Half Love - Part - 11 in Gujarati Fiction Stories by Piyush Kajavadara books and stories PDF | હાલ્ફ લવ - 11

Featured Books
Categories
Share

હાલ્ફ લવ - 11

હાલ્ફ લવ

ભાગ-૧૧

પિયુષ કાજાવદરા

આગળ જોયું.

બંસરી અને રાજ ની મુલાકાત થાય છે અને પછી રાતે રાજ નો મેસેજ આવે છે બંસરી પર અને બંસરી ઊંઘ માં રાજ સાથે થોડી ઘણી વાતો કરી લે છે અને પછી બંસરી સુતા સુતા અમુક વિચારો માં ખોવાય જાય અને લાસ્ટ માં સુઈ જ જાય છે જે બંસરી ને પણ ખબર નથી રહેતી હવે આગળ જોઈએ...

હવે રાજ અને બંસરી ની મુલાકાત નો સિલસિલો જારી રહેવાનો હતો, અને આમ પણ બંસરી ને હવે ક્લિનિક પર જવાના બોવ ઓછા દિવસો રહ્યા હતા, એટલે ક્લિનિક માં જવાનું કામ પતી જાય પછી બંસરી એકદમ ફ્રિ હતી જ્યાં સુધી એ કોઈ બીજી જગ્યા પર જોબ ના શોધી લે અને આમ પણ ક્લિનિક માં ટ્રેનીંગ પત્યા પછી બંસરી થોડા સમય માટે આરામ કરવા માગતી હતી, પણ હજુ લગભગ ૧ મહિના નો સમય હતો એમાં.

અને બંસરી સાથે રાજ ની બીજી મુલાકાત નો પ્લાન બન્યો અને આ વખતે બંને એ રવિવાર જ પસંદ કર્યો હતો જેથી કરીને પછી કોઈ ને પાછળ થી કામ પર જવાની જલ્દી ન રહે. અને આ વખતે બંસરી તૈયાર થઇ ને જવા માગતી હતી લાસ્ટ વખત ની જેમ જેમ તેમ જવા નહોતી માગતી એટલે જ તેણી એ રવિવાર જ પસંદ કર્યો હતો.

રવિવાર ની સવાર પડી ગઈ હતી અને બંસરી ફ્રેશ થઇ ને બાથરૂમ માંથી બહાર આવી અને આજે તો હજુ તેણી ને ૧ કલાક થવાનો હતો કારણ કે આજે તો મસ્ત તૈયાર થવાનું હતું એટલે આજે તે બીજા બધા વધારા ના કામ જલ્દી જલ્દી પતાવી રહી હતી. બંસરી એ ડાર્ક બ્લુ કલર નું ટીશર્ટ કાઢ્યું અને નીચે લાઈટ બ્લુ જીન્સ. બંસરી એ ટીશર્ટ અને જીન્સ પહેર્યા. ખુલ્લા વાળ અને આંખ માં હલકું એવું કાજળ કર્યું, નાક માં નથડી અને કાન માં એક હીરા વળી બુટી પહેરી. બાઈક પર જવાનું થાય કદાચ તો વાળ ઉડી ને વિખાય ના જાય એ માટે માથા પર રીંગ નાખવામાં આવી. એક હાથ માં ઘડીયાર અને બીજા હાથ માં બ્રેસલેટ પહેરવામાં આવ્યું. સહેજ એવો પાવડર લગાવ્યો ચેહરા પર અને હોઠ પર હલકા એવા ગુલાબી રંગ ની લિપ્સિટ્ક, અને માદક માદક પ્રસરે એવા પરફ્યુમ ની મેં હલકી છાંટ બંસરી એ પોતાના ટીશર્ટ પર કરી. બંસરી હવે અલ્મોસ્ટ તૈયાર થઇ ચુકી હતી અને પછી તે પાછી અરીસા સામે જઈને ઉભી રય. થોડી વાર માટે તે પોતાનો ચેહરો જોઈ રહી હતી અરીસા માં, થોડી વાર માટે તો બંસરી પોતાની સામે જ જોય રહી, ખબર નહી એને શું દેખાતું હોય એ અરીસા માં પણ જોતા જોતા મન માં મલકાય રહી હતી, મંદ મંદ હસી રહી હતી, વાળ ની લટ થોડી વાર કાન ની પાછળ લઇ જાય તો થોડી વાર પછી પાછી ચેહરા પર લાવી ને મુકે, ક્યારેક તેણી ને જ અરીસા માં જોય ને એક આંખ મારે તો થોડી વાર રહી ને પોતાને જ પપ્પી કરે. અને લાસ્ટ માં ફાયનલી તેણી ના નખરા પત્યા એટલે સીધી જ રસોડા માં ગઈ કાઈ નાસ્તો કરવા માટે, સાથે ફોન જોય રહી હતી, રાજ ના મેસેજ કે પછી ફોન ની રાહ હતી.

