Kayo Love - Part - 29 in Gujarati Love Stories by Pravina Mahyavanshi books and stories PDF | કયો લવ - 29

Featured Books
Categories
Share

કયો લવ - 29

કયો લવ ?

ભાગ (૨૯)

પ્રસ્તાવના

“કયો લવ ?” સંપૂર્ણપણે એક કાલ્પનિક પ્રેમકહાની છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે.

“કયો લવ ?” ની મુખ્યપાત્ર પ્રિયાની જિંદગીમાં કયો વળાંક આવશે ? ફેંસલો, કોને ક્યાં સુધી લઈ જશે?

જાણવા માટે વાંચતા રહો “ કયો લવ ? ” ભાગ : ૨૯

ભાગ (૨૯)

“ખોલને દરવાજો...પ્રિયા પ્લીઝ...પ્રિયા ફોર ગોડ સેક...દરવાજો ખોલ...” સોની દરવાજા પર બંને હાથે પછાડા કરતી આંસુ સારતી, કરગરતી, મોટા અવાજમાં તાણમાં કહેવાં લાગી.

પ્રિયાએ પોતાને બેડરૂમમાં પૂરી દીધી હતી, તે કોઈની સાથે પણ વાતો કરવા માંગતી ન હતી.

રાતના સમયે, બધી જ લાઈટ્સ ઓફ કરી, અંધકારમય બેડરૂમનાં એક ખૂણે, પોતાનું માથું ટેકીને, લાંબા છુટ્ટા વાળો લઈ, બંને હાથે માથું દબાવતી પ્રિયા, ટગરટગર એક પણ પલકારા માર્યા વગર અંધારામાં પણ સીલીંગ પર લટકેલું કાચના ઝુંમરમાં જાણે સર્વસ્વ ભાન ભૂલીને એવાં ગાઢ વિચારોમાં ધકેલાઈ ગઈ હતી, કે આંખમાંથી આંસુની અવિરતપણે ધારા ક્યાં વહીને, એના જ કપડાને ભીંજવીને સુકવી પણ નાંખતા, એનો ક્રમ અશ્રુનાં ટપ ટપ કરતા ટપકા જ જાણતા.

પ્રિયાને, ગાંડાની જેમ ચાહનારો એ વ્યક્તિના શબ્દો, કાનમાં જાણે કોઈ તીષ્ણ વસ્તુનાં ઘાથી થતાં દર્દોની જેમ ભોંકાતા હતાં....“ કયો લવ ? અરે કયો લવ...વવવવવવ...”

“ આઈ એમ પ્રેગનેન્ટ, કેમ નથી સમજતો તું........પ્રિયા કરગરતી હતી. ”

ભાગ: ૨૮ માં આપણે વાચ્યું કે સૌમ્યને પોતાની ભૂતકાળની વાતો નજર સમક્ષ તરતી દેખાય છે. સૌમ્ય અને રિધીમાને પોતપોતાની મજબૂરીએ બાંધી દીધી હતી...એક તરફ પ્રિયાને, સૌમ્યે પોતાની આખી ભૂતકાળની કહાની સંભળાવી દીધી...હવે રોબર્ટનાં જાળમાંથી રિધીમાને કેવી રીતે બહાર કાઢવી એના માટે બંને ભાઈ બહેનમાં વિચારવિમર્શ ચાલે છે....ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી છે, એના માટે ભાગ:૧ થી ભાગ:૨૮ જરૂર વાંચજો..)

.....................................................................................................................................................

હવે આગળ...........

પ્રિયા દરવાજાની બહાર તો નીકળી ગઈ પરંતુ ફરી ડોકું કાઢીને મજાકમાં આંખ મારતા ઉચ્ચા સ્વરમાં કહ્યું, “ બ્રો...રિધીમાભાભી ગોલુમોલુ ને જોયેલો હતો ને...પરંતુ હમણાનો સ્માર્ટ હેન્ડસમ બોય સૌમ્યને જોશે તો શું કરશે....!! પછી ઝડપતી સરકી જતા કહ્યું, “ઓ.કે..બ્રો ગુડનાઈટ..”

