Intigreted micro enargy in Gujarati Magazine by Dakshesh Inamdar books and stories PDF | ઈન્ટીગ્રેટેડ માઈક્રો એનર્જી

Featured Books
Categories
Share

ઈન્ટીગ્રેટેડ માઈક્રો એનર્જી

સંકલિત સુક્ષ્મ શક્તિ સંચાલન, કુદરતને સહકાર મદદ કરી વિના ખર્ચે ખેતી બાગાયત સંપૂર્ણ ફળદાયી બનાવો :

નિરીક્ષણ અભ્યાસ : હાલના સમયમાં ખેડૂતો બાગાયતી વૃક્ષોનો ઉછેર કરનાર,ઉદ્યાન બનાવનાર માવજત કરનાર દરેક ક્ષેત્રે કઠિનાઈઓનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો પરેશાન છે. ખુબ મહેનત અને ખર્ચ કર્યા પછી પણ પુરતું સંતોષકારક વળતર મળતું નથી.ખેતીમાં સમૃધી નથી દેખાતી. ઋતુચક્ર નિયમિત નથી જળણી અછત છે જળ પુરતું નથી પ્રદુષિત અને ખારું થઇ રહ્યું છે.વરસાદની નિયમિતતા નથી. અધુરો છૂટોછવાયો પડે છે.ક્યાંક પુર ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ લીલો ક્યા સુકો દુકાળ કીજ નિયંત્રિત નથી. કુદરત પણ જાણે પરેશાન છે.આ બધા કારણોને લીધે ખેડૂત પરેશાન છે.ખેતીમાં રૂચી ઓછી થતી જાય છે.ખેતી કામ છોડીને ખેડૂત પુત્રો ધરતીપુત્રો બીજા કામોમાં વળી રહ્યા છે આપઘાત કરી રહ્યા છે.શહેર નજીકની જમીનો વેચીને પૈસા ઉડાવી રહ્યા છે.ખુબ મહેનત પછી વળતર નાં મળતા પાયમાલ થઇ રહ્યા છે.

વિમર્શ અભ્યાસ:

આ માટે ખેડૂત મિત્રોએ અભ્યાસ અને પોતાની દૂરંદેશી બુદ્ધિથી વિચારશે ભવ્ય ભૂતકાળ યાદ કેશે એમાજ ઉકેલ મળી જશે.ભૂતકાળના અનુભવ ભૂલ સુધારેજ.પહેલાના સમયમાં પ્રચલિત ખેતી પદ્ધતિઓ કુદરતને આધારિત હતી ખાતર અને પાક સરક્ષણ પણ કુદરતી રીતેજ્ થતા.વરસાદ ના વર્તારા પાક લેવા બિયારણ વાવેતર નક્ષત્ર અને શાસ્ત્રીય વિજ્ઞાન પ્રમાણે કરવામાં આવતું.દરેક ઋતુ પ્રમાણેનું વૈદિક ગણિત હતું.ખેડૂતને કુદરત પર વિશ્વાસ અને ખેતી એક ધર્મ હતો ધરતીનો તાત હતો. ખેતી સમૃદ્ધ હતી. વ્યયસાયમાં પ્રથમ હતી.પહેલાં પેઢી દર પેઢી ખેતીમાં કોઠાસૂઝ હતી. પહેલાં ખેડૂતો જ્ઞાનથી સમૃદ્ધ હતા સલાહકારો સાચા અને પરગજુ હતા...............પરંતુ પછીના વચગાળામાં ભૂલોની પરંપરા થઇ.વધુ ઉત્પાદનની લાલચમાં પરદેશી કંપનીઓનો પગપેસારો થયો..નફાની લાલચ અને દેશના લાલચુ અને ભ્રષ્ટાચારી રાજકારણીઓએ યુરિયા અને અન્ય રાસાયણિક ખાતર ઝેરી કેમિકલ્સ દવાઓ વેચવાનું શરુ કર્યું અનેક લાલચ અને ગેરમાર્ગે દોરીને ખેદુર અને ખેતીનું પારાવાર નુકશાન જ કર્યું. એટલે હદ સુધી પ્રચાર કર્યો કે હળાહળ ઝેર અમૃત કહી વેચ્યું.રાજકારણીઓ સ્ટોકીસ્ટો ડીલરોને મોટા કમીશનો પરદેશની ટુરો કરાવીને ઝેરી માલ ઘુસાડ્યો.જમીન અને ખેતી ,ખેડૂતને કેટલું નુકશાન પહોચાડી રહ્યા છે એનો વિચાર જ નાં કર્યો. ખેતી નિષ્ણાતો પણ આ પ્રવાહમાં જોડાયા કુદરતી ઉપચારનાં સંશોધન અને ખાતરનાં વિકલ્પો શોધવાના હતા. જાગ્યા ત્યારથી સવાર. વધુ ઉત્પાદન અને નફો મેળવવા માટે આ બધુજ્ થયું જેમાં સમય જતા અપને અનુભવે શીખ્યા સમજ્યા થોડા વધુ નફાની લાલચે અને ગેરમાર્ગે દોરાઈને ઘણી ભૂલો થઇ છે.