નાસ્તો પત્યો એટલે પાછી તેણી ની રૂમ માં આવી અને એટલા માં જ રાજ નો ફોન આવ્યો.

ક્યાં છે બંસરી? “રાજ બોલ્યો.”

ઘરે જ હોવ ને ક્યાં જવાની હું? “બંસરી બોલી.”

તો આપણે કેટલા વાગ્યે મળવાના છીએ? “રાજ એ સવાલ કર્યો.”

બસ તું કે એટલા વાગ્યે મળીએ, હું તો રેડી થઇ ને જ બેઠી છું. “બંસરી એ હલકા એવા સ્મિત સાથે જવાબ આપ્યો.”

હમમ, આમ તો હું પણ રેડી જ છું, એક કામ કર હું તને ૧૦ મિનીટ માં ફોન કરું એટલે તારી સોસાયટી ના ગેટ પર આવી જજે પછી આપણે નીકળી જઈએ. “રાજ બોલ્યો.”

કેમ ગેટ પર? તું ઘરે નઈ આવી શકે? “બંસરી સવાલ કર્યો.”

ના, બંસરી આ વખતે નહી પછી ક્યારેક આવીશ. “રાજ એ વિનમ્રતા થી જવાબ આપ્યો.”

હમમ, કાઈ નહી, તું મને ફોન કર એટલે હું ૨ મિનીટ માં જ ગેટ પર પહોચી જઈશ.”

ઓકે, ચલ બાય હું આવું છું હમણાં જ. “રાજ બોલ્યો.”

બંસરી એ ફોન કટ કર્યો, અને હવે હાય હિલ વાળા સેન્ડલ પહેરવાના હતા એટલે તેણી ના સેન્ડલ શોધવા લાગી.

સેન્ડલ પહેરી ને પાછી રસોડા માં પાણી પીવા માટે ગઈ અને એટલા માં રાજ નો ફોન પણ આવી ગયો, મમ્મી ને બાય બોલતા બોલતા બહાર નીકળી ને રાજ નો ફોન રીસીવ કર્યો અને ફટાફટ ગેટ પર જવા ચાલવા લાગી.

અને હર વખત ની જેમ આજ પણ બંસરી ને આજુ બાજુ માં શું ચાલી રહ્યું એ જોયા વગર ચાલ્યું નહી પણ આજે થોડું ઉલટું હતું બંસરી આજુ બાજુ માં ઓછુ જોય રહી હતી અને આજુ બાજુ વાળા બંસરી તરફ વધુ જોય રહ્યા હતા. બંસરી બધા ને ઇગ્નોર કરતા કરતા તેણી ના સોસાયટી ના ગેટ પર પહોચી અને આજુ બાજુ માં જોવા લાગી પણ તેણી ને રાજ ના દેખાયો, થોડો ગુસ્સો આવ્યો પણ તેણી ને તો રાજ ની રાહ જોવાની જ હતી એટલે કાઈ કરી શકે એમ પણ ના હતી અને રાજ સાથે હજુ એના રિલેશન એટલા ગઢ નહોતા કે તેણી રાજ પર ગુસ્સો કરી શકે, હજુ તેમની મિત્રતા એટલી જામી નહોતી અને પ્રેમીત્રતા તરફ પણ હજુ આગળ વધ્યા પણ નહોતા.

