|| 26 ||
પ્રકરણ 25 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય દિયાને મળવાનું પ્લાનિંગ કરે છે પણ નિષ્ફળ થાય છે અને જિગરની વાતો અને બીજું ઘણું બધુ હવે ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
* * *
સમય ખૂબ જ સરસ ચાલી રહ્યો હતો. મારૂ ડિગ્રી એન્જીનિયરીંગ એટલે કે બી. ઇ. નું આ છેલ્લેથી બીજું સેમેસ્ટર ચાલતું હતું. સાતમું સેમેસ્ટર એટલે કે ટ્રેનીંગ સેમેસ્ટર, જીટીયુ ( ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ) દ્વારા આ એક નિયમ હતો કે સાતમા સેમેસ્ટરના વિધ્યાર્થીઓને ફરજિયાત કોઈ એક ઈન્ડસ્ટ્રીમાં જઈને પોતે બનાવી રહેલા પ્રોજેકટ અંતર્ગત ટ્રેનીંગ લેવાની હોય. હું અને મારા બીજા મિત્રો રાજકોટમાં એક ટ્રેનીંગ સેન્ટરમાં પી. એલ. સી. સ્કાડાની ટ્રેનીંગ લેવા જતાં. આ સમય દરમિયાન જ હું પહેલી વખત મારી બાજુના વર્ગમાં ભણતા વિધ્યાર્થીઓના સંપર્કમાં આવ્યો અને અમે બધા બહુ જ સારા મિત્રો બની ગયા હતા. ટ્રેનીંગ ખૂબ જ સરસ ચાલી રહી હતી અને આ તરફ હું દિયાના મેસેજ અને કોલની રાહ જોતો હતો કે ક્યારે તેનો કોલ કે મેસેજ આવે અને અમે મળીએ અને હું તેને સરપ્રાઈઝ આપું. દિયાના મમ્મી પપ્પા બહાર ગામ જવાના હતા એવી વાત દિયાએ મને કરેલી પણ હું હતો એવો વ્યક્તિ કે મારે તો એને જલ્દી મળવું હતું. એક દિવસ અમે મળવાનું પ્લાનિંગ કર્યું તો દિયાને તેની બેન ખુશ્બુ સાથે પોરબંદર જવાનું થયું અને પ્લાન આખો ચોપટ થઈ ગયો અને ત્યારબાદ ફરીવાર અમે પ્લાનિંગ કર્યું તો દિયાને સ્વિમિંગ કોચ માટે ઇન્ટરવ્યુ આપવા જવાનું થયું. આમ છતાં આપણે તો ફોર્મમાં જ હોય આથી હું ટ્રેનીંગ પર હતો અને મને બસ ઈચ્છા થઈ અને મેં દિયાને કોલ કર્યો.
( In Phone Call )
Me : ક્યાં છો ? આપણે મળવાનું હતું ને ?
દિયા : હા પણ આજે મારે સ્વિમિંગ કોચ માટે ઇન્ટરવ્યુ છે એટલે નહીં આવી શકું સોરી.
Me : પણ કેમ યાર તે કીધું તું ને આજે મળવાનું એટલે હું ટ્રેનીંગમાંથી પણ વહેલો ફ્રી થઈ ગયો જો.
દિયા : ઓકે આ બુધવારે બસ પાકકું.
Me : પ્રોમિસ ?
દિયા : અરે હા, પ્રોમિસ બસ.
Me : ઓકે. અને હેય મળશુ ક્યાં ?
દિયા : આપની ફેવરીટ પ્લેસ પર
Me : આઈ હાઇ મારી શરમીલી ટાગોર. પાક્કુ ચાલ
દિયા : હા, બહુ ખુશ ના થતો બાકી મને ખબર છે તું જ્યારે વધારે પડતો ખુશ થઈ જાય છે ત્યારે જ પ્લાનની પથારી ફેરવાય જાય છે.
Me : ઓકે યાર. સારું ચાલ તું સ્વિમિંગ કર હું મૂકું બાઈ.
દિયા : હા, સારું.
Me : અરે બાઈ તો બોલ
દિયા : હા બાય પણ
Me : આઈ લવ યુ દિયા
દિયા : હા, હવે માધવના હાથમાં ફોન છે એને ના કહી દેતો.
