Li. Pramanik Fankodi in Gujarati Short Stories by Kandarp Patel books and stories PDF | લિ. પ્રમાણિક ફાંકોડી

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લિ. પ્રમાણિક ફાંકોડી

લિ. પ્રમાણિક ફાંકોડી

કંદર્પ પટેલ

: અનુક્રમણિકા :

  • રોલ કેમેરા
  • મેક’ડોનાલ્ડ, સિટી ગોલ્ડ @આશ્રમ રોડ
  • ગુજરાત ક્વિન
  • *રોલ કેમેરા*

    ...જમીને મોટો ઓડકાર લીધો. છાસના ગ્લાસ પર ચમચી રણકાવી પપ્પાએ એક જાહેરાત મૂકી. રૂમાલથી મોં લૂછીને કંઇક જાહેરાત માટેનો શબ્દ નીકળે એ પહેલા દીકરી બોલી, “ઇટ્સ ટાઈમ ફોર સ્પીચ ઓફ પ્રેસિડેન્ટ.” બધા શાંત થયા. તાલાવેલીપૂર્ણ ચાર ચહેરાઓ પપ્પા તરફ જોઈ રહ્યા હતા.

    “આવતીકાલે આપણે પિકનિક પર જવાનું છે. બધા તૈયાર ? નો પર્સનલ ફ્રેન્ડ્સ, નો કૉલેજ પાર્ટીઝ એન્ડ નો અધર વર્ક.” આટલું બોલતાની સાથે જ તાળીઓ પડી.

    “શોપિંગ...” દીકરી બોલી.
    “કાર ડ્રાઈવિંગ...”મોટો દિકરો બોલ્યો.
    “ટેસ્ટી ફૂડ...” ફેમિલીનો સ્કૂલબોય અને સૌથી નાનો લાડકો દિકરો બોલ્યો.
    “અને તારે શું જોઈએ ?” પપ્પાએ બહુ રોમેન્ટિક મૂડમાં મમ્મીને તેમના સંતાનોની વચ્ચે પૂછ્યું.
    મમ્મી હળવેકથી બોલી, “છોકરાઓ જોડે ફરવા મળે એટલું જ !”
    “કેમ મારી સાથે ફરી-ફરીને થાકી ગઈ ?” પપ્પાનું આ વાક્ય સાંભળતા જ મમ્મી તરફ જોઈએ બધા સંતાનો ‘ઓયે..હોયે..’ કહીને ચીડવવા લાગ્યા.

    આવતીકાલ માટે પોતાની દરેક વિશિઝ મૂકાતી ગઈ. દરેક પોતપોતાના રૂમમાં ‘ગુડ નાઈટ’ કહીને છૂટા પડ્યા. સૂતા પહેલા સૌથી મોટા દીકરાના રૂમમાં પપ્પા ગયા. અંધારું હતું. બેડ પર મોબાઈલની લાઈટને લીધે ચહેરો દેખાયો.

    “અહ..હા ! બિઝી વિથ..અ..અ..?” એમ કહીને પપ્પાએ ડૉર પર નોક કર્યું.
    “નો ડેડ ! નથિંગ લાઈક ધેટ, જસ્ટ ચેટિંગ.”
    “આઈ નો, મને ખ્યાલ છે. યુ હેવ ગર્લફ્રેન્ડ, વન-સિંગલ સો કૉલ્ડ જી.એફ. ! એમ આઈ રાઈટ ?”

