Jivan ek safar - 2 in Gujarati Fiction Stories by Kushal Lakhani books and stories PDF | જીવન એક સફર - 2

Featured Books
Categories
Share

જીવન એક સફર - 2

જીવન એક સફર – Part 2

નમસ્કાર.

જીવન એક સફર – Part 2 મા આપનું સ્વાગત છે. પેહલા ભાગ મા અપણે જોયુ કાર્તિક અને દિવ્યેશ બન્ને સારા મિત્ર બન્યા અને એક બીજા ના સુખ-દુઃખ મા સાથ આપતા. ભણવા મા બન્ને અવ્વલ હતા અને ભણતર ને ગંભીરતા થી લેતા હતા. એટલી ગંભીરતા કે બન્ને ભણવા પાછડ મોજ – મજા પણ મૂકી દીધી અને તેમના પરીવાર ના લોકો એ કેહવું પડતુ કે હવે બાર ફરવા પણ જાવ ક્યારેક. બન્ને એક દિવસ પિક્ચર જોવા ગયા અને ત્યાબાદ રીંગ રોડ પર બેઠા. શરત લગાવી અને મસ્તી-મજા પણ કરી. બન્ને રીંગ રોડ થી ઉભા થઇ અને ઘર તરફ જતા હતા ત્યાર ચર્ચા કરતા હતા. શું હતી એ ચર્ચા એ આગળ જોઈએ.

દિવ્યેશ બોલ્યો : કાર્તિક, આપણે મેહનત તો કરીએ છીએ પણ જો સારા માર્ક્સ ના લાવી શક્યા તો ?

કાર્તિક : શું ભાઈ તુ એટલો નકારાત્મક કેમ થઇ ગયો ? થોડો તો ભરોસો રાખ તારી જાત પર. મેહનત કરી હોઈ એ ક્યાઈ ના જાય. અને કેહવામા આવે છે કે, કર્મ કિયે જા ઔર ફલ કી ચિંતા મત કર.

દિવ્યેશ : વાત તો તારી સાચી છે. પણ ચિંતા તો થાય ને દોસ્ત. આગળ કઈ કોલેજ મા અડમીશન મળશે એ કોને ખબર છે? તુ એટલો વિશ્વાસ થી ભરેલો કેવી રીતે છે? મને પણ શીખવાડ ને ?

કાર્તિક : એ ડોબા આના પણ કઈ ટીવશન ક્લાસ હોતા હશે ? જો વિશ્વાસ નું તો એવું છે, તારે રાખવો જ પડશે. જીવન મા વિશ્વાસ રાખ્યા સિવાઈ કઈ થતુ નથી. મારા પપ્પા કહે છે કે, “વિશ્વાસ થી તો જીવાય છે. રીક્ષા મા બેસો તો રીક્ષા વાળા ભાઈ પર વિશ્વાસ રાખવો પડે. તબીયત ખરાબ હોઈ તો ડોક્ટર પર વિશ્વાસ રાખવો પડે પણ જો આપણે પોતાના પર જ વિશ્વાસ રાખતા ની શીખીએ તો બીજા ઉપર ક્યારે રાખશું ?”

દિવ્યેશ : ભાઈ ખરેખર, સાચું કહે છે તારા પપ્પા. હું છે ને સારું ઈચ્છું છુ પણ નકારાત્મક ઘણો થઇ જાવ છુ. અને નકારાત્મક વિચાર જવા નું નામ ના લ્યે. પછી એ વિચારો મા હું આગળ અને આગળ વધતો જાવ છુ અને છેલ્લે એમ થઇ હું તો કઈ છુ જ નહી.

કાર્તિક : ભૈલા તુ છે ને તારા વિચારો ઉપર બ્રેક માર અને ભણવા મા ધ્યાન દે. તુ મેહનત કરી લે. પછી પરિણામ એની મેળે જ સારુ આવશે. પણ તારે તારા પર વિશ્વાસ તોડવાનો નહી. હમેશા સકારાત્મક વિચાર જ રાખવાના અને તો જ સફળતા મળે. ચાલ આજ પુરતુ ઘણું જ્ઞાન થઇ ગયુ હવે ભણવા મા ધ્યાન આપીએ અને સારા પરિણામ ની આશા રાખીએ.

દિવસો પસાર ગયા અને પરીક્ષા નો સમય નજીક આવતો ગયો. તૈયારીઓ જોરદાર થવા લાગી અને છોકરાઓ ને ભણવા સિવાઈ કઈ સુજે નહી. આમ કરતા કરતા માર્ચ નો મહિના આવી ગયો. બન્ને ના નુંમ્બ્ર જુદી જુદી સ્કૂલ મા આવેલો. અત્યાર સુધી સાથે મળી ને લાદેલી જંગ હવે બન્ને ને એકલા લડવાની હતી.

