Oh ! Nayantara - 17 in Gujarati Fiction Stories by Naresh k Dodiya books and stories PDF | ઓહ ! નયનતારા - 17

Featured Books
Categories
Share

ઓહ ! નયનતારા - 17

ઓહ નયનતારા


પ્રકરણ – 17

દસ આંકડાનો ફર્ક

હવે ફરીથી દશાઓ બદલાય છે. જૂનો ઈતિહાસ તાજો થાય છે. જમીન પર લેટેલી વાફા બોલે છે કે 'હું યુરોપના નકશા જેવી વીખરાયેલી નથી. હું અરબસ્તાનના નકશા જેવી સ્ત્રી છું.' વાફાના આ શબ્દોએ ઑકસફર્ડ યુનિવર્સિટીની યાદ અપાવી દીધી. મારું શરીર વાફા પર ઝૂકે છે, ત્યારે વાફાને કહું છું કે, 'હું પણ આઠસો-નવસો વર્ષ પહેલાનો ભારત વર્ષનો નકશો છું જેને એ સમયે અરબસ્તાનને પોતાના પડછાયામાં છુપાવી દીધું હતું. આજે તું મારાથી ઢંકાયેલી છે.'

ત્યારે વાફા આશ્વર્ય ભાવથી પૂછે છે : 'હેય... ઇન્ડિમેન, યુ નો હિસ્ટરી ઑફ ઈસ્લામ ?' વાફાની જેમ ટૂંકમાં જવાબ આપું છું : 'યસ.'

આજે ઈતિહાસ કરવટ બદલે છે. યુરોપની પુષ્ઠભૂમિ પર હિન્દુ સંસ્કૃતિના પુરુષ અને અરેબિયન સંસ્કૃતિની સ્ત્રી વચ્ચેની એક રાતની લડાઈમાં છેવટે હિન્દુ સંસ્કૃતિનો પુરુષ વિજેતા બને છે. આ પુરુષના હિન્દુસ્તાની પ્રેમથી વાફાના શરીરનો અરબસ્તાની રણ જેવો નકશો અને તે રણની રેતીઓની ખારાશમાં હિન્દુ સંસ્કૃતિની મીઠાશ ભળી જાય છે. મીઠાશને કારણે વાફાના શરીરના દરેક રેતીના કણ સવાર સુધી ભીના ભીના રહે છે.


વાફા અને હું વહેલી સવારે કિંગ્સબરી તરફ અમારા રહેઠાણે રવાના થયા. વાફા કાર ડ્રાઈવીંગ કરતા બોલે છે : 'કદાચ હું હિન્દુસ્તાનમાં રહેતી હોત તો તારી સાથે પરણીને ઘર વસાવું, પણ હું ઈંગ્લેંન્ડ છોડવા નથી માગતી અને મારા મમ્મી અને ડેડીની લગ્નજીવનની કડવાશ જોતાં જિંદગીભર કુંવારા રહેવાની ઈચ્છા છે અને કદાચ તેં પહેલીવાર મારામાં રહેલી સ્ત્રીને જીવંત બનાવી છે. આ પહેલા ધણા પુરુષો મારા જીવનમાં આવી ગયા અને ચાલ્યા ગયા છે પણ અહીંના મુકતજીવનને કારણે ઈંગ્લેંન્ડ મને ખૂબ વહાલું લાગે છે. બિલકુલ તારી જેમ, માય ઈન્ડિયન કોપરમેન.'


સવારના સાડા છ નો સમય છે. એક માત્ર સુનિલભાઈ જાગતા હોય તે દરવાજો ખોલે છે. બાકી તમામ ખેલાડીઓ સૂતા છે. ધીરે ધીરે રૂમમાં અવાજ કયૉ વિના કોટ અને ટાઈ કાઢી પેન્ટ શર્ટમાં પથારીમાં લંબાવું છું. થાકને કારણે આંખો તુરત ઘેરાય છે.


સવારનો સાડા આઠનો સમય છે. રાહુલ મને જગાડે છે. ઝટપટ અમે કિંગ્સબરી સ્ટેશન સામે પ્રેકટીસ મેદાનમાં પહોંચી ગયા અને ગ્રાઉન્ડને ચક્કર લગાવીને રાહુલ અને હું પરસેવે રેબઝેબ બની ગયા હતા. આજે મેં ફકત પાંચ રાઉન્ડ પૂરા કયૉ અને નેટ પાછળ ખુરશીમાં બેસી ગયો.


