Bhashkiy Katokati in Gujarati Human Science by Dr. Yogendra Vyas books and stories PDF | Bhashkiy Katokati

Featured Books
Categories
Share

Bhashkiy Katokati

ભાષાકીય કટોકટી

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

વિશ્વભરમાં ભાષાકીય કટોકટીનો આરંભ થઈ ચુક્યો છે

છેલ્લાં મહિનામાં પંદર દિવસના ગાળામાં ગુજરાતમાં બે ધ્યાન પાત્ર સંમેલનો યોજાયાં. એક તારીખ ૨૩થી ૨૫ ડિસેમ્બર ૨૦૧૧ના દિવસોમાં જુનાગઢ શહેરમાં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું સંમેલન યોજાયું. બીજુ તારીખ ૬ થી ૮ જાન્યુઆરી ૨૦૧૨ના દિવસોમાં વડોદરા શહેરમાં ભાષાઓનું વિશ્વસંમેલન (ર્ય્ઙ્મહ્વટ્ઠઙ્મ ઙ્મટ્ઠહખ્તેટ્ઠખ્તી દ્બીીં) યોજાયું.

ગુજરાતી સાહિત્ય પરિષદનું સંમેલન તો દર વર્ષે યોજાય છે. પણ આ વખતના સમેલનમાં એક આખી બેઠક (પૂરા ત્રણ કલાક)માં ‘ભાષાકીય કટોકટી’ની ચર્ચા થઈ એ તેની વિશેષતા રહી.

બીજા સંમેલન આયોજકોના અતિ આગ્રહથી એક બેઠક પૂરતું આમંત્રિત તરીકે હાજર રહી શક્યો હતો. કુલ નવસો ભાષાના પ્રતિનિધિઓ હાજર હતા. ઈ.સ. ૧૯૬૧માં થયેલી વસતી ગણતરી મુજબ ભારતમાં એ સમયે સોળસો પચાસ જેટલી માતૃભાષાઓ બોલાતી હતી. બરાબર પચાસ વર્ષ પછી ઈ.સ. ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી પ્રમાણે આજે ભારતમાં અંદાજે સાડા ચારસો ભાષાઓ બોલાય છે. એમાંથી ભારતની બાવીસ ભાષાઓને ભારતના બંધારણે મુખ્ય ભાષાઓ અથવા બંધારણમાન્ય ભાષાઓ (જીષ્ઠરીઙ્ઘેઙ્મી ઙ્મટ્ઠહખ્તેટ્ઠખ્તી) તરીકેની માન્યતા આપી છે. પંડિત જવાહરલાલ નહેરૂએ તો તેમને રાષ્ટ્રભાષાઓ (દ્ગટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ઙ્મટ્ઠહખ્તેટ્ઠખ્તી) તરીકે ઓળખાવી છે. એટલે માત્ર હિન્દી જ રાષ્ટ્રભાષા નથી, પણ ગુજરાતી કે મરાઠી પણ ભારતની રાષ્ટ્રભાષા છે.

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં ભાષાકીય કટોકટીનો આરંભ થઈ ચુક્યો છે. અનેક ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે. લુપ્ત થયેલી ભાષા બોલનારા લોકો આજે હયાત નથી. ધીમે ધીમે અનેક ભાષાઓ લુપ્ત થવાની છે તેવી આગાહી થઈ રહી છે. ભારતની એક રાષ્ટ્રભાષા ગણાતી આપણી આ ગુજરાતી ભાષાનો પણ લુપ્ત થનારી ભાષાઓની યાદીમાં સમાવેશ થાય છે. આજે સાડા છ કરોડ જેટલા ભાષકો જેનો વપરાશ કરે છે તે ગાંધી-ગ્િારા ગુજરાતી પણ બોલતી-વપરાતી બંધ થઈ જશે.

એક અભિગમ એવો છે કે, “જેનું નામ તેનો નાશ.” એને માટે જીવ બાળવાની કે એના બચાવવા કોઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. જે નબળું છે તે નાશ પામે છે અને જે સબળું છે તે ટકે છે. આજે વિશ્વભાષા તરીકે અંગ્રેજીની બોલબાલા છે. એનો વપરાશ દરેક ક્ષેત્રમાં વઘી રહ્યો છે. એ જ્જ્ઞાનભષા છે રોટલો રળવા માટે, પ્રગતિ અને વિકાસ સાધવા માટે એની અનિવાર્યતા છે. ગુજરાતી એની મેળે ધીમેધીમે લુપ્ત થઈ જાય તેમાં આપણે શું? અથવા આપણે શું કરી શકીએ?