Me : હા ઓકે બાય.
મમ્મીએ નાનો હતો ત્યારે એવું કહેલું કે બુધવારે કોઈ કામ ના કરવા લાઈક કપડાં લેવા જવાનું, બુટ લેવા જવાના એવા કામો ના કરવા કારણ કે બુધવારે કરેલા કામના સ્થળ પર તમારે બીજી વાર એ જ કામ કરવા જવું જ પડે છે એટલે ખોટો ડબલ ધક્કો થાય. મારે તો આ જ જોતું તું કે મારે ડબલ શું ચાર પાંચ વાર ભલે ને ધક્કો થાય અને આ ધક્કો થોડો કહેવાય આ તો પ્રેમ છે, બસ પ્રેમ છે. હવે શરૂ થઈ સફર ‘રાહ જોવાની’. હા, બહુ બધી રાહ જોયા પછી ફાઇનલી એ દિવસ આવી ગયો જ્યારે મારે મળવાનું થયું મારી ક્રશ મારી પ્રિન્સેસ દિયાને. હા, આજે અમારા બંને વચ્ચે એક વસ્તુ કોમન હતી અને તે હતી કે અમે બંને સાથે ઘરે ભગવાનની પૂજા કરીને નીકળવાના હતા. સવારે ભગવાનની પૂજા કરીને મારે કોલેજ પણ જવાનું હતું અને દિયાને પણ મળવાનું હતું. આથી હું તૈયાર થઈને મારૂ ફેવરિટ ટી – શર્ટ કાચા પીળા કલરનું ટી – શર્ટ અને જીન્સ પેન્ટમાં તૈયાર થઈને નીકળ્યો. આજે હું બહુ જ ખુશ હતો કારણ કે આજે હું દિયાને એક ફ્રેન્ડ તરીકે નહીં પણ એક લવર તરીકે મળવા જઈ રહ્યો હતો. હું તો ભાઈ મસ્ત પોઈઝન પરફ્યુમ લગાવીને કંપ્લીટ થઈને ગયો દિયાને મળવા માટે. દિયાને ખબર છે કે મને છોકરીઓ કલ્ચરલ ડ્રેસિંગ્સ એટ્લે કે ડ્રેસ, સાડી એવું પહેરે એ વધુ ગમે. જીન્સ અને શોર્ટ્સ એ બધુ બહુ ઓછું ગમે આથી દિયા સ્પેશ્યલી મારા માટે થઈને જ ડ્રેસમાં આવી હતી. હું તો વહેલો પહોંચી ગયો પછી પાંચ મિનિટમાં તો ખબર નહીં દિયાને કેટલા બધા કોલ્સ કર્યા હશે કારણ એક જ ઉત્સાહ હતો અને એક પ્રેમ હતો, હા, સંપૂર્ણપણે નિ:સ્વાર્થ પ્રેમ હતો.
Me : આવો, પધારો તમારી જ રાહ હતી.
દિયા : ઓહો ! શું વાત છે ? આટલી બધી રાહ જોવાતી હતી.
આટલું બોલીને તે પર્સમાં કઈક કરતી હતી અને હું ? હું તો બસ એની સામે જોતો હતો. આજે શેમ્પૂથી વાળ ધોયા હતા આથી તેના વાળની સુગંધ બહુ જ મસ્ત આવતી હતી પણ તેને તેના હોટ ફેવરિટ બ્રાઉન શેડેડ ગોગલ્સ પહેર્યા હતા. આથી મારે તેની આંખો જોવાથી નહોતી અને મેં કહ્યું.
Me : મારે તારી આંખો જોવી છે પણ તું છે કે “નયનને બંધ રાખીને” બેઠી છે.
દિયા : મિસ્ટર આદિત્ય, અહીંયા તમે કોઈ લેખક નથી તો આવા શબ્દો મને ઇમ્પ્રેસ કરવા ઉપયોગ ના કરશોજી. બાય ધ વે તારે મારી આંખો જોવી છે પણ એક શરતે તું હિપ્નોટાઈઝ તો નહીં કરે ને ?
Me : અરે પાકકું નહીં કરું બસ ?
દિયા : ઓકે
( આ જ દિવસે રાત્રે )
મેં દિયાને whats app મેસેજ કર્યો.
