શરત વિનાનો પ્રેમ
નિશાંત આજ પહેલા પોતાને કદી આટલો હારેલો નહોતો માનતો. જે એણે આજે જોયું હતું તેના પર વિશ્વાસ નહોતો કરી શકતો-દરેક જગ્યા એ ત્યાં ધુમાડો, ગભરાટ, કાટમાળ અને માણસો ના માંસ ની ગંધ આવતી હતી.તેની આંખો તેના આંસુ અને આજુબાજુ ના વાતાવરણ ને લીધે બળી રહી હતી. તેને ખબર નહોતી કઈ બાજુ જવું,કઈ બાજુ જોવું. તેની અર્ચિતા ક્યાં હતી.
તે થોડી વાર પહેલા જ અહીં ચાલી રહેલા નવાં પાર્ક ના ઉદઘાટન સમારંભ નો પ્રોગ્રામ કરી રહી હતી અને નિશાંત તેને ઘરે થી લાઈવ જોઈ રહ્યો હતો; અને આની ગણતરી ની મિનિટો મા જ તેણે તેની થોડી જ પાછળ એક ભયંકર વિસ્ફોટ થતો જોયો.
તેને ખબર નહોતી પડી કે તે ક્યારે આ જગ્યા એ આવી ગ્યો; અને તેની વાઇફ - તેની લાઇફ ને શોધતો હતો.એ માત્ર એટલું જ જાણતો હતો કે તેની અર્ચિતા ને તેની જરૂર છે અને તે તેને કોઈ પણ કિમ્મતે બચાવી જ લેશે. તેણે તેના આંસુ લૂછયા અને ઊંડો શ્વાસ લીધો.તે તેના પગ જ્યાં ઊપડે એ દિશા મા દોડતો હતો, અને જોતો હતો કે તેને શોધવા નું એક નાનું આશાનું કિરણ મળી જાય, આખા રસ્તા મા તે માત્ર અર્ચિતા.....અર્ચિતા ... કરતો હતો.
તેને ને શોધતા શોધતા તેણે અમુક લોકો જે ત્યાં કાટમાળ મા દટાયા હતા તેમને બહાર નિકાડતો હતો. પરંતુ અર્ચિતા ક્યાં હતી? નિશાંત એક્દમ હતાશ થઈ ગ્યો હતો.તે જાણતો હતો તેની વાઇફ હજુ જીવે છે. તે મરી ના શકે!ત્યારે તો નય જ જ્યારે તેને તેની જરૂર સૌથી વધુ હોય. ત્યાંજ તેણે અર્ચિતા ના કેમેરામેન મયંક ને જોયો, તે રેસ્ક્યુ કેમ્પ ની બહાર બેઠો હતો, તેને પણ ખૂબ જ પાટાપિંડી કરેલી હતી અને તે બેસીને રડતો હતો.
નિશાંત તરત જ તેની પાસે ગયો કે કદાચ તે જાણતો હસે અને એ કયાક મદદ કરી શકે. મયંક! સારું થયું તું બચી ગયો છે....અર્ચિતા ક્યાં છે? તું એની સાથે જ હતો ને! તે ક્યાં છે?
મયંક નિ:સહાય હોય તેમ રડતાં રડતાં નીચે જ જોઈ રહ્યો.
મારી સામે જો, મયંક...પ્લીઝ, મારી સામે જો.....એને કોઈ પણ ઇજા થઈ હોય તો મને કે. હું તેનું ધ્યાન રાખીશ....પરંતુ મને કે તે ક્યાં છે...મને કેઃ મારી અર્ચિતા ક્યાં છે?
ત્યારે મયંકે એક ની:સહાય માર્ગદર્શક ની જેમ એક દિશા મા આંગળી કરી. "ત્યાં......."
ત્યાં!પેલાં પથ્થરો પડ્યા છે ત્યાં?નિશાંતે એક આશા સાથે કહ્યું.
'તે ... પથ્થરો... માજ... કદાચ..'
નિશાંત જેવો એ બાજુ દોડ્યો કે મયંકે કહ્યું કે "માફ કરજે ભાઈ ત્યાં બચી શકવાની કોઈ જ આશા નથી."
નિશાંત મયંકે કહ્યું તેને અવગણીને ત્યાં ગ્યો જ્યાં મયંકે ઈશારો કર્યો હતો.તેણે ત્યાં બધી જ બાજુ જોયું,પરંતુ અર્ચિતા ની કોઈ જ ખબર નહોતી.
