Marilyn Monroe in Gujarati Biography by Kandarp Patel books and stories PDF | મેરિલીન મનરો

Featured Books
Categories
Share

મેરિલીન મનરો

મેરિલીન મનરો

કંદર્પ પટેલ

નિકારાગુઆના એક જાણીતા કવિ અર્નેસ્તો કાર્દેનાલ મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના કરતું એક સંવેદનશીલ કાવ્ય લખ્યું છે. કાવ્યનું શીર્ષક છે : ‘મેરિલીન મનરો માટે પ્રભુને પ્રાર્થના’. મોટા ભાગના લોકો પ્રભુ પાસે ભિખારીની જેમ ઊભા રહે છે, પણ એક કવિ કોઇ બીજા માટે પ્રાર્થના કરે એ વધારે પવિત્ર હોય છે. આ કવિએ મેરિલીન મનરો મૃત્યુ પામી ત્યારે આ અભિનેત્રી મનરો માટે ખાસ પ્રાર્થના લખી છે. મેરિલીન મનરોની લાઇફ વિશે સહુ કોઇ જાણે છે.

સેક્સી અને સ્વરૂપવાન અભિનેત્રી તરીકે મનરો વિશ્વભરની ડાર્લિંગ બની ગઇ હતી, પરંતુ મનરોનો આત્મા કોઇની પાસે નિર્વસ્ત્ર થયો નહોતો. મનરોનું આંતરિક જીવન પ્રેમની શોધ કરતું હતું. મેરિલીને પોતે જ લખ્યું છે : ‘I am good, but not an angel, I do sin, but I am not the devil, I am pretty, but not beautiful, I have friends, but I am not Peacemaker, I am just a small girl in the big world trying to find someone to love.’ મનરોએ જિંદગીભર પ્રેમ માટે તરફડિયાં માર્યા. ક્યાંય હૃદય ઠર્યું નહીં.

મનરોએ હોલિવૂડ માટે લખ્યું છે કે ‘હોલિવૂડ એક એવી જગ્યા છે કે જ્યાં એક ચુંબન માટે ૧૦૦૦ ડોલર આપશે, પણ તમારા આત્મા (Soul) માટે ફકત ૫૦ સેન્ટ જ ચૂકવશે.’ મનરોની આ વ્યથા હતી. મનરો માનતી હતી કે ‘A career is born public, talent in privacy.’ કોઇને એવો સવાલ થાય કે કોઇ મોટા ગજાનો કવિ મનરો ઉપર કાવ્ય લખી શકે? વ્હાય નોટ? સાચો કવિ હંમેશાં જે રીતે કોઇ પુરુષ સુંદર છોકરી જોતો હોય એ રીતે જ કવિ વિશ્વને જોતો હોય છે. અભિનેત્રીનાં બાહ્ય સૌંદર્ય કરતાં એનું સંવેદન સહુને સ્પર્શતું હોય છે.

મનરોએ એક જગ્યાએ બહુ જ ધારદાર વાક્ય લખ્યું છે. ‘કોઇની સાથે રહીને દુ:ખી થવું એના કરતાં એકલા રહીને દુ:ખી થવું બહેતર છે.’ મનરો સેક્સની બાબતમાં બહુ જ સ્પષ્ટ હતી. તે કહેતી : ‘Sex is a part of nature, I go along with nature.’ મનરોની આખી લાઇફ બહુ બિઝી ગઇ. પોતે જ કહે છે, કેલેન્ડરમાં મારી તસવીર છે, પણ હું બધે જ લેઇટ પહોંચું છું. મનરોનું મૃત્યુ થયું ત્યારે કવિ અર્નેસ્તો કાર્દેનાલે મનરો માટે જે પ્રાર્થના કરી તે સાંભળો.

પ્રભુ, આ કન્યાને તમે શરણ આપો.

આ એ જ કન્યા છે,

જેને આખી દુનિયા મેરિલીન મનરો તરીકે ઓળખે છે.

પરંતુ એ નામ સાચું નથી, પણ હે અંતર્યામી,

તમે તો આ અનાથ કન્યાનું અસલી નામ જાણો છો.

આ કન્યા નવ વર્ષની થઇ ત્યારે

પાશવી બળાત્કારનો ભોગ બની.