સખત તડકા મા વિદ્યાર્થીઓ ને સરકારી શાળાઓ મા નંબર આવતા અને એ પણ ગામ ના બીજા છેડે સુધી જવુ પડે. એટલી મહત્વ ની પરીક્ષા મા હાલાકી ભોગવી બહુ અઘરુ છે. અને પરીક્ષા આપી ને આવ્યા પછી તો તડકા અને ગરમી થી બેહાલ હોઈ છે છોકરાઓ અને વાલીઓ. અને હવે તો પરીક્ષા પણ એકાત્રા લેવા મા આવે છે. ૧૫ દિવસ નો આ સમય જાણે ૧૫ વરસ જેવો લાગતો હતો. અને છેલ્લા પપેર બાદ તો જાણે વિદ્યાર્થીઓ ને એક નવી જીંદગી મળી હોઈ એવું લાગતુ. કોઈ એક્ઝામ પત્યા પછી ફરવા નીકળી જાય તો કોક પિક્ચર જોવા, તો કોક મિત્રો ને મળવા અને કોક મામા ના ઘેર.

બન્ને મિત્રો પરીક્ષા પછી મળવાનું નક્કી કર્યું અને ૧૫ દિવસે મળ્યા. પહેલો પ્રશ્ન બન્ને નો એ જ હતો “કેવી ગઈ પરીક્ષા ?” અને બધા ના જવાબ પણ થોડા ઘણા સરખા જ હોઈ. “સારી ગઈ”, કા તો “જેવી આવી એવી ગઈ”. બીજો પ્રશ્ન એ હોઈ કે હવે શું પ્રોગ્રામ છે વેકેશન નો ? ફરવાનો, રમવાનો કે બહાર ગામ જવાનો ?

કાર્તિક એ કહ્યુ, “હું કાલે જુનાગઢ જવાનો છુ. બધા ને ૨ વર્ષ થી મળ્યો નથી અને બા-દાદા ને પણ મળવા ઉત્સુક છુ. હું અને મારો મોટો ભાઈ આકાશ પણ ઘણા સમય થી જુનાગઢ ગયા નથી અને આકાશ ને પણ બી.કોમ પૂરુ થયુ છે તેથી એ પણ હવે ફરી છે. બન્ને ભાઈઓ અને કાકા ના દીકરાઓ ભેગા થઇ ને ધમાલ કરશું. ગીરનાર, તળેટી, ભવનાથ અને કાડવા ચોક રખડશું અને કાકા ની દુકાન પર જશું. “ તુ ક્યાં જવાનો ?”

દિવ્યેશ એ કહ્યુ, “ હું તો અહી રાજકોટ મા જ છુ. તુ આવ પછી અપણે અહી રાજકોટ મા રખડશું. તું જી અવ જુનાગઢ. ફોન કરતો રહીશ. ઉપાડજે ખરો. રખડવામા ભાઈબંધ ને ભૂલી ના જતો. અને હા રીઝલ્ટ ના કઈ સમાચાર મળે તો કેહજે”

આમ બન્ને મિત્રો વેકેશન માણવા માટે છુટા પડ્યા અને બીજા દિવસે સવારે કાર્તિકે જુનાગઢ તરફ દોટ મૂકી. કાર્તિક અને આકાશ નીકળ્યા જુનાગઢ ના રસ્તાઓ અને ગલીઓ મા રખડવા અને બા-દાદા ને મળવા તથા ભાઈ બેહનો સાથે મસ્તી મજા કરવા. જયારે દિવ્યેશ રાજકોટ મા જ રહી ને વાકેશન ગાળવાનો હતો.

