Premni Pariksha in Gujarati Short Stories by Mamta Tejas Naik books and stories PDF | પ્રેમની પરીક્ષા

Featured Books
Categories
Share

પ્રેમની પરીક્ષા

પ્રેમની પરીક્ષા

“પ્રવાહ સાથે ચાલો”, “આજે છેલ્લો દિવસ છે એ રીતે જીવો”, “પરિવર્તન સન્સારનો નિયમ છે” આવા મોટિવેશનલ ક્વોટ્સ જાનકી રોજ પોતાના ડેસ્ક કેલેંડરમાથી વાંચતી અને એને અમલમા પણ મુકતી.જ્યારે જ્યારે મન ભૂતકાળ અને ભવિષ્યકાળમા ભમવા માંડે ત્યારે જાનકી પોતાના મનને વર્તમાનમા લાવી દેતી.

જાનકી ખુબ મહત્વકાન્ક્ષી, ઉત્સાહી, વાચાળ તેમજ લાગણીશીલ સ્વભાવ ધરાવતી સાથે સાથે હમેશા કઈક નવુ કરવાવાળી જાનકીને સફળતા પણ મળતી. 25 વર્ષે સફળ બીઝનેસ વુમન એવી જાનકી પોતે “ કૌશલ્ય કલા” નામની સન્સથાની એમ.ડી. હતી, જેમા કલાકારો જે મોટાભાગના આદિવાસીઓ પણ હતા એમના દ્વારા વારલી, મધુબની તેમજ અન્ય વાંસની બનાવેલ કૃતિઓ તેમજ અન્ય વેરાયટી જેમકે ચાદર, રમકડા, હીચકા, પેઈંટીંગસ, માટીના વાસણો વગેરે નુ પ્લેટફોર્મ હતુ. દેશવિદેશમા પણ એની માંગ રહેતી. જોકે આ સફળતા પાછળ એની મમ્મી આશબેન, પપ્પા હરિશ્ભાઈ, અનિકેત નાનોભાઈ અને મૈત્રી નાની બહેનનો પણ મહત્વનો ફાળો હતો.

કેટલાય લોકો માટે રોજગારી તેમજ પોતાના કૌશલ્ય બતાવવાની તક અપાવનાર જાનકીની સાથે લગભગ વીસેક કલાકારો તેમજ દસેક જણાનો સ્ટાફ હતો. લગભગ દર મહિને નાના પાયે મુમ્બઈમા પ્રદર્શન યોજતી. એમા એને પણ ફાયદો રહેતો. આજે જાનકી મમ્મી-પપ્પાને કહેવા લાગી કે, “ મમ્મી પપ્પા આ વખતે મારો વિચાર મુમ્બઈમા નહિ પણ કોલકતામા પ્રદર્શન યોજવાનો છે. જેથી સાહસ વધે અને વધારે નામના મળે”.

આશાબેન એને સાથ આપતા કહે છે, “ એ સારી વાત છે પણ બધો વિચાર કર્યો કે આના માટે ત્યાનો હોલ, એ માટેની પરમિશન ,એ સિવાય બધાના રહેવાનો તેમજ સામાન કેવી રીતે લઈ જવો , બજેટ વગેરે પ્લાન કરવો પડે.”

ત્યારે જાનકી મમ્મીને જવાબ આપ્યો કે, “ મમ્મી એ બધો પ્લાન મે, મૈત્રી અને અનિકેતે કરી નાખ્યો છે. બધા કલાકારો સાથે મિટિંગ પણ થઈ અને નવરાત્રિના પહેલા દિવસ થી સાત દિવસ નક્કી કર્યા છે. ફક્ત એમણે બનાવેલ કૃતિઓ તેમજ સામાન નો પ્રશ્ન છે એ પણ આપણી સપના એ સોલ્વ કરી દીધો છે એના ફોઈનો છોકરો પરિતોષ બાસુ જે કોલકતા જ રહે છે એના મોટા બન્ગલામા બધો સામાન રહેશે તેમજ હોલ પણ એની ઓળખાણથી ફ્રીમા મળી ગયો છે.”

