Ek sainik putri in Gujarati Short Stories by MANAN BHATT books and stories PDF | એક સૈનિક પુત્રી

Featured Books
Categories
Share

એક સૈનિક પુત્રી

એક સૈનિક પુત્રી
એક એક સૈનિક પુત્રી વર્ણવે છે. આર્મી નાં જીવન ની એવી વાતો કે જે સામાન્ય રીતે માણસો સમજી શકતા નથી.

“લપસણી જીભ અને ફાલતૂ વાતો ને કોઈ પસંદ કરતુ નથી. હું પણ આમાં અપવાદ નથી. અપૂરતી માહિતી સાથે નાં અભિપ્રાયો સાંભળી ને મારા લોહી નું એક એક બુંદ ઉકળી ઉઠે છે. આ મોં – માથા વિના ની ચર્ચા ઓ માં થી જન્મે છે સમજ વગર નાં અભિપ્રાયો.”

તાજેતર માં મેં બે કહેવાતા 'શિક્ષિત, સુટેડ-બુટેડ સજ્જનો ને પઠાનકોટ નાં આતંકવાદી હુમલા પર, કે જેમાં આપણા સાત બહાદુર જવાનો એ જીવ ગુમાવ્યો, ચર્ચા કરતા સાંભળ્યા. આ બાબત ની હકીકત એવી હતી કે તેઓ મૃત્યુ પામેલા સૈનિકો નાં પરિવારો ને કેવી રીતે મોટી રકમ નું વળતર મળશે તેની ચર્ચા કરતા હતા.

“હંમે ભી ફૌજ મેં હોના ચાહિયે થા, ભાઈ.” તિરસ્કાર ભર્યા છેલ્લા ઉદગાર અને જમીન પર ફેકાયેલા સિગરેટ નાં બટ સાથે આ મહાનુભાવો ની વાતચીત નો અંત આવ્યો.

મારે તેમને તુરંત પ્રતિભાવ આપવો જોઈતો હતો. રોકડું પરખાવી દેવું જોઈતું હતું. પરંતુ હું ત્યાં સંપૂર્ણતઃ જડવત બની ને ઉભી રહી ગઈ. એવા પુરુષો કે જેમના માટે આર્મી એક માત્ર અઢી અક્ષર નો શબ્દ છે તેમને હું શું અને કેવી રીતે કહું?

આપણા રાષ્ટ્ર માટે નવ વર્ષ ની શરૂઆત એક દુ: ખદ બનાવ સાથે થઇ. આતંકવાદી ઓ નાં પઠાનકોટ ઐર ફોર્સ સ્ટેશન પર હુમલા નાં સમાચારે મને હચમચાવી દીધી. આવા બનાવો પછી સામાન્ય રીતે આપણા દેશમાં જેમ થાય છે હુમલા પર અસંખ્ય સિદ્ધાંતો, સરકારી ઉચ્ચ સ્તરીય બેઠકો, દોષારોપણ રાજકીય રમતો, પ્રશ્નો અને દેશની સુરક્ષા પર અસંખ્ય સવાલો..

મારા પિતા એ ભારતીય સેના માં ૩૨ વર્ષો સુધી ભારતીય સેનામાં સેવા આપી હતી. બાળપણ માં મને તેમની સામે હંમેશા ઢગલામોઢે ફરિયાદો હતી. તેમણે ક્યારેય મારી સ્કુલ માં શિક્ષક અને માતા –પિતા ની મીટીંગ (પી. ટી. આઈ. મીટ) માં ભાગ લીધો નહતો. ક્યારેય મને સ્કૂલ પુસ્તકના ખરીદી કરવા નહોતા લઇ ગયેલા, મને કોઈપણ રમત ગમત સ્પર્ધા માં ભાગ લેતા તમને ક્યારેય જોઈ નહતી. શા માટે મને શાળા નાં દરવાજા સુધી મુકવા કાયમ મારી મમ્મી આવતી? તે સમયે મને મારા પપ્પા નાં મારા પ્રત્યે નાં આ વલણ પ્રત્યે ધ્રુણા થતી.

