Satyveer Patrakaar in Gujarati Short Stories by Kishor Chavda books and stories PDF | સત્યવિર પત્રકાર

Featured Books
Categories
Share

સત્યવિર પત્રકાર

સત્યવીર પત્રકાર

આજે સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેના મનમાં અનેક સવાલો અને ડર ઉભા થઇ રહ્યા હતા.તેથી જ તેને આખી વાત તેની મા ને જણાવી અને તેને શુ કરવુ તે વિશે તેમની રાય પુછી? તેની માએ તેને કહ્યુ.બેટા, “સત્યની રાહ પર ચાલીશ તો કાંટા તો વાગશે જ પણ જ્યારે તને મંજીલ મળી જશે ત્યારે તે કાંટા તને દર્દ નહી પણ ખુશી જ આપશે”.માટે તારા મનની બધી શંકાઓ દુર કરી દે અને બસ સત્યની રાહ પર જ ચાલ.તેની માની વાત સાંભળીને તેનુ ચિત્ત એકદમ શાંત થઇ ગયુ.તેને હવે કોઇ જ ચિંતા કે ડર ન હતો.કારણ કે હવે તેને એ વાત પર પુરી રીતે વિશ્વાસ આવી ગયો હતો કે તે જે કામ કરી રહ્યો છે તે એકદમ બરાબર છે,એમાં જ સમાજનુ હિત છુપાયેલુ છે અને તેથી જ તેના મનની બધી જ શંકાઓ દુર થઇ ગઇ.

ભૌમિક આજકાલ ટીવી ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતો હતો.તેની ચેનલમાં તેનુ સારુ એવુ નામ હતુ.હવે તો તે એંકર તરીકે કામ કરતો હતો અને કેટલીય નામી હસ્તિઓના ઇંટરવ્યુ પણ લઇ ચુક્યો હતો.પણ આ બધી સફળતા તેને આમ જ ન મળી હતીતે માટે તેને ઘણી મહેનત કરી હતી.તે કોઇ પૈસાદાર કુટુંબમાંથી નહોતો આવ્યો.આ બધુ જ તેને તેની મહેનત અમે કાબેલીયત દ્વારા મેળવ્યુ હતુ.ચેનલની નીચેની પોઝીશનથી અત્યારની તેની પોઝીશન સુધીની તેની સફરમાં તેને કેટલીય મુસીબતોનો સામનો કર્યો હતો.પણ ક્યારેય કોઇ પણ પરીસ્થીતીમાં તે કયારેય પણ ન તો ડર્યો હતો કે ન તો તેને પીછેહટ કરી હતી.કારણ કે નાનપણમાં જ એને એટલી બધી મુસીબતોનો સામનો કર્યો હતો કે હવે આ મુસીબતો તો તેને તેની સામે કઇજ લાગતી ન હતી. કોઇ પણ પરિસ્થીતિમાં વિચલીત ન થવુ એ જાણે તેનો સ્વભાવ બની ચુક્યો હતો.ક્યારેક કોઇ પરીસ્થિતીમાં તેને કંઇજ સમજમાં ન આવતુ ત્યારે તે તેની માની પાસેથી સલાહ લેતો હતો.તેની મા ભણેલી તો ન હતી પણ તેમને તેમની જીંદગીમાં બધી જ પરીસ્થિતીઓ જોઇ લીધી હતી.જીંદગીના અનુભવે તે પરીપક્વ બની ગયાં હતા.ગમે તેવી વિકટ પરીસ્થિતીમાં પણ તેમને ક્યારેય કોઇ ખોટુ કામ કર્યુ ન હતુ,કે ન તો તેમનો સત્યધર્મ છોડ્યો હતો.તેમને મહેનત કરીને ભૌમિકને ભણાવ્યો હતો અને તેને સારા સંસ્કાર આપ્યા હતા.એટલે જ ભૌમિક અત્યારે આટલી તરક્કી કરી શક્યો હતો. અત્યારે તે જે ચેનલમાં હતો ત્યાં તેની પહેલા આવેલા લોકો કરતા પણ તે ઉપરની પોઝીસન પર પહોચી ગયો હતો.છતા પણ ન તો તેના સ્વભાવમાં કોઇ પરિવર્તન આવ્યુ હતુ,કે ન તો તેની કામ કરવાની તેની રીતમાં,કે અન્ય લોકો જોડેના તેના વ્યવહારમાં.એટલે જ કદાચ તે ચેનલમાં સૌનો માનીતો અને મિત્ર બની ગયો હતો.ક્યારેક તે રજા પર રહેતો તો કોઇને પણ મજા જ આવતી ન હતી.જાણે તેને બધાને તેના વ્યસની બનાવી દીધા હતા.તેના આવા નિખાલસ સ્વભાવના કારણે જ તેની આટલી જલદી તરક્કી મેળવ્યા છતા તેના કોઇ દુશ્મનો ન હતા.કારણ કે તે ક્યારેય કોઇની પણ સાથે બગડતો જ નહી અને બધાની સાથે સારી રીતે જ વાત કરતો હતો.છતા પણ જ્યારે કોઇ માણસ પોતાની મહેનતથી ખુબ જ ઝડપથી આગળ નિકળી જાય ત્યારે તેની ઇર્ષ્યા કરવાવાળા પણ પેદા થઇ જ જાય છે.તેમ ભૌમિકના પણ કેટલાક ઇર્ષ્યાળુ તેની ઓફીસમાં જ હતા.પણ તેમને ક્યારેય ભૌમિક વિરુદ્ધ કંઇ જ કરવાનો મોકો મળતો ન હતો.

