Reverse Love Story in Gujarati Love Stories by Nishant books and stories PDF | રિવર્સ લવ સ્ટોરી

The Author
Featured Books
Categories
Share

રિવર્સ લવ સ્ટોરી

Reverse Love story

અલિના અને ગુરુમન

(EP: 01)

નિશાંત ઠાકર

ચેપ્ટરઃ ૦૪ (રી-બોર્ન)

તારીખઃ ૪ સ્પ્ટેમબર ૨૦૧૬

ચોમાસુ લગભગ પુરુ જ થઇ ગયુ હતુ, વળી આ સીઝનમાં વરસાદ પણ કાંઇ ખાસ પડયો ન હતો. પણ આજે એ ધોધમાર વરસી રહયો હતો. પ્રેમનુ અને વરસાદનુ કાંઇક એવુ જ છે , ખોટા સમયે એ મુશળધાર વરસે છે. આવા ધોધમાર વરસાદમાં લગભગ ૫૫ વર્ષની એક સ્ત્રી કોટનની સાડી પેહરીને એક ગાર્ડનની બેંચ પર બેઠી હતી. છત્રી હોવા છતા તેની આછા બલ્યુ કલરની સાડીને પાણી ના અડી જાય તેનુ તે સતત ધ્યાન રાખતી હતી. ગાર્ડ્નમાં કોઇ નથી તે તેણે આજુ-બાજુ નજર નાખી જોઇ લીધુ હતુ. તે થોડીક નર્વસ હતી. તેણે ફરી પાછુ તેની રીસ્ટવોચમાં જોયુ ૫ ને ૨૦ થવા આવી હતી.

તેણે વિચાયુ કે ગુરુમન આવ્શે કે નહી?તે તારીખ તો ભુલી નહી ગયો હોઇને ?? ના,ના એ ચોક્કશ આવશે એના મને એને ટોકી. તો પછી એ હજી કેમ નથી આવ્યો? એ સમયસર કોઇ દિવસ આવતો જ નથી. હ્મમમમ……

ત્યાં બીજી બાજુ એક ટેકશીમાં ૬૦ વર્ષનો ગુરુમન બેઠો હતો. પ્લેન ટી-શર્ટ ને નેવી બ્લ્યુ કલરનુ જીન્સ, મોટા ભાગના માથા પર સફેદ વાળને સતત ચશ્મા પેહરવાથી કાન પાસે પડી ગયેલુ નિશાન. એના ચેહરા પર ટેન્શન દેખાતુ હતુ કારણકે ૫ ને ૨૦ તો ક્યારની પણ થઇ ગઇ હતી ને તેને ૫ વાગ્યે તો અલિનાને મળવાનુ હતુ. તે ૨૦ મીનીટ મોડૉ જ હતો કારણકે તેની ટેકશી વરસાદના કારણે જામ થઇ ગયેલો ટાફિકમાં ફસાઈ ગઇ હતી અને હજી ગાર્ડ્ન ૨-૩ કિલોમીટર દુર તો હતુ જ.

ગુરુમનએ વિચાર્યુ કે અલિના મારી હજુ રાહ તો જોતી જ હશે ને? ના, ના એ હમેંશા મારી રાહ જોવે છે. તો આજે તે થોડી જતી રેહ્શે? તેણે ફરી પાછુ પોતાની ધડિયાલ ને બહાર જામ થયેલો ટાફિક જોયો. તેણે ડાઇવર ને પૅસા આપી ટેક્શીમાંથી ઉતરી ગયો ને ગાર્ડન તરફ દોડવા લાગ્યો.

અલિના પોતાની બેચ પરથી ધરે જવા માટે ઉભી થઇ. ત્યાં તેને ગાર્ડનના ગેટમાંથી કોઇને અંદર આવતા જોયો. તેણે પોતાની મોટી આંખોને નાની કરીને જોવાનો પ્રયાસ કર્યો પણ વરસાદના કારણે તે સરખુ જોઇ ના શકી. એ બીજુ કોઇ નહી પણ ગુરુમન જ હતો . આખો વરસાદમાં પલળી ગયેલો ને તેના હાથમાં બે કોફીના ક્પ લઇને અલિનાની સામે ઉભો હતો.

અલિના બોલીઃ “ ગુરુમન..

ગુરુમન બોલ્યોઃ “ મારી અલિના…..

બસ બને માત્ર આટલુ જ બોલી શક્યા. અલિનાની આંખમાંથી આંસુ નીકળ્યા ને તે વરસાદના પાણી સાથે ભળી ગયા. એની સાડી પલળતી હતી પણ હવે તેને રસ ન હતો. ગુરુમન ના ગળે ડુમો ભરાઇ ગયો હતો. બાકીના લોકો માટે આ સામાન્ય વરસાદ હતો પણ આ બને માટે નહી. બને બેચ પર બેઠા હતા. ગુરુમન ના હાથ પકડીને તેના ભીના ખંભા પર અલિના માથુ ઢાળીને બેઠી હતી. ગાર્ડનમાં કોઇ હતુ નહી અને હોઇ તો પણ તેને હવે પરવા ન હતી કારણ કે તે ગુરુમન સાથે હતી બને ૩૦ વર્ષ પછી આવી રીતે મળ્તા હતા માટે બને પાસે હજારો શબ્દ હતા પણ એ બધા વ્યર્થ હતા.