સપના એની ઓફિસની એક જવાબદાર અકાઉન્ટન્ટ હતી. પરિતોષ એના મામાનો છોકરો હતો. જાનકીના માથેથી મોટો ભાર ઉતરી ગયો. સપનાએ જાનકીને પરિતોષનો નમ્બર આપી ડાયરેક્ટ વાત કરવા કહ્યુ.

નક્કી થયેલા દિવસે બધો જ સામાન આવી પહોચ્યો અને પરિતોષે એને પોતાના બન્ગલામા મુકાવી દીધો. જે ફક્ત પ્રદર્શન ના દિવસ સુધીની એની જવાબદારી હતી કારણ છેલ્લા દિવસે એ સામાન હોલમાથી ડાયરેક્ટ મુમ્બઈ જવાનો હતો. બાકીના સ્ટાફ, તેમજ કલાકારો એક દિવસ પહેલા આવી પહોચ્યા. જેમની રહેવા કરવાની વ્યવસ્થા મૈત્રી અને અનિકેતે એક હોટેલમા કરી રાખેલી. બધા સાથે જાનકીએ એક મિટિંગ લીધી. બધાનો ઉત્સાહ વધારી આ પ્રદર્શન ખુબ સફળ રહે એવી શુભકામના પણ આપી.

પરિતોષ સાથે ઓળખાણ પણ પર્સનલી એ જ દિવસે થઈ.જે પોતે બન્ગાળી હતો પણ જાનકી સાથે હિંદી અને ઈંગલીશમા વાત કરતો. જાનકીને પરિતોષ લગભગ 27-28 વર્ષનો ખુબ જ હેંડસમ, સૌમ્ય અને સોહામણો યુવાન લાગ્યો. જેને પ્રેમનો ક્યારેય વિચારવાનો ટાઈમ નહતો એ જાનકી પરિતોષને જોતા પહેલી નજરના પ્રેમમા પડી ગઈ પણ એણે એની લાગણી ન બતાવી. પરિતોષ એના મા-બાપ અને નાની બહેન એમ નાનુ ફેમિલીનો હતો. એની પોતાની એક્સ્પોર્ટ થતા રમકડાની દુકાન હતી. એ પોતે પણ કલાનો ચાહક હતો.એને પણ જાનકીને જોઈ સુંદર અનુભૂતિ થઈ. પરિતોષ સાથે ફક્ત ફોન પર વાત થયેલી પણ એના ઉદાર વ્યક્તિત્વ, મદદ કરવાની ભાવના તેમજ બધી વ્યવસ્થા સમ્ભાળી લેવાની જવાબદારી જોઈ જાનકીએ એનો આભાર વ્યક્ત કર્યો અને છેલ્લે દિવસે સાથે ડિનર લેવાનુ વચન પણ લીધુ.

આ પ્રદર્શન જાનકી માટે ઘણુ મહત્વનુ હતુ. કારણ આ માટે એણે પોતાનો સમય અને બચત લગાવી હતી અને જો એ સફળ ન થાય તો મોટો ફટકો પડે એમ હતુ. પણ જાનકી તો રિસ્ક લેવામા માનતી અને એને પોતાના પર કોંફીડન્સ પણ હતો.

અને બધા સમયસર એક બે માળના હોલમા પોતપોતાના સ્ટોલમા સામાન સહિત ગોઠવાઈ ગયા. પ્રદર્શન નો પહેલો દિવસ ઠીક રહ્યો. પણ પબ્લીસીટી સારી એવી કરી હોવાથી મુલાકાતીઓ ઘણા આવ્યા. બીજા દિવસથી તો એમના દરેક સ્ટોલમા ખુબ વેચાણ થયુ અને સારો રિસ્પોન્સ મળતા બધાયે આનન્દમા હતા.

