“હરિ હરિ” થી જીવનાર
અને
“હરી હરી” થી જીવનાર
-ઃ લેખક :-
ડા. યોગેન્દ્ગ વ્યાસ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
“હરિ હરિ” થી જીવનાર અને “હરી હરી” થી જીવનાર
આપણા સમાજમાં મુખ્યત્વે બે પ્રકારના માણસો છે. કંઈ પણ થાય તો ‘હરિ, હરિ’ કરી જીવનારા અને બીજા, કંઈ પણ હોય તો ‘હરી, હરી’ કરી જીવનારા. પહેલા પ્રકારના, તેમની કોઈ પણ ગૂંગળામણ-મૂંઝવણ ‘હરિ, હરિ’ના ‘સેફ્ટી વાલ્વ’થી હળવી કરી નાખે છે. બીજા પ્રકારના ‘હરી, હરી’ કરી એમની ગૂંગળામણ, મૂંઝવણ, તણાવ વધાર્યા કરે છે. આંકડાઓ બોલે છે કે દેશ અને દુનિયામાં(ગુજરાતમાં પણ) આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જાય છે.
અંગ્રેજી માધ્યમમાં, અંગ્રેજી ઢબે ભણવાની ઘેલછા વધતી જાય છે અને ‘હરી, હરી’એ અંગ્રેજી ભાષા-સંસ્કૃતિમાંથી આવેલા શબ્દ અને જીવનપદ્ધતિ છે. અંગ્રેજી કેળવણીએ આપણને ખોટી સ્પર્ધા શીખવી, અસંતોષી બનાવ્યા, અજંપો આપ્યો એ ગાંધીજીનીય પહેલાં સ્વ. ગોવર્ધનરામે નોંધ્યું છે. એમનો સરસ્વતીચંદ્ર અંગ્રેજી કેળવણીનું ફરજંદ છે.-પંડિત છતાં મૂર્ખ, પલાયનવાદી તો કુમુદસુંદરી પૂર્વની કેળવણીનું ફરજંદ છે. સીતા અને દયમંતી કરતાં તેને વધુ દુઃખ પડયાં છતાં ‘થયું તે ખરૂં’ એ અખૂટ ઈશ્વર શ્રદ્ધાથી તે ટકી રહે છે. ભારતીય પ્રજાને વિશ્વાસ છે કે શઠરાયને ત્યાં દુષ્ટરાય જ જન્મે છે અને કુમુદ-કુસમ જેવાં સંતાનો જોઈએ તો વિદ્યાચતુર-ગુણસુંદરી થવું પડે.
દુઃખને દળીને, ચાવીને, પચાવી જનારાઓનો તેને પરિચય હોય. ‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં,’ એની એને ખાતરી હોય અને એટલે એટલી જ શ્રદ્ધા હોય કે ‘જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.’ આ શ્રદ્ધા હોય તો આત્મહત્યાનો વિચાર જ ન આવે.
સદ્દભાગ્યે હજુ પણ આપણાં બાળકો રામાયણ-મહાભારતની કથાઓ વાંચે છે, સાંભળે છે. ભગવાન રામને, ભગવાન કૃષ્ણને, ધર્મરાજા યુધિષ્ઠિરને, માતા કુંતી અને માતા સીતાને પણ અનેક દુઃખ ખમવા પડયાં છે. વનવાસ ભોગવવો પડયો છે. વનવાસી યુધિષ્ઠિર, ‘કોહોને બૃહદશ્વ ઋષ્િા, હું સરખો કો દુઃખી?’ એવો પ્રશ્ન કરે છે ત્યારે જવાબ મળે છે, ‘નળ દુઃખ પામ્યો, ત્હેની આગળ, તમારૂં દુઃખ કોણ માત્ર?’ નળ કોણ? ‘જેણે પુણ્ય શ્લોક ધરાવ્યું નામ, જેને નમે પ્રજા સમસ્ત,’ એ નળ. જેણે મામેરૂં, સુદામાચરિત, નળાખ્યાન, સરસ્વતીચંદ્ર, ગુજરાતનો નાથ, માનવીની ભવાઈ, કૂવો, અકૂપાટ વગેરે જેવી સાહિત્યકૃતિઓ વાંચી હોય તેને ખબર હોય કે દુઃખ શું છે?
