Dr. Kalam in Gujarati Biography by Hardik Raja books and stories PDF | ડૉ.કલામ

Featured Books
Categories
Share

ડૉ.કલામ

ડૉ.કલામ

સપને વો નહી,

જો હમ નીંદ મેં દેખતે હૈ,

સપને તો વો હૈ,

જો હમે નીંદ હી ન આને દે...

જેણે જેણે ડૉ.અબ્દૂલ કલામ ની બાયોગ્રાફી Wings of Fire વાંચી હશે, તેઓ માટે તો એ.પી.જે. અબ્દૂલ કલામ, બસ નામ જ કાફી થઇ પડે છે. જીવન ની દરેક પરીક્ષાઓ સામે અડગ ઉભા રહી ને લડવા ની પ્રેરણા આપવા માટે, અને તેઓ ની જેમ પોતાનાં કામ માં પૂરી શક્તિ લગાડી કામ માટે. ડૉ. કલામ ની કહાની જ્યારે ટીવી પર કે શોર્ટ સ્ટોરી તરીકે સાંભળવા માં આવે કે, રામેશ્વરમ માં જન્મેલ એક છોકરો અને તેના આકાશ માં ઉડવા ના સપના અને તે સપના સાચા થાય, ભારત ની પહેલી મિશાઈલ ‘રોહિણી’ માં મુખ્યત્વે કામગીરી તેઓ સંભાળે અને તેમાં ભારત સફળ થાય,ત્યારબાદ પૃથ્વી,અગ્નિ,એસ.એલ.વી. અને વગેરે માં પણ તેમનો મહત્વ નો ફાળો હોય, ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બને અને અંતે એ ‘મિશાઈલ મેન’ ભારત ને રડાવી ચાલ્યા જાય, ત્યારે આ સ્ટોરી માં કોઈ ઇન્ટર્નલ પાવર તેમના માં હોય તેવું લાગે, ત્યારે આ ચમત્કાર જેવું થોડું લાગે, પરંતુ, જ્યારે ‘Wings Of Fire’ માં વાંચવા માં આવે ત્યારે ખરેખર જણાઈ આવે કે કોઈ ઇન્ટર્નલ પાવર જેવું કોઈ માણસ માં હોતું નથી, માણસ પોતે જ પોતાનું ભાગ્ય લખે છે, તેઓ એ પણ તેમનું ભાગ્ય લખ્યું હતું, પુરુષાર્થ થી એક તપ કર્યું હતું તેઓએ પોતાનું સપનું પૂરું કરવા માટે. ડૉ.કલામ ખુદ જ કહેતા કે, સુરજ કી તરહ દિખના હૈ, તો સુરજ કી તરહ જલના ભી પડેગા. એવી રીતે, બિન ખુદ જલે ન હોય ઉજાલા, જેટલો મોટો સંઘર્ષ એવડી જ મોટી જીત.

તેમની આખી જિંદગી નો કદાચ કોઈ પણ કિસ્સો જોઈ લેવા માં આવે તો તેમાં પણ પ્રેરણાદાયી અગ્નીરુપી લાવા પડ્યો છે, જે આપણી જિંદગી ને રોશન કરવા માટે પુરતો છે. જાણે, તેમના બાળપણ નો જ એક કિસ્સો લેવામાં આવે તો તેઓ ભેદભાવ માં જરા પણ ન માનતા હતા, તેઓ મુસલમાન હોવા છતાં પણ, હિંદુ છોકરા ઓ સાથે સ્કૂલ માં બેસતા, એક વાર કોઈ રૂઢીવાદી શિક્ષક ને આ ખટક્યું ત્યારે ખુદ રામેશ્વરમ મંદિર ના પુજારી તે શિક્ષક ને આવા ભેદભાવ ન રાખવા માટે કહેવા આવ્યા હતા. તેઓ પહેલેથી જ ભણવા માં એટલા તેજસ્વી હતા કે, રામેશ્વરમ ના શિક્ષક તેમના ઘરે તેમણે જમવાનું આમંત્રણ આપતા, તેઓ મુસ્લિમ હતા તો પણ રામેશ્વરમ મંદિર ની પ્રદક્ષિણા એવાં જ ભાવ થી કરતા કે ઈશ્વર એક જ છે.

