કોફી હાઉસ પાર્ટ – 25
વિષય – લવ સ્ટોરી
રૂપેશ ગોકાણી
(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે કુંજના શહેરમાં પહોંચી પ્રેય તેની જુની યાદો વચ્ચે થોડો સમય રહેવા માટે અને તેના પ્રોફેસર્સને મળવા માટે કોલેજ જઇ ચડે છે ત્યાં તેને તેની બેસ્ટ ફ્રેન્ડ ધ્વની મળી જાય છે અને ધ્વની પાસેથી તેને ખબર પડે છે કે કુંજ પણ તેને બેસુમાર પ્રેમ કરવા લાગી હતી અને પોતાના ગયા પછી કુંજની હાલત ખુબ ખરાબ થઇ ચુકી હતી, તેણે ખાવા પીવાનુ અને ભણવાનુ છોડી દીધુ હતુ. તેની આવી હાલત જોઇ તેના પિતાજીએ ટ્રાન્સફર માંગી લીધી અને તેઓ રાજકોટ છૉડી સુરત ચાલ્યા ગયા. કુંજ આજે પણ તેની રાહ જોઇ રહી હશે પણ એક વેઇટરને તે ક્યારેય પ્રેમ નહી કરે એ વિચારી પ્રેયે ખુબ ધનવાન બનવાનુ નક્કી કરી લીધુ. હવે વાંચીએ આગળ...............)
ધ્વનીને તેના ઘરે છોડી હું જામનગર જવા તરફ નીકળી ગયો. આજે રસ્તો બહુ લાંબો લાગતો હતો. શેઠની વાતાનુકુલિત કારમાં પણ આજે અકળામણ જેવી અનુભૂતિ મને લાગતી હતી. મારા મનમાંથી જાણે ચેન અને સુકુન નામનો સોફ્ટવેર ડીલીટ જ થઇ ચુક્યો હતો. જેમતેમ કરીને ડ્ર્રાઇવીંગ પર ધ્યાન આપી રહ્યો હતો નહી તો આજે અકસ્માત થવાનો પાકો જ હતો. કુંજની હાલત સામે મારુ દુઃખ મને એકદમ ફિક્કુ લાગી રહ્યુ હતુ. હવે કોઇપણ સંજોગોમાં મારે પૈસાદાર બનવુ હતુ પણ એકાએક કઇ રીતે પૈસો મળે. તનતોડ મહેનત કરુ તો પણ કાંઇ એકાદ-બે વર્ષમાં તો ધનવાન નહી જ બની શકું અને ખરાબ કામ કરી હું ધનવાન બનવા ઇચ્છતો ન હતો. તો શું કુંજ મને નહી મળે???? અચાનક જોરદાર બ્રેક લાગી ગઇ મારાથી નહી તો રસ્તે દોડીને આવતુ બકરીનું નિર્દોષ બચ્ચુ કચડાઇ જ જવાનુ હતુ, “કારના ખુબ ઠંડા વાતાવરણમાં હું પરસેવે રેબઝેબ થઇ ગયો. થોડે જ આગળ એક હોટેલ પાસે કાર બ્રેક કરી દીધી અને થોડી વાર મનને ડાઇવર્ટ કરવા માટે ત્યાં જ બેસી ગયો. ઠંડા પાણીની બોટલથી ચહેરાને સાફ કરી, પાણી પી અને હું ફરી જામનગર તરફ નીકળી ગયો. “શેઠ લો ચાવી તમારી કારની.”
