Delete in Gujarati Short Stories by Raj kachhadiya books and stories PDF | ડિલેટ

Featured Books
Categories
Share

ડિલેટ

વાર્તા રે વાર્તા માં….

આજે સત્યઘટના પર આધારિત અને મેં છ વર્ષ પહેલા શબ્દે મઢેલ એક કહાની "ડિલેટ" જેવી છ વર્ષ પહેલા લખી હતી એમ ને એમ અને સાવ સરળ ભાષા માં રજૂ કરી રહ્યો છુ આપ ની સમક્ષ.....

આ સત્યઘટના પર આધારિત કહાની મેં મારા એક મિત્ર વિરાજ પટેલ (અહીં નામ બદલ્યું છે) પરથી પ્રેરાઈ ને લખી છે.મારા સ્કુલ ના દિવસો માં એ મારી સાથે ભણતો.આમતો વિરાજ ખુબ જ સીધો સાદો,સરળ અને સામાન્ય પરિવાર માંથી આવતો છોકરો હતો.પણ ભણવા માં ખુબ તેજસ્વી હતો.વિરાજનું મૂળ ગામ કાઠીયાવાડ માં અમરેલી નજીક આવેલું છે.તેના પપ્પા ઘણા વર્ષો પહેલા હીરાના ધંધામાં મજૂરીકામ કરવા માટે સુરત આવીને સ્થાયી થયેલ.બે પાંચ પૈસા જોડીને બે રુમ એક રસોડાનું ગાળાટાઈપનું ઘરનું એક મકાન ખરીદ્યું એ જ એમની જીવનભરની કમાણી,સંપત્તિ મિલ્કત જે કહો તે..! ધોરણ 10 સુધી અમે ક્લાસમેટ્સ હતા.દસમુ પત્યા પછી તેણે સ્કુલ ચેંજ કરી લીધેલ અને અમે ત્યારથી અલગ પડી ગયેલ.ઘણા સમય પછી એ અચાનક મને મળ્યો અને અમે ઘણી વાતો કરી.છુટ્ટા પડ્યા પછી ની કહાની મેં વિરાજ ના જ મોઢે સાંભળી અને જાણવા મળી મને અનેક ઘણી નવી વાતો જે વિરાજે મને કરેલી મેં તેના મોઢે સાંભળેલી પછી તેમાંથી જન્મ લીધો આ કહાનીએ જે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું. જેનું નામ છે "ડિલેટ",ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને લીધે કોલેજના પહેલા વર્ષનું પગથિયું માંડ ચડી શકેલ વિરાજ પછી અભ્યાસ અધુરો છોડીને સુરતની એક હીરાપેઢી માં હિસાબ કિતાબ સંભાળવાની એક મામુલી પગાર ની નોકરીમાં ગોઠવાઈ ગયેલ.

થોડું વધુ વિરાજ વિષે........

એકવાર વિરાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વિરાજ ઘરેથી ઓફીસ જવા માટે ચાલી ને નીકળ્યો.ઘરની નબળી પરિસ્થિતિ પ્રમાણે તેને બાઇક પરવડે એમ નહોતું અને વળી ઘરથી ઓફીસ જવાનું અંતર વધુ ન હોવાથી તે બસ કે ઓટો માં ઓફીસ જવાને બદલે ચાલી ને જ ઓફીસ જતો અને એટલા પૈસા બચાવી લેતો.તે ચાલતો ચાલતો એલ ઍચ રોડ પહોંચ્યો.એલ ઍચ રોડથી વરાછા મેઈનરોડ સુધી શોર્ટકટ મારવા માટે તે મિનીબઝાર (હીરાબઝાર) ની ગલીઓમાંથી પસાર થઈને વરાછા મેઈનરોડ નીકળી જતો.આજે પણ તે મીનીબઝાર ની ગલીઓમાંથી પસાર થઇ રહ્યો હતો.અચાનક તેની નઝર રસ્તામાં પડેલ સફેદ રંગના એક પડીકા પર પડી.એકદમ રોળાઈ ગયેલું,થોડું ચૂંથાઇ ગયેલું અને ઉપર પાન માવાની એક બે પીચકારીઓ પણ લાગી ગયેલ હતી પણ થોડુંક ફુલેલું હતું.માટે તેને થોડીક શંકા પડી અને ફક્ત ચેક કરવા ખાતર તેણે એ પડીકું ઉપાડ્યું થોડું વજનદાર લાગ્યું.ઉપર 613/110 જેવું કંઈક લખ્યુ હતું.ખોલી ને જોયું તો તેની આંખો ફાટી રહી ગઈ...!! પડીકાની અંદર એકદમ શુદ્ધ સફેદ ચાંદીના ટુકડાઓ જેવા ચકચકીત પોલિશ્ડ ડાયમંડ્સ ભરેલા હતા અને એ પણ પુરા 110 કેરેટ.હીરાપેઢીમાં કામ કરતો હોવાથી પેકેટ પરનું લખાણ એ સમજી ગયો કે,613 નંગ અને 110 કેરેટ માલ છે આ...!! અને હીરા જોઈને તેને સમજાણું કે,લાખો રૂપિયાની કિંમત નો આ માલ છે.થોડી વાર તો હ્દય એકદમ જોરથી ધડકવા લાગ્યું,શ્વાસની ગતિ તેજ થઇ ગઈ,પેટમાં બટરફ્લાયઝ બનવા લાગ્યા.તેને થયું ખુશીથી જોર જોરથી નાચવા લાગુ....!! પણ બીજી જ ક્ષણે એ વિચાર પણ આવી ગયો કે,જે વ્યક્તિનું બિચારાનું આ પેકેટ હશે તેના પર શું વીતી રહી હશે..?!