જે રીલેશનને શ્બ્દો,સ્પર્શ કે સેકસની જરુર ના પડે તે રીલેશન હમેશા ટકે છે.આ બને અને તેના કોફીના કપ વરસાદના પાણીમાં પલળતા હતા. પ્રેમનુ અને આલ્કોહોલ બનેનુ મઝાનુ ગણિત છે, બને જેમ જુના થાય તેમ તે કિમતીને સ્ટ્રોન્ગ હોય છે. અલિનાને ગુરુમનની લવસ્ટોરીના પાયા પણ બહુ જુના છે.

ચેપ્ટરઃ ૦૩ (વિડયો કોલ)

તારીખઃ ૧૦ જુલાઇ ૨૦૧૬

અકિરા સાથે મારે સારુ બનતુ. તે એક સારી છોકરી હતી. તેની આંખો પણ અલિનાની જેમ બહુ મોટી હતી માટે કદાચ મારે તેની જોડે વધારે સારુ બનતુ . એ હમેશા કોલેજ પુરી કરીને અહિયા આવતી હતી . એ હમેશા મને ચીડવવા માટે ‘દાદુ’ કેહતી અને હુ પણ તેને ચીડવવા બેબઝસ, સ્વીટી, જાન કહીને બોલાવતો. પણ મારે એને અત્યારે હેરાન કરવાની ન હતી. મારે તેની મદદની જરુર હતી. તે કાંઇ મારુ કામ ફી માં કરે એવી છોકરી ન હતી. એક આખો મોટો પીઝા આવડા નાના શરીરમાં લાંચ રુપે ખાઇને તે બેઠી હતી.

ઓકે દાદુ, આ રીતે તમે આન્સર આપી શક્શો.

અકિરા આટ્લુ બોલીને મારા વિચારો તુટયા. હુ ને અકિરા અત્યારે મારા પી.સીની સામે બેઠા હતા ને અકિરા મને સ્કાઇપી પર વિડ્યો ચેટ કેવી રીતે થાઇ તે શીખવાડતી હતી.

ગુરુમનઃ “હમમમમ, હમમમ…..”

મને બધુ સમજાઈ ગયુ એવી હા પાડવા છતા અકિરા હજી મારી બાજુમા બેઠી હતી.

ગુરુમનઃ “ તુ જા હવે …(મે એને શાંતિથી ભગાડવાનો પ્રયત્ન કર્યો)”

અકિરાઃ “ ઓહહહ, એવી શુ વાત કરવી છે તમારે ?? હમમમ..

અકિરા સીધી રીતે માને એવી નોહતી માટે મે મારુ બહ્માશ્ત્ર વાપર્યુ, તુ જાય છે કે હુ બંધ કરી દઉ, મારે વાત જ નથી કરવી.

અકિરા પરાણે ઉભી થઇ. નાના છોકરાને વુધ્ધ ગમે તે રીતે પોતાની જીદ પુરી કરી જ લે છે

અકિરાઃ “ સારુ… અને મારી સામે આંખ મારતી મારતી બોલી બેસ્ટ ઓફ લક.

એમાં શેનુ બેસ્ટ ઓફ લક ,હું થૉડો નર્વ્શ છુ? પણ કદાચ હુ થોડો હતો. આશરે ૩૦ વર્ષ પછી હુ મારી અલિનાને જોવાનો હતો. ફેસટુફેસ તો નહી પણ વિડયો કોલ પર. માટે હુ પેલી ચાબલી અકિરા પાસે સ્કાઇપી શીખતો હતો. મે મારા સફેદ વાળ ને ફરી સરખા કર્યા. ત્યાં અલિનાનો કોલ આવ્યો. મે આન્સર પર કલીક કર્યુ ને ૫-૬ સેકેન્ડ ના કાળા અંધારા પછી મને મારી અલિના દેખાણી.

ઓહ્હ્હ્હ્હ એ એવી જ હતી.જેવી તે હમેશા લાગતી. મોટી મોટી આંખઓ, એક્દમ ટાઇટ બાંધેલા તેના વાળ, તેના ગાલ પાસે રેહેલુ તલ, અને જ્યારે તે હસતી ત્યારે તે ફાટતુ તલ મે જ્યારે છેલ્લે જોયુ હતુ ત્યારનુ એ એવુ ને એવુ જ હતુ. આજે પણ તેને કાચે-કાચી ખાઇ જવાની ઇચ્છા થાય તેવી જ તે લાગતી હતી.