નિશાંત આ પહેલા ક્યારેય આટલું રડ્યો નહોતો.તે તેની આજુબાજુ ના ખાલી અવકાશ ને જોઈ રહ્યો હતો.તેનો પરિવાર અને મિત્રો અને બીજા ઘણા બધા તેને શોધી રહ્યા હતા.જ્યાં બીજા ઘણા રેસ્ક્યુ ટીમ વાળા પણ જે લોકો દટાયેલાં હતા તેમને બહાર નિકાળી રહ્યા હતા.બચી ગયેલા લોકો અને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા હોય તેવા પરિવારો હૈયાફાટ રુદન કરી રહ્યા હતા.
ત્યારેજ સૂર્યપ્રકાશ મા ચળકતી વસ્તુ એ તેનું ધ્યાન દોર્યું.તે એક નાની ડાયમંડ ની રિંગ એક જણ ના હાથ મા ચમકતી હતી જે કાટમાળ નીચે દટાયેલું હતું,નિશાંત તે તરત ઓળખી ગયો,આ તો તેજ રિંગ હતી જે તેણે અર્ચિતા ને તેની ગઈ બર્થડે મા ગિફ્ટ આપી હતી.તે તરત જ તે બાજુ દોડીને ગયો અને કાટમાળ હટાવ્યો અને તેની લાઇફ ને જોઈ જ રહ્યો,તે અર્ચિતા જ હતી,ગંભીર રીતે ઘવાયેલી અને લોહી થી લથબથ હતી.નિશાંત તેની નજીક ગ્યો,તે એક જ નામ લઈ રહી હતી, ની...શાંત....?
તેને નજીક ની હોસ્પિટલ મા લઈ જવામાં આવી અને ડોક્ટર્સ તેને તરત જ ઓપરેશન થિએટર મા લઇ ગ્યા.ઘણા કલાકો થઈ ગ્યા પરંતુ ડોક્ટર્સ હજુ અંદર જ હતા.નિશાંત નો પરિવાર હોસ્પિટલ ની લોબી મા બેઠો બેઠો પ્રાર્થના કરી રહ્યો હતો કે બધુ સારું થઈ જાય,પરંતુ નિશાંત તો ઓપરેશન થિએટર ના દરવાજા હટયો જ નહોતો.તે બહાર ઊભો ઊભો જ જે સારવાર કરવામાં આવી રહી હતી તેજ જોયા કરતો હતો.
તે લાંબા સમય સુધી દરવાજો ખૂલે તેની રાહ જોતો હતો કે ડોક્ટર્સ આવીને કહે કે ,"ચમત્કાર થઈ ગયો!અર્ચિતા સંપૂર્ણ રીતે સારી થઈ ગઈ છે.તમે તેને ઘરે લઈ જઈ શકો છો."પરંતુ તેવું કશું થયું નહીં.તેનું મગજ જે પણ બન્યું તે વિષે વિચારી રહ્યું હતું,કે-આંખ ના પલકારા માંજ આવા મૂર્ખ,મગજવગરના,હિંસાવાદી લોકો ના લીધે જીવન કેવું બદલાય જાય છે.
જ્યારે ઓપરેશન થિએટર ની લાલ લાઇટ બંધ થઈ કે તરત જ નિશાંત ત્યાં પહોચી ગયો.ડૉ દર્શન પરીખ જે અર્ચિતા અને નિશાંત ના મિત્ર હતા તે બહાર આવ્યા.તેમણે એક ડૉ હોવાને નાતે એટલું જ કહ્યું કે ઓપરેશન સક્સેસફુલ હતું.અમે તેમની બોડી માથી છરા નિકાળી દીધા છે.ઓપરેશન નો બીજો ભાગ ની તૈયારી ચાલુ જ છે,પરંતુ અમારે તમારી સાથે થોડિક અગત્યની વાત કરવી છે તો તમે અમારા સીનિયર ડૉ જિગર પટેલ ના કૅબિન મા આવશો?
નિશાંત બીજું બધુ પૂછ્યા કરતાં તરત કૅબિન ની અંદર ગયો,તે વિચારતો હતો કે શું અગત્યની વાત હશે?ડૉ દર્શન અને નિશાંત ડૉ જિગર ની રાહ જોતાં હતા ત્યાંજ ડૉ જિગર કૅબિન મા આવ્યા.
આપણું નસીબ થોડું સારું છેકે તમે તેમને બહુ મોડુ થાય એના પહેલા શોધી લીધા.અમારી ટીમ તેમની સારવાર કરી રહી છે અને અમને આશા છેકે તે જલ્દી જ સાજા થઈ જશે.
મને આશા છેકે અર્ચિતા બહુ ગંભીર નહીં હોય સર?નિશાંત એ લગભગ રડમસ અવાજ એ કહ્યું.
તે કોમા મા જતાં રહ્યા છે અને અમારે તેમણે દેખરેખ નીચે જ રાખવા પડશે.
કોમા!નિશાંત ને આઘાત લાગ્યો એમ બોલી ઉઠ્યો.