“આવી ગયો દિકરા? મોડુ થઇ ગયુ તે બધુ ઓ.કે. જ છે ને?” “હા શેઠ. બધુ બરોબર જ છે. પેમેન્ટ કરવાનુ હતુ એ પાર્ટીની ઓફિસની બાજુમાં જ મારી કોલેજ હતી તો જરા સાહેબને મળવા ગયો હતો તે મોડુ થઇ ગયુ.” “અરે દિકરા તારા સમયનો હિસાબ આપવાની કોઇ જરૂર નથી. તારી ચિંતા થતી હતી તે પુછ્યુ. હમણા જ વિચારતો હતો કે તને ફોન કરું ત્યાં ગાડીના હોર્નનો અવાજ સંભળાયો. હવે જા ફ્રેશ થઇ આવ ઘરે. પછી આવજે.” “હું ફ્રેશ જ છું શેઠ. જરાય થાક લાગે છે મારા ચહેરા પર? ફ્રેશ થવાનુ છૉડો હું કામે લાગી જાઉ છું.” કહેતો હું કામે વળગી ગયો. “સાંજે છ વાગ્યે શેઠ નિયમ મુજબ બાલા હનુમાન જવા નીકળતા જ હતા ત્યાં ફોન રણકી ઉઠ્યો. જતા જતા તેમણે ફોન રીસીવ તો કર્યો પણ મે જોયુ કે તે પુરતી વાત ન કરી શક્યા અને ત્યાં જ ખુરશી પર ફસડાઇ પડ્યા.” શેઠજી શું થયુ? કાંઇક બોલો? કોણ છે ફોન પર?” કહેતા મે ફોન હાથમાં લઇ લીધો. “હેલ્લો મૈ મુંબઇ સે બાત કર રહા હું. એક કાર મુંબઇ-પુના હાઇવે પર સે મીલી હૈ, જીસકા નં હૈ જી.જે.૩-ડી-૧૧૧૧ બહુત બુરી તરહ સે ઇસ કાર કા એક્સિડન્ટ હો ગયા હૈ. દો લડકે સવાર થે વો દોનો મર ચુકે હૈ. એક લડકે કે વોલેટ મૈ સે યે હોટેલકા વીઝીટીંગ કાર્ડ મીલા હૈ, ડ્રાઇવીંગ લાઇન્સ ભી મીલા હૈ જીસમે નામ હૈ અરમાન ઝવેરી.” “જી સર, યે હમારે શેઠજી કે બેટે કા નામ હૈ. ઉનકો ક્યા હુઆ હૈ. વો ઠીક તો હૈ?” “આઇ એમ સોરી ટુ સે બટ હી ઇઝ નો મોર નાઉ. પ્લીઝ આપ મુંબઇ આ જાઇએ ઔર ડેડબોડી સંભાલ લે.” ફોન કટ થઇ ગયો સામે છેડેથી.
શેઠ સામે જોયુ તો તે બહુ ઘેરા આઘાતમાં સરી ગયા હોય તેમ દેખાયુ મને. “એ છોટીયા પાણી ભરી લે તો જલ્દી. શેઠ ઓ શેઠ ધિરજ રાખો તમે.” કહેતા મે તેમને પાણી આપ્યુ પણ તેણે કાંઇ પ્રતિકાર કર્યો નહી. મે તેમને મારા હાથે થોડુ પાણી પીવડાવ્યુ.” શેઠ કાંઇક બોલો તો. “પ્રવીણ ગાડી લઇ આવ જા. હું મુંબઇ જાઉ છું.” “એ શેઠ હું તમને એકલા નહી જવા દઉ. રસ્તો બહુ લાંબો છે અને સમાચાર પણ કાંઇ સારા નથી. બને તો કોઇ સગા-વ્હાલાને