રી પ્રકૃતિનું સ્વરુપ છે!
તો શું સ્ત્રીનું સર્જન કેવળ પુરુષનો ભોગ બનવા માટે જ થયો છે? સ્ત્રીના વિસ્તારનું શું? સ્ત્રીની શકિતનું શું?
નહીં! સ્ત્રી અને પુુરુષ બન્ને એક જ ચેતનાના બે અંગ છે. જેમ પુરુષ સ્ત્રીશરીરને ભોગવીને શકિતમાન બને છે તેમ સ્ત્રી પણ પુરુષશરીરને ભોગવીને શકિતમાન બને છે... અને આ શકિત મંત્રસાધનાથી પ્રાપ્ત થાય છે.
મિશેલ મુગ્ધ થઈને સાંભળતી રહી. પછી કહ્યું, બાબા, એકસાથે આટલું બધું સમજવું મુશ્કેલ છે, પણ તમારા સહવાસમાં ધીરે ધીરે બધું સમજતી જઈશ.
તારા માટે ભોગના જુદૃાં જુદૃાં સ્વરુપોને સમજવું બિલકુલ મુશ્કેલ નથી, મિશેલ, પહેલી વાર ગોરખનાથના તંગ ચહેરા પર આછું સ્મિત ફરક્યું, તને તો પુરુષશરીરનો સઘન અનુભવ છે!
મિશેલનાં મનમાં આર્યમાન ઝબકી ગયો.
શરીર અને નામ - બન્ને સુંદૃર છે એનાં!
મિશેલ ચોંકી, તમે કોની વાત કરો છો, બાબા?
તેં હમણાં જેનું સ્મરણ કર્યું એની. આર્યમાનની!
મિશેલ સ્તબ્ધ થઈ ગઈ. એ કશું બોલી નહીં.
પરિવારમાં કોણ કોણ છે?
"મેં તમને ગયા વખતે વાત કરી હતી મારા ફેમિલીની...
હું આર્યમાનની ફેમિલીની વાત કરું છું.
વેલ, બહુ નાનો પરિવાર છે આર્યમાનનો. મા-બાપ નથી. નાની બહેન સુમન અને...
સુમ...ન! ગોરખનાથે એને આગળ બોલવા ન દૃીધી. એમણે કશોક મંત્રજાપ શરુ કરી દૃીધો. પછી ઝભ્ભાના ખિસ્સામાંથી કાળો દૃોરો કાઢી, લાલ પાણી ભરેલાં ત્રાંબાનાં પાત્રમાં ઝબોળી મિશેલ સામે ધર્યો.
આ લે! ગોરખનાથે વીંધી નાખતી દૃષ્ટિએ જોયું, હું જાણું છું કે તું અને સુમન એક છત નીચે રહો છો. તારે એક કામ કરવાનું છે. આજે ઘરે જઈ, સુમનને નવડાવી, એના ડાબા હાથે આ દૃોરો બાંધી દૃેજે... અને આ કામ સૂર્યાસ્ત પહેલાં થઈ જવું જોઈએ. લે!
શું મતલબ છે આ દૃોરાનો, બાબા?
પ્રશ્ર્નો કરવાનો અધિકાર મેં તને ક્યારે આપ્યો, મૂર્ખ છોકરી? ગોરખનાથે ત્રાડ પડ્યો, તારે ફકત મારા આદૃેશનું પાલન કરવાનું છે, સમજી?
સોરી.
લે આ દૃોરો અને રવાના થા.
મિશેલે ભીના દૃોરાને સાચવીને પર્સમાં મૂક્યો. પછી ગોરખનાથને નમન કરીને નીકળી ગઈ.
જો એણે પીઠ ફેરવીને જોયું હોત તો સુમન તરફ એક ડગલું ઑર આગળ વધી શકાયાનો સંતોષ અનુભવી રહેલા ગોરખનાથની આંખોમાં તરવરી રહેલો રાક્ષસી ભાવ જોઈને છળી મરી હોત!