ફરીથી વાફાના સાંનિધ્ય માણવાનો સમય શરૂ થાય છે. પ્રવીણભાઈની 'મર્ક' બરાબર અગિયારના ટકોરે પહોંચે છે. ગઈકાલે પહેરેલો સુટ બદલીને રાહુલનો ગ્રે કલરનો સૂટ પહેરું છું.


પેન્ટના ખિસ્સામાં હાથ નાખી પચાસ પાઉન્ડની નોટોને હાથ સ્પર્શે છે. વેપારના સત્યનો પ્રસાદ ચાખવો જરૂરી છે. એક-બે નવા સૂટની ખરીદી કરવાની ઈચ્છા જોર કરે છે. વહેલી ઉંમરે પૈસા કમાતો માણસ બોલે છે, જેને મન રૂપિયા અને પાઉન્ડ વચ્ચે કોઈ ફર્ક નથી. આખું વિક કમાવવાનું અને શનિ-રવિમાં વાપરવાનું કાર્ય મને જરા અજુગતું લાગયું. આખરે કાઠિયાવાડી કેચી ચાલી ખરી અને નયનતારાની યાદ ફરીથી આવી ગઈ.


રૂપમ્ દેહિ, જયમ્ દેહિ, યશો દેહિ અને નયનતારા દેહિ અર્થાતૂ સૌંદર્ય આપો, વિજય આપો, યશ આપો અને નયનતારા આપો અને વધારાની પ્રાર્થના કરું છું કે મને એટલા રૂપિયા આપ કે જેનાથી આવતી પેઢી ભણી શકે અને બીજાઓની પેઢીને ભણાવી શકે, એક ઓર્થોપેડિક હૉસ્પિટલ બનાવી શકું જેમાં નાનામાં નાનો માણસ વગર પૈસે ઉચ્ચત્તમ સારવાર કરાવીને પોતાના પગે ચાલતો ઘરે જઈ શકે અને કદાચ વધુ શિક્ષણ મેળવ્યું હોત તો આનાથી પણ ઉચ્ચ વિચાર આવી શકે એવું મારું માનવું છે. કદાચ નયનતારા મારાથી ઉચ્ચ શિક્ષણ પામેલી છે તે મારા વિચારો પ્રમાણે ચાલી શકશે ?
પ્રવીણભાઈ કાર ચલાવતાં ચલવતાં મને પૂછે છે કે, 'હજી સુધી ગઈ કાલ રાતના વાફાના વિચારમાં છે?'


'ના રે ના, થોડા દેશના વિચારોમાં ખોવાઈ ગયો હતો.'

'ઑફિસનું કામ બરાબર ફાવી ગયું છે ?'
'યસ, નો પ્રોબ્લેમ, રૂટીન વર્ક જેવું લાગે છે. '
'બે-ત્રણ મહિના આરામથી હરીફરીને પછી ઇન્ડિયા જઈને લગ્ન કરી લેજે અને નવી ડિહાઈડ્રેશન વેજિટેબલની ફેકટરી શરૂ કરજે અને પછી અહીંયા એકસપોર્ટ કરજે એટલે વર્ષમાં એ બહાને યુરોપમાં એક-બે ચક્કર મારી જવાના ! બિઝનેસ થાય, આરામ મળી જાય અને બાકી કામ માટે વાફા જેવી છોકરી મળી જાય એટલે ભયો ભયો.' પ્રવીણભાઈ થોડી વેદનાથી બોલે છે.

'પ્રવીણભાઈ ! આજે તમારો ચહેરો ઉદાસ કેમ દેખાય છે ?'
'કઈ નહીં યાર, તારી ભાભી સાતે થોડી માથાકૂટ કરી છે.'
'શું વાત છે ?'
'લગ્નનાં દસ વર્ષ પછી એની ગાડી રિવર્સ ગિયરમાં ચાલે છે.'
'ચોખવટથી વાત કરો એટલે સમજમાં આવે.'
'મારો જૂનો ભાગીદાર અજીત તારી ભાભીને ગઈ કાલે રાત્રે તેના રેડ ગેટવાળા મકાને લઈ ગયો હતો.'
'પછી ?'
'પછી શું યાર ? તેં અને વાફાએ જે કયું તે કામ આ બન્નેએ કર્યુ.'
'તમે રાત્રે કયાં હતા ?'
'તારી જેમ હું પણ...?'
મારું હ્રદય ધબકારા ચૂકી જાય છે. પ્રવીણભાઈની વાતો આજે મને સાચી લાગતી હતી. ફરીથી પ્રવીણભાઈ સાથે તેની કારમાં વાતનો દોર શરૂ થાય છે.
'તમારે પણ કોઈ ફ્રેન્ડ છે ?'