અનુભવેલું નુકશાન :

રાસાયણિક ખાતરો અને કેમીકલ્સ ઝેરી જંતુનાશક દવાઓ વાપરીને રાસાયણિક રીએક્શનથી જમીનનું પ્રત બગડ્યું,ઉત્પાદીકાતા ઘટી જમીનની સજીવ ક્રિયાઓ મંદ પડી બિનજરૂરી સાથે જરૂરી જીવાણુઓ પણ નાશ પામ્યા.જમીનમાં પાણી સંચય ક્રિયાઓ ઘટી ગઈ. વિકાસનાં આંચળા નીચે વૃક્ષો જંગલોનો નાશ બરબાદી લાવ્યો. વસ્તીવધવા સાથે અનાજ ફળફળાદીની જરૂરીયાત વધી પણ એના ઉપાયો ગેરમાર્ગે દોરાયેલાં જ રહ્યા.આવનાર પેઢી આપણને માફ નહિ કરે. આવનાર પેઢીને હવે સાચી વાત રીતો સમજાવવી અને જ્ઞાન આપવું જરૂરી છે.કુદરતના સુવ્યવસ્થિત વ્યવસ્થા તંત્રને માણસે પરિણામ વિચાર્યા વિના ગંભીર નુકશાન પહોચાડ્યું છે જે આપણે ભોગવી બરબાદ થઇ રહ્યા છીએ.આના વિષે ઘણું લખી શકાય છે બધાને એની અસર અને પરિણામો ખબરજ છે આપણેએના ઉકેલના બીજા અગત્યના મુદ્દા વિચારીએ.

ઉકેલ માટે અભ્યાસ:

પૃથ્વી પર શ્રુષ્ટિનાં નિર્માણમાં પંચતત્વ અને વનસ્પતિ ખુબ અગત્યનો ભાગ ભજવે છે.એનું એક સરસ ઉદાહરણ છે કે આપણા ફરવા જવાના સ્થળો પહાડો વાદીઓ કુદરતી ફૂલોના મેદાન વૃક્ષો વનરાજી જંગલો ખુબ સુંદર અને તંદુરસ્ત હોય છે.એમને કોઈ ખેદ ખાતર પાણી આપવા નથી જતું છતાયે ખુબ સુદર અને તંદુરસ્ત હોય છે કેમકે એ કુદરત નિભાવે છે કુદરતી નિયમો અને વ્યવસ્થાતંત્ર કામ કરે છે અને માણસનો હસ્તક્ષેપ નથી હોતો.જ્યાં માણસ પોતાની લાલચ અને દુરંદેશી વિનાના કાર્ય કરે છે એ બરબાદ થવાનુજ્.ખેતી બાગાયત કે જંગલો કુદરતી વ્યવસ્થા પ્રમાણે સંચાલિત થાય તો કોઈજ નુકશાન નહિજ થાય એ નક્કીજ.અત્યારે કુદરતી પંચતત્વો પણ ખુબ પરેશાન છે માણસની લાલચ અનઆવડતને કારણે બધી વ્યવસ્થાચક્ર વિખેરાઈ ગઈ છે જે સહજ સમજ અને પરંપરાગત રીતો જે કુદરતી ઉપચાર અને પંચતત્વોનું રક્ષણ. પંચતત્વણી એકબીજા સાથે અને સામુહિક પરિવર્તિત ક્રિયાઓથીજ કુદરતી પર્યાવરણ સચવાય છે.આમાં એક વ્યક્તિ નહિ સામુહિક ચળવળણી જરૂર છે તોજ્જ આ જાગૃતતા પરિણામ આપશે જ.

