Gangvo ne Gangvi - Ek prem katha in Gujarati Love Stories by kishor solanki books and stories PDF | ગાંગવો ને ગાંગવી એક પ્રેમ કથા - 2

Featured Books
  • बैरी पिया.... - 38

    अब तक :संयम वापिस से सोफे पर बैठा और पैर सामने टेबल पर चढ़ा...

  • साथिया - 109

    " तुमसे पहले भी कहा है माही आज फिर से कह रहा हूं  बेहद  मोहब...

  • My Devil Hubby Rebirth Love - 39

    रूही को जैसे ही रूद्र की बात का मतलब समझ आया उसके गाल बिल्कु...

  • बेखबर इश्क! - भाग 23

    उनकी शादी का सच सिर्फ विवेक को ही पता था,एक वो ही जानता था क...

  • इंद्रधनुष उतर आया...... 1

    छत पर उदास सी अपने में खोई खड़ी थी राम्या। शायदअपने को खो दे...

Categories
Share

ગાંગવો ને ગાંગવી એક પ્રેમ કથા - 2

ગાંગવો ને ગાંગવી એક પ્રેમ

કથા ભાગ-૨

ભાગ-ર વાંચતા પહેલા ભાગ-૧ વાંચવો જરૂરી છે....

ગાંગવી બોલી ચાલ ગાંગવા હું જાવ. રોંઢા નું ટાણું થઈ ગયું છે. માં બાપૂ વાટ જોતા હશે. આપણે કાલે મળિશું. કહિ તેણે ભાત માથે ચડાવ્યું.

કાલે નહિ મળી શકાય આજે તો બીમારી નું બ્હાનું કાઢી માલ મિત્રો ને ભળાવી મળવા અાવ્યો હતો. ગાંગવો બોલ્યો. ઠિક છે તો તમને જે દિ સમય મળે તે દિ આજ જગ્યા એ આજે મળ્યા હતાં તે જ સમયે આવી જજો હું તમને મળી જઈશ. મારો તો આ રોજ નો કેડો છે. એટલું કહિ ગાંગવી અ વાડી ની વાટ પકડી. ગાંગવો તેને જોતો રહ્યો અને ઓસિયાળો થઈ પત્થર પર બેસી ગયો.

બે દિવસ વિતી ગયા પણ ત્રિજા દિવસે પાછું મળવાનું મન થયું. રોજ ની જેમ માલ લઈ વરલ ની અાથમણિ દખણાદિ દિશા ની વચ્ચે પંચમુખા મહાદેવ ના તળિયા માં માલ ચારવા ગયા. પણ ગાંગવા નું મન ન્હોતું તેણે મિત્રોને બસ હમણા આવું એમ કહિ દોટ મૂકી અને સિધો પહોંચી ગયો થાળા ની સિમ મા જ્યાં ગાંગવી તેની રાહ જોઈ રહિ હતી.

વિચાર તો કરો મિત્રો કેવો પ્રેમ? નહિ તાર, નહિ ટપાલ, નહિ ટેલિફોન છતા પણ બંને કેવા નિયત સમયે મળી જાય આને કહેવાય સાચો પ્રેમ.

બંને મળ્યા તરસ્યા હોઠ ને પલાળ્યા અને પછી વાતો એ વળગ્યા. કોને ખબર ગાંગવા ના મન મા શું ચાલતું હશે. અાજે તેણે પ્રેમ ના બદલે બીજી વાતો કરી. બીજી વાતો માં તેણે ગાંગવી ને પૂંછયું કે તારી વાડી ની આજુ બાજું માં કોઈ પાંચ સાત વિઘા ખેતર વેચાવ છે? એક પાંચ વિઘા નુ કટકુ વેચાવ હોવાને કારણે ગાંગવી એ હા પાડી. અને પૂછયું કોને તમારે લેવાનું છે? ગાંગવા એ માથું હલાવી હા પાડી. તો તો ગાંગવા આ ખેતર તમે રાખી જ લ્યો. જો રાખી લેશો તો આપણે રોજ મળી શકીશું અને એક બીજા ના દર્શન કરી શકીશું ગાંગવી હરખાય ને બોલી.

એટલે જ તો તને પૂંછયું હતંુ વ્હાલી. ગાંગવો જાણે મન ની મૂરાદ પૂર્ણ થઈ હોય તેવા ભાવે બોલ્યો. અને પછી બંને એક લાંબા ચુંબન સાથે છૂટા પડ્યા.