ભૌમિકે નાનપણથી જ ગરીબી જોઇ હતી.તેને તેની માને નાનપણથી લોકોના ઘરમાં કામ કરતી જોઇ હતી.તે આટલી મહેનત તેના માટે જ તો કરતી હતી,તેના સિવાય તેનુ દુનિયામાં બીજુ હતુ પણ કોણ? તેથી નાનપણથી જ તેને નક્કી કરી લીધુ હતુ કે તે ખુબ મહેનત કરીને મન લગાવીને ભણશે અને તેની માનુ સપનુ પુરુ કરશે.તેને સારી રીતે ખબર હતી,કે સપના ફક્ત જોવાથી જ સાચા નથી થઇ જતા પણ તે માટે અથાગ પરિશ્રમ કરવો પડે છે.પણ તેને એની જાતને એના માટે પહેલેથી જ તૈયાર રાખી હતી.આજે એ અથાગ પરિશ્રમના ફળ સ્વરુપે જ તે આ પોઝીસન સુધી પહોચ્યો હતો.પણ તેને ક્યારેય પણ તેના હોદ્દાનુ અભિમાન રાખ્યુ ન હતુ,કે ના તો ક્યારેય તેનો દુરુપયોગ કર્યો હતો.તેને તેનુ કામ હંમેશા ઇમાનદારી અને નિષ્ઠાપુર્વક કર્યુ હતુ અને તેને જ તે તેની સફળતાની ચાવી ગણતો હતો.તેની નીચે કામ કરતા લોકોને પણ તે તેનુ ઉદહરણ આપીને હંમેશા ઇમાનદરી પુર્વક કામ કરવા માટે પ્રેરણા આપતો હતો. હવે આપણે આજના દિવસની વાત કરીએ,આજે તે ખુબજ ખુશ હતો કારણકે છેલ્લા કેટલાય દિવસથી તે જે કેસ પર કામ કરી રહ્યો હતો તે કેસમાં આજે તેને ખુબ જ સ્ટ્રોંગ પુરાવાઓ હાથ લાગ્યા હતા.આ પુરાવાઓ દ્વારા તેને આ કેસના ગુનેગાર લોકોને જેલભેગા કરવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી હતી.વાત જાણે એમ હતી કે,થોડા સમય પહેલા શહેરના એક ખુબ જ વસ્તીગીચતા વાળા વિસ્તારમાં એક પુલ ટુટી પડ્યો હતો.તે પુલની નીચે આવીને પાંચ લોકોના મોત થઇ ગયા હતા.શહેરની અને દેશની બધી જ ચેનલોએ ટીઆરપી માટે થોડા દિવસો સુધી તે સમાચાર દેખાડ્યા હતા.અને થોડા સમય પછી બધા તે વાતને ભુલી ગયા.પણ ભૌમિક અલગ જ પ્રકૃતિનો માણસ હતો.તે જે કેસ હાથ પર લેતો તેમાંથી સત્ય બહાર ના આવે ત્યાં સુધી તેનો પીછો છોડતો ન હતો.આ કેસમાં પણ તેને એમ જ કર્યુ.જ્યારથી આ ઘટના બની હતી લઇને અત્યાર સુધી તે આ કેસના દરેક પાસાને અને કડીઓને જોડતા જોડતા તે અહીં સુધી પહોચ્યોં હતો અને તેની મહેનત રંગ લાવી હતી.આજે તેને એવુ લાગી રહ્યુ હતુ કે હવે તેને આખો કેસ સોલ્વ કરી લીધો છે. અત્યારે તેને ઓનએર જવામાં થોડી જ વાર હતી.તે બસ બધી ફાઇલો એકવાર ફરીથી ચેક કરી રહ્યો હતો,ત્યાંજ તેના ફોનની રિંગ વાગી તેને ડિસ્પ્લે પર નમ્બર જોયો તો તેના ફોનની ડિસ્પ્લે પર કોઇ અનનોન નમ્બર બતાવી રહ્યો હતો.તેને તરત જ ફોન ઉપાડ્યો અને તે કંઇ બોલે તે પહેલા જ સામે છેડેથી એક અસ્પષ્ટ અને ઘોઘરો અવાજ આવ્યો.મિ.ભૌમિક,તમે કદાચ મને નહિ ઓળખતા હોવ પણ હુ તમને ખુબ જ સારી રીતે ઓળખુ છુ અને તમારી આખી રુટીન લાઇફ અને તમારી તમામ જાણકારી મારી પાસે છે.પણ એ બધી વાત જવા દો,અત્યારે મે તમને એટલા માટે ફોન કર્યો છે કે મારા સાથીઓ વિશેની પણ કંઇક અંગત જાણકારી તમારી પાસે છે.એ જાણકારી જો જાહેર થઇ ગઇ તો એ મારા માટે સારુ નથી અને “તમારા માટે પણ.” માટે જો તમને તમારી જીંદગી પ્યારી હોય તો આ કેસમાંથી હટી જાઓ.પહેલી વાર છે એટલા માટે તમને પ્રેમથી વાત કરીને સમજાવુ છુ, નહીતર અમને બીજા રસ્તાઓ પણ આવડે છે.થોડીવાર તો ભૌમિક પણ આવી વાત સાંભળીને ડરી ગયો.પણ તરત જ સ્વસ્થ થઇને તેને કહ્યુ.ભાઇ તમે જે પણ હોય,મને લાગે છે કે તમે ખોટી જગ્યાએ ફોન લગાવ્યો છે.હુ કોઇનાથી ડરતો નથી.તમારાથી જે પણ થાય તે કરી લેજો.એટલુ કહીને તેને ફોન કાપી નાખ્યો.