દુઃખને દળીને, ચાવીને, પચાવી જનારાઓનો તેને પરિચય હોય. ‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં,’ એની એને ખાતરી હોય અને એટલે એટલી જ શ્રદ્ધા હોય કે ‘જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.’ આ શ્રદ્ધા હોય તો આત્મહત્યાનો વિચાર જ ન આવે. આ શ્રદ્ધા જનીન તત્વરૂપે પેઢી દર પેઢી વારસામાં મળે છે અને આપણો સાહિત્ય-સંસ્કાર વારસો એને પોષણ આપ્યા કરે છે.
પણ દુર્ભાગ્યે હવેની પેઢીને આપણું એ સાહિત્ય વાંચવુ-માણવું હોય તોય માણી શકાય એમ રહ્યું નથી. સમજ જ નથી અને છે તો સંસ્કૃત-ગુજરાતી વાંચતાં ન આવડવું એ ગૌરવ ગણાવા માંડયું છે. ભાંગી-તૂટી અને મેલી-ઘેલી અંગ્રેજી વાપરવી એ મોભાનું લક્ષણ મનાય છે. ‘દોડ બસ દોડ, એવી એક હોડ’ એ પ્રગતિની પારાશીશી ગણાય છે.
દુનિયામાં દર વરસે દસ લાખ માણસો આત્મહત્યા કરે છે. તેમાંથી ઈ.સ. ૨૦૧૧માં ૧,૩૫,૫૮૫ ભારતના અને ૬,૩૮૨ ગુજરાતના હતા. કૌટુંબિક પ્રશ્નો, માંદગી, દહેજ, પ્રેમમાં નિષ્ફળતા, ગરીબી, બેરોજગારી, પરીક્ષામાં નિષ્ફળતા જેવાં કારણોસર માણસો આત્મહત્યા કરે છે.
હવે આવો સામાજિક માહોલ હોય ત્યારે વિટામિનની ગોળીઓ જેવાં, પ્રેરણાની કેપ્સ્યુલ જેવાં પુસ્તકો ખૂબ વંચાય(અને વેચાય પણ) એ સ્વાભાવિક છે. ડો. ભરતભાઈ પટેલે પોતાના સ્વાનુભાવે એવી એક આત્મહત્યા સામેની કેપ્સ્યુલ અથવા વેક્સીન તૈયાર કરી છે. દુનિયામાં દર વરસે દસ લાખ માણસો આત્મહત્યા કરે છે. તેમાંથી ઈ.સ. ૨૦૧૧માં ૧,૩૫,૫૮૫ ભારતના અને ૬,૩૮૨ ગુજરાતના હતા. કૌટુંબિક પ્રશ્નો, માંદગી, દહેજ, પ્રેમમાં નિષ્ફળતા, ગરીબી, બેરોજગારી, પરીક્ષામાં નિષ્ફળતા જેવાં કારણોસર માણસો આત્મહત્યા કરે છે.
એમણે દસ કિસ્સા લઈ, એમાં બચેલાં પાંચ જણની વાત ખૂબ અસરકારક રીતે રજૂ કરી છે. એનાં તાર્કિક કારણો-તારણો આપ્યાં છે. જીવવાનું બળ પૂરૂં પાડે તેવાં સુવાક્યો આપ્યાં છે. સરળ છતાં સચોટ ભાષાને કારણે સામાન્ય વાચકોને એમની વાત ગળે ઊંતરશે જ એવી આશા છે. શુભેચ્છા છે કે આ ‘સ્યુસાઈડ વેક્સીન’ ખરે જ વેક્સીન સાબિત થાય અને ઓછામાં ઓછું ગુજરાતમાં, આપણે ઉપર વાંચ્યા તે આત્મહત્યાના આંકડા ઓછા થાય. આપણે ઈચ્છીએ કે એક દિવસ એવો પણ આવે કે દરેક દસમી સપ્ટેમ્બરને “આત્મહત્યા નિવારણ વિશ્વદિન” તરીકે ઊંજવવો જ ન પડે.