અત્યારે ઘણી સામુહિક સહકારી જાગૃતતા માટે પ્રયાસો થાય છે વ્યક્તિગત લેખ લખાય છે મીડિયા પ્રચાર કરે છે વૈજ્ઞાનિકો પણ કુદરતી સંચાલનને માન આપે છે શંશોધનો થાય છે ઝીરો ખર્ચથી ખેતી કરવાની રીતોનો પ્રચાર થાય છે આ બધાંમાં કુદરતી રીતે કરવાની પદ્ધતિઓનો જ સમાવેશ છે જેનો અભ્યાસ અને પ્રચાર જરૂરી છે.નિરાશ અને હતાશ ખેડૂત મિત્રોને કોઈ રાજકારણ વિના સાચી સમજ અને રીતો જાણવા મળે સારું ઉત્પાદન સારી ગુણવત્તા સાથે મળે એ જરૂરી છે .સંકલિત શક્તિ સંચાલન અને કુદરતને મદદ ખુબ જ જરૂરી છે.

સૂચન;આ અંગે આપણે પંચતત્વ અને વનસ્પતિ એની કાર્યપધ્ધતિ વિષે જાણીશું જે આમતો સર્વ વિદિત છે પણ પંચતત્વ અને સુક્ષ્મ પરિવર્તિત શક્તિઓના અભ્યાસ અને ઉપયોગ પહેલાં આ સંક્ષિપ્ત છતાં ખુબ જરૂરી અભ્યાસ કરીશું.

પંચતત્વ અને વનસ્પતિ :જળ ,જમીન,પવન,પ્રકાશ,આકાશ અને વનસ્પતિ .

૧.જળ :[ જળતત્વ ]

જળ એ જીવન અને અમૃત છે.વરસાદ અને સિંચાઈથી ખેતી જળ મેળવે છે.જમીનમાં જળ ભેજનું પ્રમાણ જળવાઈ રેહવું જરૂરી છે તો ખેતી અને બાગાયતમાં ફાયદો થાય છે.આ ભેજ જાળવવા માટે પુરતો નિયમિત વરસાદ જરૂરી છે એના માટે વનસ્પતિ વૃક્ષો અગત્યનો ભાગ ભજવે છે એટલે વૃક્ષો અને જળ સંચયની રીતો સમજવી અને અપનાવવી જરૂરી છે.વૃક્ષો વરસાદી જળને વરસાદ દ્વારા ખેચી લાવે છે અને જમીનમાં પોતાના મૂળો દ્વારા ઉતારી સંચય કરે છે અને ભેજનું પ્રમાણ જાળવે છે.વૃક્ષો નાં હોય વરસાદ નાં આવે તો દુષ્કાળ પડે છે.ભૂકંપ આવવાનું કારણ બને છે વરસાદ અનિયમિત બને છે. પાણીનો સંચય વરસાદ આવે ત્યારે કુવા તળાવ સરોવર બોરવેલ દરેકમાં વરસાદી પાણીનો સંચય થવો ખુબજ જરૂરી છે.ચેકડેમ બનાવી સંચય અને પાણી ખેતર સુધી લાવી પિયત કરી શકાય છે.. વધુને વધુ વૃક્ષો વાવીને જળ લાવો અને સંચય કરો.જમીનમાં ,કુવા બોરવેલ ,તળાવોમાં નદીમાં પાણીનું સ્તર જળવાઈ રહેશે. ખેતી સમૃદ્ધ બનશે જ.ડ્રીપ ઈર્રીગેશન અન્ય સાચી પિયત પદ્ધતિઓનો ઉપયોગ કરી જળ નો સંચય અને બચાવ કરો જળ બચાવશો જળ આપણને બચાવશે.આમ જળતત્વ માટે પણ વૃક્ષો વનસ્પતિ ખુબ જ જરૂરી છે.