દુનિયા નું સૌથી સાચું અને અજીબ લાગતું સત્ય એ જ છે કે તમે એમના પર જ ગુસ્સો કરો છો જેમને તમે દિલ થી પોતાના માનો છો કે પછી જેમને તમે પ્રેમ કરો છો કારણ કે તમે જેમને દિલ થી અપવાનો છો એમની જ ખરાબ આદત કે પછી ખરાબ સ્વભાવ ને બદલવા ઈચ્છો છો બાકી બીજા કોઈ ની ખરાબ આદત કે ખરાબ સ્વભાવ થી તમને કશો ફર્ક નથી પડવાનો. તમે તમારા સામે વાળા પાત્ર ને સારી રાહ બતાવવા ઈચ્છો છો જેનાથી કોઈ બીજું એમને ખરાબ ના કહી જાય. બાકી પ્રેમ પાંગળો નથી હોતો અને એ ભલભલા ને બદલાવી દે છે. એ તાકાત માત્ર પ્રેમ માં જ રહેલી છે. ગુસ્સો તો માત્ર નાહક હોય છે એ માત્ર ૨ મિનીટ જ આવે છે પછી ની બીજી ૨ મિનીટ એ ગુસ્સા કરતા પણ વધુ પ્રેમ ભરી હોય છે એની ગેરેંટી મારા તરફ થી, અને એટલું કહ્યું જ છે તો બીજું પણ એક અજીબ સત્ય કહી દવ કોઈ દિવસ ૨ પ્રેમી વચ્ચે તો ના જ પડવું, કારણ કે ખરા અર્થ માં પ્રેમી ઓ નકતા હોય છે, એ લોકો ૨ મિનીટ લડતા હોય તો એમની વચ્ચે જઈને કોઈ સાચું અને કોણ ખોટું કે પછી કોણ સારું અને કોણ ખરાબ છે એ નિર્ણય દેવા તો ક્યારેય ના જવો, કારણ કે ૨ મિનીટ પહેલા લડતા એ જ પ્રેમીઓ ૩જી મિનીટ એ મારી દીકું કે પછી મારો દીકુડો કરતા જોવા મળશે. જો પ્રેમ પરિપક્વ હોય તો. અને પ્રેમ ને પરિપકવતા એ લોકો માં રહેલો વિશ્વાસ, સમજદારી, અને એક બીજા થી કઈ પણ ના છુપાવવાની આદત જ આપે છે.

બંસરીએ થોડી વાર રાહ જોય એટલા માં રાજ પહોચી ગયો અને આજે તો અજાણતા માં જ બંસરી અને રાજ એ મેચિંગ કરી લીધું હતું. રાજ એ પણ ડાર્ક બ્લુ કલર નો જ શર્ટ પહેર્યો હતો પણ નીચે ગ્રે કલર નું પેન્ટ હતું અને બંસરી એ બ્લુ જીન્સ પહેરેલું. બંસરી ને આ વખતે પણ રાજ ની પાછળ બેસવામાં થોડું અજીબ લાગતું હતું પણ થોડું વિચારતા વિચારતા રાજ અને તેણી ની વચ્ચે જગ્યા રહે એ રીતે બંસરી રાજ ની પાછળ બેસી જાય છે.

બોલ બંસરી શું પ્લાન છે આજ નો? “રાજ બોલ્યો.”

મને તો કાઈ ખબર નથી, તું બોલ ક્યાં જઈશું આપણે? “બંસરી એ જવાબ આપ્યો.”

હમમ, આપણે પહેલા અહી નજીક જ છે લેક ગાર્ડન ત્યાં જઈને બેસીએ અત્યાર માં તો ક્યાં જઈશું આપણે? થોડી વાર ત્યાં ખુલી હવા માં વાતો કરીએ પછી કાઈ બીજે જવાનું વિચારીએ. “રાજ બોલ્યો.”

હા. “બંસરી એ પણ રાજ ના જવાબ માં હા માં હા મિલાવી.”

રાજ એ ગાડી ને લેક ગાર્ડન તરફ લીધી અને થોડી જ વાર માં બંસરી અને રાજ લેક ગાર્ડન પર પહોચી ગયા.