    છોકરો શરમાયો. પપ્પા તેને પોતાના રૂમમાં લઇ ગયા.
    વુડન પોલિશ્ડ વોર્ડરોબની બાજુમાં પડેલી એક પતરાંની પેટી બહાર કાઢી.
    “અરે, પપ્પા ! આ પેટીમાં શું છે ?”
    “અહી આવ !” પેટીને સાડીના લીરા વડે બંધ કરેલી હતી. તે ખોલીને ઘણીબધી વિન્ટેજ વસ્તુઓમાંથી પપ્પાએ તેમાંથી એક કેમેરા કાઢ્યો. રોલ કેમેરા !
    “ઓહ, ધેટ્સ ગ્રેટ. બહુ જુનો કેમેરા લાગે છે, ડેડ !”
    “હું જયારે આ શહેરમાં આવ્યો ત્યારે, સૌથી પહેલા તારા જન્મ સમયે મેં આ કેમેરા ખરીદ્યો હતો. તમામ યાદગીરીનું કારણ આ કેમરા જ છે. આવતીકાલે આપણી ‘છોટી’ કૉલેજમાં MBBS કરવા માટે જતી રહેશે. તેથી મેં આ પિકનિકનું આયોજન કર્યું છે. હું ઈચ્છું છું કે, આજથી તું આ સિલસિલો શરુ કર. ફેમિલી સેલિબ્રેશનનો સમય જીવનમાં બહુ ઓછી વખત આવતો હોય છે. એ ફરી-ફરી માણવા માટે આ પળોને કેદ કરવી જરૂરી બની જાય છે. આ વાત તને ત્યારે સમજાશે, જયારે તું તારી જી.એફ. ને મારા ઘરે વહુ તરીકે લઈને આવે અને લગ્નજીવન શરુ થાય.” પપ્પાએ કહ્યું.

    “પરંતુ, પપ્પા ! આ કેમેરા ‘રોલ કેમેરા’ છે. તેમાં બહુ ફોટોઝ નહિ કેપ્ચર થઇ શકે. આપણે બીજો ડિજીટલ કેમેરો લઈને જઈએ ?”
    “ના દીકરા. મારે ઓછા અને બ્યુટીફુલ પિક્સ યાદગીરી માટે સાચવવા છે.”

    એ પછી બંને બાપ-દીકરા વચ્ચેની મ્યુચ્યુઅલ અન્ડર-સ્ટેન્ડિંગ ધરાવતી સ્માઈલ દુનિયાના સૌથી વિશુદ્ધ હાસ્યમાંની એક હતી.

    (ઓફિસથી સાઈકલ પર પાછા ફરતી વખતે એક બંગલોઝની ગેલેરીમાં જૂનો કેમેરા લઈને ઉભેલ બાપ-દીકરાને જોઇને થયેલ લાઈવ ઈમેજીનેશનનું લાઈવ લખાણ @ટુવર્ડ્સ નવજીવન ટુ નારણપુરા ચાર રસ્તા)

    (૬ ઓગસ્ટ, ૨૦૧૬ - શનિવાર, ૬:૩૦ વાગ્યે)

    *મેક’ડોનાલ્ડ, સિટી ગોલ્ડ @આશ્રમ રોડ*

    (એક્સકલુઝિવ ફ્રોમ મેક’ડોનાલ્ડ, સિટી ગોલ્ડ @આશ્રમ રોડ ખાતે બનેલ પ્રસંગ.)

    લગભગ સાંજના આઠેક વાગ્યા હતા. શો ટાઈમ ૮:૩૦નો હોવાથી મેક’ડી માં નાસ્તો કરીને થિએટરમાં જવાનું નક્કી કર્યું. મેં મેક-વેજી મિલ ઓર્ડર કર્યું. મારા પાછળ બે કૉલેજ ગર્લ્સ ઓર્ડર કાઉન્ટરની ક્યૂમાં ઉભી હતી. જેમાં એક મુસ્લિમ હતી. તે તૂટી-ફૂટી ગુજરાતી અને હિંદી ભાષા બોલતી હતી. તેની અન્ય મિત્ર ઉત્તર ગુજરાત તરફની હશે, તેવો અંદાજ તેના બોલવાના એક્સેન્ટ પરથી લાગ્યો. તેમણે બંનેએ પોતાના માટે અલગ-અલગ ઓર્ડર આપ્યા.
    મુસ્લિમ ગર્લ આવા સ્થળોએ થોડો ખચકાટ અનુભવતી હશે, તેવું તેમની વાત પરથી લાગ્યું. જયારે હિંદુ ગર્લ અવાર-નવાર કેફેટેરિયા કે ફૂડ પાર્લર પર જતી હશે જેથી મુસ્લિમ ગર્લનો ઓર્ડર તે પોતે નક્કી કરી રહી હતી.