IIT-Varanasi માં એક ઇવેન્ટ દરમિયાન ડૉ.કલામ ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓ ઇવેન્ટ પર આવ્યા પણ ત્યાં જોયું કે પોતે બેસવાની ચેર બીજા પ્રાધ્યાપકો થી થોડી વધુ સારી અને આરામદાયક છે ત્યારે તેઓ એ તે ચેર પર બેસવાની ના કહી દીધી હતી, એટલે તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચાર માં માનવા વાળા હતા, ટેકનોલોજી ની સાથે સાથે પ્રકૃતિ નું પણ ધ્યાન તેઓ રાખતા, એક વાર તેઓ એ તેવું પણ કહ્યું હતું કે, “દિવાલ પર તૂટેલા કાચ ના ટુકડા ન રાખવા જોઈએ, તે પક્ષીઓ માટે સારા નથી, આપણે તેઓ નું પણ ધ્યાન રાખી ને અનુસરવું જોઈએ.”

વધુ મહત્વ નું તો એ કે, “તેઓ એ પોતાની બધી જ જિંદગી ની બચત, પોતે બનાવેલા એક ટ્રસ્ટ(PURA-providing urban amenities to rural areas) માં આપી દીધી, ગ્રામ્ય વિસ્તાર માટે ના વિકાસ માટે. તેઓ વધુ સુખ-સગવડ થી નહિ પણ, બસ એક 10*12 ના રૂમ માં રહેવા નું પસંદ કરતાં હતા, તેઓ ને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ હતો.

ISRO માં ડૉ.કલામ ત્યારે કામ કરતા કે, જ્યારે બધા વૈજ્ઞાનિકો ના કામ કરવા માટે ની જગ્યા ચર્ચ હતું, અને બીચ પર રોકેટ નું લોન્ચપેડ રાખવા માં આવતું હતું. આ ખૂબ જ આશ્ચર્ય ની વાત છે કે રોકેટ ના પાર્ટસ ને જોડવા માટે અને ટ્રાન્સપોર્ટ માટે જો કોઈ વાહન ૧૯૭૦-૮૦ ના દસક માં વપરાતું હતું, તો તેમાં સાઈકલ અને બળદગાડા નો ઉપયોગ થતો હતો, ત્યારે ડૉ.કલામ એસ.એલ.વી.-૩ (Space Launch Vehicle) ના ડાઈરેક્ટર બન્યા અને તેમાં સફળતા મેળવી. અને ત્યારે પછી PSLV ના પણ ડાઈરેક્ટર તેઓ જ રહ્યા, અને આ પણ એક આશ્ચર્ય ની વાત છે કે ચંદ્ર ના રીસર્ચ પર નું જે માર્સ મિશન છે તે માટે પણ PSLV નો ઉપયોગ થયો હતો. ૧૯૮૦ માં અબ્દૂલ કલામ ના નેતૃત્વ હેઠળ ભારત નું પહેલું સેટેલાઇટ 'રોહિણી' સફળ થયું અને ભારત નું નામ પણ સેટેલાઇટ ધરાવતા દેશો માં સામેલ થયું. આ બધી જ સફળતા પાછળ નો સંઘર્ષ પણ એવડો જ છે, તેઓ એ પોતાની આખી જ જિંદગી દેશ પાછળ ખર્ચી દીધી. તેઓ પોતાની બાયોગ્રાફી Wings Of Fire માં લખે છે કે, ‘અગ્નિ’ જ્યારે બની રહ્યું હતું, ત્યારે તેવું સ્ટ્રક્ચર જોઈએ બધા જ દેશો એ રોકેટ પાર્ટસ ભારત ને વેચવા પર મનાઈ કરી હતી, ત્યાર બાદ ડૉ.કલામ પણ વાત છોડે તેમ તો ન હતા, એક ધારું ૫ વર્ષ રાત-દિવસ જોયા વગર કામ આદર્યું, અને પછી થયું એવું કે, લોન્ચ કરવાના દિવસે, લોન્ચિંગ ના ૧૦-૧૫ મિનિટ પહેલા કમ્પ્યુટર એ ન છોડવા માટે સંદેશ આપ્યો, ત્યારે ભારત ના નામદાર કાર્ટુનિસ્ટ તથા કંપનીઓ અને લેખકો એ ‘અગ્નિ’ ની મજાક ઉડાડી હતી. ત્યાર પછી ના લોન્ચિંગ વખતે પણ કઈક એવું જ થયું જે સામાન્ય વાત છે, પણ ત્યારે વધુ મજાક ઉડી, એના પછી ડૉ.કલામ એ બધું પહેલેથી ચેક કર્યું અને પછી લોન્ચ કરવા માટે નવી એક તારીખ નિયુક્ત કરવામાં આવી. લોન્ચિંગ ના આગલા દિવસ ની સાંજે જ્યારે ડીફેન્સ મિનિસ્ટર અને ડૉ.કલામ સાથે હતા, ત્યારે ડીફેન્સ મિનિસ્ટર એ ડૉ.કલામ ને પૂછ્યું કે, ‘કલામ આવતી કાલે અગ્નિ લોન્ચિંગ માં સફળ રહે તો તમે સેલિબ્રેશન માં શું ચાહો છો ?’ ત્યારે ડૉ.કલામ એ કહેલું કે આપણે એક લાખ વૃક્ષો રોપીશું, અને પછીના દિવસે ‘અગ્નિ’ ખૂબ જ સારી રીતે લોન્ચ થયું, ત્યારે ડૉ.કલામ ખૂબ જ ખુશ થયા કારણ કે ત્યારે ભારત એ અવકાશી રીસર્ચ ક્ષેત્રે ખૂબ જ સારી પહેલ ભરી હતી. તેઓ ભારત દેશ ને ખૂબ જ પ્રેમ કરતા, એટલે જ તેઓ એ તે રાત્રે પોતાની ડાયરી માં લખ્યું હતું કે,

