Ae panch varsh in Gujarati Love Stories by Nruti Shah books and stories PDF | એ પાંચ વર્ષ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એ પાંચ વર્ષ

એ પાંચ વર્ષ

“પારસ, આજે તું મને સ્ટુડીયોમાં લેવા કેમ ન આવ્યો?”

“જો જહાનવી, આજે મારી ઓફિસમાં એક બહુ મોટી બીઝનેસ ડીલ હતી,જે કમ્પ્લીટ કરવી જરૂરી હતી.તો તને લેવા આવવાનું મિસ થઇ ગયું,સોરી જાનુ.”

“તારું આ નાટક અને બહાનાબાજી થી હું હવે તંગ આવી ચુકી છું..”

“ઓકે બાબા, સોરી ....હવેથી હું જરૂર ધ્યાન રાખીશ બસ? Good night?”

આ તો થયો એક નાનકડો સંવાદ .જહાનવી અને પારસના લગ્નજીવનને ત્રણ વર્ષ પણ પુરા નહોતા થયા અને બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ ચાલુ થઇ ગયા હતા.જહાનવી આ શહેરની એક ઉભરતી યુવાન ગાયિકા બનવા જઈ રહી હતી અને તેનો જીવનસાથી પારસ શહેરનો સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ !

જ્હાનવીનો મોટા ભાગનો સમય રીયાઝ અને સ્ટુડીયોમાં રેકોર્ડીંગમાં વીતતો હતો અને પારસ મોટાભાગે લંચ અને ડીનર પણ ઓફિસમાં જ તેના ક્લાયન્ટ સાથે પતાવતો હતો.એવું નહોતું કે બંને વચ્ચે પ્રેમ નહોતો પણ કદાચ પ્રેમ પ્રદર્શિત કરવા માટે સમય નહોતો.આમ, તો તે બંનેના પ્રેમલગ્ન હતા તેથી બંને એકબીજાને સમજીને પુરતો અવકાશ આપીને જીવતા હતા. જયારે તે બંને પહેલીવાર મળ્યા હતા ત્યારે જહાનવી શહેરની નામાંકિત કોમર્સ કોલેજની એક ખુબસુરત યુવતી હતી અને પારસ તે જ કોલેજનો સૌથી સ્માર્ટ અને બુદ્ધિશાળી વિદ્યાર્થી નેતા હતો.

કોલેજના નવા વિદ્યાર્થીઓને આવકારવાની વેલકમ પાર્ટીમાં જ્હાનવીએ ખુબ જ સુંદર અવાજમાં એક હિન્દી ગીત લલકાર્યું હતું ,”આજ મેં ઉપર આસમાં નીચે, આજ મેં આગે ઝમાના હૈ પીંછે...”

આમ આ નવી જ આવેલી ખુબસુરત છોકરીએ સૌના દિલ જીતી લીધા હતા આ એક જ ગીત ગાઈને, અને પારસ તો તેના ગીત પૂરું થયા પછી પણ હાવભાવ અને ચહેરાને નિહાળતો પહેલી જ હરોળમાં બેસી રહ્યો હતો, જે જ્હાનવીની ચતુર નજરોની બહાર નાં રહ્યું.બધો જ કાર્યક્રમ સંપન્ન થયા પછી પારસે પહેલું જ કામ જ્હાનવીને મળવાનું કર્યું.

“ તો મિસ જહાનવી , આજે તમે ઉપર ઉડી રહ્યા હતા ત્યારે હું નીચે બેઠો બેઠો તમારા નીચે આવવાના ઇન્તઝારમાં તમને નિહાળી રહ્યો હતો......વેરી નાઈસ સોંગ યુ હેવ સંગ. કોન્ગ્રેચ્યુલેશનસ! તમારા મીઠા અવાજ પર બંદા પારસ નંદા ટોટલી ફિદા છે..”

જહાનવી થોડી શરમાઈને હસીને બોલી ,” ઓહ થેન્ક્સ, મિસ્ટર પારસ નંદા. હું મારા પોતાના અવાજથી છેલ્લા અઢાર વર્ષથી સુપેરે પરિચિત છું.આઈ લાઈક માય સ્વીટ વોઈસ...”