    “ભૈયા, એક મેક વેજી ઔર એક મેક સ્પાઈસી ચિકન !”
    “કૈસે પેમેન્ટ કરના હૈ, કાર્ડ પેમેન્ટ ઓર કેશ મે’મ ?”
    મુસ્લિમ ગર્લ માટે આ કેશ પેમેન્ટથી લઈને સમગ્ર પ્રોસેસ નવી હતી.
    “ઝાહિદા, તુમ ક્રેડિટ ય ડેબિટ કાર્ડ યુઝ કરતી હો?”
    “નહિ ! મુજે અભિ તક નહિ આતા યે ! મેરે પાસ ક્રેડિટ / ડેબિટ કાર્ડ નહિ હૈ !”
    ઓર્ડર માટે તેઓ ઓર્ડર કાઉન્ટરની ક્યૂમાંથી બહાર નીકળીને સાઈડમાં ઉભા રહ્યા.
    “ઓર્ડર નંબર, ટુ-ફોર્ટી-એઈટ.” કાઉન્ટર પરથી અવાજ આવ્યો.
    “ઝાહિદા, ઝરા ઓર્ડર ડિશ કલેક્ટ કરના ! મેરા કૉલ આ રહા હૈ, મૈ આતી હૂં.”
    “ઓયે, સુન કાજલ ! કૈસે લેના હૈ? કૌન-કૌન સી ચિઝેં આયેંગી?” ઝાહિદા એ પૂછ્યું.
    “વો દેગા, જો ભી દેતા હૈ, લે લે !”

    ઓર્ડર લેવા જતા ઝાહિદાનો બુરખો ટેબલના ખૂણે ફસાયો. ડિશ ત્રાંસી થઇ અને કૉક ઢોળાયો અને તેના બુરખા પર પડ્યો. અંતે, સમગ્ર ડિશ પડી.

    “નો પ્રોબ્લેમ, મે’મ ! આપ બૈઠે. મૈ દૂસરા આપ કે ટેબલ પર રખ કે જાતા હૂં !”
    ઝાહિદા ધૂંધવાઈ ગઈ. પોતાનાથી કોઈ મોટો ગુનો થયો હોય તે રીતે આજુબાજુ જોયા વિના મોં સંતાવીને ટેબલ પર બેઠી. ત્યાં જ કાજલ બહારથી આવી. આ બધું જોઇને તેણે કહ્યું, “ક્યા કિયા ઝાહિદા? અભિ વો ફિર સે દેગા?”

    ત્યાં જ બીજો ઓર્ડર ટેબલ પર આવ્યો. તે જોઇને ઝાહિદાને હાશ વળી. બંનેએ મિલ ઓપન કરીને ફ્રેંચ ફ્રાઈસ ‘શેકિંગ બેગ’માં મસાલો નાખ્યો. પરંતુ, ઝાહિદાના મિલમાં એ પાઉચ નહોતું આવ્યું. હવે તે ઉભી થઈને ફરીથી માંગવા ન ગઈ. કાજલ એના બદલે લઇ આવી. આજુબાજુ ઉંચી નજર કરીને તે નહોતી જોઈ રહી. ઝાહિદા થોડું અનસેફ ફિલ કરી રહી હતી.

    આ બધું ત્યાનો કેફેટેરિયા મેનેજર ઓબ્ઝર્વ કરી રહ્યો હતો.
    તરત જ તે અન્ય બે સ્ટાફ લઈને આવ્યો. હાથમાં થોડા પ્લાસ્ટિક ગ્લાસ હતા.
    “મે’મ, આપકે લિયે એક સ્પેશિયલ સ્કિમ હૈ !”
    ઝાહિદા એ તરત ઊંચું જોઇને ‘ના’માં માથું ધુણાવ્યું.
    છતાં, બાજુના ટેબલ પર જ એ મેનેજર એ ગ્લાસ ગોઠવવા લાગ્યો.
    “મે,મ ! અગર આપ યે સભી ગ્લાસિસ ગિરા દેંગી, તો આપકો હમારી તરફ સે એક સ્પેશિયલ ગિફ્ટ-હેમ્પર દિયા જાયેગા.”
    સ્પોન્જ બોલ વડે એ ગ્લાસને પાડવાના હતા. જે ઇઝિ હતું. ઝાહિદા એ કરી બતાવ્યું. તેને મેક’ડી તરફથી એક ફેમિલી કૂપન મળ્યું. ઉપરાંત, સ્ટાફ વતી તેને તિઆરા પહેરાવ્યું.