સાથે લઇ જાઓ તો સારૂ.” “સગાઓને તો બોલાવવા જેટલો તો સમય નથી, મારે મન તુ વ્હાલા જેવો છે, બોલ તુ સાથે આવીશ?” “બહુ ગંભીર સ્વર હતા શેઠના. આમ પણ હું એકલો જ હતો. આગળ પાછળ ઘરની કોઇ ચિંતા હતી નહી તે મે હકારમાં માંથુ ધુણાવ્યુ.” “તો જા લઇ લે ગાડી. કહેતા તેણે કારની ચાવી મારી સામે ફેંકી.” “છોટીયા બે-ચાર બોટલ પાણીની લઇ લે અને બેગમાં ભરીને રાખ. હું હમણા કાર લઇને આવું છું.” “ફટાફટ કાર લઇ આવ્યો ત્યાં શેઠ તૈયાર જ ઉભા હતા. “ચાલ જલ્દી ગાડી હંકારી લે દિકરા, મારો બીજો દિકરો મારી રાહ જુવે છે.” ગાડી પુરપાટ દોડવા લાગી. શેઠની મનઃસ્થિતિ ખુબ ગંભીર હતી. ફોન આવ્યો ત્યારે તે હેબતાઇ જરૂર ગયા હતા પણ તેમણે તેના મનને બહુ સારી રીતે સંભાળી લીધુ હતુ. આખા રસ્તે મે કોઇના કોઇ બહાને શેઠને વાતોમાં મશગુલ રાખવાની કોશિષ કરી પણ શેઠ ધીરગંભીર મુદ્રામાં એકચિતે આંખ બંધ કરીને જ બેસી રહ્યા હતા, મારી વાતનો જરૂર પુરતો જ જવાબ આપી તે ફરી આંખ બંધ કરી બેસી જતા હતા. મુંબઇ પહોંચતા જ અમે પેલા ઇન્સપેક્ટરને ફોન કરી તેણે બતાવેલા મુંબઇના સીટી હોસ્પિટલે પહોંચી ગયા ત્યાં ઇન્સપેક્ટર હાજર જ હતા. જરૂરી પુછતાછ કરી અમને બન્નેને મુર્દાઘર તરફ લઇ ગયા. મારા પગ થોડા ધૃજવા લાગ્યા હતા. હું એ જ વિચારમાં હતો કે મારી જો આ હાલત છે તો શેઠજી પર શું વીતતી હશે, જેનો એકના એક દિકરાની લાશની પહેચાન માટે તેના પગ ઉપડી રહ્યા હતા. નિરવ શાંતિ વચ્ચે અમે બન્ને મુર્દાઘરમાં ઉભા હતા,મારુ તો મન જ થતુ ન હતુ કે ત્યાંથી એક કદમ પણ હું આગળ વધુ પણ શેઠજીને હિમ્મત આપવી પણ જરૂરી હતી. શેઠજીએ તેના પગ ઉપાડ્યા અને હું પણ પાછળ ચાલ્યો. તેમણે હળવેથી પેલી લાશ પરથી કફન ઉઠાવ્યુ કે તે થથરી ઉઠ્યા અને હું તો આંખ જ બંધ કરી ગયો. જોઇ ન શકાય તે રીતે નાના શેઠનું બોડી બની ગયુ હતુ. તરત જ શેઠજીએ કફન ઢાંકી દીધુ. મને ચિંતા થતી હતી કે જો શેઠજી તેના પુત્રના મૃત્યુ પર કોઇ રીએક્શન નહી કરે તો સાયદ તેને કાંઇ તકલિફ ઉભી થઇ ન જાય.