બીજો અભિગમ એવો છે કે ભાષા જાય તો, સંસ્કૃતિ જાય, સંસ્કાર જાય, સમાજ તરીકે આપણે નષ્ટપ્રાય થઈ જીએ. વાત કંઈક ખોટી નથી. એક ભાષા જાય તેની સાથે વિશ્વને જોવાનો- અનુભવવાનો એક આખો પરિપેક્ષ્ય જાય છે. એક આખો જીવન-લય સમાપ્ત થઈ જાય છે. દેરક ભાષા, એ આદિવાસી બોલી હોય કે પછી સમૃદ્ધ-વિકસિત ગણાતી સાહિત્યભાષા હોય એક આગવા લયનો ધબકાર એના ભાષકોના વ્યક્તિત્વમાં જીવતો રાખે છે. એ એનો મૂળભૂત ધબકાર અને લય હોય છે. એટલે માતૃભાષા જળવાય એના પૂરા પ્રયત્નો કરવા જોઈએ અને સાથે જ્જ્ઞાન અને વિશ્વભાષા અંગ્રેજી પૂરા પ્રભુત્વ સાથે વાપરી શકાય તેવી ઉત્તમ રીતે શીખવી/શીખવવી જોઈએ.

યુનાઈટેડ નેશન ની ‘ઘ હ્યુમન રાઈટ્‌સ કાઉન્સિલ’ તેના તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૦૭માં કરેલા ઠરાવ નં. ૬/૧૫ પ્રમાણે નીચેની ભલામણો થઈ છે.

૧. પહેલા આઠ વરસ સુધીનું શિક્ષણ બાળકને તેની માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપવું જોઈએ.

૨. કેટલાક વિષયો રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય ભાષામાં શીખવવાની જરૂર પડે તો તેની શરૂઆત આઠમાં ઘોરણમાં કરી શકાય. પણ તે પહેલાં તેને એ ભાષા એક વિષય તરીકે ઉત્તમ રીતે શીખવી દીધી હોય તે જરૂરી છે. આ શિક્ષણ તેમને ભાષા-શિક્ષણ માટે સારી તાલીમ લીધેલા દ્રૈભાષ્િાક શિક્ષકો દ્વારા અપાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

૩. બાળકોને જે શીખવાય તે તેમના સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભોને કેન્દ્રમાં રાખીને શીખવાય. આમ થાય તો, બાળકો જે શીખે છે તેનો પોતાના સામાજિક અનુભવની સાથે સાંકળી શકે.

૪ શાળાઓમાં એક ભાષામાંથી બીજી ભાષામાં શીખવવા માટેની પદ્ધતિ ખૂબ વ્યવસ્થિત અને વૈજ્જ્ઞાનિક હોવી જોઈએ. કુટુંબ અને સમાજમાં વપરાતી ભાષા સાથે મેળ ખાય તે રીતે બીજી ભાષાના માધ્યમમાં બાળકને ભણતું કરવું જોઈએ.

પહેલા ધોરણથી જ અથવા ત્રીજા ધોરણથી માતૃભાષા સિવાયની ભાષાના માધ્યમમાં ભણેલાં બાળકો, પોતે જે માધ્યમમાં ભણ્‌યાં હોય છે. તે માધ્યમની ભાષા ઉપર અપવાદ સિવાય ઉત્તમ પ્રભુત્વ ઘરાવતાં જણાયાં નથી.

ઘોરણ પાંચથી સાતની વચ્ચે તબક્કાવાર માતૃભાષાના માધ્યમમાંથી અંગ્રેજી ભાષાના માધ્યમમાં ભણવા માંડેલાં બાળકોનું અંગ્રેજી ઉપર પ્રભુત્વ ઘણું સારૂં જોવા મળ્યું છે. પણ થોડા સમય પછી માતૃભાષાના અસરકારક વપરાશ ઉપરની તેમની પકડ શિથિલ થઈ ગયેલી જોવા મળે છે.

ધોરણ-૮ કે પછી તબક્કાવાર માતૃભાષાના માધ્યમમાંથી અંગ્રેજી ભાષાના માધ્યમમાં ભણવા માંડેલા બાળકોનું અંગ્રેજી ઉપર અને માતૃભાષા ઉપર એમ બંને ઉપર લગભગ એક સરખું પ્રભુત્વ જોવા મળે છે. આ કારણે તેમની શૈક્ષણિક ઉપલબ્ધિ પણ વધારે સારી જોવા મળી છે.

(નોંધઃ આ બધાં અવલોકનો અને તારણો અમેરિકામાં અને કેનેડામાં થયેલા સંશોધનોને આધારે આપયાં છે. સંદર્ભઃ ‘છ ઙ્મૈહૈહખ્ત ઈઙ્ઘેષ્ઠટ્ઠર્ૈંહ ઙ્મટ્ઠહખ્તેટ્ઠખ્તી ર્ઙ્મૈષ્ઠૈીજ ર્ં ૈંહીંહિટ્ઠર્ૈંહટ્ઠઙ્મ ૐેદ્બટ્ઠહ ઇૈખ્તરંજ જીંટ્ઠહઙ્ઘટ્ઠઙ્ઘિજ’- ર્ત્નહ ઇીઅરહીિ- ર્દ્ગિંરીહિ છિૈર્ડહટ્ઠ ેંહૈદૃીજિૈંઅ)