પરિતોષ જાનકીને રોજ એકવાર તો મળી જતો. અને પાચમા દિવસે તો સાંજ સુધી રહ્યો. જાનકી એને ખુબ વાચાળ લાગી અને આ ગુજરાતી છોકરીનો સન્ગાથ એને ખુબ સુવાળો લાગ્યો. પોતાની ઉમર કરતા જાનકી ઘણી સ્માર્ટ લાગી અને પોતાના માટે પરફેક્ટ લાઈફ પાર્ટનર મળી ગયાની લાગણી અનુભવવા લાગ્યો. જાનકીને પણ પરિતોષની હાજરીથી હૂંફ લાગતી.

આજે છઠ્ઠા દિવસે જાનકી એ સુંદર પિંક કલરની વાર્લી પ્રિંટની સાડી ફક્ત પરિતોષનો વિચાર કરીને જ પહેરી. આજે જાનકી પણ જાણે કે પરી જેવી સુંદર લાગી રહી હતી. બપોર થવા આવી છતાયે પરિતોષનો ફોન પણ ન આવ્યો કે ન એ પોતે. જાનકીનુ મૂડ ઘણૂ ઓફ થઈ ગયુ. એને થયુ કે પોતે જોરમા રડી પડે. કારણ જેના માટે આટલી સુન્દર તૈયાર થઈ હતી એ જ ન આવે એવો એને ખ્યાલ જ ન આવ્યો. પણ પાછી સ્વસ્થ થઈ કામમા પરોવાઈ ગઈ. અને એ દિવસ પણ પૂરો થઈ ગયો.

રાત્રે એણે પરિતોષને ઘણા ફોન કરી જોયા પણ ફોન રેંજમા ન હતો. એને અજબ અકળામણ થવા લાગી. પરિતોષે આમ કેમ કર્યુ હશે? શુ એને પ્રેમની કોઈ પરિભાષા આવડતી નહિ હોય કે પછી પોતેજ વધારે પડતી અપેક્ષાઓ લઈ મોટા સપના જોવા લાગી. પણ એને આવતીકાલ માટે આશા હતી. મોડીરાત સુધી વિચાર કરતી સુતી.

સવારે ઉઠતા ફરી એજ વિચારોનુ વમળ શરુ થયુ. પણ આજે ફરી સુંદર તૈયાર થઈ કારણ આજે છેલ્લો દિવસ હતો અને એ બન્ને સાથે ડિનર લેવાના હતા.તૈયાર થઈ એ આવી પહોચી અને સપનાને પૂછ્યુ પણ સપનાનો ફોન પણ લાગતો નહતો. સપનાએ કહ્યુ કે.,” જાનકી હુ થોડોવારમા પરિતોષને ઘેર જ જવાની છુ અને ત્રણ દિવસ રોકાવાની છુ.” અને જાનકી અને સપના પાછા વ્યસ્ત થઈ ગયા. થોડીવારમા સપના જતી રહી. જાનકીની નજર ઘડીઘડીએ એંટ્રી ડોર તરફ જતી હતી . એને લન્ચટાઈમ થયો ત્યારે લાગ્યુ કે સમય થોભી જાય તો કેટલુ સારુ. બધા કારીગરો અને સ્ટાફ લન્ચ પછી પેકિંગ કરી જવાની તૈયારીમા લાગી ગયા.સાંજ સુધી જાનકીએ જીવ બાળ્યો. સપનાને ફોન લગાવ્યો પણ એ ફોન પીકઅપ નહતી કરતી.

જાનકીએ બધો હિસાબ કિતાબ કરી , બધુ ચેક કરી હોલની ચાવી સહીસલામત આપી. એક્ન્દરે પ્રદર્શન ખુબ સફળ રહ્યુ પણ એને એની ખુશી નહતી પણ પરિતોષ ન આવ્યાનુ દુ:ખ હતુ. રાતની એક વાગ્યાની ટ્રેન હતી. એ હોટેલ પાછી ફરી અને સામાન પેક કરી બધા ડિનર લઈ સ્ટેશન રવાના થયા. ટ્રેન ચાલુ થઈ ત્યા સુધી એને આશા હતી કે પરિતોષ આવશે જ. પણ આશા ઠગારી નીવડી.