રાજ એ ગાડી ને પાર્ક કરી અને બંને ધીમે ધીમે સાથે સાથે ચાલવા લાગ્યા. થોડી વાર બંસરી રાજ તરફ જોતી હતી તો થોડી વાર રાજ બંસરી તરફ. કોઈ એક બીજા ની ચુપી ને તોડવા માગતું ના હોય એવું લાગતું હતું અને અહી હજુ બંને એક બીજા ની આંખો વડે વાતો કરવા લાગે એવી એમની રિલેશન નહોતી. અહી તો બધું મો વડે જ કેહવું પડે એમ હતું.

તમને લાગે છે કે પ્રેમ માં આંખો વડે વાતો થાય એ વાત માં કેટલી સચ્ચાઈ હશે? તો મારું માનવું છે હા, પ્રેમ માં આંખો વડે વાતો થાય છે અને એ જ પ્રેમ માં થાય છે જ્યાં પ્રેમ સાચો હોય, ત્યાં વાતો કરવા માટે શબ્દો ની જરૂર નથી પડતી, બસ આંખ મટકાવે ત્યાં ખબર પડી જતી હોય છે સામે વાળી વ્યક્તિ આ કહેવા માંગે છે, બસ ઈશારા જ કાફી હૈ, પ્યાર દિખાને કે લિયે.

બન્ને શાંત બેઠા હતા. કોઈ વાત કરવાની પહેલ કરતું નહોતું.

બ્લુ કલર તારા પર સારો લાગે છે. “રાજ બોલ્યો.”

તારા પર પણ બ્લુ કલર વધુ સારો લાગે છે. “બંસરી એ પણ સામે જવાબ આપી ને તારીફ કરી.”

હમમ, મારે તારા વિશે વધુ જાણવું છે, તારા જીવન વિશે, તને શું ગમે, શું ના ગમે? તું દુખી થાય ત્યારે શું કરે? પછી ખુશ હોય ત્યારે શું કરે? આ બધું જાણવું છે મારે. અત્યારે હું તને બસ એટલી જ જાણું છું કે તું બંસરી છે. તારી પાસે એક ક્યુટ મુસ્કાન છે અને ડાબા ગાલ પર તલ છે, તું છુટ્ટા વાળ માં પરી જેવી લાગે છે, અને આજે બ્લુ ટીશર્ટ માં એકદમ સાચું કહું તો મારા દિલ પર વાર કરતી હોય એવું લાગે છે, પણ મારે માત્ર એટલું નથી જાણવું. આ બધી તો બહાર ની વાતો થઇ. મેં બહાર થી દેખાતી બંસરી ને તો જાણી લીધી હવે મારે અંદરની બંસરી કેવી છે એ જાણવું છે. “રાજ બોલ્યો.”

બંસરી એકધારું રાજ સામે જોય રહી હતી અને મનોમન અંદર થથી ખુશ થઇ રહી હતી કારણ કે તે રાજ ને થોડા ઘણા અંશે આજે જાણી ગઈ હતી કે રાજ ને માત્ર બહાર થી દેખાતી સુંદરતા પર તો રસ નથી જ તો જ તે આ વાત કરે, અને આજે પહેલી વાર બંસરી એ રાજ ને થોડો ઘણો જાણ્યો હતો અને એ વાત ની જ બંસરી ને ખુશી હતી.

હા, તારે મારી વિશે જે જાણવું હોય તે મને તું પૂછી શકે છે હું બધા ના જવાબ આપવા માટે તૈયાર છું અને આમ પણ આપણે સગાઇ પહેલા એકબીજા ને સરખી રીતે જાણી શકીએ એ માટે જ તો સમય માંગેલો. “બંસરી બોલી.”

હમમ, જાણવું તો મારે બધું જ છે પણ શરૂવાત ક્યાંથી કરવી એ મને ખબર નથી પડતી. “રાજ હસતા હસતા બોલ્યો.”

બંસરી ના મોં પર પણ હલકું એવું સ્મિત આવ્યું.