ફોન મુક્યા પછી પણ તે એજ વિચારતો હતો કે કોણ હશે તે ફોન કરનાર,અને તેને કેમ તેને આ કેસમાંથી હટી જવા માટે કહ્યુ? તેને આખા કેસની કડીઓને જોડીને ફરીથી વિચાર કરી જોયો. જ્યારથી તે આ કેસની તપાસ કરી રહ્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં તેને આવા કોઇ જ પ્રશ્નનો સામનો કરવો પડ્યો ન હતો.પણ આજે જ્યારે તેને લાગી રહ્યુ હતુ કે તે આ કેસના અંત સુધી પહોંચી ગયો છે તેજ સમયે આ કોલ આવ્યો.હવે તેને લાગી રહ્યુ હતુ કે આ કેસ કોઇ નાનો કેસ નથી,પણ આના તાર કોઇ મોટી વ્યક્તિ સાથે જોડાયેલા હોય તેવુ તેને લાગી રહ્યુ હતુ.કારણ કે તે જાણતો હતો કે આ કેસમાં જે બે મુખ્ય વ્યક્તિ સામેલ હતા તેમાંથી એક પણ તેને ફોન કરીને ધમકાવી શકે તેમ ન હતા.તેમ કરવામાં ઉલટા તેજ ફસાવાના હતા.પણ હવે તેને લાગી રહ્યુ હતુ કે કોઇ ત્રીજી વ્યક્તિ પણ આ કેસમાં સામેલ છે,જે તેને કેસમાંથી હટી જવા માટે કહી રહ્યો હોવો જોઇએ,અથવા કોઇના દ્વારા કહેવડાવી રહ્યો હોવો જોઇએ.પણ હજી સુધી તેની પાસે જે પુરાવાઓ આવ્યા હતા તેમાં એક બિઝનેશમેન અને એક લોકલ ગુંડો જ સામેલ હતા.હવે તેને લાગી રહ્યુ હતુ કે તેનાથી આ કેસમાં કોઇ કડી તો છુટી ગઇ છે.આની પાછળ મુખ્ય વ્યક્તિ કોઇ બીજુ જ છે,જે આ બધુ ચલાવી રહ્યુ છે અને પાછલા દરવાજેથી આ બધા ખોટા કામમાં પેલા બંન્નેને સપોર્ટ કરી રહ્યુ છે.પણ હવે તેની સામે મુશ્કેલી એ હતી,કે અત્યારે આ કેસના જે પણ ફેક્ટ છે તે પબ્લીક સામે લાવવા,કે પછી જ્યાં સુધી તે મુખ્ય વ્યક્તિ સુધી ના પહોંચી જાય ત્યાં સુધી તેને જાહેર ના કરવુ? જો તે આ કેસને પબ્લીક સામે લાવી દેશે તો પેલા બે વ્યક્તિ તો પકડાઇ જશે પણ આ બધાની પાછળ જે મુખ્ય વ્યક્તિ છે તે સાવધાન થઇ જશે.અને તે પાવરફુલ વ્યક્તિ તેના આ કેસ સાથેના બધા કનેક્શન કાપી નાખીને સાફ બચી જશે.તેથી ભૌમિકે ખુબ વિચાર કરીને આખરે અત્યારે આ ન્યુઝને ટેલિકાસ્ટ કરવાનુ માંડી વાળીને હજુ આ કેસની વધુ ઉંડાઇથી તપાસ કરવાનુ વિચાર્યુ.વળી અત્યારે તે આ ન્યુઝ ટેલિકાસ્ટ નહી કરે તેથી તે લોકો પણ એમ જ સમજશે કે તે ડરી ગયો છે અને હવે તેમની વિરુદ્ધ કંઇજ નહી બોલે.તેથી તે લોકો પણ આ વાતને ભુલી જશે.આજ મોકાનો તે લાભ ઉઠાવી શકે તેમ હતો,તેથી ખુબ જ વિચારીને તેને ન્યુઝ ટેલીકાસ્ટ કરવાનુ કેંસલ કરવાનો નિર્ણય લીધો.