Me : Hi
Diya : Hmm
( ખબર નહીં છોકરીઓ આ ‘હમ્મ..’ પાછળ શું કહેવા માંગતી હશે ? )
Me : Have hmm na bolti.
Diya : Pan 11 vagya chhe atyare tare maru shu kam chhe ? Hu bahu thaki chhu ungh aave chhe. I am lying on bed yaar.
Me : Hu tara mate ek mast surprise lai aavish kale and tu please e surprise lai leje. Next few months ma taro birthday aave chhe. 24th may - 2016
બસ આટલું કહીને દિયાએ પોતાના ગોગલ્સ ઉતાર્યા અને હું એની આંખની શું વાત કરું સાહેબ ? કામદેવની પણછ જેવા કળા ભમ્મર એવા નેણ આંખોની સુંદરતામાં જાણે વધારો કરતાં હતા. જ્યારે તે મને મારી જિંદગીમાં પહેલી વખત મળી ત્યારે જે રીતે કાજલ લગાવીને આવેલી બસ એ જ રીતે આંખોમાં કાજલ લગાવેલું હતું અને આંખ પર પિન્ક કલરનો આઈ શેડ આપેલો હતો. દિયા જાણતી હતી કે હું તો તેને મેક અપ વગર પણ પસંદ કરું જ છું પણ આમ છતાં છોકરી છે સાહેબ અને કોઈ છોકરી તેના પ્રિય પાત્રની સામે ના તૈયાર થાય તો કોની સામે થાય ? દિયા મારી સામે જોઈ રહી હતી અને પછી આજુબાજુ કારણ કે તેને ખબર હતી કે હું એક ધ્યાનથી તેને શું કામ જોઈ રહ્યો છું ?
“ બસ, હવે બહુ જોયું આમ બીજી જગ્યાએ પણ જો ને ”, દિયાએ શરમાતી સ્માઇલ સાથે મને કહ્યું.
“ બીજી છોકરીઓને જોવા થોડો આવ્યો છું. ”, આપણી પાસે પણ જવાબ તૈયાર જ હતો.
“ બહુ સારું ”, દિયાએ તેનો ફેસ બગાડતાં બગાડતાં કહ્યું.
“ આ બૂક તારા માટે છે.”, મેં મારી લખેલી એક બૂક તેને ભેટમાં આપતા કહ્યું.
“ ઓહહો”, એમ કહીને દિયાએ ગિફ્ટ રેપર ઉખાડવાનું શરૂ કર્યું.
“ ઓઈ ના હમણાં ના ઉખાડ હજી સરપ્રાઈઝ તો જો..”, મેં દિયાને ગિફ્ટ રેપર ના ઉખાડવાનું કહી પહેલા મારી સરપ્રાઈઝ જોવા માટે આગ્રહ કર્યો.
“ ઓકે આપ ”, દિયાએ મારી સરપ્રાઇઝ જોવા માટે તૈયાર થતાં કહ્યું.
“ આંખો બંધ કર “, કોઈ પણ છોકરાની એવી ઈચ્છા હોય છે કે તેની પ્રેમિકા આંખો બંધ કરીને ખોલે પછી તેને સરપ્રાઈઝ બતાવે અને પછી જે આનંદ આવે પોતાની પ્રેમીકાને તે ખરેખર તેના ચહેરાના હાવ ભાવ પરથી જ જોઈ શકાય. આવું ઘણું બધુ અવઢવ મારા મગજમાં પણ ચાલી રહ્યું હતું અને દિલ કંપન કરી રહ્યું હતું. હાથની આંગળીઓ પણ ધ્રુજી રહી હતી અને કપાળ પર પરસેવો.
“ તારા હાથ કેમ ધ્રુજે છે ? અને આટલો બધો પરસેવો કેમ ? “, દિયાએ પોતાની ચુનીથી મારા કપાળ પરનો પરસેવો લૂંછતા લૂંછતા કહ્યું. ખરેખર યાર બહુ મજા આવે હો, તમને જ ગમતી છોકરી જ્યારે પોતાના ડ્રેસની ચૂનીથી તમને હળવા ફૂલ હાથે કપાળ પર પરસેવો લુઈ દેતી હોય તો કેવું ગમે નહીં ?