અગ્નિ મેં મત શોધો, શત્રુ કો ભયગ્રસ્ત કરતા,

શક્તિ કાં સ્તંભ કોઈ.

યહ તો હૈ એક આગ જો હર ભારતીય કે,

દિલ મેં સુલગતી હૈ,

સભ્યતા કે સ્તોત્ર સી, એક છોટી સી પ્રતિમા હૈ યસ,

ભારત કે ગૌરવ કી, આભા સે પ્રદીપ્ત જો.

ડૉ.કલામ એ તેમની બાયોગ્રાફી માં કહ્યું છે કે, મારી નજર માં મારા દેશ ના યુવાનો ને એક સાફ રસ્તા ની જરૂર છે, એક મંઝીલ ની જરૂર છે, તેઓ ત્યાર બાદ તેવું પણ કહેતા કે, એક સારા દેશ ની પાછળ હંમેશા માં-બાપ અને શિક્ષકો જ જવાબદાર હશે. તેઓ મહેનત કરવાનું ખૂબ જ કહેતા, તેઓ એ એક વાર કોઈ કોલેજ માં જઈને પ્રવચન ને બદલે એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થીઓ ને કહ્યું હતું કે તેઓ સાચા હાર્ડ વર્કિંગ વિદ્યાર્થીઓ ને મળવા માંગે છે. તેઓ પોતાની બાયોગ્રાફી માં પણ કહે છે કે, “પર્વત ની ચોટી પર સીધા ઉતરવા થી પર્વત ચડવા નો અનુભવ નથી મળતો તેમજ, જિંદગી ની સફળતા સંઘર્ષ પાછળ રહેલી છે.”

અને અંતે ૨૭ જુલાઈ, ૨૦૧૫ ના રોજ આ ફરિસ્તા એ સ્વર્ગ ની વાટ પકડી લીધી, પોતે જીવી અને દુનિયા ને કેવી રીતે જીવવું તે તેઓ બતાવતા ગયા, આમ જુઓ તો ઋષિ સાયન્ટીસ્ટ કહી શકાય.

કાશ... હર હિન્દુસ્તાની કે દિલ મેં જલતી હુઈ આગ કો પર લગ જાયે...,

ઔર ઉસ આગ કી પ્રવાસ સે પૂરા આસમાન રોશન હો જાયે.

(ડૉ.એ.પી.જે. અબ્દૂલ કલામ)