Tashan in Gujarati Short Stories by Manisha joban desai books and stories PDF | ટશન

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

Categories
Share

ટશન

૧૨ ટશન


વર્લ્ડ હેલ્થ ડે નું ફંક્સન હતું ,એમાં સૂજમ સીંગ ની ફીઆન્સે કિનલ પોતાની ફ્રેન્ડ સાથે સ્વચ્છતા અભિયાન પર એક નાટિકા રજુ કરવાની હતી .બે વાર ફોન આવી ગયા હતા .ઓફિસમાં બે ત્રણ કેસ એવા હતા જેનું કોઈ પગેરું મળ્યું નહોતું .અને એના માટે બે ત્રણ વાર કમિશ્નરશ્રીની ટકોર પણ આવી ગઈ હતી .ગિરિરાજને કેસની બધી વિગતો ફરી જોઈ જવા કહ્યું હતું અને ઇન્સ .સારિકાએ વેકેશનમાં પંદર દિવસની રજાની એપ્લિકેશન કરી હતી તેના પર સહી કરી ,ત્યાં ગિરિરાજ કેબિનમાં આવી ,સર,ટ્રાફિક ઘણો હશે તમને પહોંચતા હજુ અડધો કલાક થઇ જશે .'
ત્યાં તો રિંગ વાગી અને .....'ચાલો સર ,ગોઠવેલા કોઈ પ્રોગ્રામ થઇ શકે એમ નથી .આપણા શહેરનાં જાણીતા રિસર્ચ સાયન્ટિસ્ટ અભિજ્ઞ રાયની ઓફિસનાં લોકરમાં મુકેલી હાર્ડ ડિસ્ક અને ઘણા ડેટા સ્ટોરેજની ચોરી થઇ છે અને એકદમ ડીપ્રેસ્સ હાલતમાં છે .એમની સેક્રેટરી દુવિધા બેનર્જીનો ફોન હતો ,અભિજ્ઞ રાય બહારગામ હોવાથી ત્રણ દિવસ પછી એમની ઓફિસમાં આવ્યા અને ખબર પડી .'
'ઓકે, તૈયારી કર હું કિનલને ફોન કરી નહિ આવી શકાય નો ફોન કરી દઉં એટલે નીકળીએ .અભિજ્ઞ રાયની ઓફિસ પહોંચ્યા અને પ્રોડક્સન યુનિટની બાજુમાં જ બે ફ્લોરની ચુસ્ત ટેક્નોલોજીના બંદોબસ્ત સાથે ઓફિસ બનાવેલી .બહારની બધી એરેન્જમેન્ટ ઓબઝર્વ કરી અને બંને અંદર ગયા . વેઇટિંગમાંથી એક એમ્પ્લોયી કેબીન સુધી લઇ ગયો .એકદમ અદ્યતન સાધનોથી સજ્જ ઓફિસમાં અભિજ્ઞ રાય એકદમ ગમગીન બેઠા હતા .એટલામાં બાજુની કેબિનમાંથી દુવિધા બેનર્જી આવી અને બંનેએ સૂજ્મસિંગ અને ટિમનું સ્વાગત કર્યું .ઇન્સ્પેક્ટર સારિકા પણ આવી પહોંચી અને સ્ટાફ સાથે વિગતો પૂછી લઉ કહી ફરી બહાર ગઈ .
સૂજ્મસીંગે વિગતો પૂછતા અભિજ્ઞ એ જણાવ્યું ,મારો રોજનો નિયમ રાત્રે હું નીકળું ત્યારે મારા ડિજિટલ લોકરમાં એવરી વર્ક સ્ટોર કરીને જ જાંઉ.અને આ રીતે કોઈ ચોરી કરી જ કેવી રીતે શકે એમાં 10 ડિજિટ્સ નો લાંબો પાસવર્ડ છે .એ નંબર તો દુવિધાને પણ ખબર નથી .હું આજે આવ્યો અને થોડું જનરલ કામ પતાવી જેવું લોકર ખોલ્યું તો આખી હાર્ડ ડિસ્ક જ ગાયબ હતી .
ઓકે ,તમને કોઈના પર ડાઉટ છે ?'