પ્રિયા તો જતી રહી ઊંઘવા માટે પણ સૌમ્યને આજે ઊંઘ આવી રહી ન હતી. તેણે ભલે પ્રિયા સામે એવું કંઈ દેખાડવાનો પ્રયત્ન ન કર્યો કે તે રિધીમાને આજે પણ એટલો જ ચાહે છે જે આજથી ત્રણ વર્ષ પહેલા ચાહતો હતો. સૌમ્યને જાત જાતના વિચારો આવવા લાગ્યાં કે રિધીમાનાં લગ્ન થયા હશે કે નહીં? તેણે આવી રીતે કેમ બાંધી રાખવામાં આવી છે? રોબર્ટ નો ખેલ શું હોઈ શકે..? આ બધું જ વિચાર કરતો સૌમ્ય ઊંઘી ગયો.

બીજા દિવસે પ્રિયાએ આદિત્યને બધી જ વાત ફોન પર કહી દીધી.

પરંતુ આદિત્યને આ બધી જ વાતમાં ગંભીરતા દેખાઈ આવી. તેણે પ્રિયા પાસે થોડો સમય માંગ્યો વિચાર કરવા માટે...

આદિત્યે વિચાર કરીને શનિવારનો દિવસ નિર્ધાર કર્યો. સૌમ્યે પણ શનિવારના દિવસ માટે આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યો. સૌમ્યને એમ હતું કે જ્યાં સુધી રિધીમા અને રોબર્ટને મળીશું નહિ ત્યાં સુધી કોઈ પણ બાબતે ખબર કેવી રીતે પડે કે રોબર્ટ શું ઈચ્છે છે..?

આજે એ શનિવારનો દિવસ આવી જ ગયો.....

આદિત્યે પોતાનાં જોબ પર આજે છુટ્ટી મારવાનો નિર્ણય કર્યો અને હું બંગલે પહોંચીને રાહ જોઈશ એટલું પ્રિયાને જણાવ્યું. અને બીજી તરફ સૌમ્ય સાથે પ્રિયાની વાત થઈ ગઈ કે અમે કોલેજ છુટ્યા બાદ ડાયરેક્ટ અંધેરી સ્ટેશને મળીશું.

કોલેજ છુટ્યા બાદ પ્રિયા અને સોની સાથે રોનક પણ આવવા માટે જોડાઈ ગયો. ત્રણે જણ અંધેરી સ્ટેશન પર ઉતર્યા. સૌમ્ય પહેલાથી જ સ્ટેશન પર આવીને રાહ જોતો ઊભો હતો.

બધા જ મળીને રોબર્ટ જ્યાં રહેતો હતો એ જર્જરિત બંગલાના ગેટ સુધી પહોંચે છે. પ્રિયાએ આદિત્યનો કોલ લગાવ્યો, ત્યાં તો આદિત્ય સામેથી જ આવતો દેખાતો હતો.

પ્રિયાએ સૌમ્ય સાથે આદિત્યનો પરિચય કરાવ્યો.

આટલા ગંભીર વાતાવરણમાં પણ મજાક કરતા આદિત્યે સોનીને કહી જ નાખ્યું, “હાઈઈઈ...બ્યુટીફૂલ...હાઉ આર યુ..?”

સોનીએ જવાબ ન આપ્યો. પરંતુ આ મજાક રોનકને ન ગમ્યું.

બધા જ હવે શાંત થઈ ગયા.

આદિત્યે ધીરેથી મેઈન ગેટ ખોલ્યો. પહેલા આદિત્ય અંદર ગયો એના પછી બધા જ એક પછી એક સાવચેતીથી પગલા ભરવા લાગ્યા.

બંગલાના આજુબાજુનું વાતાવરણ પહેલાની જેમ જ શાંત હતું. બધા જ રોઝને જ્યાં કેદ કરીને રાખવામાં આવી હતી તે દાદરને ત્યાં આવીને ઊભા રહ્યા.

આદિત્ય જાણે લીડર હોય તેવી રીતે ધીરેથી બધાને સંબોધીને કહેવા લાગ્યો કે પહેલા હું અને સૌમ્ય ઉપર જઈને આવીએ છીએ. તમે બધા જ નીચે ઊભા રહીને નિગરાની રાખો.