રાત્રે ઘરે જઈ વાળું પાણી કરી ગાંગવા એ કોઈ ને વહેમ ના પડે એ રીતે તેના પિતા ને વાત કરી કે બાપૂ મે વાત સાંભળી છે કે થાળા ની સીમ માં પાંચ વિઘા જમીન વેચાવ છે અને એ પણ વાવવા લાયક. જમીન તો કાલે રાખી લઉં પણ તેમા વાવેલા પાક નું ધ્યાન રાખવા કોમ જશે? તેના પપ્પા હસીને બોલ્યા. ભાગ્યો રાખી લેશું અને જો ભાગ્યો નહિ મળે તો હું તો છું જ ગાંગવો અચકાયા વગર બોલ્યો. નય ભાગ્યો નથી રાખવાનો જો તું ધ્યાન રાખવા જવાનો હો તો જ જમીન રાખવા ની છે નહિતર જમીન રાખવા ની થતી નથી. બસ ગાંગવા ને તો જે જોતું તું તે જડી ગયું તેણે મન માં ભગવાન નો આભાર માન્યો. અને બેધડક બોલ્યો કે તમ તમારે રાખી લ્યો જમીન ધ્્યાન રાખવા હું જઈશ. તેના પિતા પણ ખૂશ થયા કેમ કે તેનાે દિકરો અાજે જવાબદાર થઈ ગયો હતો.

પછી બીજા દિવસે તેના પિતા પૂંછતા પૂંછતા થાળા ની સીમમા પેલી વાડી સુધી પહોંચ્યા. ચા પાણી પિધા. જમીન જોઈ વાત સીત કરી અને જમીન રાખી લીધી કાલે પૈસા આપવા આવિશું એવું કહિ ગાંગવા ના બાપૂ ત્યા થી ઘરે જવા નિકળ્યા.

ઘરે જઈ બધા ને ખૂશ ખબર આપ્યા. ગાંગવો તો ખૂશ ખુશાલ થઈ ગયો બેટા સસ્તા મા સારી જમીન મળી છે. એમ તો તો હાલ બેટા ગવરી આજે આપણે ખીર પૂરી બનાવિયે. એવું ગાંગવા ની બા બોલ્યા અને માં દિકરી બંને રસોડા તરફ જતા રહ્યા. અત્યારે શું વાવેલું છે? ગાંગવા એ સવાલ કર્યો. ૩ વિઘા ની મગફળી, ૧ વિઘા નાં તલ અને ૧ વિઘા ની જાર(ઘાસ) નું વાવેતર કરેલું છે. વાડી માં એક ઓરડી છે, બાંધેલો કૂવો છે અને ઓરડી માં આઠ નું મશીન છે. આવી મસ્ત વાડી પર કોઈ ની નજર પડે કે વાડી વાડી વાળા નું મન બદલે તે પહેલા આપણે કાલે જ પૈસા આપી જમીન ના કાગળીયા લઈ આવવાના છે. ગાંગવા ના પિતા બોલ્યા.

જો હું તમારી સાથે આવિશ તો માલ નું શું થશે? ગાંગવો ગંભીર થઈ બોલ્યો. હવે કાયમ માટે માલ તારા મિત્રો જ ચારવા લઈ જશે આપણે જે પણ ચરામણ હાલતું હશે તે મહિને અેક સાથે આપી દઈશું.પણ તારે માલ ચારવા નથી જવાનું બરોબર. ભલે જેમ તમે કહો તેમ. ગાંગવો ખુશ થઈ બોલ્યા.

વળતે દિવસે બાપ દિકરો બંને થેલી માં પૈસા ભરી નવી વાડી તરફ જવા નિકળ્યા. ગાંગવા એ રસ્તા માં જ્યા તે અને ગાંગવી બેઠી ને વાતો કરતા હતા તે પત્થર જોયા અને પછી સૂરજ સામૂ જોઈ મન માં બોલ્યા કે હજી તો ગાંગવી ને આવવાની ઘણી વાર છે અને સાથે પિતાજી છે એટલે આજે રદ કરવું પડશે. બંને વાડિયે પહોંચી ગયા. વાડિએ વાડિવાળા ભાઈ અને એક બીજો માણસ બંને ખાટલે બેઠા હતા.