પારસે તીર ફેંક્યું,” જો જીવનના બાકીના વર્ષો પણ મને આવો મીઠો અવાજ સાંભળવા મળી શકે તો આ બંદા ખરેખર તમને ધરતી પર પગ નહિ મુકવા દે, આસમાનમાં જ વિહરાવશે દિવસ રાત.બસ એક મોકો આપો મને..”

જહાનવી પારસની આવી પહેલી મુલાકાતમાં જ કરેલા પ્રપોઝ્થી છક થઇ ગઈ અને અવઢવમાં મૂકાઈ ગઈ.તેને શું જવાબ આપવો તે સુઝ્યું નહિ એટલે નીચું જોઈ ગઈ અને “હું જાઉં છું” કહીને ચાલતી થઇ.

એ પછી જ્હાનાવીને મનાવવાના પ્રયત્નો જોરશોરથી ચાલુ થઇ ગયા બંદા પારસ નંદા દ્વારા.

તેની હિસ્ટ્રી,ફેમીલી,સ્વભાવ,શોખ,ગામ-અણગમા વગેરે વિષે પારસ પુરેપુરો માહિતગાર બની ગયો.

તેની સાથે જીવન જીવવાના સ્વપ્ન ને પૂરું કરવા તે તન મન ને ધનથી કામે લાગી ગયો.તેને સાથ આપવા તેના મિત્રો પણ હાજર હતા...જ્યારે પણ તે સામી આવતી ત્યારે પારસ એક આશાભરી નજરે તેની સામે જોતો અને કોન્ફીડંસથી બોલતો,” બંદા તમારી સેવામાં હાજર ક્યારથી થશે મેડમ?” જહાનવી કાયમ તેને અવગણીને હસીને આગળ વધી જતી. કારણકે જ્હાનવીનું સપનું એક સીધીસાદી ગુજરાતી યુવતીની જેમ લગ્ન કરીને ઠરીઠામ થવાનું નહોતું. તેને તો શહેરની બલકે દેશની એક મશહૂર ગાયિકા બનવું હતું;અને એટલે જ પારસની પ્રપોઝલને તે સીરીયસલી બિલકુલ નહોતી લેતી. તેનું ધ્યેય ફક્ત ભણવાનું હતું અને તે ખુબ જ સારી મહેનત પણ કરતી હતી..

છેલ્લા દિવસે જ્હાનવીએ ખુબ જ સુંદર રચના પ્રસ્તુત કરી,” તુમ મુઝે યું ભુલા ન પાઓગે ,જબ કભી ભી સુનોગે ગીત મેરે સંગ સંગ તુમ ભી ગુનગુનાઓગે.”

સૌ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ ખુબ જ ખુશ થઇ ગયા અને તેને ખુબ ખુબ શુભેછા પાઠવી.હવે વારો હતો મિસ્ટર પારસ નંદાનો. જહાનવી કોલેજના ગેટ પાસે ઉભી હતી ત્યારે સડસડાટ એક બ્લેક BMW ગાડી આવીને ઉભી રહી અને પારસે દરવાજો ખોલતા કહ્યું,”હું તમારી ફક્ત 10 મિનીટ લઇ શકું છું મિસ જહાનવી પ્લીઝ?”

જહાનવી થોડા ખચકાટ સાથે પારસ સાથે બેસી ગઈ.પારસે કહ્યું,”પહેલી પાંચ મિનીટ મારો ફોન બોલશે અને પછી હું..”

પારસે ફોન ઓન કર્યો જેમાં એક પછી એક જ્હાનવીએ ગયેલા દરેક ગીતોની થોડી ઝલક હતી જે તેણે જ્હાનવીના દરેક પરફોર્મન્સ વખતે રેકોર્ડ કરેલા.