જુનાગઢ પહોચતા જ કાર્તિક મોજ મા આવી ગયો અને ભાઈ ને કહ્યુ, “આજે સાંજે મોર્ડન નું લસ્સી પીવા આવું છે હો. આકાશ એ કહ્યુ, “પેહલા ઘરે તો પોચ મોર્ડન ના દીકરા.” બન્ને ભાઈ ઘરે પહોચી ને કાકા કાકી અને બા દાદા ને ભેટી પડ્યા. અને કાકા ના દીકરા ભાવિક ને પણ મજા પડી ગઈ. કાકા ને બે દીકરીઓ કોમલ અને ખ્યાતી છે અને ૧ દીકરો જેનું નામ ભાવિક છે. ભાવિક બન્ને બેહનો વચે મોટો થયો જેથી એને ભાઈ નો સાથ મળે એટલે મોજ મા આવી જાય. કાર્તિક અને આકાશ ના આગમન થી ભાવિક ને પણ જલસા પડી ગયા. બા અને દાદા પાસે કાર્તિક અને આકાશ ૨ કલાક બેસ્યા અને વાતો કરી. બપોરે કાકી ના હાથ ની ગરમા-ગરમ રોટલી અને એમની સ્પેશ્ય્લ લીલી ચટણી સાથે દાળ અને ભરેલા શાક ને વાત જ કઈક અલગ છે. અને તાલાળા ની ઈ કેસર કરી નો રસ જાને અમૃત જેવો લાગે. એટલુ સરસ જામી અને છોકરાઓ બપોરે આડા પડ્યા. કાર્તિક એ તો બધા ને કહી ને લંબાવ્યુ, “કાકી મને ૫ વાગે ઉઠાડજો હો. સાંજે ફરવાનો પ્રોગ્રામ છે અમારો. અહી નીંદર કરવામા પછી ખબર નથી રેહતી ૫ વાગ્યા કે ૭.

સાંજે ઉઠતા જ કાર્તિક, આકાશ, ભાવિક, કોમલ અને ખ્યાતી નીકળી પડ્યા ફરવા અને પેલું સ્ટોપ કાર્તિક નું આવ્યું મોર્ડન ની લસ્સી. જો તમે જુનાગઢ જઈ ને મોર્ડન ની લસ્સી નથી પીધી તો જુનાગઢ ને ખોટુ લાગી જશે મિત્રો. ત્યાં લસ્સી ૨ પ્રકાર ની મળે છે. એક ક્રીમ લસ્સી અને બીજી મેંગો. બન્ને એક બીજા થી ચડિયાતી. ત્યાં થી ગયા તળેટી અને ત્યાં ના ભાજ્ય ઝાપટી નાખ્યા. મરચા ના ભજીયા મા તો જાણે ધુવાળા નીકળી ગયા હોઈ. અને ત્યાંથી નીકળી ગયા ભાનાથ. મંદિર મા દર્શન કરી ને બેઠા અને ગપ્પા માર્યા. સાંજે જમવાનો પણ પ્રોગ્રામ બાર નો હોવાથી બધા ત્યાંની પ્રખ્યાત હોટલ ઉત્સવ મા જમ્યા. અખો દિવસ મોજ મજા અને મસ્તી કરી ને રાત્રે ૧૧ વાગ્યે છોકરાવ ઘરે આવ્યા. કાર્તિક ની ખુશી નું ઠેકાણું ન હતુ. આકાશ ને પણ લાંબા સમય બાદ એક આનંદમય દિવસ હતો. પણ દિવસ હજુ પૂરો નોટો થયો. હજી તો રાત નું ધમાલ ચકડી બાકી હતી. બા-દાદા અને કાકા-કાકી સુઈ ગયા પછી બધા રસોડા મા છાના પગે જઈ ને માગ્ગી ના પડીકા ખોલ્યા. કોમલ-ખ્યાતી એ માગ્ગી બનાવી અને ભાવિક અને આકાશ નીચે થી પેપ્સી લેવા ગયા. મેગી તો બની ગઈ પણ ભાવિક અને આકાશ હજુ નોતા આવ્યા. એક બાજુ અહિયાં ગરમા-ગરમ મેગી હતી ધુમાડા કાઢી રહી હતી અને બીજી બાજુ પેપ્સી નો વેત થયો ન હતો. ૧૦ મીનુતે રાહ જોયા પછી ભાવિક અને આકાશ આવ્યા પેપ્સી લઇ ને. કોમલ, ખ્યાતી અને કાર્તિક ઓશીકા લઇ ને ત્યાર હતી એટલુ મોડુ થયુ એના માટે. પણ પેપ્સી સાથે વેફર અને પિઝ્ઝા જોઈ ને ઓશીકું રૂપી હથિયાર હેઠા મૂકી દીધા. મેગી, વેફર, પિઝ્ઝા અને પેપ્સી ની મજા લઇ રહ્યા હતા ત્યાં દાદા એ અવાજ નાખ્યો, “આ લાઈટ કોણે ચાલુ રાખી છે ?” બધા એક બીજા સામે જોતા રહ્યા અને કાર્તિક એ જવાબ આપ્યો “દાદા આ આકાશ એ ચાલુ રાખી છે.” દાદા વળી બોલ્યા “મારા પીટ્ય લાઈટ બંધ કરી ને સુવા ભેગો થા. ઘુવડ છો કે માણસ ?” આ સાંભળી ને બધા એ ચુપ ચાપ દાત કાઢ્યા. હસવું તો જોર થી હતુ પણ જો હસાઈ જાય તો પોલ ખુલી જાય કે આ તો બધા જાગે છે. આકાશ ને લાઈટ તો બંધ કરી પણ આવ્યો ત્યારે ગોદડું લાવી ને કાર્તિક પર ઓઢાડી ને ઓશીકા થી હુમલો ચાલુ કર્યો. બહુ ધોયો કાર્તિક ને બધા એ. ખૂબ મજા પડી બધા ને પણ હવે સુવુ પળે તેમ હતુ કેમ ક ભાવિક ના કેહવા પ્રમાણે દાદા ને રાત્રે ઉઠવા જોઈએ અને પાણી પીવા રસોડા મા આવે. આથી બધો કચરો અને સામાન સગે-વગે કરી, થાળી વાટકા ચમચી અને ગ્લાસ પણ ધોઈ નાખ્યા. સવારે બેહલા ઉઠી ને કોમલ એ ફરી એક વાર ચેક કર્યું કાઈ સુરાગ રહી તો નથી ગયુ ને. બાકી કાકા કાકી ખીજાશે. કેમ કે મોડી રાતે ઘર મા ખાવા ની મનાઈ હતી.