ગાંગવો અને તેના બાપૂ તે લોકો ની પાસે આવ્યા. રામ રામ મળ્યા. ગાંગવા એ વાડી મા નજર ફેરવી અને પછી બીજા ખાટલે બેઠા. ગાંગવા એ પૈસા આપ્યા વાડી વાળા એ જમીન ના કાગળીયા આપ્યા. ગાંગવા એ કાગળ લઈ તેના પિતા ને આપ્યા. પછી ગાંગવા એ વાડી વાળા ને સવાલ કર્યો. કાકા આવી સરસ જમીન તમે વેંચી શા માટે નાખી? બેટા એમા એવું છે કે મારો દિકરો તેની વહુ, છોકરા અને તારા કાકી સાથે શહેર માં રહે છે અને સારૂ એવું કમાય છે તે લોકો ને ખેડ કરવી નથી અને મારા થી ખેડ થતી નથી એટલે જ વેંચી. સારૂ. ગાંગવો બોલ્યો. તો આજ થી આ વાડી અનેે આમાં રહેલ તમામ વસ્તું તમારી હવે હું રજા લઉં? કાકા બોલ્યા. હા હાલો હું પણ તમારી સાથે આવું મારે ઘરે થોડુક કામ છે ગાંગવા નાં પિતા બોલ્યા. કાકા અને પેલા ભાઈ પૈસા અને ગાંગવા નાં પિતા કાગળિયા લઈ ત્યાથી નિકળ્યા. ગાંગવો પણ વાડી નાં જાંપા સુધી ગયો. તે ત્રણે વહિ ગયા અને ગાંગવો રોકાયો.

ગાંગવો તે લોકો ને જોતો રહે છે. તેવો દૂર જાય તે પછી ગાંગવો પાછો ઓરડી તરફ જવા પગ ઉપાડે ત્યાં ગાંગવા ને કાને સાદ સંભળાય છે જે સાદ ગાંગવી નો હતો. ગાંગવો ઊભો રહ્યો, માથા પર ભાત ને હાથ મા છાશ ની બરણી લઈ ગાંગવી આવી ને બોલી કે તમે અહિ શું કરો છો? તને કાયમ મળવા માટે મે આજ થી આ ખેતર રાખી લીધું છે ગાંગવો અહંકાર થી બોલ્યો. સરસ ખુબ સરસ, ચાલો મારે મોડું થાય છે એટલે હું જાવ છું અાપણે કાલે મળિશું. અાટલું કહિ ગાંગવી ચાલવા લાગે. બે મિનિટ ઊભી તો રે. ગાંગવો બોલ્યો. આજે એક પણ મિનિટ ઉભા રહેવાય તેમ નથી કાલે વેલી આવિશ. કહિ ગાંગવી જતી રે. પછી તો કાલે, પરમ દિવસે, તે પછી નાં દિવસે એવી રીતે બંને મળવા લાગ્યા. ભૂખ તરસ ખોવાઈ ગઈ માત્ર પ્રેમ નો જ ખોરાક.

મહિના નાં ત્રીસ દિવસ માંથી માત્ર આઠ જ દિવસ એવા હશે કે ગાંગવો ને ગાંગવી મળ્યા નહિ હોય. અને મળવા ની જગ્યા પણ કેવી ચાર ભીંતો વાળી બંધ બારણા ની ઓરડી. ઓરડી માં એક ખાટલો તેની માંથે ગાદલું મહેકતા ફુલો ની સુગંધ. ના બેસવું હોય તો પણ બેસવા નું મન થાય અને ના કરવા નું હોય તે કરવા નું મન થાય.ના કોઈ નો ડર ના કોઈ ની પરવાહ આગળ પાછળ નો વિચાર કર્યા વગર ગાંગવો ને ગાંગવી બંધ બારણે જે મન મા આવે તે કરતા. બંને નો પ્રેમ પણ કેવો ગાંગવા ના બે ત્રણ મિત્રો સિવાય આ બંને ના સંબંધ જાણ કોઈ ને ન્હોતી. બંને તો પંખી ની જેમ જીવન જીવતા.

