Part – 3
(ગતાંક થી ચાલુ)
નિશા સમજી સકતી ન હતી, તેનાથી આ શું થઇ ગયું અને તે પણ તેના પિતાજી ની ઉમર કરતા પણ મોટા વ્યક્તિ સાથે, તેણે તો મનોમન નક્કી કર્યું હતું કે તેના શરીર ને આવી અવસ્થા માં તેનો ભવિષ્ય માં થનારો પતિ જ જોઈ શકશે, પણ આ તેનાથી શું થઇ ગયું, કોલેજકાળ દરમિયાન પણ આ બાબતે મક્કમ રહેલી નિશા આજે કેમ પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયી ? હવે તે શું કરશે ? તે તેના માતાપિતા ને શું ચહેરો બતાવશે એવા વિચારો થી તેનું મગજ ચકરાવે ચડ્યું.
પોપટલાલ પણ નિશા સાથે કઈ રીતે વાત ચાલુ કરવી આ ભૂલ પછી તે વિચારી રહ્યા હતા એટલામાં નિશા ને તેના ઘર માં લાઈટ દેખાણી અને તે કંઈપણ બોલ્યા વગર પોતાના ઘરે ચાલી નીકળી.
નિશા ઘરે પહોંચી ત્યાંજ સુધા બેન બોલ્યા " કેમ મોડુ થયુ ? ક્યાં રહી ગઈ હતી ?"
પણ નિશા કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વગર તેના રૂમ માં જતી રહી.
"કદાચ થાકી ગઈ હશે" રમેશભાઈ બોલ્યા.
નિશા રૂમ માં પહોંચતા જ પાછી વીચારો માં સરી પડી, જાણે તે દ્રશ્યો તેની આંખો સામે ફરીથી આવી રહ્યા હતા. તેની ઊંઘ ઉડી ગઈ હતી, તેને કંઈપણ સમજાતું ન હતું.
નિશા સવારે ઉઠી ને તેના ઘરના ફળિયા માં આવી અને બગીચા ના ફૂલો જોયી રહી હતી ત્યાંજ તેનું ધ્યાન પોપટલાલ ના ઘર તરફ ગયું, તેને હવે પોપટલાલ ના ઘર ની તરફ જોવું ન હતું, છતાં પણ તેનું ધ્યાન તે તરફ ગયું. પોપટલાલ ના ઘરે તાળું હતું, આટલી સવારમાં ક્યાં ગયા હશે ? ઉમાબેન પણ બહાર આવીને ઉભા હતા અને તે પણ પોપટલાલ ની આવવાની રાહ જોઈ રહ્યા હતા. અડધો કલાક વીત્યો, કલાક વીત્યો છતાં પણ પોપટલાલ નો કોઈ જ પતો ન હતો.
"પહેલી વાર આવું બન્યું હશે" ઉમાબેન નિશા ની સામે જોઈને બોલ્યા.
તે બંને વાત કરી રહ્યા હતા કે ત્યાંજ એક એમબ્યુલનસ ત્યાં આવી ને ઉભી રહી અને પાછળ ને પાછળ પોલિસ ની જીપ પણ આવી ને ઉભી રહી, એમ્બ્યુલન્સ ની બારી ઓ માંથી પોપટલાલ નો નિસ્તેજ દેહ દેખાઈ રહ્યો હતો, નિશા તો આ જોઈને એકદમ રડી જ પડી અને ત્યાંજ નિશા ના ઘર ના સભ્યો પણ ત્યાં આવી ચડ્યા. કેતુલ ની મદદ લઇ ને પોલીસે પોપટલાલ નું ઘર ખોલ્યું અને તેમનો દેહ તેમના ઘરમાં લઇ ગયા. પોલીસ પાસેથી બાતમી મળી કે કોઈ અગમ્ય કારણસર પોપટલાલે નજીક ના બગીચા માં જઈ ને ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું.
કેતુલ અને રમેશભાઈ એ પોપટલાલ ના પુત્ર રાહુલ ને આ સમાચાર આપ્યા પણ રાહુલ ને આનાથી કોઈ ફેર જ ના પડતો હોય તેવો જવાબ આપ્યો.
રમેશભાઈ અને તેમના ઘર ના વિચારી રહ્યા હતા કે કદાચ રાહુલ ના આવા વર્તન થી કંટાળી ને જ પોપટલાલે આ રસ્તો અપનાવ્યો હશે, આવું માનીને જ તેમણે પોપટલાલ ની અંતિમ ક્રિયા ની બધી વિધી આજુબાજુ ના પાડોશી સાથે મળી ને પતાવી.
આ દરમિયાન જ નિશા પોપટલાલનું લેપટોપ કોઈ નું ધ્યાન ન પડે તેવી રીતે પોતાના ઘરે લઇ આવી. અને તેણે પોપટલાલ નું લેપટોપ ના ડેસ્કટોપ પર પડેલી નવલકથા વાંચી, આ નવલકથા માં પોપટલાલે પોતાના જીવન નો પુરો નિચોડ લખ્યો હતો, આ નવલકથા માં પોપટલાલે રાહુલ ને કઈ રીતે ભણાવી ગણાવી ને મોટો કર્યો, અને પછી તેમનાથી અલગ થયેલા રાહુલ ના કારણે તેમને થયેલી વેદના, તેમની પત્ની નું મૃત્યુ, તેમની વરસો સુધી વેઠવી પડેલી એકલતા ની પીડા અને અચાનક આવેલા તોફાન ની તે નિશા સાથે વિતાવેલી રાત્રી દરરેક ઘટનાઓ નો પોપટલાલે સમાવેશ કર્યો હતો.