મારી ઇચ્છા આ હાલતમાં વિડયો કોલ કરવાની જરાઇ ન હતી કારણ કે વિક્નેસ અને સ્ટેટ્સના કારણે મને હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવી હતી. ફેમેશ થવાના કાંઇ ફાયદા હોતા જ નથી, સતત ટાવેલીંગના કારણે જ ડોક્ટરે મને ૧ મહિનાનો બેડ રેસ્ટ જ આપ્યો હતો. એવુ ના હતુ કે મારે એને જોવો ન હતો ??? મારે એને ચોક્કસ જોવો હતો પણ આ રીતે બાઇનરી ભાષામાં નહી. મારે એને આટલા વર્ષો પછી ફેસટુફેસ મળવુ હતુ. મારે એને સ્પર્શવો હતો એની છાતી પર માથુ રાખીને બસ જુના દિવસોની જેમ સુવુ હતુ. પણ એ માન્યો નહી. તે હ્જી પણ પેહલા જેવો જ જીદી જ હતો.

મે એને જોયો અને એણે મને જોઇ. મને કોમ્યુટરની સ્કીન ફાડીને તેની પાસે જવાનુ મન થયુ. એને થોડાક સફેદ વાળ આવી ગયા હતા પણ એ પેહલા જેવો જ હેન્ડ્સમ લાગતો હતો. દાદુ હુ જાવ છુ ઓ.કે ને? આ વાકયે મારામાં સ્ત્રીને થતી જેલેસી ઉત્પન કરી.

અલિનાઃ “તે મેરેજ કર્યા એમ ને ? એનો જવાબ ‘ના’ ‘ના’ જ આવે એવી અંદરથી બહુ ઇચ્છા હોવા છતા પણ મે ઉલટો સવાલ કર્યો.

ગુરુમનઃ “શુ? ફરીથી બોલ”

મને ખબર હતી એણે બરાબર સાંભળ્યુ છે, છતા એ પાછુ મારી પાસે બોલાવા માગે છે. મે પરાણે ફરીથી હસતા હસતા મારો સવાલ રીપીટ કર્યો.

અલિનાઃ તે મેરેજ કર્યા એમ ને ?

ગુરુમનઃ થોડુક જોરથી બોલને સંભળાતુ નથી?

હુ આના નાટક્ને બહુ વ્યવ્સથીત ઓળખતી હતી ને મારી પાસે એનો ઇલાજ પણ હતો.

અલિના જોરથી રાડ પાડીને બોલીઃ આઇ લવ યુ

ગુરુમન પણ તેનાથી વધારે બરાડા પાડીને બોલ્યો આઇ લવ યુ……..

ગુરુમન એ ઍટલા જોરથી રાડ પાડી હતી કે તેની લાઇબ્રેરીના ૧૫-૨૦ લોકો અચાનક તેની સામે જોવા લાગ્યા ને ગુરુમન શરમાઇને સોરી સોરી કેહવા લાગ્યો ને હુ હસવા લાગી..

મને અમારા જુના દિવસો યાદ આવી ગયા અમે કાશ્મીરની ખીણમાં આવી જોર જોરથી અવાજ કરતા હતા. આંખમાંથી આસુ વેહવા લાગ્યા ને ચેહરો હજી હસતો હતો. મે ગુરુમન ને જોયો તે પણ ખુલ્લુ મો રાખીને જુના દિવસોની જેમ હસતો હતો.જ્યારે તે આવી રીતે હસતો ત્યારે તે મને બહુ ગમતો. મે એને સ્પર્શ કરવા મારી કોમ્પુટરની સ્કીન પર હાથ મુક્યો અને એણે પોતાની કોમ્પુટરની સ્કીન પર હાથ મુક્યો.

માટે જ મારે આવી રીતે નોહતુ મળ્વુ. બસ હુ માત્ર આટલુ જ બોલી શકી ને અમે બને રડવા લગ્યા. અમે બને બહુ રડયા. કદાચ એ આસુ એ અમે બને જુદા પડયા તેના ના હતા પણ એકબીજા વગર આટલા વર્ષો જીવ્યા તે દુઃખના હતા.

અંતે અમે નક્કી કર્યુ કે અમે પાછા મળીશુ, એજ તારીખે જે તારીખે અમે પેહલી વાર મળ્યા હતા. ૪ સ્પ્ટેમબર

(To be count..)

EP:02 (last episode) માં વાંચો…

એવુ તે શુ થયુ કે અલિના ને ગુરુમન આટલા વર્ષો દુર રહયા? વિડ્યો કોલ પેહલા અલિનાને ગુરુમન કેવી રીતે મળ્યા.?? ૨૦મી સદીમાં જતી એ લવસ્ટોરી (ચેપ્ટરઃ ૦૨ અને ૦૧) જાણવા વાંચો ‘Reverse Love story’ નો પાર્ટ ૦૨