જોત જોતા માં એક વર્ષ વિતી ગયું. વર્ષ દરમિયાન બંને એ ખૂબ મોજ કરી. અને આ અમૂલ્ય જીવન નો અનહદ આનંદ ઉઠાવ્યો. ગાંગવા એ ગાંગવી ને અનેક ભેટ સોગાતો અાપી. પણ આ બંને ની માથે ઈશ્ર્વર નાં આશીશ હતા. એમની પ્રેમગાડી ને કોઈ રોકી ન્હોતું શક્યું. કે કોઈ ને જાણ થાય તેવું ન્હોતું થયું. વર્ષ વિત્યું એટલે પાછો આવ્યો એજ શ્રાવણ મહિનો એ જ ગોકુળ આાઠમ અને એજ ભિલેશ્ર્વરી માંનો મેળો.

દર વર્ષે માણસો નો વધારો થતો. આવા માનવિયું ના મેળા માં ગાંગવો ને ગાંગવી પણ પણ જોડે આવેલા. પણ કેવા લાગતા હતાં.જે પણ કોઈ બંને ને સાથે જૂવે તે એકવાર તો બોલી જ ઊઠે કે શું જોડી છે. જાણે નવા નવા લગ્ન થયા હોય અને વરઘોડિયા ફરવા નિકળ્યા હોય તેવું દ્રશ્ય. બધા મેળો માણી રહ્યા હતા ગાંગવો ને ગાંગવી પણ સાથે જ મેળા માં ફરતા હતા.

પછી બંને એ ખૂબ બધી ખાવા ની સામગ્રી લીધી અને ગઈ વખત ની જેમ તે જ નદિ અને તેજ વડલા તરફ જવા નિકળી પડ્યાં.ત્યા પહોંચી વડલા નીચે બેઠા સાથે લાવેલ નાસ્તો કર્યો. પછી બંને હાથ મા હાથ પકડી નદિ તરફ પાણી પિવા ગયા. નદિ ના કાંઠે બેસી બંને એ પાણી પિધું અને ઊભા થઈ બંને એ વિચાર કર્યો કે ગઈ વખતે જે ન્હોતા કરી શક્યા અને જે ઓરડી માં કરતા હતા તે આ વખતે કરીએ. બંને નાં વિચાર સરખા હતા, આગ બંને બાજું સરખી લાગી હતી એટલે કાંઠે કપડાં કાઢી સાવ નિર્વસ્ત્ર થઈ ગળા ડૂબ પાણી નાં ધરા માં ધીમે ધીમે ઉતર્યા. અને હાલ ના સમય મા પુષ્કળ પૈસા વાળા કપલ (પતી પત્ની) ફીણ વાળા કે ગુલાબ ની પાંખડી વાળા પાણી મા જે રીતે ન્હાતા હોય તે રીતે આ અન મેરિડ કપલ ન્હાવા લાગ્યા. પછી નું તમે સમજી જજો.

બંને પ્રેમિયો એ નદિ ને અપવિત્ર તેના પરિણામ રૂપે આ દ્રશ્ય એક માણસ જોઈ ગયો જે માણસ હતો ગાંગવા ના પિતા નો પરમ મિત્ર. તેણે આ દ્રશ્ય જોઈ આંખો બંધ કરી અને પછી અવળું ફરી દોટ મૂકી ને સિધા પહોંચી ગયા ગાંગવા નાં ઘરે.

ઘરે જઈ પેલા માણસે જે દ્રશ્ય જોયું હતું તેનું સંપૂર્ણ વર્ણન ગાંગવા ના પિતા ને કર્યું. ગાંગવા ના પિતા ની આંખો શરમ થી જૂકી ગઈ અને ગુસ્સા થી લાલ થઈ ગઈ.

સાંજ પડી એટલે મેળો પતાવી ગાંગવો ઘરે આવ્યો. કે તરત તેના પિતા એ પૂંછયું કે તે છોકરી કોણ હતી? ગાંગવો જાણે પોતે કંઈ જાણતો નથી એમ ડર્યા વગર બોલ્યો કે કંઈ છોકરી? ખોટું ના બોલીશ મે તને મેળા થી થોડે દુર નદિ માં અેક છોકરી સાથે મારી સગી આંખો એ જોયો હતો. ગાંગવા ના પિતા ત્રાડ નાખી ગુસ્સે થી બોલ્યા. માં દિકરી પણ ફફડી ઉડ્યા. ગાંગવા એ મન માં વિચાર્યું કે જાણ થઈ જ ગઈ છે તો છૂપાવવા નો કોઈ અર્થ નથી. તેણ તેની બેન ને ઘર માં જવા નું કહ્યું અને પછી ગાંગવી અને તેના વચ્ચે જે પણ કંઈ હતું તે જરા પણ શરમ રાખ્યા વગર સાફ સાફ કહિ દિધું. ગાંગવી વિશે પણ જે કાંઈ જાણતો હતો તે બધું કહિ દિધું. આટલું સાંભળી ગાંગવા ના બાપૂ શાંત થયા અને વાળું કરી સૂઈ ગયા.