નિશા ને પોપટલાલની આ નવલકથા ના સપના વિશે ખ્યાલ હતો તેથી તેણે આ નવલકથા પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો અને તે પણ પોપટલાલ ના નામે જ. નિશા મન માં વિચારી રહી હતી કે હુ પોપટલાલ માટે તો એટલું તો કરી જ શકુ છુ, જેમણે મારી બદનામી ના થાય તે માટે પોતાનો જીવ ગુમાવ્યો તેમના માટે આટલું ના કરૂ તો આ વસ્તુ વાજબી તો નથી જ ને ? નિશા મનોમન વિચારી રહી હતી અને વિચારતા વિચારતા જ તે પોતાના રૂમમાં સુઈ ગઈ.
સવાર પડતા જ નિશા એ ગૂગલ પર થી અનેક પબ્લિશર ની વિગતો એક કાગળ પર લખી અને પછી તેણે એક પછી એક અનેક પબ્લિશરો નો સંપર્ક સાધ્યો, પરંતુ કોઈ જ આ નવલકથા પ્રકાશિત કરવા માટે તૈયાર ન હતું અને એકાદ બે જણા તૈયાર પણ થયા પણ તે લોકો ની શરત એવી હતી કે લેખક માંથી પોપટલાલ નું નામ નીકળી જાય અને તેમનું લાગે અને તેના બદલે નિશા ને યોગ્ય વળતર આપવા પણ તૈયાર થયા પરંતુ નિશા ને આ શરત યોગ્ય ના લાગી. નિશા તો ફક્ત પોપટલાલ ના સપના ને સાકાર કરવા માટે ના પ્રયત્નો કરી રહી હતી તેથી તેના માટે તો પોપટલાલ નું નામ આવવું જરૂરી હતું, નિશા માટે તો હવે પોપટલાલ નું આ અધૂરું સપનું જાણે પોતાનું બની ગયું હતું. નિશા આ માટે તો ઘણી મહેનત કરી રહી હતી અને દરરોજ સવાર માં તે વિવિધ જગ્યા એ જઈને પોપટલાલ ની નવલકથા પ્રકાશિત કરવા માટે મથી રહી હતી પણ નિષ્ફળતા જ તેને હાથ લાગી રહી હતી.
વિસ દિવસો વીતી ગયા હતા, હજી પણ નિશા ને સફળતા મળી ન હતી પણ નિશા ના આ માટે ના પ્રયત્નો ચાલુજ હતા, કહેવાય છે ને કે નિસ્વાર્થ ભાવે અથાક મહેનત કરતા હોય તેનું તો ભગવાન પણ સાંભળે છે અને થયું પણ એવુજ. નિશા ના ફોન ની રિંગ વાગી અને તેના મોબાઈલ ના સ્ક્રીન પર અજાણ્યો નંબર દેખાઈ રહ્યો હતો.
" હેલ્લો" નિશા ફોન રિસીવ કરતા બોલી.
"હા, હુ નવરંગ પબ્લિકેશન માંથી વાત કરી રહ્યો છુ, તમે નવલકથા માટે આવ્યા હતા ને તો તેના માટે વાત થઇ શકશે ?" સામે થી કોઈ યુવાન વાત કરી રહ્યો હતો.
"હા, બોલો" નિશા ની અવાજ માં આતુરતા સાથે ઉત્સાહ જણાઈ રહ્યો હતો.
"શું આપણે મળી શકીએ ? ફોન માં કદાચ વાત કરવાની મજા નહી આવે" તે યુવાન બોલ્યો.
નિશા ની હા સાથેજ તે બંને એ બીજા દિવસે દસ વાગે નવરંગ પબ્લિકેશન ની ઓફિસે મળવાનું નક્કી કર્યું.
બીજા દિવસે નિશા નક્કી કર્યા મુજબ સમયસર નવરંગ પબ્લિકેશન ની ઓફિસે પહોંચી. ઓફિસ નો દરવાજો ખોલી ને નિશા અંદર પહોંચી.
"યસ મેડમ" કાઉન્ટર પર બેઠેલી યુવતી બોલી
"મારે આજે નવલકથા પ્રકાશિત કરવા માટે મળવાનું હતું" નિશા બોલી.
"ઓકે, બેસો ને બે મિનિટ" કહી ને તે યુવતી અંદર ની કેબીન માં ગઈ. થોડીવાર માં બહાર આવતા જ તે યુવતી બોલી તમને ભટ્ટ સર અંદર બોલાવે છે.
નિશા મી.ભટ્ટ ની કેબીન માં પ્રવેશી. અંદર પહોંચતા જ તે આશ્રય ચકિત થઇ ગઈ તેની સામે બીજું કોઈજ નહિ પણ તેની કોલેજ માં સાથે ભણતો આરુષ ભટ્ટ હતો.
"આરુષ !! તુ અહીં ક્યાંથી ?" નિશા એકદમ બોલી ઉઠી
" આ સવાલ તો મારે તને પૂછવો જોઈએ તુ અહીં ક્યાંથી ? આ લખવાનો શોખ ક્યાંથી ? " આરુષ બોલ્યો
(વધુ આવતા અંકે)