સોળ વર્ષે જે દુકાનમાં સેલ્સગર્લ હતી,

ત્યારે એણે આત્મહત્યાની કોશિશ કરી.

આજે એ જ કન્યા મેકઅપ કર્યા વિના તમારી સામે ઊભી છે, પ્રભુ!

તે સાવ એકલી છે.

એકલી છે.

મેકઅપ વગર એકલી છે.

નથી કોઇ પ્રેસ એજન્ટ... નથી કોઇ તસવીરો...

નથી કોઇ કેમેરા... નથી પ્રશંસકોનાં ટોળાં

સાવ એકલી. સાવ અટૂલી.

મેકઅપ માટે એને નફરત હતી,

છતાં નવા ર્દશ્ય માટે મેકઅપ કરતી.

પ્રભુ, આ અંતિમ ક્ષણે કન્યાના છેલ્લા ચુંબન વિના

ફિલ્મ પૂરી થઇ ગઇ.

દયાળુ, આ કન્યા એની પથારીમાં ટેલિફોન ઉપર હાથ રાખીને મરી ગઇ.

કોને ફોન કરતી હશે?

બિચારીએ ફોનનું ચકરડું ખૂબ ઘુમાવ્યું હશે, પણ એમાં પહેલેથી જ ટેપ કરેલો અવાજ સંભળાયો હશે : ‘રોંગ નંબર.’પ્રભુ આ કન્યા એની અંતિમ ક્ષણે જેને ફોન કરવા માગતી હતી તેને ફોન ન કરી શકી.

(કદાચ લોસ એન્જલિસની ટેલિફોન ડિરેક્ટરીમાં કોઇ એવું નામ જ નહોતું.)

  • અનિલ જોશી
  • માનવી હંમેશા સૌંદર્યનો પૂજારી રહ્યો છે. અખૂટ, અનુપમ સૌંદર્ય જેને સાંપડ્યું હોય તેની વાતો લોકો આપમેળે જ કરે છે. તેમાંય રૂપવતી, માદક મોહિની જેવી સ્ત્રીઓની ચર્ચા તો જાહેરમાં પણ થાય છે. આઘુનિક જમાનામાં તો સૌંદર્યના પણ મોલ અંકાય છે. અને અમુક અંશે રૂપ બજારું જણસ બની ગઈ છે. એ વાત પણ ખોટી નથી. દર વર્ષે વિશ્વસુંદરીની સ્પર્ધા યોજાય છે તેમ કેટલાંક ફળદ્રુપ ભેજાં ધરાવતાં માણસોએ સૌથી વિશેષ સુંદર સન્નારી કોણ તેની ખોજ શરૂ કરી છે.

    ઈતિહાસ પર એક દ્રષ્ટિ ફેંકો તો ભૂતકાળમાં સૌંદર્યવતી તરીકે જેના નામ લેવાતા તેમાં ગ્રીસની રાણી ક્લિયોપેટ્રા, મોગલ સમ્રાટ જહાંગીરની બેગમ, નૂરજહાં તેમ જ શાહજહાની બેગમ મુમતાઝમહેલ, ચિત્તોડની રાણી પદ્મીની તેમ જ બ્રિટનની રાણી એલિઝાબેધ (પ્રથમ)ના નામ લેવાતા. આમ તો પૂનાના પેશ્વાઓમાંથી બાજીરાવ જેની પાછળ દિવાના બન્યા હતા. તે મસ્તાની પણ રૂપ રૂપના અંબાર સમી હતી. પરંતુ આ બધી બહુ જૂના ભૂતકાળની વાત થઈ. વીસમી સદીમાં સૌથી સૌંદર્યવાન યુવતી કોણ હતી ત્યારે એક નામ ઊભરીને આવ્યું છે મેરિલીન મનરોનું!