“શેઠજી પ્લીઝ તમે ધિરજ રાખજો. જે બનવાનુ હતુ તે બની ગયુ, ત્યાં આપણું કાંઇ ન ચાલે પણ તમે તમારી મનઃસ્થિતિને કાબુમાં રાખજો. એક કામ કરો, તમે બહાર ચાલો, ત્યાં બેસો, હું ડેડ બોડીને મેળવવાની કાર્યવાહી કરી લઉ છું.” “બેટા, તુ બહાર જા. છેલ્લી વખત મને મારા દિકરા સાથે સમય પસાર કરવા દે. આજ સુધી હું તેને ટોકતો આવ્યો હતો કે ડ્ર્રાઇવીંગ વખતે ધ્યાન રાખે પણ ક્યારેય તેણે મારી વાતને ગંભીરતાથી લીધી જ નહી અને આજે તેનુ પરિણામ આપણી સામે છે.” આંખ ભરાવા લાગી શેઠજીની અને તેનો અવાજની સાથે સાથે શ્વાસ પણ રૂંધાવા લાગ્યો. “મે શેઠજીના હાથ પકડી બહાર લઇ જવા લાગ્યો પણ તે માનવા રાજી જ હતા નહી. બસ તેને પોતાના વ્હાલા દિકરા સાથે રહેવુ હતુ.” “મે કેટલી વાર તેને સમજાવ્યો, ક્યારેક ખીજાયો પણ છું, પણ તે અમીર બાપનો નબીરો માન્યો જ નહી. બસ પોતાના આવારા મિત્રો સાથે આ રીતે હરવા ફરવા અને મોજ મસ્તીમાંથી ઉંચો જ ન આવ્યો. આજે મને એહસાસ થાય છે કે આની મા હોત તો તેનામાં સંસ્કારનો એકાદ છાંટો તો નાખત. મે તેને પૈસો તો ક્માઇ દીધો પણ તેને સસ્કારની દોલત આપી ન શક્યો. સંસ્કાર બાબતે તે ગરીબ જ રહ્યો અને આજે આ દિવસ મારે જોવો પડ્યો.” મુર્દાઘરમાં શેઠજીના રૂદનના પડઘા પડવા લાગ્યા. “જેમતેમ કરીને હું મનાવતો તેને મુર્દાઘરની બહાર તેડી આવ્યો અને ખુરશી પર બેસાડી પાણી પીવડાવ્યુ અને તેને શાંત પાડ્યા અને હું ઇન્સપેક્ટર સાથે ડેડબોડી સંભાળવાની કાર્યવાહી માટે ગયો. બધી લીગલ કાર્યવાહી પુર્ણ થયા બાદ અમે નીકળ્યા. શેઠજીએ મને કાર લઇ રવાના કરી દીધો અને પોતે પોતાના વ્હાલસોયા પુત્ર કે જેણે તો ક્યારેય તેની સાથે સમય ન કર્યો પણ આજે તેના પુત્ર સાથે એકાંતની પળો વ્યતિત કરવા માટે એમ્બ્યુલન્સમાં આવવા રવાના થયા. જામનગર આવતા સુધીમાં લગભગ બારેક કલાક નીકળી ગયા. જામનગર પહોંચી નજીકના સગાઓની હાજરીમાં શેઠજીના પુત્ર અરમાનને વિદાય આપી. લગભગ અરમાનની બધી મૃત્યુ પાછળની વિધી સુધી હોટેલ સંપુર્ણ બંધ જ રાખવામાં આવી. હું અને બીજા બે-ચાર કામદારો શેઠજીના ઘરે તેને માનસિક ટેકો આપવા માટે તેમના ઘરે જ હાજર રહેતા, સાથે સાથે ઘરનું કામ અને બીજુ બહારનું કામ કરવામાં શેઠજીને મદદ કરતા.