પાંચ મિનીટ સુધી એ સંભળાવ્યા પછી તેણે બોલવાનું ચાલુ કર્યું.”હું તમારા મીઠા અવાજનો જ નહિ પણ તમારા અંદાજ,સ્વભાવ અને ખુબસુરતીનો પણ એટલો મોટો ફેન છું.અગર મુઝે આપ કે સાથ જીને કા એક મૌકા મિલેગા તો મૈ આપ કે પૈરોમે જન્નત રખ દુંગા વરના સારે ઝમાને મેં મુહોબ્બત કા નામ શહાદત રખ દુંગા.અગર આપ નહિ મિલી તો સારે ઝમાને કે ખુદાઓસે મન્નત રખ દુંગા ઔર આપ મિલ ગઈ તો મેરી ચાહત કા નામ સારી ઉમર કે લિયે ઈબાદત રખ લુંગા.”

જહાનવી થોડી શરમાઈને બોલી ,”મેરે હજૂર,અપની મુહોબ્બત કી તારીફ બસ ભી કીજીયે વરના સારે ઝમાને મેં સભી કી મુહોબ્બતે જલ કે ખાક હો જાયેગી .ઇતની મુહોબ્બત કિસી ઔર લડકી કે લિયે કીજીયે આપ કી મુહોબ્બત ઝરૂર પાક હો જાયેગી...”

પારસે વોચ માં જોયું તેની પાસે હજી ત્રણ મિનીટ બાકી હતી.તેણે બે સેકંડ માટે વિચાર્યું અને બોલ્યો,” હું ફક્ત તારી સાથે જ લગ્ન કરવા નથી માંગતો પણ તારા સપનાઓ,આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષા સાથે પણ જીવનસાથીની જેમ જીવવા માંગુ છું. તારી સાથે જિંદગીની દરેક પળને ખુશીથી ભરીને જીવવા માંગુ છું અને તારા કદમોમાં મારી દરેક ઈચ્છા અને મહત્વકાંક્ષાઓને સમર્પિત કરીને તને જીતવા અને મારી પ્રીતને જીતાડવા માંગુ છું.”

“બોલ તારે જીતવું છે ને જહાનવી કે પછી કાયમ માટે લોકોનો પ્રીત પરથી ભરોસો ઉઠી જાય તેમ મને ઠુકરાઈને જવું છે?”

જહાનવી બોલી,”પણ હું તો આજીવન માટે મારી સાધનાને વરી ચુકી છું તો.. મારે હવે કોઈ બીજા જીવનસાથીની જરૂર નથી..”

“તારી સાધના તને વરી એ પહેલાથી મારી જીવનસાથી રહી ચુકી છે આ જો—“ આમ કહી તેને અત્યાર સુધીનો સંગ્રહ કરેલો દરેક રાગ અને આરોહ અવરોહનો સીડીનો સેટ બતાવ્યો.

“ઓહ !”

“અરે પણ મારા માતા પિતા તો કદાચ ....”

“જહાનવી તારા મમ્મીએ છેલ્લા એક વર્ષથી મને પારસકુમાર કહેવાનું શરુ કરી દીધું હતું અને સસરાજીએ મને આ BMW ને લઈને જાન જોડવાની પરમીશન છ મહિના પહેલા આપી દીધી છે.”

જહાનવી તો આ સાંભળી અવાચક જ થઇ ગઈ.

“એમ નહિ, તમે ધારી શું લીધું છે મિસ્ટર પારસ નંદા? કે હું આ છોકરીને દરેક જગ્યાએથી જીતીને જ રહીશ હમ?”

“ના, પણ હું મારી સાધના, આકાંક્ષા ને મહત્વકાંક્ષા કે જે ફક્ત તારા ને તારા સુધી જ સીમિત છે તેનો પુરાવો આ રીતે આપીને મારી પ્રીતને જીતાડીને જ રહીશ, ok?”

“તો સાંભળો, હું તમારી સાથે મારી આખી જીન્દગી જીવવા ફક્ત એક જ શરતે તૈયાર છું કે......”

તો મિત્રો, તમે પારસ અને જ્હાનવીનો અત્યાર સુધીનો સંવાદ સાંભળ્યો એ પછી જહાનવી કૈક નિર્ણય લેવા જઈ રહી છે, એ નિર્ણય, એની શરત શું હશે તે આ વાર્તાના આગળના અંકમાં જાણીએ..

By Nruti Only…