તે મુંજવણ માં પડ્યો.....હવે શું કરવું.....? આ પેકેટ તેના મલિક સુધી કેમ પહોંચાડવું....? શું પોલીસ સ્ટેશને જઈ ને હું આ પેકેટ જમા કરાવી આવું....? ના...ના...એ રીતે પેકેટ તેના માલિક સુધી કોઈ દિવસ નહીં પહોંચે વચ્ચે તેનો બીજો જ કંઈક વહીવટ થઈ જશે...શું કરવું....? શું કરવું...? તે ખુબ મુંજવણ માં પડી ગયો. તેણે ઘણા વિચારો કર્યા પછી વિચાર્યું કે, છાપા માં કે કોઈ લોકલ ન્યૂઝચેનલ પર જાહેરાત આપી શકાય..! ના..ના..એમાં એવું બનશે કે,કોઈ પણ જાતના પાકા બિલ વગર માત્ર કાચા લખાણ ભૂંસાણ પર ટેક્સ ચોરી કરીને ચાલતા આ બે નંબરી ધંધા માં મૂળમાલિક હશે તે સામે નહીં આવે અને બીજા દસ ખોટા ઘણી ઉભા થશે.આખરે પાક્કા પુરાવા કોઈ ના આપી શક્યું તો....? વાત જાહેર થઇ જશે અને આખો મામલો આખરે પોલીસસ્ટેશન માં જશે અને જે ડર છે એ જ થશે.અંતે એવું નક્કી કર્યું કે,કદાચ જો કોઈ પોતે જ (જેનું પેકેટ હોય તે) સામેથી જાહેરાત આપે તો પુરાવા જોઈ તપાસીને તેની અમાનત તેને સોંપી દેવી.

લગભગ એક મહિના સુધી ઘરે કે,બીજા કોઈ ને પણ આ બાબત વિષે તેણે કઈ જાણ ના કરી.એક મહિના સુધી રોજ ઉઠીને તેણે બે ત્રણ જાતના છાપા ફેંદયા. રોજજે એ લોકલ ન્યૂઝચેનલ પર સમાચાર પણ જોઈ લેતો.પણ તે પ્રકારની કોઈ જાહેરાત તેણે આ એક મહિના દરમિયાન જોઈ નહીં.અંતે તેણે એવું માન્યું કે, કઈ નહીં...! જે બન્યું તે મારા નસીબમાં જ લખેલું હશે.લક્ષ્મીજી સામે ચાલીને મારા પર રાજી થયા છે તો તેનો પ્રસાદ સમજીને સ્વીકારી લઉં બીજું શું...!!