પોતાના જીગરજાન દિકરાને ખોઇ દીધા બાદ શેઠજી હવે વધુ સમય પરોપકારના કાર્યમાં જ વિતાવવા લાગ્યા. આખા દિવસમાં એકાદ કલાક જ તે હોટેલ પર આવતા બાકી તે ભજન સંધ્યા, વૃધ્ધાશ્રમમાં સેવાના કામ અને ગરીબોની સહાય માટે વ્યસ્ત રહેતા. ઘણી વખત મે તેમને ટકોર કરી હતી કે થોડુ ધ્યાન ધંધામાં આપે પણ તેમનો બસ એક જ જવાબ રહેતો , “તુ મારો દિકરો જ છે, મને તારા પર સંપુર્ણ વિશ્વાસ છે.” આમ કહી તે ફરી તેના કાર્યમાં વ્યસ્ત બની જતા. “હવે શેઠજીની ગેરહાજરીમાં હવે મારી જવાબદારી વધી ગઇ હતી. કોફીહાઉસનો બધો કારભાર હવે મારા પર આવી ગયો હતો. શેઠજી તો માત્ર સાંજે આવી નાણાકીય ચેકમાં સહી કરવાનુ કામ કરતા. મને એમ હતુ કે થોડા સમયમાં હ્રદયના ઘાવ ભરાઇ જશે અને શેઠજી તેના રોજીંદા જીવનમાં વ્યસ્ત બની જશે પણ એકાદ વર્ષ થવા આવ્યુ પણ શેઠજીનુ રૂટિન બદલ્યુ નહી. તેમણે આ દુનિયાની મોહ માયા અને મમતા એકદમ છોડી જ દીધી હતી. એક રાત્રે શેઠજીએ મને તેમના ઘરે બોલાવ્યો. રાત્રે હોટેલ વહેલી બંધ કરી હું ત્યાં ગયો ત્યારે શેઠજી તેમના રૂમમાં અમુક લોકો સાથે વ્યસ્ત હતા આથી હું હૉલમાં તેમની રાહ જોતો બેસી રહ્યો હ્તો. થોડીવારે શેઠજીને જાણ થતા તેમણે મને રૂમમાં બોલાવતા કહ્યુ , “આવ દિકરા, તારી જ રાહ જોતો હતો હું.” દિકરા આ મારા ફેમિલી એડવાઇઝર લોયર મિસ્ટર શર્મા છે. તેમની સાથે હું મારી અગણિત સંપતિ બાબતે સલાહ સુચન અને ચર્ચા કરી રહ્યો હતો.” “સારૂ શેઠજી, પણ આ બધી તમારી અંગત મેટરમાં મારા જેવા નોકરનું શું કામ? મને તમે જે કામથી બોલાવ્યો છે એ કહી દો તો હું નીકળું પછી તમે આરામથી ચર્ચા કરજો.” “જો દિકરા પહેલા તો મારી આ વાત મનમાં ગાંઠ વાળીને રાખી લેજે કે મારે મન તુ ક્યારેય નોકર નથી. તું નહી અન્ય કોઇ કામ કરનારાને મે નોકર ગણ્યા નથી. હંમેશા મે તેમને મારા પરિવારના સભ્ય જ ગણ્યા છે. હા, મારા દિકરામાં આ એક મોટૉ અવગુણ હતો કે તે પોતાનાથી નાના લોકોને તુચ્છ ગણતો અને તેમને માન સન્માન આપતો નહી પણ મે ક્યારેય કોઇને નાના ગણ્યા નથી.” “શેઠજી આ તમારા દિલની વિશાળતા છે કે તમે અમારા જેવા લોકોને આટલુ માન આપો છો, આટલો ખ્યાલ રાખો છો, મને યાદ છે કે દરેક તહેવાર અને પ્રસંગે તમે અમને એવુ મહેસુસ થવા દીધુ નથી કે અમે ગરીબ છીએ. તમે અમને એટલી ભેટ સોગાદો અને ઉપહાર આપ્યા છે કે જેની મદદથી અમે પણ અમારા પરિવાર સાથે બહુ સારી રીતે પ્રસંગોને માણી શક્યા છીએ. ભલે ઘણી વખત નાના શેઠે અમને ન કહેવાના શબ્દો કહ્યા છે, અમુક નાના છોકરાઓને તો મારતા પણ મે તેમને જોયા છે, પણ તેનો બદલો તમે તમારા વ્હાલથી અને પ્રેમથી વાળી દેતા. એટલે તો આજ સુધી કોઇ તમારી હોટેલને છોડીને ગયુ નથી. તમે હવે હોટેલ પર આવતા નથી છતા પણ બધા સંપુર્ણ ઇમાનદારીપુર્વક તેમની ફરજ બજાવે છે. મારુ કહ્યુ પણ બધા માને છે, નહી તો આજના જમાનામાં છેતરપીંડીના ઘણા કેસ બનતા આપણે સાંભળીએ જ છીએ ને???” “હા બેટા, તમે બધા વિશ્વાસપાત્ર લોકો છો એટલે જ તો હું મારા આ સત્કાર્યમાં રચ્યો પચ્યો રહી શકુ છું નહી તો હું પણ આ બધા સેવાના કાર્યને છોડીને સંસારમાં પડ્યો રહેત.” “અરે.......