    ‘સેક્સ ગોડેસ ઓફ ધ સેન્ચ્યુરી’ અર્થાત સૈકાની સૌથી સુંદર, માદક, કામિનીનો આ ખિતાબ સેક્સ સિમ્બોલ તરીકે ખ્યાતનામ બનેલી મેરિલીન મનરોને આપવાનો નિર્ણય પ્રથમ તબક્કામાં તો લેવાઈ ગયો છે. પરંતુ નિર્ણાયકોની સમિતિમાં એક મુદ્દે તકરાર પડી છે. કેટલાંક પસંદગીકારોએ એવી દલીલ કરી છે કે મેરિલીન મનરોનું સ્તન સૌંદર્ય બનાવટી હતું. એટલે કે મેરિલીને તેના ઉરોજને આકર્ષક બનાવવા બ્રેસ્ટ ઑગ્મેન્ટેશન (સ્તનને ઉન્નત બનાવનારી) સર્જરીનો આશરો લીધો હતો. બસ આ એક મુદ્દે વાત આવીને અટકી પડી છે અને નિર્ણાયકો કોઈ એક નામે સહમતિ સાંધી શક્યા નથી.

    એક વાત નિર્વિવાદ છે કે મેરિલિન અભૂતપૂર્વ સૌંદર્ય ધરાવતી હતી. તેની કંચનકાયા કોઈ દૈવી શિલ્પીએ વર્ષોની જહેમત લઈને કંડારી હોય તેવી અપ્રતિમ, સોહામણી હતી. તેના સોનેરી ઝુલ્ફા, માદક આંખો, અમીઝરતા હોઠ, સેક્સી સ્માઈલ, નાજુક ગરદન, નમણી કાયા, અંગેઅંગ છલકાતું રૂપ અને ખાસ તો તેના સુડોળ, ઉન્નત અને અત્યંત આકર્ષક પયોધર (સ્તનપ્રદેશ) માટે મેરિલીન પહેલા હોલીવૂડમાં અને પછી આખા વિશ્વમાં મશહૂર બની ગઈ હતી. ૫૦ અને ૬૦ના દાયકામાં મેરિલીન મનરોના ઉન્નત ઉરોજ માટે ૨૦ લાખ ડોલરનો વીમો ઉતરાવ્યો હતો. એ જીવતી હતી ત્યારે જ અસંખ્ય લોકો તેને સ્વર્ગની પરી જેવી ગણીને પૂજતા. અનેક પુરુષોની તે આરાઘ્ય દેવી હતી તો સમકાલીન સ્ત્રીઓ પણ આ ગુલબદનના લખલૂટ સૌંદર્યનું રાઝ જાણવા તેની છેલછબીલી વાતો સાંભળવા આતુર રહેતી.

    મેરિલીન મનરો વઘુ ખ્યાતનામ તો થઈ ફિલ્મ કારકિર્દીના કારણે. પરંતુ તેનો અભિનય કંઈ બહુ સશક્ત નહોતો. માત્ર તેની માદક અદાઓ જોવા જ પુરુષો થિયેટરોમાં ઉમટતા હતા. એય ત્યાં સુધી કે અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્હોન ફિલ્તઝર કેનેડી પણ મેરિલિનની માયાજાળમાં ફસાયા હતા. મેરિલીન એક તરફ પ્રમુખ મહાશય સાથે રંગરેલિયા મનાવતી હતી તો બીજી તરફ તેણે કેનેડીના ભાઈ બોબી કેનેડીને પોતાની માયાજાળમાં ફસાવ્યો હતો. એ પોતે ત્રણ ત્રણ વાર પરણ્યા પછી ય એકલી અટુલી જીવન વિતાવતી હતી કારણ કે લગ્નનું સુખ અને ક્યારેય મળ્યું જ નહીં. ૩૬ વર્ષની વયે રહસ્યમય સંજોગોમાં મેરિલીન મનરોનું મોત થયું. ૧૯૬૨માં આ ફાની દુનિયા છોડી ગયેલી મનરોનાં મીઠાં સ્વપ્ન આજેય યુરોપ-અમેરિકાના પુરુષો વાગોળે છે. કેટલાંય શોખીનોના હૃદય પર આ સ્વપ્ન સુંદરીના સંસ્મરણો આજેય કામદેવના બાણ જેવું કામ કરે છે. ભરજુવાનીમાં સંપૂર્ણ નગ્ન અવસ્થામાં મેરિલીને પડાવેલી રંગીન તસવીરોના આલ્બમ આજેય અમેરિકામાં ઉંચા દામે વેંચાય છે.

