Tasvir - Ruhani Takat -2 in Gujarati Moral Stories by Yagnesh Choksi books and stories PDF | તસ્વીર - રૂહાની તાકાત - 2

Featured Books
Categories
Share

તસ્વીર - રૂહાની તાકાત - 2

રઘુકાકા ઘર માં પ્રવેશ્યા મારી નજર એમના પર ગઈ એ એક ઉમર લાયક વ્યક્તિ હતા.પરંતુ એમના માં એક જુવાન જેવી તરવરતા હતી.મને જોઈને એમને નમસ્કાર કર્યા. અજયે મારી ઓળખાણ કરાવી.મેં રઘુકાકા ને પૂછ્યું કે તમે છેલ્લે ઇશિતા ને ક્યારે જોયેલી.રઘુકાકા એ કીધુકે બે દિવસ પહેલા સાહેબ હોસ્પિટલ ગયા અને હું ઇશિતા મેડમ ને કહીને બજાર માં ગયેલો પરત આવેલો ત્યારે ઘર ખુલ્લું હતું. પરંતુ,ઇશિતા મેડમ અંદર નહતા.મને એમકે નદી બાજુ આંટો મારવા ગયા હશે જ્યાં એ હંમેશ જતા હતા.

એટલે હું મારા રોજ ના કામ માં પોરવાઈ ગયો. ઘણો સમય વીતી ગયો મેડમ હજુ ઘરે નહતા આવ્યા એટલે મેં એમની તાપસ કરી પણ એ નદી કિનારે નહતા.એટલે મને એમ કે કદાચ ગામ માં ગયા હશે એટલે મેં વધારે તાપસ ના કરી.પણ સાંજે સાહેબ આવ્યા ત્યાં સુધી મેડમ નહતા આવ્યા એટલે મેં મેડમ ના ઘરે ના હોવા ની વાત કરી અને તાપસ કરી તો મેડમ ક્યાંય મળ્યા નહિ મેં અને સાહેબે ખુબ તાપસ કરી પણ મેડમ ક્યાંય દેખાય નહિ.

મેં રઘુકાકા ને પૂછ્યું કે ઘરે કોણ કોણ આવતું હતું?

કોઈ નહિ સાહેબ અજિતસિંહ એ ગામ માં કહેવડાવી દીધું હતું કે ડોક્ટરો ના ઘરે કોઈ એ જાઉં નહિ.

મેડમ કોઈના ત્યાં જતા જયારે અજય ઘરે ના હોય?

ના સાહેબ ઘરેજ રહેતા અને નદી કિનારે લટાર મારવા જતા બસ- “રઘુકાકા”

હું વધારે સવાલ કરું ત્યાં અજય જે કિચન માં હતો એ બહાર આવ્યો અને મને કેહવા લાગ્યો ભાઈ તારી જાસૂસી પતી કે નહિ. આમતો અજય રસોડા માં હતો એટલે અમારી વાત એને સાંભળી નહતી પણ એને મારો સ્વભાવ ખબર હતો.

મેં અજય ને કીધું આપડે આજુ બાજુ તાપસ કરી લઈને અને ઘર માં પણ બધે તાપસ કરીયે.અજય અને હું ઘર ની તાપસ કરવા લાગ્યા.એવા માં અમે એના બેડરૂમ માં હતા.એની બેડરૂમ ની બારી માંથી જંગલ દેખાતું હતું.અજય એ મને કીધું કે આ બારીમાંજ ઇશિતા બેસી રહેતી અને બહાર જંગલ માં જોતી અને ઘણી વાર રાત્રે પણ બેસતી એની સ્ટોરી લખવા.

અમે રૂમ માં તાપસ કરી કઈ ખાસ તો માંડ્યું નહિ.પરંતુ મેં રૂમ માં પડેલા એક ટેબલ પર મારી નજર ગઈ ત્યાં ટેબલ માં બે ખાના હતા. મેં એ ખાના તપસ્યા તો એમાં એક ડાયરી પડી હતી.મેં અજય ને પૂછ્યું આ કોની ડાયરી છે તો અજય એ કીધું કે ઇશિતા ની એને ડાયરી લખવાનો શોખ છે. એ દરરોજ લખતી મેં એને કીધુ કે હું વાંચી શકું તો અજયે મને કીધું કે યાર હું પણ એની પર્સનલ ડાયરી નથી વાંચતો તું પણ ના વાંચીશ મેં એને કીધું.અજય ઇશિતા એ કદાચ એમાં કઈ લખ્યું હોય આપડે કઈ મળી જાય.સારું હું વાંચી અને તને કઈસ એવું કઈ હશે તો.

બધા રૂમ તપસ્યા પણ કઈ માહિતી કે ઇશિતા ની કોઈ બાતમી ના મળી.એટલે અમે લોકો નદી તરફ જવા માટે નીકળી ગયા.અમે નદી ના કિનારા પર તાપસ સરુ કરી પણ કંઈ મળ્યું નહિ.મને અજયે એક પથ્થર બતાવ્યો જેના પર ઇશિતા રોજ બેસતી અને એ પણ સાંજે ક્યારેક ઇશિતા સાથે અહીં આવતો.પથ્થર ખુબ મોટો હતો.અને આજુ બાજુ ઘણા પથ્થર હતા એવા મા મારી નજર ત્યાં પડેલી એક માળા પર ગઈ.મેં એને હાથ માં લીધી એ એક અજીબ માળા હતી કોઈ અઘોરી બાવા જોડે હોય એવી.મેં અજય ને એ માળા વિશે પૂછ્યું તો એને કીધું ના આ માળા વિશે એને કઈ માહિતી નથી.કદાચ નદી માંથી કોઈ એ ફેંકી હશે અને અહીં કિનારે આવી ગઈ હશે.

