મન નો પૌષ્ટિક ખોરાક – વાંચન
પારૂલ દેસાઈ
માણસ ને પોતાના વિકાસ માટે હવા, પાણી અને ખોરાક ની જરૂર હોય છે જેનાથી તે સ્વસ્થ રહે, તેનો વિકાસ થાય. જો મન ને સતત વિકાસશિલ રાખવું હોય તો તેને વાંચન રુપી પોષટીક ખોરાક ની પણ જરૂર રહે છે.
“જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી શક્તા નથી તેવા લોકો કરતા જરા પણ ચડિયાતા નથી.”
માર્ક ટ્વેનનું આ ક્વોટ આજે 21 મી સદીમા પણ તાજું જ લાગે. કાલિદાસ, શેકસપિયર થી લઈને જવેરચંદ મેઘાણી, મુલ્ક રાજ આનંદ, જે.કે. રોલિંગ એમ અનેક જાણીતા કે અજાણ્યા, પ્રાચીન –અર્વાચિન સાહિત્ય પૂજકો એવા હજારો લેખકોને લાખો સલામ કરવા ઘટે. માણસ નામનું બુદ્ધિજીવી પ્રાણી પોતાની આંખનો ઉપયોગ જોવા ઉપરાંત વાંચવા માટે કરી શકે છે. તેમા પણ જે વાંચનનો અતિ શોખ ધરાવે છે તેને ‘વાંચન પિપાસુ’ કે બુક વોર્મ કહેવાય છે. આવી વ્યક્તિઓ વિવિધ વિષયોનું વાંચન કરવામા રસ ધરાવે છે. પરંતુ ઘણા માત્ર કાલ્પનિક નવલકથા, નવલિકા કે વાર્તા કે હોરર બુક્સ જ વાંચે છે. વળી, 21 મી સદીની આધુનિક ગેજેટ્સના સહારે ઉછરતી પેઢી એવું પૂછે કે વાંચવું શું કામ જોઈએ? શું વાંચવું ? કારણકે તેઓના અભ્યાસ ને લાગતું જ એટલું બધું હોય છે કે ઇતર વાંચનનો તેઓને સ્વભાવિક જ કંટાળો આવે. આ પેઢી વડીલોએ કીધુ એટલે વાંચવું એ ચલાવે એવી નથી. તેઓને તો દરેક બાબતમા સાબિતી જોઇએ . લોજિક અને લાભ જોઇએ. જે ખરેખર તો આવકાર્ય છે.
પુસ્તક એ જ્ઞાન પ્રાપ્તિ અને શિશ્ટ મનોરંજન માટે ઉત્તમ મિત્ર બની રહે છે. વ્યક્તિની એકાગ્રતા તો વધે જ છે સાથે વિચારશૈલીનો વિકાસ થઈ મૌલિકતામાં વધારો થાય છે. જીવનના દરેક તબક્કે જાતે નિર્ણય લેવાની શક્તિ વધે છે. મન કેળવણી પામે છે. હકારાત્મક્તા વધે છે. મુશ્કેલી માં સાચો સાથી બની શકે. જિવન ના દરેક પાસા ને અનુકૂળ થઈ વર્તમાન ને માણી શકાય. ટૂંકમાં, પુસ્તકમા સુખને મૈંટેન કરવાની અને દુખને મેનેજ કરવાની આવડત શિખવવાની તાકાત રહેલી છે. ‘મોહન’ Un to the last વાંચી ને મહાત્મા બનવા તરફ વધી શકે છે.
વાંચન દ્વારા વિચારોની લણણી થઈ શકે છે. હકારાત્મકતામા વધારો થાય. મન વિચલિત થયા વિના સાચા નિર્ણયો લઈ શકે. પ્રેરણાત્મક પુસ્તકોરૂપી ખજાનો ધરાવતું ગ્રંથાલય એ પ્રગતિની અભિલાષાવાળા સમાજનું તીર્થસ્થાન છે. આજે સંતાનોને આવા તીર્થસ્થાનની મુલાકાતે લઈ જવાની જવાબદારી વડીલો, વાલીઓ અને શિક્ષકોની છે. કારણકે તેઓ બાળપણથી જ “કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે તું સરસ્વતિ, કરમધ્યે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ” ને બદલે ઊઠતા વેંત, આંખો ચોળતા નવા શ્લોક મા મગ્ન હોય છે – કરાગ્રે વસતે એંન્ડ્રોઇડ, કરમધ્યે વોટ્સએપ, કરમૂલે તું ફેસબુકમ, પ્રભાતે મોબાઇલ દર્શનમ”. આ સંજોગો માં તેઓને ‘વાંચન’ તરફ વાળવા એંડ્રોઇડ એપ્સ પર રિલિજ થતી e- book બેસ્ટ ઓપ્શન છે.
