શું પ્રેમ કરવાની આઝાદી છે ?
ઘણા વર્ષો ગુલામીમાં રહ્યા બાદ આપણો દેશ આઝાદ થયો છે. ભારતમાં આજે લોકશાહી છે. આજે દેશના બધા લોકોને દરેક પ્રકારની આઝાદી છે. આજે લોકોને જ્યાં ફરવું હોય, જે ખાવું હોય, જે કામ ધંધો કરવો હોય તે કરી શકે છે. ગમે તે ભાષા બોલી શકે છે. પણ પ્રેમ કરી શકે છે ?? તમે કેહેશો હા કરી જ શકાય ને શું કામ નાં કરી શકાય.
શું પ્રેમ કરવાની આઝાદી છે ? લોકોને થશે આમાં વળી શું આઝાદી જોઈએ. પ્રેમ ઉપર તો કેટલાય પુસ્તકો, શાયરી લખાઈ ચુક્યા છે. આપણી સામે ઉદાહરણ પણ છે તાજમહેલ. તાજમહેલ પ્રેમના પ્રતીક તરીકે મનાય છે. પ્રેમ ફક્ત અઢી અક્ષરનો શબ્દ છે. પણ એક વાર કોઈને થઇ ગયો તો માત્ર એ જ દેખાઈ છે. બીજું કાંઈ દેખાતું જ નથી. દુનિયા બહુ જ સુંદર લાગે છે. ત્યારે આપણે થાય છે યાર શું જીદગી છે મજા આવી ગઈ. દિવસો એટલા સારા પસાર થતા હોય છે કે આપણે ખબર જ નથી પડતી કે આપણે મળ્યા એને એક વર્ષ થઇ ગયું. આવડો સારો અને મીઠો અનુભવ છે પ્રેમનો. પણ તે કરવાની આપણે આઝાદી નથી છતાં આપણો દેશ આઝાદ થઈ ગયો એમ લોકો કહે છે. શું વાસ્તવમાં આપણો દેશ આઝાદ થયો છે ખરો ?
જયારે પ્રેમ થાય છે ત્યારે કેટલી જાતના પ્રશ્નો આપણી સામે આવે છે. ફેમિલીના અને સમાજના પ્રોબ્લેમ તો આવે જ છે પણ બીજા પણ પ્રોબ્લેમ આવે છે. સ્કૂલ-કોલેજના છોકરાઓને થતો પ્રેમ પણ સાચો જ પ્રેમ હોય છે. છોકરા-છોકરી એકબીજા સાથે ફરી પણ શકતા નથી અથવા સાથે જાહેરમાં ખુલ્લીને વાતચીત પણ કરી શકતા નથી શું કામ કે જો તે એવું કરશે તો બધા ને ખબર પડી જશે આમની વચ્ચે કાંઈક છે તો બીજા છોકરા-છોકરીઓ, શિક્ષકો અને શાળાના લોકો તેની મજાક ઉડાડશે. ઘણી શાળા-કોલેજોમાં તો આ પ્રેમીઓને શાળા-કોલેજો માંથી કાઢી મુકવામાં આવે છે. બસ એમનો વાંક એક જ હોય છે કે બંનેને એકબીજાથી લાગણી હતી. જોકે ઘણી જગ્યાએ બંને પ્રેમમાં હોય એવું જરૂરી હોતું નથી. હા તેવી જગ્યાએ વાત અલગ છે પણ બંનેની પુરતી સહમતી હોય તો શું વાંધો છે. હા પણ એમાં એવું નાં થવું જોઈએ કે તમે કોઈ ના પ્રેમમાં પડો એટલે આખો દિવસ એના વિશે જ વિચારો બીજું કાંઈ નાં કરો. આપણી રોજની પ્રવુતિ અને ભણવાનું તો ચાલુ જ રહેવું જોઈએ. એના ઉપર કાંઈ અસર નાં પડવી જોઈએ. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે આપણે કોઈ સુંદર છોકરીને જોતા જ તેના પ્રેમમાં પડી જઈએ છીએ. આને ફસ્ટ ટાઈમ એટરેકશન કહેવાય એટલે કે પહેલી નજરનો પ્રેમ. આવો અકસર ઘણા લોકો સાથે થતું જ હોય છે. કોલેજમાં સાથે ભણતા ભણતા પ્રેમ થઇ જતો હોય છે. શરૂઆતમાં સારા મિત્રો બનતા હોય છે પણ પછી સમય જતા બને એક બીજાને સારી રીતે ઓળખવા માંડે છે. અને તેમની લાગણી પ્રેમમાં પરિવર્તન પામે છે. પછી તો શું છે અવારનવાર બહારે મળવાનું, હોટેલમાં જમવા જવાનું, મૂવી વગેરે વગેરે.