મેં એ માળા ને મારા પેન્ટ ના ખીસા માં મૂકી અને મેં અજય ને કીધું આપડે જંગલ માં તાપસ કરવી જોઈએ.અને જો તું મને તો આપડે પોલીસ માં જઈને ઇશિતા ના ગૂમ થવાની ફરિયાદ કરી દેવી જોઈએ.કદાચ પોલિશ આપડા ને કઈ મદદ કરે.અજય ને પણ મારી વાત યોગ્ય લાગી અજયે કીધું આપડે રઘુકાકા ને લઈને પહેલા અજીતસિંહ ના ઘરે જઇયે. એ ગામ ના સરપંચ છે અને એમની વાત ગામ આખું સર માથા પર લે છે.

અમે કાર લઈને અજીતસિંહ ના ઘર તરફ નીકળી ગયા.રઘુકાકા પાછળ ની સીટ પર બેઠા હતા એટલે મેં રઘુકાકા ને જંગલ વિશે પૂછ્યું કે એ જંગલ માં કોઈ ગામ વાળું જાય છે.તો રઘુકાકા એ ના પાડી.ત્યાં ખતરનાક અને ખુંખાર જાનવર રહે છે એટલે ગામ વાળા ત્યાં જવાનું ટાળે છે.મેં મારા પેન્ટ ના ખિસ્સા માં રહેલી માળા બહાર કદી અને રઘુકાકા ને બતાવી અને પૂછ્યું આ કોની છે?

રઘુકાકા એક દમ ડરી ગયા અને એમના ચહેરા પર થી પરસેવા ની બૂંદો નીકળી આવી અને મારી તરફ જોઈને કીધું ના મને આ માળા વિશે કઈ માહિતી નથી. એના ના પાડવાની રીત પર પર થી મને એવું લાગ્યું કે આ રઘુકાકા કંઈક છુપાવી રહ્યા છે.

અજીતસિંહ નું મકાન ગામની વચ્ચે આવેલું હતું.એને મકાન કહેવું કદાચ યોગ્ય નથી કારણકે એતો દેખાવ માં એક હવેલી જેવું છે.હવેલી ની બહાર ચારે તરફ કોટ છે અને એક વિશાળ લાકડાનો દરવાજો છે.સાગ ના લાકડા માંથી બનાવટ નો એ દરવાજો હતો અને એના પર એક દમ બારીકાઇ થી નકસી કામ કરેલું હતું.એક દમ મજબૂત એવો એ દરવાજો અમારા આવાથી ખોલવામાં આવ્યો.ત્યાં ઉભેલા એક માણસે અજય ને જોઈને સલામ કરી એટલે હું સમજી ગયો કે અજય ને આ માણસ ઓળખે છે.

કાર દરવાજા માંથી પ્રવેશી અને અંદર થોડી ચાલી હશે ત્યાં સામે અજીતસિંહ ની હવેલી હતી.જોતા જ લાગે કે કોઈ રાજા ની હવેલી હોય. એકદમ સુંદર મહેલ બારીક શિલ્પી કામ કરેલી અતિભવ્ય હવેલી માં અમે પ્રવેશ્યા.અમને બહાર હોલ માં બેસાડવામાં આવ્યા.હોલ એકદમ સુંદર હતો અને ઉપર એક વિશાળ ઝુમ્મર લટકતું હતું.નીચે લાલ જાજમ પાથરેલી હતી.અને ઘર માં પાંચેક નોકર તો હશેજ.મને તો બે ઘડી એવું લાગેલું કે કોઈ રાજા ના દરબાર માં આવી ગયો.અને મન માં ઇશિતા ના ગુમ થવાનું, પેન્ટ ના ખિસ્સા માં રહેલી માળા અને રઘુકાકા વિશે ના વિચારો નું વંટોળ મગજ માં ઉઠેલું હતું.

એવા માં અજિતસિંહ આવ્યા અને અમને આવકારો આપ્યો.મને તો એમ હતું કે કોઈ રાજા જેવો પહેરવેશ હશે પણ અજીતસિંહ તો જીન્સ અને શર્ટ માં હતા.અજીતસિંહ એ અમને ચા નાસ્તા માટે પૂછ્યું અને અજય ની સામે જોઈને કીધું ડૉક્ટર સાહેબ કોઈ તકલીફ નથી ને? હું અજીતસિંહ ને જોઈ રહ્યો હતો.એક દમ સુંદર ચહેરો,મોટા ગાલ, અને મોટી મૂછો.દેખાવ માં ત્રીસેક વરસ ના લાગે પણ હકીકત માં પચાસ વરસ આજુ બાજુ ના હતા એ મારે અને અજય ને પહેલા વાત થયેલી હતી. અમને એમ કે અજીતસિંહ નામ અને ગામ નો સરપંચ એટલે ઉમર લાયક હશે એટલે ગામ માં આવી ને એને બેવકૂફ બનાવી ને નીકળી જવાનું પણ અજીતસિંહ તો માસ્ટર ડિગ્રી ધરાવતા હતા એની અજય ને પાછળ થી જાણ થઇ.