પછી સવાર પડતા જ ગાંગવા નાં બાપૂ ન્હાઈ ધોઈ નવા કપડાં પહેરી. ગાંગવા ને કિધું કે ગાંગવા, તારે તારા બા અને બેન સાથે જુની વાડી એ જવાનું છે. મારે બહાર ગામ જવાનું થયું છે અને કપાસ માં દવા છાંટવા ની છે એટલે તે કામ તારે કરવાનું છે. ગાંગવો કંઈ બોલ્યા વગર ચૂપ છાપ ઊભો રહ્યો. હું ગામતરે થી વહિ આવું તે પછી એટલે કે બપોર પછી તારે નવી વાડિયે જવાનું છે. ભલે બાપૂ હું સિરામણ કરી હમણાં જ વાડીએ જવા નિકળું છું. કહિ તે રસોડાં મા વહિ ગયો.

બીજી બાજું સવાર સવાર ગાંગવી ના પિતા એ પણ ઘર કહિ દિધુ કે ગાંગવી આજે વાડીયે વધારે પડતું કામ હોવાથી તારે અમારી સાથે જ વાડિયે આવવા નું છે. એટલે તમે માં દિકરી ફટાફટ ભાત તૈયાર કરો. એટલાં માં હું મંદિરે જતો આવું.

માં દિકરી બંને રસોઈ બનાવવા લાગ્યા. સવાર નું સિરામણ અને બપોર નું ભાત તૈયાર થઈ ગયું. ત્યા ગાંગવી ના પિતા આવ્યા. ગાંગવી એ થાળી પિરસી તેના પિતા સિરાવા બેઠા, ગાંગવી એ પાણી નો લોટો ભરી ને મૂક્યો. ગાંગવી નાં પિતા જમી ને પાણી પિઈ ઊભા થયા અને ખીલી એ ટિંગાડેલા ટુવાલ વડે હાથ મો લુસી ને બોલ્યા. હું હવે વાડિયે જાવ છું. તમે લોકો ઘર કામ પતાવી ઘરને તાળા મારી વેલા સતા આવજો. આટલી ભલામણ કરી ગાંગવી નાં પિતા એ વાડી ની વાટ પકડી.

પછી માં દિકરી એ સિરામણ કર્યું. બધા કામ (વાસણ) સાફ કરી, વાળી સોળી ઘર ને તાળા મારી મા દિકરી વાડીયે જવા નિકળ્યા. વાડીએ પહોંચી ભાત છપ્પર માં મૂકી ત્રણેય જણા ખેતર માં કામે લાગી ગયા.

લગભગ દસ થી અગિયાર ના ગાળા માં તે લોકો પોરો (આરામ) ખાવા અને ચા પિવા છપ્પરે ગયા. ગાંગવી ચા બનાવવા છપ્પર મા ગઈ અને તેના મા બાપ બહાર લીમડા નીચે ઢાળેલા અલગ અલગ ખાટલે બેઠા. ગાંગવી છપ્પર માંથી બે પાણી ના લોટા ભરી ને લાવી અને તેના બા બાપૂ ને આપ્યા. બંને એ પાણી પિઈ લીધા પછી ખાલી લોટા લઈ ગાંગવી અંદર ચા બનાવવા જતી રહિ.

ધડિક થયું ત્યા એક ભાઈ આ લોકો તરફ આવતા આવતા બોલ્યા કે શું મનજીભાઈ (ગાંગવી ના પિતા) ની વાડી આજ છે? આવકારો આપતા આપતા મનજીભાઇ બોલ્યા હા આવો બેસો. તે ભાઈ મનજીભાઈ ની બાજું મા બેઠા. ત્યા ગાંગવી ના બા ખાટલે થી ઊભા થઈ અંદર પાણી લેવા જાય.