૨.જમીન [ જમીનતત્વ ]:

જમીન પંચતત્વમાં અગત્યનું અંગ તત્વ છે. જમીન એ ખાલી પૈસા રળવા કે વેચવા માટે નથી એની સંભાળ લેવી ખુબજ જરૂરી છે.આપણે ધરતીને માં નો દરજ્જો આપ્યો છે ધરતીનાજ સંતાન છીએ આપણી પણ એના માટેની ફરજો છે જે નિભાવવાની છે.ખેડૂત પોતાના ખેતરની જમીનમાં કોઈ જ રાસાયણિક ખાતર કે કેમિકલ યુક્ત ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો નહિ .એનાથી જમીનનું પ્રતબગાડે છે અને કુદરતી સજીવ ક્રિયાઓનો નાશ થાય છે.જરૂરી જીવાણુઓ નો નાશ થાય છે જે જમીનને નુકશાન પહોચાડે છે.આ સજીવ ક્રિયાઓ માટે વનસ્પતિણી જરૂર છે જે જમીન નું પ્રત સાચવે છે અને ભેજ જાળવી રાખે છે. જે જમીન આટલું ઉત્પાદન આપતી હોય તો એની આ શક્તિને ખુબ વેગ આપો એનું રક્ષણ કરો.આમ દરેક વૃક્ષો ખેતરની ફરતે શેઢા ઉપર વાવવા જ જોઈએ.

પ્રકાશ [સૂર્યતત્વ]:

પૃથ્વી ઉપર જીવશ્રુષ્ટિ માટે પ્રકાશ સૂર્ય તત્વ ખુબજ જરૂરી છે.જીવન માટે જળ ,જમીનની જેમ સૂર્ય પ્રકાશ ખુબ જરૂરી છે એ આપના જીવને પોષે છે બળ આપે છે. સૂર્ય વાતાવારનમાં રહેલા જીવાનું અને અશુદ્ધિ દુર કરી વાતાવરણ શુદ્ધ રાખે છે.વનસ્પતિ સુર્યપ્રકાશથી જ પ્રકાશ શાન્શ્લેષણની ક્રિયા કરી ખોરાક બનાવે છે વિકાસ કરે છે. વનસ્પતિ છે તો પરોક્ષ રીતે આપનું જીવન છે. આ ક્રિયામાં અંગારવાયુ લઈને પ્રાણવાયુ છૂટો પાડે છે વાતાવરણને સંતુલિત રાખે છે.જમીનમાં ચાલતી સુક્ષ્મ સજીવક્રિયાઓને ભેજ સાથે ગરમીની જરૂર પડે છે જે સૂર્ય પૂરી પડે છે વરસાદ લાવવા દરિયાના પાણીનું બાષ્પીભવન કરી આકાશમાં ઉંચે ચઢી વાદળો બાંધી વરસાદ લાવવાનું કામ કરે છે.આમ સુક્ષ્મ ને પ્રગટ સૂર્ય શક્તિ જીવન જીવાડે છે નિયમન કરે છે.આમ જીવશ્રુષ્ટિ અને વનસ્પતિ વૃક્ષોના વિકાસઅને પર્યાવરણ માટે પ્રકાશ અને સૂર્યશક્તિ ખુબ્ જ જરૂરી છે .સૂર્યશક્તિથી ચાલતા ઉપકરણોનો વિકાસ અને વપરાશ ઉર્જાની બચત કરી શકાય છે.તત્વોની સમન્વય શક્તિ પ્રગટ અને સુક્ષ્મ ખુબજ અગત્યની છે.એનાથી ઋતુચક્ર સમતોલ રહે છે.

