Jivan ek safar in Gujarati Fiction Stories by Kushal Lakhani books and stories PDF | જીવન એક સફર

Featured Books
Categories
Share

જીવન એક સફર

જીવન – એક સફર : Part 1

નમસ્કાર મિત્રો

વાર્તા આગળ વધારતા પેહલા તમને એક વ્યક્તિ નો પરિચય દેવો છે. આ વાર્તા રાજકોટ, ગુજરાત ના એક છોકરા ની છે અને તેના જીવન અને બનાવો વિષે ની છે. આ છોકરો એક સીધો અને સરળ સ્વભાવ થી જીવન વીતવા વાળો છે અને જીવન ના હર એક સ્વાદ ચાખવા માગે છે. મન થી મોજીલો અને દયાળુ પણ ગુસ્સો આવે ત્યારે ખતરનાક મિજાજ મા રહેતો. ખોટું સહન કરવું તેના નિયમ વિરુધ્ધ ને વાત છે. તેનુ નામ હતુ કાર્તિક. પરિવાર મા માતા પિતા અને એક મોટા ભાઈ હતો, કાકા અને બા તથા દાદા જૂનાગઢ મા રહેતા હતા.

હવે વાત જાણે એવી બની કે ધોરણ 10 મા કાર્તિક ને આવ્યા ૮૪% અને બધા ને આશા હતી કે કાર્તિક સાયન્સ મા ભણશે. પણ કાર્તિક ભાઈ ને તો સાયન્સ થી જાણે વેર હોઈ. સ્કૂલ ના ટીચર તથા સર પણ કાર્તિક ને સમજાવતા કે તારા કરતા ઓછા ટકાવારી વાળા તારા મિત્રો પણ સાયન્સ મા જાય છે. પણ કાર્તિક આખરે સમજ્યો નહીં અને કૉમેર્સ મા જ એડમિશન લીધું. બધા ને એમ થતું હતુ કે કાર્તિક નો નિર્ણય ખોટો છે અને કૉમેર્સ મા કઈ જ વળવાનુ નથી. હજી અમીશન ને વાર હતી અને કાર્તિક ઉપર દબાણ વધવા લાગ્યું. કાર્તિક માટે એક વાત બૌ સારી હતી કે તેના પપ્પા તેની સાથે હતા. એમનુ એવુ માનવાનુ હતુ કે, જયારે કાર્તિક ની જ ઈચ્છા નથી તો પરાણે તેને ભણતર ના બોજ તથા પગાર / પૈસા ની લાલચ મા સાયન્સ લાઈન મા ધકેલવો નથી.

આખરે બધા ને મનાવી ને કાર્તિક ધોરણ ૧૧ કૉમેર્સ મા દાખલ થયો. પણ તેની હેરાનગતી નો આ અંત નતો. સ્કૂલ ચાલુ થયા પછી કાર્તિક ને ભણી ને આગળ એવું હતુ પણ ક્લાસ મા બધા જ છોકરાઓ કા તો કૅરોડપતિ બાપા ના પૈસા ઉડાઉ છોકરા હતા કા તો ગાળો બોલી ને ક્લાસ મા તોફાન કરનારા હતા. કો-એડયુકેશન સ્કૂલ મા છોકરીઓ ના પણ નખરા ઓછા નથી હોતા. ધોરણ ૧૦ તે બોર્ડ નુ વર્ષ કેહવાઈ. તેથી ધોરણ ૧૧ મા બધા જ છોકરાઓ નુ ધ્યાન મજાક મસ્તી મા હોઈ છે. પણ ખરેખર તો ધોરણ ૧૧ થી તમે જે લઈને પકડો તેનો પાયો હોઈ છે. કાર્તિક ને મુશ્કેલીઓ વધતી જતી હતી. છોકરાઓ સાથે દોસ્તી કરવી તેને ગમતી ન હતી કેમ કે તે બધા ભણવા કરતા રમત કરવા આવતા હતા. પાર્ટી અને ક્રિકેટ સિવાય કોઈને સુજતુ ન હતુ. પણ કેહવાઈ છે ને કે જ્યાં ચાહ હોઈ છે ત્યાં રાહ હોઈ જ છે. સ્કૂલ ચાલુ થયા તેના ૫ દિવસ બાદ એક છોકરા એ એડમિશન લીધુ. તે છોકરા ના પાપા ને નોકરી મા બદલી થતા રાજકોટ આવ્યા હતા. તે છોકરા નુ નામ દિવ્યેશ હતુ. દિવ્યેશ નો સ્વભાવ અને આદતો કાર્તિક જેવી જ હતી અને એ પણ એક પ્રામાણિક છોકરો હતો. દિવ્યેશ હોશયાર હોવા સાથે સંસ્કારી અને નેક છોકરો હતો. કાર્તિક ને દિવ્યેશ સાથે ફાવી પણ ગયુ અને દોસ્તી પણ સારી થાઈ ગઈ. બન્ને બેન્ચ મા સાથે બેસે અને નાસ્તો પણ સાથે જ કરે. બન્ને નુ ધ્યાન ભણતર સિવાય ક્યાંય ના હોઈ. ક્લાસ ની હર-એક ટેસ્ટ મા બન્ને સારા માર્ક લાવતા હતા.