    ઘણાં ઓછાં એ વાત જાણતાં હશે કે મેરિલીનનું બાળપણનું નામ (અસલ નામ) નોર્મા જિન માર્ટેન્સનું હતું. લોસ એન્જિલસની જનરલ હોસ્પિટલમાં ૧૯૨૬ની ૧લી જૂને તેનો જન્મ થયો હતો. તેની માતા ગ્લેડાયસ અને પિતા ક્લાર્ક ગેબલનું દાંપત્યજીવન ખૂબ કંકાસભર્યું હતું. નોર્મા (મેરિલીન)નો જન્મ થયો એ સમયે માતા ગ્લેડાયસ બીજા પુરુષને પરણી ચૂકી હતી. જેનું નામ હતું એડવર્ડ મોર્ટેન્સન. નાર્મોજિન પાછળ મોર્ટેન્સનની અટક જોડવામાં આવી હતી. જોકે નોર્મા હોસ્પિટલમાંથી ઘેર આવી ત્યારે એડવર્ડ મોર્ટેન્સન એક મોટરસાયકલની રેસમાં અકસ્માત થતાં મૃત્યુ પામ્યો હતો.

    નોર્માજિન છ મહિનાની થઈ ત્યારે તેના દાદીમા ડેલ્લા હોગન મનરો ગ્રેઈન્જરે તેને એક નવું નામ આપ્યું. નોર્માજિન બેકર! બેકર એ ગ્લેડાયસ (મેરિલીનની માતા)ના પ્રથમ પતિનું નામ હતું. નોર્મા હજુ તો ચાલતાં નહોતી શીખી અને તેની માતાએ આજીવિકા રળવા નોકરીએ ચડી જવું પડ્યું. કામ પર જાય ત્યારે ગ્લેડાયસ નોર્માને પોતાની માની પાડોશમાં રહેતાં બોલેન્ડર્સ કુટુંબ પાસે મૂકીને જતી. નોર્માનું ઘર કે તેના પાડોશીનું ઘર કોઈ સુખસાહ્યબી ધરાવતો ફ્લેટ કે એપાર્ટમેન્ટ નહોતો. બલ્કે સાવ કાચા ચણતરનું અડઘું ઘર અડઘું ઝૂંપડાં જેવું બાંધકામ ધરાવતા મકાનમાં નોર્મા ઉછરી. જોકે આડોશપાડોશમાં મેરિલીન (નોર્મા) નાની હતી ત્યારે ખૂબ આકર્ષક, હોશિયાર અને ચપળ બાળકી હતી.

    એક વાતનું તારણ હોલીવુડની ફિલ્મ અભિનેત્રીઓ અને બોલીવુડની તારિકાઓને સાવ મળતું આવે છે. તે એ કે ફિલ્મી પડદા પર જેટલી સેક્સની મહારાણીઓ આવી છે તેમને સેક્સ સિમ્બોલ બનાવવામાં આવે છે. મેરિલીન મનરો તો આ વાતનું એક આદર્શ ઉદાહરણ છે.

    યુવાન વયે પહોંચ્યા પછી ઘર-ગુજરાન ચલાવવા નોર્માએ પણ નોકરીની શોધમાં નીકળવું પડ્યું. પહેલું કામ મળ્યું તેને ફોકસ સ્ટુડિયોની કાસ્ટીંગ ઓફિસમાં આ સમયગાળામાં નોર્મામાં ભારે પરિવર્તન આવી ગયું હતું. તેના સુડોળ શરીર અને મોહક વ્યક્તિત્વથી અનેક પુરુષો તેની પાછળ લટ્ટુ બની ગયા હતા. જેમાંથી જીમ ડાફર્ટી નામના પુરુષ સાથે નોર્મા પરણી ગઈ. જોકે બહુ જલ્દી નોર્માએ છુટા છેડા લઈ લીધા અને પોતાના કામમાં વઘુ રસ લેવા માંડી. આ અરસામાં તેના જીવનમાં અનેક નવા પુરુષ મિત્રો આવ્યા. એક બહેનપણી નામે એમેલીન સ્નીવલી પણ મળી. જે પોતે બ્લ્યુ લુક નામની મોડેલિંગ એજન્સી ધરાવતી હતી. આ હીરાપારખુ મહિલાએ નોર્મા જિનની કમનીય કાયાથી પ્રભાવિત થઈને કાચા હીરાને તરાશી અદ્ભૂત, બેનમૂન હીરો બનાવવાનું બીડું ઝડપ્યું તેણે સૌપ્રથમ તો નોર્માની હેરસ્ટાઈલ બદલાવી નાંખી. જેને કારણે જાહેરખબર અને મોડેલિંગની સૃષ્ટિમાં તેને નવી પહેચાન મળી.