વાયુ તત્વ [પવન]:

વનસ્પતિ જીવ શ્રુષ્ટિ બધા માટે હવા ખુબ્ જ અગત્યનું અંગ છે.જીવન જીવવા માટે જરૂર છે. હવા અનેક વાયુઓનું મિશ્રણ છે એમાં ઓક્ષિજન અંગારવાયુ નાઈટ્રોજન અગત્યાના વાયુ છે બીજા અન્ય પણ છે. વાતાવરણમાં બધા વાયુઓનું સમતોલપણું ખુબ જ જરૂરી છે નહીતર પ્રદુષણ થઇ નુકશાન થવાની શક્યતા રહેલી છે.પ્રદુષણ ને કારણે જીવ વનસ્પતિનો નાશ થાય છે બાગાયત અને ખેતીમાં નુકશાન થાય છે.વાતાવરણ શુદ્ધ રાખવા પણ વનસ્પતીનીજ્ જરૂર પડે છે.વનસ્પતિ પ્રકાશની મદદથી અંગારવાયુ વાતાવરણમાંથી લઇ શોષી પોતાનો ખોરાક બનાવી પ્રાણવાયુ [ઓક્ષિજન ] હવામાં પાછો આપે છે આમ વાતાવરણમાં પ્રાણવાયુનું પ્રમાણ જળવાઈ રહે છે.ખેતર ચારેકોર વૃક્ષ વાવો જંગલોનું રક્ષણ કરો. વધુ પડતા પવનોથી રક્ષણ કરવા પણ વૃક્ષ વાવો.આમ હવાની પણ પ્રગટ અને સુક્ષ્મ શક્તિ ખુબ જરૂરી છે.પવનશક્તિ એટલે પવનચક્કીની મદદથી વીજળી ઉત્પાદન પણ કરી શકાય છે.એના દ્વારા ખેતરના બધા ઉપકરણો સાધનો ચલાવી શકાય છે.

આકાશતત્વ [આભ]: પાંચમું અને ખુબ અગત્યનું તત્વ બધા જ તત્વ નો આધાર પ્રગટ અને સુક્ષ્મ શક્તિનો સ્ત્રોત અને ઉતાન્ન કરનાર એટલે અવકાશ ,આભ. આ વિશાલ બ્રહ્માંડમાંથી જ બધીજ શક્તિ તત્વોનું સંચાલન થાય છે, સૂર્ય,ચંદ્ર,વાયુ,ગ્રહો,તારા ,નક્ષત્રો વાદળ,વરસાદ બધુજ્જ અહીંથી ઉત્પન્ન અને સંચાલિત થાય છે આપણે સહુ જીવ પણ પરમાત્માનું સ્થાન અવકાશ અંતરીક્ષ જ માનીએ છીએ.દરેક ધર્મના માનવો આભ તરફ મિટ માંડીને ઈશ્વરને પુકારીયે છીએ. સર્વ શ્રુશ્તીનો ર્રચયીતા પાલનહાર અવકાશમાં હોય એમજ માનીએ છીએ. અવકાશની પ્રગટ શક્તિઓ એટલેકે સૂર્ય વાદળ વરસાદ ગ્રહો નક્ષત્રો ચંદ્ર તારા ગ્રહણ બધાની સીધી અને દુરોગામી અસરો હોય છે. આપના ભારત દેશમાં પુરાણ કાળથી વેદ ઉપનિષદ પુરાણ બધામાં આ પ્રગટ અને શુક્ષ્મ શક્તિઓનો ઉલ્લેખ છે આપણે ખુબ શ્રધા આસ્થાથી એને માનીએ કેમકે એ જ જ્ઞાન વિજ્ઞાન છે . ધીમે ધીમે વૈજ્ઞાનિકો અને દુનિયાના બધાજ પંડિતો હવે માનવા લાગ્યા છે કોઈ માને ના માને આપનો ભવ્ય અને સમૃદ્ધ ભૂતકાળ એની સાબિતી છે,