બન્ને એક બીજા ના ભાઈ હોઈ તેમ જ લાગતું હતુ. દિવ્યેશ અને કાર્તિક હવે એક બીજા ના ઘરે જાય ને સાથે ભણતા. જયારે ક્લાસ ના પરિણામ આવે ત્યારે કાર્તિક અને દિવ્યેશ પેહલા તથા બીજા નંબર પાર જાણે નકી થાઈ ગયા હોઈ. સ્કૂલ છૂટી ને બન્ને ક્યારેક નાસ્તો પણ કરતા. કાર્તિક અને દિવ્યેશ ના માતા પિતા ને પણ તેમના છોકરાઓ ની પ્રગતિ અને દોસ્તી જોઈ ને ભણતર ની ચિંતા ન હતી. બન્ને તેની જવાબદારી સમજી ને ભણી લેતા અને તેમની સંગત મા કોઈ ખરાબ છોકરા ન હતા.

એક દિવસ બન્ને પોતાની સાયકલ મા સ્કૂલ જતા હતા ત્યારે દિવ્યેશ થી ચૂક થઈ અને તે એક સ્કૂટર મા અથડાઈ ગયો. દિવ્યેશ તેની સાયકલ પાર થી પડી ગયો અને હાથ અને પગ મા એજ થાઈ હતી. સ્કૂટર ચાલક ને બેલેન્સ ગુમાવતા થોડીક એજ થાઈ હતી. દિવ્યેશ એ ઉભો થાઈ ને તરત સ્કૂટર ચાલક ને કહ્યુ, " સોરી અંકલ મારુ ધ્યાન ન હતુ. તમને જાજુ વાગ્યું તો નથી ને ? તમે ઉભા થાઈ જાવ." ત્યાં કાર્તિક એ તેમનુ સ્કૂટર એક ખૂણા મા રાખ્યું અને તેમને પોતાની વોટર બેગ માથી પાણી આપ્યુ. દિવ્યેશ ને લોહી નીકળી રહ્યું હતુ અને તેનો યુનિફોર્મ ધૂળ વાળો થઈ ગયો હતો અને ગોઠણ પાસે ફાટી ગયો હતો. સ્કૂટર ચાલક ને દિવ્યેશ કરતા ઓછું વાગ્યું હતુ પણ નાના છોકરા સમજી ને તેની પાસે થી તે પૈસા વસૂલવા લાગ્યા. કાર્તિક એ પણ કીધું અંકલ સોરી મારા મિત્ર નુ ધ્યાન ન હતુ પણ તમારો પણ વાંક હતો. તમે રોન્ગ સાઈડ મા ચલાવી રહ્યા હતા. સ્કૂટર ચાલક એ કાર્તિક ના મોઢા પર તમાચો જીકી દીધો અને કહ્યુ, "તું જાણે છે હું કોણ છું ?" કાર્તિક થી આ સહન ના થયું અને તેને સ્કૂટર ને ધક્કો મારી ને પછાડી દીધું. ગુસ્સા મા અકળાઈ ને કાર્તિક એ જોર થી રાડો પડતા કહ્યુ કે, "તમે મારા થી મોટા છો એટલે એનો મતલબ એ નથી કે તમે મને મારી શકો. હું અને દિવ્યેશ તમને ઉભા કરી ને સોરી પણ કહીએ છીએ અને પાણી પણ પીવડાવ્યુ. તેના બદલા મા તમે અમને મદદ કરવા ની બદલે મારા-મારી કરો છો. મારા મિત્ર ને હાથ પગ છોલાઈ ગયા છે. તમે અમારી મદદ તો કરી નથી શકતા અને ઉપર થી પૈસા માગો છો. અમે 11 મા ધોરણ મા ભણતા છોકરા છીએ, અમારી પાસે પૈસા ક્યાંથી હોઈ એટલા?"