    ***

    જયારે હું બહાર નીકળ્યો ત્યારે મેનેજરને અચાનક આ વાત વિષે પૂછવાની ઉત્સુકતા થઇ.
    તેમણે કહ્યું,
    “એ છોકરી બહુ સિમ્પલ હતી. તેને ઇવન પેમેન્ટ કઈ રીતે કરવું એ પણ ખબર નહોતી. ઉપરાંત, તેનાથી ભૂલ થઇ અને ડિશ પડી ગઈ. કદાચ, જો તે મૂંજવણમાં જ અહીંથી બહાર જતે તો તેમનો દિવસ ખરાબ થતે. બીજી વખત, તે અન્ય કોઈ કેફેટેરિયામાં જતા પહેલા બહુ સાવચેતી જાળવવાનો પ્રયત્ન કરશે. જયારે ખરેખર, અહી એન્જોયમેન્ટ માટે લોકો આવતા હોય છે. મહત્વની વાત એ હતી કે, અહી મોટેભાગે કસ્ટમર્સ ગ્રુપમાં આવતા હોય છે. એ ગ્રુપ જે-તે જાતિ-આધારિત હોય છે. જયારે આ બંને ફ્રેન્ડ્સ અલગ-અલગ કૉમમાંથી આવતી હોવા છતાં જે રીતે એકબીજાને સપોર્ટ કરતી હતી તે પ્રસંશનીય હતું.”

    (લાઈવ - ૨૫ જુલાઈ, ’૧૬. ૯:૦૦ વાગ્યે)


    *ગુજરાત ક્વિન*

    અમદાવાદથી ‘ગુજરાત ક્વિન’ના જનરલ ડબ્બામાં સુરત પરત ફરી રહ્યો હતો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા. અમે 'અપર ડેક'માં સાથે બેઠા હતા. તેઓ પોતપોતાની લાઈફમાં મસ્ત હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’(જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ઇલેક્ટ્રિકલ એન્જીનિયર હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા IT એન્જીનિયર હતા. અને ત્રીજા, એક મોટી ઉંમરના દાદા. એકદમ તેજસ્વી ચહેરો, પ્રભાવશાળી, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો ! ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ ! મહત્વની બાબત એ હતી કે, તેઓ માત્ર ૩ ધોરણ જ ભણેલ હતા.

    ચર્ચા તો ૪ કલાક એકધારી સતત ચાલી ! વ્યક્તિ વધુ પડતો કેમ પીડાઈ રહ્યો છે? આ બાબત પર જ ! અમલમાં મૂકવું અઘરું છે. શાંતિ હણાઈ જાય છે. આ વાતો મેં પણ સાંભળી હતું. પરંતુ, તેમની વાતો સાંભળીને મારો ભ્રમ તૂટ્યો.

    આજે વ્યક્તિ પોતાની પાસે જે છે તેનાથી સંતુષ્ટ કેમ નથી અને અન્ય પાસે છે તે જોઈ કેમ નથી શકતો? અન્યની વ્યથા નથી દેખાતી, તો પછી માત્ર શ્રીમંતાઈ જ કેમ નજરે ચડે છે? બાળક ઉછેર આવો થોડો હોય? તંદુરસ્તી માટે વ્યક્તિ આટલું પણ કેમ નથી કરી શકતો? દરેકની નજર પશ્ચિમ તરફ જ કેમ વળી રહી છે? શું આપણે સાચે જ પ્રગતિ કરી રહ્યા છીએ? શું વ્યક્તિનું પોતાનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ નથી? આત્મગૌરવ અને ઈશગૌરવ રહ્યું છે ખરું? શું નેતાઓ ‘ફ્રી’ શબ્દ કહીને ઇનડાઈરેક્ટલી ગુલામ બનાવી રહ્યા છે? એન્ડ્રોઈડ એપ્લિકેશનો માતબર ડિસ્કાઉન્ટ આપે છે, તે પૈસા કોના છે? તેનું બંધારણ શું હોય છે? ૨૪ કલાક વીજળી પૂરી પડવી હોય તો શું કરવું જોઈએ? બાળકમાં ‘રાષ્ટ્રપ્રેમ’ને એક સંસ્કાર તરીકે ઇન્સ્ટોલ કરવામાં નહિ આવે છતાં દેશ પ્રગતિ કરશે ખરો? આવા અનેક પ્રશ્નો અને એના સચોટ પારદર્શક જવાબોની મુદ્દાસર અને છણાવટભરી રજૂઆત.