'શું કરું યાર ! છેલ્લા ત્રણ વર્ષથી ભારતીની ખટપટથી કંટાળી ગયો છું. અહીં લંડનમાં અમારા જેવા બહુ ઓછા ફેમિલી છે, જેની વાઈફને જોબ કરવાની જરૂર રહેતી નથી. થોડા સમયથી ભારતીને પેલી લગ્ન સંસ્થા ચલાવતી ઉમા સાથે ઓળખાણ થઈ છે અને આ ઉમાએ તેને બગાડી નાખી છે. તું તો મારા બધા સાળાઓને ઓળખે છે. આપણાં ગામનું આબરૂદાર કુટુંબ છે. બાપાના કહેવાથી મારા લગ્ન પણ જલદી થઈ ગયા હતા. કદાચ તને યાદ પણ હશે મારા લગ્ન વખતે તારા ઘરમાં ઘણા ગેસ્ટને ઉતારો આપ્યો હતો !'

પછી શું થયું ?'

'લગ્ન પછી સાત-આઠ વર્ષ બધું બરાબર ચાલ્યું હતું. બાપા અને બાનો સ્વભાવ કેવો છે તે તને ખબર છે ! લંડનમાં આ બધું જોઈને ભારતી પણ બદલાઈ ગઈ છે. બાપાએ એમ સમજીને ભારતીને મારી સાથે પરણાવી કે લંડનમાં પણ આપણા દેશની જેમ ઘર સચવાઈ જાય એટલે દેશની છોકરીને પસંદ કરી હતી. પણ દેશ કેવો છે તે તને ચાર દિવસમાં ખબર પડી ગઈ છે. રોજ રોજની ધંધાની મગજમારી અને ઘરે પહોંચતાં ભારતીની કચકચથી છૂટવા માણસને કયાંક તો શાંતિ જોઈએ ને ? રોજ રોજ દારૂ પીને શરીર થોડું બગાડી નાખવાનું ? એટલે ભારતીને સમજાવવા તેની એક ખાસ બહેનપણી રચનાને આ બધી હકીકત સંભળાવી. કારણ કે આ રચનાને પણ બે વર્ષ પહેલાં ડિવોર્સ મળ્યા હતા. તેનો પતિ તેને છોડીને ડરબન ચાલ્યો ગયો એટલે રચના એકલી પડી ગઈ હતી. અમારા ઘરે રચનાનો બહુ આવરો જાવરો રહેતો હતો. પછી તો રચનાની એકલતા અને મારી મજબૂરીની વ્યથાએ અમારા બન્ને વચ્ચેની લાગણીને વાચા આપવા માંડી. અઠવાડિયામાં એક-બે વાર તેના ઘરે જતો અને મનની શાંતિ મેળવતો. રચના અહીંયા આવી તેને માંડ પાંચ વર્ષ થયાં છે. થોડી સમજદાર અને મળતાવડી અને પાછી ભણેલી ગણેલી છે, એટલી તેની કંપની મને બહુ ગમે છે.'