સ્કૂટર ચાલક એ કાર્તિક ને બોચી પકડી અને ધક્કો માર્યો. અને ફરી ધમકાવ્યો કે, "તું ઓળખતો નથી મને. મારી પોંચ બહુ ઊંચે સુધી છે. એક ફોને કરીશ તો દેખાઈ નહી ગામ મા. પોલીસ મા તારી અને તારા મિત્ર ની ફરિયાદ કરી દઈશ. હાજી સરખો મોટો થાઈ જ પછી જીભ ચલાવજે. પેહલા સાયકલ ચલાવતા શીખી જાવ બન્ને ટબુડીયાવ."

એટલા મા દિવ્યેશ બોલ્યો "અંકલ સોરી ભૂલ થાઈ ગઈ. અમને તમારા નાના ભાઈ સમજી ને માફ કરી દો." આપડે મામલો ખતમ કરીએ અને આપડા રસ્તે પાછા ફરીએ. અમે ઝગડો કરવા નથી માગતા. અમારે સ્કૂલ જવાનુ છે અમને મોડું થાઈ છે અંકલ. તમને વાગ્યું તેના માટે માફ કરો."

છોકરાવ સ્કુટર ચાલક ને જેમ-જેમ મનાવતા હતા તેમ-તેમ તેનો રુવાબ બતાવતો હતો. તેને દિવ્યેશ ને પણ ધક્કો મારી ને પછાડી દીધો. દિવ્યેશ અને કાર્તિક પાસે તેણે રૂપિયા ૮૦૦ ની માગણી કરતા કહ્યુ. મામલો પતાવો હોઈ તો ૮૦૦ રૂપિયા આપો નહીં તો પોલીસ મા કમ્પ્લેઇન કરી દઈશ.

એક બાજુ માફી અને એક બાજુ મંગળી ચાલી રહી હતી. ધો. 11 મા ભણતા છોકરાવ પાસે રૂ. ૮૦૦ તો ન જ નીકળે અને પોલીસ ફરિયાદ સામે ડર પણ એટલો લાગે તો હવે કરવું શું? બન્ને બીક ન માર્યા હાંફળા - ફાફડા થઇ ગયા હતા અને એમને ચેહરા પાર હવે ડર સાફ દેખાઈ રહ્યો હતો. પણ કેહવાઈ છે ને "ભગવાન કે ઘર મે ધેર હૈ અંધેર નહીં". બસ એવું જ કૈક બન્યું. લોકોઓ ની ભીડ જમા થતી ગઈ અને ત્યાં જ તેમના સ્કુલ ના સર નીકળા. તેમને બન્ને છોકરાઓ ને યુનિફોર્મ થી ઓળખી ને એમનુ સ્કુટર ઉભું રાખ્યું અને બન્ને ને પૂછ્યું "શું થયું, અને દિવ્યેશ તને કેવી રીતે વાગ્યું ?" કાર્તિક અને દિવ્યેશ એ આખી વાત નુ વર્ણન કરી અને પેલા ભાઈ નુ વર્તન પણ કહ્યુ. ત્યારે તે સર એ એમને(સ્કૂટર ચાલક ને) કહ્યુ "તમારા દીકરા નુ ઉમર ના છોકરાઓ છે બન્ને અને તમે તેમની પાસે થી પૈસા માગો છો. તમારા સ્કૂટર મા તો એટલું નુકસાન થયું પણ નથી અને સામું આ છોકરાવ પાર હાથ ઉપાડી લીધો. હવે તમે નહીં અમારી સ્કૂલ ફરિયાદ કરશે તમારા વિરુદ્ધ. નાના છોકરાવ ને કઈ મરાતું હશે આમ ?"