“ હવે બોલ શું છે સરપ્રાઈઝ તે પેલા મને કે પછી જ હું આંખો બંધ કરીશ “, દિયાએ આંખો બંધ કરવાની ના કહેતા કહ્યું.
“ અરે ટ્રસ્ટ મી કિસ નહીં કરું તને. આંખો બંધ કર ને યાર “, મેં દિયાને હું ટચ નહીં કરું એવો વિશ્વાસ અપાવતા કહ્યું.
“ ઓકે “, એમ કહીને દિયાએ આંખો બંધ કરી.
મેં મારી બેગમાંથી ગુલાબની પાંદડીઓ કાઢીને દિયા પર તેને વરસાવી અને મારા મોબાઇલમાં મેં તેના માટે બનાવેલો વિડિયો ગિફ્ટ આપ્યો અને હા, એક રિંગ પણ ગિફ્ટ આપી. આ સિવાય એક બૂક જે મેં તેના પર લખેલી હતી અને એનું નામ હતું ‘સ્પીચલેસ વર્ડ્સ’ એ પણ ગિફ્ટ આપી. હા, મારી આપવાની સ્ટાઈલ પણ અનોખી હતી. જાણે હું દિયાને પ્રપોઝ કરતો હોય એવી રીતે મેં દિયાને બૂક આપી. આ બધુ જ આપીને મેં દિયાને પૂછ્યું.
“ કેવું લાગ્યું મારૂ સરપ્રાઈઝ ? ? “, મેં દિયાને મારી સરપ્રાઈઝ માટે રીવ્યુ આપવા કહ્યું.
“ ઓવસમ આઈ લવ્ડ ઈટ. “, દિયાએ પોતાના ચહેરા પર એક અલગ જ સ્માઇલ સાથે મને કહ્યું.
“ મારે આ જ જોઈતું હતું કે તારા ફેસ પર સ્માઇલ આવે બસ... અને હા, હું બે દિવસમાં જ અમદાવાદ જાવ છું મારા મામાના ઘરે. તું મને પછી જવાબ તો આપીશ ને કે Do You Love Me ? “, મેં ઘણી બધી આશા સાથે દિયાને કહ્યું.
“ ઓકે જા. હા, મારે તને એક વાત કરવી હતી. “, અચાનક કઈ યાદ આવ્યું હોય એમ દિયાએ મને કહ્યું.
“ હા બોલ.. “, મેં દિયાને તેની વાત કરવા માટે કહ્યું.
“ આવું મારે બોલવું ના જોઈએ પણ મારો એક ભાઈ છે મીન્સ કઝીન. મને છે ને આદિ એ ગમે તેવું કહ્યા કરે છે. લાઇક લાસ્ટ ટાઈમ અમે મારા બર્થ ડે પર જ્યારે ઘરે ડાન્સ કરતાં હતા ત્યારે મને રાત્રે મેસેજ કરીને કે ‘તું બહુ સેક્સી લગતી હતી’. હવે વિચાર મારા સગા કાકાનો દીકરો છે મારે શું કરવું ? “, દિયાએ તેની મનોવ્યથા મારી સમક્ષ વર્ણવી.
‘ તારા મમ્મીને કે અથવા માધવને કે, માધવ તો તારો સગગો ભાઈ છે તે તને હેલ્પ કરશે. “, હું હેલ્પ કરી શકું એમ નહોતો. કારણ કે હું જો દિયાને હેલ્પ કરું તો બધાને બધી ખબર પડી જાય. આથી મારા માટે આ વસ્તુ અશક્ય હતી. આથી મેં તેને તેના ભાઈ અને તેના મમ્મીની મદદ લેવા કહ્યું.
“ ના, તું માને છે ને એટલું બધુ લાઈફમાં બધુ જ ઇઝી નથી હોતું. “, દિયાએ મને બહુ જ મેચ્યોરિટી વાળો જવાબ આપતા કહ્યું.
“ તો શું કોઈ દ્વારા થતો આવો અત્યાચાર સહન કરવાનું એવું ? “, મને ગુસ્સો આવતા મેં દિયાને પૂછ્યું.