ડૉ જિગર એ આગળ કહ્યું,આપણે તેમની જે સર્જરી કરવાની છે આમા એમના ભાન મા આવવાની રાહ ના જોઈ શકીએ.
કઈ સર્જરી સર?
"અમે તેમનો ડાબો હાથ જોયો.તે તેમના હાથ ના કાંડા થી લઈને કોણી સુધીનો ભાગ ગુમાવી ચૂક્યા છે....."
" તે ભાગ ને બદલી નાખો તો"નિશાંત એ ભારે હૈયે કહ્યું.
"માફ કરજો મિસ્ટર નિશાંત,પરંતુ તે શક્ય નથી-"
"તેના બીજા પણ ઘણા બધા રસ્તા છેને,નિશાંત વચ્ચે જ બોલી ઉઠ્યો."
"બીજો કોઈ રસ્તો નથી.તે વધતું જ જાય છે,એના હાથ ના લીધે તેમણે તેમનું જીવન પણ ગુમાવું પડે."
"બદલી નાખો તો તે ભાગ ને,કોઈક તો રસ્તો હશે તેનો.... પ્લીઝ શોધી નાખો"નિશાંત વિનંતી કરતો હતો.
"તેમનું બ્લડ બંધ નથી થઈ રહ્યું,અમારી ટીમ પૂરતા પ્રયાસ કરી રહી છે."
નિશાંત ઉદાસ નજરે માથું નીચે કરીને બેસી રહ્યો.
"આપણે તેમને બચાવા માટે તેમનો ડાબો હાથ કાપવો પડશે,એજ એક રસ્તો છે"
"હું તેની મંજૂરી નહીં આપું"તેમ કહીને નિશાંત બહાર જતો રહ્યો.
"નિશાંત હોસ્પિટલ મા લાગેલા ગણેશજી ની છબી પાસે ઊભો હતો,દર્શન આવ્યો અને તેની બાજુમાં ઊભો રહ્યો."
"હું આવું ના કરી શકું,દર્શન,'તેના મિત્ર જેવા ડોક્ટર ને તે રડતાં રડતાં કહી રહ્યો હતો."
દર્શન નિશાંત ને ત્યાં આઇસીયુ માં લઈ ગયો જ્યાં અર્ચિતા ને રાખવામા આવી હતી,જેવો નિશાંત અંદર ગયો કે તરત જ તેણે અર્ચિતા ને ત્યાં દર્દી ના કપડામાં ઢંકાયેલી જોઈ.તેને ખુબજ ગંભીર ઇજાઓ થઈ હતી,તેના શરીર માં ઘણી જગ્યા એ સોજો આવી ગયો હતો અને તેના જખમો જાણે હાલ જ ફાટી નીકળશે એવું લાગતું હતું.તેને ગ્લુકોજ અને લોહી ની બોટલો ચડવામાં આવી હતી અને ઓક્સિજન માસ્ક થી તેને શ્વાસ આપવામાં આવી રહ્યો હતો.
" તારે હિમ્મત રાખવી જ પડશે નિશાંત,દર્શન એ કહ્યું,તેની નિરાશા સ્પસ્ટ દેખાતી હતી.'તું જોઈ શકે છેકે એની નસ,લોહી નું પરિભ્રમણ,હાડકાં,બધુ જ કપાઈ ગયું છે.આ દર્દ ખરેખર તેના માટે ખૂબ જ ભયાનક છે.એ ચમત્કાર છેકે તે હજુ જીવે છે.આપડે હવે 2 કલાક થી વધારે રાહ જોઈ શકીએ તેમ નથી."
"તો કરો,નિશાંત એ કહ્યું,રૂમ ની બહાર નીકળી જતાં તેણે કહ્યું,અને નર્સ એ એક એગ્રીમેંટ સાઇન કરાવ્યુ જે તેણે તરત જ કરી દીધું,આપણી જોડે બીજો કોઈ જ રસ્તો નથી,પાપા'તેણે તેના પિતા ને ખૂબ જ ભારે દિલ થી કહ્યું."
"2 નર્સ અર્ચિતા ને ફરીથી ઓપરેશન થિએટર માં લઈ જઈ રહી હતી,નિશાંત ધીમેથી બોલી ઉઠ્યો,મને માફ કરજે અર્ચિતા....."નિશાંત ની આંખ માથી આંસુ સરી પડ્યા.
થોડાક અઠવાડીયા વિતી ચૂક્યા હતા પરંતુ અર્ચિતા ની હાલત મા ધીમેથી પણ ધીમો સુધારો થતો હતો.હવે નિશાંત ડોક્ટર્સ શું કેહતા તેમાં ખાસ ધ્યાન આપતો નહોતો.ઓપરેશન પહેલા ડોક્ટર્સ કહેતા હતા કે તેમને બચાવવા માટે ઓપરેશન જરૂરી છે,અને તેના પછી,તેઓ કહેતા હતા કે તેમણે રાહ જોવી પડશે કે ક્યારે તે આમાથી બહાર આવશે.
