FarbasVirah in Gujarati Poems by Dr. Yogendra Vyas books and stories PDF | FarbasVirah

Featured Books
Categories
Share

FarbasVirah

ફાર્બસવિરહ

ગુજરાતીનું પહેલું કરૂણપ્રશસ્તિ કાવ્ય

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ફાર્બસવિરહ

ગુજરાતીનું પહેલું કરૂણપ્રશસ્તિ કાવ્ય

‘શાણા સૂબા ફારબસે સ્વરગમાં કર્યો વાસ’ તે નિમિત્તે કવિ મિત્ર દલપતરામ ગુજરાતી સાહિત્યનું પહેલું કરૂણપ્રસશ્તિ કાવ્ય રચ્યું છે.’ તે મુજ મિત્ર ગયો તદનંતર , અંતર દુઃખ નિરંતર આવે.

‘જાતું રહ્યું સુખ શત જોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે.’ એવી સ્થિતિમાં ‘વાલાં તારાં વેણ સ્વપ્નામાં પણ સાંભરે..

નેણે વરસે નીર, સ્નેહી જયારે સાંભરે’ જેવી તીવ્ર શોકભરી કાવ્યપંક્તિઓ કવિથી રચાઈ ગઈ છે.

૭ જુલાઈ ૧૮૨૦માં સ્કોટલેંડમાં જન્મેલો કિન્લોક એલેક્ઝાન્ડર ફાર્બસ તેવીસ વરસની વયે ભારતમાં અધિકારી બનીને આવ્યો, જજ, કલેકટર અને પોલિટીકલ એજન્ટ જેવી વિવિધ કામગીરી બજાવી.

એને મુંબઈમાં સરકારી કામગીરી કરવાની આવી ત્યારે ગુજરાતી ભાષા શીખવાની જરૂર લાગી. એ સમયે કવિ દલપતરામ વઢવાણમાં ગુજરાતીના શિક્ષક અને ઉત્તમ ગુજરાતી શિક્ષક તરીકે જાણીતા ફાર્બસ તેમની પાસે ગુજરાતી શીખ્યા અને કવિ સાથે મૈત્રી જામી, ‘થયો ઘણો ઘણો સ્નેહ, સરસ સહેલમાં’

‘અતડા રહી અમલ કરે અંગરેજો’ જયારે આણે તો ‘ગુજરાતી ગુણીઓના ગુણની ગણના કીધી’ એણે કરેલી કામગીરીને કવિ આ રીતે વર્ણવે છે.

"ફાર્બસે સાદરામાં શાળા સ્થાપી, અમદાવાદ અને સુરતમાં પુસ્તકાલયો કર્યાં, અમદાવાદમાં વિદ્યાસભા અને મુંબઈમાં ફાર્બસસભા જેવી વિદ્યાની સંસ્થાઓ બનાવી, ગુણવંતી ગુજરાતી ભાષાનું માન વધારવા વિવિધ પ્રયત્નો કર્યાં."

‘’સાહેબ હો નિત્ય સાહેબનો ભજનો,

બીજું રૈયતને લાખો લાડ જે લડાવિયાં

ત્રીજું દેશી રાજાઓનો માનમરતબો તથા

ચોથું વાહ વાહ રાજય વેણ ઉચરાવિયાં

પાંચમું પ્રજાને ગમતા જ કાયદા કર્યાનું

છઠ્‌ઠું કવિયોનાં માન ચડતાં કરાવિયાં.’’

આ જ કારણે કવિનું અનુમાન છે કે,

‘વિશેષ જો વસ્યો હોત દેશમાં વરસ દસ,

સુધારત વધારત ગુણ ગુજરાતનો

આવા ગુણી મિત્રનું અવસાન થતાં કવિ અત્યંત શોકનો અનુભવ કરે છે. મનમાં વસવસો થાય છે કે,

‘’કાવ્યની કિંમત હવે કોણ જાણનાર છે ?’’ વળી એવું પણ સમજાય છે કે, ‘’ કોણ ‘માઈ ડિયર’ કહી મને બોલાવશે ?’’

મૂળ તો કરૂણપ્રશસ્તિ કાવ્ય એ ગ્રીક એલેજીમાંથી અંગ્રેજી મારફતે આવ્યું. સ્વજનના અવસાનનો તીવ્ર આઘાત અને શોક ભલભલાને હૈયાફાટ રોતાં કરી દે. સંસ્કૃતમાં ‘અજવિલાપ’ અને ‘રામાયણ’ માં ઈન્દ્રજીતવધ થતાં તેની પત્નીનો વિલાપ આવાં શોકકાવ્યો છે. આપણે ત્યાં મરશિયામાં પણ મૃત્યુ પામનારાના ગુણ સંભારી શોકને આંસુ અને શબ્દોમાં વહાવવાનો ચાલ પરંપરાથી છે. પણ ગુજરાતી ભાષામાં કવિતારૂપે આવી શોકની અભિવ્યક્તિ આ પ્રથમ છે. શોકની તીવ્રતા અંતે તત્વજ્જ્ઞાનમાં રૂપાંતર પામે છે. સાદરામાં શાળા સ્થાપી, અમદાવાદ અને સુરતમાં પુસ્તકાલયો કર્યાં, અમદાવાદમાં વિદ્યાસભા અને મુંબઈમાં ફાર્બસસભા જેવી વિદ્યાની સંસ્થાઓ બનાવી, ગુણવંતી ગુજરાતી ભાષાનું માન વધારવા વિવિધ પ્રયત્નો કર્યા એ બધું યાદ આવતાં ‘અરેરે કિન્લોક વિના ચહેરે છે ચિત્તમાં’ એવો અરેરાટ કંઈક રોષમાં, કંઈક વ્યગ્રતામાં કવિ પાસે લખાવી બેસે છે કે,

‘પ્રીત ન કરશો કોઈશું, પ્રીત-રીત વિપરીત

કોઈ ન કરશો પ્રીતને, પ્રીત કરે દુઃખ પ્રાણને,’

ઉપરની કાવ્યપંક્તિઓ વાંચતાં ઘણાને મીરાં યાદ આવી જાય,

“જો મૈં ઐસા જાનતી, પ્રિત કરે દુઃખ હોય

મૈં નગર ઢંઢેરો પીટતી, કોઈ ન કરિયો પ્રીત”

અહીં અવતરણ રૂપે રચાયેલી પંક્તિઓ વાંચતાં પણ કવિની છંદ અને લય ઉપરની પકડ ને, પ્રાસાનુપ્રાસ ધરાવતા શબ્દોની મધુર પસંદગીને અને દલપતશૈલી તરીકે ઓળખાતી ભાષાશૈલીને વાચકો માણી શકશે, આસ્વાદી શકશે.