'ભારતીભાભીને આ વાતની ખબર છે ?' હું ગંભીરતાથી પ્રવીણભાઈને પૂછું છું.
'હજુ સુધી ખબર નથી પડી અને કદાચ ખબર હોય તો પણ મને આ બાબતે એક શબ્દ પણ કહ્યો નથી અને ખબર હોય તો પણ અહીં આવી વાતો સામાન્ય છે.' પ્રવીણભાઈનો અવાજ ગળગળો થઈ જાય છે.
'આ રચનાને કોઈ સંતાન છે ?'
'ના ! એક પણ ઔલાદ નથી.'
'ગોકળબાપા અને તમારી બાને આ વાતની ખબર છે ?'
ના ! અમારા બન્ને સિવાય આ વાતની ખબર કોઈને પડી નથી અને ભરતને પણ આ વાતની જાણ નથી અને ભરત ગયા વર્ષ વેમ્બિલીવાળા મકાનમાં રહેવા ચાલ્યો ગયો છે. મિહિર અને આકાંક્ષા બન્ને હજુ નાની ઉંમરના છે એટલે ભારતીને ડિવોર્સ આપતા મારો જીવ ના ચાલે. કદાચ હું પાંત્રીસ વર્ષ પહેલા ઈંગ્લેંન્ડ આવેલા ગુજરાતીનો છોકરો હોત તો મેં ભારતીને ડિવોર્સ આપી દીધા હોત. આપણું અડધું દેશીપણું જ આપણને અહીં જીવાડે છે. ભારતીને એકેય વાતની ચિંતા નથી, નોકરી કરવાની કડાકુટ નથી, છોકરાઓ બન્ને ડાહ્યા છે, ઘરે બાપા અને બા સાથે રહેવાથી ભારતીને કામનો પણ બોજો ઓછો રહે છે પણ અહીંની છૂટછાટ જોઈને ભારતીનું મગજ બગડી ગયું છે. અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ પેલી ઉમા અને તેને જેવી ચાર-પાંચ બહેનપણીઓ કયાંક રખડવા નીકળી જાય છે. કયારેક તો રાત્રીના દસ-અગિયાર વાગ્યે ઘરે આવે છે અને કાંઈક પૂછીએ તો તેનો તોબરો ચડી જાય છે. બધાને પોતપોતાની રીતે જિંદગી જીવવી છે.'
'અહીંયા કરતા તો આપણો દેશ સારો. કમસે કમ આપણું ઘર તો સચવાઈ રહે. થોડા પૈસા ઓછા કમાવવા પડે. બસ એટલું જ દુ:ખ મનમાં રહે છે. અહીં લાઈફ ઈઝી અને લકઝુરીયસ છે. અને દેશમાં થોડી ટફ છે. પંદર-વીસ વર્ષ પછી અહીંયા જે મળે છે તે બધું આપણા દેશમાં મળવા લાગશે. હાલના સમયમાં આખા વિશ્ર્વમાં આધુનિક પરિવર્તનનો પવન ફૂંકાય છે.

'આ સમસ્યાનો હલ તો કાઢવો પડશે અને ભારતીભાભીને શાંતિથી સમજાવીને કામ થઈ શકે
'પણ...! હવે બહુ મોડું થઈ ગયું હોય તેવું મને લાગે છે.'
વાતોમાં ને વાતોમાં ઑફિસ કયારે આવી ગઈ તેની ખબર પણ ના પડી. હું અને પ્રવીણભાઈ ઑફિસમાં દાખલ થયા. હું મારા ટેબલ પાસે ગયો અને પ્રવીણભાઈ તેની કેબિનમાં દાખલ થયા.
પ્રવીણભાઈની વ્યથા સાંભળીને લગ્નજીવનની બીજી બાજુની વ્યથા નજર સામે તરવા લાગી અને નયનતારા અને મારી વચ્ચેના સંવાદોના ધટનાક્રમ એક પછી એક નજરમાં આવવા માંડે છે. એક લખલખું શરીરમાંથી પસાર થાય છે. કદાચ...નયનતારા લગ્ન પછી પાંચ-સાત વર્ષમાં બદલી જશે તો ? નયનતારાની એક વાત યાદ આવે છે. 'જયારે આપણે બન્ને ચાલીસ વર્ષનાં થયાં હોઈશું અને તું મને અડધી રાતે નિંદરમાંથી ઉઠાડીશ તો આ જ રીતે તને પ્રેમ કરીશ.' આજે અમને બન્નેને બાવીસ થયા છે.

અહીંયા તો લગ્નજીવનના પાંચ-દસ વર્ષમાં રોમાન્સ નામનું તત્વ હવામાં ઓગળી જાય છે. લાંબું લગ્નજીવન ટકાવવા શું જરૂરી છે જેનો વિચાર કરવામાં કદાચ આપણો ગુજરાતી સમાજ હજુ દસ-પંદર વર્ષ પાછળ છે. રમતગમત, કલા, શોખ, અભિરુચિ, એકબીજાની કલારુચિને પ્રોત્સાહન આપવું, વ્યાયામ, યોગ, એકબીજાની સાથેની વાતચીતમાં સભ્યતા દાખવવી અને મને આજે એક વાત સમજમાં આવી કે અભ્યાસ જરૂરી છે. ઉચ્ચ શિક્ષણ આવતાં વર્ષોમાં અત્યંત આવશ્યક બનશે. આજે બાણુની સાલમાં મારા ગ્રેજયુએટ થયેલા મિત્રોનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન જોઈને એવું લાગે છે કે અંગ્રેજી ભાષા પર ભાર મૂકવો જ પડશે.