દિવસો આમને આમ વીતી રહ્યા હતા પરંતુ અર્ચિતા ની સ્થિતિ સુધારી રહી નહોતી,એક દિવસ સાંજે અચાનક અર્ચિતા તેને થઈ રહેલા દર્દ ની લીધે ચીસ પાડી અને ધીમે ધીમે આંખો ખોલીને ખુબજ રડી રહી હતી.અર્ચિતા કોમા માથી પાછી આવી ચૂકી હતી જે એક ચમત્કાર થી ઓછું નહોતું,નિશાંતના માં હિમ્મત નહોતી કે તે અર્ચિતા ની સામે જઈ શકે.તે તેને જઈને શું કહેશે?થોડા કલાકો પછી જ્યારે અર્ચિતાની પરિસ્થિતી બરાબર થઈ ત્યારે દર્શન રૂમ ની બહાર આવવા માટે ફર્યો ત્યારે અર્ચિતા એ તેને રોક્યો અને પૂછ્યું કે,'કેટલા સમય થી મે તમને આ તકલીફ આપી છે?'
'હું કંટાડી જાઉં તેટલી તો નહીં જ,તું આરામ કર.'
'મને મારૂ આખું શરીર દુખે છે .....પરંતુ મને મારા ડાબા હાથ માં કશું મેહસૂસ નથી થઈ રહ્યું'
'ચિંતા ના કરીશ,સવાર સુધી માં તને આખા શરીર માં ક્યાય નઇ દુખે.'બહુ જલ્દી જ અર્ચિતાને તેના ડાબા હાથ વિષે ખબર પડી જવાની હતી.
તેના પરિવાર ને પછીથી તેને મળવા માટે જવા દેવામાં આવ્યા,નિશાંત છેલ્લો ઊભો રહીને રડી રહ્યો હતો,બાકીના બધા પરિવારજનો બંને કપલ ને વાત કરવા માટે જલ્દી જતાં રહ્યા.
જ્યારે બંને એકલા પડ્યા ત્યારે નિશાંત તેને બાથમાં લઈને ભેટી પડ્યો.
'હવેથી મને કદી એકલો છોડીને ના જતી!'
'જ્યારે આ થયું ત્યારે મને એમ જ હતું કે.... હવે કદી ફરીથી તને નઇ જોઈ શકું'
'હેય!આવું ના કહીશ....'
અર્ચિતા તેનું દર્દ ભૂલવાની કોશિશ કરી રહી હતી.પરંતુ તે તેનો ડાબો હાથ ઉપાડી શકતી નહોતી.
તેઓ લાંબા સમય સુધી વાતો કરતાં રહ્યા ત્યારે અર્ચિતા એ નિશાંત ને કહ્યું કે "મારી પર એક મહેરબાની કરીશ?"
"હા બોલને" નિશાંત એ ડર સાથે કહ્યું.
"મારી આ ચાદર હટાવી ડે....મારા માં તે હટાવની હિમ્મત નથી."
નિશાંત થોડાક સમય માટે જાણે થીજી ગયો .... "અર્ચિતા સાંભળ...."
"પ્લીઝ નિશાંત" અર્ચિતા એ રડમસ અવાજે કહ્યું.
નિશાંત એ એક્દમ શાંત રીતે ડરતા ડરતા તે ચાદર હટાવી,અર્ચિતા એ તે જોતાં જ તેનો ચેહરો ત્યાથી હટાવી દીધો અને રડવા લાગી.તે નિશાંત ની આંખો માં જોઈ રહી હતી અને રડતાં રડતાં તેણે કહ્યું કે ,'હું આના વગર કેવી રીતે રહીશ, નિશાંત?'
આપણે આનું રેપલેસમેંટ કરાવી લઈશું. પરંતુ તેણે અર્ચિતા ને એવું ના કહ્યું કે તેનો હાથ હવે રિપ્લેસ પણ થઈ શકવાનો નથી.
'પરંતુ તે હવે ફરીથી ક્યારેય નઇ બને'
'આપણે ફરીથી ચાલુ કરીશું,'ઘણા મહિના પછી તેણે હસતાં વખતે કહ્યું.
તેણે અર્ચિતાને તેની બાથમાં ભરી દીધી, આંખો બંધ કરીને તે તેના પ્રેમને વળગીને હુંફ આપી રહ્યો હતો અને તેની વાઇફ-તેની લાઇફ ને ફરીથી પ્રેમ કરતો રહ્યો.