અરે..... શેઠજી તમે હૈયે ધરપત રાખજો, તમે આરામથી તમને મન લાગે તે કાર્યમાં તમારો સમય પસાર કરજો. બાકી ધંધાની જરા પણ ચિંતા ન કરજો. હું બેઠો છું ને???” “હા બેટા હા. એટલે જ મે તને અહી બોલાવ્યો છે. મારી વાત શાંતિથી સાંભળજે. પુરી વાત સાંભળ્યા બાદ જ તારો નિર્ણય જણાવજે, વચ્ચે ન બોલતો.” “હા શેઠજી હા.” “એક તો મને આ શેઠજી કહેવાનુ બંધ કરી દે. આજે આપણા બન્નેના સંજોગ એકસરખા છે. તારા પરિવારમાં તુ અને મારા પરિવારમાં હું એકલા જ વધ્યા છીએ. બધા સબંધો આપણી સાથે હવે માત્ર નામ પુરતા જ રહ્યા છે. તારા પિતા સમાન છું હું તો મને આજથી કાકા કહેવાની ટેવ પાડી દે પહેલા તો.” “ઠીક છે શેઠજી...” “વળી શેઠજી કહ્યુ????” “હવે નહી કહુ. માફ કરજો.” “હવે બીજી વાત જે થોડી ગંભીર છે. મે મારી વસિયત બનાવી લીધી છે. મારી ઘણી ખરી પ્રોપર્ટી મે મારી બહેનના નામે કરી દીધી છે અને આ મકાન અને મારુ બેન્ક બેલેન્સ એ બધુ મારા પુત્રના નામે ટ્રસ્ટ બનાવ્યુ છે તેને નામ કરી દીધુ છે જેમાથી સેવાકિય પ્રવૃતિઓ થતી રહે, હવે બાકી વધી છે પેલી હોટેલ, આમ જોઇએ તો તે એક સોનાની લગડી છે. ટાઉનહોલ જેવા ધમધમતા વિસ્તારમાં વચ્ચોવચ આવેલી એ હોટેલ ઘણાની નજરમાં છે પણ મારી વસિયતમાં મે તે હોટેલ તારા નામે લખી દીધી છે અને આ બાબતે તારે તારો નિર્ણય મને હકારાત્મક જ આપવાનો છે, નહી તો મજા નહી આવે મને.” “શેઠજી આટલો મોટો નિર્ણય???? હું કોણ છું? કેવો છું? તમારી સાથે મારો ક્યાં કોઇ સબંધ છે? છતા પણ તમે તે હોટેલ????” હું મારુ વાક્ય પુરુ ન કરી શક્યો. “તુ એક પ્રામાણીક માણસ છે, શુધ્ધ મનથી કોઇ પણ જાતના કુળકપટ વિના આજ સુધી તે હોટેલ સંભાળી છે અને રહી વાત સબંધની તો આપણા બન્ને વચ્ચે બીજો કાંઇ સબંધ હોય કે ન હોય લાગણીનો સબંધ તો છે જ, અને આ લાગણીનો સબંધ સૌથી ઉમદા છે અને એ નાતે હું એ હોટેલ તારા નામે કરવા જઇ રહ્યો છું, જેની તારે મને ના કહેવાની નથી. બે ચાર દિવસમાં બધી લીગલ ફોર્મેલીટી પુરી થઇ ગયા બાદ તુ એ હોટેલનો માલિક બની જઇશ. આ બધી કાર્યવાહી બાદ હું હંમેશાને માટે હરીદ્વાર જતો રહેવાનો છું. ત્યાં રહી ભકિતભાવ અને દુખીયાઓની સેવા કરી હું હવે મારુ જીવન વિતાવવા માંગુ છું. આ મારો નિર્ણય છે અને તે અફર રહેવાનો છે. સમજ્યો.”
શું છે આ બધુ? ભગવાનની શું ઇચ્છા છે? કાંઇ સમજાતુ નથી મને ભગવાન. હોટેલનો સ્વિકાર કરવો કે નહી તે બાબતે હું ગહન ચિંતામાં સરી પડ્યો.”
To be continued………………….