આપણી ભારતીય સંસ્કૃતિ સારા પુસ્તકોને લિધે જ ટ્કી શકી છે. પરંતુ આધુનિક જિવનશૈલી અપનાવવાની લાલચમા ગેરમાર્ગે દોરાઇ જવાનું મુખ્ય કારણ વાંચનનો અભાવ છે. બાળકોને વાંચન તરફ રુચિ જગાવવા માટે તેઓને રસ પડે તેવી વાંચન સામગ્રી એકઠી કરી વાર્તાની જેમ કહેવી. ચિત્રમાં રંગ પૂરવણી કે કોયડા ઉકેલવા જેવી પ્રવ્રુત્તિથી શરૂઆત કરી શકાય જેથી મગજને કસરત મળતા માનસિક વિકાસ થશે. આ માટે ઘરમા રોજ દિવસ દરમિયાન થોડો સમય ફાળવી વાલીઓ તથા સંતાનો સાથે બેસીને વાંચન કરે. ત્યાર બાદ દરેક વાંચેલ પુસ્તક કે લેખ વિશે એકબીજાને જણાવી ચર્ચા કરે. પોતાના વિચારો રજૂ કરે. આ રીતે ધીરે ધીરે વાંચનની આદત કેળવાતી જશે. આ ઉપરાંત જન્મદિને ગિફ્ટ તરીકે લાઇબ્રેરી નું સભ્યપદ આપો. મિત્ર મંડળ ને રીટર્ન ગિફ્ટમાં પણ કોઇ પુસ્તક કે મેગેજિન નું લવાજમ આપી શકાય. થોરો કહે છે કે ઉત્તમ પુસ્તક્ના વાંચનથી નવા યુગનો આરંભ થાય છે. આ સંદર્ભમાં કાર્લોઇલ એ કહ્યું છે કે પુસ્તકોના લેખકો જ સાચા આર્શદ્રશ્ટા છે, ખરા ધર્મગુરુઓ છે અને પુસ્તકાલયો એ જ આપણા વિશ્વ મંદિરો છે. હાલ તો e-book દ્વારા હાથમાં જ એક સરસ લાયબ્રેરી ઉપલબ્ધ હોય છે. તેથી દિવસમા એક વખત તો માત્ર 20 મિનિટ માં વાંચી શકાય તેટલી સુરુચિપૂર્ણ , પ્રેરણાત્મક કે જ્ઞાન માહિતિ સભર બૂક્સ ડાઉનલોડ કરી વાંચવી.
ઘણી શાળા –કોલેજો મા વિવિધ સ્પર્ધાઓનુ આયોજન થતું હોય છે. તેમા પણ ઈનામ રુપે પુસ્તક આપી શકાય. અમુક શાળા કોલેજો માં ‘ચાલો જિવન બદલીએ’ સ્પર્ધા અંતર્ગત વિધાર્થિઓને પુસ્તક વાંચવા આપી તેના વિષય વસ્તુ તથા બોધ વિશે એટલેકે બુક રિવ્યુ લખવાની પ્રેરણા આપવામા આવે છે. ઇનામરુપે પણ ઉત્તમ પુસ્તક જ અપાય. જેથી વાંચન અને લેખન પ્રત્યે રુચિ કેળવાય.