આદિત્ય અને સૌમ્ય ધીમા પગલેથી દાદરા ચઢયા. આદિત્યએ ઘણી સાવચેતીથી દરવાજો ખોલ્યો. અને અંદર પ્રવેશ્યો, સૌમ્ય પણ અંદર પેઠો. આદિત્યે ચારે તરફ નજર ફેરવી પરંતુ ક્યાં પણ રોઝ દેખાઈ નહિ. એણે ઘણું આશ્ચર્ય થયું અને વિચારમાં પડી ગયો કે દાળમાં જરૂર કંઈક તો કાળું હશે જ..!! તેઓ બંને બહાર આવી ગયા અને સૌમ્યને કહ્યું આપણે વિચારીને જ બધું હવે કરવા પડશે. એટલું કહીને આદિત્યે પોતાનો મોબાઈલ કાઢયો અને કોઈને મેસેજ કર્યો.

સૌમ્ય ત્રણ વર્ષ પછી રિધીમાને જોવાનો હતો, એનું મન જ જાણતું હશે કે તે કેટલો તડપી રહ્યો હશે રિધીમાની એક ઝલક જોવા માટે પરંતુ એ હમણાં તો શક્ય બન્યું નહિ.

બંને ધીરેથી નીચે ઉતર્યા. ત્યાં જ પ્રિયા, રોનક અને સોની આતુરતાપૂર્વક રાહ જોતા ઊભા હતા. પ્રિયાની નજર તો આદિત્ય અને સૌમ્ય તરફ જ ટકી રહી તેણે અધીરાઈથી પૂછ્યું , “ બ્રો...અરે ! આદિત્ય શું થયું તમે આટલા જલ્દી કેમ આવી ગયા....?”

સૌમ્ય ચુપ જ રહ્યો.

ત્યાં જ આદિત્યે કહ્યું, “ રોઝ ઉપર નથી...મને લાગે છે કે આપણે બંગલામાં જઈને હવે ચેક કરવું પડશે....”

પ્રિયાએ ઉતાવળે સ્વરે કહ્યું, “હા તો ચાલો ને અહિયાં શું કામ ઊભા છે..!!”

“અરે યાર પ્રિયા શાંતિ રે....હું એકલો જોઈને આવું છું, આટલા બધાને એકસાથે જ જોશે તો નક્કી રોબર્ટ કોઈ એક્શન લઈ શકે છે..” આદિત્યે સમજાવતાં કહ્યું.

“આદિત્ય ચાલો...હું પણ આવું છું...” સૌમ્ય પગલા ભરતા કહેવા લાગ્યો.

પ્રિયાએ હઠ પકડી લેતા કહ્યું, “ અરે આદિત્ય કેવી વાત કરો છો, મને પણ આવવું છે યાર....”

“અરે પણ અમે જસ્ટ જઈને આવીએ છીએ યાર..તમે બહાર ઊભા રહો ને...!!” આદિત્યે વધુ સમજાવતા કહ્યું.

પ્રિયાએ આટલું સાંભળીને ઓકે કહી દીધું. અને રોનક, સોની સાથે ત્યાં જ ઉભી રહી.

હજુ તો આદિત્ય અને સૌમ્ય અંદર પ્રવેશ્યા પણ ન હતા ત્યાં તો પ્રિયા ઈશારાથી રોનક અને સોનીને કહ્યું, “ચાલો આપણે પણ જઈએ..”

આદિત્ય અને સૌમ્યનું ધ્યાન ન પડે એવી રીતે પ્રિયા સોની અને રોનક પણ પાછળ ધીમા પગલે જવા લાગ્યા. પરંતુ આદિત્યે પાછળ આવતી પ્રિયાને જોઈ જ લીધી. તેણે હવે એક પણ શબ્દ કાઢયો નહિ. પરંતુ હવે એણે આવતા રોકી પણ નહીં.