    એમાંનો એક અંશ અહી રજુ કરું છું. આ દરેક સવાલો પર બધા પોતાના પ્રતિભાવો આપતા હતા અને હું દરેકનું સાંભળતો હતો. આખરે મેં પણ ચર્ચામાં ઝંપલાવ્યું. પ્રશ્નોનો હાર્દ પકડ્યો અને સિસ્ટમને અપગ્રેડ કરવા મને જે મુદ્દો યોગ્ય લાગતો હતો તે મેં કહ્યો.

    શરૂઆત મેં કઈક આવી કરી.
    “મને એવું લાગે છે કે શરૂઆત, એ ‘શરૂઆત’થી જ થવી જોઈએ. જે ભારતનું ભાવિ છે તેને જ અત્યારથી મજબૂત બનાવવાની જરૂર છે.” પછી એક ઉદાહરણ આપી મારી આ વાત વહેતી કરી.

    “હું થોડા દિવસ પહેલા કંપની પર જવા માટે સોસાયટીની બહાર નીકળ્યો, ત્યારે બાજુના ઘરના દરવાજે એક મોડર્ન ‘મોમ’ પોતાના ૩-૪ વર્ષના બાળકનું સ્કુલબેગ અને હાથમાં એક ઇંગ્લિશની બુક લઈને પોતાના બંગલાની બહાર બસની રાહ જોઇને બેઠી હતી. આજે, કદાચ સ્કુલમાં એક્ઝામ હશે એવું લાગતું હતું તેનું કારણ એ ‘મોમ’ના હાથમાં રહેલી બૂક હતી. શરૂઆતમાં તો એવું લાગ્યું કે ‘મોમ’ બહુ સારી રીતે ધીરે-ધીરે પોતાના બાળકને સમજાવે છે. હું ખુશ થયો. પછી, જરા નજીક જઈને જોયું, તો ખબર પડી કે ‘ડી.ઓ.જી.’-ડોગ...(૫) સતત બોલતી હતી અને પેલાને સવાર-સવારમાં શુળીએ ચડાવતી હતી. મને જરા ઈન્ટરેસ્ટીંગ લાગ્યું. હું આ જોઈ રહ્યો હતો. અચાનક, દાંત કચકચાવીને બોલી, “ડી.ઓ.જી.-ડોગ, આટલું હું ૧૦ વખત બોલી. તને આવડતું કેમ નથી?” તેણે બાળકનો હાથ જોરથી પકડીને સ્કૂલ-રિક્ષામાં બેસાડ્યો. આજુબાજુ ઉભેલી માતાઓને કહી રહી હતી કે, "કોને ખબર? શું ઉકાળશે આજે?"

    પછી મને સવાલ થયો કે, થોડી-થોડી વારે હંમેશા યાદ અપાવ્યા કરવું કે અમે તારા માટે કેટલું કરીએ છીએ અને તને કોઈ જ ફિકર નથી. આવા શબ્દો હંમેશા બાળકના હૃદય-મન-બુદ્ધિના વિકાસને કુંઠિત કરે છે. ‘દુનિયા કેટલી..?’ આવો સવાલ બાળકને પૂછવામાં આવે તો તે કહે, “આ વર્તુળ જેટલી..!” કમનસીબી..!

    સાંજનો એક જ સમય એવો હોય છે કે જયારે આખું કુટુંબ સાથે બેસીને વાતો કરી શકે. પરંતુ, આ શિક્ષણની પરિસ્થિતિ એવી થઇ કે ત્રણ પેઢી જે એકસાથે એક જ છતની નીચે રહેતી હતી, એ છૂટી પડી ગઈ. જે સંસ્કારો પેઢી દર પેઢી સંક્રાંત થતા હતા એ પ્રોસેસ જ અટકી ગઈ. સંસ્કાર એ કઈ ફ્રી સોફ્ટવેર નથી કે, સીધું જ બાળકની હાર્ડડિસ્કમાં ઇન્સ્ટોલ કરી દેવાય. એ તો, માત્ર વિઝનથી જ આવે. જો હું મારા પપ્પાને નમસ્કાર કરતો હોઉં, એમના પગ દબાવી આપતો હોઉં ! એ બધું આ બાળક જુએ, ત્યારે તેનામાં આ વિચાર આવે. શાળાઓમાં બાળકને નીચોવી નાખવામાં આવે કે સાંજ સુધીમાં તો પપ્પા આવે અને બાળક સુઈ જાય. એટલે, પપ્પાનો ચહેરો જોયા વિના જ એ આરામ ફરમાવી લેતું હોય છે. ઉપરાંત, સવારે વહેલા સ્કુલ બસ પકડવા ઉઠે ત્યારે પપ્પા સૂતા હોય અને બાળક ચાલ્યું જાય.