    નોર્માની આ નવી ઓળખથી ફોકસ સ્ટુડિયોના વડા બેન લાયોન પણ પ્રભાવિત થયા તેમના મનમાં વિચાર આવ્યો કે આ ફુટડી યુવતી તો અભિનેત્રી બનવાના તમામ લક્ષણ ધરાવે છે. માત્ર તેનું નામ આકર્ષક રાખવું જોઈએ. અચાનક લાયોનના મગજમાં એક વિચાર ઝબુક્યો. ન્યુયોર્કમાં મેરિલીન મીલર નામની એક યુવતીએ સંગીતક્ષેત્રે બહુ નામના મેળવી હતી. પંરતુ નોર્મા જિન્સે કોઈ વ્યક્તિનું આખેઆખું નામ ઉપાડી લેવા સામે વિરોધ દર્શાવ્યો. આમ છતાં લાયોનના આગ્રહને માન આપી તેણે પહેલું નામ મેરિલીન પસંદ કર્યું અને પોતાના નવા નામ પાછળ પોતાની દાદીમાનું નામ મનરો લગાડવાનું ઉચિત માન્યું! તેનો આ નિર્ણય શાણપણ ભર્યો હતો. આમ ૧૯૪૭માં નોર્મા જિન મેરિલીન મનરો તરીકે નવો અવતાર પામી. ૧૯૪૮માં તો એની ખ્યાતિ હોલીવુડ સુધી પહોંચી ગઈ હતી. અમેરિકાના ફિલ્મઉદ્યોગમાં સેક્સની નવી સામ્રાજ્ઞીનો ઉદય થઈ રહ્યો હતો. કેમેરાનો ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક સામનો કરતી મેરિલીન એટલી સાહજિકતાથી વર્તતી કે તેને અભિનય આવડતો ન હોવા છતાં તેની દરેક અદા, દરેક હિલચાલ એક્શનમાં ખપી જતી. કોઈને લાગે નહીં કે એ નાટકવેડા કરી રહી છે.

    એવામાં કોલંબિયા પિક્ચર્સે તેની એક ભાવિ ફિલ્મ માટે તૈયારી કરવા મેરિલીનને ફ્રેડ કાર્ગર પાસે મોકલી. છૂટાછેડા પામેલ આ ગાયક, અભિનયનો નિષ્ણાત મેરિલીનને પ્રથમ નજરે જોયા પછી તેના પ્રેમમાં પડી ગયો, બેઉની વચ્ચે બહુ જલ્દી મિત્રતા બંધાઈ ગઈ. જોકે કાર્ગરી એક વાત બહુ નિખાલસ ભાવે મેરિલીનને જણાવી કે તુ જ્યારે હસે છે ત્યારે તારો એક દાંત બહાર દેખાય છે એ જરા વિકૃત લાગે છે. આ ખામીને દૂર કરવા મેરિલીન સહમત થઈ કે તરત હોલીવુડના પ્રખ્યાત ઓર્થોડેન્ટિસ્ટ ડૉ.વાલ્ટર ટેલર પાસે જઈને તેની દંતપક્તિને સુધારી લેવામાં આવી. આ ડોક્ટરનો ઉપકાર મેરિલીન જિંદગીભર ભૂલી નહોતી.

    મેરિલીનની હેરસ્ટાઈલ બદલાઈ, દાંતનો દેખા સુધરી ગયો પછી તેના મસાનો વારો આવ્યો. હોલીવુડના સૌથી સફળ દિગ્દર્શક જોની હાયડે મેરિલીનને નાક પરના એક નાના મસાને દૂર કરવાની સલાહ આપી. મેરિલીન અગાઉ આ મસાને કેમેરાની નજરથી છુપાવવા કોસ્મેટિક્સનો સહારો લેતી હતી. પરંતુ જ્હોની હાપડે એક નિષ્ણાત તબીબ પાસે પ્લાસ્ટિક સર્જરી કરાવડાવી મેરિલીનના નાકને વઘુ સુંદર, નકશીદાર બનાવ્યું. આ મસો દૂર થઈ ગયા પછી મેરિલીન વઘુ સુંદર દેખાતી થઈ. જોકે મેરિલીનના ડાબા ગાલ પર એક કાળું તલનું ટપકું હતું એ તેના આકર્ષણાં ઉમેરો કરતું હતું.