'ના સર,મને તો કોઈ એવું ધ્યાનમાં નથી આવતું ,હું જનરલી મારા કામમાં હોઉં ,ફેમિલીને પણ ખુબ ઓછો સમય આપી શકું છું . અને મારે ઇન્ટરનૅશનલ કોન્ફરન્સ માં પેપર રજુ કરવાના છે એની તૈયારી કરતો હતો .પ્રેઝટેશનનું કામ પણ ઓફિસમાં જ થાય છે .ઍવેરીથીંગ ઇનહાઉસ છે .કોઈ બહાર નું ઇન્વોલ્વ નથી .એટલામાં ઇન્સ .સારિકા પણ આવી ગઈ અને દુવિધાની સાથે ડિટેલમાં રોજની અવરજવર અને પ્રોડક્ટ ડિઝાઇન વગેરેનો ડેટા કોણ હેન્ડલ કરે વગેરે પૂછ્યું .
દુવિધાએ જણાવ્યું .
'સર નહીં હતા ત્યારે અહીં એમની ચેમ્બરમાં તો કોઈ નથી આવ્યું .મારી કેબીન બાજુમાં જ છે.અને સ્ટાફમાં પણ કોઈ ને અંદર આવવાની પરમિશન નથી .દર વખતે નવી પ્રોડક્ટ ડિઝાઇન રજુ કરવાના હોય ત્યારે વધુ કાળજી લેવાતી હોય છે .છેલાલા 10 વર્ષથી સરનો એકદમ ટોપમાં નંબર છે અને પ્રોડક્ટ પણ સક્સેસ છે ,સરનાં રાઇવલ્સ પણ ઘણા છે .'
'ઓકે ,જે કંપનીઓ વચ્ચે દર વખતે કોમ્પીટ થતું હોય એના નામ જણાવશો ?'
'હા '
અને જરૂરી વિગતો નોટ કરી બધા નીકળી ગયા .ઓફિસ પર ચર્ચા કરતા ,ઇન્સ .સારિકાએ જણાવ્યું ,સર,બધા નંબર વગેરે ચેક કરતા કોઈ ખાસ નવો નંબર નથી .હમણાં બહાર ગામ ગયા હતા ત્યારે વાઈફને એનિવર્સરીની સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે ઑનલાઇન ત્રણ-ચાર સાઈટ પરથી કર્યું હતું એના મેસેજીસ છે .સર , ઓફિસના એક એમ્પ્લોઈ અતિંનને ઇન્ક્રિમેન્ટ માટે થોડા વખત પર પ્રોબ્લેમ થયો હતો અને સાથે બીજા એમ્પ્લોયી પણ જોડાયા હતા .પણ પછી પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો હતો .'
ગિરિરાજ બોલ્યો ,સર તો પણ એની પર નજર રાખવી જરૂરી છે '
'હા ,મને લાગે છે કે સાયબર ક્રાઇમ પર પુછી વધુ ગાઈડન્સ લઇ શકાય '
એટલામાં ફરી અભિજ્ઞ રાયનો ફોન આવ્યો ,'મારા આઈ-કલાઉડ પરનો સ્ટોર કરેલો ડેટા પણ કોઈએ ડીલીટ કરી નાખ્યો છે .આઈ એમ સ્યોર કે કોઈએ મારુ કોમ્પ્યુટર અથવા ફોન હેક કર્યો છે .'
'ઓકે .અમે જલ્દીથી તપાસ કરીયે છે પણ તમારી પાસે એની બીજી કોઈ કોપી ખરી ?'
'ના મને જરૂરી નહોતું લાગતું .'
'તમે તમારી હાર્ડ ડિસ્ક ,અને સ્કાય ડિજિટલ લોકર -અને આઈ-કલોઉડ એકાઉન્ટનાં પાસવર્ડ ફોનમાં સ્ટોર કર્યા હતા ? અને બીજે ક્યાંક પણ લખી રાખ્યા હતા ?'
'હા ,મારા ફોનમાં જ લખી રાખ્યા હતા .અને એક નાની ડાયરીમાં પણ હતા જે હંમેશા મારી સાથે જ હોય '
'ઓકે ,ફક્ત ડેટા કે ડિજિટલની ચોરી જ કરી હોય તો સમજાય ,પણ હાર્ડ ડિસ્ક ની ચોરી એનો મતલબ તમને હેરાન કરી , આજ વીકમાં રજુ થનારા તમારા પેપર પ્રેસંટેશનને પાંગળું બનાવી દેવા માંગે છે એ પ્રુવ થાય છે .એટલા સમયમાં તમે બધું ફરી તૈયાર નહીં કરી શકો .અને ઓનલાઇન શોપિંગની વિગતો પણ ડિટેલમાં જણાવજો .

