Bhasha Pratyayan Mate J Nathi in Gujarati Human Science by Dr. Yogendra Vyas books and stories PDF | Bhasha Pratyayan Mate J Nathi

Featured Books
Categories
Share

Bhasha Pratyayan Mate J Nathi

ભાષા

પ્રત્યાયન માટે જ નથી

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

ભાષા પ્રત્યાયન માટે જ નથી, સ્વવિકાસનું સબળ સાધન છે

ભાષા માત્ર પ્રત્યાયન માટે જ નથી. સ્વ વિકાસનું પણ એ સબળ સાધન છે. બાળક તરીકે માણસ ભાષાની મદદથી વિશ્વને ઓળખે છે, અનુભવે છે, સમજે છે, અને અનુકુળ થાય છે અને એને અનુકૂળ કરે છે. વ્યક્તિ તરીકે માણસ ભાષાની મદદથી નવાનવા પ્રયોગો કરે છે. નવું નવું સર્જન કરે છે, પ્રગતિ કરે છે, વિકાસ સાધે છે, પોતાને ઓળખે છે, પોતાને પામે છે.

વ્યક્તિમાં માણસ તરીકે પડેલી બીજરૂપ બેજોડ શક્તિઓ ભાષાની ધરતીમાં અંકરિત થાય છે, વિકાસે છે અને વટવૃક્ષ બને છે. અનુભવને ઝીણવટથી ગ્રહવાની, તેને અન્ય અનુભવોથી અલગ તારવવાની એટલે કે, પૃથ્થકરણ કરવની, તેને અન્ય અનુભવો સાથે સંયોજવાની અને અન્ય અનુભવો સાથેના તેના સંબંધોને સમજવાની ચાવીઓ ભાષા પાસે હોય છે. ભાષા માત્ર સમજણ સુઘીનાં જ દરવાજા નથી ખોલી આપતી પરંતુ તેથી ય આગળ વધીને વ્યક્તિની તર્કની, વિચારની, કલ્પનાની, સર્જનની યાદ રાખવાની વગેરે અનેક માનસિક શક્તિઓને વધુને વધુ ધારદાર-તીક્ષ્ણ બનાવે છે. જેમ-જેમ ભાષા ઉપર પ્રભુત્વ વધતું જાય છે તેમ-તેમ આ બધી જ માનસિક શક્તિઓ ઉપર પણ પ્રભુત્વ વધતું જાય છે. કારણે ભાષા પ્રભુત્વ અને માનસિક શક્તિઓનો વિકાસ અન્યોન્ય-અરસપરસ પૂરક અને પોષક છે.

માણસ અન્ય જંતુ-પંખી-પશુઓથી એ રીતે જુદો પડે છે કે, તેને ઈશ્વરે સંકુલ સંકેત વ્યવસ્થા એવી ભાષા શીખવા માટેની ખાસ પ્રકારની ચિત્તરચના આપી છે. બાળકના જન્મ પહેલાં જ ચાર-પાંચ મહિનાથી તેની આ ચિત્ત રચના સુવ્યવસ્થિત આકાર લેવા માંડે છે, બાળક જોતાં તો જન્મ પછી શીખે છે અને શ્વાસ લેતાં પણ જન્મ શીખે છે પરંતુ સાંભળતા અને સ્પર્શનો અનુભવ કરતાં તો એ જન્મતા પહેલા શીખી જાય છે. જેમ માતાના હૃદયનો ધબકાર તેના વ્યક્તિત્વનો ભાગ બનવા માંડે છે એમ માતાનો સ્પર્શ, માતાનો અવાજ અને માતાની ભાષા તેના વ્યક્તિત્વનો ભાગ બનવા માંડે છે અને જન્મ છે ત્યારે માતના હૃદયના ધબકારાના લયની સાથે જ માતાની ભાષાનો લય પણ તેના વ્યક્તિત્વનો ભાગ બની ગયો હોય છે.