૬. વનસ્પતિ તત્વ:

પાંચ તત્વની સાથે સૌથી અગત્યનું અંગ અને તત્વ એ વનસ્પતિ છે.સમગ્ર જીવશ્રુષ્ટિ માટે ખુબ જ આવશ્યક છે.વનસ્પતિ વૃક્ષો, પાક જેમાં ધાન્ય પાક કઠોળ તૈલી શાકભાજી ઔષધીય પાકો વનસ્પતિ મુખ્ય છે અનેક પ્રકારની વનસ્પતિ પ્રાપ્ય છે જેના અગણિત ઉપયોગ છે વનસ્પતિ પાસેથી ખોરાક ધાન ફળફળાદિ,ઔષધ કાપડ ,ઘર બાંધવા સામાન અને સંસ્કૃતિ અને જ્ઞાન મળે છે આ વૃક્ષો એટલે મુક ઋષિ મુનીઓ છે આગળ આપણે જોયું એમ જળ લાવે વરસાદ લાવે વરસાદી પાણીનો જમીનમાં સંચય કરે જમીનનું રક્ષણ કરે ધોવાતી અટકાવે સજીવ ક્રિયાઓ થવા વાતાવરણ પૂરું પાડે પોતાના પાન ફળ થી કુદરતી ખાતર બનાવે છાંયો આપે અનેક પશુ પંખી જીવોને આશરો આપે ઘર આપે રક્ષણ કરે ઇમારતી લાકડું આપે ખુબ ધન કમાવવા કારણો આપે.કીમતી કેશર આપે ફૂલો આપે અત્તર અને ઉત્તમ કુદરતી રસાયણ અને રંગો આપે.. શું શું આપે છતાય આપણે માણસ એનોજ વિનાશ કરી આપણો વિનાશને નોતરીયે.વૃક્ષો ઋષિ ચ્ચે દેવ છે એ બધું આપેજ છે કોઈજ અપેક્ષા વિનાજ.. અરે વૃક્ષો સેવા પણ નથી માંગતા. એમને કુદરત્જ સાચવે.છતાં આપણે એમ્નોજ વિનાશ કરીએ.પુરાણ કાળથી વૃક્ષોનો ઉપયોગ અને મહત્વ સમજાવ્યું છે ધર્મમાં વાણી લીધું છે. આપણે તુલસી પીપલ વાળ શ્રીપરણી ઉંબરો ચંદન એવા અનેક વૃક્ષોનું પૂજન કરીએ છીએ અને એનો સાચો ઉપયોગ કરીએ છીએ.વૃક્ષો આપણો મહામુલો વારસો છે વૃક્ષો કુદરતના વ્યવસ્થાતંત્રનું અગત્યનું અને અનિવાર્ય અંગ છે એનું રક્ષણ કરો.ખુબ વૃક્ષો વાવો અને સમૃદ્ધિ લાવો.