“ નહીં કાઇ નહીં “, દિયાએ હંમેશાની જેમ મારા સવાલને અવગણ્યો.
“ તું આવું જ કરે છે. ક્યારેય મારી સાથે પૂરી ખુલ્લા દિલથી વાત જ નથી મને કેમ ખબર પડે કે તને બરાબર પ્રોબ્લેમ ક્યાં છે ? “, હું નિરાશ થયો અને નીચે ફેસ રાખીને દિયાને પુછ્યું.
“ હમ્મ.. હવે ઘડિયાળમાં જો. “, વાતનો જવાબ ના આપવા દિયાએ અમારી વાતનો ટોપિક ચેન્જ કરતાં કહ્યું.
( કાંડા ઘડિયાળમાં જોઈને ) “ કેમ ? ? “, મેં દિયાને પૂછ્યું. કારણ કે હું તેની સાથે વધુ બેસવા માંગતો હતો.
“ આપણે અહીંયા બેઠા છીએ એને પૂરી ત્રણ કલાક થઈ અને મેં મમ્મીને કહ્યું કે હું જીવીના ઘરે જાવ છું. “, દિયાએ હંમેશાની જેમ કોઈ જીવીનું નામ આપતા કહ્યું.
“ યાર આ જીવી કોણ છે ? “, મેં દિયાને જીવી પાછળ કઈ છોકરી છે ? તે પૂછ્યું.
“ એ હું તને પછી મળાવીશ. હવે આપણે નીકળીએ “, દિયાએ પછી મળવવાનું કહ્યું અને હું તેની સાથે સહમત થયો.
“ ઓકે “, મેં સહમત થતાં કહ્યું. અમે ગાર્ડનમાંથી ઊભા થયા અને પાર્કિંગ તરફ ચાલતા ચાલતા વાતો કરતાં આગળ વધ્યા.
“ આદિ, તને એવું લાગે છે કે મને કઈ ખબર નથી પડતી પણ આદિ સાચે મને બધી જ ખબર પડે છે હો “, દિયાએ મને પોતાને બધી ખબર પડતી હોવાની વાતો કરતાં કહ્યું.
“ ઓહહો એવું હવે તો મારે તને સીધું ચોમાસામાં મળવાનું થશે અને હા એ પહેલા હું તને સાત દિવસ સાત લેટર લખીશ. તારા બર્થ ડે પર કોલ કરીશ અને લેટર તને ઓગસ્ટ મહિનામાં મળી જાશે. સાત દિવસ સાત લવ લેટર. “, મેં દિયાને દિયાને લવ લેટર હું લખવાનો છું એ વાત કરતાં કહ્યું.
“ થેન્ક યુ અને તારી વિશ ઓન એમાં જ લખી રાખજે કારણ કે હવે તું જ્યારે મને મોનસુનમાં મળે ત્યારે જ હું તને તારો જવાબ આપીશ. “, આમ કહીને દિયાએ તેનું સફેદ એક્ટિવા સેલ્ફ સ્ટાર્ટ કર્યું અને અમે પોતપોતાના ઘરે જવાના રસ્તે નીકળ્યા. હા, સાવ નજીક નજીક રહેતા હતા છતાં સાથે ઘરે ના જઇ શકીએ કારણ કે આ ખરાબ વિચારોવાળી સોસાયટીના લીધે. ક્રમશ:
***
ખબર નહીં છોકરીઓ આ ‘હમ્મ..’ પાછળ શું કહેવા માંગતી હશે ? દિયાએ મળવાની હા પાડી પણ મેળ જ ના પડ્યો. રિલેટિવ્સ પણ ખરા હોય છે યાર જ્યારે આપણે કઈક સારું કામ હોય ત્યારે જ મેરેજ કરે. અચ્છા મેરેજ કરે એનો પ્રોબ્લેમ નથી પણ પેરેન્ટ્સ આપણને મેરેજમાં લઈ જાય અને એમાંય આપણાં જેવા છોકરાઓ છોકરીઓ જોયા કરે ને વાહ વાહ જેવુ. અચ્છા હવે મળીએ આવતા પ્રકરણમાં જોઈએ આ ભાઈ આદિત્ય રૂબરૂ મળીને શું શું કરે છે ? ત્યાં સુધી આવજો.
***