બધા જ એકસાથે હોલમાં આવી પહોંચ્યા. પરંતુ હોલની પરીસ્થિતિ આજે પણ એમણેએમ જ હતી જેવી પહેલા હતી. એ જ બધો મંડપનો ઢગલાબંધ પસારો પડયો હતો. પૂરો હોલ સાફસફાઈ વગરનો ધૂળના વાસથી ગંધાઈ રહ્યો હતો. સોનીને તો ગંધકી થી ઘણી ચીડ ચઢતી. હોલની અંદર પ્રવેશતા જ સોનીને ખાંસી આવવા લાગી. તેણે પોતાના મોં પર હાથ રાખી દીધા અને ધીરેથી અવાજ ન આવે એવી રીતે ખાસવા લાગી. સોનીને જોઈને પ્રિયાને આટલા સિરિયસ મેટરમાં પણ હસવું આવી ગયું. પ્રિયા ધીરેથી હસી, અને સોનીના કાનમાં કહ્યું, “સોની, બેગમાંથી પાણી કાઢીને પી લે.”

સોનીએ નાક ઉચ્ચું કરીને દેખાડ્યું. પરંતુ પાણી પીધું નહીં.

સોફાને ત્યાં આવી બધા જ વચ્ચોવચ ઊભા થઈ ગયા. બધા જ આમતેમ જોવા લાગ્યા. પરંતુ એવામાં જ આદિત્યની નજર ઉપર પંખાને ત્યાં પડી જે કિચુડ કિચુડ કરતો અવાજ કરી રહ્યો હતો. આદિત્ય વિચારમાં પડી ગયો કે પંખો ચાલુ છે એનો મતલબ જરૂર આ હોલમાં પહેલાથી કોઈની મોજૂદગી હોવી જોઈએ. આદિત્યના ઉપર જોવાથી બધાની નજર તેના પર પડતા બધા જ પંખા તરફ જોવા લાગ્યા.

આદિત્ય પંખા તરફ જોતા જ હવે હોલની ચારે તરફ બારીકાઈથી નજર દોડાવા લાગ્યો. તેણે જોયું કે ભીંતો પર કંઈ તો નવું જેવું લાગી રહ્યું છે. આદિત્ય એમ તો ક્યારે પણ આ બંગલામાં આવતો નથી. પરંતુ અત્યારની જે સ્થિતિ જોવા મળી રહી હતી. તે જોતા જ તેણે સમજતા વાર ના લાગી, કે બંગલામાં સીસીટીવી ગોઠવામાં આવ્યા છે.

આંખ નાની કરીને પ્રિયાએ ધીરેથી પૂછ્યું , “ આદિત્ય આ બંગલામાં બીજા પણ કોઈ રૂમો છે કે..?”

આદિત્યના દિમાગની લાઈટ ચલાવા માટે પ્રિયાએ એક અગત્યનો સવાલ પૂછી લીધો હતો.

“ઓહહહ...!! પ્રિયાયાયાયા.....” આદિત્યના મોઢામાંથી ફક્ત આટલા જ શબ્દો નીકળ્યા, પછી કંઈ વિચાર કરતો હોય તેમ તે અટક્યો, અને તરત જ બધાને એકસાથે પોતાની તરફ બોલાવતા ઘણા જ ધીમા સ્વરે કહ્યું, “ તમારી બધાની નજર ગઈ હશે તો સારું, અહિયાં કેમેરા લગાવેલા છે, પ્લીઝ કોઈ પણ એવી હરકત નહીં દેખાડો કે તમે કેમેરાનો સામનો કરી રહ્યા છો, પ્લીઝ અણજાણ બનીને રહો.”

બધા આ વાત સાંભળી ચુપ જ રહ્યા તે સાથે જ આદિત્યની વાત સાંભળીને કોઈએ પણ એવો હાવભાવ પણ દેખાડવાનો પ્રયત્નો ન કર્યા કે તેવો કેમેરા વિષે જાણે છે...

આદિત્યે ફરી કહ્યું, “ પ્રિયા તારી વાત સાચી છે...આ જે હોલ દેખાય છે, અને એક રોઝને રાખવામાં આવતો રૂમ ફક્ત ભાડેથી એટલું જ અપાયું છે. અને બાકીના જે રૂમ અને કિચન છે એણે તાળા લગાવેલા દેખાઈ રહ્યા છે. એનો મતલબ એ થયો કે હોલની પાછળ જવાનો એક રસ્તો છે, ત્યાં નાની અમસ્તી વાડી બનાવેલી છે અને ત્યાં જ પાછળ માળીના માટે એક ઓરડી પણ બનાવેલી છે, પરંતુ મારા ખ્યાલમાં તો તે ઓરડી બંધ જ હોય છે...કદાચ ત્યાં કોઈ....!!”