હું ક્યારેય સમજી ન શકી કે શા માટે પિતાજી તેમના પહેલે થી મેડલો થી ભરેલા અને ચળકતા આર્મી ગણવેશ ને લાંબા સમય સુધી જોઈ ને તેમાં થી ડાઘા કે છુટ્ટા દોરા શોધવા નો પ્રયત્ન કરે છે. ગણવેશ ની પ્રત્યેક ગડ માં સંપૂર્ણતા નો તેમનો આગ્રહ અત્યંત જટિલ જણાતો.

હું તેમના ગણવેશ પર ધૂળ એક સૂક્ષ્મ સ્તર પર તેમના ગુસ્સા ને સમજી શકતી નહીં.

મેં મારા શાળા નાં યુનિફોર્મ અને તેમના લશ્કર નાં યુનિફોર્મ વચ્ચે એવો તે શું ફર્ક હતો તે સમજવા ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ખરેખર હું જવાબ શોધી ન શકી. મારા માટે તો તે પિતા એ પહેરેલો ઘેરા લીલા રંગ નો ગણવેશ હતો, જેને તેઓ ઓફિસ પહેરી જતા.

પિતાજી ની મોટા ભાગ ની પોસ્ટિંગ્સ ફિલ્ડ વિસ્તારો માં જ થતી જેના કરને અમારે તમના થી દૂર અલગ થલગ અમારા પૈતૃક ગામ માં સમય વિતાવવો પડતો. એનો અર્થ એ કે અમે તેમને મહિનાઓ સુધી જોવા પામતા ન હતાં.

મને આજે પણ એ શિયાળા ની બપોર, એ લાલ સ્વેટર અને દરવાજે ઉભેલા મારા પપ્પા યાદ છે. તેઓ એક મહિના ની લાંબી રજા પર ઘેર આવ્યા હતા. મારી ખુશી તો જાણે સાતમાં આસમાન પર હતી. ૩૦ દિવસ પપ્પા કામ પર નહિ જાય. ૩૦ દિવસ તેઓ અમારી સાથે ગાળશે. ૩૦ દિવસ તેઓ અચાનક મોક ડ્રીલ કે મીલીટરી ઓપરેશન માટે અચાનક ગમે તે સમયે ગાયબ નહિ થઇ જાય.

એ સાંજે મારી નોન સ્ટોપ કચ કચ ને સહન કરતા કરતા અચાનક પપ્પા એ મને પૂછ્યું કે તું કયા ક્લાસ માં ભણે છે? મને એક મોટો આંચકો લાગ્યો. આઘાત ભર્યા સ્વરે મેં જવાબ આપ્યો. પપ્પા હું વર્ગ ૬ માં અભ્યાસ કરું છું.

અમારી બંને વચ્ચે એક બેચેની ભરી શાંતિ છવાઈ ગઈ. મારા માટે નવાઈ ની વાત હતી કે મારા કદી લાગણી ઓ વ્યક્ત ન કરનારા છતાંય પ્રેમાળ પિતા લાંબા સમય માટે મને ભેટી રહ્યા. તે સાંજે અમે અમારા નાનકડા સ્કુટી પર પાણીપુરી અને ચીકન સૂપ ખાવા ગયા. એ સાંજે મને જીવન ખરેખર વાસ્તવિક લાગ્યું.

જયારે ૧૯૯૯ માં કારગીલ યુદ્ધ થયું ત્યારે હું ધોરણ 7 માં હતી. પિતાજી ની પોસ્ટીંગ બોર્ડર પર હતી અને મારી માતા અને હું અંબાલા કેન્ટોનમેન્ટ (હરિયાણા) માં પિતાજી થી અલગ આર્મી નિવાસ માં ફરી એક વાર એકલા હતાં. આ સમગ્ર વર્ષ દરમીયાન , ત્રિરંગા માં લપેટાયેલા શબો ની સરકારી વાહનો માં આવાજાહી અવિરત પણે લગભગ રોજિંદા ધોરણે ચાલુ રહેતી. આ સમગ્ર દ્રશ્યો, મને આજે પણ ડરાવી મુકે છે.