સ્કૂટર ચાલક એ માફી માગી અને મામલો ખતમ કરવા વિનંતી કરી. સર એ દિવ્યેશ ને પોતાના સ્કૂટર પાર બેસાડી અને તેના (દિવ્યેશ ના) ઘરે લઇ ગયા અને કાર્તિક ને સ્કૂલ તરફ જવાનુ કહ્યુ. પણ કાર્તિક ને મિત્ર થી વિશિષ કઈ જ ન હતુ. તેને સર ને આજીજી કરી ને કહ્યુ સર મારે પણ તમારી જોડે દિવ્યેશ ના ઘરે આવવું છે. મારા માટે મારા મિત્ર થી વિશેષ અત્યારે બીજું કઈ જ નથી. સર ને પણ કાર્તિક ની મિત્રતા માટે માન થઇ ગયુ અને કાર્તિક ને સાથી આવવાની હા પડી. સર અને દિવ્યેશ સ્કૂટર મા હોસ્પિટલ પહોંચ્યા અને કાર્તિક સાયકલ ના પેડલ મારી ને હાંફતો-હાંફતો હોસ્પિટલ પોંચ્યો. ત્યાં દિવ્યેશ ને પ્રાથમિક સારવાર આપી અને તેના ઘરે પહોંચ્યા. દિવ્યેશ ના મમ્મી-પપ્પા તેમને જોઈ ને અચંભા મા પડી ગયા અને કાર્તિક ને મામલો શું હતો એ પૂછ્યું. કાર્તિક અને તેમના સર એ બધી વાત કરી અને ચિંતા ના કરવા કહ્યુ. મમ્મી-પપ્પા એ કાર્તિક તથા સ્કૂલ ના સર નો આભાર માનતા તેમને વિદાઈ આપી.

શીખવા જેવું : મિત્રતા નિભાવો તો અંત સુધી નિભાવો. જેમ કાર્તિક એ નિભાવી. મિત્ર માટે માફી પણ માગી અને એક અજાણ્યા ના હાથ નો લાફો પણ ખાઈ લીધો. એટલું જ નહીં તેના મિત્ર માટે હોસ્પિટલ પણ ગયો અને તેના ઘર સુધી મિઉકેવા પણ ગયો. આને કેહવાઈ સાચા અર્થ મા મિત્ર. અપડે જવાબદારી ઘર ના લોકો ની પણ લેતા નથી. મિત્ર તો બોવ દૂર ની વાત થઇ ગઈ. પણ આવી મિત્રતા જોઈને એમ થઇ ખરું કે હજી સૌરાષ્ટ્ર મા માણસો વસે છે, સ્વાર્થી અને લોભ-લાલચ ભર્યા લોકો ની આ દુનિયા મા આપણું સૌરાષ્ટ્ર ક્યાંક અલગ છે.

દિવ્યેશ ને ઘરે થી ૨ દિવસ સ્કૂલમા જવાની ના પાડવામા આવી હતી. આથી કાર્તિક ને માટે અઘરું બની ગયુ હતુ. ન કોઈ બાજુ મા બેસવા વાળું અને ન કોઈ નાસ્તો કર્તવ વાળું. પણ કાર્તિક સ્કૂલ થી રોજ દિવ્યેશ ને મળવા જતો અને સ્કૂલ મા આપેલા લેસન ને જાણ કરતો. આ જોઈ દિવ્યેશ તથા તેના માતા પિતા પણ કાર્તિક ના એહસાનમંદ હતા. ૨ દિવસ પછી દિવ્યેશ પાછો સ્કૂલ આવવા લાગ્યો અને પાછા બન્ને ભણતર મા લાગી ગયા. થોડા સમય પછી એક્ઝામ હતી. બન્ને દિવસ રાત મેહનત કરતા અને સારા ગૂણ લાવવા મેહનત મા લાગી ગયા. દિવ્યેશ બધા વિષય મા હોશિયાર હતો પણ તેને ઈકોનોમીક્સ મા જાજુ પલ્લે ના પડતું. કાર્તિક તેને રોજ ઈકોનોમીક્સ ના થોડા લેસન સીખ્વાડતો અને બન્ને ધોરણ ૧૧ મા સારા માર્ક્સ થી પાસ થયા. કાર્તિક ને ૮૮% આવ્યા તથા દિવ્યેશ ને ૮૩.૫૦% આવ્યા. એક બીજા નો સાથ અને ભણવાની ધગસ વધતી ગઈ અને બન્નેએ ૧૧ મા ધોરણ ના વેકેશન પડતા જ ધોરણ ૧૨ ની ચોપડીઓ ખરીદ કરી લીધી અને ટીવશન મા પણ જવા લાગ્યા.