બધા અસમજસમાં હતા. તેવામાં જ આદિત્યે મોબાઈલમાં કોઈને મેસેજ કર્યો.

“એક કામ કરો, તમે બધા જ બહાર ઊભા રહો, હું પાછળ એક રાઉન્ડ મારીને આવું છું...” આદિત્યે ધીમેથી કહ્યું.

“હા આદિત્ય એવું બની શકે, કારણકે અમે પહેલી વાર આવ્યા હતા ત્યારે હોલના પાછળથી જ કૂતરાનો ભસવાનો અવાજ આવી રહ્યો હતો, ત્યારે એમ જ લાગેલું કે કૂતરાને પાછળની તરફ ક્યાંક બાંધવામાં આવ્યો હોય..” પ્રિયાએ ધીમા સ્વરે અગત્યની વાત કહી સંભાળાવી.

“ઓકે..ગૂડ..ચાલો ફટાફટ બહાર નીકળીએ..” આદિત્યે કહ્યું.

બધા જ બહાર નીકળી ગયા. આદિત્ય અને સૌમ્ય પાછળના રસ્તે ધીમે પગલે જવા લાગ્યા. પરંતુ આ વખતે પ્રિયા, રોનક અને સોની બહાર જ ઊભા રહ્યા.

જર્જરિત બંગલો વચ્ચોવચ્ચ હતો. એની ફરતે ચોરસમાં તારથી વાડ બાંધવામાં આવી હતી. જેમાં વેલાઓ ઉગી નીકળ્યા હતા જે ગીચ જેવું લાગી રહ્યું હતું. બંગલાના પાછળના ભાગની દિવાલો પર સાવ ઊંડી ઊંડી તિરાડો પડેલી દેખાઈ આવતી હતી.

સૌમ્ય અને આદિત્ય ધીમા પગલે તે વાડને ત્યાંથી સાવધાનીથી જવા લાગ્યા, અને બંગલાથી થોડે દૂર આવેલી ઓરડીને ત્યાં પહોંચ્યા. ઓરડીનું બારણું અર્ધખુલ્લું હતું. આદિત્યે ધીરેથી દરવાજો ખોલ્યો અને બંને અંદર પ્રવેશ્યા.

ઓરડીના અંદર પહોંચતાની સાથે જ, આશ્ચર્ય વચ્ચે જ રોબર્ટ એક ખુરશીમાં ગોઠવાયો હતો. તેના થોડે દૂર એક કમ્પ્યુટર ગોઠવાયું હતું. એ જોતા જ હવે તો ખાતરી થતાં વાર ના લાગી કે રોબર્ટ પહેલાથી જ સીસીટીવી કેમેરાના મદદથી બધા પર નજર રાખી રહ્યો હતો. જેમાં પહેલા રોઝ ને રાખવામાં આવી હતી એ રૂમનો નજારો પણ અત્યારે ખાલીખમ દેખાઈ રહ્યો હતો. એટલે કે જોવા જાય તો રોબર્ટે ઘણી ચાલાકી વાપરીને આખી ગેમ રમી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું હતું, કારણકે કમ્પ્યુટર પર ફક્ત રોઝને જે કમરામાં રાખવામાં આવી હતી એના જ લાઈવ વિડિયો ફૂટેજ નહિ પરંતુ આખા બંગલાના અગત્યના સ્થાનોના લાઈવ વિડિયો દેખાઈ રહ્યા હતા.

રોબર્ટને આશ્ચર્ય જેવું કંઈ લાગ્યું નહિ, કારણકે તેનો મકસદ જ આ હતો કે સૌમ્ય તેના જાળમાં ફસાય...!!

ત્યાં જ હવે પ્રિયાથી રહેવાયું નહિ, તે રોનક સોનીને લઈને ધીમા પગલે ઓરડી તરફ આવવા લાગી, અને ઓરડીને ત્યાં પહોંચી ધડામ દઈને જે દરવાજો અર્ધખુલ્લો દેખાઈ આવતો હતો, તેણે પૂરો ખોલી દીધો.