જો રાજ એમ તું મને પૂછે અને ચાલ હું તને બધા જવાબ પણ આપી દવ પણ એનો મતલબ એવો તો નઈ જ થાય કે તે મને જાણી લીધી. જાણવા માટે વાતો ની નહી સંગાથ ની જરૂર પડે છે, અક્કલ ની નહી લાગણીઓ ની જરૂર પડે છે, અને જયારે મારા કીધા વગર તને ખબર પડી જાય કે બંસરી ને આ પસંદ નહી આવે ત્યારે આપણે બંને એકબીજા ને જાણી લીધા એમ થશે. “બંસરી બોલી.”

વાહ, તું તો જ્ઞાની થઇ ગઈ. “રાજ ધીમે ધીમે હસતા બોલ્યો.”

હા, હું તો પહેલે થી જ જ્ઞાની છું, તું હમણાં જ આવ્યો ને એટલે તને વધુ ખબર ના હોય ને. “બંસરી સ્મિત સાથે બોલી.”

ચાલ બોલ હવે તારે શું શું જાણવું છે. “બંસરી ફરી બોલી.”

ના, ના, તે કહ્યું એમ જ છે હું જાણી લઈશ ધીમે ધીમે તને. “રાજ બોલ્યો.”

હા, અને હું પણ જાણી લઈશ તને સાથે સાથે પણ ધ્યાન રાખજે થોડું હજુ સુધી મને સારી રીતે જાણી શકવા વાળા બોવ ઓછા છે. “બંસરી બોલી.”

મારે ક્યાં તને સારી રીતે જાણવી છે, મારે તો તને વધુ સારી રીતે જાણવી છે. “રાજ મશ્કરી કરતા કરતા બોલ્યો.”

હમમ, ચાલ હવે કાઈ બીજી જગ્યા પર જઈએ ૧૧ વાગવા આવ્યા. “બંસરી બોલી.”

જવું છે? તો ચાલ ઉભી થા ધીમે ધીમે બીજે જવા નીકળીએ કાઈ. “રાજ બોલ્યો.”

બંને બહાર નીકળ્યા અને ત્યાં થી સીધા જ ગયા કર્મા કોફી કાફે માં અને બંને ટેબલ પર બેઠા અને કોફી નો ઓર્ડર આપ્યો. થોડી વાર માં કોફી પણ આવી ગઈ અને ધીમે ધીમે કોફી પીતા પીતા વાતો ચાલુ થઇ.

તું પહેલે થી જ આવી છે. “રાજ બોલ્યો.”

આવી એટલે કેવી હા? “બંસરી બોલી.”

આવી એટલે, એટલી રૂપાળી, દેખાવે ભોળી, જેટલો સુંદર સ્વભાવ એટલો જ સુંદર ચેહરો, કોઈ પણ ને તારી આંખો માં ડૂબતા સહેજ પણ વાર ના લાગે એટલી ઊંડી અને નશીલી આ આંખ તારી...

સ્ટોપ સ્ટોપ, મારે પણ તને કાઈ પૂછવું છે. “બંસરી એ વાત વચ્ચે કાપી નાખી અને બોલી.”

હા બોલ.

તું પણ પહેલે થી જ આવો છે કે મને જોય ને પહેલી વાર આમ થયું છે? “બંસરી હસતા હસતા બોલી.”

હવે આવો એટલે કેવો?

આવો એટલે, આ લાઈન પહેલે થી ગોખી ને આવેલો કે બસ અત્યારે તાજી બનાવી? કે પછી મારા પહેલા પણ કોઈ પણ આ લાઈન અજમાવેલી છે? “બંસરી હસતા હસતા બોલી.”

વાતાવરણ હવે બંને મિત્રો બની ગયા હોય એવું બની ગયું હતું, બંને વચ્ચે મજાક મશ્કરી પણ થવા લાગી હતી પણ આગળ કાઈ બીજું જ થવાનું હતું આજની મુલાકાત માં એક-બે બોમ્બ તો ફૂટવાના જ હતા અને એ બોમ્બ ક્યાં છે એ જાણવા માટે તમારે આગળ ના ભાગ ની રાહ જોવી પડશે. ત્યાં સુધી જોડાયા રહો મારી નોવેલ હાલ્ફ-લવ સાથે.

આભાર.

વધુ આવતા અંકે..