સ્કૂલ ચાલુ થયા પેહલા જ બન્ને મિત્રો ઘણુ વાચી ચુક્યા હતા અને તેમનુ લક્ષ્ય સ્પષ્ટ હતુ કે ધો. ૧૨ મા સારા માર્ક્સ થી પાસ થઇ અને સારી કોલેજમા જવું છે. ધોરણ ૧૨ મા ખુબ મેહનત કરવા બન્ને દિવસ રાત જાગતા અને ટીવશન મા પણ જતા. સારા માર્ક્સ લાવવા ની ચિંતા મા બન્ને હવે એટલા મશગુલ હતા ક મોજ-મસ્તી કે હરવા-ફરવા માટે જરા પણ સમય ન આપતા.

એક દિવસ બન્ને ના ઘરે થી એમને કેહવામા આવ્યું કે તમે ભણતર સાથે થોડી ઈત્તર-પ્રવૃત્તિ પણ કરતા રહો. ભણી ને આગળ વધવા સાથે તમારી પાસે બીજી પણ પ્રવૃતિઓ મા આગળ રેહવું જોઈએ. ભણવા સાથે તમારી પાસે મોજ-મજા કરવાનો સમય આ જ છે. આ સમય જતો રેસે તો પાછો આવશે નહિ. બન્ને એક દિવસ બપોરે પીકચર જોવા ગયા અને સાંજે રાજકોટ ની પ્રખ્યાત જગયા એટલે કે રીંગ રોંડ ગયા. રીંગ રોડ નુ માહોલ હમેશા મસ્ત જ હોઈ. પછી મિત્રો સાથે ગયા હોઈ કે પરિવાર સાથે. રાજકોટ વાસીઓ માટે રીંગ રોડ સિવાઈ બોઉ કઈ ફરવા જેવું નથી. રીંગ રોંડ પર દિવ્યેશ એ ત્યાં ના ચના-ચોર ખાધા. એ ખાઈ ને દિવ્યેશ ને આંખ મા પાણી આવી ગયા. આ જોઈ ને કાર્તિક ખડખડાટ હસી પડ્યો અને કટાક્ષ મા બોલ્યો “ભાઈ ત્રેવડ વગર તીખું ખાવ તો આવું તો થવાનુ જ. એના કરતા મારી જેમ મકાઈ ખાઈ લીધી હોત તો જીભ ને જરાક આરામ રેત.”

દિવ્યેશ એ હિંમત બતાવતા કહ્યુ “કર્તીક્યા આપડી ત્રેવડ તો છે હો, કેહતો હોઈ તો હજી એક પ્લેટ ખાઈ જાવ. કાર્તિક એ કહ્યુ ચાલ ખાઈ ને બતાવ તો સાચો કહું. પણ શરત એટલી કે ખાધા પછી ૧૫ મિનીટ સુધી પાણી નહી પીવાનુ.” દિવ્યેશ એ પણ જોર મા આવતા કહ્યુ “ચાલ મંજૂર છે. તુમ ભી ક્યા યાદ રખોગે કાર્તિક બાબુ.” એટલું કહી ને દિવ્યેશ બોલ્યો “ભૈયા એક પ્લેટ ઔર બનાઓ”. ભૈયા એ પ્લેટ બનાવી ને આપી અને દિવ્યેશ પણ પુરા જોમ-જુસ્સા મા ખાવાનુ શરુ કરવા લાગ્યો. માડ ૫ ચમચી ખાધી હશે ત્યાં ફરી જીભ માથી સુડસુડીયા બોલવા લાગ્યા. કાર્તિક બોલ્યો, “બસ ભાઈ હવે તમારા ગજા બહાર ની વાત છે. દિવ્યેશ બોલ્યો, “આખી પ્લેટ ખાઈ ને જ રઈશ” અને એમ કરતા આખી પ્લેટ ખાઈ ને બોલ્યો, “હમ જીતને વાલો મેં સે હૈ જાની, હમારા ઇનામ કહા હૈ ?” પાણી નુ ૨ રુપયા વાળું પાઉચ હાથ મા થોભાવી ને કાર્તિક બોલ્યો “લે તારું ઇનામ અને ચાલો ઘર ભેગા થઈએ.”

બન્ને મિત્રો આખા રસ્તે કઈક ચર્ચા કરતા હતા. શું હતી એ ચર્ચા ? અને હા ધોરણ ૧૨ ની પરીક્ષા નજીક આવી રહી છે. કોને કેટલા ટકા આવે છે વાંચો Part 2 મા.