નેવું પછી શરૂ થયેલી આધુનિકતાની પરિભાષા ગુજરાતી સ્ત્રીઓએ જલદી અપનાવી લીધી છે અને હવે મને એવું લાગે છે કે ધીરે ધીરે હિન્દુસ્તાનની આવતી પેઢીને ફોરેન કલ્ચરનું આજના જેવું આકર્ષણ રહેશે નહીં. જેમ જેમ ગુજરાતીઓનાં સંતાનો ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશની ધરતી પર પગ મૂકશે એટલે અભ્યાસના ચાર-પાંચ વર્ષ પછી તેઓને હિન્દુસ્તાનની ધરતીની ફરીથી યાદ આશે જ. કદાચ દસ વર્ષ પછી એવો માહોલ હિન્દુસ્તાનમાં તૈયાર થયો હશે ? અને પરિણીત યુગલોના અભ્યાસ સમાંતર કક્ષાના હશે તો કદાચ લગ્નજીવનમાં ભંગાણ થવાની શકયતા ઘટી શકે છે.
સમકક્ષ અભ્યાસ સાથે એકબીજાની રુચિને માન આપશે તો આપણા હિન્દુ સમાજના લગ્નજીવનની આ વ્યવસ્થા ઉચ્ચતમ અને ટકાઉ બની રહેશે. અહીંના આધુનિક પરિભાષાના લગ્નની જેમ તકલાદી સાબિત ન થઈ શકે. કદાચ આ મારું માનવું છે.

'આર યુ સ્ટિલ ડ્રીમીંગ અબાઉટ મી ?' મારા ખભા પર હાથ મૂકીને વાફા તેના સુંદર અવાજે મને પૂછે છે.
'નો ! ડ્રીમીંગ અબાઉટ યોર બોડી એન્ડ આઈઝ.' વાફાનો હાથ મારા હાથમાં લઈને બોલ્યો.
'બહુ વિચાર કરે છે... હઘરના લોકોની યાદ આવે છે ?' વાફા પોતાની ચેર મારી ચેરની નજીક લાવતા મને પૂછે છે.
પ્રવીણભાઈની વ્યથા વાફાને કહેવી એ વ્યર્થ છે. વાફા અરબસ્તાની છે પણ તેનો જન્મ અને ઉછેર તો ઈંગ્લેંન્ડમાં થયો છે પણ વાફાના સાંનિધ્યમાં લાગણીનો અહેસાસ જરૂર થાય છે. નયનતારા સાથે સમય વીતાવ્યા પછી કદાચ એવું લાગે છે કે સ્ત્રીના દિલની વાત અને આંખોની ભાષા સમજવામાં મને કોઈ તકલીફ પડતી નથી.

'લંચ ટાઈમ પછી આપણે બન્નેએ વેર હાઉસ પર કલોઝિંગ સ્ટોકનો રિપોર્ટ લેવા જવાનું છે.' વાફા મને જણાવે છે અને હું મારા કામમાં લાગી ગયો. લંચ પછી પ્રવીણભાઈના બન્ને વેર હાઉસના સ્ટોક રિપોર્ટ બનાવી અને ઑફિસે પહોંચ્યાં ત્યારે સાંજના પોણા છ નો સમય થવા આવ્યો હતો. ઑફિસમાં રિપોર્ટ જમા કરાવી હું અને વાફા ખરીદી માટે નીકળ્યાં અને પ્રવીણભાઈના ઘર તરફ રવાના થયા.