    મેરિલીનના ખીલી ઉઠેલાં સૌંદર્ય અને તેની ભરપૂર જવાનીની વાતો હોલીવૂડના દાયરામાંથી બહાર નીકળીને સમસ્ત અમેરિકામાં ચર્ચાવા લાગી. અનેક મેગેઝિનોના મુખપૃષ્ઠો પર તેની તસવીરો ચમકતી. આવી પ્રસિદ્ધિના દોરમાં તેને એક પછી એક ફિલ્મો મળતી ગઈ. પોતાની ટૂંકી કારકિર્દીમાં મેરિલીને ૩૦ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. જેમાં ધ ફાયર બોલ, રાઈટક્રોસ, હોમટાઉન સ્ટોરીઝ, એજ યંગ એઝ યુ ફીલ, લવનેસ્ટ, લેટ અસ મેક ઈટ લીગલ, ફલેશ બાય નાઈટ, વી આર નોટ મેરિઝ, ડોન્ટ બોધર ટુ નોક, મંકી બિઝનેસ, હેનરીઝ ફુલ હાઉસ, નાયગરા, જેન્ટલમેન પ્રીફર બ્લોન્ડીઝ, હાઉ ટુ મેરી અ મિલિયોનેર, રિવર ઓફ નો રીટર્ન અને ઘેર ઇઝ નો બિઝનેસ લાઈફ’ શો બિઝનેસ એ મેરિલીનની પ્રમુખ ફિલ્મો હતી. જેમાંથી ચાર-પાંચ ફિલ્મોમાં તો મેરિલીને કોમેડીરોલ અદા કર્યો હતો. જોકે વિવેચકોએ ધ સેવન યર ઈચ, બસ સ્ટોપ અને ધી પ્રિન્સ એન્ડ ધ શો ગર્લ આ ત્રણ ફિલ્મોમાં મેરિલીનના અભિનય સૌથી વઘુ વખાણ્યો હતો. ત્યારબાદ ૧૯૫૯માં સમલાઈક ઈટ હોટ, ૧૯૬૦માં લેટસ મેક લવ પછી છેલ્લે મેરિલીને ધ મીસફીટસમાં સુંદર અભિનય આપ્યો હતો.

    વિશ્વ્વવિખ્યાત નાટ્યકાર અને મેરિલીનના એ વખતના પતિ આર્થર મિલરે લખેલી કથા પરથી ૧૯૬૧માં બનેલી ધી મીસફીટ્સ ફિલ્મે સનસનાટી સર્જી હતી. જોકે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ આર્થર મિલરે મેરિલીનને છૂટાછેડા આપ્યા હતા. ૧૯૬૨માં મેરિલીને તેની જિંદગીને છેલ્લી ફિલ્મનું કામ સ્વીકાર્યું તો ખરું પણ સમથીંગ ઈઝ ગોટ ટુ ગીલ નામની આ ફિલ્મ માંદગીને કારણે મેરિલીન પૂરી ન કરી શકી. તેની લાંબી બીમારીને કારણે નિર્માતાઓએ તેને ફિલ્મમાંથી પડતી મૂકી અને ત્યાર બાદ એક જ મહિનામાં મેરિલીનનું મૃત્યુ થયું. સંતાન પ્રાપ્તિની તેની તમન્ના પણ હંમેશ માટે અઘૂરી હતી. પરંતુ તેને ન કદી પતિનો પ્યાર મળ્યો ન તેની સંતાન ભૂખ પૂરી થઈ.