ત્યારબાદ તરત જ તે ફરીથી તે કેસની વધુ ઉંડાઇથી તપાસમાં લાગી ગયો.અત્યાર સુધીની તેની તપાસ શહેરના એક બિઝનેશમેન અને એક લોક્લ ગુંડા સુધી જ આવીને અટકી હતી.પણ હવે તેને તેમની ઉપર બેસેલા તેના બોસ સુધી પહોચવાનુ હતુ.તેથી હવે આ કેસ ખુબ જ જોખમી બની ગયો હતો.હવે તે એકલો આ કેસમાં પહોચી વળે તેમ ન હતો.અત્યાર સુધી તો તેને એકલાએ જ બધી તપાસ જાતે જ કરી હતી.પણ હવે તેને આ કેસમાં પોલીસની મદદ લીધા વગર ચાલે તેમ ન હતુ. તેથી જ તેને પોલીસ ડિપાર્ટમેંટમાં કામ કરતા તેના દોસ્ત સુરજની મદદ લેવાનુ નક્કી કર્યુ.સુરજ શહેરના જ એક વિસ્તારમાં પીએસઆઇની પોસ્ટ પર હતો.તે અને ભૌમિક કોલેજમાં સાથે જ હતા. હજી થોડા સમય પહેલા જ તેની આ શહેરમાં બદલી થઇ હતી.સુરજ વિશે ભૌમિક ખુબ જ સારી રીતે જાણતો હતો.તે ખુબ જ ઇમાનદાર ઓફીસર હતો.તેના લીધે જ અત્યાર સુધીમાં તેની કેટલીય જગ્યાએ બદલી થઇ ગઇ હતી.પણ તેને તેની ઇમાનદારી છોડી ન હતી.તેથી જ ભૌમિકે તેને આ કેસમાં સામેલ કરવાનુ નક્કી કર્યુ હતુ.તેને તરત જ સુરજને ફોન કરીને તેની ઓફીસની નજીકના કોફી કોર્નર પર બોલાવીને આખા કેસની બધી માહિતી વિગતવાર જણાવી,અને તેને થોડા સમય પહેલા આવેલા ધમકીવાળા કોલની પણ વાત જણાવી,અને તેને કહ્યુ,કે તે ડરના લીધે આ માહિતી છુપાવી નથી રહ્યો પણ તેને શંકા છે કે આ કેસમાં કોઇ ખુબ જ મોટુ માથુ સામેલ છે.અને તેને તેના સુધી પહોચવા માટે તેની મદદની જરુર છે.સુરજે ભૌમિકની આખી વાત ધ્યાનથી સાંભળી તેના પછી તેને પણ લાગ્યુ કે આ કેસમાં જરુર કોઇક બીજુ પણ છે.તેથી તેને ભૌમિકને પુરો સાથ આપવાનુ કહ્યુ,અને તેની જે પણ મદદની જરુર હોય તે કરવાની તૈયારી બતાવી.ત્યારબાદ ભૌમિકનુ કામ ખુબ જ આસાન થઇ ગયુ.હવે એક પોલીસવાળો આ કેસમાં તેની સાથે હતો તેથી તેની હિંમત પણ વધી ગઇ.હવે તેને કોઇ જ ફિકર ન હતી.