આપણે ત્યાં ગાર્ડન, બાગ-બગીચામાં બેઠેલા કપલ્સ, પ્રેમીપંખીડા(કદાચ તે સારા મિત્રો પણ હોઈ શકે) ને બેઠેલા જોઈને માણસો તેની મજાક મસ્તી કરે છે તેમને ઉઠાડે છે. એમના ફોટા પાડે છે અને એમને હેરાન પરેશાન કરી મુકે છે. ઘણી જગ્યાએ તો એવા પણ લોકો હોય છે જે એમનો જાહેરમાં તમાશો કરે. બધા વચ્ચે તેમને જેમ મજા આવે તેમ કહે છે. એવી રીતે એમની સાથે વ્યવહાર કરે કે તે માણસ જ નાં હોય. આ લોકોનું કહેવું છે કે આ લોકો જાહેરમાં અભદ્ર વ્યવહાર કરતા હોય છે. એના કારણે એરિયા, સોસાયટીનો નામ ખરાબ થતા હોય છે. બાળકો ઉપર તેની ખરાબ અસર પડે છે. લોકોતો કહેતા હોય છે કે આવા લોકો બાગબગીચા આવતા હોવાથી અમને અમારી ફેમિલી સાથે આવતા પણ શરમ આવે છે. શું પ્રેમીઓ દરેક વખતે જાહેરમાં પોતાની મર્યાદા નહિ જાળવતા હોય ? શું તેમને કાંઈ પોતાનો માન સન્માનનો નથી હોતો ? મારું માનવું છે કે પ્રેમીઓ હંમેશા પોતાની મર્યાદામાં જ રહેતા હોય છે શું કામ કે તેઓને પોતાને પણ ખબર છે કે આવું કરવાથી મારા સમાજ અને મારું ખબર લાગશે અને પોતાના ઘરવાળાઓને પણ ખબર હોતી નથી તેથી તે વધુ સાવધાની મુજબ વર્તતા હોય છે. જોકે આમાં કેટલાક લોકો અપવાદ હોય છે.
ચાલો માની લઈએ કે પ્રેમી લોકોને સ્થળનો ભાન નહિ રહેતો હોય પણ તેમને પણ મજા થોડી આવતી હશે. એમને પણ એકાંત નહિ જોતો હોય ? જે રીતે રેડ લાઈટ એરિયા, ડાન્સ બાર, ક્લબની મંજુરી છે તે રીતે ફક્ત પ્રેમીઓ માટે ગાર્ડન કે બાગબગીચા બનાવી શકાય છે. જ્યાં ફક્ત પ્રેમીઓને જ આવવા મળે. જે લોકો ઓફિસે, ઘરે કે બહાર નાં મળી શકતા હોય એ સરળતાથી મળી શકે. તેથી તેમને છુપાઈને મળવાની જરૂર નહિ પડે નહીતર તો તે લોકો ગાર્ડનમાં છુપાઈ છુપાઈને મળતા રહેશે તેમના મનમાં તો એક જ ભય સતાવતો હોય છે કે કોઈ જોઈ જશે તો અમારો ખરાબ લાગશે. લોકો શું કહેશે તે ભયથી ઘણી વાર તો તેઓ મળવાનું પણ ટાળતા હોય છે. એમની જગ્યાએ એ પણ સાચા જ હોય છે. અને જે લોકોને આ પણ અભદ્ર લાગતું હોય તે લોકો આવા ગાર્ડન અને બાગબગીચાથી દુર રહે. પ્રેમ કરવાની આઝાદી તો હોવી જોઈએ કે નહી.!! પાછો આપણો સમાજ સાવ નાની વસ્તુને પણ મોટી બનાવી દે છે. જેમકે કોઈ પ્રેમી એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે પણ સમાજ અને ઘરવાળા તે સબંધથી સહમત નથી તેથી તેમના લગ્નનાં થઈ શકે શું કામ કે ઘરવાળા સહમત નથી અહિયા છોકરા કે છોકરીની લાગણી જોવામાં આવતી નથી. ખાસ કરીને લવ મેરેજના કિસ્સામાં આ વધુ જોવા મળે છે. ઘરવાળાને સબંધ મંજુર હોય તો સમાજ ને મંજુર હોતો નથી જો ઘરવાળા સમાજના વિરુદ્ધમાં જઈને લગ્ન કરે તો તે પરિવારને જ સમાજમાંથી બહારે કાઢી નાખવામાં આવે છે. લોકો તેમની સાથે ખરાબ રીતે વર્તન કરે છે. જાણે તે કોઈ આંતકવાદી હોય.
પોલીસનો પણ એટલો જ ત્રાસ હોય છે આ પ્રેમીઓ માટે. કોઈ છોકરા-છોકરી કે કપલ્સ સાથે બેઠેલા જોવે તો તેમનો ગુસ્સો સાતમાં આસમાને ચડી જતો હોય છે. તે એવી રીતે વ્યવહાર કરે જાણે કોઈ મોટો ત્રાસવાદી હાથમાં આવી ગયો હોય અને તેમની સાથે જાહેરમાં એટલી ખરાબ રીતે અપમાન કરતા હોય છે. મે તો જોયું છે કે સવારના વહેલા અને સાંજના ભાગે પોલીસ ગાર્ડન તેમજ બાગબગીચામાં રેડ પાડે છે અને જો ત્યારે કોઈ પ્રેમી કે કપલ્સ હાથમાં આવી ગયો તો તેનો તો તમાસો જ બની જાય છે દુનિયા સામે. તેમના માતાપિતા ને બોલાવામાં આવે છે ઘણી વખત તો ફોઝદારી ફરિયાદ પણ થાય છે. માફીપત્રો પણ લખાવામાં આવે છે. મીડીયામાં પણ સમચારો આવે છે અને પ્રેમીઓ બદનામ થાય છે. જો ખોટી પ્રવુતિ થતી હોય તો પોલીસે ચોક્કસ રેડ પાડવી જ જોઈએ. પણ કહેવાય છે ને ખોટા લોકોની સાથે સાચા લોકો પણ આવી જાય છે. શું આ લોકોની જિંદગી નથી હોતી ?? પ્રેમી પોતાની લાઈફ એન્જોય નાં કરી શકે ? જો નાં તો આઝાદી ક્યાં છે?