જુનાગઢ મા વેકેશન ના દિવસો પસાર થઇ રહ્યા હતા અને મોજ મા ને મોજ મા મહિનો નીકળી ગયો. ક્યારેક ગીરનાર તળેટી તો ક્યારેક ડેમ જતા. ક્યારેક અડી-કડી વાવ અને ઉપરકોટ ફરતા. ગર્મો હોવા ના કારણે બપોર ના સમયે બહાર જવા પર પ્રતિબંધ હતો. જવું હોઈ તો સુપ્રીમ કોર્ટ એટલે કે દાદા ને પૂછવુ પળે જેના માટે કોઈની હિમ્મત ન હતી.

એક દિવસ સવારે કાકા ની દુકાને બેઠેલા કાર્તિક ને એના મિત્ર દિવ્યેશ નો મેસેજ આવ્યો. લખ્યું હતુ, “રીઝલ્ટ આવી ગયુ છે દોસ્ત. વેબસાઈટ પર મૂકાઈ ગયુ છે. www.gseb.org “ કાર્તિક ને તો ઊંડે ઊંડે પેટ મા લોચા વળવા લાગ્યા. તરત રીઝલ્ટ જોવા ની ઉત્સુકતા મા તેણે વેબસાઈટ ખોલી. પણ વેબસાઈટ ખુલતી ણ હતી. બધા એક સાથે રીઝલ્ટ જોતા હોવાથી વેબસાઈટ ખુલતી ન હતી. કાર્તિક ની ઉત્સુકતા વધતી જતી હતી પણ હવે રાહ જોવા સિવાઈ છુટકો ન હતો. કાર્તિક દુકાન ની બહાર આવી ગયો કે કદાચ ટાવર આવી જી અને એની રીઝલ્ટ જોઈ શકે. તેણે દિવ્યેશ ને ફોન કર્યો અને એનુ પૂછ્યું પણ દીવ્યેશ ને પણ ઈ જ સમસ્યા હતી.

અંતે ૧૫ મિનીટ સુધી રાહ જોયા બાદ કાર્તિક ના ફોન મા વેબસાઈટ ની સ્ક્રીન ખુલી અને તેનો રોલ નંબર નાખ્યો. ધીમે ધીમે ખુલી રહી હતી. હર એક સેકન્ડે હૃદય ના ધબકારા વધતા હતા. કેટલા ટકા આવ્યા હશે ? ૮૫% આવ્યા હશે કે ૮૮% આવ્યા હશે. હે ભગવાન ૯૦ % આવી જાય તો મજા પડી જાય. હે ભગવાન સારા ટકા આવી જાય તો કામ થઇ જાય.... રીઝલ્ટ લોડ થઇ રહ્યુ હતુ સાથે ધબકારા પણ વધારી રહ્યુ હતુ..

ધક ધક.. ધક ધક... ધક ધક.....!!

શું આવશે રીઝલ્ટ દિવ્યેશ અને કાર્તિક નું ? શું હશે બન્ને મિત્રો ના નસીબ મા ?? શું કાર્તિક ને અમદાવાદ ની સારી કોલેગ મા એડમિશન મળશે ? શું તેનુ બાર રહી ને પોતાનું ભણતર સુધારવાનુ સ્વપ્ના પૂરુ થશે ?? શું બન્ને મિત્રો ને ફરી એક બીજા નો સાથ મળશે કે ટકાવારી ના કારણે જુદી કોલેજ મા જવું પડશે ??

વાચો રીઝલ્ટ ના આકડા જીવન એક સફર - Part 3 મા.