બીજા જ દિવસથી તેને ફરીથી એક એક કડીની ઝીણવટથી તપાસ કરીને કેસની નવેસરથી તપાસ શરુ કરી દીધી.તેને બધી રીતે ચકાસી જોયુ પણ દરેક જગ્યાએ છેલ્લે પેલા બિઝનેશમેન અને ગુંડા સુધી આવીને તેની તપાસ અટકી જતી હતી.આગળનો કોઇ ક્લુ તેને મળી જ રહ્યો ન હતો. ત્યાંજ અચાનક તેના હાથમાં એક ખુબ જ અગત્યનો સબુત હાથ આવ્યો.તેના ઇંસ્પેક્ટર દોસ્તની મદદથી તેને પેલા બિઝનેશમેન અને ગુંડાના બધા જ કોલની ડિટેઇલ્સ મંગાવી હતી. તેમાંથી તે બધા જ નંબરની તપાસ કરી રહ્યો હતો,ત્યાંજ તેના હાથમાં એક એવો નંબર આવ્યો જે જોઇને તે દંગ રહી ગયો.તે નંબર રાજ્યના એક ખુબ જ જાણીતા નેતાના પીએનો હતો.તેના પરથી તેને અંદાજો આવી ગયો કે આ કોઇ નાનો ખેલ નથી.આના તાર છેક ઉપર સુધી જઇ રહ્યા છે. ત્યારબાદ તેને તે નેતા વિશેની બધી જ માહિતી એકઠી કરવાની શરુ કરી દીધી.તે ઘણા સમયથી આ ફિલ્ડમાં હતો તેથી તેની પાસે દરેક પ્રકારની માહિતી મેળવવા માટેના સોર્સ હતા.તેમની પાસેથી માહિતી મેળવીને તેને તે નેતાની આખી કુંડળી મેળવી લીધી.આ કેસમાં તેનુ કનેક્શન સાબિત કરે તેવા બીજા પણ ઘણા પુરાવાઓ તેને એકઠા કરી લીધા.હવે પેલો નેતા તેની જાળમાં બરાબર ફસાઇ ચુક્યો હતો.હવે તેની પાસે તે નેતાને જેલભેગો કરવાના બધા જ પુરાવાઓ હતા.આવતીકાલે જ તે આ ખબરને ટેલીકાસ્ટ કરવાનો હતો.તે માટે તેને તેના બોસને કહીને સૌથી અગત્યનો સ્લોટ તેના માટે ખાલી રાખવા માટે જણાવી દીધુ હતુ.