રોબર્ટ હજુ પણ એવો જ આળસાઈ સાથે ખુરશીમાં બેઠો હતો કે ઊભા રહેવાનું નામ જ ન લેતો હતો. બેઠા બેઠાએ જ તેણે કહેવા માંડયું, “ સના, મેં નહીં કહેતા થા યે પ્રિયા બહોત કામ કી લડકી હે....આખીર જૈસા પ્લાન બનાયા થા...વૈસા હી હુવા...” એટલું કહીને તે ગંધી રીતે હસવા લાગ્યો.

રોબર્ટના નજદીક ઊભેલી સનાએ પણ રોબર્ટના હસવામાં સાથ આપ્યો, અને પછી કહેવા લાગી, “ હા રે જૈસા સોચા થા વહી હુવા...પ્રિયા ખુદ અપને ભાઈ કો લેકર આખીર યહા તક આ હી પહોંચી.”

જોવા જાય તો એ નાનકડા રૂમમાં સના, રોબર્ટ અને કમ્પ્યુટરને સંભાળનાર એક વ્યક્તિ સિવાય કોઈ ન હતું.

આદિત્ય ખિજાયો, અને આવેશમાં આવી રોબર્ટ તરફ દોડયો.

ત્યાં તો જોરથી ચિલ્લાવતા, નજદીક આવતા આદિત્યને રોકતા રોબર્ટ ઊભો થઈને કહેવા લાગ્યો, “એ.....એએએએએ...રુક જા વહી પર...”

આદિત્યે આ બધું જ સાંભળ્યું તેમ છતાં તે ઊભો રહ્યો નહીં અને હજુ થોડા પગલામાં જ રોબર્ટ તરફ ધસી જ જવાનો હતો ત્યાં તો રોબર્ટે એક સેકેંડનો પણ વિલંબ કર્યા વિના પેન્ટના પાછળના પોકેટમાંથી સહેજ નાનું પરંતુ ધારદાર ચાકુ કાઢતા કહેવા લાગ્યો , “ ક્યાં રે સૌમ્ય તેરી યહા પર જરૂરત હે ઔર તું હે કી યે લડકે કો આગે કર રહા હે...”

આદિત્ય રોબર્ટના હાથમાં ચાકુ જોતા જ સ્થિર થઈને જ્યાં સુધી પહોંચ્યો હતો ત્યાં જ ઊભો રહી ગયો.

સોની, રોનક, પ્રિયાના તો આજે હોશ ઉડી ગયા હતા. સૌમ્યની આંખ આ બધું જ જોતા પહોળી થઈ ગઈ હતી. પરંતુ તેણે કંઈ કહ્યું નહીં.

રોબર્ટ ફરી કહેવા લાગ્યો, “ ક્યાં રે સૌમ્ય તેરી ડાર્લિંગ રોઝને તેરે કો નહીં બતાયા ક્યાં, કી હમલોગ ચાકુ ચલાનેમેં ઉત્સાદ હે...”

સૌમ્યને પણ ત્યારે જ યાદ આવી ગયું કે હા રિધીમાએ ત્યારે એટલું જણાવેલું હતું કે રોબર્ટ અને રોબર્ટના બધા જ દોસ્તો પાસે ચાકુ હમેશાં રહેતું જ...

“ભાઈ તું કાયકો મરને આયા હે, તેરા હિસાબ મિલ જાયેગા...ચલ પીછે કી ગલી સે નિકલ લે...” આદિત્ય તરફ અણગમો કરતા રોબર્ટે કહ્યું.

આદિત્યે શાંતિથી કહ્યું, “ દેખ રોબર્ટ, હમલોગ યહા કયું આયે હે વો સીધી સી બાત હે...તુમ વો લડકી કો છોડ દો..”

રોબર્ટે આ વખતે હસ્યો...ઘણો હસ્યો. અને પછી સિરિયસ મોઢું કરતા કહ્યું, “ વહી તો ચાહતા હું મેં ભી...કી સૌમ્યકી રિધીમા કો, સૌમ્ય ખુદ યહા સે લે કર જાયે...”