અંદર જઈ ગોળા માંથી પાણી નો લોટો ભરી એક અડાળી વધું ચા બનાવજે એટલું કહિ બહાર આવે. અને પાણી નો લોટો મનજીભાઈ ને આપે, મનજી લોટો લઈ પેલા ભાઈ ને આપે અને બોલે લ્યો પાણી! તે ભાઈ એ પાણી પિધું અને ખાલી લોટો મનજીભાઇ ને આપ્યો. મનજીભાઈ એ લોટો લઈ બોલ્યા ભાઈ તમારી ઓળખાણ ના પડી? મારૂ નામ મગનભાઈ છે અને હું વરલ થી આવ્યો છું. સારૂ. કંઈ કામ થી આવ્યા હતા? મગનભાઈ એ સવાલ કર્યો. હા, જાણવા મળ્યું છે કે તમારે એક જુવાન દિકરી છે. મગનભાઈ એ સામો સવાલ કર્યો.

ત્યા ગાંગવી એક હાથ માં ચા ની કિતલી અને બીજા હાથ માં ત્રણ રકાબી લઈ ને આવી. હા છે ને જુવો આ ચા લઈ ને જે આવી તે જ મારી દિકરી ગાંગવી. મનજીભાઈ બોલ્યા.

મગનભાઈ એ આડી નજરે ગાંગવી ને જોઈ. ગાંગવી એ રકાબી વાળો હાથ લાંબો કરી મહેમાન ને રકાબી લેવા કહ્યું. મગનભાઈ એ રકાબી લીધી ગાંગવી એ તેમા ચા ભરી, પછી તેના મા બાપ ને પણ તે જ રીતે ચા આપી અને છપ્પર માં જતી રહિ. ત્રણેયે જણા એ ચા પિધી. પછી ગાંગવી એઠી રકાબી લેવા આવી અને આવી અને લઈ ને જતી રહિ.

મનજીભાઈ હું તમારા વિશે બધું જાણું છું. તમારા ઘરમાં એક જુવાન દિકરી છે અને મારા ઘર મા એક જુવાન દિકરો છે એટલે હું મારા દિકરા માટે તમારી દિકરી નો હાથ માંગવા આવ્યો છું. મગનભાઈ સ્પીડ મા બોલી ગયા. આટલું સાંભળી છપ્પર બેઠા બેઠા ચા પિઈ રહેલી ગાંગવી ના હાથ માંથી રકાબી પડી ગઈ અને પગે થોડીક દાજી ગઈ. હા પણ મનજીભાઈ અચકાઈ ને બોલ્યા. જુવો નાત જાત નો સવાલ હોય તો આપણા બંને ની જ્ઞાતી પણ એકજ છે. મગનભાઈ બોલ્યા. તેતો બરાબર છે પણ છોકરો જોવો પડે ઘરબાર જોવા પડે મનજીભાઈ તેની પત્ની ની સામે જોઈ બોલ્યા.

આ થઈ મૂળ વાત તમારે છોકરી દેવાની છે એટલે ઘરબાર તો જોવા જ પડે, તો બે પાંચ દિ પછી અમારા મહેમાન બની ને આવી પહોંચજો. મગનભાઈ બોલ્યા. ઠીક છે તો અમે બે દિવસ પછી આવશું.મનજીભાઈ થોડા ખૂશ થઈ ને બોલ્યા. તમારી દિકરી ને પણ સાથે લેતા આવજો જેથી તે પણ છોકરો અને ઘર જોઈ લે. જેથી કરી ભવિષ્ય મા કોઈ તકલીફ ના પડે. સારૂ જેમ તમે કહો તેમ મનજીભાઈ બોલ્યા.

પછી ખાટલે થી ઊભા થઈ મગનભાઈ બે હાથ જોડી બોલ્યા કે તો ચાલો હવે હું રજા લઉં રામે રામ. કહિ ચાલવા લાગે. ભલે આવજો મનજીભાઈ બોલ્યા. જતા જતા મગનભાઈ બોલ્યા એ આવજો તમે.

શું મનજીભાઈ જશે? જશે તો શું સાથે ગાંગવી લેતા જશે? શું ગાંગવી સાથે જવા રાજી થશે? શું સગપણ નક્કી થશે? નક્કી થાય તો શું ગાંગવી સગપણ માટે હા પાડશે? હા પાડશે તો ગાંગવા નું શું થશે? તે જાણવા માટે તમારે વાંચવો પડશે "ગાંગવો ને ગાંગવી એક પ્રેમ કથા" ભાગ-૩