અત્યારે તે ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો.હવે તેને આખો કેસ સોલ્વ કરી લીધો હતો.બસ કાલના દિવસે તે દિવસની કે કદાચ મહિનાની સૌથી મોટી ખબરને તે તેની ચેનલ પર ટેલીકાસ્ટ કરવાનો હતો.અત્યારે તે ખુબ જ ખુશ હતો.પણ ભૌમિક જ્યારે આ કેસમાં આગળ વધીને જ્યારથી પેલા નેતાની પાછળ લાગ્યો હતો ત્યારથી તેની પાછળ તેની જ ઓફીસનો એક માણસ લાગી ગયો હતો તે વાતથી ભૌમિક અજાણ હતો.ઓફીસથી નિકળીને તે તેના રોજના રસ્તેથી ઘર તરફ જઇ રહ્યો હતો ત્યાં અચાનક જ! તેની ગાડીની આડે એક ગાડી રસ્તો રોકીને ઉભી રહી.તેમાંથી ચાર પાંચ જણ ઉતર્યા,અને તેને ઘેરી લીધો.ઉતરીને તે લોકોએ સીધો જ ભૌમિક પર હુમલો કરી દીધો.તેમનો ઉદ્દેશ્ય ભૌમિકને મારવાનો ન હતો પણ તેમને ખબર હતી કે ભૌમિક સીધી રીતે તો તેમને ફાઇલ આપશે નહી.તેથી ભૌમિક પાસેથી પેલી ફાઇલ પડાવવા,જેમાં તેમના માલિક વિરુદ્ધ સબુતો હતા,તેમને ભૌમિકને માર મારવાનો શરુ કરી દીધો.ભૌમિકે ઘણીવાર સુધી તેમનો સામનો કરવાની કોશીશ કરી પણ અંતે એક જણે પાછળથી તેના માથામાં વાર કરીને તેને બેહોશ કરી દીધો અને તેની ગાડીમાંથી કેસને લગતા બધા જ ડોક્યુમેંટ લઇને તેને એમ જ રસ્તા પર છોડીને ભાગી ગયા.ભૌમિકના માથામાંથી લોહી વહી રહ્યુ હતુ.તે ઉભો થઇ શકે તેવી પોઝીશનમાં ન હતો.થોડીવાર સુધી તે એમ જ રસ્તા પર પડ્યો રહ્યો.રાતનો સમય હતો તેથી રસ્તા પર વાહનોની અવર જવર ખુબ જ ઓછી હતી. થોડીવાર પછી એક ગાડી ત્યાંથી પસાર થતી હતી,ભૌમિકના નસીબ સારા હતા કે તે લોકોએ તેને રસ્તા પર પડેલો જોયો,અને તરત જ ભૌમિકને ત્યાંથી હોસ્પીટલમાં પહોચાડ્યો. સવારે જ્યારે ભૌમિક હોંશમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેના કેસને લગતા બધા જ ડોક્યુમેંટ ગુંડાઓએ તેની પાસેથી છીનવી લીધા છે.પણ તેને એ વાતનુ કોઇ જ ટેંશન ન હતુ.કારણકે ભૌમિક ખુબ જ ઇંટેલીજન્ટ હતો,તેને પહેલાથી જ બધા ડોક્યુમેંટ સ્કેન કરીને તેની સોફ્ટ કોપી બનાવીને તેને એક પેનડ્રાઇવમાં સેવ કરી લીધાં હતા.અને તે પેનડ્રાઇવ તેના ગળામાં જ હતી.ભાગ્યથી તે પેલા લોકોને નજર ન આવી કે પછી તેમને એ અંદાજો ન આવ્યો કે આ પેનડ્રાઇવમાં જ તેમના માલિક માટે જેલના દરવાજાનો રસ્તો લખેલો છે.પેલી કહેવત છેને કે, “ભાગ્ય પણ હંમેશા બહાદુરોનો જ સાથ આપે છે” તે ઉક્તિ અહીંયા સાચી પડી હતી.ભૌમિકની મહેનત રંગ લાવી હતી. પણ હવે તે આખી પરીસ્થિતી સમજી ગયો હતો.તેથી હવે તેને જરા પણ વાર લગાડ્યા વગર તે ન્યુઝને પબ્લીશ કરવા જરુરી હતા.તેથી તે હોસ્પીટલથી નિકળીને સીધો ઓફીસ પર પહોચ્યોં.અને એવી હાલતમાં જ તેને તે ન્યઝને તરત જ બ્રોડકાસ્ટ કરાવ્યા.થોડીવારમાં તો બધી જ ચેનલોના તે ફુટેજ માટે કોલ આવવા લાગ્યા.તેની ચેનલની ટીઆરપી અત્યારે ટોપ પર હતી.તેને ચારે તરફથી અભિનંદનની વર્ષા આવી રહી હતી.પોલીસે પણ તરત જ એક્શન લેતા પેલા નેતા અને કેસથી સંબંધીત બીજા લોકોને તરત જ કસ્ટડીમાં લઇ લીધા હતા.હવે ભૌમિકનુ તેની ચેનલમાં માન પહેલા કરતા પણ વધી ગયુ હતુ.હમણા જ ચેનલના ડાયરેક્ટરનો તેના પર ફોન આવ્યો હતો અને તેને તેના કામ માટે અભિનંદન આપ્યા હતા.ભૌમિકે બધાને કહ્યુ,મારી મા મને હંમેશા કહેતી હતી, “સત્યને વળગી રહો તો જીત તમારી જ થશે,હા સત્યની રાહમાં થોડી મુશ્કેલીઓ જરુર આવશે પણ અંતમાં તેના દ્વારા મળતા ફળથી તે સરભર થઇ જશે”.

* સત્યમેવ જયતે * .