સારાંશ અને સમજણ :

આ છ તત્વના અભ્યાસનાં નિબંધનો આશય એ જ છે કે ખેડૂત પોતાના ખેતરને એક શ્રુશ્તીજ સમજે અને આ છ તત્વોનું જાતેજ કુદરતી નિયમન કરે તો ખુબજ સમૃદ્ધિ વધે.કુદરતની શક્તિઓનો સંચય અને ઉપયોગ કરવો.ખર્ચ વિનાની ખેતી અને ઓછી મહેનતે રોજ નું રોજ કાર્ય કરીને કુદરતી ખેતી કરવી બાગાયત કરવું. કુદરતના તત્વોનું રક્ષણ કરવું, વનસ્પતિ વાવવી આયોજન દિશા અને નક્ષત્ર પ્રમાણે.પ્રગટ અને સુક્ષ્મ શક્તિઓનો સંચય અને ઉપયોગ કરવો.એનાથી ખેતીમાં સુખ અને સમૃદ્ધિ અને સંતોષ આવશે જ. ખેતી એવો વ્યય્સાય ચ્ચે જેમાં કોઈજ અંગ ઉત્પાગન નકામું નથી જતું ફેકાવું નથી પડતું પાક અને ફળ લીધા પછી બાકીના અંગો અને વસ્તુઓનો ઉપયોગ છે જમીન સચવાય છે પાલતું દુધાળા પશુઓ નભે છે જેમની પાસેથી પણ ખાતર મળે છે. ખેતરમાં વરસાદી પાણીનો સંચય કુવા તળાવ બોરવાલ તાન્કામાં કરવો જે ખેતી અને રસોઈ તથ્હા અન્ય ઉપયોગ કરી શકાય. જમીનણી ચારેતરફ ઉપયોગી સમજણ સાથે વૃક્ષો વાવવા.રાસાયણિક કે જંતુનાશક દવાઓનો ઉપયોગ બિલકુલ ના કરવો, કુદરતી ખાતર દવાઓનો જ ઉપયોગ કરવો,,જમીનનું રક્ષણ કરવું.વૃક્ષોનું આયોજન સમજી દિશા પ્રમાણે કરવું,પવનથી રક્ષણ મળે એમ આયોજન વિચારવું.અમુક કાર્યો ખેડૂત સમાજે સહકારથી કરવા.વૃક્ષોનું રોજ પૂજન કરો..ખેતરમાં રહેતા જીવોને નુકશાન ના પહોચાડો.અમુક દૈવી જીવો જેવાકે ગાય નાગ નું રક્ષણ કરો એમની પાસેથી ખુબ અપ્રગટ સુક્ષ્મ શક્તિ અને આશીર્વાદ મળે છે કોઈ તર્ક અને વહેમ વગર વિશ્વાસ કરો. ખેડૂત આમ સંપૂર્ણ સ્વાવલંબી બની શકે છે સમૃદ્ધ થઇ શકે છે.

એક સરસ ગઝલ યાદ આવે ચ્ચે જગજીતસિંઘણી ગાયેલી જે બધુજ કહી જાય છે...........

“અબ મેં રાશનકી કતારોમે નજર આતા હૂ....અપને ખેતોસે બીછડનેકી સજા પાતા હૂં..

ખેડૂત જગતનો તાત છે આજે સૌથી વધુ પરેશાન છે અન્નદાતાની ઉપાધી મેળવનાર ઓશિયાળો છે.આ સ્થિતિમાંથી બહાર આવવા સાચી સમાજ અને કાર્ય કરવાની જરૂર છે. સાચા માર્ગદર્શન આપી સમૃદ્ધિ પાછી લાવવાની જરૂર છે.ખેડૂતે પોતેજ્જ જાગૃત થઈને બધાને ઉજાગર કરાવવાના છે શક્તિને ઉજાગર કરીને સફળતા મેળવવાની છે ..

હવે આ ખેતીમાં સફળતા અને સમૃદ્ધિ મેળવવા પ્રગટ અને સુક્ષ્મ શક્તિઓના નિરૂપણ સંચય અને ઉપયોગ માટે હવે બીજા અંક માં સાચી રીત ઉપાય અને નિરાકરણ પદ્ધતિઓ જણાવીશ.જેમાં સમૃદ્ધ ખેતી બાગાયત ની સંપૂર્ણ સફળતાની ખાત્રી છે

દક્ષેશ ઈનામદાર.

daksheshinamdar@yahoo.com