વાફાની કારમાં અમે બન્ને 'માર્ક એન્ડ સ્પેન્શર' નામના સ્ટોર્સ પાસે પહોંચ્યાં જે બેકર સ્ટ્રીટની ઑફિસથી થોડે દૂર હતો.
વાફાએ એક શુટ મારા માટે પસંદ કર્યો અને એક શુટ મેં પસંદ કયૉ જે બન્નેનું ફીટીંગ ચેક કરાવી અને બોકસ પેક થયાં. વાફાને એક સરપ્રાઈઝ ગિફટ આપવા લેડીઝ ગારમેન્ટ્રસના ડિપાર્ટમેન્ટમાં ગયો અને વાફાને ત્યાં ઊભી રહેવાનું કહ્યું. વાફાની સરપ્રાઈઝ ગિફટ પેક કરાવી હું અને વાફા તેના ઘરે રવાના થયા. એક હજાર પાઉન્ડમાંથી હવે મારી પાસે બસો બાવીસ પાઉન્ડ બચ્યા હતા.

વાફાના ઘરમાં પ્રવેશ્યા બાદ હું સોફા પર આરામની મુદ્રામાં બેઠો છું ત્યાં વાફા ચેન્જ કરી મારી પાસે બેસે છે. તેના હાથમાં મારું ગિફટ પેક છે. વાફા મારી તરફ શરારતી આંખોથી જુવે છે. ગિફટ પેક ખોલતાની સાથે વાફાની આંખો પહોળી થઈ જાય છે અને વાફા મને ભેટી પડે છે !

તારી ગિફટ પહેરેલી વાફા જોવી ગમશે ?'
વાફાની જેમ ટૂંકમાં આપું છું : 'યસ, આઇ લવ ટુ વોચ.'
થોડીવાર પછી રેડ કલરના ટુ પીસમાં વાફા બદર ખલીલ મારી સામે ઊભી છે. સફેદ આરસની મૂર્તિમાં લાલ પટ્ટા મારી અંગોને છુપાવ્યાં હોય તેવી શાશ્ર્વત સૌંદર્યની અરબી સમુદ્રની લહેરખી જેવી વાફા તેના સૌંદર્યની છોળો મારી આંખોમાં ફેંકતી હતી.

ફા ફ્રીજમાંથી ચિલ્ડ બિયરના બે ટીન લાવે છે. એક મારા માટે અને એક તેના માટે. વાફા મને પૂછે છે કે 'ઈન્ડિમેન ! તને ખરેખર સ્ત્રીના દિલની ભાષા સમજતા આવડે છે. કદાચ તું મારા માટે રોમાન્સનો દેવ બનીને આવ્યો છે. આજ સુધી મારા જીવનમાં આવેલા તમામ પુરુષોને મારા શરીરમાં રસ હતો. તું પહેલો પુરુષ છે. જેણે મારા શરીરના સૌંદર્યની ભાષા સમજી છે. લવ યુ કોપરમેન.' વાફા મારી ગિફટ સહિત મારી આગોશમાં હતી. શબ્દોની ભાષા બદલાય છે. જબાન ખામોશ છે. આંખોની ભાષા બોલાય છે. પણ વાફાની આંખો બોલે છે અને મારી આંખો ખામોશ છે.

પરિણીત જીવનમાં પત્નીને ખુશ કરવા તેને કલ્પના ન હોય તેવી ગિફટ અચાનક આપો તો પત્નીની આંખોમાં તેની ખુશી છલકાતી નજરે પડશે. ગિફટની કિંમત ભલે ના હોય પણ ગિફટની અસર તમારા સાથીના અંતરમનને ઝંઝોડી નાખે ત્યારે સમજવાનું કે ગિફટની કિંમત અમૂલ્ય છે.

બીજે દિવસે હું એકલો આ સ્ટોર્સમાં પહોચું છુ અને નયનતારા માટે આવી બે ગિફટ પેક કરાવું છું. મારી જવાબદારી નયનતારાને બેવડી ખુશી આપવાની છે અને મારી ધારણા પ્રમાણે વાફા અને નયનતારાનું બન્ને માપ એક જ છે. કદાચ આટલી સમજદારી તો મારામાં છે.