    એટલામાં જ પેલા દાદાએ બહુ સરસ વાત કહી.

    "વિચારોના છોડને ખાતર-પાણી અને સુર્યપ્રકાશ આપીને મોટું વટવૃક્ષ બનાવવાની વ્યવસ્થા જ ખોરવાઈ જાય એ કેમ ચાલે? બિયારણ જ નબળી કક્ષાનું વાવ્યું હોય અને પાક મબલખ મળી રહે એવી અપેક્ષા જ કઈ રીતે રાખી શકાય? પોતાની અપેક્ષાઓના પોટલાઓ હંમેશા બાળક જ પૂરું કરે એવી આશાઓ સેવાતી ક્યારે બંધ થશે? બસ, પોતાના મિત્રોની સામે ૨ મિનીટ માટે વાહ-વાહી મેળવવા પોતાના બાળકની કમ્પેરીઝન કરવાનું ક્યારે બંધ કરશે? દરેક પોતાની સાથે ભગવાને આપેલું યુનિક ભાથું લઈને આવ્યા છે એ સમજવાની કોશિશ ક્યારે થશે? ‘મંત્રદ: પિતા’ની વ્યાખ્યા પિતા પોતે ક્યારે સાર્થક કરશે? આ બધું ત્યારે જ શક્ય બને જયારે આ પ્રશ્નોના જવાબ મળે !"

    છેવટની તેમની લાઈન,

    “‘રામાયણ’ એ ઉંબરાની અંદર અને ‘મહાભારત’ ઉંબરાની બહાર કઈ રીતે જીવવું એ શીખવે છે.”
    આટલું કહીને તેઓ ભરૂચ ઉતરી ગયા.

    નોબલ લિટરેચર પ્રાઈઝ વિનર ઓક્ટેવિઓ પાઝ કહે છે કે,
    ‘હું’ કોઈ છે જ નહિ. હંમેશા ‘અમે’ જ હોય છે. જીંદગી કોઈક બીજું જ હોય છે, આત્મા - એક ડગલું આગળ. તારા અને મારાથી પર. બસ, ક્ષિતિજ.

    આત્મીય અનુભવની વાત આવે ત્યારે વ્યક્તિ અનુભવે છે કે, ‘જીંદગી, તું ક્યારે મારી હતી?’. હંમેશા મેં વિચાર્યું એનાથી કંઇક અલગ અને વિચિત્ર જ બન્યું, જે હંમેશા આઘાતજનક લાગ્યું. અદ્વૈત – દ્વૈતમાં ચકરાવો લે છે. અદ્વૈતની અનુભૂતિની કલ્પના પણ અદભુત હોય છે.

    એક વૃક્ષ, તેના પર્ણો, પોતીકું મૂળ અને પુત્ર જેવા ફળો.
    વરસાદનું એક બિંદુ. બિંદુની હારમાળા જાણે જળની આંગળી. જે વૃક્ષની છાતીને ખોલે છે. તેની આંખોને ચૂમે છે. હૃદયની અંદર વરસે છે. હૃદયમાં રહેલ એક જળનો છોડ પોતાના પાણી ધરાવતા મૂળિયાં ઊંડે પ્રસારે છે. આ શોક એક ચહેરાનો છે. જ્યાં સમગ્ર સૃષ્ટિનું અસ્તિત્વ ધબકે છે. નામ આપવા જાઉં ને એક નામ યાદ આવી જાય છે. તારામાં આ બધા ચહેરા છે અને એમાંનો એક પણ તુ નથી. આ બધી ક્ષણો છે, સુંદર છે. આમાંની એક પણ તું નથી. એક આદિ-અનાદિ કાળથી તપતો સૂર્ય છે. તેના તળે પોતાની હયાતીની ગલીઓમાં હું શ્વાસ લઉં છું. તું મારી સાથે ચાલે છે એક વૃક્ષની જેમ ! તું નદીની જેમ ચાલે છે. મારા હાથમાં રહેલ અનાજના ડૂંડાની જેમ ઉગી નીકળે છે અને એક ખિસકોલીની જેમ સ્પંદે છે. અવાજની પરસાળ વચ્ચેથી જાઉં છું. પડઘાતી ઘટનાઓમાં હું વહુ છું. એક અંધની જેમ હું પારદર્શક પટલમાંથી પસાર થાઉં છું. એક પ્રતિબિંબ મને ભૂંસે છે. બીજામાં હું ફરી જન્મુ છું. પંખીનો ટહુકો ઉદાસ છે. એ ટહુકો અરણ્યને નિર્જન અને નિર્જીવ કરી મુકે છે. એક સ્વર્ગીય સપનું સાકાર થતું અટકી જાય છે. તેની ઉપર ધોધમાર વરસવા તૈયાર થયેલા સુખના ફૂલો...રહી જાય છે.