આ જ કારણે માના ઉદરમાં રહીને જે ભાષા તેણે સાંભળી છે અને જેને એ ઓળખવા માંડયું છે ને તેની માતૃભાષા બને છે. જન્મ્યા પછી બે-ત્રણ વરસમાં એ એને બરાબર આત્મસાત કરી લે છે અને આઠ-દસ વસરમાં તો એ અના ઉપર પાકું પ્રભુત્વ મેળવી લે છે. જો કે ભાષા ઉપર પ્રભુત્વ મેળવવાની એ પ્રક્રિયા ધીમી થાય છે છતાં માણસ જીવે ત્યાં સુધી એ પ્રક્રિયા ચાલુ રહે છે.

આ જ ભાષાની મદદથી એ સમાજના સંબંધોને, નીતિ-નિયમોને, રીત-રિવાજોને, કાયદા-કાનૂનને,ધાર્મિક-આર્‌થિક, વ્યવહારો વગેરેને આત્મસાત કરે છે. આ જ ભાષાની આંખથી તે આ જગતના સર્વ પદાર્થોના સંબંધોની વ્યવસ્થાને અવલોકે છે, સમજે છે, યાદ રાખે છે. આ ભાષાની મદદથી તે કલ્પનાઓ કરે છે. ઈચ્છિત જગતનું સર્જન કરે છે. જ્જ્ઞાન-વિજ્જ્ઞાનના નિયમો અને એની આંટીધૂંટીઓ, ખૂબીઓ-ખામીઓ સમજે છે અને બીજી ભાષા પણ શીખે છે.

સૂત્ર એવું બનાવી શકાય કે માતૃભાષા એ વ્યક્તિની આંખ છે તો અંગ્રેજી તેની પાંખ છે. જો સ્થિતિ આપી છે તો, આંખ વિના એને કેવી રીતે ચાલે? પાંખ ગમે તેવી મજબૂત હોય તો ય આંખ જ નબળી હોય તો, એ પાંખ શા કામની? આપણા અનુભવી કવિ અખાએ એક અન્ય સંદર્ભમાં આ વાત કરી જ છે. તે કહે છે, ‘ભાઈ ભક્તિરૂપી પંખીણી, જેને જ્જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ છે, ચિદાકાશમાં તો જ ઊંડે જો સદગુરૂ રૂપી આંખ છે.

આંખ માટે સંસ્કૃતમાં નયન શબ્દ છે. નિ-નય-દોરી જવું એ ધાતુ ઉપરથી નયન શબ્દ બન્યો છે. જે માણસને આગળ દોરી જાય છે તે નયન છે. તેના માર્ગદર્‌શન વિના માણસ કશું કરી શકે નહીં. આજ કારણે મહાકવિ નાનાલાલે પણ ગાયું છે કે ‘મારા નયણાંની આળસ રે બીજાં બધાની આળસ ચાલે પણ નયણાંની આળસ ન ચાલે.’

ટૂંકમાં માતૃભાષા રૂપી આંખને નબળી રાખે કોઈ રીતે પોસાય નહીં. કદાચ પાંખો ન હોય તો, ચાલે પણ આંખો તો,પહેલી જોઈએ. અંગ્રેજી માધ્યમમાં બાળકોને ભણાવવા અધીરા થયેલાં મા-બાપો જો આટલું સમજે તો પાછળથી પસ્તાવાનો વારો ન આવે. પંખીઓ વિશે વિશેષ જ્જ્ઞાન ન ધરાવનાર પણ જાણે છે કે પંખીનાં બચ્ચાંને પહેલા આંખ ઊંઘડે પછી જ પાંખ ઊંઘડે છે. આંખ બરાબર ઊંઘડયા પહેલા પાંખ ઉઘાડી ઊંડવા જતાં આકાશને આંબવા કરતાં જમીન દોસ્ત થવાની, જમીન ઉપર પટકાવાની શક્યતાઓ અનેક ઘણી વધી જાય એ સમજાય તેવું છે.