    અમેરિકન પ્રમુખ કેનેડીના પ્રેમમાં પડીને ફર્સ્ટલેડી બનવાના તેનાં ઓરતા પણ અઘૂરા રહ્યા. મેરિલીન મનરોની શ્રેષ્ઠ ફિલ્મો બનાવનાર ડાયરેક્ટરોમાંના એક બિલ વાઈલ્ડરે એક વાર ધી સેવન યર ઇચ ફિલ્મ પૂરી થયા પછી કહ્યું હતું કે મેરિલીન મનરોના અનુપમ સૌંદર્યમાં સૌથી વઘુ ફાળો છે તેના ઘાટીલાં, ભરાવદાર, દ્રઢ અને દળદાર સ્તનનો તેણે મેરિલીનના ઉરોજ માટે એવી ઉપમા વાપરી હતી કે એ ગ્રેનાઈટ જેવા કઠણ છતાં સ્વીસ ચીઝ જેવાં નરમ છે!

    જોકે કોસ્મેટિક સર્જરી સંબંધિત પુસ્તક ‘લિફટ’માં એવો ઉલ્લેખ છે કે મેરિલીનના વક્ષસ્થળમાં જોવા મળતું આકર્ષણ સ્પોન્જ ફોમ, સેલોફેન પેડિંગ કરેલી બ્રા અને સિલિકોન ઈંજેકશનના પ્રતાપે હતું.

    ૫૦ના દાયકાની શરૂઆતના ગાળામાં મેરિલીનને એવી ચિંતા પેઠી હતી કે તેની છાતીનું માપ સપ્રમાણ નહીં હોય તો તેની કેરિયર ખલાસ થઈ જશે. આથી મેરિલીને તે વખતના હોલિવૂડના પ્લાસ્ટિક સર્જયન ડૉ. જ્હૉન પેંગમેનનો સંપર્ક સાંઘ્યો હતો. આ બેઉ જણ વચ્ચે પહેલી મુલાકાત ૧૯૪૯માં થઈ હતી. જ્યારે મનરોએ સંપૂર્ણ નગ્નાવસ્થામાં લાલચટક જાજમ પર ઉંધા-ચત્તા સૂઈને પોતાની ન્યૂડ તસવીરો એક કેલેન્ડર કંપની માટે પડાવી હતી. ત્યાર બાદ એક પાર્ટીમાં કોઈએ મેરિલીન વિશે એવી ટીપ્પણી કરી કે તેની હડપચી તો દેખાતી નથી. કેવું મોઢું છે? આ સાંભળીને ઝંખવાણી પડી ગયેલી મેરિલીને ડૉ. પેંગમેન પાસે કાર્ટિલેજ ગ્રાફટીંગ કરાવીને તેના ચહેરા મહોરાને વઘુ આકર્ષક બનાવ્યો હતો. આ સર્જરી પછી વઘુ સુંદર દેખાતી મેરિલીનને ‘આસ્ફાલ્ટ જંગલ’ ફિલ્મમાં કામ મળ્યું હતું.

    એ જમાનની બીજી અભિનેત્રીઓ એલિઝાબેથ ટેલર, જેન રસેલ, રેકવેલ વેલ્શ, રીટા હેવર્થ, ઓડી હેપ બર્ગ આવા ગાર્ડનર પણ સ્તન સૌંદર્યની બાબતમાં જરાય પાછળ પડે તેવી નહોતી. તેથી સ્પર્ધામાં ટકી રહેવાં મેરિલીને ૧૯૫૦-૫૧માં બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરી કરાવી હોવાનું મનાય છે.

    મેરિલીન મનરોના અવાજમાં જ ગવાયેલ આ સોંગના શબ્દો અદભુત છે.

    I wanna be loved by you

    just you and nobody else but you

    I wanna be loved by you — alone.

    Boo boo bee doo

    I wanna be kissed by you

    just you and nobody else but you

    I wanna be kissed by you — alone.

    Boo boo bee doo

    I couldn’t aspire

    to anything higher

    and to feel the desire

    to make you my own.

    Badum badum bee doodily dum! Boo!

    I wanna be loved by you

    just you and nobody else but you

    I wanna be loved by you — alone.

    Boo boo bee doo

    I couldn’t aspire

    to anything higher

    and to feel the desire

    to make you my own.

    Badum badum bee doodily dum! Boo!

    I wanna be loved by you

    just you and nobody else but you

    I wanna be loved by you

    Ba deedily deedily deedily dum

    Boo boo bee doo!

    *****