આટલી વાર શાંત રહીને સાંભળી રહેલો સૌમ્ય શાંતિથી જ કહેવા લાગ્યો, “ રોબર્ટ તુમ સાફ કર દો કી ઈતના બડા ગેમ કયું ખેલા હે..?”

“વહી તો બોલ રહા હું...યહા સે સબલોગ જા સકતે હે...સિર્ફ સૌમ્ય હી યહા રૂકેગા..” રોબર્ટે કહ્યું.

ત્યાં જ પ્રિયાએ કહ્યું, “હમલોગ નહિ જાયેગે યહા સે...તુમ સિર્ફ યે બતાઓ કી રોઝ કો કહા રખા હે...”

“અરે પ્રિયા તુજે યહા રુકના હે તો રુક જાઓ સૌમ્ય કે સાથ...પર બાકી સબલોગો કો યહા સે કટ લેના હોગા..” રોબર્ટ જાણે વોર્નિગ આપતો હોય તેવી રીતે કહ્યું.

આદિત્યે ત્યારે જ કહ્યું, “ રોબર્ટ અબ નિકલના તો તુજે યહા સે હે...સીધે સે બતા દે વો લડકી કો કહા રખા હે..”

“અરે એ તું મેરી ખોપડી કો કાયકો સટકા રહા હે....તુમ લોગ સબ નિકલ લો યહા સે...લાસ્ટ વોર્નિંગ દે રહા હું..” રોબર્ટે ગુસ્સેથી ધમકી આપતા કહ્યું.

સૌમ્યે આદિત્યને શાંતિથી સમજાવ્યો, અને બહાર રાહ જોવા માટે કહ્યું. સોની, રોનક અને આદિત્ય બહાર આવી ગયા. પરંતુ આદિત્યને હવે પ્રિયાને અને સૌમ્યને આવી રીતે રોબર્ટ સાથે છોડી દેવા માટે મન પણ ઘણો બોજ આવી ગયો હોય તેમ લાગવા લાગ્યો.

આદિત્યે બહાર નિકળીને પહેલા કેમેરા કંઈ કંઈ જગ્યે લગાવામાં આવ્યા હતા તે ઝડપથી ચેક કરી લીધા. તેણે અહેસાસ થઈ જ ગયો કે કેમેરા ઓરડીની પાછળના ભાગે તો નથી જ લગાવ્યા હશે..!!

તેણે પહેલા ચાલાકી કરી અને સોની, રોનક સાથે ઝડપથી ચાલવા લાગ્યો અને રોબર્ટને સીસીટીવીના કેમેરા દ્વારા એમ દેખાડવાનો પ્રયત્ન કર્યો કે અમે બધા મેઈન ગેટથી બહાર નીકળી ગયા છે..!!”

ત્યાં જ રોબર્ટે પણ સીસીટીવીના માધ્યમથી કમ્પ્યુટરમાં જોવા લાગ્યો કે આદિત્ય, રોનક અને સોની બંગલાના બહાર જતા રહ્યા છે.

આદિત્યએ, સોની અને રોનકને એટલું જ કહ્યું, “તમે બંને પ્લીઝ બંગલાની અંદર નહિ જતા..અમારી રાહ જોજો..”

એટલું કહેતાની સાથે જ જરા પણ વિલંબ કરવા વગર આદિત્યે એટલી જોરથી બહારની તરફથી તે ઓરડીના માર્ગે ભાગવા લાગ્યો અને તે સાથે જ એક મોબાઈલ પણ જોડ્યો.

“ હેલ્લો ક્યાં છે યાર પહોંચ્યા કે ?” હાંફતા હાંફતા આદિત્ય ફોન પર કહેવા લાગ્યો.

“અરે હા અમે બંગલાની પાછળની તરફ ઊભા છે...” સામેથી અવાજ સંભળાતો હતો. એટલું સાંભળીને આદિત્યે ફોન કટ કર્યો.

ત્યાં જ રસ્તામાં જ બંગલાના બહારની તરફ, પાછળની જગ્યે રુદ્ર આતુરતાપૂર્વક બે પોલીસ કોન્સ્ટેબલ સાથે રાહ જોતો ઊભો જ હતો.