બીજે દિવસે ઘરે પહોચી ફ્રેશ થઈ વિચાર્યુ કે આજે છેલ્લીવાર એ પરિતોષને ફોન કરશે અને એ જો રિસ્પોંસ નહિ આપે તો એ એને ભૂલી જશે. એણે ડરતા ડરતા ફોન લગાવ્યો. રિંગ વાગી પણ તરત કટ થઈ ગયો. એવુ 5-6 વાર થયુ. એટલે એણે નિશ્ચય કર્યો કે હવે એ ક્યારેય ફોન નહી કરે.

એટલામા સપનાનો ફોન આવ્યો અને એની સાથે વાત કરતા જાનકી જાણે ફસડાઈ પડી. પરિતોષના અકસ્માતના સમાચાર હતા. એણે આગળ વિચાર કર્યા વગર ફરી કોલકતા માટે પ્લેન ની ટિકિટ બુક કરાવી અને ઘરે વાત જણાવી પરિતોષ જે હોસ્પિટલમા હતો ત્યા આવી પહોચી.

સપનાએ હકીકત જણાવતા કહ્યુ કે, “ પ્રદર્શન પતવાના આગલા દિવસે પરિતોષની ગાડીને એક ટેન્કરે ધક્કો મારતા અકસ્માત થયો અને એને મોઢા અને માથા પર ઈજા થઈ છે અને ભાનમા આજે જ આવ્યો છે. ડોક્ટરોએ મળવાની ચોખ્ખી ના પાડી છે. પણ તુ શુ કામ આવી? “

જાનકીએ કહ્યુ કે, “ સપના મન જ ન માન્યુ. હુ તારી સાથે જ રહીશ જ્યા સુધી આને હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ ન મળે”. પરિતોષના પરિવારજનો પણ જાનકી ને જોઈ રહ્યા. બીજા દિવસે આઈ.સી.યુ માથી બહાર લાવતા બધાને પરિતોષને મળવાની ડોક્ટર છુટ આપે છે પણ સાથે સાથે પરિતોષના ચેહરા જોઈ કોઈપણ એક્સ્પ્રેશન ન આપવા અનુરોધ કરે છે. અને વાત કરવાની પણ મનાઈ ફરમાવે છે. બધા એક પછી એક મળી આવે છે. જાનકીને જોતા જ પરિતોષની આંખ ભરાઈ આવે છે પણ જાનકી એને ખુબ હિમ્મ્ત રાખવા ઈશારો કરે છે.

બહાર આવી રડી પડે છે પણ તરત સ્વસ્થ થઈ જાય છે. ત્યારેજ જાનકી મનોમન નક્કી કરી લે છે કે પરિતોષ ભલે હવે ચહેરાથી સુંદર નથી રહ્યો પણ એ એને સાચો પ્રેમ કરે છે માટે એ જેવો હશે એ એની સાથે જ લગ્ન કરશે.

પરિતોષને હવે વાતચીત કરવાની છુટ હતી. જાનકી સપના અને એના ઘરવાળાને સમજાવી પોતે બપોર સુધી પરિતોષ સાથે રહેવાની પરવાનગી લે છે. પરિતોષના રુમમા આવી .પરિતોષ એને કહે છે કે, “ જાનકી, હુ એ દિવસે તને પ્રપોઝ કરવાનો હતો. પણ વિધિના લેખ કેવા? શુ ધારેલુ અને શુ થઈ ગયુ.” ત્યારે જાનકી પણ બોલી કે, “ મે પણ તારી કેટલી રાહ જોઈ , કેટલા ફોન કર્યા અને મને ખુબ ગુસ્સો પણ આવ્યો. કારણ હુ પણ તને ખુબ જ પ્રેમ કરુ છુ. આજે તને એ પણ કહુ છુ કે હુ તારી સાથે જ લગ્ન કરીશ અન્યથા કુવારી રહીશ.” પરિતોષે કહ્યુ કે, “જાનકી હવે એ શક્ય જ નથી કારણ મારો ચહેરો હવે ઘણો કદરુપો થઈ ગયો છે માટે તુ આજે જ મુમ્બઈ જતી રહે નહિ તો હુ ક્યાક દુર ચાલ્યો જઈશ.” પણ માને તો જાનકી શેની? એણે પણ કહી દીધુ કે, “ મે તને પ્રેમ કર્યો છે તારા ચહેરાને નહિ. હુ મુમ્બઈ જઈશ પણ પછી હુ કુવારી જ રહીશ શુ એ તને ચાલશે? અને મે ડો.બેનરજી સાથે વાત કરી છે. જેઓ મોટા પ્લાસ્ટીક સર્જન છે. તારા કેસપેપર્સ સ્ટડી કરી એમણે ખાતરી આપી છે કે નેવુ ટકા તારો ચહેરો પહેલા જેવો થઈ જશે. પણ એકાદ વર્ષની અમુક સીટિંગ્સ લીધા પછી. ધીરજ અને પૈસા બન્ને ખર્ચાશે પણ પરિણામ સકારાત્મક રહેશે.”