થોડા સમય બાદ વિરાજે ઘરના બધા સભ્યોને બનેલી બીના વિષે જાણ કરી.અને પછી પોતાના પપ્પા ના ઓળખીતા એક હીરાદલાલ પાસે પેલા હીરાના પેકેટ નું વેચાણ કરાવી નાખ્યું.પુરા પચીસ લાખ રૂપિયા ઉપજ્યા.વગર મહેનતે આવેલ પૈસા વેડફાઈ જતા વાર નહીં લાગે એવી વિચારધારા ધરાવતા વિરાજે તાપી નદી ના સામાં કિનારે આવેલ મોટા વરાછા ગામની સીમ માં પોતાના પપ્પા ના નામે બે એકર જમીન નો એક ટુકડો ખરીદયો. વિરાજના પપ્પા ને નિવૃત થઈને પોતાના વતન માં જઈને ખેતી કરવાનું ભૂત મગજમાં સવાર હતું.તેથી તેણે એવું વિચાર્યું કે, પપ્પા અહીંજ ખેતી કરી શકશે.આવેલા પૈસા પણ વેડફાઈ જવાને બદલે સચવાઈ જશે.અને ખેતીથી ઉતપન્ન થતી વસ્તુઓ જેવી કે, શાકભાજી,અનાજ,કઠોળ વગેરે શહેરની આ કારમી મોંઘવારી સામે ઘરમાં ઉપયોગી થશે અને બીજી ખેતપેદાશો ના વેચાણથી બે પૈસા પણ મળશે.અને પછી જો એવો કાંઈ સારો ધંધો હાથ લાગશે તો આ જમીન વેચીને એ પૈસા ધંધામાં ઇન્વેસ્ટ કરી દઈશ.આ વાતને ભૂલીને એ પાછો પોતાના નોકરીના કામ માં જોતરાઈ ગયો.

આ વાત ને હજુ થોડો જ સમય વીત્યો હશે.....પણ નસીબ જેનું નામ...!! મોટા વરાછા અને સીમાડા ને જોડતો બ્રિજ ગવરમેન્ટ તરફથી મંજુર થઇ ગયો અને થોડા વર્ષોમાં બની ને ખુલ્લો પણ મુકાઈ ગયો.જે જગ્યા પર ફરીને જવામાં ઘણું અંતર અને સમય લાગતો તે બ્રિજની કનેક્ટિવિટી ને લીધે નજીક થઈ ગયું.તેથી થોડા વર્ષો પહેલા વિરાજે સસ્તામાં ખરીદેલ એ જમીન નો ભાવ બ્રિજની કનેક્ટિવિટી ને લીધે અધધ વધી ગયો.વિરાજે થોડા સમય પછી તે જમીનનો સોદો સારા ભાવથી પાડી દીધો.શહેરથી થોડે દૂર સસ્તા ભાવથી બીજી જમીન ખરીદી થોડા સમય પછી તેમાં પણ ભાવમાં ઉછાળો આવવાથી તે પણ વેચી દીધી.ધીમે ધીમે તેને આ ધંધા માં ફાવટ આવી ગઈ.થોડી કોઠાસૂઝ,થોડી મગજહુશિયારી,થોડું પ્યોર લક,થોડો આત્મવિશ્વાસ અને થોડી મહેનતથી તે ઉત્તરોત્તર પ્રગતિ કરતો ચાલ્યો ગયો. ત્યારપછી તેણે કોઈ દિવસ પાછું વળીને જોયુ નથી.ધીમે ધીમે તેણે પોતાની એક કન્સટ્રંકશન કંપની શરૂ કરી.અત્યારે વાર્ષિક બસ્સો ત્રણસો કરોડ નું ટર્નઓવર ધરાવતી કન્સ્ટ્રક્શન કંપની નો તે મલિક છે.(આ ફક્ત ઓફિશિયલ આકડો છે ખાનગી માં કેવડું કામ હોય તે ફક્ત તેને જ ખબર) સુરત માં નાની ઉંમર ધરાવતા કરોડપતિઓ માં એક નામ અત્યારે વિરાજ પટેલ નું પણ છે.તો આવો વાંચીએ મેં શબ્દે મઢેલ અને વિરાજ સાથે બનેલ સત્યઘટના પર આધારિત કહાની "ડિલેટ"

"ડિલેટ"

રવિવારનો દિવસ હતો.સવારના લગભગ સાતેક વાગ્યાનો સમય હશે.થોડું વરસાદી ભેજવાળું પણ જેવું ચોમાસાની સવારમાં હોય છે,તેવું જ આહલાદક વાતાવરણ હતું.વૃક્ષો ધીમા પવનથી થોડા હીંચોળા લઈ રહ્યા હતા.પૂર્વમાંથી સૂર્યનારાયણ કોર કાઢીને ધરતીને કિરણોથી ઉજાળી રહ્યા હતા.સુરત ના પોશ ગણાતા એક વિસ્તાર ની સરસ્વતી સોસાયટી ના બંગલો નંબર 27 ના કાર પાર્કિંગ માં એક બ્લુ કલરની ઇમ્પોર્ટેડ bmw કાર એન્ટર થઇ.વિરાજ કાર માંથી ઉતર્યો.અને સીધો જ ઉપલા માળ નો દાદર ચડવા લાગ્યો.