સર ,એ તો બધું દુવિધાને ખબર એને જ મેં સિલેક્ટ કરી ઓર્ડર આપવા કહ્યું હતું .એણે જ બધી સાઈટ સજેસ્ટ કરી હતી .'
ફરી ઇન્સ સારિકાને દુવિધા વિશે વિગતો જાણી લેવા કહ્યું .
'સર ,દુવિધા બેનર્જી આમ તો હાયર મિડલ કલાસ છોકરી છે ,હજુ 27 યર્સની છે ,પાંચ વર્ષથી આ ઓફિસમાં છે એક બોયફ્રેન્ડ છે જે સેટલ થઇ રહ્યો છે અને કોઈ ફોરીન કન્ટ્રીમાં એપ્લાઇ પણ કર્યું છે જોબની સર્ચમાં હતો લગભગ બધો ખર્ચ દુવિધાજ કરતી હતી.ભવિષ્યના બિગ પ્લાન્સ બનાવ્યા છે ,કદાચ વધુ પૈસાની ઓફર આવે તો દુવિધા પણ કોઈ બીજી કંપની જોઈન્ટ કરે .'
'ગિરિરાજ ,એનાં બોયફ્રેન્ડ પર બરાબર નજર રાખ .'
ત્રીજે દિવસે ખાસી વિગતો આવી ગઈ હતી . દુવિધાને એરેસ્ટ કરી અને એણે કબુલ કર્યું કે ,'એના બોયફ્રેન્ડે અભિજ્ઞ રાયનો ફોન ટે્સ કર્યો હતો જેમાં કોઈ પ્રોફેશનલ પાસે એક એવી ફેક શોપિંગ એપ્લિકેશન બનાવી જેમાં ફોનની ઘણી વિગતો રીડ કરી શકાતી હોય છે જેથી કોઈ ફોલ્ડરમાં સ્ટોર કરેલા નંબર એને મળ્યા અને અભિજ્ઞા રાયની દુશ્મન કંપનીને ડેટા તથા હાર્ડ ડિસ્ક ગૂમ કરવાનો સોદો કર્યો અને એમાં લાખો રૂપિયા અને દુબઈમાં નવી જોબ ઓફર પણ હતી .'
''એટલે તમારા બોસે તમારા પર વિસ્વાસ મુક્યો ને તમે પ્રેમી સાથે મળી ભવિષ્યનો પ્લાન ઘડી નાખ્યો ?
અને દુવિધા રડી પડી ,એના બોયફ્રેન્ડ ને પણ અરેસ્ટ કરી લીધો .
અને સૂજ્મસિંગ 'સર ,આપણે સેમિનારમાં સાયબર ક્ાઈમ વિષે ચર્ચા કરી હતી એવો જ એક કેસ આજે સોલ્વ કર્યો છે .'
'અભિનંદન '
'થેન્ક્સ સર .'
અને ...થોડી વાર આંખો બંધ કરી રિલેક્ષ થઇ ચેર પર બેસી રહ્યો 'ને કિનલનું સ્પીકર ફોન પર હેલો સાંભળી ફ્રેશ થયો .

મનીષા જોબન દેસાઈ