પરિતોષ એ સમયે મૌન જાળવે છે. પણ જાનકી પોતાના નિર્ણયમા મક્ક્મ રહેતા એને જાનકી ને પહેલા તો મુમ્બઈ રવાના કરે છે.

જાનકી પાસે પરિતોષ વચન લે છે કે , “જો મારો ચહેરો પહેલા જેવો થશે તો જ હુ તારી સાથે લગ્ન કરીશ. અને હુ જ્યા સુધી ટ્રીટમેંટ લઉ ત્યાસુધી તારે મને મળવા ન આવવુ . હા આપણે ફોન પર રોજ વાત કરશુ.” જાનકીને થોડુ સારુ લાગ્યુ અને એ વચન આપે છે.

જાનકીના મમ્મી-પપ્પા જાનકી ને ખુબ સમજાવે છે કે, “ આવુ ગાંડપણ ન થાય. એ તો શરુઆત મા આપણે ઉત્સાહમા તૈયાર થઈએ પણ પછીથી નિભાવવુ મુશ્કેલ થાય.” પણ જાનકી તો ઘણી મક્ક્મ હતી.કારણ એણે ચહેરાને થોડો પ્રેમ કરેલો? જાનકી સપનાની મદદથી પરિતોષના ઘરવાળાને પણ મનાવી લે છે. એલોકો તો રાજી થાય છે કે આવી પરિસ્થિતિમા જાનકી લગ્ન કરવા તૈયાર હોય તો આનાથી રુડુ શુ?

પરિતોષની ટ્રીટમેંટના છ મહિનામા પરિતોષ અને ડો.બેનરજીને ઘણા પોઝીટીવ રિઝલ્ટ મળ્યા. એ દરમ્યાન જાનકી પણ ફોન દ્વારા ખુબ મોરલ સપોર્ટ આપતી. અને ખુબ સકારાત્મક વાતો કરતી. પરિતોષને હવે ફરી જીવવાનો ઉત્સાહ આવવા લાગ્યો. જાનકીનો પોતાના પ્રત્યેનો સાચો પ્રેમ જોઈ એને જાનકી પ્રત્યે ઘણુ માન થયુ.

લગભગ બીજા છ મહિનામા તો પરિતોષનો ચહેરો પહેલા જેવો નેવુ ટકા થઈ ગયો.

આજે પરિતોષે જાનકીને મળવા બોલાવી. લગભગ એક વરસ ના લાંબા વિયોગ બાદ પોતાના થનાર જીવનસાથીને મળવાનાહોવાથી બન્ને જણા ખુબ ખુશ ખુશાલ હતા. અને જાનકી દરવાજાને નોક કરી પરિતોષ ને જોઈ ભેટી પડે છે અને એને પહેલા જેવો જોઈ એના આંખમાથી હર્ષાશ્રુ નીકળી પડે છે. પરિતોષ પણ પોતાને દુનિયાનો સૌથી સુખી માણસ હોવાનો અનુભવ થાય છે. એમના કુટુમ્બીજનો પણ લાગણીભીના થઈ જોઈ રહે છે કે “ પરિતોષ અને જાનકી જાણે કે દિવો અને વાટ અને જોડી તો જાણે રામસીતા”