ઉપર હોલ માં દાખલ થઇ ને એ સીધો સોફામાં જ આડો પડ્યો.વિરાજે બૂમ પાડી મમ્મી......મને થોડી ચા બનાવી આપો ને પ્લીઝ....માથું પકડીને એ બોલી રહ્યો હતો. કાલે રાત્રે કરેલ ડ્રિન્ક ના હેંગઓવર ને લીધે માથું દર્દથી ફાટી જશે એવું તેને લાગી રહ્યું હતું..! ઘરમાં નોકર ચાકર ની કોઈ કમી નહોતી પણ ચા તો વિરાજ ને પહેલેથી મમ્મી ના હાથ ની જ ફાવતી. થોડીવાર થઇ ત્યાં પ્રેમીલા બહેન ચા લઇ ને આવ્યા.સોફા પર આડા પડેલ વિરાજે બેઠા થઇ ને વ્યવસ્થિત બેઠક લીધી.પ્રેમીલા બહેને તેને ચા આપી અને તેની બાજુમાં બેઠક લીધી.વિરાજ ચા ના ઘૂંટડા ભરી રહ્યો હતો.પ્રેમીલા બહેને વિરાજ સામે જોઈને ધીરગંભીર મુદ્રા માં વાત કરવાની શરૂઆત કરી.તેણે વિરાજ ને કહ્યું: બેટા કાલે રાત્રે તું આખી રાત ઘરબહાર હતો અને તારો ફોન પણ સ્વીચઓફ આવતો હતો.ક્યાં હતો તું આખી રાત બેટા...?વિરાજે ચા પિતા પિતા નીચું જોઈને જ કહ્યું: કઇ નહીં મમ્મી મારા ફોનની બેટરી ડાઉન હતી એટલે સ્વીચઓફ થઇ ગયો હશે...! અને રહી વાત કાલ રાતની તો એમાં એવું હતું ને મમ્મી કે,મારા થોડા ધંધાદારી મિત્રો નો કાલે રાત્રે આપણા ફાર્મ હાઉસ પર રીંગણ ના શાક અને બાજરા ના રોટલા નો પ્રોગ્રામ હતો.પ્રોગ્રામ રાત્રે લગભગ દોઢેક વાગ્યા સુધી ચાલ્યો એટલે પ્રોગ્રામ પત્યા પછી હું ફાર્મહાઉસ પર જ સુઈ ગયો.વિરાજ હજુ નીચું મો રાખીને જ બોલી રહ્યો હતો.ઓછી ઉંમર માં પોતાના દમ પર કરોડપતિ બનેલ સુરત ના ટોપ ટેન કરોડપતિઓ માં એક નામ વિરાજ પટેલ નું પણ હતું.વાર્ષિક બસ્સો ત્રણસો કરોડ નું ટર્ન ઓવર ધરાવતી કન્સ્ટ્રક્શન કંપની નો પોતે માલિક હતો પણ પ્રેમીલા બહેન સામે તે ભીગી બિલ્લી બની જતો.આનું કારણ ડર નહીં પણ પ્રેમીલા બહેન ઉપરનો તેનો પ્રેમ હશે...!

વિરાજ પ્રેમીલા બહેનથી ખોટું બોલી રહ્યો હતો.કાલે રાત્રે તેણે ફાર્મહાઉસ પર મોડી રાત સુધી ખુબ ડ્રિન્ક કરેલું.આવું તો અવાર નવાર બનતું પણ તે કોઈ ને કોઈ બહાનું બનાવીને પ્રેમીલા બહેન ને સમજાવી લેતો.પ્રેમીલા બહેને કહ્યું: તને ખબર છે વિરાજ પેલા દેવજી ભાઈ તારા પપ્પા ના જુના ફ્રેન્ડ...!? જેને આપણે લોકો એક પ્રસંગ માં મળેલા. વિરાજે કહ્યું હં.. હં... દેવજી ભાઈ...! તો શું થયું તેનું....? પ્રેમીલા બહેને કહ્યું: કઇ નહીં બેટા તેની દીકરી છે ને...! હેતલ તેની સાથે તારી સગાઈ ની વાતચીત માટે કાલે સાંજે દેવજી ભાઈ ના ઘરે જવાનું તારા પપ્પા એ દેવજી ભાઈ સાથે નક્કી કરી રાખેલું.તું જો સાથે હોત તો તું અને હેતલ એકબીજા ને જોઈ લેત,મળી લેત, એકબીજા સાથે વાતચીત કરી લેત.પણ....તારો ફોન તો કાલ સાંજ નો જ સ્વીચઓફ આવતો હતો.

વધુ આવતા અંકે........