આર્મી નાં જવાનો ની પત્ની ઓ – વીર નારી ઓ કે જેમણે તેમના પતિ ને યુદ્ધ માં ગુમાવ્યા છે તેમની ચીસો મારા કાનો માં આજે પણ ગુંજે છે. શહીદો ને અપાતી બંદુકો ની સલામી, સમદુખિયા ની પીડાઓ એક કાળા રંગ નાં ધાબળા ની જેમ અમારી મનોસ્થિતિ અને અમારા બધાં નાં જીવન નો એક મુખ્ય હિસ્સો હતાં.

એક વર્ષ પર્યંત જયારે પિતાજી ઘરે આવ્યા ત્યારે તમની પાસે મને કહેવા માટે અસંખ્ય વાતો હતી, તેમના ફૌજી અનુભવો ની જવાનો નાં શોર્ય અને વીરતા ની. આ પહેલા તેમને મને ક્યારેય આ વાતો કહી નહોતી. કદાચ હવે હું મોટી થઇ ગઈ છું. તેમને સમજવા માટે, તેમની ગેરહાજરી ને સમજી શકવા માટે.

તેમને કુપવારા જીલ્લા માં ફરજ દરમીયાન ફ્રોસ્ટબાઈટ થયેલી તેની વાત હોય કે આતંકવાદી ઓ દૂધ નાં વાસનો માં છુપાવી ને કઈ રીતે AK -47 રાયફલો લઇ જતા તેની. કોમ્બિંગઓપરેશનો દરમિયાન તેમને અનેક વાર ગોળીઓ વાગી ગયેલી તે વાત સાંભળી ને મને ખુબ ગુસ્સો આવેલો. પણ પિતાજી ની આંખો ની ચમક જોઈ ને હું સમજી ગયેલી કે આર્મી અને દેશસેવા નાં તેમનાં ઝનૂન સામે દુનિયા ની પ્રત્યેક વસ્તુ નું તેઓ બલિદાન આપવા તૈયાર છે.

પિતાજી ૨૦૦૭ માં રીટાયર થયા. મારી સામે સોફા પર બેસી ને તેમણે મને કહ્યું. “ સામે જે યુનિફોર્મ છે તે મારો ગર્વ અને સન્માન છે. આ ફળ છે ૨ વર્ષ ની સખત લશ્કરી તાલીમ નું, મારા દેશ પ્રત્યે ની મારી પ્રતિબદ્ધતા નું. જે માત્ર અને માત્ર હું જ સમજી શકું છું.” ભારતીય સેના માં એ વર્ષો મારા માટે એક નોકરી કરતા કૈંક વિશેષ હતાં.

મને એ જુસ્સો અને વતન પ્રત્યે ની ઉત્કટ લાગણી લશ્કર, નૌસેના અને વાયુસેનાનાં પ્રત્યેક વર્દીધારી સૈનિક માં દેખાય છે. યુનિફોર્મ ને થતો અનાદર મારે માટે વ્યક્તિગત હુમલા સમાન છે. અને હા, હું સુબેદાર ફતેહ સિંહમાં, ગરુડ કમાન્ડો ગુરુસેવક સિંહ માં ભારત નાં પ્રત્યેક સૈનિક માં, મારા પિતા ને જોઉં છું.

બેજવાબદાર લોકો જયારે મફત રેશન, પેન્શન અને આર્મીના જવાનો ને મળતા અન્ય લાભ પર જેમ તેમ કોમેન્ટ કરે છે ત્યારે મને ખાસો ધક્કો પહોંચે છે. યાદ રાખો તેમના માં થી મોટા ભાગના આ સુવિધાઓ ને જીવન પર્યંત ભોગવી શકે તેટલું જીવી શકતા નથી.

આપણે એવી અપેક્ષા રાખીએ કે દરેક ભારતીય બળપૂર્વક-જબરદસ્તી થી આપણી સેના ઓ ને માન આપે પણ તેવું શક્ય નથી. પરંતુ યાદ રાખો એક સૈનિક જે પોતાની ફરજ દરમિયાન રાષ્ટ્ર ની રક્ષા કાજે શહીદ થયો છે. તે તમારી બોલ-બચની લપસણી જીભ માટે નો ચારો નથી. યાદ રાખો – તેને પણ તમારી જેમ જ એક પરિવાર હતો અને અગણિત આકાંક્ષાઓ અને ઈચ્છા ઓ હતી, બદનસીબ જીંદગી એ તેને બીજી તક ન આપી.

જય હિન્દ!