તે જોઈ આદિત્ય ઊભો રહ્યો અને એટલું જ કહ્યું, “ મેરે પીછે આઈયે પ્લીઝ...ઉનલોગ કુછ ભી કર સકતે હે..”

એટલું સાંભળતા જ આદિત્યના પાછળ રુદ્ર સહિત બંને પોલીસ કોન્સ્ટેબલ ભાગવા માંડ્યા.

આદિત્ય ઓરડીને ત્યાં પહોંચ્યો. એણે પાછળના ભાગનો રસ્તો ખબર હતો કારણકે બચપણમાં પોતાના દોસ્તો સાથે અહીં તે સંતાકૂકડી જેવી રમતો રમવા આવતો. તાર ફરતે તો બાંધેલી હતી જ પણ વેલાઓથી અને બીજા ઝેરીલી વનસ્પતિના છોડો થતાં કાંટાળી બાવળ બધે જ ઊગેલી દેખાતી હતી. હવે આદિત્યનો મુંઝવણ કરતો પ્રશ્ન એ આવ્યો કે આ કાંટાળી બાવળમાંથી અંદર ઓરડીને ત્યાં પહોંચી કેવી રીતે શકીએ ??

ત્યારે એણે તરત જ વિચાર ઝબકયો કે બચપણ માં તેઓએ ઘણા એવા રસ્તા બનાવ્યા છે જ્યાંથી અંદર પ્રવેશી શકાય...હોપ તે રસ્તા હજુ હોય તો સારું...!! અને એ જ વિચારી તે એવી જગ્યા પર પહોંચ્યો જ્યાં બધી જ તાર ઉપર કરી દીધી હતી અને એક માણસ વાકું વળીને અંદર પ્રવેશી શકે એટલું ખુલ્લો રસ્તો દેખાઈ આવતો હતો.

આદિત્ય તે જોઇને નીચો થઈને ઓરડીને ત્યાં અંદરની તરફ આવી પહોંચ્યો. એના પાછળ બંને કોન્સ્ટેબલ અને રુદ્ર પણ એવી રીતે જ આવ્યા.

આદિત્યને હવે ઓરડીને ત્યાં ઉપરની તરફ બારી દેખાઈ. જે લાકડાની બનાવેલી હતી. લંબચોરસ જેવી લાગતી બારીમાં વચ્ચે વચ્ચે લાકડાની પટ્ટી બેસાડેલી હતી.

આદિત્યને બારી સુધી પહોંચાડવા માટે બંને કોન્સ્ટેબલે મદદ કરી, આદિત્યે મહામહેનતે ઉપર સુધી ચઢ્યો અને અંદર ઓરડીમાં શું બની રહ્યું છે એ ઝાંખવા મંથી રહ્યો, ત્યાં જ રુદ્ર કોઈ ઝાડની પાંદડા થી ભરેલી નાની ડાળી ખેંચીને લાવ્યો અને આદિત્ય તરફ ધીરેથી લંબાવી.

આદિત્ય તે ડાળીને પહેલા ધીરેથી બારી તરફ લઈ ગયો અને પછી એમાંથી છુપાઈને અંદર શું બની રહ્યું છે એ સાવચેતીથી જોવા લાગ્યો. વાત હજુ પણ રોબર્ટ અને સૌમ્ય વચ્ચે ચાલી રહી હતી.

આદિત્યે ત્યારે જોયું કે રોબર્ટ કમ્પ્યુટર તરફ આંગળી ચિંદીને શું બતાવી રહ્યો હતો.

કમ્પ્યુટર ચલાવનાર એ વ્યક્તિ વિડીયોને ઝૂમ કરીને બતાવી રહ્યો હતો, ત્યાં જ આદિત્ય ચોંક્યો. એણે જોયું કે રોઝને એક કમરામાં ખુરશી પર ચેઈનથી બાંધીને બેસડવામાં આવી હતી અને આજુબાજુ બે બુરખાદારી પહેલવાન લાગતા વ્યક્તિઓએ રોઝના ગળા પર ચાકુ રાખીને ઊભા હતા.

(ક્રમશ...)