    ક્યારેક વ્યક્તિત્વ એક ક્ષણ રૂપે અનુભવાય છે. જે બહાર દેખાય છે તે ખરેખર આપણી અંદર હોય છે. પાણીનો ફૂવારો પવનથી મરડાય છે. આકાશમાં વૃક્ષ નૃત્ય કરે તો કેવું લાગે? તેના મૂળ કેટલા લાંબા છે, તેની ખાતરી થાય તો ! માનવ સભ્યતાની પણ એક નીરવ ભ્રમણકક્ષામાં ગતિ હોય તો? સમયની ગતિ અને માનવીય પુરુષાર્થને એકસાથે પામવાનો અહી પુરુષાર્થ છે. જો આ બંનેનું મિલન થાય તો જ પરિણામની આશાઓ જીવંત થાય છે.
    આશાઓ જીવંત થતાની સાથે જ અપેક્ષાઓના કોંટા ફૂટી નીકળે છે. અપેક્ષાઓના મરણ સાથે જ અશ્રુને મોકળો માર્ગ મળે છે. અશ્રુ એ ભગવાને બક્ષેલી સંપત્તિ છે. બક્ષિસ છે. જ્યાં તે વેરાય ત્યાં નવી આશાની વેલ ફરી ઉગી નીકળે. આવું આશાશ્રુ એકાદ વખત જ આંખોમાં શોભે. તેનું ભાવવિશ્વ અંતહીન, અમાપ અને અગાધ સાગર જેટલું હોય.

    જે મહેફિલમાં શરાબ પીવાતો હોય, ત્યાં લેખકે પાણી પીવું જોઈએ. ક્યારેક, શરાબ અને પાણી વચ્ચેના સ્મરણની જરૂર પડે ત્યારે ચેતાતંત્ર જાગવું તો જોઈએ ને ! હિંસા અને ટોળામાંથી વ્યક્તિની ચેતનાને બહાર લાવવાનું કામ લેખક કરે છે. જો કલમ ઉપડતા પહેલા નિશાન નક્કી ન હોય ત્યાં ગતકડાંઓ જ થાય. ચારો ચરવામાં સુવર ઘોડાને હેરાન કરે, મનુષ્યની મદદ માંગે, મદદ કર્યા પછી પણ જો મનુષ્ય ઘોડા પરથી ન ઉતરે તો – અંતે ગુલામી જ વેઠવાની બાકી રહે. ઉદ્ધાર માટે બીજાનો ખભો પહેલો દેખાય ત્યારથી તે ગુલામ બન્યો. ગુલામ બન્યા પછી પોતાનું શોષણ થાય અને માલિકના હાથ ધર્માદો થાય તેનો કોઈ જ મતલબ નથી. કારણ કે, આત્મપ્રતીતિ માત્ર પૂરતી નથી.

    દૂધની, સાકરની અને મધની મધુરતાની માત્રનો ભેદ સ્વયં વિદ્યાદેવી સરસ્વતી હજારો વર્ષેય શબ્દમાં ન ઉતારી શકે. તેના અંતે વ્યક્તિએ પોતે જાત-અનુભવથી જાણવાની વસ્તુ છે.

    મને વિશ્વાસ હતો અને મારા વિશ્વાસે જ મને લૂંટી લીધો.

    Top of Form