આજે શનિવારની સવાર છે. સસેકસ જવાની તૈયારી ચાલે છે. બધા ક્રિકેટરોની કીટ વેનમાં રખાય છે. આજે અગત્યની મેચ છે. સસેકસની 'રોયલ બ્લ્યુ' ઇલેવન જેવી ધરખમ ટીમ સાથે મેચ છે. ટોસ જીતીને પ્રથમ દાવ અમારી ટીમનો છે. સ્કોર પંદર ઓવર, ચાર દડા, 78 રન અને પાંચ વિકેટ છે. મહેન્દ્ર જાડેજા મને ટાર્ગેટ આપે છે : 'બસો પચાસ રન.' અને હું અંગૂઠો ઊંચો કરી અને બેટીંગ કરવા ગ્રાઉન્ડમાં ગયો. સામે છેડે રાહુલ પાંચ રને દાવમાં છે. ક્રીઝ પર પહોંચતા જ રાહુલ કહે છે : 'આજે પાણી દેખાડવું પડશે.' ઊંચા શોટ રમવાની ઉતાવળ નથી, સ્ટેડી રમવાનું છે. મને નયનતારાની યાદ આવે છે. 'બેટીંગ કરતી વખતે બીજા કોઈનો વિચાર કરવાનો નહીં અને મારો વિચાર તો ખાસ કરવાનો નથી.'

સ્કોર 30 ઓવર સુધી છ વિકેટ 158 રન છે. રાહુલ હાથથી ઇશારો કરી ફાસ્ટ રન બનાવવાનું કહે છે. આજનો મૂડ કંઈક અલગ હતો. શરીરમાં આજે અનોખી શકિતનો સંચાર થયો હતો. છેલ્લે સુધી હું અને રાહુલ બન્ને અણનમ રહ્યા. મેચનો સ્કોર પચાસ ઓવર, બસો ઈકોતેર રન રાહુલના બ્યાંસી રન, મારા એકસો એક રન અને સત્તર રન એકસ્ટ્રા અને પછી રોયલ બ્લ્યુનો દાવ શરૂ થાય છે.

પચાસ ઓવર સુધી રસાકસીના અંતે અમારી ટીમ પાંચ રનથી મેચ જીતે છે. મેચ પૂરી થતા રોયલ બ્લ્યુ ટીમની પાર્ટીનું આયોજન થાય છે. ઈંગ્લેંન્ડમાં દરેક મેચ પૂરી થયા પછી મહેમાન ટીમને પાર્ટી આપે છે. જે મને અચરજભર્યુ લાગતું હતું. પણ આવી પાર્ટીઓના બહાને અલગ અલગ લોકોને મળવાનું અને નવા નવા દોસ્ત બનાવવાનું મને ખૂબ જ ગમતું હતું. આ ટીમમાંથી ગ્રિમ નામના ગોરા સાથે દોસ્તી થાય છે.
રવિવારે અમારી મેચ હેરોની દેશી ટીમ સાથે છે. એટલે આપણા ગુજરાતી ખેલાડીઓની ટીમ સાથે છે. આ ટીમ સાથે મેચ ફકત મૈત્રીભાવથી રમ્યા હતા. સોમની ટીમના મોટાભાગના ખેલાડીઓ ધંધાદારી માણસો હતો. ફકત શોખ ખાતર ક્રિકેટ રમતા હતા પણ તેનો રમત પ્રત્યેનો અભિગમ જોઈને એવું ન લાગ્યું કે આ લોકો પાર્ટ ટાઈમ ક્રિકેટરો છે. કદાચ ઈંગ્લેંન્ડમાં રહીને આ વાત શીખી ગયા હશે.
ત્યારે અમારી ઑફિસમાં આધેડ અંગ્રેજ ડગ્લાસ સરનું એક વાકય યાદ આવ્યું :

'તમારા હાથમાં પેન છે તો સારું લેખન લખો, તમારા હાથમાં પિસ્તોલ હોય તો દુશ્મનનું નિશાન તાકો, તમારા હાથમાં ઝાડું હોય તો સફાઈ કરો. મતલબ તમોને જે કામ સોંપવામાં આવે તે કામ પૂરી મહેનત અને ઈમાનદારીથી કરવાનું છે. ને બેઈમાની અને બેદરકારી પ્રત્યે મને સખત નફરત છે.' ડગ્લાશ સરના કારણે પ્રવીણભાઈને ધંધાની જવાબદારી પોણા ભાગની ઓછી થઈ જાય છે. અમારી ઑફિસમાં કામ કરતા સ્ટાફની લગન જોઈને એટલું તો સમજમાં આવી ગયું કે ઈંગ્લેંન્ડની બેદરકારી અને બેઈમાની અને હિન્દુસ્તાની બેદરકારી અને બેઈમાની વચ્ચે જીરોથી દસ આંકડાનો ફર્ક છે.