આજકાલ તો એટલું બધું લખાય છે કે શું વાંચવું અને કયા વિષયોને અગ્રતાક્રમ આપવો તેની મુંજવણ સામાન્ય રીતે દરેક વાંચકને સતાવતી હોય છે. વાંચન સામગ્રીનો ખજાનો તો ચોતરફ છે જ. સાચે જ ઓછા સમયમાં શું વાંચવું એ નક્કી કરવું અઘરુ છે. તે માટે વિવેકબુદ્ધિ કેળવવી. કઈક જાણી શકાય, મન શાંત થાય, ઉદ્વેગ દૂર થાય એવું કાઇ પણ વાંચવુ. કેટલાક લેખો, વાર્તા ઓ, પુસ્તકો ફાસ્ટફુડ જેવા “ચટ્પટા” હોય છે, જે વાંચવા મન ખેંચાય પરંતુ તેનાથી મનમા અશાંતિ, ઉત્તેજના,ઉદ્વેગ, નકારાત્મકતા જન્મે છે. જે ગુનાહિત પ્રવ્રુતિ તરફ તે દોરે છે, માટે જ એવા વાંચન થી દૂર રહેવુ. અહીં વાંચનરુપી વાનગી બનાવનાર લેખકો અને તે પીરસનાર પ્રકાશક એમ બન્ને ની જવાબદારી છે કે તેઓ એવુ લખે કે જે સમગ્ર સમાજ માટે લાભકારક હોય, ગેરમાર્ગે દોરનાર ન હોય. માર્ગદર્શક હોય. નવી જાણકારી મળી રહે તેવું ઉપયોગી હોવું જરૂરી છે. અમુક બાબતો તેઓ જાણે જ છે પરંતુ તે યાદ અપાવનારુ હોય. આવનાર પેઢી ને આપણા રીત – રિવાજો કે સંસ્કૃતિ નો વારસો આ પુસ્તકો જ આપી શકે.
વાંચક મિત્રો, આપણો સમય કિમતી છે માટે વાંચવું એવું જ કે જેનાથી આપણી માનસિક, શારીરિક, સામાજિક કે આર્થિક પ્રગતિ થતી હોય. કારણકે સમય ના અભાવે માત્ર 30 મિનિટ વાંચવાનો સમય ફાળવી શકાય છે. ત્યારે બાળકો માટે પંચતંત્ર ની વાર્તાઓ કે અકબર બિરબલ ની કથાઓ જેવી બુદ્ધિચાતુર્ય વધારનારા પુસ્તકો પસંદ કરવા. જેથી તેનામા સાચા ખોટા નિર્ણયો લેવાની ક્ષમતા વધે. સહન શક્તિ, પ્રામાણિકતા , ધીરજ અને સમજશક્તિ ના ગુણો ખિલે. અહીં ફ્રાંસિસ બેકન નું વાક્ય યાદ આવે છે – “ કેટલાક પુસ્તકો ટેસ્ટ કરવા જેવા, કેટલાક ગળી જવા જેવા અને કેટલાક ચાવીને હજમ કરવા જેવા હોય છે.” તેઓ ઉદાહરણ આપતા જણાવે છે કે ટાર્ઝન ને વાંચીને બાળકને સમજાય ચેન કાઇન પ્રેમ માટે કોઇ ભાષા કે ડીએનએ ના બંધન નડ્તા નથી. અને યુવાન તો સમજે છે કે પોતાના વિકાસ માં ઉપયોગી હોય એ જ વંચાય. મહાનુભવો ના જિવન ચરિત્ર દ્વારા આત્મ્વિશ્વાસ વધે અને પ્રોત્સાહન મળે. તેઓ તો મોબાઇલ માં જ એવી ઇ –બુક ડાઉનલોડ કરી ને રાખી શકે કે જે મુસાફરી મા કે જયા ફાજલ સમય મળે તે સ્થળે વાંચીને મન ને રિચાર્જ કરી શકે.
સમાજમા વધતા જતા મારામારી, ચોરી ,હત્યા,બળાત્કાર, વિશ્વાશ્ઘાત જેવા નાના મોટા ગુનાઓ તેમજ કોઇ પણ કારણ સર મળતી નિષ્ફળતામાં થતી આત્મહત્યાના બનાવો દર્શાવે છે કે ઉચ્ચ ડિગ્રી ધારી કે નિરક્ષર હકિકતમાં કેટલા ‘અભણ’ રહી ગયા છે. ટૂંક મા, જો મન ને દુરસ્ત રાખી આપણે સાચા અર્થમાં સુખ શાંતિ મેળવવા હોય તો આપણી દિનચર્યા માં વાંચન રૂપી ખોરાક ને સ્થાન આપવું જોઇએ.
9429502180
parujdesai@gmail.com